Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004560/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ विनशामननी श्रीर्तिगाथा M22024 Da डॉ. कुमारपाण सा श्री १०८ भैन तीर्थदर्शन लवन ट्रस्ट, सभवसरा मंदिर, पालीताशा Page #2 -------------------------------------------------------------------------- ________________ worden VW Goreng Page #3 -------------------------------------------------------------------------- ________________ COLOR brary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનની કીર્તિગાથા મૂલ્ય 2 02 રૂા. ૫૫0/ Jair Education International Page #5 -------------------------------------------------------------------------- ________________ ! આ છેઅને ૧ જ જ રહી લેખક : હતી - એક એક વાર કરો. સર રહી શકો છો . h શ્રી અનિલભાઈ ગાંધી (ટ્રસ્ટીશ્રી') a , શ્રી વિનોદિકા. વ્યયન ટ્રસ્ટ એની સમવસરી મા મહામંદિર પાલિતાણા-૩૬૪૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખક ડૉ. કુમારપાળ દેસાઈ © પ્રકાશક શ્રી અનિલભાઈ ગાંધી (ટ્રસ્ટી) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ શ્રી સમવસરણ મહામંદિર પાલિતાણા - ૩૬૪૨૭૦ ચિત્રકાર શ્રી અશોક શહા (પાપુત્ર) શ્રીમતી પ્રાર્થના શહા મુદ્રક કિંમત રૂ. ૫૫00 આવૃત્તિ પ્રથમ હાઈ-સ્કેન લિ. હાઈ-સ્કેન હાઉસ મીઠાખળી ગરનાળા પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ (ભારત) ફોન : (ઓ) ઉ૫૬૩૧૫, ૪૬૮૪૦૩ (ઘર) ૯૭૪૦૩૯૫ વર્ષ ઇ. સ. ૧૯૯૮, વીર સંવત ૨પ૨૪, વિ. સં. ૨૦૫૪ | આ ગ્રંથના લખાણ કે ફોટોગ્રાફ મૂળસ્વરૂપે કે અંશતઃ પ્રગટ કરતાં પૂર્વે પ્રકાશકની પૂર્વમંજૂરી અનિવાર્ય છે. | શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટનું ટ્રસ્ટીમંડળ તથા પુસ્તકનાં પ્રાપ્તિસ્થાનો (૧) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦ (૨) શ્રી કાંતિલાલ રતિલાલ શાહ સરદાર સોસાયટી બંગલો, સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧ (૩) શ્રી મહેન્દ્રભાઈ ખૂબચંદ શાહ C/o. રતનચંદ જોરાજી ઍન્ડ કું., ગોડીજી બિલ્ડિંગ . ૧, ૨૧૯, કીકા સ્ટ્રીટ, પાયધુની, મુંબઈ-૪૦૦૦૦૨ (૪) શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત (૫) શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી ૧૧૦, મહાકાન્ત બિલ્ડિંગ, વી. એસ. હૉસ્પિટલ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૬ (૯) શ્રી મહેન્દ્રભાઈ ચંદુલાલ વખારિયા C/o. વખારિયા બ્રધર્સ, જવાહર ચોક, સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧ (૭) શ્રી હર્ષદરાય પ્રેમચંદ શાહ C/o, ધર્મેન્દ્ર વાસણ ભંડાર, મહાત્મા ગાંધી રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ (૮) શ્રી હર્ષદરાય ચુનીલાલ ભારત ટ્રેડિંગ કંપની, ૧૧૧, ટનટનપુરા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૯ * ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી ૫૦૧, મહાકાન્ત બિલ્ડિંગ, વી. એસ. હૉસ્પિટલ સામે, એલિસબ્રિજ , અમદાવાદ-૩૮૦૦૦૬ Vain Education International For Private & Personal use only www.nelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ શુભાશિષદાતા : : પ. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ. પૂ. આચાર્યદેવશ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ Term પ્રેરણાદાત :) પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પુ. આચાર્યદેવ શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ કે આમુખ :પ. પૂ. આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ Fore . Persona Page #8 -------------------------------------------------------------------------- ________________ :18 માં પ્રજ, રાના" ( 5 INC 'IC'તો જ જીવનપંથ ઉજાળ છે. [કિઈ છે? જગતમાં જયવંતા જિનશાસનની કીર્તિગાથાઓ અપાર છે. આ કીર્તિગાથાઓની શોધ કરીએ તો એકએકથી ચડિયાતાં રત્નોનો ભંડાર એમાંથી મળી આવે. જિનશાસનની આ કીર્તિગાથાનાં કેટલાંક મહાન રત્નોનું આ ગ્રંથમાં આલેખન કર્યું છે. અહીં આલેખાયેલાં ચરિત્રોની મૂળ મૌલિક ચિત્રકતિ શ્રી શત્રુંજય તીર્થ પર આવેલા શ્રી સમવસરણ મહામંદિરમાં જોવા મળશે. . અહીં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ પ્રત્યેકના ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો આલેખાયાં છે. આ ચરિત્રોનું આલેખન પ્રમાણભૂત રીતે છતાં આકર્ષક અને રસમધુર શૈલીમાં કરવામાં આવ્યું છે. શાસનની મહાન વિભૂતિઓની ગૌરવગાથા આમાંથી સાંપડશે, પણ એથીય વિશેષ જન શાસનમાં એમણે આપેલા પ્રદાનને અનન્ય રીતે ઉપસાવવામાં આવ્યું છે. વળી ચરિત્રલેખક ડૉ. કુમારપાળ દેસાઈની કલમ સાથે ચિત્રકાર શ્રી અશોક શહાની ચિત્રકલાનો સમન્વય સધાય છે અને પરિણામે આ ગ્રંથ અતિ ઉપયોગી બન્યો છે. આ ગ્રંથનું સાચું સાર્થક્ય તો એ કે જ્યારે આ ચરિત્રોમાંથી પ્રેરણા મેળવીને વ્યક્તિ એના હૃદયમાં સાચી ધર્મભાવનાધારર્ણ કરીને જિનશાસનના ઉજ્વળ પંથનો યાત્રી બને, આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરે અને મહાન એવું જિનશાસન પામ્યા તેને સાર્થક કરે તેવી અભ્યર્થના રાખું છું. વળી અહીં આલેખાયેલાં ચિત્રોની મૂળ કલાકૃતિ શ્રી શત્રુંજય તીર્થ પર આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરેમાં ભાવિક જનોને નિહાળવા મળશે. આથી જ અત્રે શ્રી સમવસરણ મહામંદિરનો પરિચય પણ આપવામાં આવ્યો છે. આ સમવસરણના આયોજનની અને ચતુર્વિધ સંઘનો ચિત્રની કલ્પના પ્રવર્તક શ્રી કુશળચંદ્રવિજયજી મ. સા. પાસેથી સાંપડી છે. આ ગ્રંથની કલાસૃષ્ટિ અને સાહિત્યજગતને દશવિતું આમુખ લખવા માટે આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ. સા.એ અતિ શ્રમ લીધો છે તથા કલા અને સાહિત્યની ઊંડી સૂઝ સાથે ગ્રંથની યશકલગીરૂ પ પ્રસ્તાવના લખી આપી છે. - આ ગ્રંથ પ્રત્યેક વ્યક્તિનું જીવનપંથ ઉજાળનારો બની રહેશે. - વિજય ચંદ્રોદયસૂરિના ધર્મલાભ Page #9 -------------------------------------------------------------------------- ________________ લ , છેક ક્ષિતિજની સીમાને પાર ઘૂઘવતા વિરાટ મહાસાગરના આ છે માત્ર કેટલાંક અમૃતબિંદુઓ. જૈનધર્મના ભવ્ય અને ગરિમામય ભૂતકાળની થોડીક ઝલક ઝીલાઈ છે આ ગ્રંથમાં. ગ્રંથનાં ૧૦૮ ચરિત્રો એ તો સહસ્રરશ્મિ સમાન જિનશાસનનાં માત્ર થોડાંક કિરણો જ છે. નાનકડી બારી ખોલીએ અને આખું ય આકાશ આંખો સામે પ્રગટ થાય, એ રીતે આ ૧૦૮ ચરિત્રોની બારીમાંથી જિનશાસનના મહિમાની કલ્પના થઈ શકશે. આનું કારણ એ છે કે વિશ્વના કોઈ પણ ધર્મ પાસે ન હોય તેવો અણિશુદ્ધ અને કડીબદ્ધ ઇતિહાસ જૈનશાસનનો છે. વળી આ ઇતિહાસમાં નિરખવા મળતી વિભૂતિઓ કે વીરપુરુષના ચરિત્રમાં જૈનધર્મના સંસ્કારો તાણાવાણાની પેઠે વણાઈ ગયા છે. ધર્મસંસ્કાર અને જીવનપ્રવૃત્તિનો મનોરમ સુમેળ સધાયો છે. પરિણામે આ માત્ર ચરિત્રો નથી, ફક્ત જીવનગાથા નથી, ઘટનાઓની ગવાહી નથી, કોઈ દસ્તાવેજી ઇતિહાસ નથી, પરંતુ સ્વ-જીવનમાં ધર્મની ઉદાત્ત ભાવનાઓ પ્રગટાવનારા સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજો, તેજસ્વી શ્રાવકો અને ચારિત્રશીલ શ્રાવિકાઓના જીવંત, કર્તવ્યનિષ્ઠ અને ધર્મપરાયણ જીવનની વાસ્તવિક તસવીર છે. આ ૧૦૮ ચરિત્રોનું અવગાહન કરનારે જાણવું ઘટે કે જૈનશાસનમાં એટલા બધા અગાધ માનવ-રત્નો છે કે એમાંથી એક નાનકડી મુઠ્ઠીમાં સમાય તેટલાં રત્નોનો અત્રે પરિચય આપ્યો છે. અનેક અધ્યાયો અને પ્રકરણો ધરાવતી જિનશાસનની કીર્તિગાથાની આ તો એક નાનકડી ચરિત્ર-વાટિકા છે. આથી એમ પણ લાગે કે આમાં અનેક સાધુપુરુષો, સાધ્વીજી મહારાજો, વિદ્વાનો, વિચારકો, સાહિત્યકારો, દાનવીરો, વીરપુરુષોનાં કાર્યોનો આલેખ મળતો નથી, પરંતુ એવો વસવસો વીસરીને આ ગ્રંથના ભાવકને અમારો એટલો જ અનુરોધ છે કે આખા આકાશની ઓળખ આપવાનું અમારું આ કામ નથી. માત્ર વિરાટ આકાશમાં નજરે પડતાં એકાદ મેઘધનુષની રંગલીલા જ અમે અહીં આલેખી છે. ભારત પર અને જિનશાસન પર અનેક પ્રકારે આઘાત-પ્રત્યાઘાત થયા હતા. પરદેશી આક્રમણોએ આ દેશની સંસ્કૃતિનો ધ્વંસ કરવા પ્રયાસ કર્યો. અનુપમ જિનાલયોની સાથે સરસ્વતીના આલય સમા જ્ઞાનમંદિરોનો નાશ કરવા કોશિશ કરી. આ બધું થવા છતાં જેનશાસન પાસે એનો શ્રેણીબધ્ધ ઇતિહાસ અકબંધ જળવાયેલો છે. આ ઇતિહાસમાં આધ્યાત્મિક, રાજકીય, બૌધ્ધિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક - એમ સર્વ ક્ષેત્રોમાં કરેલા પ્રદાનની વિગતો ઉપલબ્ધ થાય છે. આમાં તપ, ત્યાગ અને સંયમના માર્ગે ચાલીને મેળવેલી આધ્યાત્મિક ઊચાઈ નીરખવા મળે છે. ધર્મ કે રાષ્ટ્રને માટે આપેલી આહુતિની કથાઓને ધબકાર સંભળાય છે. જૈનત્વના સંસ્કાર દીપાવતા તેજસ્વી નર-નારી જોવા મળે છે. કેવાં ભવ્ય છે આ ચરિત્રો અને કેવી ઉદાત્ત છે એમાં પ્રગટતી ભાવનાઓ ! આપણું એ દુર્ભાગ્ય ગણાય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, સમ્રાટ કુમારપાળ, મહામંત્રી શાંતુ જેવા મહાન વ્યક્તિત્ત્વોને સાંપ્રદાયિક સંકુચિતતાને કારણે અથવા તો જૈન સિદ્ધાંતો અને આચાર-વિચારોની અણસમજને લીધે કેટલાંકે યોગ્ય રીતે નિરૂપ્યા નથી. અહીં એ ઐતિહાસિક સત્યને પ્રગટ કર્યું છે. જે પેઢી પોતાના અતીતને વિસરી જાય છે, એનું ભવિષ્ય અંધકારયુક્ત બને છે. એની મૂલ્યપરાયણતા ઘટી જાય છે અને જીવનનિષ્ઠા નાશ પામે છે. જીવનચૈતન્ય અને આત્મબળ સાથે ધર્મનું સીધું અનુસંધાન છે, આથી નવી પેઢીને આ ઇતિહાસની ઓળખ મળે. સંસ્કૃતિ અને સંસ્કારોની સુવાસ સાંપડે, એના ભવ્ય Jaredesentational odal use only Page #10 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળનો અને પ્રતાપી પૂર્વજોનો પરિચય સાંપડે તેવો આ ગ્રંથરચના પાછળ અમારો આશય છે. પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શનને પરિણામે આ ગ્રંથરચના શક્ય બની છે. વિદેશના પ્રવાસો અને લેખન-અધ્યાપનકાર્યની વ્યસ્તતાને કારણે આના આલેખનમાં થયેલો વિલંબ એમણે વાત્સલ્યપૂર્વક નિભાવી લીધો છે. આ માટે તેઓનો ઉપકાર માનું છું. આ પુસ્તકની કલાસૃષ્ટિ અને સાહિત્યસૃષ્ટિને પ્રગટ કરે એવું આમુખ લખી આપીને પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજીએ ઉપકત કર્યો છે. તેઓએ પ્રથમ ૨૭ ચરિત્રોના ચિત્રોની વિશેષતાઓનું માર્મિક રસદર્શન અને નવીન અર્થઘટન આપ્યું છે. એના પરથી વાચકોને એકસો આઠ ચિત્રોની ચિત્રકલાને માણવાનો માર્ગ મળી જશે. આ સમગ્ર ગ્રંથની એકેએક વિગત જોઈને મહત્ત્વનાં સૂચનો કરનાર પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ. ના શિષ્ય આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરિજી મ.સા.ને કારણે ગ્રંથ વિશેષ વિગતપુર્ણ બન્યો છે. આ ગ્રંથનાં ચિત્રો શ્રી અશોક શહા ‘પદ્મપુત્ર” અને શ્રીમતી પ્રાર્થના શહાનું અણમોલ સર્જન છે. એમના કલાપુરુષાર્થને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથની વિગતોની પ્રમાણભૂતતા બરાબર ચકાસી છે, એમ છતાં એ અંગે કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમાયાચના સાથે એ તરફ ધ્યાન દોરવા માટે વિનંતી કરું છું. આ કાર્યમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓનો આભારી છું. શ્રી અનિલભાઈ ગાંધીએ અંગત રસ લઈ આ કાર્યની પૂર્ણતા માટે સહયોગ આપ્યો છે. આ કાર્યમાં શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (ઓપેરા સોસાયટી), શ્રી વર્ધમાન પો. હે. જેનનગર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, શ્રી દશા પોરવાડ સોસાયટી જૈન સંઘ અને શ્રી આનંદનગર જૈન સોસાયટી સંઘ (ભાવનગર) આના પ્રસારમાં વિશેષ સહયોગ આપ્યો છે. આ ઉપરાંત આના મુદ્રણ માટે હાઈસ્કેનનો આભારી છું. આ કાર્યમાં ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા), શ્રી તારાબાઈ આર્યાજી સિધ્ધાંત ટ્રસ્ટ તથા શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ મંદિરના ગ્રંથાલયોએ આપેલાં પુસ્તકોની સહાય અને શ્રી ગીરીશભાઈ જેસલપુરાએ કરેલી પૂણરિડિંગની મદદ કઈ રીતે ભૂલી શકું ? આ ચિત્રપટોની મૂળ કૃતિ એના મૌલિક રંગો સાથે શ્રી શત્રુંજય તીર્થ પર શ્રી સમવસરણ મહામંદિરમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભાવિકો તીર્થયાત્રાના લાભની સાથે આ ચિત્રપટોના દર્શનનો પણ લાભ પામી શકે. વર્તમાન સમયમાં જૈનશાસનની મહત્તા વર્ણવવાનો હેતુ એ છે કે પૂર્વપુરુષોની કથામાંથી આપણે પ્રેરણા પામીએ. એમનાં કાર્યો આપણા જીવનની દીવાદાંડી બને અને એમના સંસ્કારો આપણું પ્રેરકબળ બની રહે એ જ અભ્યર્થના. - આ ગ્રંથરચના એ જૈનસાહિત્યના સર્જનનું મારું સોહામણું ભાવનાશીલ સર્જન છે. યુગ-યુગથી માનવજાતને પ્રેરક બનેલા જૈનધર્મ અને જૈનદર્શનનો સંદેશ આપવામાં આ ગ્રંથ થોડોક પણ નિમિત્તરૂપ બને, નવી પેઢીના ઘડતરમાં અને જૈનેતર સમાજને જૈનધર્મના પરિચયમાં સહાયક બને, તો મારા આ કાર્યની સાર્થકતા અનુભવીશ. કુમારપાળ દેસાઈ Lise Only www elbrity. Page #11 -------------------------------------------------------------------------- ________________ કલાકાર અને કથાકારની જુગલબંદી - આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરિ મારી નજર સામે, પીંછીના થોડાક લસરકાથી કેન્વાસના ફલક ઉપર અવતરેલી, એક કલાકારની સાધનાની સાક્ષી પૂરતી, રૂપભરી ચિત્રસૃષ્ટિ ઉપસ્થિત થાય છે. આ ચિત્રસૃષ્ટિ મને થોડીક પળો માટે, વિગત ૨૫ (પચીસ) સૈકાના વિશાળ કાળ-પટના વિભિન્ન ખંડોમાં દોરી જાય છે, અને જે વિશ્વને તેના ભૌતિક રૂપમાં મેં નથી અનુભવ્યું, તેની અનુભૂતિ મારી આંતર-ચેતનાના સ્તરે કરાવી, મને મંત્રમુગ્ધ કરી મૂકે છે. રસિક-જનને ભાવ-સમાધિમાં તરબોળ કરવા માટે સર્વથા સમર્થ, રંગ-રૂપની આ સૃષ્ટિમાંથી બલાત્કારે બહાર નીકળીને વાસ્તવદર્શી બનું છું, તો મારી તર્ક-ચેતના તત્સણ ઝબકી ઊઠે છે, ને મને યાદ આવે છે પેલું શાસ્ત્રવાક્ય : “ચિત્તભિત્તિ ન નિઝાએ - નિગ્રંથ મુનિ, ભીંત (વગેરે) ઉપર આલેખેલાં ચિત્રો જોવાનું ટાળે.” અને એ સાથે જ, ચિત્ત એક અનિર્વાચ્ય દ્વિધામાં ડૂબી જાય છે. એક તરફ છે ભગવાન સર્વજ્ઞની અમોઘ આજ્ઞા : જેનો અનાદર કે ઉલ્લંઘન સ્વપ્નમાંય સૂઝે નહીં. તો બીજી તરફ છે આ ચિત્રોની રૂપકડી દુનિયા : જેમાંથી પ્રગટતો શાંતરસ, મનની વિકૃતિઓને બાળી દેતો એ તારક પરમાત્માના અનુશાસન પ્રત્યે વધુ ને વધુ સમર્પિત થવાની પ્રેરણા પાઈ રહ્યો છે. અનંત દ્વિધાઓની ભરમાળ-વચાળે પણ અનુકૂળ સમાધાન શોધી લેવામાં પાવરધા મનમાં, એકાએક, પેલું શાસ્ત્રવચન ગુંજી ઊઠે છે કે “જે પ્રવૃત્તિથી તારો રાગ અને દ્વેષ પાતળો પડી શકે, તે પ્રવૃત્તિ કરવામાં આજ્ઞા છે.” એ સાથે જ માનસપટ ઉપર તરી આવે છે મધ્યકાલનાં ભવ્ય કલામય સ્થાપત્યો અને તાડપત્રગ્રંથોમાં આલેખાયેલાં, રંગ-રેખાના ભવ્ય ખજાના સમાં લઘુચિત્રો. રાગ અને દ્વેષની વાસનાના પ્રક્ષાલન માટે જ પૂર્વના પુણ્યપુરુષોએ નિર્ભેલાં એ સ્થાપત્યો અને ચિત્રોના આલંબને કેટકેટલા આત્માઓ આરાધક બનીને કર્મની વૈતરણીને તરી ગયા હશે ! આ ખ્યાલ મનની અનંત જણાતી પેલી દ્વિધા અનાયાસ ખરી પડે છે, અને ચિત્રોનું પ્રસ્તુત વિશ્વ પણ, અનેક સુજ્ઞ દર્શકોને માટે ક્યારેક વાસનાલયનું તો ક્યારેક ભવ્ય ભૂતકાળ પ્રત્યે ઊગનારા અહોભાવનું ઉદાત્ત આલંબન બનશે, તેવી શ્રદ્ધાથી મન ભર્યું ભર્યું બની જાય છે. ભારતીય પ્રાચીન | મધ્યયુગીન ચિત્રકલાના મૂળ સિદ્ધાંતો તથા ભૂમિકાને સમજવા માટે ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ”નું ચિત્રસૂત્ર-પ્રકરણ એક આધારભૂત અને માન્ય સંદર્ભ છે. ચિત્રકલાના તેમજ ચિત્રકારના પાયાના નીતિ-નિયમો, સિદ્ધાંતો, વિધિ-નિષેધો તથા ગુણ-દોષોની વિસ્તૃત છતાં શાસ્ત્રીય વિચારણા / છણાવટ કરતું આ પ્રકરણ ચિત્રકલાનો મહિમા આ રીતે ગાય છે : “કલાનાં પ્રવરં ચિત્ર, ધર્મકામાર્થ-મોક્ષદમુ મંગલ્ય પરમેશ્વેતદ્ ગૃહે યત્ર પ્રતિષ્ઠિતમ્ //” અર્થાતુ કલાઓ તો અનેક છે, પરંતુ એમાં શિરમોર તો ચિત્રકલા જ, ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષઆ ચારેય સંસ્કૃતિ-પ્રસિદ્ધ પુરુષાર્થોને મેળવવાનાં વિવિધ સાધનો શાસ્ત્રોએ નિરૂપ્યાં છે. તેમાં “વિષ્ણુધર્મોત્તર ”ના પ્રણેતા ‘ચિત્ર'ને પણ ચતુર્વર્ગસિદ્ધિનું એક સાધન લેખવે છે. અહીં યાદ કરવા જેવો છે ભગવાન પાર્શ્વનાથનો જીવનપ્રસંગ : વસંતઋતુના દિવસોમાં ઉદ્યાનક્રીડા કરવા રાણી સાથે નીકળેલા પાર્શ્વનાથ, સહજભાવે ચિત્રશાળામાં જઈ ચડે છે, ત્યાં ભીંત ઉપર આલેખેલાં નેમ-રાજુલનાં અદ્ભુત ચિત્ર-પ્રસંગોનાં દર્શને તેમનું હૈયું વૈરાગ્યરસભીનું બને છે. આ પ્રસંગ ચિત્રકલામાં, ધર્મ અને મોક્ષની સાધનામાં પણ સાધન બનવાની ક્ષમતા હોવા વિશે રહીસહી શંકાને પણ નિર્મૂળ કરવા માટે પર્યાપ્ત છે. અને આ સંદર્ભમાં જ વિચારીએ તો, “જે ગૃહમાં ઉત્તમ ચિત્રોનું આલેખન છે, તે ગૃહ પરમ મંગલનું ધામ બને”– એવું “ચિત્રસૂત્ર”નું વિધાન પણ સર્વથા સાર્થક બની રહે છે. ટૂંકમાં બીજી કલાઓનો લેશ પણ અનાદર કર્યા વિના પણ, એમ કહી શકાય કે, નૃત્તકલા, શિલ્પકલા વગેરે અનેક કલાઓની ખૂબીઓને પોતાનામાં સમાવી લેવાની ક્ષમતા ધરાવતી કલા એટલે ચિત્રકલા ચિત્રકાર પોતાની કલામાં સફળ ત્યારે જ થાય જ્યારે તે નૃત્તકલા એટલે કે સુસંસ્કૃત અભિનયકલાનાં તત્ત્વોમાં નિષ્ણાત હોય. ચિત્રસૂત્રમાં પ્રાચીન કલાગ્રંથોમાં ચિત્રનાં મૂળભૂત ૬ અંગો વર્ણવવામાં આવ્યાં છે. અર્થાતુ એ છ અંગો જેમાં હોય તે ચિત્રને સર્વાગપૂર્ણ ચિત્ર ગણવું જોઈએ. એ છ અંગો તે આ : ૧. રૂપભેદ; ૨. પ્રમાણ; ૩. ભાવ; Page #12 -------------------------------------------------------------------------- ________________ ૪. લાવણ્ય; ૫. સાદૃશ્ય; ૭. રંગસંયોજન. આપણે ક્રમશઃ આ છયે અંગોનાં સ્વરૂપનો પરિચય મેળવીએ તેમજ પ્રસ્તુત ચિત્રોમાં તે અંગોની અવસ્થા પણ તપાસીએ.. ૧. રૂપભેદ : વિભિન્ન યોનિ / જાતિ | પ્રકાર ધરાવતા મનુષ્યાદિ માટે ચિત્રમાં તેને અનુરૂપ પહેરવેશ, પરિવેષ તથા / આકારો પ્રયોજવા તે રૂપભેદ. વળી ચિત્રગત વ્યક્તિની પદવી કે હીદી પણ આમાં લક્ષ્યમાં રાખવાનો હોય છે. જેવી પદવી, તેવાં લક્ષણો અને ચિહ્નો નિરૂપવાં ઘટે. પ્રસ્તુત ચિત્રોમાં આ વ્યવસ્થા સુપેરે સચવાતી અનુભવાય છે. શય્યભવ ભટ્ટનું ચિત્ર જોઈશું તો દાઢી, શિખા, જનોઈ, પીતાંબર ઇત્યાદિ ચિહ્નો તથા યજ્ઞકુંડ, બલિપશુઓ વગેરે પરિવેષ દ્વારા ‘એ બધી બ્રાહ્મણાકૃતિ છે' તે જોતાં જ સમજી શકાય છે. મલ્લવાદીના ચિત્રમાંના મુંડ સંન્યાસી અને શ્રી યશોવિજયજી સાથે બેઠેલા જટાધારી સંન્યાસીઓને જોતાવેંત જ આ બૌદ્ધ સાધુ’ અને ‘પેલા હિંદુ સંન્યાસી' હોવાનું સહજ ભાન થઈ જાય છે. શ્રી હીરવિજયસૂરિનું સ્વાગત કરતી વ્યક્તિ મુસ્લિમ હોવાનું જણાતું હોવા છતાં તેના વિલક્ષણ | વિશિષ્ટ વ્યક્તિત્વને કારણે તે શહેનશાહ હોવાનું વિના આયાસે સમજાય છે, તો જિનદત્તસૂરિ કે યશોવિજયજીના પ્રસંગોમાં સામાન્ય મુસ્લિમ બિરાદરો-મુલ્લાંઓ સહેજે જુદાં તરી આવે છે. આ જ છે રૂપભેદ. ૨. પ્રમાણ : ચિત્રાલિખિત આકૃતિઓનાં કદ અને સમવિભક્ત અંગોનું સપ્રમાણ અંકન થાય તો તે ચિત્ર પ્રમાણ-મુક્ત કહેવાય. આકૃતિઓ બેડોળ, વિરૂપ કે વક્ર નહીં પણ સુડોળ, સુરૂપ અને સુવિભક્ત હોય; તેમાંનાં વિવિધ અંગો પણ, એક નાનું અને એક મોટું, એક સુરુચિકર અને બીજું અરુચિકર – એવાં ન હોય, પરંતુ સમાન, સુવિભક્ત તેમજ માપસરનાં હોય, જુદા જુદા વર્ગની કે વયની આકૃતિઓને જોતાં જ તેના અનુરૂપ પ્રમાણ-આલેખનને લીધે તેનો વર્ગ કે તેની વય સહેજે સમજાઈ જાય તેવી અંગરચના હોય તે ચિત્ર સપ્રમાણ ચિત્ર ગણાય. પ્રસ્તુત સંપુટમાં ક્ષુલ્લક મુનિ, આર્ય વજસ્વામી કે હેમચંદ્રાચાર્યનાં ચિત્રોમાં તેઓની વિભિન્ન અવસ્થાઓ દર્શાવતી વિભિન્ન આકૃતિઓને બારીકીથી તપાસીશું તો ‘પ્રમાણ’ એટલે શું ? તે સહેજે સમજી શકાશે. ૩. ભાવ : ચિત્રકારને Painterની કક્ષામાંથી Artist"નું બિરુદ અપાવે તેવું તત્ત્વ તે આ ભાવચિત્ર. તે કોરું સ્મૃતિચિત્ર નથી હોતું. ભાવિચત્રમાં, ચિત્રનો વિષય બનતી વ્યક્તિના અંતરમાં ઊભરાતા-પ્રવર્તના વિવિધ ભાવો એટલે કે તેનું ભાવવિશ્વ, અને ચિત્રાંકિત ઘટનાને અનુરૂપ ભાવસભર વાતાવરણ – આ બધું ચિત્રકારે પ્રથમ પોતાના ચિત્તતંત્રમાં અને આ પછી પીંછીમાં અવતારવાનું હોય છે. પોતાના માનસચક્ષુની મદદથી, ચિત્રકાર, સૈકાઓ પૂર્વે બનેલી અને પરંપરાના શબ્દો દ્વારા પોતાના કર્ણપટને લાધેલી જે-તે ઘટનાને તાદશ અનુભવે છે; તેમાંનાં પાત્રો તથા તે પાત્રોની બાહ્માંતર ચાલ-પહલ સાથે પણ પૂરું તાદાત્મ્ય કેળવે છે; અને જ્યારે તે બધું કાલ્પનિક-શ્રવાૌચર-જગત તેના માટે, આંતર-ચેતનાની કક્ષાએ વાસ્તવિક જગત બની ઊપસે છે, ત્યારે તેની પીંછીમાંથી જે ટપકે છે તેમાં, ચિત્રને સાર્થકતા અને જીવંતતા બક્ષનારે પ્રાણતત્ત્વ ધબકતું અનુભવાય છે. બીજી રીતે કહીએ તો, સમર્થ સર્જકના કાવ્ય/શબ્દોનો આત્મા જેમ ધ્વનિ હોય છે, તેમ કુશળ ચિત્રકારના ચિત્રનો પ્રાણ, ચિત્ર દ્વારા પ્રગટતું ચિત્રાંકિત-ઘટના / વ્યક્તિગત ભાવજગત હોય છે. આ ભાવજગત અન્ન કે સામાન્ય ભાવકના અંતરમાં પણ ક્ષણાર્ધ માટે નો રસ અને આનંદના અદ્વૈતનું સિંચન કરી જતું હોય છે. સ્મૃતિચિત્રમાં નાટકીય કૃતકતા હોય છે; ભાવચિત્રમાં અકૃત્રિમ અને હૃદયસ્પર્શી - સ્વાનુભવવેઘ સાક્ષાત્કારની ઝલક હોય છે. જેમ કે પ્રસ્તુત ચિત્રસંગ્રહમાં ચંડરુદ્રાચાર્યને ખભે ઉપાડીને વિહાર કરતા નૂતન મુનિની વિવિધ મુખમુદ્રાઓમાં વિલસતો વિનય-રસ્યો અહોભાવ અને ચંડરુદ્રાચાર્યની આંખો વાટે ટપકતો જ્વલંત ક્રોધ; કપિલના પ્રસંગમાં ઉપવનમાં – વૃક્ષ તળે – વિચારમગ્ન દશામાં પડેલા કપિલનું “મળી જ રહ્યું છે, તો ઓછું શીદને માગવું ?” એવી લોભવૃત્તિની ચાડી ખાતું મોં; અને એ જ ચિત્રના અન્ય દશ્યમાં ચોરી અને તેમની સાથે નૃત્યલીન બનેલા કપિલ મુનિ : કેવો અજબ લય – Rhythm ટપકે છે એ નૃત્યમાંથી ! જાણે આપણી જ સામે નૃત્ય ચાલતું હોય ! ક્ષુલ્લક મુનિના ચિત્રફલકમાં નૃત્ય કરતાં કરતાં થાકી ગયેલી નર્તકીની અંગડાઈ કે 'બહોત ગઈ થોડી રહી વિશે મનમાં પ્રવર્તેલા ધમસાણની ઝલક આપતો ક્ષુલ્લકનો ચહેરો; આહાર આરોગતા રગડુ મુનિના મોં પર ઊભરાતો આત્મગ્લાનિ-આત્મગઠનો ભાવ; જિનમૂર્તિ પર નજર પડી જવાથી હરિભદ્રના મુખ પર ઊપસેલો અણગમો, તો સાધ્વીમુખે નવીન તત્ત્વ-ગાથા સાંભળવા મળી જતાં તેમના મનમાં જાગેલ જિજ્ઞાસામિશ્રિત આશ્ચર્યની મુખભાવ દ્વારા થતી અભિવ્યક્તિ; આવાં તો કેટલાંય ઉદાહરણો ગણાવી શકાય, જેનું તાત્પર્ય એટલું જ કે આ સંપુટમાં પ્રગટ થતાં ચિત્રોને ‘ભાવચિત્ર’ તરીકે સ્વીકારવામાં જરાય જોખમ નથી, કે નથી તેમાં અતિશયોક્તિ. ૪. બાવણ્ય યોજના : મુની, પશુ-પંખીઓ કે અન્ય પર્વત-સમુદ્રાદિ જડ-ચેતન પદાર્થો, ચિત્રોમાં તો વસ્તુતઃ નિર્જીવ જ છે. છતાં સફળ ચિત્રકારની કલમ તેમાં એવું લાવણ્ય રેડી આપે છે કે એ, ચિત્રાંકનને જોતાં જ ભાવકનું મન હરી લે છે. આમાં રંગોની તડકભડક નહીં, પણ ઘણી વાર તો સાવ ઓછા અને વળી તદ્દન હળવા / ઠંડા રંગોનું સંયોજન ધારી અસર ઉપજાવે છે. ભાવ તે ચિત્રનો આંતર-પ્રાણ છે, તો લાવણ્ય તે તેના બાહ્ય અલંકરણ સમું છે. લાવણ્યનું ગુંફન જ્યારે આંતર Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાવોને વાચા આપવામાં પૂરક | પોષક તત્ત્વ તરીકે ચિત્રકારની પીંછીમાંથી પ્રગટે છે. ત્યારે તે ચિત્ર ભાવકના અનુભૂતિવિશ્વને સમૃદ્ધ બનાવનારાં સ્પંદનો જગાડી જાય છે. | દા.