________________
સંયમવી૨ સ્થૂલિભદ્ર – ૧૧૭
મુનિ તો ક્ષોભ પામી ગયા.
મુનિરાજ આ ક્ષુદ્ર રત્નકંબલનો શોચ ન કરો. તમારા રત્નત્રયરૂપી જીવનનો વિચાર કરો. તે ગુમાવ્યા પછી અનંત જન્મે પણ પ્રાપ્ત નહિ થાય.
“કોશા મને બોધની જરૂ૨ નથી. મને તારા દેહની જરૂર છે.” “મુનિરાજ કોશાને રત્નકંબલની જરૂ૨ નથી. તમને સંયમમાં યુક્ત થવા સમય આપ્યો હતો. વ્યાઘ્રગુફામાં નિર્ભય રહેવું સહેલું છે. પણ વાસનાને જીતવી સહેલી નથી. છતાં તેને જીતનારો એવો એક નરરત્ન છે.”
‘કોણ ?”
‘સ્થૂલિભદ્ર.’
કોશા એ ખોટી મહત્તા છે. વર્ષો વાસનામાં જીવનાર ચાર માસ સંયમ પાળે તેમાં શું વિશેષતા છે !”
મુનિરાજ એ સ્થૂલિભદ્રની પવિત્રતાથી આજે કોશા પણ નિર્મળ બની છે. મુનિરાજ હજુ તમારા આત્માએ પાપનું સેવન નથી કર્યું. રત્નકંબલ ભલે ખાળે પડ્યું તમારું રત્નત્રય સાચવી લો. સ્થૂલિભદ્ર તો ઇન્દ્રિયોના વિષયોથી ૫૨ છે. હજી સમય છે પાછા સંયમને માર્ગે ચઢી જાવ. એ સંયમવીરની સ્પર્ધા ત્યજી ગુરુની નિશ્રામાં પાવન થાવ.
મુનિરાજ કોશાની પવિત્ર વાણીથી બોધ પામ્યા. પાછા વળ્યા. ગુરુદેવ પાસે ક્ષમા માંગી પ્રાયશ્ચિત્ત વડે પાવન થયા. “ગુરુદેવ ! ખરેખર સ્થૂલિભદ્રે અતિ દુષ્કર કાર્ય સિદ્ધ કર્યું છે. આપ કોશાને પણ આશીર્વાદ આપો મને તેણે પાપથી બચાવ્યો છે. ખરેખર ભદ્રમુનિએ કામ ૫૨ વિજય પ્રાપ્ત કર્યો અને કોશાને ધર્મ માર્ગે વાળી છે. સ્થૂલિભદ્રમુનિ મહાસંયમવીર છે.' તેઓ ભદ્રમુનિને પોતાનું માન ત્યજીને નમી પડ્યા.
શ્રીયકને માથે ધર્મસંકટ
શ્રીયક મહામંત્રી હતા. પિતાની જેમ શક્ય તેટલું નંદરાજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org