________________
સંયમવીર ચૂલિભદ્ર ૧૫ જણાતો.
રૂપકોશા હજી તો સ્થૂલિભદ્રના વિશેષ સહવાસમાં આવી ન હતી. ક્યારેક કળાના માધ્યમે ભેગાં થતાં ત્યારે તે જોતી કે સ્થૂલિભદ્ર તો સાવ ઉદાસીન છે. છતાં તેનું મન કહેતું કે તે ભલે ઉદાસીન હોય પણ તે કલારસિક છે. તેની સંગીતકલા અને મારી નૃત્યકલા બંનેનું ઐક્ય જરૂર સધાશે. તે આવા ઘણા આશાભર્યા મનોરથો સેવતી.
ચાર ચાર માસ કેવળ નૃત્યકળાની અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા રૂપકોશાએ ભારે શ્રમ ઉઠાવ્યો. નૃત્યાચાર્યું પણ તેમની બધી જ કલાઓ રૂપકોશાને અર્પણ કરવાનો ભાવ સેવતા. વાસ્તવમાં તેમની કળાને સર્વ પ્રકારે અપનાવે તેવો આજ સુધી તેમનો કોઈ શિષ્ય પણ તૈયાર થયો ન હતો. તેમની આ મહત્ત્વાકાંક્ષા રૂપકોશામાં તેમને સાકાર થતી જણાઈ. આથી તેમણે પણ તેમની સર્વ કળાઓ રૂપકોશાને પૂરા પ્રેમથી શીખવી દીધી.
શરદ પૂર્ણિમાનો દિવસ આવી પહોંચ્યો. ગુરુશિષ્યા બંનેની પૂર્ણ તૈયારી હતી. પૂર્વ તૈયારીઓ પણ થઈ રહી હતી.
મગધેશ્વરે પણ પ્રસન્નતાપૂર્વક પ્રસંગના ગૌરવને સમજી દૂર દૂરથી રાજા-મહારાજાઓને આમંત્રણ આપ્યાં હતાં. પૂરા સામ્રાજ્યમાં આ પ્રસંગની જાહેરાત થઈ હતી.
સ્થૂલિભદ્ર પ્રત્યેનું રૂપકોશાનું આ પ્રેમાર્પણ અંતરના ભાવથી રસાયેલું હતું. તે જાણતી હતી કે એ પદગૌરવની મહાનતા મગધ સામ્રાજ્યમાં કેવી ટોચે હતી. તેનો ત્યાગ કરવો એટલે ઘણા માનસન્માન-વૈભવ, રાજકીય સવલતો સર્વ સમાપ્ત. છતાં કોશાના મનનો એક જ ધ્વનિ હતો. સ્થૂલિભદ્રના સાનિધ્ય પાસે એ સર્વ તુચ્છ છે.
ભલે પોતે ભારતવર્ષની અજોડ સુંદરી, કલાલક્ષ્મી, મહાન મગધેશ્વરની પ્રિય નૃત્યાંગના અને સમૃદ્ધિથી ભરપૂર, છતાં તેને
સ્થૂલિભદ્રની અંતરંગ રમણીયતા, કલા, કવિતા, વિદ્વતા, અને દિવ્ય ભવ્ય સૌંદર્ય, દેહ સૌષ્ઠવ વધુ આકર્ષક લાગ્યા. નારી હૃદયની સહજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org