ત. શ્રી માનતુંગસૂરિને વરદાન આપવા અવતરતાં દેવી ચક્રેશ્વરી; આચાર્ય મત્સ્યવાદીની સામે બેઠેલા બે બૌદ્ધ સાધુ; ગુરુસમીપે દીક્ષા લેવા ઉપસ્થિત થયેલા આર્ય કાલકકુમાર અને તેમનાં બહેન સરસ્વતી; આચાર્ય બપ્પભટ્ટીની કસોટી કરવા આવેલી રૂપાંગના; કે પછી વ્યાકરણની શોભાયાત્રામાં રાજા સિદ્ધરાજ સાથે ચાલતા ધીરગંભીર હેમચંદ્રાચાર્ય; એક-એકની ભાવભંગિમાં કે વિશિષ્ટ મુદ્રામાંથી કેવું અનુપમ સૌંદર્ય નિખરે છે ! ૫. સાદૃશ્ય : ચિત્ર વાસ્તવિક (Realistic) હોય કે કાલ્પનિક-કલ્પનાચિત્ર; તેને જોતાં જ તદગત વ્યક્તિ, પદાર્થ કે પ્રસંગને દર્શક ઓળખી જાય, ત્યારે ચિત્ર સાદૃશ્યસિદ્ધ ગણાય. બીજી રીતે એમ કહી શકાય કે ચિત્ર જ પોતાની ઓળખ આપે, પોતાની વાર્તા કહે અને ભાવક સાથે વાત કરી લે. અહીં લાખ રૂપિયાનો સવાલ એ થાય છે કે ખરેખર આપણે ચિત્રને બોલવા દઈએ છીએ ખરા ? આપણે ત્યાં શબ્દાળુતા - બોલકા શબ્દો અને વળી વાણીપંડિતોનો એટલો બધો ઊભરો હોય છે કે શિલ્પ કે ચિત્રને પોતાની વાત કહેવાનો અવકાશ જ મળવો દુર્લભ છે. અહીં વસ્તુતઃ ચિત્ર કે શિલ્પ કરતાં તેનો પરિચય કરાવતાં કે ગુણગાન ગાતાં શબ્દોનો, અને કલાકાર કરતાં તેના પ્રેરક કે દ્રવ્યસહાયકનો વધુ મહિમા જોવા મળે છે. આવું હોય ત્યાં કલાકૃતિ ઉદાસ બની જાય અને તેનું કલાતત્ત્વ અક્ષમ્ય રીતે ઘવાય, તેમાં શો સંદેહ ? એમ કહેવાય છે કે સો વાક્યો અને એક ચિત્ર. હજારો શબ્દો ઘણી વાર જે કામ કરી નથી શકતાં, તે કામ એકાદ મનભાવન ચિત્ર થકી સરી જતું હોય છે. આનો સાર એ કે શબ્દો જેમ અલ્પ, તેમ ચિત્રની અનુભૂતિ વધુ તીવ્ર, ઊંડી. ચિત્રકલાનો મલાજો જાળવવા ખાતર પણ હવે આવાં પ્રકાશનોમાં પેસી જતી શબ્દાળુતાને હળવી કરવી અનિવાર્ય છે. ૬. રંગ-સંયોજન : પરિવેષ, પ્રસંગ અને પાત્રોને અનુકૂળ રંગયોજના એ ચિત્રકારની પ્રાથમિક કુશળતા ગણાય. ઉત્કૃષ્ટ રંગ-સંયોજનનો ઉત્તમ નમૂનો પ્રસ્તુત ચિત્રો રજૂ કરે છે. શય્યભવભટ્ટની યજ્ઞવેદીમાંથી ઊગતો ધુમાડો જુઓ; ચંડરુદ્રાચાર્યના રાત્રિવિહારનું અંધારમઢઢ્યું અને ઊબડખાબડ ભૂમિવાળું દૃશ્ય લો; વજસ્વામી મહારાજને લક્ષ્મીદેવી દ્વારા સમર્પણ થતું સહસ્ત્રદલ કમલ નિરખો; કે શ્રી અભયદેવસૂરિના પ્રસંગમાં નદીનું તથા શ્રી ધર્મઘોષસૂરિના પ્રસંગમાં ઊછળતા સમુદ્રનું આલેખન નિહાળો : રંગ-યોજના માટે કલાકારને દાદ આપ્યા વિના નહીં રહી શકાય. જોકે આ ચિત્રોની કેટલીક મર્યાદાઓ પણ છે, અને તે સ્વાભાવિક પણ લાગે છે. આમ છતાં ચિત્રકારે કેટલીક ખૂબીઓ એવી મજેદાર પ્રયોજી છે કે બીજી મર્યાદાઓ એમાં સહેજે ઓગળી જાય છે. બે મુદ્દા આ સંદર્ભમાં જોઈએ. એક : ચિત્રની ખરી ખૂબી એની રેખાઓમાં નિહિત છે. ચિત્રસૂત્ર પ્રમાણે – “રેખાં પ્રશંસન્તાચાર્યા, વર્તનાં ચ વિચક્ષણાઃ | સ્ત્રિયો ભૂષણમિચ્છત્તિ, વર્ણાઢયમિતરે જનાઃ || ' અર્થાત્ કલાતત્ત્વના મરમી જનો હંમેશાં રેખાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો વ્યવહારચતુર મનુષ્યો વર્તનાને વખાણે છે. પરંતુ સ્ત્રીવર્ગ મહદંશે આભૂષણો એટલે કે ટાપટીપને જ પ્રશંસે છે, તો પૃથગજન-Layman–ની નિસબત ફક્ત રંગોની તડકભડક સાથે જ હોય છે. ભડકદાર રંગો હોય અને ભાતભાતની શોભા-સજાવટ હોય તો ચિત્ર રૂડું, નહીંતર તો નકામું ! - પ્રસ્તુત ચિત્રોમાં ક્યાંક ક્યાંક તો ચિત્રકારની પીંછીએ કમાલ કરી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી બાળ-અવસ્થામાં માતાને ભક્તામર સંભળાવે છે તે સમયે વરસતા વરસાદનું, નાનકડી બારીની બહાર, થોડાક-આછા લસરકા દ્વારા ઉપસાવેલું દશ્ય જોઈએ કે અભયદેવસૂરિ મહારાજની સામે ઊભેલી શુભ્ર ગાયના આંચળમાંથી ઝરતું અને ઝરેલું – ભૂમિગત દૂધ જોઈએ કે ચંડરુદ્રાચાર્યના દંડ-પ્રહારથી નૂતન મુનિના મસ્તક પરથી નીતરતું લોહી જોઈએ. કલાકારની પીંછીની ક્ષમતાનો હૃદયંગમ પરચો મળ્યા વિના નહીં રહે. બીજી વાત એ છે કે આજની જૈન ચિત્રકલા એટલે મુખ્યત્વે શ્રી ગોકુલ કાપડિયાની શૈલી. શ્રી કાપડિયા, આ સમયના જૈન ચિત્રશૈલીના એક માસ્ટર (Master) કલાકાર અલબત્ત, છે. પણ બીજા તમામ ચિત્રકારોએ (મહદંશે Painters) તો કાપડિયાની શૈલીનું સમજણવિહોણું ને વિકૃતિભર્યું અનુકરણ જ માંડ્યું છે. - આ સ્થિતિમાં, એક યુવાન – નવોદિત – ચિત્રકારદંપતી માત્ર જૈન વિષયો લે, અને શ્રી કાપડિયાની શૈલીનો પડછાયો પણ પ્રવેશે નહીં તે રીતે, પોતાની સ્વતંત્ર મિજાજ ધરાવતી શૈલી વિકસાવે, એ મારી દૃષ્ટિએ એક નોંધપાત્ર સિદ્ધિ છે. અને તેથી જ તેઓ કલાપ્રેમીઓના અભિનંદનના અધિકારી છે. પાલીતાણા – શ્રીશત્રુંજયગિરિની પાવન ગોદમાં સૌંદર્યના મઘમઘતા પૂમડા જેવું સમવસરણ-મંદિર ! એ ભવ્ય સ્થાપત્યના મોહક સોનાને કલાની સુગંધથી છલકાવી દેતાં ૧૦૮ નયનમનભાવન ઐતિહાસિક ચિત્રો ! અને એ ચિત્રોને, એ કલાખંડોને સમવસરણ-મંદિરના પરિસરમાંથી ઉપાડી લાવીને ઘર-ઘરનો શણગાર બનાવવાને તલસતું ખીલતી પુષ્પકળી સમું સોહામણું આ પુસ્તક ! કોણ વધે ? કોનો મહિમા ચડિયાતો ગણાય ? એકને નિરખીએ અને એકને ભૂલીએ – એવી પરિસ્થિતિમાં આના કરતાં પેલું વધુ સારું એમ કહેવા કરતાં આ બધાં જ વાનાં એકબીજાથી ચડિયાતા છે, એમ કહેવામાં જ { Page #14 -------------------------------------------------------------------------- ________________ અતિશયોક્તિ – અલ્પોક્તિ – બન્નેથી બચી શકાય તેમ લાગે છે. આ બધું જ મહત્ત્વનું / મહિમાવંતું છે, તે તો નિઃશંક. પરંતુ આ બધાંનો અને તેની મહત્તાનો પ્રાણ તો છે તેનું પ્રેરક પરિબળ : યોજક : “સ તુ તંત્ર વિશેષ દુશ્મ:, સપત્ત્પતિ કૃત્યવર્ત્ય ૫ઃ” અને “યોજકસ્તત્ર દુર્લભઃ" ઇત્યાદિ સુભાષિતો દ્વારા કવિઓએ જેનો મહિમા ગાયો છે તે ‘યોજક' જ આ બધી મહત્તાનું ચાલકબળ હોય છે. બધા જ યોગો ઉપલબ્ધ / ઉપસ્થિત હોવા છતાં યોજક વિના તે નગણ્ય જ બની રહેતાં હોય છે, તે સર્વવિદિત છે. તેથી જ, આ મહામંદિર, ચિત્રાંકનો તથા પ્રસ્તુત ચિત્રસંપુટ – આ તમામના પ્રેરક, યોજક અને કલ્પક પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજયચંદ્રોદયસૂરિજી મહારાજ અને તેઓશ્રીનો આ કાર્યોમાં સહયોગી સર્વ સમૂહ. આવાં ઉત્તમ કલાવિધાનો જગત સમક્ષ રજૂ કરવા-કરાવવા બદલ સૌના અભિવાદનના સાચા અધિકારી છે. તેમને ભાવપૂર્વક વંદન. એક કાળે જૈનસંઘમાં અતિ સૂક્ષ્મ કલા-દૃષ્ટિ, કલા-પ્રીતિ, કલા-પરખ હતાં જેનાં સુફળ આપણે દેલવાડા અને કુંભારિયા-રાણકપુરનાં કલામય સ્થાપત્ય રૂપે તથા અસંખ્ય પોથીચિત્રો વગેરે રૂપે પામીને ધન્ય જ નહીં, પણ કલા-સંપન્ન પણ બન્યા છીએ. વસ્તુતઃ તો આપણી, કલાની અદ્ભુત ઉપાસના તેમજ નિષ્ઠાનાં દર્શન કરાવતાં આ બધાં વાનાં અવલોક્માં પછી પણ, જો કોઈ, જૈનોને શુષ્ક જ્ઞાનમાર્ગી અને વૈરાગ્યજડ માનતો રહે તો તેમાં માનનારની બૌદ્ધિક જડતા જ પ્રગટ થવાની. સૈકાઓ-જૂનો આ કલા-પ્રેમ છેલ્લા થોડા સમયથી કંઈક અંશે ઓસર્યો હોય અને કલા પ્રત્યે ઉપેક્ષાત્મક વલણ વધતું જતું હોય તેવી દહેશત પાકી બને ત્યાં જ, અચાનક, રણમાં મીઠી વીરડી જેવાં આ સમવસરણ-મંદિર જેવાં સ્થાપત્યોનો તથા તેની રમણીયતાને વિકસાવવા કાજે જ સર્જાયેલાં આવાં કલામંડિત ચિત્રોનો ફાલ ઊતરી આવ્યો ! વર્ષો પૂર્વે, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ મારેલું ‘આધુનિક જૈનોનું કલાવિહીન જીવન' - એવું આકરું મહેણું જાણે કે આ નવસર્જનોએ ભાંગી નાખ્યું. ભલે બહુ વિરલ પ્રમાણમાં, પણ આ નિર્માણોએ અનેક વ્યક્તિઓને પ્રેરણા તો અવશ્ય આપી છે કે માત્ર ધનવ્યય કરીને આરસપહાણનાં ચણતર ઊભાં કરવામાં જ ઇતિશ્રી નથી; એવાં ચણતરીની ખરી સાર્થકતા તો એમાં આવી કલા ઉગાડવામાં જ હોઈ શકે. કદાચ આવા જ કોઈ કારણે, હવે નિર્માણ પામતાં આયોજનોમાં ઓછા-વધતા અંશે પણ કલાનાં ધોરણોનો આગ્રહ રાખવાની વૃત્તિ તથા દૃષ્ટિ, ધીમી ગતિએ પણ, વિકસતી જતી જોવા મળે છે. આ એક આવકારાયક ભ ચિહ્ન ગણાય. એક બીજો મુદ્દો પણ, અહીં જ નોંધવો ઘટે. ચિત્રના બે પ્રકાર છે : એક તો રેખાચિત્ર, જેના વિશે ઉપર વિગતે નોંધવામાં આવ્યું છે; અને બીજું શબ્દચિત્ર, જેનું આલેખન કુશળ શબ્દ-સ્વામીઓ કરી શકે છે. કુશળ કલાકાર જેમ પીંછીના ઓછા-ઓછા લસરકા વડે જે દૃશ્યનું સુંદર-સંપૂર્ણ ચિત્રાંકન કરી શકે છે, તેમ કુશળ શબ્દ-શિલ્પી થોડાક શબ્દોની મદદ વડે જ પ્રસંગને સુરેખ અભિવ્યક્તિ આપી શકે છે. પ્રસ્તુત ગ્રંથમાં દૃષ્ટિગોચર થતું પ્રત્યેક ચિત્ર જો એક વિરાટ જીવનકથાનું સંક્ષિપ્ત પણ કલામય નિદર્શન હોય તો તેની સાથે ૨જૂ થયેલ જીવનપરિચય તે જે તે જીવનકથાનું શબ્દાત્મક પ્રતિબિંબ હોવાનું સ્વીકારવું પડે. જીવનકથાનું પ્રતિફલન તે ચિત્રકથા, તો ચિત્રકથાનું પ્રતિબિંબ તે શબ્દથા. એ રીતે જોતાં એમ કહી શકાય કે આ ગ્રંથ એટલે ક્લાકાર અને કથાકારની જુગલબંદી. આ શબ્દકથાના કથાકાર છે, ગુજરાતના લોકપ્રિય કલમ-નવેશ ડૉ. કુમારપાળ દેસાઈ. પ્રત્યેક ચિત્રમાં વણી લેવાયેલ કથા-પ્રસંગોને શબ્દોમાં આવરી લેવાની શરતને આધીન રહીને પણ તેમણે લાઘવયુક્ત છતાં સરળ શૈલીમાં ચિત્રાંકિત કથાનકને જે સુરેખ ઢબે આલેખી બતાવ્યું છે તે કાબિલે દાદ છે. ડૉ. કુમારપાળની કલમ તેની બે વિશેષતાઓને કારણે ગુજરાતમાં વિશેષ લોકપ્રિય છે : એક, સાદી-સરળ શબ્દગૂંથણી; બીજું, લોકભોગ્ય અભિવ્યક્તિ. લોકપ્રિય લેખક હોવા ઉપરાંત લોકપ્રિય વક્તા તરીકે તો તેઓ મશહૂર છે જ; પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમનું ધ્યાન જૈનદર્શન અને તેનાં સાહિત્યમાં ધરબાયેલી વ્યાપક લોકોપકારકતા પ્રત્યે વિશેષ રૂપે દોરાયું છે, અને એથી હવે તેમણે આ સાહિત્ય માટે તથા આવા અમૂલ્ય સાહિત્યના ભવ્ય વારસાના વારસદાર એવા જૈન સમાજના ઉત્કર્ષ માટે દેશ-પરદેશમાં ‘કંઈક’ નોંધપાત્ર કરી બતાવવાનું જાણે કે ‘પણ’ લીધું છે. આથી સાહિત્યપ્રીતિ અને લોકપ્રિયતાનાં બે પરિમાણો ધરાવતા તેમના વ્યક્તિત્વમાં વિચારભૂત ધર્મભક્તિનું ત્રીજું પરિમાણ ઉમેરાયું છે, જે જૈન જગત માટે આનંદજનક ઘટના છે. એમની આ ધર્મનિષ્ઠાનું જ પરિણામ છે. પ્રસ્તુત ગ્રંથમાં તેમના દ્વારા આલેખાયેલા શબ્દચિત્રો કે શબ્દ કથાઓ. આપણે આ ચિત્રકથાઓની સાથે-સાથે આ શબ્દકથાઓનું પણ ઉમળકાભેર સ્વાગત કરીએ અને કલાકાર-કથાકારની આ જુગલબંદીને ભાવપ્રવણ હૈયે માણીએ. ૨૮-૫-૯૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ (૧) શ્રી અનાથી મુનિ (૨) શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ (૩) શ્રી ચંદ્રાચાર્ય (૪) શ્રી કૂરગડુમુનિ (૫) શ્રી કપિલ કેવલી (૬)શ્રી સુલ્લક મુનિ (૭) શ્રી શાંભવાચાર્ય (૮) શ્રી ભદ્રબાહુસ્વામી (૯) શ્રી કાલકાચાર્ય (૧૦) શ્રી પાદલિપ્તસૂરિ (૧૧) શ્રી વજ્રસ્વામી (૧૨) શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ (૧૩) શ્રી માનદેવસૂરિ (૧૪) શ્રી મલ્લવાદીસૂરિ (૧૫) શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ (૧૬) શ્રી માનતુંગસૂરિ (૧૭) શ્રી હરિભદ્રસૂરિ (૧૮) શ્રી બપ્પભટ્ટિસૂરિ (૧૯) શ્રી સૂરાચાર્ય (૨૦) શ્રી અભયદેવસૂરિ (૨૧) શ્રી હેમચંદ્રાચાર્ય (૨૨) શ્રી જિનદત્તસૂરિ (૨૩) શ્રી ધર્મઘોષસૂરિ (૨૪) શ્રી હીરવિજયસૂરિ (૨૫) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી (૨૬) ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી (૨૭) શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ ණනRනRනර්ශනශන Rණශනන නශනශන ශික්ෂාශනශනශනශනශනශනනඥ (૨૮) સાધ્વી ચંદનબાળા (૨૯) સાધ્વી દેવાનંદા (૩૦) સાધ્વી મૃગાવતી (૩૧) સાધ્વી ભટ્રામાતા (૩૨) સાધ્વી દુર્ગંધારાણી (૩૩) સાધ્વી કલાવતી (૩૪) સાધ્વી પુષ્પચૂલા (૩૫) સાધ્વી મદનરેખા (૩૬) સાધ્વી ભદ્રામા (૩૭) સાધ્વી ઋષિદત્તા (૩૮) સાધ્વી મલયસુંદરી (૩૯) સાધ્વી સુકુમાલિકા (૪૦) સાધ્વી શિયળવતી (૪૧) સાધ્વી પોóણી (૪૨) સાધ્વી યક્ષા (૪૩) સાધ્વી નર્મદાસુંદરી (૪૪) સાધ્વી રુકિમણી (૪૫) સાધ્વી ઇશ્ર્વરી (૪૬) સાધ્વી રુદ્રસોમા (૪૭) સાધ્વી તરંગવતી (૪૮) સાધ્વી યકની મહત્તરા (૪૮) સાધ્વી મનોરમા (૫૦) સાધ્વી પાહિણીમાતા (૫૧) સાધ્વી ધર્મલક્ષ્મી (પાલક્ષ્મી) (૫૨) સાધ્વી સુનંદા (રૂપસેન) (૫૩) સાધ્વી બંસાલા (૫૪) સાધ્વી પદ્માવતી (ચિત્રસેન) ORනRනOගRගRගRගනRනගැනROOROඥනනනනනඥ (૫૫) મહામંત્રી અભયકુમાર (૫૬) આર્દ્રકકુમાર (૫૭) કામદેવ શ્રાવક (૫૮) પુણિયા શ્રાવક (૫૯) રોહિણિયા (૬૦) સંપ્રતિ મહારાજા (૬૧) શેઠ જાવડશા (૬૨) વનરાજ ચાવડા (૬૩) લક્ષ્મીપતિ (૬૪) મહામંત્રી શાંતૂ (૬૫) મહારાજા કુમારપાળ (૬૬) ભીમ કુંડલિયો (૬૭) શેઠ જગડૂદા (૬૮) સેનાપતિ આભૂ(૬૯) કુંડલિયો શ્રાવક (૭૦) સવા-સોમા (૭૧) પંચાખ્ય ભારવાહક (૭૨) ભીમજી સંઘપતિ (૭૩) પેથડશા (૭૪) મણસિંહ (૭૫) કાભઈ બારોટ (૭૬) ધરણાહ (૭૭) ખેમો દેદરાણી (૭૮) કર્માશાહ (૭૯) વિક્રમાદિત્ય હેમુ (૮૦) શેઠ શાંતિદાસ (૮૧) શેઠ મોતીશા DRO RO Rණ ශනRන නනRන RRORන ROR ශනRනගැනRන නනඥ (૮૨) ત્રિશલામાતા (૮૩) રેવતી (૮૪) સુલસા (૮૫) જ્યેષ્ઠા (૮૬) ચેલણા રાણી (૮૭) દુર્ગતાનારી (૮૮) મનોરમા (૮૯) પ્રભાવતી (૯૦) કોશા (૯૧) શ્રીદેવી (૯૨) તિલકમંજરી (૯૩) બકુલાદેવી (૯૪) લાછીદેવી (૫) ચાંપલદે (૮૬) અનુપમાદેવી (૯૭) બાલાશામાતા (૯૮) ચંપા (૯૯) સોનલ (૧૦૦) પાટપદે (૧૦૧) ગંગામા (૧૦૨) સુભદ્રા શેઠાણી (૧૦૩) સુભદ્રા સતી (૧૦૪) નાગિલા (૧૦૫) મોદીપત્ની (૧૦૬) જયંતી (૧૦૭) લક્ષ્મી (૧૦૮) સુશીલા Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ TOS ૧. શ્રી અનાથી મુનિ મગધના સમ્રાટ શ્રેણિક બિંબિસાર અશ્વ પર બેસીને સૈન્ય સહિત વનવિહાર માટે નીકળ્યા હતા. તેઓ મંડિકુક્ષિ નામના ઉદ્યાનમાં આવ્યા ત્યારે વૃક્ષની નીચે પદ્માસન લગાવીને બેઠેલા ધ્યાનસ્થ મુનિ પર એમની દૃષ્ટિ પડી. મુનિરાજની પ્રસન્ન મુખમુદ્રા, તેજસ્વી કપાળ અને રમણીય રૂપ જોઈને સમ્રાટ શ્રેણિક આશ્ચર્યમાં પડ્યા. મનોમન વિચાર કરવા લાગ્યા કે સંસારજીવનનો એવો તે કયો હૃદયવિદારક અને આઘાતજનક અનુભવ થયો હશે કે જેથી એમણે યુવાનીનો આનંદ માણવા-ભોગવવાને બદલે સાધુતાનો ત્યાગપૂર્ણ માર્ગ ગ્રહણ કર્યો હશે ? મગધનરેશે પ્રણામ કરીને મુનિરાજને પ્રશ્ન કર્યો, “મુનિરાજ, મારા ચિત્તમાં જાગેલી જિજ્ઞાસાનું આપ સમાધાન કરો તેવી વિનંતી છે. યુવાનીની મહોરેલી વસંતમાં સંસારનાં સુખો છોડીને શા માટે તપ-ત્યાગથી ભરેલી દીક્ષા ગ્રહણ કરી ? આવી કંચનવર્ણ કાયા, તેજસ્વી તરુણ અવસ્થા અને નેત્રદીપક ચહેરો જોઈને મને સવાલ જાગ્યો છે કે આપે છલકાતી યુવાનીમાં સંસાર, સંપત્તિ અને પ્રિયજનોનો પરિત્યાગ કેમ કર્યો ?” મુનિરાજે હેતભર્યા સ્વરે કહ્યું, “હે રાજનું, આ સંસારમાં હું સાવ અનાથ હતો. મને બચાવનારો રક્ષક કે ગાઢ મિત્ર નહોતો. આવી અનાથ સ્થિતિને કારણે જ મેં સંસારનો ત્યાગ કર્યો.” સમ્રાટ શ્રેણિકે ખડખડાટ હસતાં કહ્યું, “અરે મુનિવર, જો આપ આવી અનાથ સ્થિતિનો અનુભવ કરો છો તો હું તમારો નાથ બનીશ, વળી મારા જેવો સમ્રાટ તમારો નાથ બનશે એટલે તમને ગાઢ મિત્રો, પરમ સ્નેહીઓ, નિકટના સંબંધીઓ અને ખડે પગે રહેનારા સામે ચાલીને મળી આવશે. એમના સહવાસમાં રહીને તમે સુખપૂર્વક સત્તા, સંપત્તિ, સામર્થ્ય અને સૌંદર્ય સઘળું ભોગવી શકશો. સંસારનું કોઈ સુખ તમને અપ્રાપ્ય નહીં હોય, મુનિ ! ચાલો, હવે હું તમારો નાથ છું. આવી ભરયુવાનીમાં લીધેલી સાધુતા છોડીને મારી સાથે મારા વિશાળ રાજમાં પધારો.” સમ્રાટની આ વાતના પ્રત્યુત્તરમાં મુનિરાજે કહ્યું, “હે મગધરાજ, જ્યારે તમે ખુદ અનાથ છો પછી મારા નાથ કઈ રીતે બની શકશો ? તમારી જેમ જ અપાર સંપત્તિ અને સમૃદ્ધિ મારી પાસે હતી, પરંતુ એક વાર મારી આંખમાં પીડા ઉત્પન્ન થઈ અને શરીરના પ્રત્યેક અંગમાં દાહ જાગ્યો ત્યારે અનેક નિપુણ વૈદ્યાચાર્યો, પિતાની સઘળી સંપત્તિ કે માતાનું મધુરું વાત્સલ્ય મારી પીડા ઓછી કરી શક્યાં નહીં. સર્વ શૃંગારનો ત્યાગ કરનાર પતિપરાયણ મારી પત્ની કે મારાં ભાઈ-બહેન પણ સાંત્વન અને રૂદન સિવાય કશું કરી શક્યાં નહીં. આવી હતી મારી અનાથતા ! “આ અનાથતાને દૂર કરવા માટે અને એ વેદનાથી મુક્ત બનવા માટે મેં સર્વ વેદનાનાશક એવી દીક્ષા લેવાનો વિચાર કર્યો. જે રાત્રે એવો સંકલ્પ કર્યો કે હું સાજો થઈશ તો આ સંસાર છોડી દઈશ તે રાત્રિ પસાર થવાની સાથોસાથ મારી વેદના ઓછી થવા લાગી. પ્રાતઃકાળે તો સાવ નિરોગી બની ગયો. દીક્ષા અંગીકાર કરીને નીકળેલા મારા જેવા અનાથને ભગવાન મહાવીર જેવા સાચા નાથ મળ્યા !” અનાથી મુનિના ઉપદેશથી પ્રભાવિત થઈને રાજા શ્રેણિક પ્રભુ મહાવીરનું શરણ સ્વીકારવા ચાલ્યા અને અનાથી મુનિ પોતાના માર્ગ ભણી આગળ વધ્યા. અનાથી મુનિનું ચરિત્ર દર્શાવે છે કે સંસારનાં દુખ:દર્દ ભોગવતો માનવી ભલે અનેક સ્નેહીઓ અને સમૃદ્ધિ ધરાવતો હોય છતાં વાસ્તવમાં તે અનાથ છે. પોતાની અનાથ સ્થિતિને ટાળનાર અને સૂતેલા આત્માને જ ગાડનાર ગુરુ મળતાં વ્યક્તિ સાચી સનાથ બને છે. શાસ્ત્રો કહે છે કે આત્મસંધાનની અંતિમ સીમાએ પહોંચી અનાથી મુનિ સદાય સનાથ દશારૂપ સિદ્ધિપદને વર્યા. ધર્મસ્નેહસૌજન્ય શ્રી શત્રુંજય મહાભિષેક(વિ. સં. ૨૦૪૭)ની તથા હંસાબહેન તથા અ, સો. નલિનીબહેનના વર્ષીતપની સ્મૃતિમાં; સૂરતનિવાસી શ્રી રજનીકાન્ત મોહનલાલ ઝવેરી તથા શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરી પરિવાર, મુંબઈ lain Education International For Private & Personal use only Page #18 -------------------------------------------------------------------------- ________________ wwwwwww wwwwww wwwwwwwww Sta www.fainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા, ત્યારે એમની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ હતા. મુનિ પ્રસન્નચંદ્ર એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, આગ વરસાવતા સૂર્યની સામે દૃષ્ટિ રાખીને ઉગ્ર સાધના કરતા હતા. એમની આવી આકરી તપશ્ચર્યા જોઈને મગધ સમ્રાટ શ્રેણિક પ્રભાવિત થયા અને એમણે સમવસરણમાં પ્રભુ મહાવીરને પૂછ્યું, પ્રભુ, બહાર એક પગે ઊભા રહીને અતિ ઉગ્ર તપ કરનારા મુનિ જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની કઈ ગતિ થાય?” પ્રભુએ કહ્યું, “આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. જો એમનું આ જ ક્ષણે મૃત્યુ થાય તો સાતમી નરકમાં ગતિ પામે.” આ સાંભળતાં સભામાં સન્નાટો વ્યાપી ગયો. મહારાજ શ્રેણિક મનોમન વિમાસણમાં પડ્યા. સાધુને નરકગમન હોય નહીં, તો પછી મુનિ પ્રસન્નચંદ્રની નરક ગતિ કેમ ભાખી ? કદાચ પ્રભુ મહાવીરનાં વચનો પોતાને બરાબર સંભળાયાં ન હોય એમ માનીને મગધરાજ શ્રેણિકે પુન: પ્રશ્ન કર્યો, હે ભગવાન ! તપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ આ સમયે કાળ કરે તો ક્યાં જાય?” ભગવાન મહાવીરે કહ્યું, “સર્વાર્થ સિદ્ધ વિમાને જાય. મોક્ષગતિ થાય.” ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળીને આશ્ચર્ય પામેલા મગધરાજ શ્રેણિકે કહ્યું, “પ્રભુ, આપે પહેલીવાર નરક ગતિ પામશે એવી વાત કરી અને થોડીક ક્ષણો બાદ મોક્ષગતિ મેળવશે એમ કહ્યું, આમ આપે બે તદ્દન જુદી વાત કેમ કહી ?” ભગવાને કહ્યું, “પ્રથમવાર તમે પૂછ્યું ત્યારે તે મુનિએ દુર્મુખની વાણી સાંભળી હતી અને દુર્મુખે એમ કહ્યું હતું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાની નગરીને ઘેરો ઘાલ્યો છે અને પ્રસન્નચંદ્ર રાજાના મંત્રીઓ ફૂટી જવાથી બાળરાજાને મારી નાખીને રાજ્ય લેવા ઇચ્છે છે. આ સાંભળીને મુનિ પ્રસન્નચંદ્રના મનમાં રાજ્ય અને બાળક પરના મોહને કારણે હિંસક વિચારોનું સમરાંગણ રચાઈ ગયું ! પરિણામે એમણે સાતમી નરકને યોગ્ય ગતિ-જાતિ આદિ નામકર્મ બાંધ્યાં. આવા રૌદ્રધ્યાનમાં તેઓ કાળ પામ્યા હોત તો અવશ્ય નર કે જ જાત. ચિત્તમાં લડાઈ ખેલતા મુનિ પ્રસન્નચંદ્રએ શત્રુ રાજા પર મરણિયો પ્રહાર કરવા પોતાનું શિરસાણ લેવા મસ્તક પર હાથ લગાડ્યો. એ સમયે પોતાના મુંડિત મસ્તકનો સ્પર્શ થતાં તરત જ જાગૃત બની ગયા. વિચાર કરવા લાગ્યા કે “સાધુની તપશ્ચર્યામાં રહીને મેં કેવા હિંસક વિચારો કર્યા, કેવા ક્રૂર પાપનું આચરણ કર્યું !” આમ મુનિ પ્રસન્નચંદ્રને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતાની મહાન ભૂલની આલોચના, પ્રતિક્રમણ કરીને મુનિ પાછા પ્રશસ્ત પ્રસન્ન ધ્યાનમાં સ્થિર થયા. પરિણામે જ્યારે સમ્રાટ શ્રેણિકે પ્રભુને બીજી વાર પૂછ્યું ત્યારે તેઓ સર્વાર્થ સિદ્ધ ને યોગ્ય મોક્ષગતિને પાત્ર બની ગયા હતા. એવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવ-દુંદુભિ વાગતાં પ્રભુ મહાવીરે કહ્યું, “એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઊજવવા લાગ્યા.” મુનિ પ્રસન્નચંદ્રનું ચરિત્ર એક આત્મજાગૃત મુનિની ઓળખ આપે છે. દુશ્મનને શિરસાણથી મારી નાંખવો એવા વિચારથી એમણે માથે હાથ મૂક્યો અને માથે લોચ કરેલો જાણી પોતાની સાધુતાનું સ્મરણ થયું. પોતાના હિંસક વિચારો માટે પશ્ચાત્તાપ થતાં તેઓ પશ્ચાત્તાપની પાવન ગંગામાં વિશુદ્ધ બન્યા. સાચા જાગૃત આત્માનો પશ્ચાત્તાપ હોવાથી તેઓ ક્ષપક શ્રેણીએ ચડીને કેવળજ્ઞાન પામ્યા. હા પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે.” – એ પંક્તિઓમાં પશ્ચાત્તાપની મહત્તાનું ગાન કર્યું છે. એવું ગાન મુનિ પ્રસન્નચંદ્રના જીવનની ઘટનામાંથી પ્રગટ થાય છે. | ધર્મસ્નેહસૌજન્ય આ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરિ મ.ના બીજા વર્ષીતપની તેમજ શ્રી સૂરિમંત્રના પાંચમા પ્રસ્થાનની ૧૨મી આરાધનાની સ્મૃતિમાં; ખ્યાતિ, નમિત, ઈશાન, દર્શિત ઝવેરી (સૂરતવાળા), મલાડ, મુંબઈ. Page #20 -------------------------------------------------------------------------- ________________ 1. For Private & Personal use only www.fanlibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩. શ્રી ચંદ્રાચાર્ય સાંજના સમયે મોજ-મસ્તી કરવા નીકળેલા જુવાનિયાઓ મુનિ ચંડરુદ્રાચાર્યના ઉપાશ્રયે આવી પહોંચ્યા. આ ઉપાશ્રયમાં વૃદ્ધ અને ક્રોધી શ્રી ચંડરુદ્રાચાર્ય બિરાજમાન હતા. તોફાને ચડેલા જુવાનિયાઓને આ વયોવૃદ્ધ સાધુની ટીખળ કરવાનું સૂઝ્યું. આ મસ્તીખોર જુવાનિયાઓમાં એક જુવાન મીંઢળબંધો હતો. એનાં લગ્ન લેવાઈ ચૂક્યાં હતાં. બીજા યુવાનો આ મીંઢળબંધા યુવાનને આગળ કરીને વૃદ્ધ મહારાજની મજાક કરતાં બોલ્યા, “મહારાજ, આને ઉગારો. બિચારાને પરણવાની લેશમાત્ર ઇચ્છા નથી છતાં પરાણે લગ્ન કરાવવામાં આવે છે. આપ તો દયાવાન છો. જો આપ એના પર કરુણા કરીને એને દીક્ષા આપો, તો એનાં સઘળાં દુઃખોનો અંત આવશે. આપનો મોટો ઉપકાર થશે.” वृद्ध પહેલાં તો મહારાજે આ યુવાનોની ટીખળ તરફ લક્ષ્ય ન આપ્યું, પણ તેથી યુવાનોને વધુ જોશ ચડ્યું. એમણે ફરી પેલા મીંઢળબંધા જુવાનને સંસારથી છુટકારો આપવા વિનંતી કરી. શ્રી ચંડરુદ્રાચાર્ય પ્રકૃતિએ અત્યંત ક્રોધી હોવાથી એ ચંડરુદ્રાચાર્યને નામે જાણીતા હતા. યુવાનોની અતિશય ટીખળને કારણે વૃદ્ધ મુનિરાજે ક્રોધિત થઈને પેલા મીંઢળબંધા યુવાનને કહ્યું, “ખેર, તારે દીક્ષા લેવી છે ને ? તો તને દીક્ષા આપું છું, પછી કેટલી વીસે સો થાય એની તનેય ખબર પડશે.” મીંઢળબંધો યુવાન તો હજી ટીખળી મિજાજમાં હતો. એણે વૃદ્ધ મુનિરાજને કહ્યું, “હા મહારાજ, મને દીક્ષા આપો. મારે કોઈ પણ ભોગે આ સંસારનો માર્ગ ત્યજીને સંયમનો માર્ગ ગ્રહણ કરવો છે.” શ્રી ચંડારુદ્રાચાર્યનો ગુસ્સો બહાર ઊછળી આવ્યો. એમણે તો પેલા યુવાનને પકડીને એના વાળ ઝાલી બરાબર લોચ કરવા માંડ્યો. આ દૃશ્ય જોઈને બીજા ટીખળી યુવાનો તો ભાગ્યા; જ્યારે પેલો મીંઢળબંધો યુવાન એક તસુ પાછો હઠઠ્યો નહીં. એણે શ્રી ચંડરુદ્રાચાર્યને વિનંતી કરી, “મહારાજ, મારાં સગાંઓ હમણાં આવી પહોંચશે. તેઓ આવે તે પહેલાં આપણે વિહાર કરીને અહીંથી નીકળી જઈએ.” ચંડરુદ્રાચાર્યએ તો વૃદ્ધાવસ્થાને કારણે ગચ્છની સઘળી જવાબદારી ક્યારનીય શિષ્યને સોંપી દીધી હતી. તેઓએ માત્ર આત્મસાધના કરવાની સ્થિતિ સ્વીકારી હતી. આવા મુનિરાજને વિહાર કરાવવો કઈ રીતે? વૃદ્ધ મુનિરાજને ખભે બેસાડીને યુવાન શિષ્ય ચાલવા લાગ્યો. રસ્તો અતિ દુર્ગમ અને ખાડા-ટેકરા તથા કાંટાથી ભરેલો હતો. શિષ્યનો પગ સહેજ લથડે અને ધક્કો વાગે એટલે તરત ગુરુનો ગુસ્સો ફાટી પડે. શિષ્યના પગ લોહીલુહાણ થઈ ગયા. ગુરુ એના ખભા પર બેઠા બેઠા સતત ઠપકો આપતા હતા. એવામાં ખાડો આવતાં શિષ્યનો પગ લથડ્યો અને ખભા પર બેઠેલા ગુરુ ડગમગી ગયા. બસ ! આવી બન્યું. ગુરુના ક્રોધનો જ્વાળામુખી ફાટતાં એમણે શિષ્યના માથા પર જોરથી દંડ ફટકાર્યો. આવી કપરી દશા થઈ હતી, છતાં શિષ્ય તો વિચારે કે પોતાના કારણે ગુરુને કેટલો બધો શ્રમ અને પરેશાની ભોગવવાં પડે છે ! આવા પશ્ચાત્તાપથી શિષ્યની પરિણતિ વિશુદ્ધ બની જતાં એને કેવળજ્ઞાન થયું. ગુરુએ કહ્યું કે, “પહેલાં બરાબર ચાલતો ન હતો અને હવે કેમ બરાબર ચાલવા લાગ્યો ? આટલા અંધારામાં તને કઈ રીતે બધું બરાબર દેખાય છે ?” શિષ્યએ કહ્યું, “જ્ઞાનબળે પ્રભુ.” આ સાંભળતાં જ ગુરુ શિષ્યના ખભા પરથી નીચે ઊતરી ગયા. કેવળજ્ઞાન પામેલા શિષ્યને પગે પડી ક્ષમાયાચના કરી. પશ્ચાત્તાપમાં ડૂબી ગયેલા ગુરુને એ પળે કેવળજ્ઞાન લાધી ગયું. ગુરુસેવાની અનોખી ભાવના પ્રગટ થાય છે શ્રી ચંડરુદ્રાચાર્યના ચરિત્રમાં. અપાર કષ્ટો આવે, અનેક યાતના સહેવી પડે, પરંતુ ગુરુભક્તિ કેવી હોય તેનું માર્મિક દર્શન ચંડરુદ્રાચાર્યના શિષ્યની અગ્નિપરીક્ષામાં જોવા મળે છે. બીજી બાજુ પોતાની ક્ષતિનો ખ્યાલ આવતાં જ ગુરુ ચંડરુદ્રાચાર્યનો વિનય પ્રગટ થાય છે. પશ્ચાત્તાપની પાવન ગંગાથી તેઓ પવિત્ર બને છે અને ખુદ પોતાના શિષ્ય પાસે વિનીતભાવે ક્ષમાયાચના કરે છે. ધર્મસ્નેહસૌજન્ય આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ, પં. સોમચંદ્ર વિ., મુનિ શ્રમણચંદ્ર વિ. તથા સા. યશસ્વિનીશ્રી આદિ સહિત સૂરતમાં થયેલ ૪૦૦ સિદ્ધિતપની સ્મૃતિમાં; અ. સૌ. શાંતાગૌરી જયંતીલાલ ત્રિભોવનદાસ વધાણી પરિવાર, (લાઠીવાળા). હાલ મુંબઈ, www.jainellbrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ ගල You Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્રી ક્રૂરગડુ મુનિ ક્ષમા ધર્મનું સ્મરણ થતાં જ ફૂગડુ મુનિનું નામ તરત જ સ્મરણપટ પર આવશે. ક્રૂર એટલે ભાત અને ગડૂઆ એટલે એક જાતનું પાત્ર. મુનિશ્રી કૂરગડુ સવારે પાત્ર ભરીને ભાત લાવીને વાપરે, ત્યારે જ એમને થોડીઘણી સ્વસ્થતા આવતી હતી. રોજ પાત્ર ભરીને ભાત વાપરતા હોવાથી બીજા સાધુઓ એમની મજાક કરતા હતા. કૂરગડુ મુનિથી ભૂખ્યા રહેવાય નહીં. રોજ થોડો આહાર તો જોઈએ જ, તેથી થાય શું ? કેટલાક તપસ્વી સાધુમહારાજો કૂરગડુ મુનિના આ આહારને જોઈને એને ‘નિત્ય ખાઉ' કહેતા. તેમાં પણ એમના જ ગચ્છમાં બીજા ચાર સાધુઓ તો મહાતપસ્વી હતા. એક સાધુ માસક્ષમણ (એક મહિનાના સતત ઉપવાસ) કરતા હતા. બીજા સાધુ બે મહિનાના, ત્રીજા સાધુ ત્રણ મહિનાના અને ચોથા સાધુ ચાર મહિનાના ઉપવાસ કરતાં હતા. આવા ઉપવાસી સાધુઓ મુનિ કૂરગડુની મશ્કરી કરતા, તે દુર્વર્તનને ભૂલીને મુનિ કૂરગડુએ એમની સાધુસેવા ચાલુ રાખી. તેઓ અન્ય સાધુઓની તપશ્ચર્યાનો દ્વેષ પણ કરતા નહીં, બલકે એમની તપશ્ચર્યાની અહર્નિશ અનુમોદના કરતા હતા. પોતાની મર્યાદાથી વાકેફ હોવાને લીધે તપસ્વી સાધુઓની ખડે પગે વૈયાવચ્ચ કરતા હતા. મુનિઓએ કરેલી નિંદાને આત્મનિંદા અને આત્મવિશ્લેષણમાં પરિવર્તિત કરી દેતા હતા. આમ એમના હૃદયમાં સતત ક્ષમાવૃત્તિનું ઝરણું વહેતું હતું. એક વાર સંવત્સરી મહાપર્વના દિવસે પોતાની તીવ્ર ક્ષુધાને સંતોષવા માટે મુનિરાજ ગોચરી વહોરીને લાવ્યા. બધા સાધુઓને બતાવીને વિનયથી કહ્યું કે, “આ ગોચરીમાંથી આપને કંઈ વાપરવાની અભિલાષા હોય તો વાપરો.” આ શબ્દો કાને પડતાં જ અન્ય સાધુઓ એમના પર ક્રોધે ભરાયા... “પર્વના આવા દિવસે તમે ભોજન કરો છો તે બાબત તો તિરસ્કારપાત્ર અને શરમજનક છે. કિંતુ બીજાને આ રીતે વાપરવાનું કહો છો તે તો અતિ ધિક્કારપાત્ર અને આઘાતજનક ગણાય.” ગુસ્સે થયેલા મુનિઓએ એમના પાત્રમાં મોંમાંથી બળખા કાઢીને નાખ્યા. આમ છતાં ફૂરગડુ મુનિને સહેજે ગુસ્સો થયો નહીં, બલકે ક્ષોભ થયો કે સાધુઓની વૈયાવચ્ચ કરવાને બદલે તેમની વિનંતી ક્રોધનું કારણ બની. તેઓ મનોમન વિચારવા લાગ્યા, “અહો ! મારો કેવો પ્રમાદ ! સાધુને તો એક પળનો