________________
૩૮ • સંયમવીર સ્થૂલિભદ્ર પ્રસરેલી હતી. વિજળીના ચમકારા જેવા ઝૂમરો ઝૂલતાં હતાં.
એક મોટા વિરામ આસન પર કોશા સૂતી હતી. અતિ આકર્ષક વસ્ત્રસજાવટ કરેલી કોશા, કલામય ગૂંથેલા કેશકલાપ, પવન દ્વારા ઊડતું ઓઢણી જેવું વસ્ત્ર તેના મોહક અંગોને પ્રગટ કરતું હતું. જ્યાં યોગી છળી ઊઠે ત્યાં આ યુવાનનું શું ગજું?
કુમાર” જાણે ઘંટડી રણકી, અને અંગભંગ કરતી કોશા સ્થૂલિભદ્રના સ્વાગત માટે ઊભી થઈ.
સ્થૂલિભદ્ર કોશાને પ્રથમ નજરે જોતાં જ કુળ, શીલ, સંયમ, પિતાની શીખ, બધું જ વિસરી ગયો.
કોશા” પછી તે કંઈ બોલી જ ન શક્યો. સ્તબ્ધ બનીને ઊભો જ રહ્યો. કોશા તેને હાથ પકડીને પોતાના વિરામાસન પર બેસાડી પોતે તેને અડીને બેઠી.
કોશા સાચેસાચ તું દેવલોકની અપ્સરા છે?”
હા કુમાર તેથી પણ વિશેષ, તારા હૃદયની રાણી” એમ કહીને કોશાએ સ્થૂલિભદ્રને ગાઢ આલિંગન આપ્યું. સૃષ્ટિનું સૌંદર્ય જાણે કુમારના ચરણે ન્યોછાવર થઈ ગયું. - કુમાર જવા દે શીલ સંયમ અને સ્વર્ગ-નરકની વાતો. આ જ સ્વર્ગ છે માણી લે. પિતાજીની વાતો જવા દે.”
પિતાજીનું નામ આવતાં જ સ્થૂલિભદ્ર મદનના સકંજામાંથી જાગ્રત થઈ ગયો હોય તેમ તે કોશાને દૂર કરી ઊભો થઈ ગયો.
કોશા તું શું કરી રહી છે. દૂર જા. મને સર્વનાશને માર્ગે ન લઈ જા. આખરે તું ગણિકા. તને કુળ અને શીલનું શું ભાન હોય?”
કોશા: “કોશા ગણિકા ભલે હોય પણ તેનામાં પવિત્ર પ્રેમ છે. તું કદાચ ભવિષ્યમાં મંત્રી કે મગધપતિ થાય, અનેક રાણીઓ પરણે પણ આ ગરીબ દાસી જેવા પ્રાણ પાથરનાર તને નહિ મળે ત્યારે તને હું સાંભરીશ.” આમ બોલતી કોશાના વાગુબાણ વિશ્વામિત્ર જેવાને પણ ચલિત કરે તેવાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org