________________
૧૧૦ - સંયમવીર યૂલિભદ્ર જતી. વિવશ બની જતી. “ભદ્ર ભદ્ર મારો સ્વીકાર કરો.”
પરંતુ સંયમવીર, વજ મનવાળા મુનિ પાસે ગુરુકૃપાનું બળ હતું. નવકારમંત્રનું કવચ ધારણ કર્યું હતું. કોશાની કામવાસનાની આગ તેમના શાંત સમાધિરસમાં બુઝાઈ જતી.
કોના આકુળ મનને શાંત કરવા મુનિ નવકાર મંત્રની ધૂન શરૂ કરતા, કોશાને અજાણે પણ તેમાં શાંતિ મળતી તેથી તે પણ તેમાં જોડાઈ જતી. તેનું ચિત્ત શાંત થતું ત્યારે મુનિ કરુણાસભર ચિત્ત તેને નેમ રાજુલની કથા કહેતા. પતિપત્નીના અપૂર્વ – અજોડ આદર્શનું તેમાં વર્ણન કરતા. રોચક અને પ્રેરક કથા સાંભળતા કોશા ત્યાં બાળકની જેમ નિદ્રાધીન થઈ જતી. પરિચારિકાઓ તેને તેના શયનગૃહમાં મૂકી દેતી. ક્યારેક હૃદયદ્રાવક આક્રંદ કરતી ત્યારે મુનિ તેને વાત્સલ્યભાવે બળ પ્રેરતા. “કોશા શાંત થા જીવન પરમાર્થ પંથ માટે છે.”
ધન્ય ધન્ય મુનિ તમારા મનોબળ અને સંયમને. ચાતુર્માસના ગણતરીના દિવસો બાકી હતા. એક પ્રભાતે કોશા જાગી, અજ્ઞાતભાવે પણ તેનામાં નવી ફુરણા થઈ. શૃંગારથી ભરેલો શયનગૃહ પણ તેને આધ્યાત્મિક માર્ગના હેતુરૂપ જણાયો. જ્યાં જ્યાં તેની નજર ગઈ ત્યાં ત્યાં તેને લાગ્યું કે ઓહ આત્મશાંતિ પાસે આ સર્વે તુચ્છ છે. ખૂબ સ્વસ્થતાથી શય્યાનો ત્યાગ કરી તે સાદાં વસ્ત્રો સજીને નવા મંદિરગૃહમાં ગઈ.
મંદિરના ગર્ભદ્વાર પાસે મુનિ પ્રભુભક્તિમાં લીન થઈને બેઠા હતા. તેના સ્પંદનોથી પૂરું મંદિરનું વાતાવરણ શાંતિમય હતું. આજે તેણે ભદ્રને નવા જ સ્વરૂપે જોયા. ત્યાગ વૈરાગ્ય અને સંયમની નિર્મળતાથી તેમનું મુખકમળ અતિ પ્રસન્ન હતું. તે પવિત્ર પ્રતિભા કોશાને સ્પર્શી ગઈ.
પ્રથમ તેણે વીતરાગ પ્રતિમાનાં ભાવપૂર્વક દર્શન કર્યાં. જોકે તેનું હૃદય ભરાઈ જવાથી આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org