________________
ગી
સંયમવીર ચૂલિભદ્ર • ૧૩૩ સતીઓ વંદનાર્થે
સાધ્વી યક્ષા અન્ય બહેનો સહિત ઉદ્યાનમાં આવી ભદ્રબાહુને વંદન કર્યા.
“ગુરુદેવ સ્થૂલિભદ્ર મુનિ ક્યાં છે ?”
અહીં નજીકના જીર્ણ દેવકુળમાં (ગુફા) છે.”
યક્ષા અન્ય સાધ્વીઓ સાથે ત્યાં ગઈ પણ આ શું દેવકુળમાંથી સિંહગર્જના સંભળાવા લાગી. દેવકુળની નજીક જઈને જોયું તો ત્યાં એક વિકરાળ સિંહ ગર્જતો બેઠો હતો, જોકે સામે ધસી ન આવ્યો.
સાધ્વીઓ ચિંતિત થઈ પાછી ફરી સિંહ ભાઈનો ભક્ષ કરી ગયો હશે? ગુરુદેવને આ બિના જણાવી. ગુરુદેવે જ્ઞાન દ્વારા કહ્યું કે “એ સિહ નથી તમારો જ ભાઈ પુરુષસિંહ છે.”
સાધ્વીઓ પાછી ફરી ત્યાં જઈ જોયું તો સ્થૂલિભદ્ર બંધુ મુનિ સ્વસ્થપણે બેઠા હતા. સાધ્વીજનોએ વંદન કર્યા. શાસ્ત્રીય જ્ઞાનગોષ્ઠિ કરી, તેઓ વિદાય થયા. આ કામવિજેતા મુનિ ક્યાં ભૂલ્યા ?
રોજના વાચનાના સમયે મુનિ ગુરુદેવ પાસે પહોંચ્યા. ગુરુદેવે કહ્યું:
હવે તમે વાચનાને યોગ્ય નથી.” એ સાંભળીને ભદ્ર મુનિ સ્તબ્ધ થઈ ગયા, શું અપરાધ થયો !
મુનિએ ખૂબ વિચાર્યું પણ કંઈ દોષ જણાયો નહિ. એટલે ગુરુચરણમાં પડીને કહ્યું: “મારો દોષ જણાવો, ક્ષમા કરો અને પ્રાયશ્ચિત્ત આપો.”
મુનિ, તમને તમારો અપરાધ જણાતો નથી, તમે ગુફામાં સિંહ બનીને સાધ્વીબહેનોને ચમત્કાર બતાવી પ્રભાવિત કરવા પ્રયત્ન કર્યો હતો! મુનિ ચમત્કારનો આશ્રય ન લે, આત્મિક સિદ્ધિ સિવાય મંત્રનો અન્ય ઉપયોગ કરે તો સાધુ જાદુગર થઈ પામર બની જાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org