________________
૧૩ર • સંયમવીર સ્થૂલિભદ્ર માગધીમાં થઈ. પરંતુ બારમું અંગ જે સંસ્કૃતમાં હતું તે બાકી રહ્યું તેના જ્ઞાતા ભદ્રબાહુ સ્વામી હતા. પરંતુ તેઓ દૂર નેપાળમાં એકાંત સાધનામાં હતા. સંઘે તેમને વાંચના માટે વિનંતી કરી. તેઓ સાધનાનો ક્રમ ત્યજી આવી શકે તેમ ન હતા.
કારણ કે આ ધ્યાનની સિદ્ધિ થતાં સર્વ પૂર્વના સૂત્રાર્થનું એક મુહૂર્તમાં પ્રગટ કરવાની ગણના થઈ શકે.
આખરે સંઘની આજ્ઞા માન્ય કરી તેમણે શિષ્યોને નેપાળ મોકલવા જણાવ્યું. સ્થૂલિભદ્ર અને પાંચસો શિષ્ય વિહાર કરી અનેક કષ્ટો સહી નેપાળ પહોંચ્યા. ભદ્રબાહુ સ્વામીને ચરણે પડ્યા. તેમના ધર્મલાભના આશિષથી સર્વ સાધુઓ કષ્ટ ભૂલી ગયા. બીજે દિવસે દષ્ટિવાદનું અધ્યયન શરૂ થયું. મહાયોગીની વાંચના રહસ્યપૂર્ણ અને ઘેર્યપૂર્ણ. શિષ્યોનું સામર્થ્ય હીણું. તેઓ ટકી ન શક્યા. નેપાળના આજુબાજુના પ્રદેશોમાં પ્રયાણ કરી ગયા.
આખરે એક સ્થૂલિભદ્ર શેષ રહ્યા. તેઓ ખૂબ ધીરજથી અધ્યયન કરતા હતા. ગુરુદેવની ધ્યાનસાધના પૂર્ણ થવાથી તેઓ વધુ વાચના આપતા હતા. સ્થૂલિભદ્રે દશપૂર્વનું જ્ઞાન મેળવી લીધું. છતાં ગુરુદેવ કહેતા મુનિ હજી તો આ જ્ઞાન સાગરના બિંદુ જેટલું છે. મગધમાં પુનઃ શાંતિ પથરાતી હતી. દુષ્કાળના કપરા દિવસો પછી સમય સુધરતો હતો. તેવા સમાચાર મળવાથી ભદ્રબાહુ સ્વામીએ સ્થૂલિભદ્ર સાથે પાટલીપુત્ર તરફ પ્રયાણ કર્યું.
પાટલીપુત્રના નગરની બહારના ઉદ્યાનમાં આજે મહોત્સવ શરૂ થયો હતો. જ્ઞાનના એક માત્ર આધાર શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ પધાર્યા હતા. સાથે મુનિ સ્થૂલિભદ્ર હતા. મગધની પ્રજા તેમના દર્શન માટે આતુર હતી. મુનિ યૂલિભદ્રની સૌમ્યમૂર્તિ, સાધુવેશ જોઈને સૌનાં મસ્તક ઝૂકી જતાં. તેઓ વિશેષ સાધના માટે ગુરુઆજ્ઞાને આધીન ગુફામાં વાસ કરતા હતા. વળી પૂ. ભદ્રબાહુ પાસે દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેથી ઘણી લબ્ધિઓના સ્વામી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org