પ્રમાદ ન હોય ત્યારે હું તો એક નાનું સરખું તપ પણ કરી શકતો નથી. એમાંય પર્વના દિવસોએ મારાથી તપ થતું નથી તે કેવું શરમજનક ગણાય ? ધિક્કાર છે મને.” વળી કૂરગડુ મુનિ વિચારવા લાગ્યા, મારે તો આ ચારે તપસ્વી સાધુમહારાજોની વૈય્યાવચ્ચ કરવી જોઈએ. એમની સેવા કરવી જોઈએ. ઓહ ! આવું કરવાને બદલે હું તો એમના ચિત્તમાં ક્રોધ જગાડનારો બન્યો. મુનિ તરીકે મેં કેટલી બધી મહાન ભૂલો કરી ? આમ આત્મનિંદા અનુભવતા મુનિરાજ શુક્લધ્યાનમાં ચડીને તરત કેવળજ્ઞાન પામ્યા. દેવતાઓ પણ એમના કેવળજ્ઞાનનો મહોત્સવ ઊજવવા દોડી આવ્યા. એમની ટીકા કરનારા ચારે તપસ્વી મુનિઓ આશ્ચર્યચકિત બની ગયા. સાચા ભાવતપસ્વી કેવળજ્ઞાની કૂરગડુ મુનિને ખમાવવા લાગ્યા. ‘ક્ષમા વીરસ્ય ભૂષળમ્’ એનો અર્થ જ એ કે કાયરની પાસે ક્ષમાની શક્તિ હોતી નથી. હૃદયની વિશાળતા ધરાવનારો વીર પુરુષ જ સાચી ક્ષમા આપી શકે. જીવનમાં સન્માન મળે ત્યારે તો સહુ કોઈ સૌજન્ય દાખવે, કિન્તુ જીવનમાં અપમાન, અન્યાય અને ઉપહાસ મળે ત્યારે ચિત્તમાં સમતા જાળવનારી વ્યક્તિઓ જ સાચી ક્ષમા આપી શકે છે. સમતાના સરોવરમાં જ ક્ષમાનું કમળ ઊગે છે. આવો સમતાભાવ શ્રી કુરગડુ મુનિના ચરિત્રમાં જોવા મળે છે. ધર્મસ્નેહસૌજન્ય શાંતાબહેન ધીરજલાલ શાહ (થાનવાળા), ભાવનગર. વીરમતીબહેન પાનાચંદ લલ્લુભાઈ સુખડિયા, સૂરત. સ્વ. ધનરાજભાઈ લલ્લુભાઈ સુખડિયા, સૂરત. શાંતાબહેન ડાહ્યાભાઈ રણછોડદાસ ચોકસી, સૂરત. Page #24 -------------------------------------------------------------------------- ________________ Laun w Page #25 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી કપિલ કેવલી જૈનદર્શન ગાઈ-બજાવીને કહે છે કે માનવીની તૃષ્ણાઓ તો આકાશ જેટલી અનંત છે. એનો કોઈ છેડો, તૃપ્તિ કે અંત નથી. અનંત તૃષ્ણાઓમાં ઘેરાયેલો માનવી એનું સમગ્ર જીવન મૃગજળ સમી ઇચ્છાઓની પૂર્ણતા કાજે આંધળી દોટ મૂકીને પૂર્ણ કરે છે. મોહક અને માયાવી ઇચ્છાઓના આલાપે નાચતો માનવી સુખોપભોગની ક્ષણિકતા સમજે તો એના જીવનમાં સમૂળી ક્રાંતિ સર્જાય છે. મુનિ શ્રી કપિલ કેવલીનું જીવન એટલે અસંખ્ય તૃષ્ણાઓથી ઘેરાયેલા ભૌતિક જીવનમાંથી બહાર આવીને પ્રગટેલો ત્યાગનો વિરલ પ્રકાશ. કૌશાંબી નગરીના રાજ્યશાસ્ત્રી કાશ્યપનો પુત્ર કપિલ લાડકોડમાં ઊછરવાને લીધે કશું ભણ્યો નહીં. કાશ્યપને સ્થાને આવેલા રાજ્યશાસ્ત્રીની પાલખી ઘરની નજીકથી પસાર થતી જોઈને કપિલની માતા શ્રીદેવીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. માતાની આંખનાં આંસુએ કપિલને વિદ્યાભ્યાસ માટે પ્રેરિત કર્યો, કિંતુ શ્રાવસ્તી નગરીમાં વિદ્યાભ્યાસ માટે ગયેલો કપિલ શાલિભદ્રના ઘરની દાસીના મોહમાં ડૂબી ગયો. વિદ્યાભ્યાસ તો અભરાઈએ ચડી ગયો, કિંતુ સંસાર મંડાતાં આજીવિકાનો આકરો પ્રશ્ન ઊભો થયો. એમાંય દાસીને પ્રસૂતિકાળ સમીપ આવતાં ધનની ખૂબ જરૂર પડી. - આ નગરીનો રાજવી વહેલી સવારે એને ત્યાં સૌપ્રથમ આવીને આશીર્વાદ આપનારને બે માસા સુવર્ણ આપતો હતો. આ રીતે એક સવારે સહુથી વહેલા પહોચવા મધરાતે કપિલ ઘેરથી નીકળ્યો, પણ રસ્તામાં કોટવાળે ચોર માનીને પકડી લીધા. બીજે દિવસે રાજસભામાં કપિલે પોતાની જીવનકથા વર્ણવતા પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું કે, “તારે જે જોઈએ તે માગ. તને જરૂર આપીશ.” ખોબો ભરીને માગવા જનારને સાગર આપવાની વાત થાય તો કેવું બને ! આથી કપિલે બીજે દિવસે પૂર્ણ વિચાર કરીને પોતાની ઇચ્છા પ્રગટ કરવાનું રાખ્યું. અશોકવાટિકામાં એક શિલા પર બેસીને વિચારતા કપિલે બે માસા સોનામહોરમાંથી એકસો સોનામહોર માગવાનું વિચાર્યું. એમાંથી વળી કરોડ સોનામહોર માગવાના વિચાર જાગ્યા. આ સમયે અચાનક વૃક્ષ પરથી ખરતાં જીર્ણ પાંદડાંને જોઈને કપિલે વિચાર્યું કે સંસાર તો જીર્ણ અને વિનાશશીલ છે. મારે જરૂર તો બે માસા સુવર્ણની હતી, એમાંથી છેક કરોડ સોનામહોરો સુધી પહોંચી ગયો ! કપિલ મુનિનો હળુકર્મી જીવ ઊંડો વિચાર કરવા લાગ્યો. જે રાજા એને કંઈક આપવા માગે છે તેનું રાજ પ્રલોભનવશ એ છીનવી લેવા માગે છે. કૃતજ્ઞતાને બદલે કેવી કૃતજ્ઞતા ! મદદ માટે હાથ લાંબો કરનારનો હાથ કાપી નાખવાનો વિચાર કર્યો ગણાય. વળી વિચારે છે કે અડધા રાજ્યની પણ મારે શી જરૂર ? હજારનો પણ મારે શો ઉપયોગ ? મારે તો માત્ર બે જ માસાની જરૂર છે. વળી, વિચારે છે કે આ રીતે બે માસા લઈને શું કરું ? મારી પાસે જે છે એનાથી મારે સંતોષ માનવો જોઈએ. સંતોષ એ જ સાચું સુખ છે. લાલચ તો લપસણી છે. મન લાલચના દોર પર ચાલે છે. મનનો શ્વાસ અતૃપ્તિ છે. મનનો નિ:શ્વાસ અજંપો છે. યાચના કરનારના મોહને અક્કલ હોતી નથી. યાચનાનો કોઈ અંત કે છેડો હોતો નથી. - જીર્ણ પાંદડાંએ કપિલને વર્તમાન જીવન અને જગતની જીર્ણતા અને ક્ષણભંગુરતાનો સંકેત આપ્યો. આ સમયે ગહન વિચારમાં નિમગ્ન કપિલને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. મુનિવેષ ધારણ કરીને રાજાની પાસે ગયેલા કપિલને રાજાએ કેટકેટલાંય પ્રલોભનો આપ્યાં, પણ તેઓ મેરુ પર્વતની જેમ અડગ રહ્યા. એકવાર મુનિ કપિલ શ્રાવસ્તી નગરીની પાસે આવેલી ચોરપલ્લીમાં વિહાર કરતા હતા, ત્યારે ચોરોના સરદાર બલભદ્ર એમને ગીત ગાવાનું કહ્યું. કપિલ મુનિએ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના આઠમા અધ્યાયની ગાથાઓને દ્રુપદ રાગમાં એવી હૃદયસ્પર્શિતાથી ગાઈ કે પાંચસો ચોરના હૃદયમાંથી મલિનતા ઓગળી ગઈ અને એમનામાં વૈરાગ્ય જાગ્યો. એમણે કપિલ કેવલી પાસે દીક્ષા ગ્રહણ કરી. આવા મુનિરાજ કપિલ કેવલીને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. આવા મુનિ કપિલ કેવલીના હાથે કચ્છના સુપ્રસિદ્ધ ભદ્રેશ્વર તીર્થની આદ્ય પ્રતિષ્ઠા થઈ હોવાની અનુશ્રુતિ પણ સાંપડે છે. - ધર્મસ્નેહસૌજન્ય હીરાબહેન મોહનલાલ નાગરદાસ પાટણવાળા તથા રસેષ, મિલોની, રોનક, ઈશાનના શ્રેયાર્થે; શ્રી નવનીતલાલ મોહનલાલ શાહ, અ. સ. સુધાબહેન, પુત્રો કેતન, કમલેશ, મનીષ સહપરિવાર, મુંબઈ Page #26 -------------------------------------------------------------------------- ________________ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૬. શ્રી સુલ્લક મુનિ માતા અને મુનિઓની વૈરાગ્યમયી વાણીનું વર્ષો સુધી શ્રવણ કરવા છતાં ક્ષુલ્લકકુમારના ચિત્તમાં ત્યાગ, વૈરાગ્ય કે સંયમનો ભાવ જાગતો નહોતો. માત્ર આઠ વર્ષની નાની ઉંમરે માતાએ એને દીક્ષા આપી હોવા છતાં ચારિત્રમોહનીયનો ઉદય થવાની એના ચિત્તમાં ઘર કરી ગયેલી વિષયવાસના વિદાય લેતી નહોતી. માતાને આપેલા વચનને કારણે એણે એમની પાસેથી જિનેશ્વરપ્રભુની અમૃતવાણીનું પાન કર્યું હતું, પરંતુ એ અમૃતની વર્ષા મુનિ ક્ષુલ્લક પર કશી અસર કરી શકી નહીં. બાર વર્ષ સુધી શ્રવણ કર્યા બાદ માતાની પાસેથી વિદાય લેતા હતા, ત્યારે માતાએ પોતાના ગુરુણીની અનુમતિ અને રજા માગવા જણાવ્યું. ગુરણીએ વધુ બાર વર્ષ પછી ઉપદેશ સંભળાવ્યો. એ પછી ઉપાધ્યાય અને ગચ્છાધિપતિ આચાર્યશ્રીએ પણ બાર-બાર વર્ષ સુધી ઉપદેશ આપ્યો, પરંતુ સઘળું પથ્થર પર પાણી સમાન ! અંતે ૪૮ વર્ષના દીક્ષાપાલન બાદ સુલ્લક ચાલી નીકળ્યા ત્યારે માતાએ પોતાની પૂર્વાવસ્થાની રત્નકંબલ અને મુદ્રા (વીંટી) આપ્યાં. શ્રી સુલ્લક મુનિને ગોચરી માટે ઘેર ઘેર ફરવાનું મુશ્કેલ લાગતું હતું. એમણે ગોચરી લેવા જવાનું બંધ કર્યું. તેઓ વિચારતા હતા કે જમીન પર સંથારો કરવાથી એમના શરીરના સાંધેસાંધા દુઃખે છે. આથી એમણે પલંગ હોય તો સારું એમ ગુરુદેવને કહ્યું. એવી જ રીતે ઉકાળેલું પાણી લાવીને સ્નાન કરવાની આજ્ઞા માગી. સમય જતાં લોચ સહન ન થતાં અસ્ત્રાથી મુંડન કરવાની પણ ગુરુ પાસેથી રજા મેળવી લીધી. અંતે મુનિનાં સંયમનાં સર્વ ચિહુનો ત્યજીને આ ક્ષુલ્લકકુમાર સાકેતપુરની રાજસભામાં સંધ્યાકાળે પહોંચ્યા, ત્યારે દરબારમાં નર્તકીના મોહક નૃત્યની મહેફિલ જામી હતી. દીવાઓની ઝાકઝમાળ રોશનીથી રાત દિવસ બની હતી. રત્નજડિત ચળકતું સિંહાસન, ઉદ્દીપક કામભાવ જગાડતી દીવાલ પરની ચિત્રસૃષ્ટિ, સુવર્ણદીપિકાઓનો ચળકતો પ્રકાશ અને કામી પ્રેક્ષકોથી નૃત્યાંગનાને અપાતી દાદ સંભળાતાં હતાં. આ વાતાવરણમાં ક્ષુલ્લક તલ્લીન બની ગયા. પ્રભાત ખીલવાને ચારેક ઘડી બાકી હતી ત્યારે એકાએક નર્તકીને થાકેથી લથડતી જોઈને સાજિંદાઓ વચ્ચે બેઠેલી નર્તકીની માતા અક્કાએ સંગીતના આલાપમાં કહ્યું, “હવે રાત્રિ ઘણી વ્યતીત થઈ ગઈ છે. થોડા માટે પ્રમાદ ન કર,” અક્કાનું ગાયન સાંભળીને નર્તકી સાવધાન બનીને નૃત્ય કરવા લાગી, અક્કાના ‘બહોત ગઈ, થોડી રહી' એ શબ્દો કાને પડતાં જ ક્ષુલ્લકકુમારનું હૃદય જાગી ઊઠયું. તેઓ જીવન જગાડતો નૂતન બોધ પામ્યા ! આથી એમણે નર્તકીને રત્નકંબલ ભેટ આપી. ક્ષુલ્લકના હૃદયમાં મનોમંથન જાગ્યું : અરે ! જીવનમાં આટલાં બધાં વર્ષો તો સંયમપાલનમાં વ્યતીત કર્યા, હવે બાકીની થોડી જિંદગી માટે પ્રમાદ કરવો ઉચિત નથી. ‘ગયાં વર્ષો ની કમાણી ‘રહ્યાં વર્ષો માં વેડફી કેમ દેવાય ? અત્યાર સુધી ગુરુજનોનાં શાસ્ત્રવચનો પાસેથી જાગૃતિ સાંપડી નહીં, તે ફુલ્લના સુષુપ્ત હૃદયમાં અક્કાની એક પંક્તિએ સંયમની સાચી જ્યોત પેટાવી. ક્ષુલ્લક માતાએ આપેલી નામવાળી વીંટી રાજા પુંડરિકને બતાવીને કહ્યું કે હું તમારા નાનાભાઈનો પુત્ર છું એનો ખ્યાલ આ નામમુદ્રા પરથી આપને સાંપડશે. રાજા પુંડરિકે નાનાભાઈ કુંડરીકના આ પુત્રને ઓળખ્યો. રાજા અને રાજ સોપવા ઉત્સુક બન્યા, કિંતુ ક્ષુલ્લકે કહ્યું કે રાજ્યસત્તાની આસક્તિ ઉત્પન્ન કરનારો મોહરૂપી ચોર તો મારા આત્મપ્રદેશમાંથી ક્યાંય દૂર દૂર ચાલ્યો ગયો છે, તેથી આ રાજ ગાદી સ્વીકારીને હું શું કરું ? અંતે ક્ષુલ્લકકુમાર સાથે રાજા આદિ સહુએ દીક્ષા લીધી અને સ્વર્ગગતિ સંપાદિત કરી. વિલાસિતાના મોહમય વાતાવરણ વચ્ચે પવિત્રતાનું પાવન કમળ કેવી રીતે ખીલે છે એનું ઉદાહરણ છે ક્ષુલ્લક મુનિ. સાધ્વી બનેલી પોતાની માતાથી માંડીને છેક આચાર્ય મહારાજ સુધી સહુની દેશના સાંભળવા છતાં ક્ષુલ્લક મુનિના હૃદયમાંથી પ્રબળ કામવાસના ખસી નહીં. એ જ મુનિરાજને વિલાસી અને કામવાસનાવાળા વાતાવરણમાં એમના આત્મામાં સંયમની શુભ ભાવના જગાડનારી ઘટના બની. યોગ્ય સમય પાકે ત્યારે શું થાય, તે ક્ષુલ્લક મુનિના જીવનમાંથી દૃષ્ટિગોચર થાય છે. ધર્મસ્નેહસૌજન્ય મહુવા-ભદ્રાવળ-પાલિતાણા છ'રી પાલિત સંઘની સ્મૃતિમાં; શ્રી બાબુભાઈ છગનલાલ શાહ, ભદ્રાવળવાળા પરિવાર, . પ્રવીણભાઈ, દિનેશભાઈ, રજનીભાઈ તથા જયાબહેન, પ્રવીણાબહેન, હેમલતાબહેન, વિપુલ, ભાવેશ, સમીર, મિતેષ, હૂં 3 Page #28 -------------------------------------------------------------------------- ________________ TODOSDOOO 000 000000000 www.sainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ ૭. શ્રી શયંભાચાર્ય ભગવાન મહાવીરના સાધુ સંઘની પાટે બિરાજેલા ચરમકેવલી જંબુસ્વામીના મહાન શિષ્ય શ્રી પ્રભવસ્વામીને વયોવૃદ્ધ થતાં ચિત્તમાં ચિંતા જાગી કે એમના પછી આચાર્યપદની જવાબદારી કોને સોંપવી ? ખુદ આચાર્યશ્રી પ્રભવસ્વામી ૯૪મા વર્ષે આચાર્યપદે બિરાજ્યા હતા એટલે શ્રી સંઘનો કાર્યભાર વહન કરી શકે એવી યોગ્ય વ્યક્તિનો વિચાર કરતાં એમની દૃષ્ટિ રાજગૃહીના યજ્ઞનિષ્ઠ બ્રાહ્મણ વિદ્વાન શય્યભવ ભટ્ટ પર ઠરી. પાયાનો પ્રશ્ન એ હતો કે એમને જૈન ધર્મ પ્રત્યે અભિમુખ કરવા કઈ રીતે ? આ સમયે શય્યભવ ભટ્ટ રાજગૃહી નગરીમાં પશુમેઘ યજ્ઞ કરાવતા હતા. આચાર્ય પ્રભવસ્વામીએ પોતાના બે મુનિઓને એમની પાસે મોકલ્યા. યજ્ઞમંડપમાં ચાલતી ઘોર હિંસામાં ડૂબેલા શય્યભવના કાને પડે તે રીતે બે મુનિઓએ કહ્યું, “ધર્મના નામે ચાલતી આવી ક્રૂર હિંસામાં વળી તત્ત્વની કોને ગતાગમ છે ?” મુનિઓનાં આ વચનોથી ચોંકી ઊઠેલા શય્યભવ વિચારમાં પડ્યા. તેઓ વાકેફ હતા કે જૈન મુનિ કદી અસત્ય વચન ઉચ્ચારે નહીં. પરિણામે વિદ્વાન અને સાચા જિજ્ઞાસુ શય્યભવ પેલા બે સાધુની શોધમાં નીકળ્યા. તપાસ કરતા તેઓ આચાર્ય પ્રભવસ્વામી પાસે આવ્યા, જેમણે શય્યભવને યજ્ઞનું યથાર્થ સ્વરૂપ અને આધ્યાત્મિક ભૂમિકા પર દર્શનનું તત્ત્વ સમજાવ્યું. પરિણામે શય્યભવ યજ્ઞ, ઘરગૃહસ્થી અને ગર્ભવતી પત્ની - સઘળું છોડીને અઠ્ઠાવીસ વર્ષની વયે સાધુ બની ગયા. પ્રભવસ્વામી પાસે એમણે અનુક્રમે ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને શ્રુતઘરની પરંપરામાં બીજા શ્રુતકેવલી બન્યા. આચાર્ય પ્રભવસ્વામીએ શ્રુતસંપન્ન આર્ય શય્યભવને વીરનિર્વાણ સં. ૭૫માં આચાર્યપદે સ્થાપ્યા. શય્યભવની ગર્ભવતી પત્નીની કૂખે જન્મેલો બાળક મનક આઠ વર્ષનો થયો, ત્યારે સહાધ્યાયીઓના ઉપહાસને કારણે પોતાના પિતાને મળવાની તીવ્ર ઇચ્છા જાગી. મનકે પોતાની માતા પાસે પિતા વિશે જાણકારી માગી, તો માતાએ એના વિદ્વાન પિતા શય્યભવ જૈન મુનિ બન્યા ત્યાં સુધીનો સઘળો વૃત્તાંત વર્ણવ્યો. મનકને પિતાનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. આચાર્ય શય્યભવસૂરિએ એને જોતાં જ જાણી-ઓળખી લીધો. ઓળખાણ નહીં પામેલા બાળકે પૂછ્યું, “મારા પિતા શય્યભવ મુનિ ક્યાં છે, તેની તમને ખબર છે ?'’ ત્યારે પોતે મુનિ શય્યભવના અભિન્ન મિત્ર છે એમ કહીને બાળકને પોતાની સાથે રાખ્યો. એમના ઉપદેશથી પ્રભાવિત થયેલા મનકે દીક્ષા ગ્રહણ કરી, કિંતુ આચાર્ય શભવે જોયું કે એનું આયુષ્ય તો માત્ર છ મહિના જેટલું અતિ અલ્પ છે. પરિણામે સર્વ શાસ્ત્રોનું અધ્યયન એને માટે શક્ય નહોતું. આથી આત્મપ્રવાદ આદિ પૂર્વોમાંથી દશવૈકાલિક સૂત્રોનું સંકલન કરી એને એનો અભ્યાસ કરાવ્યો. આ ‘દશવૈકાલિક સૂત્ર’ની રચનાનો સમય વીરસંવત ૮૨ની આસપાસનો છે. આ રચના દ્વારા આચાર્ય શય્યભવે મુનિ બનેલા સંતાનનું કલ્યાણ કર્યું. આજે પણ એ ‘દશવૈકાલિક સૂત્ર'ની રચના સાધુઓના પ્રારંભિક અભ્યાસના રૂપમાં જૈન સમાજના સર્વ સંપ્રદાયોમાં માન્ય છે. આચાર્ય શય્યભવસૂરિ ત્રેવીસ વર્ષ સુધી યુગપ્રધાનપદ પર અધિષ્ઠિત રહ્યા. બાસઠ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યા. આર્ય પ્રભવસ્વામીના સ્વર્ગવાસ પછી શ્રુતધર શ્રી શય્યભવસૂરિએ શાસનની ધુરા સંભાળીને વીતરાગ શાસનની ઘણી સેવા કરી હતી તેમ જ ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'ના દસ અધ્યયનોનો ઉદ્ધાર કર્યો. આચાર્ય શ્રી શય્યભવસૂરિએ વીતરાગ શાસનની ઘણી પ્રભાવના કરી. તેઓને પૂર્વજીવનમાં બ્રાહ્મણ સમાજનો અનુભવ હતો. એમણે જોયું કે આ સમાજના યજ્ઞોમાં પશુહિંસા થતી હતી. નિર્દોષ અને અબોલ પ્રાણીઓનો બલિ ચડાવવામાં આવતો હતો. આચાર્ય શ્રી શય્યભવસૂરિએ સહુને યજ્ઞનું આધ્યાત્મિક સ્વરૂપ સમજાવ્યું. બ્રાહ્મણમતમાં માનનારા અનેકને જૈન ધર્મને અનુકૂળ બનાવ્યા. ધર્મસ્નેહસૌજન્ય પાટણ(હાલ અંધેરી, મુંબઈ)નિવાસી ગુલાબબહેન મોહનલાલ ઝવેરી, મહેન્દ્રભાઈ ચીમનલાલની સ્મૃતિમાં; હંસાબહેન મહેન્દ્રભાઈ પરિવાર, હ. ચેતનભાઈ, રમાબહેન, સંજીવકુમાર, હંસાબહેન, ચિ. કુણાલ, અનુજ, રાહુલ, પ્રિયંકા. www.jainellbrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ onlod LIST Page #31 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રી ભદ્રબાહુસ્વામી જિનશાસનને સફળ નેતૃત્વ તેમજ શ્રુતજ્ઞાનની અમૂલ્ય સંપત્તિ અર્પનાર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી ભગવાન મહાવીરના સાતમા પટ્ટધર હતા. યશસ્વી આચાર્ય યશોભદ્રના આ શિષ્ય ચૌદ પૂર્વોના જ્ઞાતા હતા. એમનો જન્મ વીર નિર્વાણ સંવત ૯૪માં થયો. પિસ્તાળીસ વર્ષની વયે સંયમ લીધો અને આચાર્ય સંભૂતિવિજયજી પછી વી. નિ. સં. ૧૫૬માં એમને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ચૌદ વર્ષ સુધી જિનશાસનના યુગપ્રધાનપદને એમણે સંભાળ્યું અને શોભાવ્યું. શ્રુતકેવલી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી વી. નિ. સં. ૧૭માં ૭૬ વર્ષની વયે કાળધર્મ પામ્યા. અર્થવાચનાની દૃષ્ટિએ આચાર્ય ભદ્રબાહુની સાથે શ્રુતકેવલીનો વિચ્છેદ થયો. શ્રી ભદ્રબાહુસ્વામીનો જન્મ પ્રતિષ્ઠાનપુર નગરમાં થયો હતો. વરાહમિહિર અને ભદ્રબાહુ એ બંને ભાઈઓ ચાર વેદ અને ચૌદ વિદ્યામાં પારંગત હતા. શ્રુતકેવલી શ્રી યશોભદ્રસૂરિજીનો મેળાપ થતાં બંનેએ દીક્ષા લીધી, કિંતુ ચૌદ પૂર્વનું જ્ઞાન અને આચાર્યપદ અર્પણ કરવામાં ભદ્રબાહુ વિશેષ યોગ્ય લાગતાં ગુરુએ તેમને ઉત્તરાધિકારી બનાવ્યા. આથી છંછેડાયેલા વરાહમિહિરે ગુસ્સે થઈને દીક્ષા છોડી દીધી. આ સમયે રાજાને ત્યાં પુત્રજન્મનો પ્રસંગ આવતાં બાળક એક સો વર્ષનો થશે એવું વરાહમિહિરે ભવિષ્ય ભાખ્યું. જ્યારે એ જ નગરમાં રહેલા સંઘનાયક ભદ્રબાહુસ્વામી વધામણી આપવા આવ્યા નહીં, તેથી તક ઝડપીને વરાહમિહિરે રાજા અને પ્રજાના ભદ્રબાહુસ્વામીની વિરુદ્ધમાં કાન ભંભેર્યાં. આ અંગે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે આજથી સાતમા દિવસે બાળકનું બિલાડીના કારણે અવસાન થવાનું છે, ત્યારે રાજાને સાંત્વન આપવા જઈશ. વરાહમિહિરના ભવિષ્યકથનમાં વિશ્વાસ હોવા છતાં રાજાએ તમામ બિલાડીઓને પકડી પકડીને નગર બહાર જંગલમાં હાંકી કાઢી. બાળકુમારની આસપાસ ચોકી-પહેરો ગોઠવ્યો. બન્યું એવું કે બિલાડીના મહોરાવાળો આગળો બાળકના માથા પર પડતાં બાળકનું મૃત્યુ થયું. આ આઘાતજનક પ્રસંગે ભદ્રબાહુસ્વામી આશ્વાસન આપવા ગયા ત્યારે રાજાએ તેમને અદકેરું માન આપ્યું. પોતાની ચાલમાં નિષ્ફળ જતાં ક્રોધ અને દ્વેષથી ઘેરાયેલો વરાહમિહિર પછીના જન્મે વ્યંતરદેવ બન્યો અને પોતાના જ્ઞાનથી પૂર્વજન્મ જાણતાં જ જૈન સંઘ તરફ દ્વેષની આગ ભભૂકી ઊઠી. એણે શ્રીસંઘમાં મહામારીનો ઉપદ્રવ ફેલાવ્યો અને અસંખ્ય લોકો ટપોટપ મરવા લાગ્યા. શ્રીસંઘે ભદ્રબાહુસ્વામીને વિનંતી કરતાં એમણે શ્રુતજ્ઞાનથી સઘળી હકીકત જાણી અને ઉપદ્રવ ટાળવા માટે “ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી. આ મહાન સ્તોત્રની શક્તિના પ્રભાવે વ્યંતરની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ‘કલ્પસૂત્ર’ના નામથી અતિ પ્રસિદ્ધ “પર્યુષણ કલ્પસૂત્ર”ની આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ રચના કરી. એક માન્યતા અનુસાર એમણે દસ સૂત્રો પર નિર્યુક્તિ લખી. આ રીતે જિનશાસનના આ મહાન પ્રભાવક આચાર્યે શાસનનો અને શ્રુતનો એમ બંનેનો અપાર મહિમા કર્યો. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર અને નિશીથ એમ ચાર છેત્રોની રચના કરી મુમુક્ષુ સાધકો પર મહાન ઉપકાર કર્યો. આચારાંગ, સૂત્રકૃતાંગ, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કન્ધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિત – આ દસ સૂત્રોના નિર્યુક્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્ય ભદ્રબાહુએ ‘ભદ્રબાહુ સંહિતા’ તથા સવા લાખ પદ ધરાવતું ‘વસુદેવચરિત’ નામનો ગ્રંથ લખ્યો અને એ જ રીતે એમણે આર્ય સ્થૂલભદ્રને પૂર્વોનું જ્ઞાન આપીને એ મહાન વારસાને નષ્ટ થતો બચાવ્યો હતો. તેઓએ સતત બાર વર્ષ સુધી મહાપ્રાણ-ધ્યાનની ઉત્કટ યોગસાધના કરવાની વિરલ ઉપલબ્ધિ મેળવી હતી. ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરીને જિનશાસનનો પ્રસાર અને ઉત્કર્ષ કરનાર ભદ્રબાહુસ્વામીને શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરા પાંચમા અને અંતિમ શ્રુતકેવલી તરીકે આદરપૂર્વક સન્માને છે. ધર્મસ્નેહસૌજન્ય શ્રી હરિભાઈ આત્મારામ; હ. રજનીભાઈ, મહેન્દ્રભાઈ, ભરતભાઈ, અમદાવાદ. શ્રી ચંદુભાઈ કુંવરજી છગનલાલ દૂધવાળા, સાયન, મુંબઈ. શ્રી નવીનચંદ્ર રાજપાલ મહેતા, પાર્લા, મુંબઈ. શ્રી હર્ષદરાય ત્ર્યંબકલાલ મહેતા, કપડવંજવાળા, હ. નીતિનભાઈ, મુંબઈ. www.jainellbrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ co LUET Jäin Education International Page #33 -------------------------------------------------------------------------- ________________ ૯. શ્રી કાલકાચાર્ય અહિંસા વીરની હોય, કાયરની નહીં. સિંહની અહિંસા એ અહિંસા કહેવાય. ભયથી ભાગી જતા બીકણ અને ડરપોક સસલાની સ્થિતિ-ગતિ એ અહિંસા ન કહેવાય. જિનશાસનના ઇતિહાસમાં શાસ્ત્રોના પારગામી અને ક્રાંતિકારી આચાર્ય શ્રી કાલકસૂરિ(દ્વિતીય)ના જીવનમાં એક વાત પદે પદે દેખાય છે અને તે છે કર્તવ્યપાલન માટેનો તેમનો સતત આગ્રહ, ન્યાય, સચ્ચાઈ અને કર્તવ્યની વેદી પર બલિદાન આપવાનું એમને માટે સરળ હતું. પરંતુ મૂંગે મોંએ અન્યાય સહીને કર્તવ્યની ઉપેક્ષા કરવી, એમને માટે અશક્ય હતી. એમના હૃદયમાંથી જ્યારે જ્યારે કર્તવ્યના પોકારનો પ્રચંડ પડઘો જાગ્યો, ત્યારે કોઈનીય સહાયની આશા કે અપેક્ષા રાખ્યા વિના એકલવીરની માફક તેઓ ધ્યેયસિદ્ધિ માટે ઝઝૂમતા રહ્યા. આચાર્યશ્રી કાલકસૂરિનો જન્મ ધારાવાસ નગરના રાજા વીરસિંહને ત્યાં થયો હતો. એમની માતાનું નામ સુરસુંદરી અને બહેનનું નામ સરસ્વતી હતું. સરસ્વતી નામ પ્રમાણે વિદ્યાના સાગર સમી સાક્ષાત્ સરસ્વતી તો હતી જ, સાથોસાથ રૂપરૂ પનો અંબાર હતી. અપાર હેત ધરાવતાં ભાઈબહેન એકવાર ઘોડા પર બેસીને નગર બહાર ગયાં, ત્યારે બંનેએ આચાર્ય ગુણાકરની ધર્મદેશના સાંભળી. આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળતાં જ ભાઈ-બહેનને હૃદયમાં વૈરાગ્યભાવ ઊછળવા લાગ્યો. માતા-પિતાની સંમતિ લઈને એમણે દીક્ષા લીધી. સમય જતાં આચાર્ય બનેલા કાલક મુનિ ઉજ્જયિની નગરીની બહાર એક ઉદ્યાનમાં આવ્યા હતા. એમની પૂર્વજીવનની બહેન સાધ્વી સરસ્વતી એમના દર્શનાર્થે ઉજ્જયિની નગરીમાં આવ્યાં. ઉજ્જયિની નગરીના કામાંધ રાજવી ગર્દભિલ્લે સરસ્વતીના અનુપમ રૂપ-સૌંદર્યને કારણે એમનું અપહરણ કરાવ્યું. હે ભાઈ ! બચાવો !” એમ કહી સહોદર આચાર્ય કાલકનું સ્મરણ કરતી સરસ્વતીને રાજા ઉપાડી ગયા. એ પછી રાજાને સમજાવવા શ્રીસંઘ, નગરના બુદ્ધિમાનો અને પડોશી રાજાઓ ગયા, પણ કોઈની વાત રાજાએ કાને ધરી નહીં. અંતે આચાર્ય કાલક એકલવીરની જેમ ગર્દભિલ્લ જેવા માંત્રિક-તાંત્રિક અને શક્તિના પંજ જેવા રાજવીની સામે થયા. ન કોઈ સાથી, ન કોઈ સંગી ! પોતાના પારકા બન્યા અને ધર્મપાલકોને ધર્મની ખેવના નહીં. આચાર્ય કાલક ગામ બહાર જઈ અવ્યક્તલિંગી બન્યા. તેઓ પંજાબ થઈ હિંદ બહાર ઈરાનમાં ગયા. ઈરાનના ૯૬ જેટલા શક સામંતો સહિત આચાર્ય કાલકે વિશાળ શક સૈન્ય સાથે પ્રયાણ કર્યું. રાજા ગર્દભિલ્લે માર્ગમાં અનેક પ્રકારનાં વિન્નો નાંખ્યાં, પરંતુ આચાર્ય કાલકે એના સઘળા દાવપેચ નિષ્ફળ કર્યા. ગર્દભિલ્લ રાજા ગર્દભી વિદ્યાના અભિમાનથી ગર્વ ધારણ કરીને બેઠો હતો. આ વિદ્યાથી ગર્દભીના મુખમાંથી જે પ્રચંડ આ નીકળતો, તેનો શબ્દ જ્યાં જ્યાં સંભળાતો, ત્યાં બધા મૃત્યુ પામતા હતા. યુદ્ધમેદાનમાં આચાર્ય કાલકે લક્ષ્યવેધી અજોડ ધનુર્ધરોની એક હરોળ આગળ રાખી. મંત્રિત ગર્દભીનું મુખ ખૂલતાં જ ધનુર્ધરોએ સેંકડો બાણથી એ મુખ ભરી દીધું. ગર્દભીનો નાદ પ્રગટ્યો નહીં અને અંતે ગર્દભિલ્લ રાજાનો પરાજય થયો. રાજમહેલમાં કેદ થયેલી સરસ્વતીને મુક્ત કરી પુન: સાધ્વીપદે સ્થાપી. આ રીતે આર્ય કાલક ઇતિહાસમાં સદ્ધર્મના પ્રવર્તક તરીકે અમર નામના પામ્યા. શ્રી કાલકાચાર્યનો શિષ્યસંઘ વિશાળ હતો, પરંતુ શિષ્યમંડળ પર એમને કોઈ આસક્તિ નહોતી. ક્યારેક એવું પણ વિચારતા કે અવિનીત શિષ્યો સાથે રહેવાથી કર્મબંધન વધુ થશે. આને કારણે શ્રી કાલકાચાર્ય એકાકી વિહાર કરતા હતા. એમનામાં આવી નિર્લેપતા હતી. તેઓ ઈરાનમાં ગયા ત્યારે ત્યાંના રાજાઓને પોતાના વિદ્યાબળથી પ્રભાવિત કર્યા હતા અને એમને સૌરાષ્ટ્રમાં લાવ્યા હતા. આર્ય કાલકનું જીવન એટલે આતતાયી ગર્દભિલ્લ જેવા દુષ્ટ રાજાના જુલમમાંથી પ્રજાને મુક્તિ આપનાર મહાપુરુષનું જીવન, જૈન ધર્મ એ ક્ષત્રિયોનો ધર્મ છે, વીરનો ધર્મ છે. એ સત્ય, ન્યાય, કર્તવ્ય સાથે બાંધછોડ કે માંડવાળ કરનારનો ધર્મ નથી. જ્યારે જ્યારે ભગિનીપ્રેમનું સ્મરણ થશે, જ્યારે જ્યારે ન્યાય કાજે પ્રચંડ જેહાદ જાગશે ત્યારે આચાર્ય કાલકનું સદાય પુણ્ય સ્મરણ થશે. ધર્મસ્નેહસૌજન્ય મહુવામાં શ્રી શાસનસમ્રાટ સંયમ શતાબ્દી વર્ષે પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ મ.ની નિશ્રામાં થયેલ અંજનશલાકા-પ્રતિષ્ઠાની સ્મૃતિમાં, મહુવાનિવાસી શ્રીમતી નેમકુંવરબહેન દલીચંદ માણેકચંદ ધાણાદાળવાળા, હ. મહેન્દ્રભાઈ, અ. સો. હંસાગૌરી, વિજય, નિમેશ, નિખિલ, અલકા tional For Private & Personal use only Page #34 -------------------------------------------------------------------------- ________________ 57 Rep Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શ્રી પાદલિપ્તસૂરિ સાધનાના બળે સર્જાતા ચમત્કાર અને કલ્પનાના બળે રચાતી કતિઓનો વિરલ સંગમ જોવા મળશે આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીના જીવનમાં. માત્ર આઠ વર્ષની વયે વિદ્યાધર ગચ્છના આચાર્ય નાગહસ્તિ પાસે દીક્ષા લઈને મુનિ નાગેન્દ્ર બન્યા. એકવાર મુનિ નાગેન્દ્ર ગોચરી વહોરવા ગયા હતા. ઉપાશ્રયમાં પાછા આવી ઇરિયાવહિય આલોચના કર્યા બાદ ગુરુની સમક્ષ એક શ્લોક બોલ્યા જેનો અર્થ હતો, “તાંબાના જેવા રક્ત નેત્રવાળી, પુષ્પસરખા દાંતની પંક્તિવાળી, નવી પરણેલી યુવાન સ્ત્રીએ માટીમય પાત્રમાંથી આ કાંજીનું પાણી આપ્યું.” | ગુરુ મહારાજે આવું શૃંગારપૂર્ણ વર્ણન સાંભળીને શિષ્ય પર ક્રોધાયમાન થઈને કહ્યું કે “પત્તિતોડજિ” અર્થાત્ “તું રાગરૂપી અગ્નિથી પ્રદીપ્ત થયેલો છે.” હાજરજવાબી મુનિ નાગેન્દ્ર નમ્ર બનીને ગુરુને કહ્યું, “પલિતમાં એક માત્રા વધારીને મને પાલિત બનાવવાની કપા કરો.” આનો અર્થ એ હતો કે મને આકાશગમન કરી શકાય તેવી પાદલિપ્ત વિદ્યાનું દાન કરો જેથી હું પાદલિપ્ત કહેવાઉં. મુનિ નાગેન્દ્રની વિચક્ષણ બુદ્ધિ જોઈને આચાર્યે “પાદલિપ્તો ભવ” એવા આશીર્વાદ આપ્યા, ત્યારથી મુનિ નાગેન્દ્રનું નામ પાદલિપ્ત તરીકે પ્રસિદ્ધ થયું અને સાથોસાથ પગમાં લેપ કરવાથી ઊડવાની ચમત્કારિક શક્તિ પ્રાપ્ત થઈ. પોતાની આ શક્તિથી તેઓ રોજ શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને મથુરા આ પાંચ તીર્થોની યાત્રા કર્યા બાદ જ આહારપાણી ગ્રહણ કરતા હતા. એમણે જીવાજીવોત્પતિ પ્રાભૃત, વિદ્યાપ્રાકૃત, સિદ્ધ પ્રાકૃત અને નિમિત્ત પ્રાભૂત એવી અન્ય ચાર સિદ્ધ વિદ્યાઓ મેળવી હતી. એકવાર નાગાર્જુન નામના સિદ્ધ યોગીએ પથ્થર કે લોખંડને સુવર્ણ બનાવતા કોટિવેદ રસનું પાત્ર પોતાના એક શિષ્ય સાથે મોકલાવ્યું. આચાર્ય પાદલિપ્તસૂરિએ કહ્યું કે સાધુ માટે તો સુવર્ણ અને કાંકરા બંને સમાન હોય છે. મારે આની જરૂર નથી. આથી નાગાર્જુન ગુસ્સે થયો, પરંતુ પાદલિપ્તાચાર્યે સ્પર્શ અને મૂત્રાદિથી સુવર્ણશિલા બનાવી દીધી. પરિણામે નાગાર્જુનનો ગર્વ ગળી ગયો અને એમની સાથે રહેવા લાગ્યા. પાદલિપ્તાચાર્ય પાસેથી એમણે આકાશગામિની વિદ્યા મેળવી. નાગાર્જુને આચાર્યશ્રીને વિનંતી કરી કે મને કંઈ કામસેવા ફરમાવો, ત્યારે પાદલિપ્તાચાર્યે કહ્યું કે “તું જીવનભર જૈન ધર્મ પાળીને આત્મકલ્યાણ સાધ.” નાગાર્જુને જીવનભર જૈન ધર્મનું યોગ્ય રીતે પાલન કર્યું. એણે શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટીમાં પાદલિપ્તપુર નામનું ર વસાવ્યું. આજે એ પાલીતાણા તરીકે ઓળખાય છે. કોઈ જૈન આચાર્યના નામ પરથી કોઈ નગરનું નામ પડ્યું હોય તેનું આ વિરલ દ્રષ્ટાંત છે. | નાગાર્જુને ગિરિરાજ પર જિનમંદિર બનાવ્યું તેમાં આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીના હાથે અનેક જિનબિંબો સ્થાપ્યા. વળી આચાર્યશ્રીની મૂર્તિ પણ સ્થાપી. