________________
સંયમવીર સ્થૂલિભદ્ર
ગુરુ પણ રૂપકોશાની યોગ્યતા જાણી પોતાની સર્વ કળાઓની સિદ્ધિઓ રૂપકોશાને પ્રદાન કરતા હતા.
રૂપકોશા સંસ્કારે, સંયમથી અને કલાથી સંપન્ન થઈ હતી. આથી સુનંદાએ હવે શીઘ્રતાથી નિવૃત્ત થવાનો વિચાર કર્યો. તે માટે મગધેશ્વરના દર્શને તે રાજપ્રાસાદે પહોંચી. મહામંત્રી ત્યાં હાજર હતા.
મગધેશ્વરે સુનંદાના આગમનથી મહામંત્રીને જણાવ્યું કે “સુનંદા હવે નિવૃત્ત થવા માંગે છે અને તેનું સ્થાન તેમની પુત્રી સર્વશ્રેષ્ઠ સુંદરી રૂપકોશાને મળે તેવું ઇચ્છે છે. વળી કલાચાર્યના કહેવા પ્રમાણે તે સર્વ પ્રકારે યોગ્ય છે.”
૯
મહામંત્રી : “દેવી તમે નિવૃત્ત થઈ ભગવાન બુદ્ધના શરણે સમર્પિત થવા માંગો છો તેમાં મગધેશ્વરની સહાનુભૂતિ છે. તમારું સ્થાન તમારી પુત્રી રૂપકોશા લે તેમાં તેઓ ખુશ છે. પણ તેમાં એક મહત્ત્વની વાત વિચારવાની છે.”
સુનંદા ઃ મગધેશ્વરની આજ્ઞા પ્રમાણે થશે.’”
મહામંત્રી : તમે પાટલીપુત્રનું રાજનર્તકીનું પદ શોભાવ્યું ત્યારે લીધેલી પ્રતિજ્ઞાઓ યાદ છે ને ? તમે પરિણીત હતાં એથી વાત જુદી હતી.’’
સુનંદાઃ “હાજી હું તે પ્રતિજ્ઞાઓ જાણું છું.'
મહામંત્રી : “રૂપકોશા માટે પણ એ જ પ્રતિજ્ઞાઓ પાળવાની રહેશે. મગધેશ્વર કલા, નૃત્ય, સંગીત, સાહિત્ય માટે અતિ આદર ધરાવે છે. તેથી તેઓ એમ માને છે કે સાહિત્ય આદિ ક્ષેત્રો સાત્ત્વિક છે તેમ તે કલા રજૂ કરનારનું જીવન સાત્ત્વિક અને નિર્દોષ હોવું જોઈએ. તે વિષયવાસનાથી હીણાં ન થવાં જોઈએ.”
“તમારી પુત્રી રૂપકોશા સૌંદર્યમાં ભારતવર્ષમાં અજોડ છે તેમ સાંભળ્યું છે. તમારી જેમ તે પણ સંસ્કારયુક્ત હોય જ તેમ માનું છું. છતાં તે નવયૌવના છે. રૂપ, વૈભવ, કલા તેને આત્મસાત છે. વળી જ્યારે તે રાજનર્તકીનું પદગૌરવ લેશે ત્યારે રાજા, મહારાજાઓ, યુવાન રાજકુમારના પરિચયમાં આવશે. તે સમયે યૌવનના વેગને રોકવો કઠણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org