________________
સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૨૩
[ રથાધ્યક્ષની કોશા મેળવવાની કામના )
રથાધ્યક્ષ પણ એ હકીકતોથી અજ્ઞાત હતો. તેના ચિત્તમાં વર્ષોથી પડેલી વાસના પુનઃ જાગી હતી. સ્થૂલિભદ્ર ગયો. એક ગણિકાને બીજું શું જોઈએ? વળી પોતે સ્થૂલિભદ્ર કરતાં ક્યાંય ઊતરતો ન હતો તેવો તેને ગર્વ હતો. આજ્ઞાપત્ર લઈને હોંશભર્યો તે શીઘ્રતાએ કોશાના આવાસે પહોંચ્યો.
તે કામવાસનાથી પ્રસાયેલો જોઈ પણ ન શક્યો કે આ ચિત્રશાળામાં શું પરિવર્તન થયું છે? તેણે કોશાના હાથમાં આજ્ઞાપત્ર આપ્યો, તે વાંચી પ્રથમ તો તે મનોમન ધ્રૂજી ઊઠી. રાજાનો આજ્ઞાપત્ર અને કામી, તેમાં વળી પરાક્રમી યોદ્ધો, શું કરી બેસે? પરંતુ તેણે તરત જ મુનિ સ્થૂલિભદ્રનું સ્મરણ કર્યું. તેના સ્મરણ માત્રથી તેનામાં હિંમત આવી ગઈ.
વાસ્તવમાં સંસારના સુખવિલાસમાં પણ તેનો ભદ્ર પ્રત્યેનો પ્રેમ સતીધર્મ જેવો હતો. એક જ પુરુષ. આજે તો તે શ્રાવિકાના વ્રતમાં હતી એટલે એ સતીધર્મમાં વળી સંયમ ભળ્યો હતો. તે તરત જ સ્વસ્થ થઈ ગઈ.
રથાધ્યક્ષના મનમાં મનોરથ હતો. કોશા રૂપચણીને હૃદયરાણી બનાવી શસ્ત્રવિદ્યા વગેરેનો ત્યાગ કરી શાંત જીવન જીવવું. બસ કોશા સાથે સંસારસુખની મનોકામના પૂરી કરવી. તેણે એ પણ ન વિચાર્યું કે પોતે હવે વૃદ્ધાવસ્થાની નજીક જતો હતો. વળી યૂલિભદ્ર સાથે ધનુર્વિદ્યાની સ્પર્ધામાં ક્યારેક જીતી જતો પણ તે સિવાય તે લૂખોલસ હતો. તેની પાસે શાસ્ત્રાભ્યાસ કે કાવ્યકલા તો હતી જ નહિ.
કામવાસનાથી ભરેલો તે કોશા પાસે ઉપસ્થિત થયો. તે કંઈ વીણાના મધુર સ્વર તો રેલાવી શકે તેમ ન હતો. તેથી તેણે કોશાને કહ્યું બહાર ઉદ્યાનમાં ચાલ તને મારી કળા બતાવું. કોશા સ્વસ્થ હતી તેણે વિચાર્યું કે રથાધ્યક્ષ કંઈ બળ વાપરીને ઉતાવળું પગલું ભરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org