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિએ “તરંગવતી” નામની વિશ્વના કથાસાહિત્યમાં આગવું સ્થાન ધરાવતી પ્રાકૃત મહાકાવ્યની રચના કરી. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીએ ‘નિર્વાણકલિકા', ‘પ્રશનપ્રકાશ', ‘કાલજ્ઞાન’, જ્યોતિષ કરંડક 'ની ટીકા, ‘તરંગલીલાકથા’ અને ‘વીરસ્તુતિ' જેવી કૃતિઓની રચના કરી હતી, શ્રી શત્રુંજય તીર્થ પર બત્રીસ દિવસનું અનશન કરીને આ પાદલિપ્તસૂરિ કાળધર્મ પામ્યા હતા. આ રીતે ઉત્કૃષ્ટ સાહિત્ય, પ્રભાવક પ્રતિબોધ અને વિસ્મયજનક સિદ્ધિઓ ધરાવતા શ્રી પાદલિપ્તસૂરિજીએ જિનશાસનની યશસ્વી સેવા કરી. ધર્મસ્નેહસૌજન્ય સાંકળીબહેન ચુનીલાલ દામજી શેઠ, પાલિતાણાવાળા પરિવાર, હ, પુત્રો કાંતિભાઈ (કે. સી. શેઠ), હિમ્મતભાઈ, મહેન્દ્રભાઈ, ગુણવંતીબહેન, ઇંદુમતીબહેન, દમયંતીબહેન, ભાવેશ, રાજેષ, ' જયેશ, જસ્મિન, દીપેશ, જાગૃતિ, હેમાલી, મોસમી, ઘાટકોપર, મુંબઈ 6 ( Page #36 -------------------------------------------------------------------------- ________________ ABS రాత్రికి Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રી વજસ્વામી જન્મજાત યોગી, અંતિમ દસ પૂર્વધર મહર્ષિ શ્રી વજસ્વામીજીનું જીવન સંયમપાલન, આરાધના અને ધર્મપ્રભાવનાના અપૂર્વ ત્રિવેણીસંગમરૂપ હતું. એમના જીવનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓને જન્મ સાથે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું અને આ પૃથ્વી પર પહેલો પ્રકાશ જોયો તે જન્મદિવસથી જ સંસારમાંથી વૈરાગ્ય ધારણ કરીને એંશી વર્ષ સુધી આજીવન વિશુદ્ધ સાધુજીવનનું પાલન કર્યું. અવંતિ પ્રદેશની તુમ્બવન નગરીના નિવાસી ધનગિરિ અને સુનંદાનાં લગ્ન તો થયાં, કિન્તુ સુનંદા પતિની આત્મકલ્યાણના સાધનાપથની ઝંખનાને સુપેરે જાણતી હતી. સુનંદાને ગર્ભસૂચક શુભસ્વપ્ન આવતાં ધનગિરિએ કહ્યું કે તને થોડા જ સમયમાં પુત્રનો આધાર સાંપડશે, તો હવે તારી અનુમતિ હોય તો મારી દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધવાની ભાવના છે. આદર્શ આર્યનારીની પેઠે સુનંદાએ ધનગિરિને અનુમતિ આપી. વી. નિ. સં. ૪૯૬માં સુનંદાએ પુત્રને જન્મ આપ્યો આ સમયે સુનંદાની સહિયરો અને પરિવારજનોએ હર્ષોલ્લાસભેર પુત્રજન્મની ઉજવણી કરી. આનંદના આ અવસરે કોઈએ એમ કહ્યું કે જો આ બાળકના પિતા ધનગિરિએ દીક્ષા લીધી ન હોત અને અહીં હાજર હોત, તો આ જન્મોત્સવની ઉજવણી ઓર દીપી ઊઠત. આ વાક્યો નવજાત શિશુના કાને અથડાતાં જ એને પૂર્વજન્મના સંસ્કારને લીધે જાતિસ્મરણ જ્ઞાન થયું. બાળકે મનોમન વિચાર્યું કે માતા વાત્સલ્યથી વીંટાળી દે નહીં તે માટે એણે તત્કાળ રડવાનું શરૂ કર્યું. પૂરા છ મહિના સુધી રાત-દિવસના એના રુદનથી માતા સુનંદા હેરાનપરેશાન થઈ ગઈ અને એક દિવસ અકળાઈને મુનિ ધનગિરિને આ સતત રડતો બાળક જ વહોરાવી દીધો. બાળક મુનિને પધરાવતાં જ શાંત થઈ ગયો. મુનિ ધનગિરિ ઝોળીમાં લઈને ગુરુ આર્યસિંહગિરિ પાસે આવ્યા ત્યારે ગુરુએ વજનદાર ઝોળીને જોઈને કહ્યું કે આ તો વજ સમાન અત્યંત ભારયુક્ત છે. ગુરુએ ઝોળી ખોલીને જોયું તો એમાંથી બાળક નીકળ્યો. ગુરુએ એનું નામ ‘વજ' રાખ્યું. આ બાળકનો સાધ્વીજી અને શ્રાવિકાઓ દ્વારા ઉછેર થતો ગયો. ત્રણેક વર્ષ બાદ પુત્ર પ્રત્યેનું વાત્સલ્ય પુન: જાગૃત થતાં સુનંદાએ પુત્રની માગણી કરી. વાત છેક રાજ દરબાર સુધી પહોંચી. છેવટે નક્કી થયું કે બાળક જેના પ્રત્યે આકર્ષિત થાય તેની પાસે એને રાખવો. સુનંદાએ ભાતભાતનાં સુંદર રમકડાં, મધુર સ્વાદિષ્ટ મીઠાઈઓ અને હાથ લંબાવીને વાત્સલ્યભરી ચેષ્ટાઓ દ્વારા બાળકને પોતાની પાસે બોલાવ્યો, પરંતુ બાળક એક તસુ પણ હાલ્યો-ચાલ્યો નહીં. એ પછી બાળકના પિતા ધનગિરિએ પોતાનું રજોહરણ ઉઠાવીને કહ્યું કે જો તું તત્ત્વને જાણનારો હોય અને સંયમને ગ્રહણ કરવા માટે ઉત્સુક હોય તો કર્મબંધનને ફગાવી દેવા માટે આ રજોહરણનો સ્વીકાર કર, મુનિ ધનગિરિનું વાક્ય પૂરું થાય એ પહેલાં બાળક વજ પોતાના સ્થાનથી ફરીને એમના ખોળામાં બેસી ગયો અને હાથમાં રજોહરણ લઈને ચામરની માફક ઢોળવા લાગ્યો. આ જોઈને આખો રાજ દરબાર સ્તબ્ધ બની ગયો. સુનંદા ઊંડા વિચારમાં ડૂબી ગઈ. પોતાના પતિ, ભાઈ અને પુત્ર ત્રણેએ દીક્ષા લીધી હતી. એણે પણ એ જ સંયમપંથે પ્રયાણ કરવાનો નિર્ધાર કર્યો. બાળમુનિ વજસ્વામીને જંગલમાં માયા રચીને બે વખત દેવોએ આહાર આપવાનો નક્કી કર્યો, પરંતુ પોતાના બુદ્ધિબળે તેઓ દેવમાયાને કળી ગયા અને આહારનો અસ્વીકાર કર્યો. દેવોએ એમને વૈક્રિય લબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી. આ વિદ્યાથી એકવાર વજસ્વામીએ ભારતના ઉત્તર ભાગમાં ભીષણ દુકાળ પડ્યો હતો ત્યારે આકાશગામિની વિદ્યા દ્વારા સમગ્ર સંઘને માહેશ્વરી પુરીમાં મોકલી આપ્યો. અહીં ફૂલો અપ્રાપ્ય હતાં ત્યારે મંત્રબળે વીસ લાખ પુષ્પો વિમાન દ્વારા લઈ આવ્યા. આ રીતે સાધુતા અને સામર્થ્યની પાવન મૂર્તિ સમા આચાર્ય વજસ્વામી વીર નિ. સં. ૧૮૪માં કાળધર્મ પામ્યા. આવા મહાન આચાર્યના સ્વર્ગગમનની સાથે જ દસમો પૂર્વ અને ચતુર્થ સંહનનનો વિચ્છેદ થઈ ગયો. આવા આચાર્યની સ્મૃતિને ચિરસ્થાયી બનાવવા માટે એમના સ્વર્ગગમન પછી વજીશાખાની સ્થાપના થઈ. ધર્મસ્નેહસૌજન્ય આ. શ્રી ચંદ્રોદયસૂરિ મ.ના ગુરુબંધુ આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ વિ., સોમચંદ્ર વિ., સા. યશસ્વિનીશ્રીજી તથા એ. સી. જયણાબહેન વસંતલાલના માસક્ષમણ તથા નિમીષા, પૂર્વીની અઠ્ઠાઈ નિમિત્તે; કોઠાસણાવાળા શ્રી વાડીલાલ રવચંદ મહેતા પરિવાર, હ. કૃપેશકુમાર, ન્યૂયોર્ક. Page #38 -------------------------------------------------------------------------- ________________ UWE V DO 2 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ છે કોઈની તાકાત કે જે મને વાદમાં પરાજિત કરે ! કોઈ મને પરાજય આપી શકે તો જીવનભર એનો શિષ્ય થઈ જ ઈશ !” ગર્વ અને ગુમાનથી આવું કરીને ઠેરઠેર ધૂમનારા અને વાદવિજયનો ડંકો વગાડનારા ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના મહાપંડિત સિદ્ધસેને પ્રકાંડ પંડિતોને હરાવ્યા હતા. એવામાં એમણે મહાન તાર્કિક વૃદ્ધવાદીસૂરિજીની નામના સાંભળી એટલે વાદ માટે પડકાર ફેંક્યો. પરંતુ એમની સામે પરાજય થતાં પૂ. વૃદ્ધવાદીજી પાસે જૈન ધર્મની દીક્ષા સ્વીકારી અને તેમનું નામ મુનિ કુમુદચંદ્ર રાખ્યું હતું. સમય જતાં એમને આચાર્ય પદવી આપી અને એમના મૂળ નામ પરથી એમને સિદ્ધસેનસૂરિ નામ આપ્યું. સિદ્ધસેનસૂરિ પાસે મંત્રસૈનિકો અને સુવર્ણ પેદા કરવાની શક્તિ હોવાથી એમણે કમર ગ્રામના રાજા દેવપાળને મદદ કરી અને કામરુ દેશના રાજા વિજયવર્માનું આક્રમણ નિષ્ફળ બનાવ્યું. પરિણામે રાજા અને પ્રજા બંનેએ મુક્ત કંઠે આચાર્ય સિદ્ધસેનસૂરિજીનાં યશોગાન ગાયાં અને એમને અંધકારમાં પ્રકાશ ફેલાવનાર “દિવાકર "નું બિરુદ અર્પણ કર્યું. રાજા આચાર્ય સિદ્ધસેન દિવાકરને આગ્રહ કરીને હાથી પર કે પાલખીમાં બેસાડતા હતા, પગપાળા ચાલવા દેતા નહીં. એમના ગુરુ આચાર્ય વૃદ્ધવાદીસૂરિજીને આની જાણ થતાં તેઓએ વિચાર્યું કે જો આચાર્ય સિદ્ધસેન દિવાકરનું બીજા સાધુઓ અનુકરણ કરતા થઈ જશે તો ત્યાગધર્મની મહત્તા ઘટી જશે. વળી સાધુઓ પરિગ્રહી બનશે તો સમાજમાં અનેક દૂષણો જન્મશે. પરિણામે વયોવૃદ્ધ હોવા છતાં શિષ્યને જાગૃત કરવા માટે પૂ. વૃદ્ધવાદીસૂરિ કર્માર ગ્રામ આવ્યા. એમણે જોયું તો સિદ્ધસેનસૂરિ ઠાઠમાઠથી પાલખીમાં બેસીને રાજદરબાર ભણી જતા હતા. ભાટચારણો એમનું યશોગાન કરતા હતા અને પાલખીની પાછળ જયજયકાર કરતા લોકો આચાર્યની મીઠી નજર પામવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા. વૃદ્ધ પૂ. વૃદ્ધવાદીસૂરિએ આ પાલખી ઉપાડી, પણ વૃદ્ધાવસ્થાને લીધે ડગમગવા માંડી, ત્યારે દિવાકરસૂરિએ સંસ્કૃતમાં એક વાક્ય કહ્યું. આ વાક્યમાં રહેલો શાબ્દિક દોષ પાલખી ઊંચકનાર ગુરુએ બતાવ્યો. પોતાના જેવા વિદ્વાનની ભૂલ કાઢનાર કોણ હશે? વળી તે પણ પાલખી ઉપાડનાર! પાલખી ઊભી રખાવીને નીચે ઊતરીને જોયું તો આ તો સ્વયં ગુરૂદેવ જ હતા! આચાર્ય સિદ્ધસેનને ઘોર પશ્ચાત્તાપ થયો. ગુરુની માફી માગી. ગુરુએ એમને આત્મધ્યાનમાં સ્થિર થવાનો ઉપદેશ આપીને પ્રયાણ કર્યું. એક સમયે સિદ્ધસેન દિવાકરે જૈન ધર્મનાં પ્રાકૃતમાં લખાયેલાં સુત્રોના કેટલાક વિદ્વાનોને ઠેકડી ઉડાડતા જોઈને એનું સંસ્કૃતમાં રૂપાંતર કરવાનો સંકલ્પ કર્યો. આ અંગેની ગુરુની રજા માગી ત્યારે ગુરુએ કહ્યું કે તીર્થકરોએ જે પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો હતો તે બદલવાનો વિચાર કરવો, એ તીર્થંકરની આજ્ઞાની અવહેલના કહેવાય. પોતાના આવા દોષના પ્રાયશ્ચિત્ત અર્થે સિદ્ધસેનસૂરિ બાર વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહ્યા. એ પછી મહાકાલેશ્વરના શિવમંદિરમાં સૂતેલા કોઈ યોગીને રાજસેવકો ચાબુક મારતા હતા. આ ચાબુક યોગીને વાગવાને બદલે રાજમહેલમાં રાણીઓના બરડામાં એના સોળ ઊઠતા હતા. આવા ચમત્કારને પરિણામે ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્ય શિવલિંગ પાસે આવ્યા ત્યારે આ યોગીએ ઊભા થઈને “કલ્યાણમંદિર સ્તોત્ર”નું સર્જન કર્યું. એના પ્રભાવથી શિવલિંગની નીચેથી અવંતિ પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ થઈ. રાજા વિક્રમાદિત્ય સિદ્ધસેન દિવાકરને ઓળખ્યા. આ. સિદ્ધસેન દિવાકરે રચેલા ‘બત્રીસ-બત્રીસી', ‘ન્યાયાવતાર', ‘સન્મતિતર્ક', આદિ અનેક ગ્રંથો એમની વિરાટ પ્રતિભાનો પરિચય આપે છે. ઉદાર વ્યક્તિત્વ, ગહન ચિંતનશક્તિ અને ઉત્કૃષ્ટ દાર્શનિક વિચારોથી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ જિનશાસનની કીર્તિગાથામાં યશકલગી ઉમેરી. ઉચ્ચ કોટિના સાહિત્યકાર, સમર્થ વાદી અને દિગ્ગજ વિદ્વાન તરીકે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું સદૈવ સ્મરણ થતું રહેશે. - ધર્મસ્નેહસૌજન્ય શ્રી ગુરુબંધુ બેલડીના વિ. સં. ૨૦૪૭માં બરવાળા(ઘેલાશાહ)ના ચાતુર્માસમાં જૈન-જૈનેતરમાં થયેલા તપ-ત્યાગની પુણ્ય સ્મૃતિમાં; સમરતબહેન પોપટલાલ ચત્રભુજ બાબરિયા પરિવાર, હ, વજુભાઈ, વસંતભાઈ, મનુભાઈ, વિનોદભાઈ (બરવાળાવાળા). હાલ સાયન, મુંબઈ.. Page #40 -------------------------------------------------------------------------- ________________ ERASASKISI SA Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ૧૩. શ્રી માનદેવસૂરિ સાધુનું જીવન એટલે આત્મકલ્યાણ અને લોકકલ્યાણનો મનોરમ સુમેળ ! આત્મસાધનાની કેડીએ ચાલતાં સાહજિક રીતે જ સાધુજનોથી પરમાર્થનાં કાર્યો થતાં હોય છે. જૈન સમાજના કંઠે સદાય ગુંજતા ‘લઘુશાંતિસ્તવ'ના રચયિતા શ્રી માનદેવસૂરિએ શ્રીસંઘના હિતાર્થે આની રચના કરી. રાજસ્થાનના નાડોલ ગામમાં પિતા શેઠ ધનેશ્વર અને માતા ધારિણીને ત્યાં જન્મેલા પુત્ર આ. પ્રદ્યોતનસૂરિનો ઉપદેશ સાંભળ્યો અને અંતરમાં વૈરાગ્ય જાગ્યો. થોડા સમયમાં ગહન શાસ્ત્રાભ્યાસ દ્વારા અગિયાર અંગ અને છેદસૂત્રમાં નિષ્ણાત બનતા મુનિ માનદેવને આચાર્યપદથી વિભૂષિત કર્યા. ગુરુ પ્રદ્યોતનસૂરિએ માનદેવસૂરિને આચાર્યની પદવી આપી ત્યારે એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી. એ સમયે માનદેવસૂરિના એક ખભા પર સાક્ષાત્ લક્ષ્મી અને બીજા ખભા પર સાક્ષાત્ સરસ્વતી બિરાજમાન હતાં. આ જોતાં જ ગુરુ પ્રદ્યોતનસૂરિજી વિમાસણમાં પડી ગયા હતા કે જૈનાચાર્યની મહાન પદવી પામ્યા પછી શ્રી માનદેવસૂરિ નિરતિચાર ચારિત્ર પાળી શકશે ખરા ? એમના ચારિત્રમાં કોઈ ક્ષતિ તો આવશે આજ્ઞાંકિત શિષ્ય માનદેવસૂરિ ગુરુની મનોવેદનાને પારખી ગયા. એમણે એ જ સમયે પ્રતિજ્ઞા કરી કે આજથી હું ક્યારેય ભક્તજનને ત્યાંથી ગોચરી વહોરીશ નહીં. વળી આજીવન આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ. આને કારણે શ્રી માનદેવસૂરિનું તપ વધુ ઉજ્વળ બન્યું. એમનાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને ઉત્કૃષ્ટ જ્ઞાન જોઈને જયા, વિજયા, અપરાજિતા અને પન્ના નામની ચાર દેવીઓ એમના સાન્નિધ્યમાં વસવા લાગી અને સદૈવ સૂરિજીને વંદન કરવા આવવા લાગી. આને પરિણામે માનદેવસૂરિનો યશ સર્વત્ર ફેલાવા લાગ્યો. આ સમયે જેનોની સમૃદ્ધિથી ઓપતી તક્ષશિલા નગરીમાં પાંચસો જિનમંદિરો હતાં. આ નગરીમાં અચાનક મહામારીના રોગનો આતંક ફેલાયો અને અનેક લોકો અકાળે મરવા લાગ્યા. આખુંય નગર મૃતદેહોના ઢગથી ભરાઈ ગયું અને હૈયું ચીરી નાખે એવાં વેદના અને કલ્પાંત સિવાય નગરમાં કશું સાંભળવા મળતું નહોતું. આ સમયે ચિંતાતુર શ્રાવકો આ વિકટ પરિસ્થિતિનો ઉપાય શોધવા લાગ્યા. એમણે શાસનદેવીની આરાધના કરી, ત્યારે દેવીએ કહ્યું કે નાડોલ નગરમાં મહાપ્રભાવક આચાર્ય માનદેવસૂરિ પાસે જાઓ. આ નગરીમાં એમના ચરણનું જળ છાંટવાથી આ મહાઉપદ્રવ શાંત થશે. તક્ષશિલા નગરીના વીરચંદ શ્રાવક શ્રીસંઘનો વિનંતીપત્ર લઈને આચાર્ય માનદેવસૂરિ પાસે આવ્યા, ત્યારે દેવીઓને જોઈને એમને મનોમન શંકા જાગી. આ સ્ત્રીઓ અહીં આચાર્ય મહારાજ પાસે શા માટે બેઠી હશે ? પરિણામે આચાર્યશ્રીને વંદન કર્યા વિના જ વીરચંદ બેઠો. એનું અવિનયી વર્તન જોઈને દેવીઓએ એને મુશ્કેટોટ બાંધી દીધો. પારાવાર પશ્ચાત્તાપ અનુભવતા વીરચંદને ગુરુએ ક્ષમા આપીને બંધનમુક્ત કર્યો. તક્ષશિલાના શ્રીસંઘના વિનંતીપત્રને રજૂ કર્યો ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, “હું અહીં બેઠાં બેઠાં જ શ્રીસંઘનું કાર્ય કરી આપીશ.” એમણે મંત્રાધિરાજ ગર્ભિત “શાંતિસ્તવસ્તોત્ર” બનાવી આપ્યું. એમ પણ કહ્યું કે આ સ્તોત્રનો પાઠ ગણીને મંત્રિત જળનો છંટકાવ કરવાથી મરકીના ઉપદ્રવની શાંતિ થશે. શ્રાવક વીરચંદ આ સ્તોત્ર લઈને તક્ષશિલા નગરીમાં પહોંચ્યો. શ્રીસંઘે આચાર્ય માનદેવસૂરિના કહેવા પ્રમાણે પાઠ કરીને મંત્રિત જળનો છંટકાવ કર્યો. આને પરિણામે વ્યંતરનો ઉપદ્રવ શાંત થયો. આચાર્યશ્રી માનદેવસૂરિએ આવી જ રીતે ઉપદ્રવનિવારણ માટે ‘તિજયપહુત્ત’ નામક સ્તોત્ર રચ્યું. આમ, મહાપ્રભાવિક શ્રી માનદેવસૂરિએ શ્રીસંઘના હિતાર્થે મંત્રરચનાઓ કરી. ‘સૂરિ: શ્રીમાનદેવચ્ચએ પદ બોલનારો પ્રત્યેક જૈન ‘લઘુસ્તવશાંતિસ્તવ 'ના રચયિતા આચાર્ય માનદેવસૂરિની પ્રતિભાથી પરિચિત છે. તેઓએ સાંઢા જાતિના રજપૂતોને પ્રતિબોધ આપીને જૈન બનાવ્યા હતા. તેઓ વીર સં. ૭૩૧માં શ્રી ગિરનાર તીર્થ પર અનશન કરીને કાળધર્મ પામ્યા હતા. ધર્મસ્નેહસૌજન્ય ભાવનગરમાં આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિ મ.ની નિશ્રામાં થયેલા ૮૦૦ સિદ્ધિતપની સ્મૃતિમાં; શ્રી રમણલાલ કેશવલાલ ગાંધી (ખેડાવાળા)ના શ્રેયાર્થે, હ. કુંદનબહેન રમણલાલ, પુત્ર અરુણભાઈ, અ. સૌ. નિશાબહેન, રીટુબહેન તથા ચિ. ઋષભકુમાર. વાલકેશ્વર, મુંબઈ www.jainelitiary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ 5000 8 EDWOOD CA 200 co Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શ્રી મલવાદ:સૂરિ એ એક એવો સુવર્ણયુગ હતો કે જ્યારે સૌરાષ્ટ્રની નગરી વલ્લભી જૈન સંઘની જાહોજલાલીથી ઝળહળતી હતી. આવી અનુપમ નગરીમાં દુર્લભદેવીની કૂખે અજિતયશ, યક્ષ અને મલ્લ એમ ત્રણ પુત્રોનો જન્મ થયો. દુર્લભ ધર્મ એવા જૈન ધર્મના સંસ્કારો પોતાના ત્રણે પુત્રોમાં સિંચનારી આદર્શ માતા દુર્લભદેવીએ પોતાના ભાઈ આચાર્યશ્રી જિનાનંદસૂરિજી પાસે પુત્રો સહિત દીક્ષા અંગીકાર કરી. એ સમયે રાજા શીલાદિત્યની સભામાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે વિવાદ થયો. આચાર્યશ્રી જિનાનંદસૂરિજીએ આ વિવાદમાં ભાગ લીધો. આમાં શરત એવી હતી કે વિવાદમાં જે પરાજિત થાય તેણે ગુજરાત છોડી દેવું. બૌદ્ધ રાજાએ આચાર્ય જિનાનંદસૂરિને પરાજિત જાહેર કર્યા. આ સમયે આચાર્યશ્રી ગુજરાત છોડીને વલભી આવ્યા. આચાર્યશ્રી અત્યંત વ્યથિત હતા ત્યારે એમની બહેન દુર્લભદેવીએ કહ્યું, “મારા ત્રણ પુત્રોમાંથી એક પુત્ર આપને આપીશ અને તે આપની આ વ્યથા અને ચિંતા દૂર કરશે.” દુર્લભદેવીએ પોતાના પુત્રોને વાત કરી ત્યારે ત્રણેય પુત્રો આ કાર્યને માટે ઉત્સુક હતા. ત્રણેએ આચાર્યશ્રી પાસે દીક્ષા લેવા માટે સ્પર્ધા કરી. માતાએ આનંદાશ્રુ સાથે દીક્ષાની સંમતિ આપી. દુર્લભદેવીના સૌથી નાના પુત્ર બાળમુનિ મલ્લે નિર્ધાર કર્યો કે ધર્મગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન મેળવીશ અને વાદીઓની સભામાં જરૂર વિજય મેળવીશ. બાળમુનિ મલે સરસ્વતીની સાધના કરી એ સાથે બાળ મલ્લમુનિ પર્વત પર જઈને ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. માત્ર પારણાના દિવસે નજીક આવેલા ગામમાંથી જે કંઈ મળે તે લાવીને નિર્વાહ કરી લેતા હતા. સમય જતાં સરસ્વતીદેવી પ્રસન્ન થયાં અને એમણે વરદાન આપ્યું. પરિણામે દેવીએ આપેલી એક ગાથાના વિવરણરૂપે ‘દ્વાદશાર નયચક્ર' નામનો અજોડ ગ્રંથ રચ્યો. ચક્રના બાર આરાની માફક આ ઉત્કૃષ્ટ દાર્શનિક ગ્રંથમાં બાર અધ્યાય છે. પૂર્વે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે “સન્મતિ તર્ક” રચીને ન્યાયશાસ્ત્રનો એક મહાન ગ્રંથ આપ્યો હતો, એ જ રીતે આચાર્ય શ્રી મલસૂરિએ આ ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં નય અને અનેકાંત દર્શનનું ગહન અને તલસ્પર્શી વિવેચન કર્યું. નાનકડા બાળ મુનિએ મહારાજા શિલાદિત્યને કહેવડાવ્યું કે, “તમારી રાજસભામાં વાદ કરવા માટે હું તૈયાર છું. તમારો સંસારી ભાણેજ મલમુનિ બૌદ્ધોને પરાજય આપવા આતુર બન્યો છે.” રાજા શિલાદિત્ય મલ્લના સંસારી મામા હતા અને એમણે બૌદ્ધ ધર્મ સ્વીકારીને એના પ્રચાર માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા. એક નાનકડો મુનિ કઈ રીતે પ્રૌઢ અને પ્રકાંડ વાદીઓને પરાજિત કરી શકે ! સહુના આશ્ચર્ય વચ્ચે રાજા શિલાદિત્યની રાજસભા વાદસભામાં ફેરવાઈ ગઈ. છ-છ મહિના સુધી વાદ ચાલ્યો. આચાર્ય મલ્લસૂરિનો વિજય થતાં આનાથી પ્રભાવિત રાજાએ મુનિ મલ્લને “વાદી"નું બિરુદ અર્પણ કર્યું. પરિણામે તેઓ શ્રી મલ્લવાદીસૂરિ ક્ષમાશ્રમણના નામે સર્વત્ર વિખ્યાત થયા. પોતાના વાકૌશલ અને સાહિત્યસાધના દ્વારા આચાર્ય મલવાદીએ જૈન શાસનની અનોખી પ્રભાવના કરી. આચાર્ય મલવાદીસૂરિએ ‘સન્મતિ તર્કટીકા તેમ જ ચોવીસ હજાર શ્લોક ધરાવતા ‘પદ્મચરિત્ર (જૈન રામાયણ)ની રચના કરી. શ્રી મલ્લવાદીસૂરિ વાકુશળ હતા અને તેથી શ્રી હેમચંદ્રાચાર્યે એમને ‘સર્વોત્કૃષ્ટ તાર્કિક” તરીકે ઓળખાવ્યા છે. એમનો ‘દ્વાદશાર નયચક્ર' ગ્રંથ ન્યાયવિષયક ઉત્તમ ગ્રંથ ગણાય છે અને તે સમયની તત્ત્વજ્ઞાનની વિવિધ ધારાઓની માર્મિક સમાલોચના કરતો આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં એમણે રચ્યો હતો. આચાર્ય મલ્લાદીના મોટા ભાઈ મુનિ અજિતયશે ‘પ્રમાણ ' ગ્રંથની રચના કરી અને બીજા ભાઈ યક્ષ મુનિએ ‘અષ્ટાંગ નિમિત્ત બોધિની' નામની સંહિતાનું નિર્માણ કર્યું. આ રીતે એક મહાન માતાના ત્રણ પુત્રોએ જૈન શાસનની સાધુતા, સાહિત્ય અને તત્ત્વગહનતાથી આગવી સેવા કરી. - ધર્મસ્નેહસૌજન્ય | સુરેન્દ્રનગર રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં કરાવેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પ્રતિષ્ઠાનની સ્મૃતિમાં; ખોડુ(હાલ ૭ 5 પાર્લા, મુંબઈ)નિવાસી જયંતિલાલ છોટાલાલ, વિજય, એ. સી. નેહા, ગૌરાંગ, આકાશ, અતુલ, અ, સો. પ્રીતિ, હાર્દિક, દિશા છે Page #44 -------------------------------------------------------------------------- ________________ Gaaosmob समितिविजित पत्र, निनं समालीका संसारं विनंत्यनir SPOODOOC OO DODGO Wwwwwwvvvvvvvvvv TVVVVVvvvv MANOLSYNO.SATI पचम आगम वाचना वीर निर्माण १००० -देवधिमणि दामाश्रमण. पन 000 Page #45 -------------------------------------------------------------------------- ________________ GC ૧૫. શ્રી દેવર્ધિાદિ ક્ષમામા ગુજરાતના ઇતિહાસપ્રસિદ્ધ વલ્લભી નગરીમાં વીર નિર્વાણ ૯૮૦(વિ. સં. ૫૧૦)માં જૈન ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ઘટના સર્જાઈ. આચાર્યદેવ શ્રીમદ્ દેવર્ધિગણિના નેતૃત્વમાં શ્રુતજ્ઞાનની જાળવણી, એનું વ્યવસ્થિત સંકલન અને એનું લિપિકરણ - એમ ત્રણ અપૂર્વ ધર્મકાર્યો કરવામાં આવ્યાં. થોડાં વર્ષો પૂર્વે આવેલા દુષ્કાળને કારણે અનેક ઋતધર શ્રમણો કાળધર્મ પામ્યા હતા અને તેથી શ્રુતજ્ઞાનને સંગૃહિત અને સંકલિત કરવાની એ યુગમાં પરમ આવશ્યકતા ઊભી થઈ. આ સમયે વિશિષ્ટ વાચનાચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્લભીમાં શ્રમણ સંઘને એકત્રિત કરીને શ્રુતરક્ષાની વિચારણા કરી. કાળની વિષમતા, માનસિક દુર્બળતા અને મેધાની મંદતાને કારણે સુત્રાર્થ સમજવાનું, એને યાદ રાખવાનું અને વારંવાર એનો અભ્યાસ કરવાનું વલણ ક્ષીણ થતું હતું, આથી વિદ્યમાન શાસ્ત્રો અને ગ્રંથોને લિપિબદ્ધ કરવાનો નિર્ણય કર્યો. આ ભગીરથ કાર્યના પ્રારંભરૂપે શ્રમણો પાસેથી આગમના પાઠો સાંભળીને અને ચિત્તમાં ધારણ કરીને એને વ્યવસ્થિત કર્યા. આ સમયે એમની સમક્ષ સ્કંદિલી અને નાગાર્જુનીય - એમ બે વાચનાઓ હતી. નાગાર્જુનીય વાચનાના પ્રતિનિધિ તરીકે આચાર્ય કાલકે (ચતુર્થ) હતા, જ્યારે કંદિલી વાચનાના પ્રતિનિધિ તરીકે આચાર્ય દેવર્ધિગણિ હતા. બંનેની આગમવાચનામાં ભેદ હતો, કારણ કે આર્ય સ્કંદિલ અને આર્ય નાગાર્જુનનો પ્રત્યક્ષ મેળાપ થયો નહોતો. શ્રુતસંકલનાના આ કાર્યમાં બે પાઠભેદ હોવાથી જૈન સંઘ વિભક્ત થાય એવી સ્થિતિ ઊભી થઈ હતી, કિંતુ શ્રી દેવર્ધિગણિએ નાગાર્જુનીય વાચનાને પાઠાંતરના રૂપમાં નોંધીને પોતાની ઉદારતા અને ગરિમાનો પરિચય આપ્યો. આ કાર્યમાં શ્રી દેવર્ધિગણિને આચાર્ય કાલકનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. આગમલેખનને મહત્ત્વનું માનીને બંને વાચનાઓ જોવામાં આવી અને તેથી જ વાચનાની સાથેસાથે આગમલેખન પણ થયું. જિનશાસનની કીર્તિગાથાનું એક ઉત્તુંગ શિખર એટલે આચાર્યશ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ. એમણે ક્ષત-વિક્ષત આગમગ્રંથોને યુગો સુધી સ્થાયી બનાવવામાં શ્રુતલેખનનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું. આને કારણે આગમનિધિનું યોગ્ય સંરક્ષણ થયું તેમજ તેમના કાર્યથી વીતરાગવાણી સંગ્રહાઈ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના જીવન વિશે ભિન્ન ભિન્ન કિંવદંતી મળે છે. દેવર્ષિ કાશ્યપ ગોત્રના ક્ષત્રિય હતા અને તેઓ ક્ષમાશ્રમણ અને દેવવાચક એવાં બે નામોથી ઓળખાતા હતા. એક વાર રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે સમવસરણમાં સૌધર્મેન્દ્રને કહ્યું, “મને ગર્ભાવસ્થામાં દેવાનંદાની કુખેથી ત્રિશલાની કૂખમાં મૂકનાર હરિગેંગમેથી દેવ જ દેવર્ધિગણિ નામથી મારા નિર્વાણ પછી એક હજાર વર્ષ બાદ થશે અને તેઓ દૃષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણકાર થશે.” | દેવર્ધિગણિ માતા કલાવતીના ગર્ભમાં હતા, ત્યારે ગર્ભના પ્રભાવથી કલાવતીએ ઋદ્ધિવાળા દેવને જોયા. પરિણામે એમણે પુત્રનું નામ દેવર્ધિગણિ રાખ્યું. યુવાનીમાં દેવર્ધિને શિકારનો ભારે શોખ હતો. એમને સન્માર્ગ બતાવવાનો ઘણો પ્રયત્ન થયો. એક વાર દેવર્ધિ શિકારે નીકળ્યા હતા ત્યારે સામે ત્રાડ નાખતો સિંહ, પાછળ ઊંડી ખાઈ અને બંને બાજુ દતુશળવાળાં જંગલી પ્રાણી ઊભાં રહેલાં જોયાં. પગની નીચેની પૃથ્વી ડોલતી હતી અને આકાશમાંથી મુશળધાર વર્ષા થતી હતી. આ સમયે ભયવ્યાકુળ દેવર્ધિને એક વાણી સંભળાઈ, “હજી પણ સમજી જા. નહીં તો તારું મૃત્યુ તારી સામે ઊભું છે.” દેવર્ધિએ કાકલૂદીથી કહ્યું, “ગમે તેમ કરીને મને બચાવો. તમે જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું.” દેવ એને બચાવે છે અને આચાર્ય લોહિત્યસુરિ પાસે મોકલી આપે છે. આચાર્યનો ઉપદેશ સાંભળીને દેવર્ષિ દીક્ષિત થયા. એકાદશાંગી અને એક પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી આચાર્ય, ગણાચાર્ય અને વાચનાચાર્ય બન્યા. આચાર્ય દેવર્ધિગણિએ વલ્લભીપુરમાં પાંચસો આચાર્ય સમક્ષ પાંચમી આગમવાચના કરી, ચોર્યાસી આગમશાસ્ત્રોને લિપિબદ્ધ કર્યા તેમજ ‘નંદીસૂત્રની રચના કરી. વીરનિર્વાણ સં. ૧000(વિ. સં. પ૩૦)માં તેઓ કાળધર્મ પામ્યા અને તેની સાથોસાથ શ્રુતજ્ઞાનની ધારા સંપૂર્ણપણે વિચ્છિન્ન થઈ ગઈ. ધર્મસ્નેહસૌજન્ય મહુવામાં આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ મ.