________________
૮૪
સંયમવી૨ સ્થૂલિભદ્ર
દઉં. તું તલવાર ઉપાડીશ તે પહેલાં મેં મારા મુખમાં તાલપૂટ વિષ મૂકી દીધું હશે. એટલે તું નિશ્ચિંત થઈ કર્તવ્યપરાયણ રહેજે.”
બ્યક્ષા બેટા સ્થૂલિભદ્રને મારા આશીર્વાદ કહેજે” આમ કહેતાં પિતૃહૃદય ગદ્ગદ થઈ ગયું. સ્થૂલિભદ્ર માટે હજી પણ તેમના હૃદયનો એક ખૂણો ભીનો જ રહ્યો. સૌની આંખો પણ સજળ બની ગઈ. શ્રીયક, સમય આવે રાજકારણ ત્યજી દેજો અને તમે સૌ ધર્મનું શ૨ણ લેજો. મારા મૃત્યુને મગધની ધરાનો મહોત્સવ માનજો. મારી કર્તવ્યપરાયણાની કોઈ ખામી નથી પણ નિયતિને સ્વીકારવી રહી.’
સંતાનોના હૃદયમાં પિતૃતિયોગનું દુઃખ હતું. મહામંત્રી સ્વસ્થ હતા. સૌને પાસે બોલાવી તેમનાં મસ્તક સૂંઘ્યાં અને આશિષ આપ્યા. ભાઈબહેન સૌનાં હૈયાં ભારે હતાં. કોણ કોને સાંત્વન આપે. કાલની પ્રભાતનું ભાવિ સૌને મૂંઝવી રહ્યું હતું. રાત્રિ પૂરી થવા આવી હતી. ભારે હૈયે સૌ છૂટાં પડ્યાં. મહામંત્રીએ આવી તો કેટલીયે રાત્રિઓ વ્યતીત કરી હતી. આજની રાતનો તેમને એ સંતોષ હતો કે તેમની ભક્તિ તેમના ભોગે વધુ જ્વળ બનશે. કુટુંબ વિનાશથી બચી જશે. ત્યારે સ્થૂલિભદ્ર ક્યાં હતો ?
તે રાત્રે મંત્રી પ્રાસાદમાં મંત્રીના આત્મવિસર્જનની ઘેરી વાતોથી સૌના હૈયામાં આગ જલતી હતી. બીજી બાજુ ભદ્ર-કોશા બાગમાં મહાલતાં હતાં. તેમના દિવસો ઉત્તરો ઉત્તર વિલાસરસથી માધુર્યપૂર્ણ થતા હતા. દિવસ ઊગતો આથમતો, રાત્રિ પડતી, પુનઃ સોનાવğ પ્રભાત થતું, કોશા નિતનિત નવા રંગરાગ રેલાવતી. વિલાસનો જાણે સાગર ઊમટ્યો હતો છતાં બંને જાણે અતૃપ્ત રહેતાં. બંને ભરયૌવનવંતા તેમાં ચારે બાજુ પથરાયેલા શૃંગારના કામદેવને ચળાવે તેવાં સાધનો હતાં.
ભદ્ર ક્યારેક મૂંઝાતો. આ વિલાસની કોઈ તૃપ્તિ હશે કે નહિ ? છતાં કંઈ પણ છોડાતુંયે નહોતું. દરેક પળે તેની આસપાસ અવનવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org