________________
સંયમવીર ચૂલિભદ્ર • ૧૦૯ કોશા શું તારામાં આત્મા જ નથી ? તું માત્ર પુરુષોના ભોગનું રમકડું છે? તારે કોઈ ધર્મ નથી ?”
કોશાનું સ્વમાન જાગી ઊડ્યું ? હું રમકડું ? તેણે પૂછ્યું “તમે હજી મારા મનની વેદના સમજી શક્યા નથી!”
ભદ્ર: “કોશા ખરેખર તો આપણે વેદનાને જાણતા જ નથી. જે વેદના પાછળ મોહના બંધન હોય તે સાચી વેદના નથી જે વેદના પાછળ મુક્તિની ભાવના હોય તે સાચી વેદના છે. તેથી તને લાગે છે કે હું તારી વેદનાને સમજી શકતો નથી.”
“ભદ્ર તમે આવી દલીલો કરી મને સમાધાન નહિ આપી શકો. મારે તો પેલો કલાપ્રેમી ભદ્ર જોઈએ છે. શા માટે રસહીન જીવન ગાળવું તમે જ કહેતા હતા નરનારીનું ઐક્ય અને કલા-કવિતા તો જગતનું સત્ત્વ છે. આજે તમે નારીસંગમાં પાપ જુઓ છો. શું તમે સંસારમાં રહીને ધર્મ કરી ન શકો તેવા નબળા છો!”
કોશા “સંસારમાં રહીને ગૃહસ્થ ભક્તિ, સાધુસેવા દયા, શુભ અનુષ્ઠાનો કરી શકે પણ તે મર્યાદિત છે મુક્તિનું કારણ તે બની ન શકે. જન્મમરણથી મુક્ત થવા સંસાર ત્યાગી સર્વત્યાગી થવું પડે. કોશા! મેં વિલાસ માણ્યો, તેનું પરિણામ જાણ્યું. પવિત્ર પિતાનું મૃત્યુ જોયું અને મને સમજાયું કે જગત એક ભ્રમજાળ છે. સર્વ સંગ પરિત્યાગ પછી પણ મનને જીતવું દુષ્કર છે. તો સંસારના ભોગવિલાસમાં તો તે શક્ય નથી. માટે તું એક વાર મંત્રદાનનો સ્વીકાર
કર."
કોશા હવે કંઈક સ્વસ્થ થઈ હતી તોપણ હજી કોશાના મનમાં રહેલી ભદ્રના સંગની મનોકામના શાંત થઈ ન હતી. કોશાએ મંત્રદાન લીધું. રોજે નૃત્ય કરતાં પહેલાં મંત્રોચ્ચાર કરતી, પરંતુ ચિત્તના ખૂણામાં ભદ્ર સાથે સુખભોગની વૃત્તિ પડી હતી. ભદ્રમુનિના આગમનને ચારે માસ તો પૂરા થવા આવ્યા હતા છતાં કોશાના દેહમાં કોઈ વાર વિષયનું વાવાઝોડું ઊછળતું ત્યારે તે કામાતૂર બની જતી ભદ્રમુનિ પાસે પહોંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org