ની નિશ્રામાં થયેલા સમૂહ માસક્ષમણની સ્મૃતિમાં; શ્રી પ્રતાપરાય દુર્લભદાસ શેઠ (સાવરકુંડલાવાળા) પરિવાર, હ, અ. સૌ. કલાવતીબહેન પીયૂષકુમાર, - અ. સૌ. કલ્પના મૂકેશકુમાર, અ. સૌ. નીતા. ઘાટકોપર - મુંબઈ Page #46 -------------------------------------------------------------------------- ________________ 포포드 이어 논산 GHA Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૬. શ્રી માનતુંગસૂરિ આચાર્યશ્રી માનતુંગસૂરિજી રચિત ‘ભક્તામર સ્તોત્ર' એટલે ભારતીય સ્તોત્રસાહિત્યનું એક રમણીય અને ઉત્તુંગ શિખર. તેરસો કરતાં પણ વધુ વર્ષોથી ભક્તિની પરમ, ચરમ અને ઊર્ધ્વ ભૂમિકાએ રચાયેલું આ સ્તોત્ર ભાવપૂર્વક ગાવામાં-આરાધવામાં આવે છે. આ સ્તોત્ર ચિત્તમાં રહેલી મિથ્યાત્વની મલિનતા ધોઈને પરમાત્મા પ્રત્યેની ભક્તિની ઉજ્વળતા અર્પે છે. વસંતતિલકા છંદમાં રચાયેલ અત્યંત કર્ણમધુર અને ભાવભરપૂર આ સ્તોત્રનું હજારો ભાવિકો પ્રતિદિન પઠન, પાઠન અને પૂજન કરે છે. એને વિશે સાંપડતી કથાઓ એની પ્રભાવકતાનો પરિચય આપે છે. એનાં યંત્રો એની આરાધનાવિધિ દર્શાવે છે. એના પ્રત્યેક શ્લોકમાં ઋદ્ધિ, મંત્ર અને સાધનાવિધિ સાંપડે છે. આ રીતે એક બાજુ એની આંતરિક આરાધનાની વિધિ મળે છે, તો બીજી બાજુ એના ભાવોને સવિશેષ પ્રગટ કરતાં ટીકા, વિવરણ અને પદ્યાનુવાદ મળે છે. આમાં ભાવ અને ભાષા ઝરણાંની નૈસર્ગિક છટાથી વહે છે. આમાં પ્રશાંત ભક્તિરસનો પ્રગાઢ અનુભવ થાય છે, તો આચાર્યશ્રી માનતુંગસૂરિની વંદનીય લઘુતા ભાવનાવિભોર કરે છે. ધાર્મિક સંસ્કારો ધરાવતા કુટુંબમાં વિક્રમની સાતમી શતાબ્દીમાં જન્મેલા માનતુંગસૂરિએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ આગમશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો અને ગુરુએ એમની જ્ઞાન-ધ્યાનની યોગ્યતા જોઈને એમને આચાર્યપદે સ્થાપ્યા. એક વખત ભોજરાજાએ એમને ધારાનગરીમાં આવવાનું આદરપૂર્વક નિમંત્રણ આપ્યું. નગરદ્વાર પર અનેક વિદ્વાનો સૂરિજીના સ્વાગત માટે આવ્યા હતા. એમણે ઘીથી ભરેલી વાઢી બતાવી ત્યારે સૂરિજીએ એમાં એક સળી ખોસી દીધી. વિદ્વાનોએ એવો સંકેત આપ્યો કે ધારાનગરી તો વિદ્વાનોથી ખીચોખીચ ભરેલી છે, તેમાં આવીને વળી તમે શું કરશો ? ઘીમાં સળી ખોસીને સૂરિજીએ દર્શાવ્યું કે તેઓ પોતે ધારાનગરીના વિદ્વાનોની સભામાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી શકે તેમ છે. - વારાણસી નગરીમાં બાણ અને મયૂર નામના બે પંડિતો પરસ્પરની ઈર્ષા કરતા હતા. મયુર નામના પંડિતે ચમત્કાર બતાવ્યો. આથી જૈન ધર્મના વિરોધીઓએ એવી વાત ફેલાવી કે જૈન ધર્મમાં કાવ્યરચના દ્વારા સર્જનાત્મક ચમત્કાર સર્જનારા પંડિતોનો સર્વથા અભાવ છે. શાસનની પ્રભાવકતા દર્શાવવા માટે શ્રી માનતુંગાચાર્યે આ પડકાર ઝીલી લીધો. તેમને એક ઓરડામાં પૂરવામાં આવ્યા. એમના શરીરે ચારે બાજુ લોખંડની સાંકળ બાંધવામાં આવી. સાંકળની આગળ ૪૪ તાળાં મારવામાં આવ્યાં. આવા અંધારિયા ઓરડામાં પુરાયેલા આચાર્ય માનતુંગસૂરિજી જિનેશ્વર પરમાત્માની સ્તુતિમાં લીન બનીને ભક્તિરસથી છલકતા શ્લોક પર શ્લોક રચતા ગયા અને તેના ભાવપૂર્ણ ઉચ્ચારણની સાથે જ તાળાં અને લોખંડની સાંકળ તૂટવા લાગ્યાં, ભગવાન ઋષભદેવની અધિષ્ઠાત્રી દેવી ચકેશ્વરીએ આ કાર્ય સિદ્ધ કર્યું. આચાર્યશ્રી માનતુંગસૂરિ રાજસભામાં પધાર્યા અને મધુર શબ્દોથી વારાણસીના રાજા હર્ષદેવને ‘ધર્મલાભ' કહ્યો. આ વિસ્મયજનક ઘટનાથી અત્યંત પ્રભાવિત બનેલા રાજા હર્ષદેવે આચાર્યશ્રી માનતંગસૂરિજી પાસેથી જૈન ધર્મનો પવિત્ર ઉપદેશ મેળવ્યો. રાજાએ જૈન શાસનની ઉન્નતિ માટે અનેક સત્કાર્યો કર્યા અને સ્વયં જૈન ધર્મ અંગીકાર કર્યો. આચાર્યશ્રી માનતુંગસૂરિજીએ રચેલી ૪૪ ગાથાઓ આજે “ભક્તામર સ્તોત્ર”ને નામે સર્વત્ર પ્રચલિત છે. (દિગંબર અને સ્થાનકવાસી પરંપરામાં ૪૮ ગાથાનો પાઠ મળે છે.) “ભક્તામર” શબ્દથી શરૂ થતું હોવાથી “ભક્તામર સ્તોત્રને નામે ઓળખાતા આ સ્તોત્રમાં ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તોત્રમાં શબ્દનું માધુર્ય, અર્થની ગહનતા, ભાવની ઉત્કટતા અને અનુભવની માર્મિકતા એવી છે કે જિનેશ્વર ભગવાનના સ્તોત્રોમાં “ભક્તામર સ્તોત્ર”નું સ્થાન અદ્વિતીય છે. પ્રશાંત ભક્તિરસની પ્રધાનતા, અલંકારોની સુંદર સૃષ્ટિ અને પરમાત્મા પ્રત્યે આત્માની ભક્તિ જગાડતું આ સ્તોત્ર આધિ, વ્યાધિ અને ઉપાધિથી બળેલા-ઝળેલા માનવહૃદયને પરમ શાંતિ અર્પે છે. આઠ પ્રકારના ભયથી ઘેરાયેલા માનવીના જીવનને અભયનું વરદાન આપે છે. માનતંગસૂરિએ ૨ ૧ પદ્ય ધરાવતી ભયહર (નમિઊણ) સ્તોત્ર'ની પણ રચના કરી હતી. ધર્મસ્નેહસૌજન્ય શેઠ પાનાચંદ ઓતમચંદ શાહ(લીંબડીવાળા)ના વંશજ સ્વ. શાંતાબહેન, શાંતિલાલ શિવલાલ શાહ (ઓખાવાળા)ના પુત્રો સ્વ. જયંતિલાલ, રમેશચંદ્ર, જગદીશ, પુત્રવધૂ પુષ્પા, શારદા, ચંદ્રિકા, પૌત્ર દિલીપ, અતુલ્ય, રિખવ, પૌત્રવધૂ મીના-મીરા (બીએટ્રીસ), પ્રપૌત્ર શ્રેયાંસ, પુષ્યજામનગર, Näin Education International Page #48 -------------------------------------------------------------------------- ________________ BAD MY उपर 540 र२६ ९२५ 30 Pood 1340 300 १९५६ 2509 26.99 Toys 000 O 90000000 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શ્રી હરિભદ્રસૂરિ મહાન ગ્રંથકાર અને મહાપ્રભાવક આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં વિપુલ સાહિત્યસર્જન કર્યું. પ્રકાંડ વિદ્વત્તા, અપૂર્વ જ્ઞાનપ્રતિભા, વ્યાપક સમભાવ, નિષ્પક્ષ વિવેચનશક્તિ અને વિરલ ભાષાપ્રભુત્વને કારણે તેઓ સમગ્ર ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એમણે રચેલા ગણાતા ૧૪૪૪ ગ્રંથો એ જિનશાસનનો અનુપમ જ્ઞાનવૈભવ છે. તેઓ આગમિક સાહિત્યના સર્વપ્રથમ ટીકાકાર હતા અને એમના ગ્રંથો દ્વારા એમણે યોગના વિષયમાં નવી કેડી કંડારી આપી. તેઓ ચિત્તોડના રાજા જિતારિના પુરોહિત હતા. વેદશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વગેરેના જાણકાર એવા ૧૪ વિદ્યાના પારગામી હતા. એ સમયે ભારતવર્ષમાં વાદ-વિવાદમાં એમને પરાજિત કરનારું કોઈ નહોતું. વિદ્યાનું અભિમાન એટલું કે લોકોમાં એમ કહેવાતું કે આ પંડિત હરિભદ્ર પેટે સોનાનો પટ્ટો, હાથમાં કોદાળી, બગલમાં જાળ અને ખભે નિસરણી રાખીને ઠેર ઠેર ભ્રમણ કરે છે અને છડેચોક પડકાર ફેંકે છે. પ્રચંડ જ્ઞાનના આફરાથી ફૂલીને પેટ ફાટી ન જાય તે માટે પેટ પર સોનાનો પટ્ટો બાંધે છે. એમને જીતવાની ઇચ્છાવાળો કોઈ વાદી પૃથ્વીપટ છોડીને ધરતીમાં પેસી ગયો હશે તો કોદાળીથી ધરતીને ખોદીને હું એને બહાર કાઢીને પરાભવ આપીશ. સાગરના પેટાળમાં છુપાયો હશે તો આ જાળથી માછલાંની માફક બહાર ખેંચી આણીશ. જો એ આકાશે ચડી ગયો હશે તો એને નિસરણીથી પકડીને લાવીને પરાજિત કરી ભોંયભેગો કરીશ. કળિયુગમાં પોતાને સર્વજ્ઞ માનનારા પંડિત હરિભદ્રે પ્રતિજ્ઞા કરી હતી કે આ પૃથ્વી પર એવો કોઈ જ્ઞાની હોય કે જેનું વચન મારા જેવો સર્વ શાસ્ત્રોનો જ્ઞાતા સમજી ન શકે, તો એનો હું શિષ્ય બની જઈશ. એક વખત પંડિતરાજ હરિભદ્ર પાલખીમાં બેસીને જતા હતા ત્યારે એમણે એક ધર્મગાર પાસેથી પ્રશાંત મધુર કંઠમાંથી વહેતી ગાથા સાંભળી. પંડિત હરિભદ્રે એનો અર્થ ઉકેલવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એનો ભેદ ઊકલતો નહોતો. ચાર વેદો, તમામ ઉપનિષદ, અઢારે પુરાણ અને સર્વ વિદ્યામાં પારંગત એવા એ સમયના શ્રેષ્ઠ વિદ્વાન હરિભદ્રના જ્ઞાનના ગર્વનો હિમાલય ઓગળવા માંડ્યો. તેઓ નમ્રભાવે ગાથા બોલનારા સાધ્વીજી પાસે ગયા અને કહ્યું કે આપની આ ગાથાનો અર્થ સમજાવો. સાધ્વી મહત્તરા યાકિનીએ કહ્યું કે તમારે ગાથાનો અર્થ સમજવો હોય તો અમારા આચાર મુજબ કાલે અમારા ગુરુદેવ આવે ત્યારે જરૂર પધારજો. તેઓ આ૫ને જરૂ૨ એનો મર્મ સમજાવશે. બીજે દિવસે આચાર્ય જિનદત્તસૂરિ પધાર્યા અને એમણે હરિભદ્રને આ ગાથાનો મર્મ સમજાવ્યો. હરિભદ્ર એમના શિષ્ય બન્યા અને સમય જતાં એ પંડિત હરિભદ્ર આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા. તેઓ પોતાના પર અવર્ણનીય ઉપકાર કરનાર અને જ્ઞાન-આરાધનાની નવી ક્ષિતિજો બતાવનાર સાધ્વી યાકિની મહત્તરાને પોતાની માતા ગણતા હતા. હવે કલિકાલના સર્વજ્ઞ જેવાં વિશેષણોથી ઓળખાવું એમને ગમતું નહોતું. જેમ જેમ જૈન શાસ્ત્રોનું જ્ઞાન વધતું ગયું, તેમ તેમ સમય જતાં અંતે પોતાની જાતને અલ્પમતિ તરીકે ઓળખાવતા હતા અને સ્વરચિત ગ્રંથોના સમાપનમાં તેઓ કૃતજ્ઞતાપૂર્વક સાધ્વી યાકિની મહત્તરાનું સ્મરણ કરીને અંતે “યાકિની મહત્તરા ધર્મસૂનુ” અર્થાત્ “યાકિની મહત્તરાના ધર્મપુત્ર” તરીકે તેઓ પોતાનો પરિચય આલેખતા હતા. એક સમયે જૈન ધર્મ પ્રત્યેના દ્વેષને કારણે હરિભદ્ર એમ કહેતા હતા કે ગાંડા હાથીના પગ નીચે કચડાઈને મરવું સારું, પરંતુ જિનમંદિરમાં કદીયે જવું નહીં. એ જ હરિભદ્રને એક વાર ઉન્મત્ત હાથીથી જાતને બચાવવા જિનમંદિરનો આશરો લેવો પડ્યો. એ સમયે વીતરાગની મૂર્તિ જોઈને એમણે મજાક પણ કરી હતી કે, “તારું શરીર જ મિષ્ટાન્ન ભોજનની સ્પષ્ટ સાક્ષી પૂરે છે, કેમ કે બખોલમાં અગ્નિ હોય તો ઝાડ લીલુંછમ રહે ખરું ?” પરંતુ કુદરતની બલિહારી એ કે સમય જતાં તેઓને જૈન ધર્મ અને જિનમંદિરની મહત્તાનો અનુભવ થયો અને પોતાના શબ્દો અને વિચારો બદલી નાખ્યા. એમ કહેવાય છે કે લલ્લિગ શેઠે આપેલા રત્નના પ્રકાશમાં આચાર્ય હરિભદ્રસૂરિજી રાત્રે ગ્રંથરચના કરતા હતા. આવા મહાન આચાર્યનો જીવનકાળ વીર નિર્વાણ સં. ૧૨૨૭ થી ૧૨૯૭ (વિ. સં. ૭૫૭ થી ૮૨૭) સુધીનો માનવામાં આવે છે. ધર્મસ્નેહસૌજન્ય શ્રી આગમોદ્ધારકશ્રીના સમુદાયના સા. શ્રી મૃગેન્દ્રશ્રીના પ્ર. સા. શ્રી પ્રશમશ્રી, નિર્વેદશ્રી, પ્રશાંતશ્રી, યશસ્વિનીશ્રી, કલ્પવિદાશ્રીના ઉપદેશથી ભક્તવર્ગ. શ્રી અંધેરી(પશ્ચિમ)નો ગુણાનુરાગી ભક્તવર્ગ. શ્રીયાબાઈ દીપચંદ તાતેડ, દીપ સન્સ જવેલર્સ, અંધેરી, મુંબઈ www.jainellbrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ w how www पुल Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮. શ્રી બપ્પભટ્ટસૂરિ જૈન સાધુના નિષ્કલંક બ્રહ્મચર્યના ઉત્કૃષ્ટ દૃષ્ટાંતરૂ૫ બપ્પભટ્ટિસૂરિ શાસ્ત્રાર્થમાં અતિ પ્રવીણ હતા. ક્ષત્રિય વંશમાં શ્રી બપ્પભટ્ટિનો જન્મ વીર નિર્વાણ સં. ૧૨૭૦(વિ. સં. ૮૦)ની ભાદરવા માસની ત્રીજે ગુજરાતમાં આવેલા ડુમ્બાઉધિ ગામમાં થયો. અત્યારે આ ગામ બનાસકાંઠામાં ધાનેરા-થરાદની નજીક આવેલા ડુવા ગામ તરીકે ઓળખાય છે. એમનું બાલ્યાવસ્થાનું નામ સુરપાલ હતું. એકવાર મોઢેરામાં બિરાજમાન આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ સ્વપ્નમાં બાળ કેસરીસિંહને ચૈત્ય પર છલાંગ ભરતો જોયો. પ્રાત:કાળે આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિ જિનાલયમાં ગયા અને એમની દૃષ્ટિ આ છ વર્ષના બાળક પર પડી. આચાર્યશ્રીને આ તેજસ્વી બાળકને જોતાં જ સ્વપ્નનું સ્મરણ થયું અને એમણે બાળક સૂરપાલના પિતા બપ્પ અને માતા ભટિને બોલાવ્યાં. માતાપિતાએ બાળકની તેજસ્વિતા અને દઢતા જાણીને તેને શાસનને સમર્પિત કર્યો. માતા-પિતાની મંગળ સ્મૃતિ રૂપે આ બાળકનું નામ બપ્પભટ્ટ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા બાદ મુનિ બપ્પભટ્રિએ તર્કપ્રધાન ગ્રંથો અને બોતેર કળાઓનું શિક્ષણ મેળવ્યું. કાન્યકુબ્ધ દેશના આમ રાજા બપ્પભટ્ટિસૂરિ પાસેથી પ્રતિબોધ પામ્યા. રાજાએ પોતાનું અડધું રાજ્ય આપવાની વિનંતી કરી, પરંતુ બપ્પભટ્ટિસૂરિએ અપરિગ્રહી જૈન સાધુનો ખ્યાલ આપ્યો. બપ્પભટ્ટસૂરિની કાવ્યરચનાથી કાન્યકુબ્ધનો રાજા અત્યંત પ્રભાવિત થયો. આ રાજા વખતોવખત બપ્પભટ્ટિસૂરિની કસોટી કરતા હતા. ક્યારેક એમની સાધુતાની અગ્નિપરીક્ષા કરતા, તો ક્યારેક એમની વિદ્વત્તાની પરીક્ષા કરતા. | યુવાન સૂરિજીને જોઈને એમના બ્રહ્મચર્યવ્રતની પરીક્ષા કરવા માટે આમ રાજાએ એક ગણિકાને પુરુષવેશમાં સૂરિજી પાસે મોકલી. એ ગણિકા ચૂપચાપ સૂતેલા સૂરિજીની સેવા કરવા લાગી. નારીનો કોમળ સ્પર્શ થતાં બપ્પભટ્ટિસૂરિ જાગી ગયા. ચોંકી ઊઠડ્યા. યુવાની, રાત્રિનો નીરવ સમય અને અત્યંત એકાંતમાં ચલાયમાન કરવાનો રાજા આમનો મનોભાવ સૂરિવર પામી ગયા. એમણે ગણિકાને પાછા ચાલ્યા જવા કહ્યું. આ યુવાન કામવિજેતા આગળ ગણિકા નમી પડી. અડગ મનના આ સૂરિવરને દેવલોકની અપ્સરા પણ ચલાવી શકે તેમ નહોતી. પોતાના ગુરુની ગૌરવગાથા સાંભળીને રાજા આમ હર્ષવિભોર બની ગયા. એકવાર ધર્મ રાજાના નિમંત્રણથી આમ રાજા તરફથી બપ્પભટ્ટિ અને ધર્મ રાજા તરફથી વિદ્વાન વર્ધનકુંજરનો છ મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. આ શાસ્ત્રાર્થમાં બપ્પભદિસૂરિનો વિજય થતાં એમને ‘વાદિકુંજર કેસરી ‘ની પદવી મળી. મત અને વાદના વિજયને આ સુરિરાજે સંવાદમાં પલટી નાખ્યો. આમ રાજા અને ધર્મ રાજા વચ્ચે વર્ષો જૂનાં વેરનું વાવેતર થયું હતું. આ સૂરિરાજે એ બંનેને ક્ષમાધર્મનું માહાસ્ય સમજાવ્યું. આને કારણે જૈન ધર્મનો ઘણો મહિમા થયો. આ સમયે મથુરાના વાક્પતિ નામના યોગીને પણ બપ્પભટ્ટસૂરિએ પ્રભાવિત કર્યા. આવા સૂરિરાજ પાસેથી ઉપદેશ પામેલા રાજાએ જીવનના સંધ્યાકાળે દીક્ષા ગ્રહણ કરી. આ બપ્પભટ્ટસૂરિએ પોતાના તપોમય અને ત્યાગમય જીવનથી જનસમૂહ પર પ્રભાવ પાથર્યો. એમણે બાવન જેટલા પ્રબંધોની રચના કરી. એમાંથી ‘ચતુર્વિશતિ જિનસ્તુતિ’ અને ‘સરસ્વતી સ્તોત્ર' જેવા પ્રબંધો આજેય ઉપલબ્ધ છે. ધર્મ અને ધ્યાન, તપ અને ત્યાગ જેમના જીવનની રગેરગમાં વહેતા હતા એવા આ સૂરિરાજે કલાકારોને પ્રોત્સાહન આપ્યું. એક ચિત્રકારે બનાવેલા ચિત્ર માટે એને એક લાખ ટકા અપાવ્યા. | કનોજ, મથુરા, અણહિલપુર જેવાં શહેરોમાં વિધિપૂર્વક વીતરાગ પરમાત્માનું ચિત્ર સ્થાપિત કર્યું. અનેક જૈન મંદિરો માટે પણ સૂરિરાજે જનસમૂહને પ્રેરણા આપી. ધર્મસ્નેહસૌજન્ય સા. શ્રી. પ્રવીણાશ્રીજીનાં શિષ્યા સા. શ્રી વિનીતયશાશ્રીના ઉપદેશથી ભક્તવર્ગ. સા. શ્રી મણિશ્રીનાં પ્ર. શ્રી હર્ષપ્રભાશ્રીના ઉપદેશથી શાહ પ્રેમચંદ વાડીલાલ (સાયલાવાળા), બોરીવલી શ્રી મોતીલાલ ઘેવરચંદજી તાતેડ, એમ. એમ. જવેલર્સ, અધેરી, મુંબઈ શ્રી કનકરાજજી ગુલરાજજી કોઠારી, કે. જી. જવેલર્સ, અંધેરી, મુંબઈ LOG Page #52 -------------------------------------------------------------------------- ________________ Page #53 -------------------------------------------------------------------------- ________________ FAC) ૧૯. શ્રી સૂરાચાર્ય શ્રી સુરાચાર્યની વિદ્વત્તા અગાધ હતી તો એમની કવિતા સર્જાતી કલ્પનાશક્તિ અનુપમ હતી. તેઓ શિષ્યોને સ્વાધ્યાય કરાવતા ત્યારે અભ્યાસની બાબતમાં સહેજે કચાશ રાખતા નહીં. ભણાવતી વખતે જો શિષ્યોને પાઠ બરાબર આવડે નહીં તો પોતાના ઓઘાની દાંડીથી એમને ફટકારતા હતા. લાકડાની આ દાંડી વારંવાર મારવાથી તૂટી જતી હતી, તેથી એમણે લોખંડની દાંડી રાખવાનું વિચાર્યું. તેઓના ગુરુને આની જાણ થઈ ત્યારે ગુરુએ એમને વાર્યા અને ઠપકો આપતાં કહ્યું, “જો જ્ઞાનનો આટલો બધો ગર્વ હોય તો રાજા ભોજની એકએકથી ચડિયાતા વિદ્વાનોની સભામાં જઈને વિજય મેળવી આવો. ત્યાં જઈને જિનશાસનનો વિજયધ્વજ લહેરાવો તો ખરા. બાકી આ રીતે લોહદંડ એ તો યમરાજનું હથિયાર કહેવાય. ભયનું પ્રતીક છે. અભયના આરાધક સાધુને એ શોભે નહીં.” ગુરુનાં વચનોએ સૂરાચાર્યની કઠોરતા અળગી કરી. યોગાનુયોગ એવું બન્યું કે એ દિવસોમાં માળવાના રાજા ભોજે ગુર્જરપતિ ભીમદેવની સભામાં વિદ્વત્તા અને સંસ્કારિતાની કસોટી કરે તેવી, શ્લોક રૂપે એક માર્મિક સમસ્યા મોકલી હતી. રાજાએ ઊંડો વિચાર કર્યો. સોલંકી રાજવી ભીમદેવે રાજના વિદ્વાન પંડિતોને માળવાના પડકારની વાત કરી. રાજમંત્રી રાજના વિદ્વાન પંડિતોને માળવાના પડકારની વાત કરી. રાજમંત્રીઓ અને અન્ય પંડિતોએ એમ કહ્યું કે આ કામ તો માત્ર સુરાચાર્ય જ કરી શકે. રાજાએ આદરપૂર્વક સુરાચાર્યને રાજસભામાં બોલાવ્યા અને એમને રાજા ભોજે મોકલેલા શ્લોકના ઉત્તરની વાત કરી. હમણાં જ ઉચ્ચારાયેલાં ગુરુવચનો સૂરાચાર્યના કાનમાં ગુંજતાં હતાં. સુરાચાર્યે આવતાંની સાથે જ રાજા ભોજની સમસ્યાનો ઉકેલ બતાવતા કાવ્યસંદેશાનું સર્જન કર્યું. એમની વિદ્વત્તા અને સર્જકતા જોઈને આખી સભા ડોલી ઊઠી. રાજા ભોજની સભામાં આ કાવ્યસંદેશો કહેવામાં આવ્યો, ત્યારે આખીયે સભા દંગ થઈ ગઈ. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ગુજરાતમાં આવી અનુપમ કાવ્યશક્તિ ધરાવનાર કોઈ સર્જક સાધુ હોય ! એ પછી તો ગુજરાત અને માળવા વચ્ચે કાવ્યરચનાઓનું આદાનપ્રદાન થતું ગયું અને બંને પ્રદેશોમાં કાવ્યરસની છોળો ઊડવા લાગી. - ચૈત્યમાં ધર્મનૃત્ય-નાટિકાથી થાકેલી નર્તકી વારંવાર થાંભલાની આડમાં જઈને પોતાના તાલથી જ પરસેવો લૂછતી હતી. આવા પ્રસંગ પર રાજા ભોજે કાવ્યરચના કરી. એનો પ્રતિ શ્લોક રચનાર સુરાચાર્યની સર્ગશક્તિ પર રાજા ભોજ પ્રસન્ન થયા. માળવામાં આવ્યા બાદ સુરાચાર્યે પોતાની પ્રતિભાથી રાજા ભોજની વિદ્વટ્સભાને ચકિત કરી દીધી. આ સમયે પંડિતોએ એક નાના બાળકને પોપટની જેમ પઢાવીને શાસ્ત્રાર્થ કરવા બેસાડ્યો. મહાવિદ્વાન સુરાચાર્ય સમજી ગયા કે આ બાળક વિદ્વાન નથી, પરંતુ ભોજના દરબારના પંડિતોએ એમની સાથે યુક્તિ કરી છે. વિદ્વત્તાના સાગર શ્રી સુરાચાર્ય એમ કંઈ પાછા પડે ખરા ? એમણે બાળકને લાડકોડથી રમાડવા માંડ્યો. કાલીઘેલી ભાષામાં એની સાથે વાત કરવા લાગ્યા. આ સમયે પોપટની જેમ રટણ કરી જાણતા બાળકની સુરાચાર્યે ભૂલ બતાવી, તો એ બાળક સહજપણે બોલી ઊઠડ્યો, હું તો મારી પાટીમાં લખેલું બોલું છું. મને જેવું ગોખાવવામાં આવ્યું છે તે જ બોલું છું.” | આમ પંડિતોની પોલ ઉઘાડી પડી ગઈ. આખરે ભોજના દરબારના પંડિતો શ્રી સૂરાચાર્ય સાથે વાદવિવાદમાં ઊતર્યા, પરંતુ સુરાચાર્યે સહુને પરાભવ આપ્યો. આથી કોષે ભરાયેલા પંડિતોએ સુરાચાર્ય પર હુમલો કરવા વિચાર કર્યો, પરંતુ મહાકવિ ધનપાળની મદદથી સુરાચાર્ય માળવામાંથી વિહાર કરીને ગુજરાતમાં આવી પહોંચ્યા. માળવાની રાજસભામાં સુરાચાર્યની વિદ્વત્તાએ ડંકો વગાડ્યો. આચાર્ય શ્રી સૂરાચાર્ય સોલંકી સમયની રાજધાની પાટણમાં પહોંચ્યા, ત્યારે પાટણના રાજવી ભીમદેવ અને નગરજનોએ એમનું ભવ્ય સન્માન કર્યું. એમણે ભગવાન ઋષભદેવ અને ભગવાન નેમિનાથ એ બંનેના ચરિત્રરૂપ કાવ્યગ્રંથ રચ્યો હતો. વિ. સં. ૧૦૯૦માં એમણે ગદ્ય-પદ્યમાં નેમિચરિત્ર મહાકાવ્યની રચના કરી. શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર એમ ત્રણે શાસ્ત્રોમાં શ્રી સૂરાચાર્યની વિદ્વત્તા સમાનરૂપે પ્રગટ થઈ. ધર્મસ્નેહસૌજન્ય લીંબડી(હાલ અંધેરી, મુંબઈ)નિવાસી રમણિકલાલ પુંજાભાઈ પરીખના શ્રેયાર્થે; હ. વિમળાબહેન રમણિકલાલ, પુત્ર અતુલ, નીતિન, પુત્રવધુ અંજના, સુધા, પૌત્ર મૌલિક, મોનીલ, પૌત્રી જીજ્ઞા, વૈશાલી, પુત્રી કલ્પના પ્રફુલ્લભાઈ, વર્ષા શૈલેષભાઈ પરિવાર. Page #54 -------------------------------------------------------------------------- ________________ 98 జరుపు 0 esaten Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શ્રી અભયદેવસૂરિ જૈન આગમોમાંથી નવ આગમો પર સંસ્કૃત ટીકાઓ રચીને નવાંગી વૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ શ્રી અભયદેવસૂરિજીએ અનેક ગ્રંથોની રચના કરી. એમણે ‘જ્ઞાતા ધર્મકથા’, ‘સ્થાનાંગ’, ‘સમવાયાંગ’, ‘ભગવતી’, ‘ઉપાસકદશા’, ‘અંતકૃદ્ દશા’, ‘પ્રશ્નવ્યાકરણ’જેવાં આગમનાં નવ અંગો પર ટીકા રચી. જૈન આગમસાહિત્યના ગૂઢાર્થને સમજવા માટે શ્રી અભયદેવસૂરિજીની ટીકાઓ ચાવીરૂપ છે. આ ટીકાઓ સંક્ષિપ્ત અને શબ્દાર્થપ્રધાન હોવાની સાથે એમાં અનેક વિષયોનું નિરૂપણ મળે છે. આ રીતે જિનઆગમોની શુદ્ધ પરંપરા ચિરકાળ સુધી અખંડ રહે, તે માટે ગ્રંથરચના કરનારા આચાર્યોમાં અભયદેવસૂરિજીનું નામ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. આચાર્યશ્રી અભયદેવસૂરિનો જન્મ વૈશ્ય પરિવારમાં વીરનિર્વાણ સં. ૧૫૪૨(વિ. સં. ૧૦૭૨)માં થયો. માલવદેશની વિખ્યાત ધારાનગરીમાં મહિધર શેઠ અને ધનદેવી માતાની કૂખે જન્મેલા આ બાળકનું નામ અભયકુમાર રાખવામાં આવ્યું. ધારાનગરીમાં એક વખત શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ પધાર્યા હતા, ત્યારે એમનું વ્યાખ્યાન સાંભળતાં અભયકુમારને વૈરાગ્યનો રંગ લાગ્યો. માતા-પિતાની આજ્ઞા લઈને એમણે શ્રી જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. નાની વયે જ એમણે આગમ સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો અને સમય જતાં તેઓ આચાર્ય પદથી અલંકૃત બન્યા. એમ કહેવાય છે કે એક રાત્રે આચાર્ય અભયદેવસૂરિ ધ્યાનમાં લીન હતા, ત્યારે શાસનદેવી એમની સમક્ષ પ્રગટ થયાં. શાસનદેવીએ કહ્યું કે ‘આચારાંગ’ અને ‘સૂત્રકૃતાંગ' આગમોની ટીકાઓ સુરક્ષિત છે, પરંતુ અન્ય ટીકાઓ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ છે. એ ક્ષતિને દૂર કરવા માટે તમે શ્રીસંઘનું હિત સાધવા પ્રયત્નશીલ બનો. આચાર્ય અભયદેવસૂરિએ આ મહાન કાર્ય સ્વીકાર્યું. નિરંતર આયંબિલ તપ કરીને ગ્રંથરચનાની શરૂઆત કરી. લાંબા પરિશ્રમ બાદ તેઓએ અંગ-આગમ પર ટીકાગ્રંથો રચ્યા. સતત આયંબિલ તપ હોવાથી અને રાતોની રાત જાગ્યા હોવાથી તેઓને કોઢ જેવો રોગ ઉત્પન્ન થયો. આને પરિણામે એમના વિરોધીઓએ એવી વાત ફેલાવી કે શાસ્ત્રોનું ખોટી રીતે અર્થઘટન કરવા માટે એટલે કે ઉત્સૂત્ર-પ્રરૂપણાને કારણે શાસનદેવીએ ઠંડરૂપે એમને આ રોગફળ આપ્યું છે. આચાર્ય અભયદેવસૂરિએ રાત્રિના સમયે શાસનરક્ષક ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને જાગૃત આચાર્યએ પ્રગટ થયેલા ધરણેન્દ્રને કહ્યું, “હે દેવરાજ ! મને મૃત્યુનો લેશમાત્ર ભય નથી, પરંતુ મારા રોગને કારણરૂપ બનાવીને નિંદાખોર લોકો દ્વારા ફેલાવવામાં આવતી સંઘની નિંદા મારાથી સહન થતી નથી. આથી મેં અનશન લઈને દેહત્યાગ કરવાનું વિચાર્યું છે.” શાસનરક્ષક ધરણેન્દ્રએ તેઓ નિર્દોષ હોવાની ખાતરી આપીને જરૂરી માર્ગદર્શન આપ્યું. અભયદેવસૂરિ ધરણેન્દ્રના કહેવા મુજબ શ્રાવકસંઘની સાથે સ્થંભનગ્રામમાં સેઢી નદીના કિનારે આવ્યા. અહીં એક ગોવાળની ગાયનું દૂધ આપોઆપ જ એક જ સ્થળે વહેતું હતું. એ સ્થાનને આચાર્યશ્રીએ શોધી કાઢવું અને ‘જયતિહુઅણ' નામના બત્રીસ શ્લોકનું સ્તોત્ર રચ્યું. આ સ્તોત્રરચનાથી શ્રી સ્થંભન પાર્શ્વનાથની નીલરત્નમય પ્રાચીન પ્રતિમા ધરતીમાંથી પ્રગટ થઈ. શ્રીસંઘે વિધિપૂર્વક એનું સ્નાત્ર કર્યું અને એ સ્નાત્રજળ અભયદેવસૂરિજીના અંગ પર લગાવવામાં આવતાં જ એમનો રોગ નષ્ટ થઈ ગયો. આચાર્યશ્રી પુનઃ સ્વસ્થ બની ગયા. આજે પણ ખંભાતના જિનાલયમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથની એ પ્રતિમા બિરાજમાન છે. આ પછી આચાર્યશ્રીએ નવાંગી ટીકાની રચનાનું કાર્ય પૂર્ણ કર્યું. ગહન આગમગ્રંથોની સુગમ વ્યાખ્યાઓ અને સરળ સમજણ ઉપલબ્ધ થઈ. શ્રીસંઘ પર આચાર્યશ્રીએ મહાન ઉપકાર કર્યો. એવી કથા છે કે શાસનદેવે આચાર્ય અભયદેવસૂરિને એક દિવ્ય આભૂષણ આપ્યું હતું. એની પ્રાપ્ત કિંમતની ૨કમમાંથી આ નવાંગી ટીકાની પ્રતિલિપિઓ લખાવવાનું કામ કરવામાં આવ્યું. ટીકા સાહિત્યની આ પ્રતિલિપિઓ એ સમયના મુખ્ય મુખ્ય આચાર્યોને પહોંચાડવામાં આવી. ગુજરાતના કપડવંજ ગામમાં આચાર્યશ્રી કાળધર્મ પામ્યા. આજે પણ કપડવંજના તપગચ્છ ઉપાશ્રયમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિની સમાધિ મોજૂદ છે. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રસન્નચંદ્ર વિ. મ. તથા શ્રી બાબુભાઈ ચીમનલાલ સંઘવીના શ્રેયાર્થે; મુનિ સંવેગચંદ્ર, નિર્વેદચંદ્ર વિ., સા. શ્રી યશસ્વિની, શ્રી ઉપશાંતશ્રીજીના ઉપદેશથી; જશવંતીબહેન બાબુભાઈ સંઘવી સહપરિવાર (સુરત). હાલ મુંબઈ www.jainellbrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ 11-11 Peter Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૧. શ્રી હેમચંદ્રાચાય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કવિતા અને વ્યાકરણ, ઇતિહાસ અને પુરાણ, યોગ અને અધ્યાત્મ, કોશ અને અલંકાર, ત્યાગ અને તપશ્ચર્યા, સંયમ અને સદાચાર, રાજકલ્યાણ અને લોકકલ્યાણ એવાં અનેકવિધ ક્ષેત્રોમાં સાત દાયકા જેટલા દીર્ઘકાળ સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સાધુતા અને સાહિત્યના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની સાથે તુલના કરી શકાય તેવી કોઈ બીજી વિભૂતિ નજરે પડતી નથી. ધંધુકા શહેરમાં મોઢ વણિક જ્ઞાતિના ચાચિગ અને પાહિણીના આ પુત્રનાં લક્ષણ પારણામાંથી પ્રગટ થયાં. શાસ્ત્રોના જ્ઞાતા, સામુદ્રિક લક્ષણ વિદ્યાના જાણકાર અને અનેક ગ્રંથોના રચયિતા આ. શ્રી દેવચંદ્રસૂરિ એ સમયે ધંધુકામાં બિરાજમાન હતા. પાંચ વર્ષના બાળક ચાંગને લઈને માતા પાહિણી શ્રી દેવચંદ્રસૂરિજીને વંદન કરવા આવ્યાં. આ સમયે શ્રી દેવચંદ્રસૂરિજી દર્શનાર્થે જિનાલય તરફ ગયા હતા. ચાંગ પોતાની જાતે જ ગુરુ મહારાજની પાટ પર બેસી ગયો. દર્શન કરીને પાછા આવેલા શ્રી દેવચંદ્રસૂરિએ આ દૃશ્ય જોયું. બાળકની મુખાકૃતિ અને સાહજિક રુચિ જોતાં એમણે પાહિણીને કહ્યું, “તારો પુત્ર ભવિષ્યમાં મહાન સાધુ બનીને અનેક લોકોનું કલ્યાણ કરશે.” શ્રી દેવચંદ્રસૂરિ સંઘના આગેવાનોને લઈને પાહિણીને ઘેર આવ્યા. પાહિણીએ પોતાનું મહાભાગ્ય જાણીને આનંદ અનુભવતાં ચાંગને ગુરુચરણે સમર્પી દીધો. એમને મુનિ સોમચંદ્ર નામ આપવામાં આવ્યું. મુનિ સોમચંદ્રને કઈ રીતે આચાર્ય હેમચંદ્ર નામ આપવામાં આવ્યું તે વિશે એક દંતકથા પ્રચલિત છે. પાટણના શ્રીમંત શ્રેષ્ઠી ધનદ શેઠે સોમચંદ્ર મુનિને પોતાને ત્યાં ગોચરી માટે પધારવા વિનંતી કરી. મુનિ સોમચંદ્ર વૃદ્ધ મુનિ વીરચંદ્ર સાથે ધનદ શેઠને ત્યાં ગયા. એ સમયે ધનદ શેઠની દરિદ્રતા જોઈને સોમચંદ્રને મુનિ વીરચંદ્રે કહ્યું કે આની પાસે ઘણી સુવર્ણમુદ્રાઓ છે, પરંતુ તે કોલસા જેવી કાળી દેખાતી હોવાથી એની એમને ખબર નથી. આનું નામ જ છે કર્મની પ્રબળતા. ધનદ શેઠને કાને આ વાત આવી ત્યારે એમણે સોમચંદ્ર મુનિને એ ઢગલા પર બેસાડી દીધા. કાળી કોલસા જેવી સુવર્ણમુદ્રાઓ એકાએક સુવર્ણનો ચળકાટ ધરાવતી થઈ ગઈ. આ સમયે ધનદ શેઠે સોમચંદ્ર મુનિનું આચાર્ય તરીકે હેમચંદ્ર નામ રાખવાનું એમના ગુરુદેવને કહ્યું. હેમચંદ્રાચાર્યની કીર્તિની કથાઓ ગુજરાતના રાજવી સિદ્ધરાજ સુધી પહોંચી. એક વખત સિદ્ધરાજ હાથી પર બેસીને પાટણની મુખ્ય બજારમાંથી પસાર થતો હતો ત્યારે એણે કરેલી વિનંતીને કારણે હેમચંદ્રાચાર્યે એક શ્લોક કહ્યો. આ શ્લોક સાંભળીને સિદ્ધરાજ પ્રભાવિત થયો. માળવાના વિજય પછી સિદ્ધરાજ સમક્ષ વિદ્વાનોએ ભોજના સંસ્કૃત વ્યાકરણની પ્રશંસા કરી. શત્રુ રાજાની પ્રશંસા સિદ્ધરાજને પસંદ પડી નહીં, કિંતુ તપાસ કરતાં એને જાણ થઈ કે એના રાજ્યમાં બધે જ અભ્યાસીઓ ભોજના વ્યાકરણનું અધ્યયન કરે છે. ભોજ કરતાં ચડિયાતું વ્યાકરણ લખવાનો સિદ્ધરાજનો પડકાર એના રાજ્યના એકેય પંડિત કે વિદ્વાન ઝીલી શક્યા નહીં, પરિણામે સિદ્ધરાજે શ્રી હેમચંદ્રાચાર્યને વિનંતી કરી. એમણે લગભગ એક વર્ષમાં સવા લાખ શ્લોકની સાથે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેતું ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' નામનું વ્યાકરણ તૈયાર કર્યું. હાથી પર અંબાડીમાં એની નકલ મૂકીને ભારે ધામધૂમપૂર્વક પાટણમાં શોભાયાત્રા કાઢવામાં આવી. ગુજરાતમાં પહેલી વાર સરસ્વતીનું આવું વિરાટ બહુમાન થયું. ‘સિદ્ધહેમ’ના ટૂંકા નામે ઓળખાતું આ વ્યાકરણ રાજદરબારમાં વંચાયું અને ભારત ઉપરાંત નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂરના દેશોમાં તે મોકલવામાં આવ્યું. એ પછી આજ સુધીના આશરે આઠસો વર્ષના ગાળામાં કોઈ વિદ્વાને આવું વ્યાકરણ રચ્યું નથી. નિઃસંતાન સિદ્ધરાજ પછી કુમારપાળ ગાદીએ આવશે તેવી આગાહી હેમચંદ્રાચાર્યે કરી હતી, પરંતુ કુમારપાળ પ્રત્યે વેરભાવ રાખતા સિદ્ધરાજે એને મરાવી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા. એક વાર ખંભાતમાં ગુપ્ત વેશે કુમારપાળ હેમચંદ્રાચાર્યને મળવા ગયા હતા. સિપાઈઓ આવતાં કુમારપાળને સંતાડી દીધા. ગુરુની ભાવના અનુસાર હેમચંદ્રાચાર્યે અનેક ગ્રંથો લખ્યા. સમ્રાટ કુમારપાળના સમયમાં અમારિ ઘોષણા કરીને અહિંસાનું પ્રવર્તન કર્યું. ૮૪ વર્ષની સુદીર્ઘ જીવનયાત્રા બાદ વિ. સં. ૧૨૨૯માં પાટણમાં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. ધર્મસ્નેહસૌજન્ય મુનિ નિર્મળચંદ્ર સુધર્મચંદ્ર વિ.