SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૦ સંયમવર સ્થૂલિભદ્ર હતો. “મા તારી પુત્રી એ સંસ્કાર પામેલી છે. તેને માટે આ શરત કઠિન નથી. વળી ગુરુવર કલાચાર્યે નૃત્ય સાથે મારા રોમેરોમમાં એ સંસ્કાર સિંચ્યા છે.” - સુનંદાઃ “છતાં તું કલાલક્ષ્મી તરીકે જાહેર થશે ત્યારે મધપૂડાની ઉપર માખીઓ ફરે તેમ તારા રૂપ પાછળ રાજા-મહારાજાઓ બલાધિકારીઓની કામવાસના તેમને તારા ચરણોમાં નમાવશે. ત્યારે તારા યૌવનના વેગને રોકવો પડશે.” રૂપકોશા : “તમારી પુત્રી એ ગૌરવને સાચવશે. તમે નિશ્ચિત રહેજો.” બેટા હવે હું નિશ્ચિત થઈને ભગવાનને શરણે જઈશ. આમ પ્રસંગોચિત વાત કરી મા-પુત્રી છૂટાં પડવાં. અને કળા શિક્ષણના વ્યવસાયમાં દિવસ પૂરો થયો. સાંજે માપુત્રી ભોજનકાર્ય પતાવી સૌના શયનગૃહમાં પહોંચ્યાં. વસ્ત્રપરિવર્તન કરી રૂપકોશા શય્યામાં પડી, અને વિચારોનાં વમળ ઊઠ્યાં. ભારતવર્ષની કલાલક્ષ્મીના પદગૌરવ મેળવવાના ઉત્સાહમાં માની સાથે શું શરતો કબૂલી? નિર્દોષ જીવન જીવવાનું, યૌવનના મદને સંયમમાં રાખવાનો, ગમે તેવા રાજપુરુષોના પ્રલોભનોથી દૂર રહેવાનું. પોતે દઢતાથી સંયમ કરી શકશે તેમ કહી તેણે માતાને નિશ્ચિત કર્યા હતાં. પરંતુ રાત્રિએ અંતરમાંથી અવાજ ઊઠ્યો. ‘સ્થૂલિભદ્ર અને તેના વીણાવાદનના મોહક સ્વરોનું ગુંજન. રૂપકોશાની નીંદ રિસાઈ ગઈ. ભાવિ કલ્પનાઓમાં સરી પડી. કલાઓની સિદ્ધિ પછી શું? અને એ બધું કોને માટે ? પરપુરુષ એવા રાજા-મહારાજાઓના કામી, મન બહેલાવવા માટે કે રાજખટપટનાં કાર્યોમાં જીવન વેડફવા માટે ? મારે આ પદગૌરવ નથી જોઈતું. મારે માત્ર સ્થલિભદ્ર જેવો એક સમર્થ પુરુષ બસ છે. પદગૌરવ પછી શરતભંગ થાય તો વધસ્તંભનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001988
Book TitleSanyamvir Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy