________________
સંયમવીર ધૂલિભદ્ર • ૯૩ મારે માટે પાપના પ્રક્ષાલનનું અમોઘ સાધન બનશે. ભોગવેલા વિલાસો ને વિકારો વિસ્તૃત બનશે, રાખ બની જશે. તમે સૌ મને સંયમ માટે શુભાશિષ આપો. તમારા સર્વેની ક્ષમા માંગું છું. મહારાજા, ભાઈ, પવિત્ર બહેનો, સૌ સ્વજનો મારા જેવા પાપી પ્રત્યે સહાનુભૂતિ રાખજો.”
સ્થૂલિભદ્ર થોડી વાર મૌન રહ્યા. આખરે એક નિસાસો નાખી બોલ્યા.
“હે શ્રીયક હવે અંધારા ઉલેચાઈ ગયાં છે. ભૌતિકવિલાસની ભૂંગળો ભાંગી ગઈ. ધર્મનાં દ્વાર ખૂલી ગયાં છે. હવે સૌને છેલ્લી સલામ. મને સત્ય લાધ્યું છે. હું શાશ્વત પંથનો પથિક, પિતાએ આપેલા સંસ્કારો તેમના બલિદાનથી જાગી ગયા છે. હવે હું આ જગતમાં કોઈનો ભાઈ નથી. રાજમંત્રી નથી. અરે! કોશાના રંગભવનનો વિલાસી પ્રેમી નથી. વળી વિષયભોગમાં રમનારો કીડો નથી. હવે હું સત્યધર્મનો ચાહક છું. હવે આચાર્ય સંભૂતિ મુનિ મારું શરણ હો.” અને સડસડાટ તે વનની વાટે ચાલી નીકળ્યો.
યક્ષા: “શ્રીયક, ભાઈ પિતા જેવા કર્મવીર હતા તેવો ભાઈ ધર્મવીર થઈને કુળને દીપાવશે. એના બધાં જ પાપ ધોવાઈ ગયાં છે. તેનાં પગલાંની ચરણરજ પવિત્ર થઈ છે. આજ સુધી આપણને ભાઈના કારણે શરમ ઊપજતી હતી પણ લાગે છે ભાઈને હવે પાપ સ્પર્શી નહિ શકે. ધન્ય છે તેને.” - સ્થૂલિભદ્રને જતો નિહાળીને ભાઈબહેનો અહોભાવથી નમી રહ્યાં. રડતાં સ્વજનો નેહભર્યો સદ્દભાવ, રાજાનો આવકાર, પ્રજાના સન્માન, સૌને મૂકી ભદ્ર ચાલ્યો. ચાલ્યા જતાં સ્થૂલિભદ્રને અને તેનાં પગલાંને સૌ પૂજ્યભાવથી જોઈ રહ્યાં.
સંસાર પણ ખેલ ખલકના નાટક જેવો છે. મંત્રીરાજની અંત્યેષ્ટિક્રિયા સમાપ્ત થઈ. ભદ્ર સન્માર્ગે વિદાય થયો. મહારાજાએ રાજ્યની શાંતિનાં કાર્યો સમેટ્યાં, કેટલાક દંડને પાત્ર થયા. વરરુચિ તો ભાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org