ના ૪૫ ઉપવાસની સ્મૃતિમાં, મુનિ કુલચંદ્ર, જીનેશચંદ્ર વિ.ના ઉપદેશથી લીંબડી(હાલ રતનપર)નિવાસી શ્રી નરોત્તમદાસ ત્રિભોવનદાસ સંઘવી તથા માતુશ્રી મોતીબહેનના શ્રેયાર્થે; શ્રી બંસીભાઈ નરોત્તમદાસ સંઘવી, અ. સૌ. રેખાબહેન, પુત્ર ચિંતન, પુત્રી સુગંધી. www.jainellbrary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ NEOCOLOR SNOO OOO For Privale & Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૨. શ્રી જિનદત્તસૂરિ જિનશાસનના પ્રભાવક આચાર્ય તરીકે આચાર્ય શ્રી જિનદત્તસૂરિજી પ્રસિદ્ધ છે. બાળપણથી માતા વાહડદેવી પોતાના બાળકને લઈને વ્યાખ્યાનમાં જતી હતી, ત્યારે ઉત્તમ ધર્મકથાઓનું શ્રવણ કરતાં બાળકના ચિત્તમાં વૈરાગ્યભાવ જાગૃત થયો. એણે મુનિજીવન સ્વીકારવાની ઇચ્છા પ્રગટ કરી. બાળકના શરીર પરનાં શુભ ચિહ્નો એનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતા હતા. વિ. સં. ૧૧૪૧ માં ઉપાધ્યાય ધર્મદેવે સંયમદીક્ષા આપી અને એમનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું. તેજસ્વી મુનિરાજે જૈનદર્શનનો ગહન અભ્યાસ કર્યો. મંત્રવિદ્યાનું શિક્ષણ મેળવ્યું. પોતાના સમયના ઉત્તમ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો અને એમાં વિજય મેળવ્યો. | વિ. સં. ૧૧૬૯ની વૈશાખ સુદ છઠ્ઠ અને શનિવારે ચિતોડમાં શ્રી દેવભદ્રાચાર્યે તેમને આચાર્યપદે સ્થાપ્યા અને જિનદત્તસૂરિ નામ આપ્યું. એમની વિદ્વત્તા, સાધુતા, ઉદારતા અને પ્રભાવકતાને કારણે તેઓ જિનશાસનના ગગનમાં તેજસ્વી સર્યની માફક પ્રકાશતા રહ્યા. એમણે નવા નિયમો બનાવ્યા. ખરતરગચ્છની સ્થાપના કરી. ચોપાસ પ્રવેશેલા શિથિલાચારને નાબૂદ કર્યો. એમની પ્રેરણાથી પાંચસો શ્રાવકો અને સાતસો શ્રાવિકાઓએ દીક્ષા અંગીકાર કરી હતી. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ, મારવાડ અને એક સિંધ સુધી વિહાર કરીને એમણે લાખો આત્માઓને જૈનધર્મી બનાવ્યા. એમની શક્તિ અને સાધના અત્યંત પ્રબળ હતી. ચોસઠ યોગિની, બાવન વીર તથા પાંચ વીર હંમેશાં એમની સેવામાં હાજરાહજૂર રહેતાં હતાં. નાગદેવ નામના એક શ્રાવકને વિલક્ષણ ઇચ્છા જાગી. એને જાણવું હતું કે વર્તમાન સમયમાં વિચરતા સાધુઓમાં કોણ યુગપ્રધાન છે ? જિજ્ઞાસા તૃપ્ત કરવા એણે અંબિકાદેવીની ઉપાસના કરી. પ્રસન્ન થયેલાં દેવીએ તેની હથેળીમાં અક્ષરો લખ્યા. આ અક્ષરો નરી આંખે વાંચી શકાય તેવા નહોતા. દેવીએ કહ્યું કે જે વ્યક્તિ આ અક્ષરો વાંચી બતાવે, તેને તું યુગપ્રધાન જાણજે, નાગદેવ જિનદત્તસૂરિ પાસે આવ્યા અને આચાર્યશ્રીએ વાસક્ષેપ નાખીને એ અક્ષરો પ્રગટ કરી આપ્યા. પરિણામે આચાર્યશ્રીનો સર્વત્ર જયજયકાર થઈ રહ્યો. તેઓ યુગપ્રધાન ગણાયા, એ જ રીતે મંત્રબળે એક મુલ્લાના પુત્રનો શોક નિવારવા અને તેને બોધ આપવા માટે તેના પુત્રને જીવિત કરી બતાવ્યો. આથી પ્રભાવિત થયેલો મુસ્લિમ સમાજ પણ આચાર્યશ્રીનો અનન્ય ઉપાસક બની ગયો. આવી જ રીતે એક સમયે અજમેરમાં પ્રતિક્રમણ ચાલતું હતું, ત્યારે એકાએક વીજળી પડી. આચાર્યશ્રીએ એ વીજળીને મંત્રબળે થંભાવી દીધી. તેના પર કાષ્ઠપાત્ર ઢાંકીને સહુનું રક્ષણ કર્યું. આચાર્યશ્રી જિનદત્તસૂરિજીની પ્રસિદ્ધિ “દાદા” તરીકે થઈ. “દાદા” શબ્દ એમના પ્રત્યેના મહાન આદરને દર્શાવે છે. રાજસ્થાનમાં તો આચાર્ય જિનદત્તસૂરિ કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા હતા. આચાર્ય જિનદત્તસૂરિએ વિ. સં. ૧૨૧૧ના વૈશાખ સુદિ છઠ્ઠના રોજ બિકાનેરમાં આચાર્ય જિનચંદ્રને પોતાની પાટે સ્થાપન કર્યા. ખરતરગચ્છમાં આચાર્યના નામ પહેલાં “જિન” શબ્દ જોડવાની પરંપરા ત્યારથી ચાલુ થઈ. એમણે દસ વાચનાચાર્ય અને પાંચ મહત્તરાઓ બનાવી હતી. પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં આચાર્ય જિનદત્તસૂરિએ ઉત્કૃષ્ટ રચનાઓ કરી. એમના ગ્રંથોમાં પ્રાકૃત ભાષામાં પાંત્રીસ આચાર્યોની સ્તુતિ કરતો “ગણધરસાર્ધશતક' ગ્રંથ મળે છે. આમાં એકસો પચાસ પદ્ય છે અને ગણધરોના ઇતિહાસની સામગ્રી છે. આ ગ્રંથ એમનો ઉત્તમ ગ્રંથ ગણાય છે. એમાં ૧૫૦ પદ્યમાં રચના કરેલી છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધિકારી વિદ્વાન એવા શ્રી જિનદત્તસૂરિના અન્ય અગિયાર ગ્રંથો ઉપલબ્ધ છે, જેમાં પ્રાકૃત ભાષામાં રચાયેલ ‘સંદોહદોહાવલી’, ‘ગણધરસપ્તતિ', ‘સર્વાધિષ્ઠાયિસ્તોત્ર', ‘સુગુરુપરતંત્ર્ય', ‘વિજ્ઞવિનાશિસ્તોત્ર', ‘વ્યવસ્થાકુલક', ‘ચૈત્યવંદનકુલક', ‘પ્રાકૃતવિશિકા' જેવા ગ્રંથો મળે છે તેમજ અપભ્રંશ ભાષામાં એમણે ‘ઉપદેશરસાયન', ‘કાલસ્વરૂ પ’, ‘ચર્ચરી' જેવા ગ્રંથો રચ્યા છે. એમના ઉપદેશથી તહનગઢનો રાજા કુમારપાલ યાદવ જૈન બન્યો હતો. - ધર્મસ્નેહસૌજન્ય સુરેન્દ્રનગરનિવાસી શેઠશ્રી સ્વ. શાંતિલાલ દેવચંદ શાહના સ્મરણાર્થે તેમજ માતુશ્રી વિમળાબહેને કરેલા ઉપધાનની સ્મૃતિમાં; પુત્ર હેમંતકુમાર (હર્ષદભાઈ), અશ્વિન, કમલેશ, પ્રકાશ, પુત્રવધુ નીરાબહેન, અલકા, ભારતી, મનીષા, પૌત્ર હિમેષ પરિવાર, Lord For Private & Personal use only Page #60 -------------------------------------------------------------------------- ________________ THAHARAHAN TEST TESTE SAD PO www.fainelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૩. શ્રી ધર્મદોષસૂરિ સંઘની રક્ષાનો સવાલ જાગે કે પછી અન્યને શાસનની પ્રભાવકતા દર્શાવવાનો પડકાર આવે ત્યારે સાધુતાની વિરલ આત્મશક્તિ પ્રગટ થતી હોય છે. આ આત્મશક્તિનો હેતુ ધર્મની યોગ્ય રૂપે જાળવણી કરવાનો હોય છે. વિક્રમના ચૌદમા સૈકામાં આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીએ કુટિલતાને ભેદવા માટે અને ઉપદ્રવીઓને જેર કરવા માટે પોતીકો મંત્રપ્રભાવ પ્રગટ કર્યો હતો. આચાર્યશ્રી ધર્મઘોષસૂરીશ્વરજીનું જીવન જેટલું રોમાંચપૂર્ણ છે એટલું જ ચમત્કારિક છે. પૂર્વાવસ્થાના વીરધવલને વિવાહની ચોરીમાં કોઈ નિમિત્ત જાગતાં એમનું હૃદય રાગમાંથી વિરાગ તરફ વળી ગયું. સંસારના બંધનોની ક્ષણે જ સઘળાં ભૌતિક સુખો છોડીને વીરધવલે વૈરાગ્યનો ધવલ વેશ ધારણ કરી લીધો. તપાગચ્છપતિ દેવેન્દ્રસૂરિજી પાસે વીરધવલે પોતાના ભાઈ ભીમદેવની સાથે દીક્ષા અંગીકાર કરી. આ ઘટના વિ. સં. ૧૩૦૨માં વિજાપુરમાં બની. વીરધવલ અને ભીમદેવ એ બંને શેઠ જિનચંદ્ર પલ્લીવાલના પુત્રો હતા. એમની પંન્યાસ અને ઉપાધ્યાય પદવીના સમયે કેસરવૃષ્ટિ થઈ હતી અને આચાર્ય પદવી મળ્યા બાદ તેઓ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના નામે જાણીતા બન્યા. ધર્મઘોષસૂરિએ શ્રીસંઘની વિનંતીને કારણે ‘સમુદ્રસ્તોત્ર'ની રચના કરી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એમણે એ સ્તોત્રનો પાઠ કરતાં સમુદ્રમાં ભરતી ચડી આવી અને એ ભરતીની સાથે સમુદ્રે આચાર્ય ધર્મઘોષસૂરિનાં ચરણોમાં રત્નોનો રાશિ સમર્પિત કર્યો. સમુદ્ર ફરી શાંત થઈ ગયો. એ જ રીતે એ સમયે કપર્દી યક્ષ ઉપદ્રવો કરતો હતો, એને હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યો. એના હૃદયના ગાઢ તમસને શુભ તેજમાં પલટાવી દીધું. પરિણામે કપર્દી યક્ષ વિપરીત માર્ગ છોડીને સ ્ પંથે વળી ગયો. આમ પોતાના ધર્મતેજથી અધર્મ અને અનાચારનો એમણે નાશ કર્યો. પોતાના જન્મસ્થળ વિજાપુરમાં કેટલીક સ્ત્રીઓએ એમના વ્યાખ્યાનની પ્રભાવકતા નષ્ટ કરવા માટે એમના પર કામણટ્રમણ કર્યા હતા. શુભ આગળ અશુભનું કેટલું જોર ? આચાર્યશ્રીએ મંત્રબળે એ સ્ત્રીઓને સ્થિર કરી દીધી. છેવટે એ સ્ત્રીઓએ કબૂલાત કરીને ક્ષમાયાચના કરતાં એમને મુક્ત કરી હતી. ઉજ્જૈનીનો એક યોગી અનેક ઉપદ્રવ કરતો હતો. એમાંય જૈન સાધુઓનો તો એવો દ્વેષી હતો કે કોઈ જૈન સાધુને નગરીમાં પ્રવેશવા દે નહીં. જો ભૂલેચૂકેય કોઈ જૈન સાધુ આવી જાય તો પોતાના મંત્રબળે એ યોગી એવો ઉપદ્રવ જગાવે કે એને ભાગી જવું પડે. એક વાર આચાર્ય ધર્મઘોષસૂરિ ઉજ્જૈનીમાં પધાર્યા ત્યારે એ યોગીએ રાત્રે ઉપાશ્રયમાં સેંકડો સર્પ, વીંછી અને કીડીઓનો પ્રકોપ સર્જ્યો, પરંતુ સૂરિજીએ વસ્ત્ર બાંધેલો ઘડો લીધો અને તેના પર હાથ રાખીને જાપ કરતાં પેલા યોગીના અંગમાં લાખ-લાખ વીંછીના દંશની બળતરા ઊપડી. ઉપાશ્રયે આવી એણે ક્ષમા યાચી. આચાર્ય ધર્મધોષસૂરિજીએ ગ્રંથરચનાઓ કરી અને જ્ઞાનભંડારો કરાવ્યા. આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ જૈન શ્રાવકોમાં અણમોલ હીરાની માફક ચમકતા પેથડશાના ગુરુ હતા. આચાર્યશ્રી ધર્મઘોષસૂરિએ બ્રાહ્મણ, માહેશ્વરી, વૈશ્ય અને ક્ષત્રિયોને ઉપદેશ આપ્યો. અહિંસાની ભાવના ફેલાવી અને તેમને જૈનધર્મી બનાવ્યા. આચાર્યશ્રી વ્યાકરણના પારગામી હતા તો ન્યાયશાસ્ત્રના નિષ્ણાત હતા. સૂત્ર-અર્થના સમર્થ વ્યાખ્યાતા હતા. તેમની સ્મરણશક્તિ અસાધારણ હતી. તેઓ માત્ર છ ઘડીમાં પાંચસો શ્લોક મુખપાઠ કરી શકતા હતા. એમણે નાગોલ, શાકંભરી અને અજમેરની રાજસભામાં ધર્મપ્રવચનો આપીને રાજવીઓ અને પ્રજા પર પ્રભાવ પાડ્યો હતો. આ રાજાઓ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિને પોતાના ગુરુદેવ માનતા હતા. એમના ઉપદેશથી અજમેરના રાજા વિગ્રહરાજ (વીશળદેવ) જૈનધર્મી બન્યા હતા અને પોતાના રાજ્યમાં અગિયારસ વગેરે તિથિઓમાં અમારિ (પ્રાણીહત્યાબંધી) પળાવી હતી. આ સિવાય એમની પ્રેરણાથી રાજવીઓએ જિનાલયની રચના કરી હતી. ધર્મસ્નેહસૌજન્ય સમવસરણ મહામંદિરના જમીન-દાતા સુમતિબહેન મોતીચંદ ઝવેરી પરિવાર, હ. પુત્ર વિજયભાઈ, મંગલચંદ, હેમચંદ, પુત્રવધૂ અ. સૌ. વીણાબહેન, અંજનાબહેન, પ્રમિલાબહેન, પૌત્ર શમીર, સુનીલ, અ. સૌ. હેમા, સુપર્ણા, ચિ. તારક, પ્રપૌત્રી ક્ષમા, યશ્મા, પૂજા (સુરત). હાલ મુંબઈ. www.jainellbrary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ 即 1000 05330937 TOOO Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રી હીરવિજયસૂરિ એક દિવસ શહેનશાહ અકબર ફતેહપુરસિદીના શાહી મહેલના ઝરૂખામાં બેસીને રાજમાર્ગ તરફ નજર કરતો હતો. એવામાં એણે એક મોટો વરઘોડો જોયો, જેમાં સુંદર વસ્ત્રો પરિધાન કરીને ચંપા નામની શ્રાવિકા બિરાજમાન હતી. બાદશાહે તપાસ કરતાં જાણ્યું કે આ શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આ ઉપવાસમાં માત્ર દિવસે જ ગરમ કરેલું (ઉકાળેલું) પાણી લીધું છે. બીજી કશી ચીજ મોમાં નાખી નથી. આ હકીકત જાણતાં મોગલ બાદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે શ્રાવિકાને પૂછવું, તો જાણ્યું કે આ તો ગુરુ હીરવિજયસૂરિ જેવા ધર્મગુરુઓની સુકૃપાનું ફળ છે. અકબર બાદશાહને શ્રી હીરવિજયસૂરિનાં દર્શનની ઇચ્છા જાગી. એમણે અમદાવાદના સૂબેદાર શહાબુદ્દીન અહમદખાં પર આ અંગે ફરમાનપત્ર મોકલ્યો. સુબેદાર અને અન્ય જૈન શ્રાવકોએ શ્રી હીરવિજયસૂરિજીને ધર્મપ્રભાવના અને ધર્મોપદેશ અર્થે અકબર પાસે જવા વિનંતી કરી. | વિ. સં. ૧૯૩૮ના માગસર સુદ ૭ ને દિવસે ગંધાર બંદરેથી શ્રી હીરવિજયસૂરિએ પ્રયાણ કર્યું. રસ્તામાં આવતા સરોતર ગામમાં અર્જુન ઠાકોર નામના બહારવટિયાને ધર્મોપદેશ આપીને કુવ્યસનોનો ત્યાગ કરાવ્યો. વિ. સં. ૧૯૩૯ના જેઠ વદ ૧૩ને શુક્રવારે શ્રી હીરવિજયસૂરિજી ફતેહપુર પહોંચ્યા. શહેનશાહ અકબરે સૂરિજીને આવતા જોઈને સિંહાસનેથી ઊતરીને સામે ચાલીને પ્રણામ કર્યા. શેખ સલીમ, મુરાદ અને ધનિયાલ - એ અકબરના ત્રણે રાજકુમારોએ પણ નમસ્કાર કર્યા. આ સમયે ફતેહપુરસિદીના શાહી મહેલમાં કીમતી ગાલીચા બિછાવેલા હતા. સૂરિજીએ તેના પર ચાલવાની ના પાડી. અકબરને આશ્ચર્ય થયું. હીરવિજયસૂરિએ કહ્યું કે વસ્ત્રથી ઢાંકેલી જમીન પર પગ મૂકવાનો જૈન મુનિઓ માટે નિષેધ છે, કારણ કે કદાચ એની નીચે કીડી કે કોઈ જીવજંતુ હોય તો તે કચડાઈ જાય, અકબરે ગાલીચો ઉપડાવ્યો તો નીચે સેંકડો કીડી-મંકોડા હતાં. બાદશાહે જાણ્યું કે સૂરિજી આટલી મોટી વયે પાદવિહાર કરીને આવ્યા છે, તેથી વિશેષ આશ્ચર્ય થયું. અકબરે પોતાની કુંડળી અને ભવિષ્ય વિશે પૂછ્યું ત્યારે સૂરિજીએ કહ્યું, “આવો ફળાદેશ ગૃહસ્થો આપે, એમને આજીવિકા રળવાની હોય છે. અમે તો માત્ર મોક્ષમાર્ગના જ્ઞાનની અભિલાષા રાખીએ છીએ.” આ પ્રસંગે અકબરે ઉપકારનો ભાર હળવો કરવા સોનુ-ચાંદી સ્વીકારવાની વાત કરી, ત્યારે મુનિ મહારાજે કહ્યું, કે તેઓ આવું કશું સ્વીકારી શકે નહીં. એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો. શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો. વળી ગુજરાત, માળવા, અજમેર, દિલ્લી-ફતેહપુર, લાહોર અને મુલતાન સુધીના પોતાના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યાં. એ જ રીતે ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરિયાજી, આબુ, રાજગૃહી અને સમેતશિખરજી જેવાં તીર્થોમાં આસપાસ કોઈએ જીવહિંસા કરવી નહિ એવું ફરમાન કર્યું. વિ. સં. ૧૯૪૦માં શ્રી હીરવિજયસૂરિને જગદ્ગુરુની પદવી આપી. એ સમયે આગ્રા, ગ્વાલિયર, અન્ય સ્થાનોમાં વિહાર કરીને શ્રી હીરવિજયસૂરિએ જૈન ધર્મની ખૂબ પ્રભાવના કરી. હજારો હિંદુઓ અને મુસલમાનોએ માંસાહાર અને મદિરાનો ત્યાગ કર્યો. વિ. સં. ૧૫૮૩માં ઓશવાળ પરિવારમાં જ પાલનપુરમાં જન્મેલા હીરવિજયસૂરિ વિ. સં. ૧૯૧૦માં આચાર્ય બન્યા. એમણે શહેનશાહ અકબરને પ્રતિબોધ આપ્યા બાદ સાઠ વર્ષની ઉંમરે વિહાર કર્યો. એ સમયે શ્રી શત્રુંજય મહાતીર્થમાં દરેક યાત્રાળુ પાસે મુંડકાવેરો લેવાતો હતો. ક્યારેક એક-એક સોનામહોર આપવા છતાં યાત્રાળુને એમની ભાવના પ્રમાણે યાત્રા કરવા દેવામાં આવતી નહોતી. આવો મુંડકાવેરો માફ કરવાનું સૂરિજીના સૂચનથી શહેનશાહ અકબરે ફરમાન કર્યું. સૌરાષ્ટ્રના ઊના ગામમાં વિ. સં. ૧૬૫રના ભાદરવા વદ ૧૧ના દિવસે આચાર્યશ્રી સ્વર્ગવાસ પામ્યા. આ સ્થળે એમના અગ્નિસંસ્કાર માટે અકબરે એકસો વીઘા જમીન આપી હતી. ધર્મસ્નેહસૌજન્ય સુરતમાં થયેલા સામુદાયિક 800 વરસીતપની સ્મૃતિમાં આ. શ્રી વિજય અશોશ્ચંદ્ર સૂરિ મ.ની પ્રેરણાથી; ચંદ્રકળાબહેન પ્રેમચંદભાઈ જીવનચંદ મલજી પરિવાર, સૂરતવાળા તથા સા. શ્રી શુભોદયાશ્રીના ઉપદેશથી ઝવેરી ગ્રુપ, મુંબઈ. હું Page #64 -------------------------------------------------------------------------- ________________ ළම 2000 3000 1111 1111 Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૫. ઉપાધ્યાય શ્રી ચctવિજયજી માત્ર ‘ઉપાધ્યાયજી' વિશેષણ બોલો, અને શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય ઓળખાઈ જાય છે ! “ઉપાધ્યાયજીનું વચન છે” એવું વચન કોઈ પણ શાસ્ત્રીય બાબતમાં અંતિમ નિર્ણય ગણાય છે. સમકાલીન મુનિવરોએ એમને ‘શાસ્ત્રોનાં સર્વજ્ઞ' અને ‘શ્રુતકેવલી' તરીકે ઓળખાવ્યા હતા. જૈન ધર્મના પરમ પ્રભાવક, મહાન દાર્શનિક, પદર્શનના જાણકાર અને ગુજરાતના મહાન જ્યોતિર્ધર શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયે કરેલી શાસનસેવા એક દૃષ્ટાંતરૂપ ગણાય. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં એકસોથી પણ વધુ ગ્રંથોના રચયિતા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ “તત્ત્વવિશારદ” અને “કૂર્ચાલ શારદા” જેવાં બિરુદ પામ્યા હતા. આત્મોત્થાન અને શાસનસેવાના પ્રતીકરૂ પે અત્યંત ગૂઢ, તાત્ત્વિક અને દાર્શનિક ગ્રંથોની રચના કરી, તો વળી સંઘ અને સમાજની સેવા માટે મુખ્યત્વે જનસામાન્યની ભાષામાં કંઠે રમી રહે તેવાં કાવ્યોનું સર્જન કર્યું. જૈન સંઘમાં અંતિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામીની જેમ ઉપાધ્યાયજીને “અંતિમ શ્રુતપારગામી’ કહી શકાય. એમના પછી આજ સુધીમાં એમના જેવા શ્રુતવેત્તા અને શાસ્ત્રપ્રણેતા સમર્થ વિદ્વાન અન્ય કોઈ થયા નથી. | ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી મોઢેરા જતાં રસ્તામાં આવતા નાનકડા કનોડા ગામમાં તેમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સૌભાગ્યદેવી હતું. આ સૌભાગ્યદેવીને ધર્મ પ્રત્યે એવી અવિચળ શ્રદ્ધા હતી કે ‘ભક્તામર સ્તોત્રનું સ્મરણ કરીને જ રોજ અન્નજળ લેવાનો નિયમ હતો, કિંતુ એકવાર મુશળધાર વરસાદને કારણે સૌભાગ્યદેવી ત્રણ દિવસ સુધી ઉપાશ્રયે સાધ્વીજી મહારાજ પાસે ‘ભક્તામર સ્તોત્ર' સાંભળવા જઈ શક્યાં નહિ અને તેને પરિણામે અન્નજળ વિના રહેવું પડ્યું. આ કારણ જાણતાં જ બાળક જશવંતે કહ્યું, “મા ! તારી જોડે ઉપાશ્રયમાં આવતો અને તારી પાસે બેસીને આ સ્તોત્ર સાંભળતો, તેથી મને એ સ્તોત્ર બરાબર યાદ રહી ગયું છે.” | ચાર-પાંચ વર્ષનો બાળક એક પણ ભૂલ વિના કડકડાટ ‘શ્રી ભક્તામર સ્તોત્ર નો સંપૂર્ણ પાઠ બોલી ગયો. માતાનો લાડકો જશવંત આખા ગામમાં વહાલસોયો બની ગયો. આવી જ રીતે એક વાર જશવંતે સાધુ મહારાજ સાથે પ્રતિક્રમણ કર્યું અને એક જ વાર સાંભળેલાં તમામ સૂત્રો એને કંઠસ્થ થઈ ગયાં. ધર્મપરાયણ માતા-પિતાએ કુળને અજવાળનારો પુત્ર શાસનસેવા માટે સમર્પિત કર્યો. અમદાવાદના સુબા મહોબતખાનને અઢાર અવધાનનો પ્રયોગ બતાવતાં સૂબો એમની પ્રતિભાથી અંજાઈ ગયો. શ્રી યશોવિજયજીની પ્રતિભા વિકસતી અને વિસ્તરતી રહી. શ્રી યશોવિજયજીના ગુરુ મહારાજ પૂજ્યશ્રી નયવિજયજી પણ શિષ્યની જ્ઞાનઆરાધનાથી પ્રસન્ન હતા. એમણે વિચાર્યું કે જો આ તેજસ્વી સાધુને કાશીના વિદ્વાન પંડિતો પાસે મોકલવામાં આવે તો એની તેજસ્વિતા સોળે કળાએ પ્રગટે તેમ છે. આ સમયે ધનજી સૂરા નામના શ્રાવકે ગુરુ મહારાજને વિનંતી કરી કે આપ એમને કાશીમાં જ્ઞાનોપાર્જનની અનુમતિ આપો તો તે માટે કાશીમાં સઘળી સગવડ કરવાનો મને લાભ આપો. કાશીમાં ગંગા કિનારે શ્રુતઅધિષ્ઠાત્રી સરસ્વતીનું વરદાન મેળવ્યું. અહીં ન્યાયનો અભ્યાસ કરીને વિદ્વત્તાનો પ્રભાવ દાખવનાર શ્રી યશોવિજયજીને ખુદ અજૈન વિદ્વાનોએ “ન્યાયાચાર્ય” અને “ન્યાયવિશારદ” જેવાં બિરુદ આપ્યાં. કાશીની દુર્જેય વિદ્વાનોની સભામાં પાંચસો પંડિતોને એકલે હાથે જીતીને તેઓ ન્યાયાચાર્યનું બિરુદ પામ્યા હતા. વિ. સં. ૧૭૪૩માં ડભોઈની પુણ્યભૂમિ પર ઉપાધ્યાયજી મહારાજનો અંતિમ ચાતુર્માસ હતો. પ૫ વર્ષના દીર્ઘ સંયમજીવન બાદ છેલ્લે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો એટલે ચિરકાળ ટકનારા અને સદાય ચમકતા રહેનારા જિનશાસનના ઝળહળતાં અમૂલ્ય રત્નો ! સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં વાય, વ્યાકરણ, યોગ અને અધ્યાત્મના ગ્રંથની રચના કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને ‘લઘુહરિભદ્ર' અથવા ‘દ્વિતીય હેમચંદ્રાચાર્ય' કહેવામાં આવે છે. સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જનને કારણે જિનશાસનમાં અંતિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીની જેમ ઉપાધ્યાય યશોવિજયજી ‘અંતિમ ઋતપારગામી’ કહી શકાય તેવા છે. ધર્મસ્નેહસૌજન્ય સુરેન્દ્રનગર(હાલ વિલેપાલ, મુંબઈ નિવાસી શ્રી રસિકલાલ હરજીવનદાસ શાહ તથા ગુણવંતીબહેન રસિકલાલના શ્રેયાર્થે; પુત્રો કિશોરભાઈ, શૈલેષભાઈ, અ. સો. કલ્પનાબહેન, પૌત્ર મૌલિક, જય, ધર્મિત, રચના પરિવાર. sora Page #66 -------------------------------------------------------------------------- ________________ 1000CDISC0308088038 141823 00000 00000 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૬. ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી હૃદયની અગાધ ભક્તિ અને અંતરની ઉત્કટ ભાવનાને પરિણામે ધર્મશક્તિનું પ્રાગટ્ય થાય છે. સ્થૂળ દૃષ્ટિ એને ચમત્કાર તરીકે ખપાવતી હોય છે. શ્રી ઉદયરત્નજી મહારાજની પ્રભાવક શક્તિ વિશે ઘણી કથાઓ અને કિંવદંતીઓ મળે છે. આશરે વિ. સં. ૧૭૫૦માં એમની પ્રેરણાથી ખેડાથી શ્રી શંખેશ્વર તીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો હતો. એ સમયે શંખેશ્વર ગામ પર સત્તા ધરાવતો ઠાકોર એક ગીનીનો કર લઈને યાત્રાળુઓને મૂર્તિનાં દર્શન કરવા દેતો હતો. ખેડાના સંઘને શંખેશ્વર પહોંચતાં વિલંબ થતાં ઠાકોરના હુકમથી પૂજારીએ દરવાજો ખોલવાનો ઇન્કાર કર્યો. શ્રી ઉદયરત્નજી મહારાજ અને સંઘના સહુ શ્રાવક-શ્રાવિકાઓએ તો એવી પ્રતિજ્ઞા લીધી હતી કે શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને જ અન્નજળ લેશે. મુનિરાજ અને આખોય સંઘ દ્વાર પાસે ઊભો રહ્યો અને મુનિ ઉદયરત્નના અંતરમાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ સરી પડી. પાસ શંખેશ્વરા ! સાર કર સેવકાં દેવ કાં એવડી વાર લાગે ? કોડી કર જોડી દરબાર આગે ખડા ઠાકુરાં ચાકુરાં માન માગે !’ અંતે ‘પ્રગટ થા પાસજી’ કહીને દ્વાર ખોલવાની વિનંતી કરી. આ સ્તુતિથી પ્રભુના અધિષ્ઠાયક નાગરાજ પ્રસન્ન થયા અને દેરાસરનાં દ્વાર ઊઘડી ગયાં. ચોતરફ હર્ષધ્વનિ ગાજી ઊઠ્યો. આખાય સંઘે ભાવપૂર્વક દર્શન-પૂજન કર્યાં. આ ઘટનાને પરિણામે ગામનો ઠાકોર મુનિરાજનાં ચરણમાં પડ્યો અને શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથની મૂર્તિ એણે શ્રીસંઘને સોંપી દીધી. આવી જ એક બીજી દંતકથા એવી છે કે શ્રી ઉદયરત્નજી એવી ઇંદ્રજાળની શક્તિ ધરાવતા કે તેઓ ઇચ્છે ત્યારે તાદશ સમવસરણ ખડું કરી શકતા હતા અને અન્ય સહુ કોઈ તે જોઈ શકતા હતા. શ્રી ઉદયરત્નજીના પ્રભાવથી અનેક લોકોએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો. તપાગચ્છના વિજયરાજસૂરિની પરંપરામાં થયેલા ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી એમના લોકકંઠે વસી ગયેલા રાસા, છંદ, સલોકો, સ્તવનો, સજ્ઝાયો, સ્તુતિઓ, બારમાસા, ચોવીશી વગેરેથી વિશેષ જાણીતા છે. ધર્મસ્થાનોમાં એમના સ્તવનની અનેક પંક્તિઓ ગુંજતી જોવા મળે છે. તેઓ ખેડાના રહીશ હતા. વિ. સં. ૧૭૪૯થી ૧૭૯૯ સુધીના સમયગાળામાં લખાયેલી એમની અનેક રચનાઓ મળે છે. કવિવર ઉદયરત્ન ઉપાધ્યાયની સાધુતા અને સાહિત્યસેવા બંને ચિરસ્મરણીય રહેશે. ‘આંખડીએ મેં આજ શત્રુંજય દીઠો રે’ જેવાં અનેક સ્તવન કે ‘કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે' જેવી અસંખ્ય સજ્ઝાયોના રચયિતા ઉપાધ્યાય ઉદયરત્નનું કવિત્વ આગવી ભાત પાડે છે. એમણે સ્તુતિ કે સ્તવન જેવી ટૂંકી રચનાઓ અને રાસા જેવી લાંબી કથાત્મક રચનાઓમાં બંને પ્રકારમાં આગવી સર્જકતા દાખવી છે. વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જન કરનાર શ્રી ઉદયરત્નજીએ જંબુસ્વામી, સ્થૂલિભદ્ર, સુદર્શન, મલયસુંદરી જેવાના જીવનને લક્ષમાં લઈને રાસની રચના કરી છે. એ જ રીતે નેમનાથ અને રાજિમતીના કથાનકનો આધાર લઈને એમણે રચેલી બારમાસા કૃતિઓમાં એમની કાવ્યાત્મકતા પ્રગટ થાય છે. જ્યારે એમનાં સ્તવનો અને સજ્ઝાયોમાં ભાવઆલેખન, ઉપદેશ અને કીમતી દસ્તાવેજી સામગ્રી સાંપડે છે. એમની શલોકો સ્વરૂપની રચનાઓમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથ જેવા તીર્થંકરો, ભરત-બાહુબલિ જેવા ઋષભદેવના પુત્રો અને વિમળશાહ જેવા મંત્રીનું વિષયવસ્તુ મળે છે. આમ સાહિત્યના પ્રકારની દૃષ્ટિએ જોઈએ તો ઉપાધ્યાયશ્રી ઉદયરત્નએ સ્તવનો, સજ્ઝાયો, સ્તુતિઓ, ચોવીસી, બારમાસા, રાસ, શલોકો અને છંદ જેવી રચનાઓનું સર્જન કર્યું છે. ધર્મસ્નેહસૌજન્ય પં. શ્રી પુષ્પચંદ્ર, મુનિ કૈલાસ, શ્રમણ, શ્રી પ્રશમ, શશીચંદ્ર વિ.