________________
૧૬ સંયમવીર સ્થૂલિભદ્ર ઝંખનાએ તેને સ્થૂલિભદ્રના આકર્ષણે પોતાની સર્વશ્રેષ્ઠતા ગૌણ લાગી.
બસ એક જ લગની સ્થૂલિભદ્રમાં હું સમાઈ જાઉં. મારી કલા અને સ્થૂલિભદ્રની કવિતાનું ઐક્ય કુદરતમાં સત્ત્વશીલ બનશે. તેને લાગ્યું કે સ્થૂલિભદ્ર અજોડ પુરુષત્વ ધરાવે છે. તેના ચરણોમાં ઝૂકવું એ સદ્ભાગ્ય છે, એમ તે માનતી. પરંતુ તે જાણતી હતી કે કર્તવ્યમૂર્તિ મહામંત્રીનો તે પિતૃભક્ત છે. તેમની આજ્ઞાપાલનમાં પોતાનું કર્તવ્ય સમજે છે. વળી સંસાર પ્રત્યે ઉદાસીન છે. મારા પરિચયમાં તેના મનમાં માધુર્ય પ્રગટે છે ત્યારે વળી પાછું તેનું મન પિતાના આદર્શોની તરફ ખેંચાય છે ત્યારે તે મારા પરિચયમાં પાપ માને છે. છતાં પણ મારા પ્રેમાર્પણને યૂલિભદ્ર જરૂર સ્વીકારશે તેવી આશા રૂપકોશાને હતી.
માતાનાં પ્રોત્સાહન અને વાત્સલ્ય, નૃત્યાચાર્યનો અથાગ પરિશ્રમ, અન્ય વાદ્યકારોનો સહકાર રૂપકોશાના પદગૌરવમાં અનન્ય હતાં. રૂપકોશાને પોતાને પણ આ પદગૌરવનું માહાસ્ય હતું. છતાં ઊંડે ઊંડે સ્થૂલિભદ્ર કેન્દ્રમાં હોય તેવું તે અનુભવતી. શરદોત્સવની શોભાયાત્રા
પૂરા સામ્રાજ્યમાં સૌ શરદપૂર્ણિમાના રૂપકોશાના જાહેર નૃત્યકલાના પ્રસંગને જોવા આતુર હતાં. મગધેશ્વરના આદેશ મુજબ ઘર ઘર, શેરીએ શેરીએ, તમામ દરવાજા, પૂરી નગરી સ્વર્ગની જેમ શણગારવામાં આવી હતી.
શરદપૂર્ણિમાનો દિવસ ઊગ્યો. સુનંદાના આવાસમાં ચારે દિશાએ તૈયારીની ધમાલ મચી હતી. સમય થતાં મગધેશ્વરે મોકલેલા સોનેજડેલા રથમાં રૂપકોશા સાથે સુનંદાનો, કલાચાર્યનો એમ વિવિધ રથો સાથે શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રાના સર્વ રથોનો સંચાલક સુકેતુ રથાધ્યક્ષ હતો. તે મગધેશ્વરના તમામ રથોનો રથપતિ હતો.
આ રથપતિ પણ પરાક્રમી અને મગધેશ્વરનો પ્રિય વિશ્વાસુ પદવીધર હતો. રૂપકોશાને રથ પાસે આવકારતા રૂપકોશાને જોતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org