________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૮૧
મરશે અને સાપના કણાને પણ મારવામાં આવશે.’’
મહામંત્રી પોતાના પ્રસાદે પાછા ફર્યાં. નગરના કોટકાંગરાને આર્તભાવે અંતિમ સલામ કરી. પૂરા માર્ગને એક સંતાનની જેમ જોતા અંતિમ સ્નેહનું અમીપાન કરાવતા હતા ! નગરના કણેકણને આપેલું વાત્સલ્ય હૃદયને ભીંજવતું હતું. છતાં વીરત્વ હતું એટલે સ્વસ્થ થઈ સ્વપ્રાસાદે પાછા આવ્યા, ત્યાં જીવક મળ્યો.
“જા સ્થૂલિભદ્રને બોલાવી લાવ.”
મહામંત્રીના હૃદયમાંથી સ્થૂલિભદ્ર ભૂંસાયો ન હતો. કર્તવ્યમૂર્તિ હોવાથી પોતાનો આદર્શ પાળ્યો હતો. છતાં તેનું આત્મકલ્યાણ હંમેશાં ઇચ્છતા. જીવક તરત જ પાછો ફર્યો.
જીવકે કહ્યું, “સ્થૂલિભદ્ર નહિ આવે.”
તેમણે કહ્યું છે કે તે આ જન્મે પવિત્ર પિતાને મળવાને પાત્ર નથી. નવે અવતારે પવિત્ર થઈ મળવાની ભાવના છે. પિતાજીને મારા આદર સહ પ્રણામ કહેજે. તેમની ક્ષમાયાચના કરું છું.”
મહામંત્રી ખરેખર ભડવીર પુરુષ છે. છતાં સ્થૂલિભદ્રના જીવનની ભવ્યતાનો તેમને ખ્યાલ હતો તેથી તો તેમની તેના પ્રત્યેની અપેક્ષા મોટી હતી. એ શબ્દો સાંભળીને વાત્સલ્યભાવનો સંચાર થયો છતાં સ્વસ્થતાથી જીવકને કહ્યું,
મહામંત્રીની સંતાનો સાથે અંતિમ રાત્રિ
“જીવક, યક્ષા, શ્રીયક સૌને બોલાવી લાવ. તું પણ અહીં જ રહેજે.’’ જીવક મહામંત્રીનો અત્યંત વિશ્વાસુ સેવક હતો. મહામંત્રીનું આજનું વલણ તેને મૂંઝવતું હતું.
યક્ષા, શ્રીયક સૌ આવીને પિતાજી સામે વિનયપૂર્વક યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયાં.
મહામંત્રી બોલ્યા “તમે જાણો છો કે તમારો પિતા મગધપતિનો એકેશ્વર્ય છે, મહારાજા એક જ તેમના સ્વામી છે. પરંતુ નિયતિનું ચક્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org