________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૩૭ રોકનાર એક સ્ત્રી હતી. તે કોશાની દાસી હતી.
“દેવી યાદ કરે છે” દાસીએ પ્રણામ કરીને કહ્યું.
કોણ દેવી ! કોશા?” કોશાને દાસદાસીઓ દેવી કહેતા. સ્થૂલિભદ્ર વ્યંગમાં પૂછ્યું “તારા માનવંતા દેવી ક્યાં છે !”
ચિત્રશાળામાં
સ્થૂલિભદ્ર યુદ્ધમોરચેથી નખશિખ અક્ષત પાછો ફર્યો હતો. ઘરે જઈ પ્રિયજનોનું સ્વાગત માણવાનું દિલ હતું. મહર્ષિ જેવા પિતા, સાત વિદુષી બહેનો, શ્રીયક જેવો વહાલસોયો ભાઈ, આ સૌને મળવા આતુર દિલ કોશાના આમંત્રણે ભ્રમમાં પડ્યું. વીરતાભર્યો આવકાર માણું કે ગીત, સંગીત સૌંદર્યનો સ્વાદ? કોની અગ્રિમતા? પોતે નિર્ણય કર્યો કે આ સમયે મારે હળવા થવાની જરૂર છે. તેથી દાસીને કહ્યું:
“જા ખબર આપ હું આવું છું.”
એના મનમાં હતું કે રંગભવન જોવાશે. કોશા સાથે હાસ્યવિનોદ કરી હળવા થઈ પછી ઘરે જવાશે સ્વજનોને મળાશે. આમ મનનું સમાધાન કરી તે દાસીની પાછળ દોરવાયો.
ભાવિના ભીતરમાં શું છુપાયેલું હતું? યૂલિભદ્રને માટે હવે ઘર, સ્વજન પરાયા થઈ જવાનાં હતાં? તે રંગભવને પહોંચ્યો. પ્રવેશદ્વારથી માંડીને રંગભવનના પગથાર સુધી ચારે બાજુ શૃંગારયુક્ત અને સૌંદર્યનાં સાધનો પથરાયેલાં હતાં.
કોશાના રંગભવનની ચારે બાજુ મનોહારી વાતાવરણ સર્જતું ઉદ્યાન હતું. તેમાં વળી ચિત્રશાળા પૂરા ઉત્તમ આરસની હતી. આ દશ્યથી તેની અંતરની સૃષ્ટિમાં સ્વર્ગ ઊતર્યું હોય તેવું જણાતું હતું. કોશા – સ્વર્ગની પરીનું મિલન તો હવે થવાનું હતું.
સ્થૂલિભદ્ર સ્તબ્ધ ચિત્તે દાસીની પાછળ ચાલી રહ્યો હતો. ચિત્રશાળા બતાવી દાસી ત્યાંથી દૂર જતી રહી. તે ચિત્રશાળામાં પ્રવેશ્યો. અત્યંત આકર્ષક રોશની, ઉત્તમ ગાલીચાઓથી ધરા શોભતી હતી. સુવર્ણપાત્રો એક ખૂણે શોભતાં હતાં. ખંડમાં માદક સુગંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org