________________
૮૨ ૦ સંયમવીર ચૂલિભદ્ર બદલાઈ ગયું છે. આજે મગધ સામ્રાજ્યના મોટા શત્રુ તરીકે તમારા પિતાની, આ મહામંત્રીની ગણના થઈ રહી છે. નગરના ચોરે ચૌટે આનો પ્રચાર થઈ રહ્યો છે. મહારાજા પણ આ જ શંકા સેવે છે. આ જીવક તેનો પ્રત્યક્ષ સાક્ષી છે.
“જીવકે માથું નમાવી તે વાતની પૂર્તિ કરી.”
શ્રીયક એકદમ ઊભો થઈ ગયો. “મગધના તમે શત્રુ? એકેશ્વર્ય મહામંત્રી ! આ બોલનારનું માથું ધડથી જુદું કરી દઉં.”
બેટા એ તો મારાથી પણ થઈ શકે. આપણા વંશજોની રાજ્યની વફાદારી જગપ્રસિદ્ધ છે. મગધ અને મગધપતિ માટે માથું ઉતારી લે તેના કરતાં ઉતારી દેવાની વફાદારી વિશેષ છે.
“શ્રીયક તને ખબર છે કે તારાં લગ્ન નિમિત્તે રાજામહારાજાઓને ભેટ આપવા નવીન શસ્ત્રોનું આયોજન કર્યું છે. વળી શત્રુરાજાઓ પણ મિત્ર બને તેવી શુભભાવનાથી આ લગ્નનું નિમિત્ત લઈને તેમને આમંત્રણ આપ્યું છે. તે અંગે વિઘ્નસંતોષીઓએ મહારાજાને તેનું વિપરીત અર્થઘટન કરી ભ્રમ પેદા કર્યો છે. મહારાજા તેમની જાળમાં ફસાયા છે.
વળી શંકાશીલ મહારાજા નગરચર્ચાએ નીકળ્યા. તેમણે શસ્ત્રસર્જન કરતું ગર્ભગૃહ જોયું અને લોકચર્ચા સાંભળી. જે વિબસંતોષીઓએ પ્રસારિત કરી હતી. આથી તેમણે મારો અને કુટુંબનો નાશ કરવા સત્તા હાથમાં લીધી છે. જીવકે આ કાનોકાન સાંભળ્યું છે અર્થાતુ હવે રાજા કે પ્રજાને આ મહામંત્રી ખપતા નથી.”
“શ્રીયક: તો પછી પિતાજી, મહામંત્રીને એ રાજા કે પ્રજા પણ ખપતાં નથી. ઝેર ક્યાં સુધી અને કેટલું પીવું ! એકેશ્વરી ભક્તિનો આ અંજામ છે ?”
“બેટા લોકમાનસ અને મહારાજામાં વ્યાપેલું આ ઝેર ભોગ માંગે છે. મગધની ધરા ભોગથી શાંત થશે.”
શ્રીયક: “તો પછી એ ધરતી આપણે ત્યજી, ચાલો ભદ્રબાહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org