________________
સંયમવીર ચૂલિભદ્ર ૦ ૮૫ ભોગવિલાસનાં સાધનોનો પાશ વીંટાતો હતો. ભદ્રના જીવનને કોશાએ સ્વાધીન કર્યું હતું. એક પળ પણ તે ભદ્રને છૂટો મૂકતી નહિ. યૌવનમાં પ્રથમ કઠિન રીતે પાળેલા સંયમને હવે કોઈ મર્યાદાની જરૂર ન હતી.
કોશા ભદ્રના સહવાસે બહારની દુનિયાને ભૂલી ગઈ હતી. અરે રંગશાળાના પછીનાં કાર્યો પણ ગૌણ થયાં હતાં, બસ ભદ્ર, ભદ્ર. અને ભદ્ર કોશાના પ્રેમપાશમાં પિતા, પિતાના આદર્શો, ભાઈ-બહેનના હેત સર્વ વિસરી ગયો હતો. કોશાના નૃત્ય સાથે વીણાના સ્વરને ગુંજતા કરતાં તે ક્યારેય થાકતો નહિ અને કોશા નૃત્ય કરતાં ક્યારે પણ થાકતી નહિ. ક્યારેક શ્રમિત થતા ત્યારે રાત્રિના વિકાસમાં તે શ્રમ ભાગી જતો.
કોશા વિચક્ષણ હતી, ભદ્રમાં પુરાણા વૈરાગ્યનો છૂપો પડેલો કોઈ અંશ જાગ્રત ન થાય તે માટે ઉદ્યાનમાં ચિત્રશાળામાં રોજ નવું જ સર્જન એ કરાવતી. ભદ્ર તેમાં ખોવાઈ જતો. તેમાં પણ તેનાં નયનબાણ, મધુરવાણી, અંગમરોડ એવાં આકર્ષક હતાં કે ભદ્ર ક્યારેક તે આખા દેહને ઊંચકીને આલિંગન આપતો. કોશા ત્યારે સ્વર્ગીય સુખ અનુભવતી.
જળક્રીડા, નૌકાવિહારની મસ્તી, કોઈ પળ એવી ન હતી બંને વિલાસ કે વિલાસના સાધનોથી મુક્ત હોય. અહીં મહામંત્રીના પ્રાસાદમાં થતી ચિંતાજનિત ચર્ચાઓનો કે પિતાએ સેવેલી આશાઓનો સંચાર પ્રવેશ પામે તેમ હતો. અરે રંગશાળાના કાર્યકર્મો પણ બંધ થયા હતા. એક ગુંજન ચાલતું “કોશા કોશા” “ભદ્ર ભદ્ર' તેમાં મહામંત્રીના આત્મવિસર્જનના કરુણ અંજામના અંશને હમણાં પ્રવેશવાનો કોઈ મોકો જ નહોતો.
મંત્રીપ્રાસાદમાં પાછલી રાતે કોઈ ઊંઘી ન શક્યું. સૌનાં હૃદય હળવાં હતાં કે ભારે? કર્મની ગતિ અકળ છે. મહામંત્રી અને પૂચ કુટુંબની ભાગ્યરેખા પલટાઈ ગઈ હતી. પિતાનો નિર્ણય અડગ હતો. તે સિવાય અન્ય ઉપાય પણ ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org