SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૧૨૫ હતું. આ નૃત્ય કરતાં ન સરસવનો દાણો સરક્યો. ન પુષ્પની પાંખડી દુભાઈ. કે ન તો સોયથી પગ વીંધાયો. અને છેલ્લે મનોમન ભદ્રને પ્રણામનો અભિનય કરી કોશા સહજ રીતે જેમ પુષ્પ પર ચઢી હતી તેમ ઊતરી ગઈ. રથાધ્યક્ષ એ જોઈ અતિ પ્રભાવિત થયો. ધન્ય કોશા અદ્ભુત વળી દુષ્કર” તેને લાગ્યું કે આ અદ્ભુત નૃત્ય પાસે તેની કળામાં કંઈ સુંદરતા નથી. આથી એકદમ ભાવાવેશમાં આવી બોલ્યો “કોશા માંગ જે માંગવું તે માંગ.” “હે રણવીર, તમારી કે મારી આ કલાઓ કંઈ દુષ્કર નથી. દુષ્કર તો છે કામવાસનાને જીતવી.’ કામવાસના શું દુષ્કર છે. તારું મારું મિલન એમાં શું દુષ્કર છે.’’ “હા દુષ્કર છે, જો એ એમ ન હોય તો રણવીર જેવો પરાક્રમી પુરુષ અન્યનું ત્યજેલું ખાય ખરો, વળી એક ગણિકાને પોતાના માન પ્રતિષ્ઠા મૂકી વરદાનમાં માંગવા જેવી ક્ષુદ્રતા કરે ખરો ? ગણિકાના અપવિત્ર દેહને ઇચ્છે ખરે !” રથાધ્યક્ષના મનમાં હજી વાસના જલતી હતી ‘કોશા તું અપવિત્ર ગણિકા નથી. તું સ્વર્ગીય અપ્સરા કરતાં વિશેષ છું. તારા માટે દેહ જતો કરવો પડે તોપણ તેનું મને કંઈ મૂલ્ય નથી.” “ઓહ આ કામવાસનાની ભીંસ ભયંકર છે. હે રણવીર ! તીરથી કદાચ તમે પાતાળમાં છેદ પાડી શકો, દૈવી નૃત્યની કલાથી સ્ત્રી પ્રાપ્ત કરી શકે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી પરંતુ કામને જીતવો દુષ્કર છે.' “હે રથાધ્યક્ષ સૌંદર્યવાન સ્ત્રીની સામે સંયમશીલ રહેવું દુષ્ક૨ છે. તેમાં પણ જ્યાં બાર બાર વરસ કેવળ ભોગવિલાસ સેવ્યા હોય. સુંદ૨ ૨સભર્યાં ભોજન આરોગ્યાં હોય, શૃંગારથી ભરપૂર ચિત્રશાળામાં વસવું. અને કામવાસનાને ઇચ્છતી પોતાની ભૂતકાળની રૂપરાણીનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001988
Book TitleSanyamvir Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy