________________
૧૪ સંયમવીર સ્થૂલિભદ્ર મુખવાસનું સેવન કર્યું. પુન મુનિ પોતાના આસન પર બેસી ગયા. એ બધું ઘણું ઝડપથી થયું, એ જોઈ કોશા વિચારી રહી કે ભદ્ર વનવગડામાં રહીને કેવો શુષ્ક બની ગયો છે. ભોજન લીધું પણ કંઈ ઉમંગ જ નહિ ?
તેણે વિચાર્યું કે પુનઃ મારી કળા, પ્રેમ અને સેવા વડે ભદ્રની ચેતના જાગશે.
કોશાએ પૂછ્યું: “ભદ્ર તમે અધૂરી રમત મૂકીને ગયા પછી શું શું કર્યું?”
પિતાના આત્મ વિસર્જન અને મુનિ જીવનની કઠોર તપજપની વાતો સાંભળી કોશાના હૃદયમાં વેદના થઈ તે સાંભળતી જાય અને રડતી જાય. અરેરે ! હું તો આ રંગભવન સુખમાં રહી અને મારા પ્રાણપ્રિય ભદ્રે આવાં દુઃખ સહ્યાં.
મુનિરાજે પોતાની જીવનચર્યા ધીર અને ગંભીર ભાવે કહી હતી. તેમના ચિત્તમાં સ્વસ્થતા હતી. સાધના કષ્ટદાયક ન હતી તેવો તેમના અવાજમાં રણકો હતો. વાણીમાં વૈરાગ્ય વહેતો હતો. પણ કોશા એ ભાષાથી અજ્ઞાત હતી. ' અરેરે મુનિએ આવાં કષ્ટ વેઠ્યાં? કંઈ નહિ હવે મારાં નૃત્ય જોશે. મારા દેહનું સૌંદર્ય જોશે, મારા પ્રેમના પ્રવાહમાં પુનઃ જરૂર તણાતો આવશે. અને સુખ પામશે.
કોશાને ક્યાં ખબર હતી ભદ્રને કોશાની ચિત્રશાળા સંસારના ભોગવિલાસ જે શાંતિ આપી શક્યા ન હતા તેનાથી નિરાળી શાંતિ મુનિએ સંયમ દ્વારા મેળવી છે. તેમાં કોઈ દુઃખ કષ્ટ હતાં જ નહિ.
આમ મધ્યાહ્ન વાતચીતમાં પૂરો થયો. મુનિએ કહ્યું કોશા નવકારમંત્ર અને ધર્મશરણથી સર્વ કષ્ટ અને દુઃખ દૂર થાય છે. માટે તું નવકાર મંત્રનો સ્વીકાર કર.
ના ભદ્ર મારે તો તમને નૃત્યકળા દ્વારા રીઝવવા છે. તમે મને સમય આપો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org