ના ઉપદેશથી; શ્રી પસંતલાલ રતિલાલ શાહ (રાંદેરવાળા) પરિવાર, હ. અ. સૌ. પાર્વતીબહેન, પુત્ર તેજપાળ, યશપાલ, પુત્રવધૂ વિશાખા, પૌત્રી ફોરમ, પૌત્ર રવિ. પાર્લા, મુંબઈ. www.jainellbrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ Sea A 25 DE Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૭. સનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ નૈષ્ઠિક બ્રહ્મચર્ય, તેજસ્વી તપોબળ, પ્રબળ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિ-પ્રતિભા અને સાત્ત્વિક પ્રભાવશીલતા ધરાવતા આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી વીસમી સદીના સૌથી સમર્થ સૂરિચક્રવર્તીનું બિરુદ પામ્યા હતા. આ યુગસર્જક આચાર્યશ્રીએ સંયમજીવનના પ્રારંભે જ જીવનધ્યેયો નક્કી કર્યા હતાં. તેઓનું પ્રથમ જીવનધ્યેય હતું જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્ધાર, ધર્મશાસ્ત્રોનું ગ્રંથસંરક્ષણ, ગ્રંથલેખન અને પ્રકાશનની સાથોસાથ એમણે અમૂલ્ય ધર્મગ્રંથો ધરાવતા જ્ઞાનભંડારોની જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું. તેઓની પ્રેરણાથી જૈન સમુદાયમાં સર્વપ્રથમ જૈન સાહિત્યના પ્રકાશનનો પુનિત પ્રારંભ પણ વિશેષરૂપે થયો. એમનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્યપરંપરા સર્જવાનું. પરિણામે તેઓએ અનેક બહુશ્રુત આચાર્યો અને વિદ્વાન મુનિવરોની ભવ્ય પરંપરા શાસનને સમર્પી હતી. હજારો માઈલનો વિહાર કરીને પ્રાણની પણ પરવા કર્યા વિના હિંસક માનસ ધરાવતા માછીમારો અને અન્ય જાતિના લોકોને સદુપદેશ આપ્યો. એકવાર તેઓના ઉપદેશથી દાઠા ગામમાં માછીમારોએ માછલાં મારવાની હજારો જાળની હોળી કરીને જીવનભર માછીમારીનો ત્યાગ કર્યો હતો. દેવ-દેવીઓને મુંગા પશુઓનો ભોગ ચડાવવાની પ્રથા બંધ કરાવી અને પાંજરાપોળની પ્રવૃત્તિમાં પ્રાણ પૂર્યો. વિ. સં. ૧૯૮૩માં ગુજરાતમાં જળપ્રલય થયો ત્યારે શ્રાવકોને પ્રેરણા આપીને દુઃખી અને પીડિતોને કાજે વિશાળ ફંડ કરાવ્યું. વળી દુષ્કાળ, જળપ્રલય અને રોગોના ઉપદ્રવ સામે અથવા તો શ્રાવકક્ષેત્રના ઉદ્ધાર માટે અન્નદાન અને ગુપ્તદાન અપાવવાની એમની શક્તિ અજોડ હતી. એમનું એક લક્ષ તીર્થોદ્ધારનું હતું અને એમના રોમેરોમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ હતો. શ્રી કદમ્બગિરિ તીર્થ, શ્રી શેરીસા તીર્થ તેમજ માતર, રાણકપુર, થંભતીર્થ જેવાં અનેક તીર્થો અને કેટલાંય ગામોનાં જીર્ણ જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી શ્રી ગિરનાર તીર્થ અંગે જૂનાગઢના નવાબ સામે ચાલી રહેલા અદાલતી કેસમાં તેઓએ તીર્થરક્ષા કાજે અવર્ણનીય જહેમત ઉઠાવી હતી. શ્રી સમેતશિખરજી તીર્થ, શ્રી તારંગા તીર્થ, શ્રી અંતરીક્ષજી તીર્થ જેવાં તીર્થોની વિકટ સમસ્યા ઉકેલવા માટે એમણે સમગ્ર સમાજને વિવેકદૃષ્ટિ, ઊંડી સૂઝ અને જરૂર પડે સાહસનો સદુપદેશ આપ્યા હતા. એ સમયના ભાવનગર રાજ્યના મુત્સદ્દી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાના પુત્ર અને અનુગામી દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને એમ કહ્યું હતું, “તમને જ્યારે એવું લાગે કે આ કાર્ય અટપટું છે, બનવું મુશ્કેલ છે ત્યારે તમે કદંબગિરિવાળા મારા દાઢીવાળા ગુરુજી પાસે પહોંચી જજો અને એમના આશીર્વાદ મેળવી લેજો.” - આ દાઢીવાળા ગુરુ એટલે શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી. એમના ગહન શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વ્યાખ્યાનશૈલી, કઠોર ધર્મર્યા અને જીવંત દીર્ઘદૃષ્ટિને કારણે તેઓ જૈન અને જૈનેતર - એમ સમગ્ર પ્રજાસમૂહમાં આદરણીય બન્યા હતા. દેશના પ્રખર પંડિત એવા શ્રી મદનમોહન માલવિયાજી પણ એમનો સત્સંગ કરીને ધન્યતા અનુભવતા હતા. રાજા, મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ એમની વ્યાખ્યાનશૈલીથી અને એમના પ્રચંડ વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા. આટલી બધી કીર્તિ સાંપડી હોવા છતાં તેઓ અંતરથી નિઃસ્પૃહ અને આત્મલીન હતા. વિ. સં. ૧૯૨૯ની કારતક સુદ ૧ ના રોજ મહુવામાં તેઓનો જન્મ થયો અને વિ. સં. ૨૦૦૬ના બેસતા વર્ષે મહુવામાં જ અંતિમ વિદાય લીધી. શનિવારે જન્મ અને શનિવારે પૂર્ણ દેહવિલય ! ૨૦ ઘડી ૧૨ પળે જન્મ અને બરાબર એ જ સમયે પૂર્ણવિલય. ૭૭ વર્ષના જીવનકાળમાં તેઓએ એવાં કાર્યો કર્યા કે એ સમયગાળાને શાસનસમ્રાટ નેમિસુરિયુગ તરીકે ઓળખવામાં આવે છે. શાસનના સિંહ તરીકે વિખ્યાત એવા શ્રી વિજયનેમિસૂરિજીના આઠ પટ્ટશિષ્યો જુદી જુદી જ્ઞાનશાખાઓના પ્રકાંડ અને સંઘમાન્ય વિદ્વાન આચાર્યા હતા. તેઓએ માત્ર જૈન સમાજની જ નહીં, બલ્ક ભારતીય સમાજ અને સંસ્કૃતિની સેવા કરી. આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનાં પુનઃસ્થાપનમાં અમૂલ્ય પ્રદાન કરનારા આચાર્ય તરીકે તેઓ અગ્રિમ પંક્તિમાં બિરાજે છે. ધર્મસ્નેહસૌજન્ય સા. શ્રી પદ્માશ્રી, પ્રમોદશ્રીની સ્મૃતિમાં, સા. ચંદ્રપ્રભાશ્રીનો ભક્તવર્ગ, સા. શ્રી વિદ્યુતપ્રભાશ્રી, શશીપ્રભાશ્રીના ઉપદેશથી ગુણાનુરાગી ભક્તો. શ્રી સૂર્યકાંતભાઈ ચીનુભાઈ શાહ, હ. ચંદ્રકાંતભાઈ, અમદાવાદ, શ્રી મૂલચંદભાઈ માલાભાઈ, હ, ચુનીલાલ મૂલચંદ (મહુવાવાળા), મુંબઈ ( ) ) 2 - { For Private & Personal use only Page #70 -------------------------------------------------------------------------- ________________ UUUUU UUUUUUUUU UL UUU ZO UUUU JOUUU Smart Partia Deo www.jalrelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૮. સાધ્વી ચંદનબાળા શતાબ્દીઓ વીતી ગઈ હોવા છતાં આજે પણ ચંદનબાળાનું ચરિત્ર પ્રેરણાની દીવાદાંડી રૂપ છે. જૈન ઇતિહાસની સોળ મુખ્ય સતીઓમાં મહાસતી ચંદનબાળા આગવું સ્થાન ધરાવે છે. ચંદનબાળા જ્ઞાનવતી, ગુણવતી અને તપસ્વિની તો હતી જ, પરંતુ દીક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાન મહાવીર દ્વારા પ્રવર્તિત સાધ્વી-સંઘની પ્રથમ સાધ્વી બની અને ૩૬000 સાધ્વીઓના સંઘની સાધ્વીપ્રમુખા બની. ચંપાનરેશ મહારાજ દધિવાહન અને મહારાણી ધારિણીની પુત્રી વસુમતી એટલે કે ચંદનબાળા એમના માતા પાસેથી ત્યાગ, સહિષ્ણુતા અને ધર્મનિષ્ઠાની ઉચ્ચ ભાવનાઓ પામ્યાં હતાં. માતા ધારિણી ખુદ ઉચ્ચ કોટિની વિદુષી, વિચારક અને ધર્મનિષ્ઠ સન્નારી હતી. બાળપણના સંસ્કારોને પરિણામે આત્મકલ્યાણ માટે આતુર રાજકુમારી વસુમતીએ અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો. વસુમતીના ઉચ્ચાશયોને જાણતાં માતા-પિતાએ પુત્રીને એના વ્રતમાં દઢ રહેવાની સહર્ષ અનુમતિ આપી. કૌશાંબીના રાજા શતાનીકે આક્રમણ કર્યું અને ચંદનબાળાને દાસીરૂપે વેચવામાં આવી. આ સમયે ધનવાહ શેઠે ચંદનબાળાને સમુચિત મૂલ્ય આપીને વેશ્યાના હાથમાં જતી બચાવી લીધી. ચંદનબાળાનું અનુપમ સૌંદર્ય, નિષ્ઠાપૂર્ણ સેવા અને સાહજિક વિનય એવાં હતાં કે કોઈ પણ એને આદર આપે, પરંતુ પુરુષ તરફથી મળતો આવો આદર વિધિની વિચિત્રતાને કારણે દ્વેષનું કારણ બન્યો. ધનવાહ શેઠ પુત્રીની પેઠે ચંદનબાળાને રાખતા હતા. | એક વાર બહારગામ ગયેલા ધનવાહ શેઠ પાછા આવ્યા ત્યારે એમના પગ ધોવડાવવા જતાં ચંદનબાળાનો ચોટલો પડી ગયો. મેલા પાણીમાં પડતી દાસી ચંદનાના વાળની લટને અટકાવવા એને પકડીને ધનવાહ શેઠે ઊંચી કરી. આ સમયે ધનવાહ શેઠની પત્ની મુલા શેઠાણીએ આ દશ્ય નિહાળ્યું અને એના હૃદયમાં ઈર્ષાની આગ ભભૂકી ઊઠી. ધનવાહ શેઠ બહારગામ ગયા ત્યારે મૂલા શેઠાણીએ ચંદનાનું માથું મુંડાવી નાખ્યું. એના પગમાં બેડીઓ નાખી અને એને ભોયરામાં ધકેલી દીધી. ત્રણ દિવસ સુધી એ ભૂખી-તરસી રહી. ધનવાહ શેઠ પાછા આવ્યા. એમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતાં એમણે તત્કાળ લુહારને બોલાવવાનો વિચાર કર્યો. આ સમયે સૂપડામાં ઢોરને ખવડાવવા માટે અડદના બાકળા રાખ્યા હતા તે ભૂખી ચંદનાને ખાવા આપ્યા. ભગવાન મહાવીરે આ કૌશાંબી નગરીમાં આવ્યા પછી ઘોર અભિગ્રહ કર્યો હતો. પહેલો દ્રવ્યથી એવો અભિગ્રહ હતો કે આહારરૂપે અડદ-બાકળા સ્વીકારવા અને તે પણ સુપડાના ખૂણામાં હોય તો જ ગ્રહણ કરવા. ક્ષેત્રથી એવો અભિગ્રહ હતો કે જેનો એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર હોય તેની પાસેથી તે સ્વીકારવા. કાળથી એવો અભિગ્રહ હતો કે ભિક્ષા લેનારાઓનો સમય અર્થાત્ બપોરના ભોજનનો સમય પસાર થઈ ગયા બાદ મળે તો સ્વીકારવું. વળી ભાવથી એવો અભિગ્રહ હતો કે એ કોઈ રાજ કુમારી હોય અને વળી તે દાસત્વને પામેલી હોય ! એના પગમાં બેડી હોય, માથું મુંડાવેલું હોય, આંખમાં આંસુ હોય, અઠ્ઠમ તપ કર્યું હોય અને વળી એ પવિત્ર સતી સ્ત્રી હોય. આવી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું, પાંચ મહિના અને પચીસ દિવસ બાદ ભગવાન મહાવીર ચંદનબાળા પાસેથી ભિક્ષા લે છે. સહુને સચ્ચાઈનો ખ્યાલ આવે છે. એની હાથકડી અને પગની બેડીઓ તૂટી જાય છે. પહેલા જેવી સુંદર કેશરાશિ થઈ જાય છે. ભગવાને જેવી ભિક્ષા ગ્રહણ કરી કે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. રાજા શતાનીક અને મૂલા શેઠાણીએ પોતાનાં દુષ્કૃત્યો માટે ક્ષમા માગી. ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યા પછી દીક્ષિત બનેલી ચંદનબાળા ભગવાનની પ્રથમ શિષ્યા અને શ્રમણી સંઘની પ્રવર્તિની બની. માનવજાતિને યોગ્ય પથ દર્શાવતી ચંદનબાળાએ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી પૂ. સાધ્વીજી મ.ના ચિત્રસંપુટના સંપૂર્ણ વિભાગનો લાભ શ્રી જયંતિલાલ છોટાલાલ શાહ, ખોડુ (હાલ પાર્લા – મુંબઈ) પરિવાર તરફથી. સ્વ. પૂજ્ય પિતાશ્રી છોટાલાલ કલ્યાણજી, સ્વ. પૂ. માતુશ્રી ઘેલીબહેન છોટાલાલ, સ્વ. સવિતાબહેન જયંતિલાલ શાહની સ્મૃતિમાં લીધેલ છે. en Education International For Private & Personale www.jalitelbary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ CONCORDED Geam Education tematiche For Pavate & Personaltise only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૯. સાધ્વી દેવાનંદા સાધ્વી દેવાનંદાના ચરિત્રમાં એક બાજુ દુષ્કર્મનું ફળ અને કર્મની ગતિ જોવા મળે છે, તો બીજી બાજુ માતાનું અનુપમ વાત્સલ્ય અને વૈરાગ્યની ઉદાત્ત ભાવના માર્મિક રીતે પ્રગટ થાય છે. ભગવાન મહાવીરનો ચૌદમો ચાતુર્માસ બ્રાહ્મણકુંડની નજીક આવેલા બહુસાલ ઉદ્યાનમાં હતો. ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને બ્રાહ્મણકુંડ ગામનો પ્રતિષ્ઠિત નાગરિક કોડાલગોત્રીય બ્રાહ્મણ ઋષભદત્ત અને એમની પત્ની દેવાનંદા રથમાં બેસીને બહુસાલ ઉદ્યાનમાં આવ્યાં હતાં. એમણે વિધિપૂર્વક વંદન કરીને ભગવાનની દેશનાનું શ્રવણ કર્યું. આ સમયે દેવાનંદા ભગવાન મહાવીર સામે એકીટશે નીરખી રહ્યાં હતાં. એમનો અસીમ આનંદ એમની કાયાના કચોળામાં સમાતો નહોતો. એમના દેહની રોમરાજિ પુલકિત બની ઊઠી હતી. ચાતક ચંદ્રને નીરખી રહે એમ ભગવાન મહાવીરને નિહાળતા દેવાનંદાનું માતૃવાત્સલ્ય ઊભરાતાં એમના ઉરમાંથી દૂધની ધારા વહી નીકળી. આ દશ્ય નિહાળી રહેલા જ્ઞાની ગૌતમને અપાર આશ્ચર્ય થયું. એમણે ઉત્સુકતાથી ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, ભગવાન ! આ બ્રાહ્મણ નારી દેવાનંદાનું શરીર આપના દર્શનને કારણે આટલું બધું પુલકિત કેમ થઈ ગયું ? એની આંખોમાંથી હર્ષનાં આંસુ અને ઉરમાંથી દૂધની ધારા કેમ વહી નીકળ્યાં ?” ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો, “ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. હું એનો પુત્ર છું. દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો તેનું કારણ મારા તરફનો પુત્રસ્નેહ છે.” શા માટે પ્રભુ મહાવીર દેવાનંદાના પુત્ર બનવાને બદલે ત્રિશલાનંદન બન્યા ? પૂર્વજન્મમાં દેવાનંદા અને ત્રિશલા દેરાણીજેઠાણી હતાં. એક વાર જેઠાણીએ દેરાણીના રત્નજડિત અલંકારોની પેટી છુપાવી દીધી હતી. આને પરિણામે ત્રિશલાના પૂર્વજન્મમાં રહેલો દેરાણીનો આત્મા અપાર સંતાપ પામ્યો હતો. જેઠાણીએ જ આભૂષણોની પેટી સંતાડી દીધી છે એવી ખાતરી હોવા છતાં દેરાણીની વિનંતીને એણે ઠુકરાવી દીધી. આ દુષ્કર્મને કારણે ઉગ્ર લાભાંતરાય કર્મનું ઉપાર્જન થયું. પૂર્વે જેઠાણી તરીકે કરેલા અશુભ કર્મનો બદલો વાળવો પડ્યો. જગતના ઉદ્ધારક એવા પરમાત્મા મહાવીરના ગર્ભને ૮૨ દિવસ બાદ ગુમાવવાની ઘટના બની. હકીકતમાં પ્રાણતકલ્પ દેવલોકમાંથી ભગવાન મહાવીરનો જીવ ચ્યવીને દેવાનંદાની કુક્ષિમાં અષાઢ સુદ ૬ના દિવસે ગર્ભરૂપે ઉત્પન્ન થયો. દેવાનંદાએ ચૌદ સ્વપ્નો જોયાં. એના પતિ ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું કે આ સ્વપ્નનો મર્મ એ છે કે એની કૂખે સર્વગુણસંપન્ન મહાપ્રભાવશાળી પુત્રરત્નનો જન્મ થશે. આનંદવિભોર બનેલી દેવાનંદાના શરીરની કાંતિ અને લાવણ્ય વધુ ને વધુ તેજ ધારણ કરતાં ગયાં. ૮૨ દિવસ બાદ દેવાનંદાએ પૂર્વે જોયેલા સ્વપ્નને કોઈ ચોરી જતું હોય તેવો અનુભવ કર્યો. વાસ્તવમાં ભગવાન મહાવીરનો ગર્ભ દેવાનંદાની કુક્ષિમાં આવ્યો હતો. મરી ચિના ત્રીજા ભવમાં કરેલા કુળાભિમાનને કારણે આવું બન્યું હતું. દેવરાજ ઇન્દ્ર આ ઘટના જોઈ. એમણે હરિભેગમપી દેવને બોલાવ્યા અને કહ્યું કે તમારે તમારી શક્તિથી અસાધ્ય એવું કાર્ય કરવાનું છે. દેવાનંદાની કુક્ષિનો ગર્ભ ત્રિશલાની કૂખમાં મૂકવાનો છે અને ત્રિશલાનો ગર્ભ દેવાનંદાના ઉદરમાં મૂકવાનો છે. આ ગર્ભપરિવર્તન એવી રીતે થવું જોઈએ કે બંને માતાઓને લેશમાત્ર પીડા કે વેદના ન થાય. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે હરિપ્લેગમપી દેવે ગર્ભપરિવર્તન કર્યું. પોતાના પૂર્વજન્મની આ કરુણ ઘટનાઓ જાણતાં દેવાનંદાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઋષભદત્ત અને દેવાનંદા બ્રાહ્મણ હોવા છતાં જીવ-અજીવ, પુણ્ય-પાપ આદિ તત્ત્વોના જાણકાર અને પાર્શ્વનાથ પરંપરામાં શ્રદ્ધા ધરાવનારા શ્રમણોપાસક હતા. ભગવાન મહાવીરે એમની માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તને ઉપદેશ આપ્યો અને બન્નેની દીક્ષાની ભાવના જોઈ એમને સાધુતાના પંથે વાળ્યા. દેવાનંદાએ સાધ્વી ચંદનબાળાની નિશ્રામાં રહીને સંયમધર્મની આરાધના કરી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વર્ષો સુધી તપ કરીને અને વ્રતપાલન કરીને એણે કર્મક્ષય કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી. જૈન આગમ ‘ભગવતી સૂત્ર'માં આલેખાયેલી ઋષભદત્ત અને દેવાનંદાની જીવનકથામાં માનવજીવનના સ્થળથી માંડીને સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવો સુધીની ઘટના જોવા મળે છે. - ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સ્વ. પૂ. પિતાશ્રી છોટાલાલ કલ્યાણજી શાહ, પાલ - મુંબઈ in Edocation inte For Private & Personal use only www.airtelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ ROL escoles पंधर Education intamatical For Private & Personal use only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સાધ્વી મૃગદાવત ‘ભગવતીસૂત્ર’ અને ‘આવશ્યકચૂર્ણિ' જેવા શાસ્ત્રગ્રંથો તેમજ અન્ય કવિઓની રચનામાં આ ચરિત્ર મનોહર રીતે શબ્દબદ્ધ થયું છે. વૈશાલીના ગણરાજા ચેટકની પુત્રી અને કૌશાંબીના રાજા શતાનીકની રાણી મંગાવતી રાજકુમાર વર્ધમાનના પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતી હતી. - એક વખત કૌશાંબીના રાજદરબારમાં એક યુવાન ચિત્રકાર આવ્યો. એને એવું દૈવી વરદાન પ્રાપ્ત થયું હતું કે કોઈ પણ વ્યક્તિના અંગનો એક ભાગ જોઈને એનું પૂર્ણ ચિત્ર સજી શકતો હતો. આ ચિત્રકારની અનાયાસે રાજમહેલ તરફ નજર ગઈ અને નારીના પગનો અંગૂઠો જોયો. કલાનિપુણ ચિત્રકારે પગના અંગૂઠા પરથી એ નારીનું સમગ્ર ચિત્ર દોર્યું. આ ચિત્ર બનાવતી વખતે પીંછીમાંથી મશીનું ટપકું એ ચિત્રિત યુવતીના સાથળ પર પડ્યું. ચિત્રકારે તરત જ તે લૂછી નાખ્યું. ફરી રંગપૂરણી કરવા જતાં ફરી વાર આવું બન્યું. ત્રીજી વાર પણ આવું થયું, ત્યારે ચિત્રકારે વિચાર્યું કે નક્કી એ નારીના આ અંગ પર આવું લાંછન હોવું જોઈએ. એમ હોય તો તે ભલે રહ્યું. આ ચિત્ર રાણી મૃગાવતીનું હતું અને એ લાંછન જોતાં રાજા કોપાયમાન થયો. આ ચિત્રકારે મૃગાવતીને શીલભ્રષ્ટ કરી હશે એમ માનીને એને તત્કાળ કેદ કર્યો. બીજા ચિત્રકારોએ રાજાને ચિત્રકારની દેવી શક્તિનો ખ્યાલ આપવા છતાં રાજા શતાનીકે તેનો જમણો અંગૂઠો કાપી નાખ્યો. ગુસ્સે ભરાયેલા ચિત્રકારે સૌદર્યવતી મૃગાવતીનું ચિત્ર ઉજ્જૈની નગરીના સ્ત્રીલોલુપ રાજા ચંડપ્રદ્યોતને મોકલ્યું. રાજા ચંડપ્રદ્યોત ચડાઈ લઈને આવ્યો. રાજા શતાનીકનું મૃત્યુ થયું હોવાથી રાણી મૃગાવતી રાજ કારભાર સંભાળતી હતી. એ સમયે પ્રભુ મહાવીર કૌશાંબી નગરીમાં આવતાં રાજ માતા મૃગાવતી પોતાના પુત્ર બાળ ઉદયન સાથે ભગવાન મહાવીરના સમવસરણમાં ઉપદેશ શ્રવણ કરવા ગયાં. આ સમવસરણમાં ચંડપ્રદ્યોત પણ પોતાની અંગારવતી વગેરે રાણીઓ સાથે પ્રભુનો ઉપદેશ સાંભળવા આવ્યો હતો. પ્રભુ મહાવીરે વૈરાગ્યયુક્ત માર્મિક દેશના આપી. ભગવાનની દેશના સાંભળી અનેક વ્યક્તિ દીક્ષિત થયા. રાજમાતા મૃગાવતીના હૃદયના ઉચ્ચ ભાવ ઊભરાવા લાગ્યા. એણે પ્રભુને કહ્યું, “રાજા પ્રદ્યોતની આજ્ઞા લઈને હું દીક્ષા ગ્રહણ કરવા માગું છું.” ચોતરફ સન્નાટો વ્યાપી ગયો. સમવસરણમાં જ રાજા પ્રદ્યોત પાસે આજ્ઞા માગી. કદાચ એણે મૃગાવતીની વાતનો સ્વીકાર ન કર્યો હોત, પરંતુ સમવસરણમાં પ્રભુનો ઉપદેશ સાંભળવાથી એનું હૃદય અવનવીન, ઉચ્ચ ભાવો અનુભવતું હતું. એણે રાજીખુશીથી રાજમાતા મૃગાવતીને દીક્ષા લેવાની અનુમતિ આપી. આ સાંભળી રાણી મૃગાવતીએ કહ્યું, “તમે મને રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી છે, તો હવે મારા પુત્રને તમારો પુત્ર ગણો. તમે એને રાજકાજના પાઠ શીખવજો. તમે એના શિરછત્ર બનો.” ઉજ્જૈનીના ચંડપ્રદ્યોતે આ વાત પણ કબૂલ રાખી. - એક વાર સાધ્વી મૃગાવતીને પ્રભુ મહાવીરની દેશના તન્મયતાથી સાંભળતાં સંધ્યાકાળ થઈ ચૂક્યો, તેનો ખ્યાલ રહ્યો નહીં. ઉપાશ્રયે પાછા ફરવામાં મોડું થવાથી સાધ્વી મૃગાવતીને આચાર્યા ચંદનાએ ઠપકો આપ્યો. મૃગાવતીએ ક્ષમા માંગી. ચિત્તમાં પ્રાયશ્ચિત્તનું ઘમ્મર વલોણું ચાલ્યું. પશ્ચાત્તાપની પાવનગંગામાં સ્નાન કરતી સાધ્વી મૃગાવતીમાં શુભ ભાવના ઉદય પામી. ઘાતી કર્મોનો ક્ષય થતાં એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. રાત્રિના અંધકારમાં કાળવિષ સર્પ ચંદનાના સંથારા પાસેથી પસાર થતો હતો. મૃગાવતીએ દિવ્ય દૃષ્ટિથી ગહન અંધકારમાં આ વિષધર સર્પ જોયો અને સર્પના માર્ગમાં આડો પડેલો ચંદનાનો હાથ ખસેડી દીધો. હસ્તસ્પર્શથી જાગ્રત થયેલાં આચાર્યા ચંદનાએ સફાળા જાગીને કારણ પૂછતાં મૃગાવતીએ ઘોર અંધકારમાં ખૂણામાં છુપાયેલા સર્પને બતાવીને વાત કરી. સંઘઆચાર્યા ચંદનાએ પૂછયું, “આ ગહન અંધકારમાં હાથની હથેળી દેખાતી નથી ત્યાં તમને કઈ રીતે સર્પ દેખાયો ?” - મૃગાવતીએ કહ્યું, “આપની કૃપાથી મને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે.” સાધ્વી ચંદનાએ મૃગાવતીને વિનયપૂર્વક નમસ્કાર કર્યો. ચંદનાના હૃદયમાં શુભ ભાવોનો પ્રાદુર્ભાવ થતાં એને પણ દિવ્ય જ્ઞાન સાંપડયું. મૃગાવતી જૈન ધર્મની પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં સ્થાન પામે છે. હિંદુ, બૌદ્ધ અને જૈન - ત્રણેય સાહિત્યમાં આ જીવનકથા મળે છે. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય અજિતચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સ્વ. પૂ. માતુશ્રી ઘેલીબહેન છોટાલાલ શાહ, પાલ - મુંબઈ Education FOA inte. Persone n www.alnelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ MOTORKILABORX 972 Education internet For 2. Personal use only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૧. સાધ્વી ભટ્ટામાતા રાજગૃહી નગરીના ધનાઢ્ય શેઠ ગોભદ્રનાં પત્ની ભદ્રાને શાલિભદ્ર નામનો પુત્ર અને સુભદ્રા નામની પુત્રી હતી. પતિનું અકાળ મૃત્યુ થતાં ભદ્રા પર બહોળા વ્યાપારના સંચાલનની અને સંતાનોના ઉછેરની બેવડી જવાબદારી આવી પડી. પોતાના પુત્ર શાલિભદ્રને માતૃસહજ વાત્સલ્યથી પ્રેરાઈને વેપારની આંટીઘૂંટીઓમાંથી બહાર રાખ્યો. ગોભદ્ર શેઠ મૃત્યુ પામીને દેવલોકમાં ગયા, પરંતુ પુત્રસ્નેહથી પ્રેરાઈને તેઓ રોજ નવ્વાણુ પેટીઓમાં મૂલ્યવાન આભૂષણો અને કીમતી વસ્ત્રો મોકલતા હતા. માતાની વ્યાપારી કુનેહ અને પિતાની દૈવી સહાયથી શાલિભદ્રની આસપાસ સમૃદ્ધિનો સાગર ઊછળવા લાગ્યો. રૂપ, ગુણ અને શીલ ધરાવતી બત્રીસ કન્યાઓ સાથે આ શાલિભદ્રના લગ્ન થયાં. એનો ધનવૈભવ એવો વિપુલ હતો કે રાજગૃહીનો રાજા શ્રેણિક નેપાળના વેપારી પાસેથી એક રત્નકંબલ ખરીદી શક્યો નહોતો, તેવી સોળ રત્નકંબલ રાજગૃહીની ગરિમા જાળવવા માટે ભદ્રામાતાએ ખરીદી લીધી અને પ્રત્યેક મૂલ્યવાન કંબલના બે ટુકડા કરીને બત્રીસ પુત્રવધૂઓને આપી દીધા હતા. વળી શિયાળામાં ઉષ્ણતા અને ઉનાળામાં શીતળતા આપતી આ મૂલ્યવાન રત્નકંબલ ખરબચડી લાગતાં બત્રીસ પુત્રવધૂઓએ તેનો પગલૂછણિયા તરીકે ઉપયોગ કર્યો. રાજા શ્રેણિક ભદ્રામાતાને ત્યાં આવ્યા અને શાલિભદ્રે જાણ્યું કે શ્રેણિક તો એમના નાથ કહેવાય, ત્યારે અઢળક ધનસમૃદ્ધિ વચ્ચે જીવતા શાલિભદ્રને લાચારીનો અસહ્ય અનુભવ થયો. શાલિભદ્ર પોતાને સ્વામી માનતો હતો, પરંતુ રાજાના આગમને એને પોતાના પરાવલંબીપણાનો અનુભવ થતાં એણે તમામ ભૌતિક સમૃદ્ધિ છોડીને વૈરાગ્યના એકલવાયા પંથે ચાલવાનું નક્કી કર્યું. ભગવાન મહાવીરનું રાજગૃહી નગરીમાં આગમન થતાં શાલિભદ્ર અને તેના બનેવી ધન્ય શેઠે દીક્ષા ગ્રહણ કરી. માતા ભદ્રા અને શાલિભદ્રની પત્નીઓ પણ સાધનાપૂર્ણ જીવન વ્યતીત કરતાં હતાં. આમ એક સમયે જ્યાં રાગનો અબીલ-ગુલાલ ઊછળતો હતો, ત્યાં ત્યાગની શુભ પ્રભા પથરાઈ ગઈ. શાલિભદ્રે દીક્ષા ગ્રહણ કર્યા પછી આકરી સાધના કરી. સમતા અને સમાધિમાં લીન રહેવા લાગ્યા. એમની કાયા કૃશ બની ગઈ. થોડાક સમય બાદ ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પુનઃ પધાર્યા. એમની સાથે મુનિ શાલિભદ્ર પણ હતા. મુનિ શાલિભદ્રં ભદ્રામાતા પાસે જઈને ગોચ૨ી વહોરવાનો વિચાર કર્યો. આ માટે એમણે પ્રભુ મહાવીરની અનુમતિ લીધી અને પોતાના ઘેર વહોરવા માટે સાધુ શાલિભદ્ર ધન્ય સાધુ સાથે ગયા. આખુંય નગર ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને એમના દર્શનાર્થે આતુર બન્યું હતું, ત્યારે ભદ્રામાતાની પ્રભુદર્શનની ઉત્કંઠા કેવી હશે, તે કલ્પી શકાય. ઘરના બારણે ગોચરી માટે આવેલા અત્યંત કુશ એવા મુનિ શાલિભદ્રને એ ઓળખી શક્યાં નહીં અને ભદ્રામાતા સ્વયં પ્રભુના દર્શને જવાની તૈયારી કરતાં હતાં. આથી સાધુ તરફ વિશેષ ધ્યાન આપ્યું નહીં. પરિણામે શાલિભદ્રને આહાર લીધા વિના જ પાછા ફરવું પડ્યું. વળતાં એક ગોવાલણે મુનિ શાલિભદ્રને ભક્તિભાવથી દહીં વહોરાવીને પારણું કરાવ્યું. મુનિ શાલિભદ્ર ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમની આજ્ઞા લઈને રાજગૃહી નગરીના એક પહાડ પર જઈને સંલેખનાવ્રત ધારણ કર્યું. ભગવાન મહાવીરના સમવસરણમાં આવેલાં ભદ્રામાતા અને તેમના પરિવારને સાધુ શાલિભદ્રની ગોચરીથી માંડીને સંલેખના સુધીની તમામ ઘટનાઓ ભગવાને કહી સંભળાવી. ભદ્રામાતાને માથે તો વીજળી પડી. મનમાં થયું કે દ્વાર પર મુનિરાજોને જોયા હતા, છતાં એમની ઉપેક્ષા કરીને કેવી ગંભીર ભૂલ કરી ! વળી એ બે મુનિરાજો તે અન્ય કોઈ નહીં પણ અતિપરિચિત એવા પોતાના પુત્ર શાલિભદ્ર અને જમાઈ ધન્ય શેઠ હતા. ભદ્રામાતાનું વાત્સલ્ય અસહ્ય વેદનાથી ખળભળી ઊઠ્યું. એ તત્કાળ પર્વત પર પુત્રના દર્શનાર્થે દોડી ગયાં. ઉગ્ર તપશ્ચર્યાથી પુત્રની દૃશ બનેલી કાયા અને ઉગ્ર સાધનામય જીવન જોઈને માતૃહૃદય આકુળ-વ્યાકુળ થઈ જતાં ભદ્રામાતા મૂર્છિત થયાં. આ સમયે અહીં ઉપસ્થિત સમ્રાટ શ્રેણિકે ભદ્રામાતાને આશ્વાસન આપ્યું. ધર્મની મંગલ ભાવનાઓમાં ચિત્ત ડુબાડવા કહ્યું. ભદ્રામાતાએ પોતાના જીવન તરફ દૃષ્ટિપાત કર્યો અને એમણે પણ વૈભવ છોડીને પોતાની પુત્રવધૂઓ સાથે સંયમ-માર્ગનો સ્વીકાર કર્યો. Jam Education ધર્મસ્નેહસૌજન્ય ૫. પૂ. આચાર્ય શ્રી વિજય હ્રીં કારચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સ્વ. જયચંદભાઈ કલ્યાણજી શાહ, તૂર (જિ. પૂના) www.jal#vallurity.org Page #78 -------------------------------------------------------------------------- ________________ FORSTWO TWIN LLLLLLLLLLLL Lalin Education International For Private & Personal use only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સાધ્વી દુર્ગારાણી સાધ્વી દુર્ગધારાણીના ચરિત્રમાં ભૌતિક સુખની ક્ષણભંગુરતા અને સંયમજીવનની મહત્તા પ્રગટે છે. ચિત્તમાં જાગેલા મલિન વિચારથી બંધાયેલા કર્મના વિપાકની કથાનું સચોટ દૃષ્ટાંત એટલે સાધ્વી દુર્ગધાનું જીવન. એક વખત રાજા શ્રેણિક અને મંત્રી અભયકુમાર મેળામાં વેશપલટો કરીને લોકસમુદાયના વિચારો પામવાની સાથોસાથ મેળાની મોજ માણતા હતા. આ સમયે મેળો જોતી એક ન્યાએ અધીરાઈથી રાજા શ્રેણિકના હાથ પર હાથ રાખ્યો. આ સુંદર યુવતી પર રાજા શ્રેણિક મોહ પામ્યા અને એને રાણી બનાવવાનું વચનદાન આપીને પોતાની વીંટી આપી. આ વિલક્ષણ ઘટનાને મહામંત્રી અભયકુમારે પોતની કુશાગ્રબુદ્ધિથી જાણી લીધી અને અંતે રાજાની ઇચ્છા હોવાથી આ યુવતી સાથે વિવાહ ઉત્સવ રચ્યો. અગાઉ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીએ રાજા શ્રેણિક સમક્ષ એમને વિશે કરેલી ભવિષ્યવાણી સત્ય ઠરી. વાત એવી બની હતી કે એક વાર રાજા શ્રેણિક ભગવાન મહાવીરના સમવસરણમાં જતા હતા, ત્યારે સૈનિકોએ એમને કહ્યું કે નિકટમાં આવેલા વૃક્ષની નીચે અત્યંત દુર્ગધ મારતી એક બાલિકા પડી છે. એના શરીરમાંથી નીકળતી દુર્ગધને પરિણામે એ રસ્તે જતા પ્રવાસીઓ પંઠ ફેરવી લે છે. ભગવાન મહાવીરના સમવસરણમાં રાજા શ્રેણિકે પેલી દુર્ગધ મારતી બાલિકાના ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે ભગવાને કહ્યું કે પૂર્વભવમાં આ બાલિકા શાલિગ્રામના ધનમિત્રની ધનશ્રી નામની પુત્રી હતી. આ ધનશ્રીનો