SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર હતાં. હૃદય રડતું હતું. પ્રજા દ્રવી ગઈ હતી. સૌ હતપ્રભ હતા. મહારાજાનાં નયનોમાં આંસુ ઝરતાં હતાં ! પુનઃ “શ્રી એકેશ્વર મંત્રી ખોયો. ભયંકર ભૂલ થઈ.” આખી સભા રડી રહી હતી. મહારાજા બીજું શું કરી શકે ? ઊભા થયા. મંત્રીરાજનું લોહી નીગળતું મસ્તક હાથમાં લીધું અને સિંહાસન પર સ્થાપ્યું. મંત્રીરાજને હવે શું લેવાદેવા હતી ? જીવતા હતા ત્યારે પણ સિંહાસનથી નિર્લેપ હતા. “શ્રીયક મહાઅમાત્યને શોભે તેવી અંત્યેષ્ટિક્રિયાનું આયોજન કરો અને આ મંત્રીમુદ્રાનો સ્વીકાર કરો. પિતાએ અધૂરા મૂકેલા તારા લગ્ન તારો પિતા બનીને હું કરીશ. એ રીતે હું પ્રાયશ્ચિત્ત કરીશ.' મંત્રીમુદ્રા માટે સ્થૂલિભદ્રને આમંત્રણ શ્રીયકે નમ્રતાથી કહ્યું : “મંત્રીપદને યોગ્ય મારા મોટાભાઈ સ્થૂલિભદ્ર છે. રાજદૂતને મોકલી મગધસુંદરી કોશાના આવાસેથી બોલાવી લો. 99 મહારાજાએ રથાધ્યક્ષને આજ્ઞા કરી. તે નમન કરી કોશાના આવાસે પહોંચ્યો. ભદ્ર-કોશા ચોપાટ ખેલતાં હતાં. બરાબર રંગ જામ્યો હતો. કોશા જીતતી હતી. ભદ્ર હારતો હતો. છતાં બંને ખૂબ આનંદમાં હતાં. તે જ સમયે ૨થાધ્યક્ષ હાજર થયો. કોશાએ કોપિત નયને તેની સામે જોયું. આજ્ઞા વગર પ્રવેશ ? રથાધ્યક્ષ ઊંચા શ્વાસે બોલી ગયો, “સ્થૂલિભદ્ર, મહારાજા નંદ તમને યાદ કરે છે.’’ “આટલે વર્ષે મને શા માટે યાદ કરે છે ?’ બે અગત્યનાં કામ છે : એક તો મગધના મહાઅમાત્યની, આપના પિતાજીની અંત્યેષ્ટિક્રિયામાં હાજર રહેવા અને મંત્રીમુદ્રાનો સ્વીકાર કરવા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001988
Book TitleSanyamvir Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy