________________
સંયમવીર ટ્યૂલિભદ્ર ૦ ૯૭
( ગુરુદેવનો બોધ :
સંભૂતિ મુનિ: માતાપિતાનું ઋણ અગાધ છે, સાથે સમગ્ર વિશ્વનું તારા પર અનેકગણું ઋણ છે. જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં તને તે તે સંબંધી સ્વજનોએ કેટલી સહાય કરી હશે? આ સિવાય આ જગતના જીવમાત્રને ઉપકારી પાણી, પૃથ્વી, અગ્નિ, વાયુ વનસ્પતિ વગેરેના જીવોનો પણ કેટલો ઉપકાર છે!
તને પગ મૂકવાની જગ્યા આપનાર પૃથ્વીકાયના જીવો, તૃષા લાગે ત્યારે જળકાયના જીવો, ભૂખ લાગે ત્યારે વનસ્પતિ તથા અગ્નિકાયના જીવો, અરે શ્વાસ લે ત્યારે વાયુકાયના જીવો અને આ વસ્ત્રો, પાત્રો, વિષયોના સાધનોમાં કેવળ અનેક જીવોનું ઋણ ચઢ્યા જ કરે છે. તે આજ સુધી કોઈનું ઋણ ચૂકવ્યું છે ?”
સ્થૂલિભદ્ર પશ્ચાત્તાપના અંતરદાહથી બળી રહ્યો હતો. આંખોમાંથી નિરાધારતાનાં અશ્રુ વહી રહ્યાં હતાં.
“ગુરુદેવ આ સર્વેનું અને માતાપિતાનું ઋણ કેવી રીતે વાળી શકીશ? કોઈ ઉપાય બતાવો”.
સંભૂતિ મુનિ: “હે સ્થૂલિભદ્ર ! સમગ્ર વિશ્વનું કે માતાપિતાનું ઋણ ચૂકવવાનો શીઘ માર્ગ સંસારત્યાગ – અણગારથી છે. સ્વના સુખનો ત્યાગ કરી સર્વના હિતનો વિચાર કર. તે સાધુ થવાથી જ શક્ય છે. જેમાં સમગ્ર જીવોની રક્ષા થઈ શકે છે.” અપૂર્વ સાધના
સ્થૂલિભદ્ર મુનિના ચરણમાં ઝૂકી પડ્યો, શરણ સ્વીકાર્યું. ગુરુના ચરણ સ્વીકારીને દીક્ષા ગ્રહણ કરી. પેલી ભાવના જાણે સાકાર થઈ; કે “કોશાના પ્રેમીને બદલે વીતરાગના ધર્મનો ધર્મી બનું.”
અંધકારમાંથી સત્યના પ્રકાશમાં સ્થૂલિભદ્રનો પ્રવેશ થયો. તે સુવર્ણથાળના મિાનને બદલે મૂઠીભર સૂકાં ધાન ખાઈને, સંગેમરમરના સ્નાનકુંડમાં કોમળાંગી કોશા સાથે જળક્રીડા મૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org