________________
સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૨૧ ક્ષમતા ઓછી હતી. તેમાં વળી દુષ્કાળ જેવા કારમા દિવસોમાં યોગ્ય અન્નપાણીના અભાવે શરીર શિથિલ થઈ ગયું. તેમાં પર્વાધિરાજ પર્યુષણમાં પોતાની શક્તિ પ્રમાણે ફક્ત પોરસીનું પચ્ચખાણ લીધું
હતું.
પોરસી સુધી બળ ટક્યું, એમ કરતાં બપોરટાણું થયું. કક્ષાએ કહ્યું હવે કંઈ બહુ સમય કાઢવાનો નથી, રાત્રિ તો આરામથી પસાર થઈ જશે. શ્રીયકને પણ લાગ્યું કે આત્મશક્તિ તો છે વળી દેહનું મમત્વ ઘટે જીવન ધન્ય બની જશે.
શ્રીયકે ઉપવાસના પ્રત્યાખ્યાન લીધા, પરંતુ રાત્રિ થતાં તો ક્ષુધાતૃષાથી દેહમાં અસહ્ય પીડા ઊપડી. પરંતુ પ્રત્યાખ્યાન તોડવા તે કાયરતા છે. વળી કર્મ બંધાશે તેના કરતાં ભલે દેહ છૂટી જાય.
વળી ભાવના કરવા લાગ્યા કે આત્મા તો મરતો નથી. દેહ તો ગમે ત્યારે પડવાનો છે. મનોમન સૌની ક્ષમા યાચી અનશન વ્રત સ્વીકારી દેહભાવ ત્યજી આત્માના અમરપદનું ધ્યાન કરી સમાધિમરણ વડે સ્વર્ગલોકમાં પહોંચી ગયા.
યક્ષાને અત્યંત ખેદ થયો કે મારા કહેવાથી ભાઈ મુનિએ ઉપવાસ કર્યો અને દેહ છૂટી ગયો. પરંતુ તેમના તપોબળથી શાસનદેવી પ્રગટ થયાં. તેમને મહા વિદેહમાં લઈ ગયાં. ત્યાં પ્રભુમુખે સાંભળ્યું કે
ભરતક્ષેત્રની આ આર્યા નિર્દોષ છે” પ્રભુદેશના સાંભળી સંતુષ્ટ થયા. સાથે ચાર અધ્યયનની ભેટ લાવ્યા. ( કોશાની સામે આવતી સમસ્યાઓ
કોશાને જન્મ નીચકુળ મળ્યું હતું. મુનિએ તેને શ્રાવિકા ધર્મ આપી કુળના ભેદને ટાળ્યું હતું. પણ સમાજનાં બંધારણો જલ્દી બદલાતાં નથી. કોશાને હવે આની કંઈ પીડા ન હતી. મુનિએ આપેલો ધર્મ, પ્રભુ પ્રત્યેની ભક્તિ દ્વારા સ્વયં નિર્દોષ જીવન જીવતી હતી. તેને એમાં કોઈના દોષ જોવાનો સમય ન હતો, વૃત્તિ ન હતી. ભલે લોકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org