વિવાહ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો. આ સમયે એક નિગ્રંથ સાધુ એમને ત્યાં ગોચરી અર્થે આવ્યા હતા. ધનમિત્રે એમનો આદર કરીને પોતાની પુત્રી ધનશ્રીને ગોચરી આપવા જણાવ્યું. ધનશ્રીએ ગોચરી તો આપી કિંતુ મનોમન વિચાર કર્યો કે જૈન ધર્મના તમામ સિદ્ધાંતો ઉચ્ચ કોટિના છે. માત્ર મુનિઓને સ્નાન કરવાની છૂટ આપી હોત તો કેવું સારું થાત. મુનિનાં દુર્ગધયુક્ત વસ્ત્રો પ્રત્યે જુગુપ્સા દાખવવાને પરિણામે થયેલા કર્મબંધને કારણે તે આ ભવમાં વેશ્યાની પુત્રી થઈ. એના શરીરમાંથી આવતી દુર્ગધને કારણે એનું નામ દુર્ગધા પાડવામાં આવ્યું. એ વેશ્યાએ એને નિર્જન વનમાં તરછોડી દીધી હતી. ભગવાન મહાવીરે એ બાલિકાનું ભવિષ્ય દર્શાવતાં રાજા શ્રેણિકને કહ્યું કે આ નારીનાં અશુભ કર્મોનો ક્ષય થશે અને તું એને પટરાણી તરીકે સ્થાન આપીશ. એ પૂર્વભવની દુર્ગધા જ છે, એની ઓળખ એટલી કે તારી સાથે શતરંજમાં એ જીતી જશે અને તારી પીઠ પર સવાર થઈ જશે. આ સમયે બીજી રાણીઓ પોતાનો માત્ર છેડો પકડીને બેસી રહેશે, ત્યારે પીઠ પર સવાર થયેલી સ્ત્રી દુર્ગધા છે એમ સમજજે. ભગવાન મહાવીરની ભવિષ્યવાણી મુજબ જ બન્યું. રાજા શ્રેણિક શતરંજની રમતમાં પરાજિત થયા. મેળામાં મળેલી રાણી એમની પીઠ પર બેસી ગઈ. એ પછી સમય જતાં દુર્ગધાને પૂર્વભવના કર્મબંધનનો ખ્યાલ આવ્યો અને તેથી એમાંથી મુક્તિ મેળવવા કાજે એણે રાજા શ્રેણિકની અનુમતિ સાથે દીક્ષા લીધી. રાણી દુર્ગધા સાધ્વી બનીને આચાર્યા ચંદનાના સાધ્વી સંઘમાં સંમિલિત થયાં. સાધ્વી દુર્ગધાનું જીવન એ દર્શાવે છે કે મુનિ વિશેનો એકાદ મલિન વિચાર કેવા-કેવા કર્મબંધ બાંધે છે. પોતાના પૂર્વજીવનની પરિસ્થિતિનો રાણી દુર્ગધાએ ડો વિચાર કર્યો અને એમાંથી સાચે માર્ગે જવાનો દઢ નિશ્ચય જાગ્યો. પૂર્વજીવનમાંથી પદાર્થપાઠ પામીને એણે પોતાનું વર્તમાન જીવન વિરલ એવા આત્મકલ્યાણના પંથે વાળ્યું. ભૂતકાળની મહાન ભૂલનું પ્રાયશ્ચિત્ત એ એક વાત ! પ્રાયશ્ચિત્તમાંથી પવિત્રતા તરફ પ્રયાણ એ બીજી વાત ! દુર્ગધારાણીએ પૂર્વજીવનની દુઃખદ સ્થિતિઓનો વિચાર કરીને વર્તમાન જીવનને અજવાળવાનું સાહસ કર્યું. રાણીમાંથી સાધ્વી બન્યાં અને સાધ્વી તરીકેના જીવનની સુરભિ જ અનેરી હોય છે, પછી ત્યાં મલિનતાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સ્વ. સવિતાબહેન જયંતિલાલ શાહ, પાર્લા - મુંબઈ ein Education Intematonal www.albelbrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ Lal Education Intematon Private & Personal use only www.jalnelibrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૩. સાધ્વી કલાવતી ઉજ્જૈની નગરીના શંખરાજાની રાણી કલાવતીના જીવનમાં શીલપાલનની મહત્તા પ્રગટ થાય છે. માલવપતિ શંખરાજાની રાણી કલાવતી ગર્ભવતી થઈ અને તેના આનંદરૂપે મહેલમાં ઉત્સવનું આયોજન થયું. આ સમયે કલાવતીના પિયરથી એક પેટીમાં ભેટરૂપે અલંકારો આવ્યા. કલાવતીના ભાઈએ આ અલંકારો મોકલ્યા હતા. આમાંથી અંધારામાં અજવાળું પાથરે તેવાં નંગડિત કંકણ કલાવતીએ એના હાથ પર પહેર્યાં. બીજી રાણીઓને આ જોઈને ઈર્ષ્યા જાગી. એમણે રાજાના કાન ભંભેર્યા. એમ પણ કહ્યું કે રાજાએ રાણી-રાણી વચ્ચે ભેદ પાડ્યો. આવા સુવર્ણ કંકણ ક્યાંથી આવ્યાં એનું રહસ્ય સ્વયં રાજાના મનમાં ઘોળાતું હતું. રાણી લીલાવતીએ શંખરાજાને કહ્યું કે તેઓ છુપાઈને એમની કલાવતી સાથેની વાતચીત સાંભળે. લીલાવતીએ કલાવતીને પૂછ્યું ત્યારે કલાવતીએ લાક્ષણિક રીતે કહ્યું, “હું જેમને અત્યંત વહાલી છું તેમણે આ કંકણ મોકલ્યાં છે. મને રાત-દિવસ સદૈવ યાદ કરનારની આ ભાવભરી ભેટ છે.” કલાવતીએ સીધેસીધું એમ ન કહ્યું કે આ કંકણ તો એના સગા ભાઈની ભેટ છે. આ સાંભળતાં જ શંખરાજા ક્રોધાયમાન થયા. એમને કલાવતીના શીલ પર શંકા જાગી. એના અગાઉના કોઈ પ્રેમીએ આ કંકણ ભેટરૂપે આપ્યાં હશે એમ માન્યું. શંકા અને ક્રોધને કોઈ સીમા હોતી નથી. રાજાએ વિચાર્યું કે કંકણ સહિતના કલાવતીના બંને હાથ કાપી નખાવું. રથમાં બેસાડી ગર્ભવતી કલાવતીને લઈને ચાંડાલ નીકળ્યો. રાજાએ કહ્યું કે તેઓ એને પિયર મોકલે છે, પરંતુ ઉજ્જડ ભૂમિમાં ચાંડાલે રથ ઊભો રાખ્યો. કલાવતીએ કહ્યું કે આ કંઈ મારા પિયરનો માર્ગ નથી, ત્યારે ચાંડાલે સાચી વાત કરી. કલાવતી ઊંડો આઘાત પામી, જમણો હાથ એણે જાતે છેદી નાખ્યો અને ડાબો હાથ ચાંડાલે કાપી નાખ્યો. કંકણ સહિત કાપેલા બંને હાથ લઈને ચાંડાલ રાજા પાસે હાજર થયો. કંકણ પર કલાવતીના ભાઈનું નામ જોઈને રાજાને પોતાના ઘોર અપરાધનો ખ્યાલ આવ્યો અને મૂર્છિત બની ગયો. એણે વિચાર કર્યો કે પોતે શીલવતી સ્ત્રી વિશે કેવી મોટી કુશંકા કરી ? શા માટે બંને હાથ કાપી નાખવાની નિર્દય આજ્ઞા એમણે આપી ? પશ્ચાત્તાપનો અનુભવ કરતો આ રાજવી ચંદનકાષ્ઠની ચિતા રચાવીને અગ્નિસ્નાન કરવા તૈયાર થયો. પ્રજાએ રાજાને એમ કરતાં અટકાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. બીજી બાજુ જે સમયે ચાંડાલે કલાવતીના હાથ છેદી નાખ્યા એ સમયે જ એણે પુત્રને જન્મ આપ્યો. આ ઉજ્જડ ભૂમિમાં બાળકની કોઈ સંભાળ લેવાશે નહીં એમ વિચારીને કલાવતી આક્રંદ કરવા લાગી. એકાએક ઉજ્જડ ભૂમિમાં વૃક્ષોનું વન મહોરી ઊઠ્યું. સૂકી નદીમાં પાણી વહેવા લાગ્યું અને કલાવતીના બંને હાથ કંકણ સહિત પૂર્વવત્ થઈ ગયા. આ સમયે એક તાપસ આવ્યો અને એણે એકલી-અટૂલી કલાવતીને જોઈ. તાપસ કલાવતીના પિતાનો મિત્ર હતો. કલાવતીનું વૃત્તાન્ત સાંભળતાં એને પ્રચંડ ક્રોધ જાગ્યો અને વિચાર્યું કે આવો કાળો કેર કરનારા શંખરાજાના રાજમાં ઉલ્કાપાત મચાવી દઉં ! સતી કલાવતીએ તાપસને વિનંતી કરી કે તમે મારા પિતા સમાન છો. કૃપા કરીને આટલા બધા ક્રોધાયમાન ન થશો. તાપસે કલાવતીને વસવા માટે અને એના બાળકને ઉછેર માટે વિદ્યાબળથી આવાસ રચી આપ્યો. આ સમયે વનમાંથી નીકળેલા કઠિયારાએ આ જોયું એટલે એ રાજાને કહેવા દોડ્યો. અગ્નિસ્નાન કરવા જતા રાજાને અટકાવતાં મંત્રીએ એક માસની મુદત માગી હતી અને રાણીને શોધીને પાછી લાવી આપવાનું કહ્યું હતું. રાજાને જાણ થતાં એ રાણી કલાવતીને લેવા આવ્યો. એક વાર ધર્મધુરંધર સાધુ આવતાં કલાવતીએ પોતાના જીવન પર આવી પડેલી આપત્તિની વાત કરી. સાધુએ કહ્યું કે પૂર્વજન્મમાં એ રાજકુમારી હતી અને એણે એના બાણથી એક પંખીની પાંખો છેદી નાખી હતી. એ પંખી આ જન્મમાં રાજા બન્યો. પોતાના પૂર્વભવને અને કર્મની આવી ગતિ જાણીને રાજા અને રાણી બંનેએ નિર્મળભાવે સંયમનો માર્ગ લીધો અને સાધુતાના પાવન પંથે ચાલી નીકળ્યાં. Bain Education International ધર્મસ્નેહસૌજન્ય ૫. પૂ. પંન્યાસજી શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી વિજયકુમાર જયંતિલાલ શાહ, પાર્લા - મુંબઈ Page #82 -------------------------------------------------------------------------- ________________ KIVALO 漫 INSAAVOLON Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૪. સાધ્વી પુષ્પ ચૂલા સાધ્વી પુષ્પચૂલાનું ચરિત્ર એ ગુરુસેવાનું અપ્રતિમ ઉદાહરણ છે. પૃથ્વીપુરમાં રાજા પુષ્પકેતુ અને રાણી પુષ્પાવતીને ત્યાં જોડિયા પુત્ર-પુત્રીનો જન્મ થયો. પુત્રનું નામ પુષ્પચૂલ અને પુત્રીનું નામ પુષ્પચૂલા રાખ્યું. બંને ભાઈ-બહેન વચ્ચે અતિ સ્નેહરાગ હોવાથી તેઓ એકબીજાથી એક ક્ષણનો પણ વિયોગ સહન કરી શકતાં નહોતાં. પુત્ર-પુત્રી યુવાન થતાં રાજાએ એમના વિવાહનો વિચાર કર્યો. પણ સવાલ એ જાગ્યો કે બંને એક ક્ષણ પણ અળગાં રહી શકતાં નથી તો તેઓ કઈ રીતે અન્યની સાથે અળગાં રહીને જીવન ગાળી શકશે ? ઊંડા વિચારને અંતે રાજાએ નાછૂટકે બંનેને પરસ્પરને અનુરૂપ માનીને એમનો વિવાહ યોજ્યો. આ ઘટનાએ રાણી પુષ્પાવતીના હૃદયમાં મંથન, વેદના અને વિચારની ભીષણ આંધી જગાવી. રાણીને આવા અનુરાગથી ભરેલા સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. એમણે તપશ્ચર્યા કરી અને તે સ્વર્ગલોકની દેવી બન્યાં. સમય જતાં પૃથ્વીપુરની ગાદી પર રાજા પુષ્પફૂલ અને રાણી પુષ્પચૂલા બિરાજ્યાં. દેવી બનેલી માતાએ અવધિજ્ઞાનથી પુત્ર અને પુત્રીનાં હીન કર્મો નિહાળ્યાં. વ્યથિત બનેલી દેવીએ રાણી પુષ્પચૂલાને સ્વર્ગ અને નરકનાં સ્વપ્નાં બતાવ્યાં. આ સમયે આચાર્ય અરણિકાપુત્રને રાણી પુષ્પચૂલાએ આ સ્વપ્નોનો અર્થસંકેત પૂછ્યો. આચાર્યશ્રીએ આ સ્વપ્નોનો મર્મ પ્રગટ કરતાં કહ્યું | કે સારાં કર્મ કરનારનો આત્મા એનો મિત્ર છે અને દુષ્કર્મ કરનારનો આત્મા એનો શત્રુ છે. રાણી પુષ્પચૂલાના હૃદયમાં પસ્તાવાનું વિપુલ ઝરણું વહેવા લાગ્યું. આચાર્ય અરણિકાપુત્રની ધર્મદેશનાએ એમની આંખ આગળથી મોહ અને અજ્ઞાનનાં પડળ દૂર કરી નાખ્યાં. રાણી પુષ્પચૂલાએ પોતાના પતિ પાસે સંયમ ધારણ કરવા કાજે અનુમતિ માગી. રાજાએ દીક્ષાની સંમતિ આપી, પણ સાથે એવી શરતેય મૂકી કે દીક્ષા લીધા બાદ મારે ત્યાંથી જ ગોચરી ગ્રહણ કરવી. આ સમયે આચાર્ય અરણિકાપુત્રે પોતાના શ્રુતજ્ઞાનથી ભવિષ્યમાં આવી રહેલા ભીષણ દુષ્કાળને નીરખ્યો. આવું દુઃખદ ભવિષ્ય જાણીને એમણે પોતાના શિષ્યોને દૂરદૂરના પ્રદેશમાં મોકલી આપ્યા, કિંતુ આચાર્યશ્રી અરણિકાપુત્રને વૃદ્ધાવસ્થાને કારણે આ જ સ્થળે રહેવું પડ્યું. સાધ્વી પુષ્પચૂલાએ અપાર શ્રદ્ધા સાથે ગુરુસેવા કરી. પરિણામે એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક વાર વરસતા મુશળધાર વરસાદમાં સાધ્વી પુષ્પચૂલા બહારથી ગોચરી લઈને આવી. ગુરુએ એમને આ વિષયમાં પ્રશ્ન કર્યો ત્યારે અચિત વૃષ્ટિમાં આહાર લાવવાના પોતાના કાર્યની યથાર્થતા દર્શાવી. આ સમયે ગુરુને ખ્યાલ આવ્યો કે પુષ્પચૂલા તો કેવળજ્ઞાનને પામ્યાં છે. ગુરુએ એમને કેવલી જાણીને એમની સેવા લેવા માટે ક્ષમા માંગી. સાધ્વી પુષ્પચૂલા તો મહાન ગુરુના ઉદાર ભાવ જોઈને અંતરથી ધન્ય બની ગયાં. ક્ષમા એ જીવનનો આનંદ અને તપની વસંત છે. વસંતનું આગમન થતાં કુદરત જેમ સોળે કળાએ ખીલી ઊઠે, એ જ રીતે ક્ષમાને જીવનમાં સ્થાન આપનારના આત્માના ગુણોની વસંત ખીલી ઊઠે છે. ક્ષમાનો જન્મ થાય છે હૃદયની વ્યાપકતામાંથી. એનો વિચાર જાગે છે ગુણોની સમૃદ્ધિમાંથી અને એને પરિણામે પ્રાપ્ત થાય છે સમતારસભરી ચિત્તશાંતિ. ભગવાન મહાવીરના સમયમાં થયેલી સાધ્વી પુષ્પચૂલાનું ચરિત્ર જીવનમાં સત્કર્મોનાં સારાં ફળ અને દુષ્કર્મોનાં કડવાં ફળ દર્શાવે છે. પુષ્પચૂલાનાં દુષ્કર્મોએ એને કુમાર્ગ બતાવ્યો. માતાએ એને સન્માર્ગ બતાવીને યોગ્ય રસ્તે વાળી. સાધ્વી પુષ્પચૂલાના જીવનમાં ગુરુઆજ્ઞા, ગુરુસેવા અને ગુરુભક્તિનો મહિમા જોવા મળે છે. એની શ્રદ્ધાપૂર્વકની સેવાને કારણે સાધ્વી પુષ્પચૂલા કેવળજ્ઞાન પામે છે. વળી જિનશાસનમાં રહેલી લઘુતા સાધુ અરણિકાપુત્રની ક્ષમાયાચનામાં પ્રગટ થાય છે. આ લઘુતા એ જ પ્રભુતા બને છે. પોતાની ક્ષતિનો ખ્યાલ આવતાં આચાર્ય મહારાજે સામે ચાલીને સેવિકા અને શિષ્યા સમી સાધ્વીની ક્ષમા માગી ! ‘ક્ષમા વીરસ્ય મૂળમ્' કહેવાયું છે. વીર અને વ્યાપક હૃદય ધરાવનાર જ સાચી ક્ષમા માગી શકે અને આપી શકે. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. પંન્યાસજી શ્રી સ્થૂલિભદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી અ. સૌ. નેહાબહેન વિજયકુમાર શાહ, પાર્લા - મુંબઈ Page #84 -------------------------------------------------------------------------- ________________ XYG For Private & Personal Lise Ority Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૫. સાધ્વી મદનરેબા સાધ્વી મદનરેખાની જીવનકથા એટલે નારીના શીલના સાત્ત્વિક પ્રભાવની વિજયકથા. અપરંપાર આપત્તિઓ અને અણધારી ઘટનાઓથી જીવનમાં અનેક આઘાત-પ્રત્યાઘાતો સહન કરનારી સાધ્વી મદનરેખાનું જીવનચરિત્ર જેટલું રોમાંચક છે, એટલું જ પ્રેરક છે. સુદર્શનપુર નગરના મણિરથ રાજાના નાનાભાઈ યુગબાહુની પત્ની મદનરેખા અત્યંત સૌંદર્યવાન હતી. એના સૌંદર્ય પાછળ મુગ્ધ બનેલા મણિરથ રાજાએ કીમતી આભૂષણો, વસ્ત્રો અને સુગંધિત પુષ્પો મોકલીને મદનરેખાને કામી ડા માટેનો સંદેશો મોકલાવ્યો, ત્યારે મદનરે ખાએ રાજાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નાનાભાઈનાં પત્ની વિશે આવો વિચાર કરવો આપને શોભતો નથી. રાજા મણિરથનો કામવાસનાનો અગ્નિ વધુ ને વધુ પ્રદિપ્ત થતો રહ્યો. કામી માનવીની વિષયલાલસા એના વિવેકના દીપકને ઓલવી નાખે છે. રાજા મણિરથે મદનર ખાને યેનકેન પ્રકારેણ પ્રાપ્ત કરવા માટે પોતાના લઘુબંધુ યુગબાહુની હત્યા કરવાનો નિમ્ન વિચાર કર્યો. વસંતપુર નગરમાં આવેલા કદલીગૃહમાં એક વખત યુગબાહુ નિદ્રાધીન હતો, ત્યારે એકાએક મણિરથે તલવારથી પ્રાણઘાતક હુમલો કર્યો. વ્યાકુળ મદનરેખાની ચીસો સાંભળીને દોડી આવેલા સુભટોએ રાજાને ઝડપ્યો તો ખરો, પરંતુ ક્ષમામૂર્તિ યુગબાહુએ સુભટોને કહ્યું કે મારા મોટાભાઈનો વધ કરશો નહીં. આ તો મારા પૂર્વજન્મનું ફળ છે. આમ મોતના મુખમાંથી ઊગરી ગયેલો મણિરથ રાજા મનોમન આનંદભેર વિચારવા લાગ્યો કે પોતે યુગબાહુની હત્યા કરવામાં કેવો સફળ થયો ! કિંતુ કર્મની ગતિ અનેરી છે. વનમાંથી પસાર થઈ રહેલા મણિરથ રાજાને સર્પદંશ થતાં એનું મૃત્યુ થયું. | યુગબાહુ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર ચંદ્રયથા ત્યાં આવી પહોંચ્યો. મદનરેખાએ પતિને સર્વ જીવોને ખમાવીને અંતિમ સમયની આરાધનાની અમૃતવાણી સંભળાવી. આ ધર્મવાણીનું શ્રવણ કરતાં શુભ ધ્યાનમાં લીન બનેલા યુગબાહુ બ્રહ્મદેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. બીજી બાજુ પૃથ્વી પર મદનરેખા અત્યંત વ્યથિત બની ગઈ. પોતે પતિના મૃત્યુનું નિમિત્ત બની તે માટે પોતાની જાત પ્રત્યે ધિક્કારનો ભાવ અનુભવતી એકાંત જંગલમાં ગુપ્તવાસ કરવા લાગી. આ જંગલમાં એને બીજો પુત્ર-જન્મ થયો. એના હાથ પર યુગબાહુના નામથી અંકિત વીંટી પહેરાવી નવજાત શિશુને રત્નકંબલમાં વીંટાળીને વૃક્ષની છાયામાં મૂકીને એ સ્નાન કરવા જળાશય તરફ ગઈ. જળાશયમાં સ્નાન કરતી મદનરેખાને જળહસ્તિએ સૂંઢથી વીંટાળીને આકાશમાં ઉછાળી. આકાશમાંથી પસાર થતા વિદ્યાધરે એનું રક્ષણ કર્યું. વિદ્યાધર પણ મદનરેખાના રૂપ પર મોહિત બન્યો. કામાસક્ત વિદ્યાધરને એના પિતા મુનિરાજ મણિચૂરે સંસારની અસારતા, સૌંદર્યની ક્ષણભંગુરતા અને પરસ્ત્રીગમનના પાપની વાત કરતાં વિદ્યાધરના હૃદયની ચોપાસ જામેલાં વિષયનાં વાદળો દૂર થયાં. કાદવમાં કમળ ઊગે તેમ એણે મદનરેખાની ક્ષમાયાચના કરીને એને પોતાની ભગિની બનાવી. મિથિલા નગરીમાં આવેલી મદનરેખાને જાણ થઈ કે ભરતખંડના સુદર્શનપુર નગરના રાજા ચંદ્રયથા અને મિથિલાના રાજવી બનેલા નમિકુમાર એકબીજા સામે યુદ્ધે ચડ્યા છે. એ સમયે મદનરેખા દીક્ષા લઈને સુવ્રતા સાધ્વી બની હતી. એણે ગુરુણીની આજ્ઞા લઈને યુદ્ધનો મહાસંહાર રોકવા માટે રણભૂમિ પર પ્રયાણ કર્યું. યુદ્ધનું કારણ એટલું હતું કે નમિરાજાનો નાસી છૂટેલો શ્વેત હાથી ચંદ્રયથાએ બળપૂર્વક ૫કડીને પોતાની પાસે રાખ્યો હતો. યુદ્ધભૂમિ પર મદનરેખાએ ધર્મોપદેશ આપ્યો અને પછી એકાંતમાં બન્ને રાજવીઓને એમનો પૂર્વવૃત્તાંત કહેતાં બંને સગા ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા. પરિણામે યુદ્ધના મહાસંહારને બદલે વિખૂટા પડેલા ભાઈઓના મિલનનો મહોત્સવ રચાઈ ગયો. - ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. પંન્યાસજી શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી ચિ. ગૌરાંગ વિજ યકુ માર શાહ, પાલ - મુંબઈ For Private Permane n www.jalnelibrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ חחחחחחחחחחחחחחחחחחחחחחחחה UUUUUUUUUUUUUUUUUUUUUUUUU Privato a Parmor USB OM Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૬. સાધ્વી ભદ્રામા ધન્ય છે ભદ્રામાતા અને ધન્ય છે અરણિક મુનિને ! પુત્રની આધ્યાત્મિક પ્રગતિ ઇચ્છતી અને ભવભ્રમણમાંથી એને ઉગારવા ચાહતી માતાની ઉદાત્ત મહત્તાનાં દર્શન ભદ્રામાતાના ચરિત્રમાં થાય છે. અરણિકનાં માતા અને પિતાએ ભગવાનની વાણી સાંભળીને દીક્ષાનો નિર્ણય કર્યો. માતા-પિતા બંનેએ દીક્ષા લીધા બાદ પિતાએ પુત્ર અરણિકને દીક્ષા આપી. બાળ અરણિક મુનિ બન્યા, પરંતુ એના પિતા જ સંથારો પાથરવાનું કે ગોચરી વહોરી લાવવાનું કામ કરતા હતા. એમણે સંસાર છોડ્યો હતો, કિંતુ પુત્રમોહ ત્યજી શક્યા નહોતા. થોડા સમયે પિતા મુનિનો સ્વર્ગવાસ થતાં અરણિક મુનિને માથે ગોચરી વહોરવાની અને બીજાં ધર્મકાર્યોની જવાબદારી આવી. સાધુજીવનની કઠિનતાનો પ્રત્યક્ષ ખ્યાલ આવવા લાગ્યો. એક વાર ઉનાળાના દિવસે ધોમધખતા તાપમાં ખુલ્લા પગે અરણિક મુનિ જઈ રહ્યા હતા. ધરતી આગ ઓકતી હતી. આથી મુનિ જરા વિસામો લેવા માટે એક હવેલીના ઝરૂ ખા નીચે શીળો છાંયડો જોઈને ઊભા રહ્યા. મનોમન સાધુજીવનની કપરી સ્થિતિનો વિચાર કરતા હતા. એમ પણ થતું હતું કે આવું કપરું મુનિપણું જાળવી શકીશ ખરો ? આ સમયે હવેલીના ઝરૂખામાં ઊભેલી શ્રેષ્ઠીની માનુનીએ મુનિરાજને જોયા. મુનિની સોહામણી કાયા, તેજસ્વી ચહેરો અને સુદઢ બાંધો જોઈને એ માનુનીના ચિત્તમાં મોહવિકાર જાગ્યો. એની યુવાનીનો રંગ આ મુનિનો સંગ ઇચ્છવા લાગ્યો. માનુનીએ દાસીને બોલાવીને મુનિને પોતાનું આંગણું પાલન કરવા વિનંતી કરવાનું કહ્યું. એણે કહ્યું, “મુનિરાજ, મારી હવેલીમાં પધારો અને મોદક ગ્રહણ કરો.” મુનિ અરણિક થાક્યા હતા. ધોમધખતો તાપ શરીરને દઝાડતો હતો. સંયમનો આવો ભાર ખેંચી શકાશે નહીં, એમ વિચારતા હતા. એવામાં આવું નિમંત્રણ આવતાં જોઈતું હતું અને વૈદે કહ્યા જેવું થયું. સુંદરીએ ઘીથી લદબદતા મોદકનું ભોજન કરાવ્યું. મુનિ મોહબંધનમાં ફસાયા અને એના આવાસમાં જ રહી ગયા. દીક્ષાનું મહાવ્રત ત્યાગીને મુનિ સંસારી બની ગયા.. જીવનમાં ચોમેર ભોગવિલાસની છોળો ઊડતી હતી. અરણિકની આંખો અને મન બંને એનાથી ઘેરાઈ ગયાં. બીજી બાજુ દીક્ષા ધારણ કરનારી અરણિકની માતા સાધ્વી ભદ્રાને આ આઘાતજનક સમાચાર મળ્યા, ત્યારે એના હૃદયમાં વલોપાતનો સાગર ઊમટઢ્યો. પોતાનો પુત્ર સંયમનો સાધનાભર્યો માર્ગ ત્યજીને મોહની મહા ગર્તામાં ડૂબે તે માતાનું હૃદય કઈ રીતે સહી શકે ? આથી સાધ્વી ભદ્રા અરણિકને શોધવા નીકળે છે. નગર-નગર અને ગામે-ગામ ફરે છે ! ભટકે છે. એ બૂમો પાડે છે, “ઓ મારા અરણિક ! તું ક્યાં છે? શાને કાજે તેં દીક્ષા છોડી દીધી ? એવું તે શું બન્યું કે તે મારી કૂખ લજવી ?” આમ ઠેર ઠેર ફરીને બુમો પાડતી વૃદ્ધ સાધ્વીને પાગલ સમજીને લોકોનું ટોળું એની પાછળ દોડવા લાગ્યું. કે કાંકરા મારે તો કોઈ એની હસી-મજાક ઉડાવે. એક દિવસ ઝરૂખામાં ઊભેલા અણિકે વૃદ્ધ માતાના આત પોકારો સાંભળ્યા અને એનું હૈયું પીગળી ગયું. હવેલીમાંથી દોડીને અરણિક નીચે આવીને માતાના પગમાં પડ્યા. માતાએ કહ્યું, “અરે પુત્ર ! તારી આ દશા ! તેં મારી ફુખ લજવી. દીક્ષા છોડીને સંસારમાં ફસાયો. કોણે તને લોભાવ્યો ?” અરણિકે કહ્યું, “માતા ! આ સાધનાનો માર્ગ અતિ કઠિન છે. ખાંડાની ધારે જીવન ગુજારવા જેવું છે. આવો સંયમ હું પાળી શકું તેમ નથી.” - સાધ્વી ભદ્રાએ સમજાવ્યું કે ભવોભવના ભ્રમણમાંથી છૂટવા માટેનો આ એક માત્ર માર્ગ છે. ભવસાગરને તરી જવાનો આ જ સાચો ઉપાય છે. માટે ફરીથી સંયમ ધારણ કરીને તેજસ્વી સાધુતા પાળી બતાવ. અરણિકે કહ્યું કે તે એક જ શરતે દીક્ષા લેવા તૈયાર છે અને તે એ કે દીક્ષા લીધા પછી અનશન કરીને પ્રાણ ત્યાગશે. માતાને માટે પુત્રના પ્રાણત્યાગથી બીજો કયો વજાઘાત હોય ? સાધ્વી ભદ્રાને માટે પ્રાણત્યાગ કરતાં પણ દીક્ષાત્યાગ વધુ અનિષ્ટકારક હતો, આથી માતાએ કહ્યું, “સંસાર ભોગવીને ભવોભવ તારો આત્મા નીચ ગતિમાં જાય તેને બદલે તું દીક્ષા લઈને પ્રાણત્યાગ કરે તે વધુ ઉચિત છે.” અરણિકે ફરી દીક્ષા લીધી. અનશન કરીને સાધુ અરણિક પ્રાણત્યાગ કર્યા બાદ કાળક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. મુનિ શ્રી રાજચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી ચિ, આકાશ વિજયકુમાર શાહ, વાર્તા - મુંબઈ Redentohet For la Pelle www.alhalibrary ang Page #88 -------------------------------------------------------------------------- ________________ DO 7609 DOE அசொel Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૭. સાધ્વી ઋtષદત્તા રાજકુમાર કનક વરરાજાના વેશમાં અમાત્યો, રાજસેવકો અને અંગરક્ષકો સાથે જંગલમાંથી પસાર થતા હતા. રસ્તામાં એમણે જોયું કે એક વૃદ્ધ તપસ્વી શિલા ઉપર બેસીને તપ કરતા હતા અને તેની સમીપ અત્યંત સ્વરૂપવાન બાલિકા ઊભી હતી. કન્યાને જોતાં જ રથમઈનપુરના રાજા હેમરથના પુત્ર કનકકુમારને એના પ્રત્યે સ્નેહ જાગ્યો. ઋષિ હરિષેણે કહ્યું કે એક સમયે તેઓ તાંબાવતી નગરીના રાજા હરિષણ તરીકે પ્રસિદ્ધ હતા અને એમની પાસે એક તપસ્વીએ પ્રસન્ન થઈને આપેલી વિષહર ઔષધિ હતી. આ ઔષધિથી તેઓ સર્પદંશથી વિષગ્રસ્ત અનેક માનવીઓને વિષમુક્ત કરતા હતા. મંગલાવતી નગરીના પૃથ્વીપતિ રાજાની પુત્રી પ્રીતિમતીને સર્પદંશ થતાં રાજા હરિષણે એને વિમુક્ત કરી. રાજા પૃથ્વીપતિએ જીવનદાન આપનાર રાજા હરિફેણ સાથે રાજ કન્યા પ્રીતિમતીનું લગ્ન કરાવ્યું. થોડાં વર્ષો બાદ મહર્ષિ વિશ્વભૂતિનો ઉપદેશ સાંભળીને રાજા હરિજેણે સંસાર અને સામ્રાજ્ય ત્યાગીને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું, ત્યારે રાણી પ્રીતિમતી પણ માનવજીવનને સાર્થક કરવા માટે સાધ્વી બની. પરંતુ સાધ્વી પ્રીતિમતી જ્યારે ગૃહસ્થાવસ્થામાં હતી, ત્યારે ગર્ભવતી થઈ હોવાથી સાધ્વી બન્યા બાદ તેને પુત્રીજન્મ થયો. પ્રસૂતિના નવ દિવસ બાદ પ્રીતિમતી સ્વર્ગવાસી થતાં ઋષિ હરિપેણ પિતા તરીકે સંભાળ લેવા લાગ્યા અને એ બાલિકાનું નામ એમણે ઋષિદત્તા રાખ્યું. ઋષિ હરિષણની પાસે રાજકુમાર કનકકુમારે ઋષિદત્તા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અમાત્યોએ કનકકુમારને સમજાવ્યા કે કાવેરીની રાજકુમારી રુકિમણી આપની વાગ્દત્તા છે અને કનકકુમારના પિતા રાજા હેમરથે કાવેરીના રાજા કૃતબ્રહ્મની કન્યા સાથે એમનું લગ્ન નિશ્ચિત કર્યું છે, તેથી ઋષિદત્તા સાથે લગ્ન કરશે તો બંને કુળની આબરૂ ધૂળધાણી થઈ જશે. પરંતુ કનકકુમારે અમાત્યોની વાત કાને ધરી નહીં. | છંછેડાયેલી કિમણીએ ઋષિદત્તા પર વેર લેવાનો નિશ્ચય કર્યો અને સુલસા યોગિની દ્વારા ઋષિદત્તાના શયનખંડમાં માંસનો ટુકડો અને એના હોઠ પર લોહી લગાડ્યું. નગરમાં યોગિની સુલસા રોજ રાત્રે માનવહત્યાઓ કરતી હતી, તેથી યોગિનીએ રાજાને કહ્યું કે આ ઋષિદત્તા જ નરભક્ષિણી છે. ફટિલ યોગિનીએ બિછાવેલી જાળને પરિણામે ઋષિદત્તાને માથે આળ આવ્યું અને રાજા હેમરથે આજ્ઞા કરી કે આ ઋષિદત્તા ડાકણને જંગલમાં લઈ જઈને ભીનાં લાકડાંની ચિતા બનાવીને જીવતી સળગાવી દો, જેથી એ તરફડી-તરફડીને મૃત્યુ પામે. બીજાનો નિર્દયતાથી નાશ કરનારનો આવો જ અંત હોવો જોઈએ. જંગલમાં ચિતા સળગાવવામાં આવી, પરંતુ મુશળધાર વરસાદ સાથે ચોતરફ ઘોર અંધકાર છવાઈ જતાં ઋષિદત્તાને લેશમાત્ર ઈજા થઈ નહીં. - સમાધિપૂર્વક કાળધર્મ પામીને સ્વર્ગલોક પ્રાપ્ત કરનારા ઋષિ હરિષેણે દેવરૂપમાં અવધિજ્ઞાનથી જોયું તો ખ્યાલ આવ્ય કે પોતાની માનવભવની પુત્રી ઋષિદત્તા ચોતરફ આફતોથી ઘેરાઈ ગઈ છે, આથી દેવે ઋષિદત્તાને રૂપપરિવર્તનની બે અલૌકિક વિદ્યાઓ આપી. પહેલી વિદ્યાના પ્રભાવથી એ ઇચ્છે તેવું રૂપ ધારણ કરી શકે અને બીજી વિદ્યાના પ્રયોગથી એ પોતાનું મૂળ સ્વરૂપ પામી શકે, - કુંવર કનકકુમારનું લગ્ન રુકિમણી સાથે યોજવામાં આવ્યું, ત્યારે ઋષિદત્તાએ નવતરણ ઋષિનું દિવ્ય રૂપ ધારણ કર્યું. તરુણ ઋષિની ભવિષ્યવાણી સાચી પડતી જોઈને અંજાયેલા કનકકુમારે આગ્રહપૂર્વક એમને પોતાની સાથે રાખ્યા. ગર્વિષ્ઠ રુકિમણીએ કનકકુમારને કહ્યું કે સુલસા યોગિનીએ એના કહેવાથી જ નગરજનોની હત્યા કરી હતી અને તેણે જ ઋષિદત્તાને નરભક્ષિણી સાબિત કરી હતી. રાજકુમાર કનક ક્રોધે ભરાઈને રુકિમણીનું માથું ઉડાવવા તૈયાર થયો ત્યારે પેલા તરુણ ઋષિએ એને અટકાવ્યો. તે પછી ઋષિદત્તાએ એનું મૂળ રૂપ ધારણ કર્યું. નગરમાં આવેલા મુનિ ધર્મવિજયજી પાસેથી ઋષિદત્તાએ જાણ્યું કે આ બધી ઘટના તો એનાં પૂર્વભવનાં કર્મોના પરિણામરૂપ હતી. આથી ઋષિદત્તાએ ચારિત્ર્યપાલનનો નિશ્ચય કરીને દીક્ષા લીધી. કઠોર તપશ્ચર્યા દ્વારા કેવળજ્ઞાન અને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. મુનિ શ્રી શ્રમણચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી શ્રી અતુલકુ માર જયંતિલાલ શાહ, પાલ - મુંબઈ Education Home Femme www.alliaty.org Page #90 -------------------------------------------------------------------------- ________________ www AUS TATJANATARAX Bain Education International मनसि पदम NTCAVITASANNANIJCITRA नमो अरिहंताणं नमो सिद्धाण नमो आयरियाण नमो उवा लो www.jaihelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૮. સાધ્વી મલયસુંદરી મલયસુંદરી અને મહાબલકુમાર વચ્ચે પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થયો, પરંતુ એમનો સ્નેહસંબંધ એટલો ગાઢ રહ્યો કે લગ્ન પૂર્વે અને લગ્ન બાદ અનેક આપત્તિઓ આવવા છતાં એમની સ્નેહગાંઠ મજબૂત રહી. વીરધવલ રાજા અને રાણી ચંપકમાલાની પુત્રી મલયસુંદરી અને પૃથ્વીસ્થાનપુરના રાજા સુરપાલના પુત્ર મહાબલકુમાર વચ્ચેના પ્રણયમાં મલયસુંદરીની ઓરમાન માતા કનકવતીએ અનર્થ સર્જવા કોશિશ કરી. મહાબલ મલયસુંદરીને મળવા આવ્યો હતો ત્યારે મુખ્ય દ્વાર પર તાળું મારી કનકવતીએ તોફાન મચાવ્યું કારણ કે મહાબલે રાણી કનકવતીની કામેચ્છાને ઠુકરાવી હતી. મહાબલ પોતાના કેશમાં રાખેલી ગુટિકા બહાર કાઢીને નારી રૂપ લે છે અને એ રીતે કનકવતીના પ્રપંચને નિષ્ફળ બનાવે છે. ઓરમાન માતાએ એવો પ્રપંચ રચ્યો કે રાજાએ ગુસ્સે થઈને મલયસુંદરીને અંધારા કૂવામાં નાખી દેવાની આજ્ઞા આપી. અંધારા કૂવામાં રહેલા અજગરના મુખમાં મલયસુંદરી પડી અને અજગર એને અર્ધ ગળીને બહાર આવ્યો. એ જંગલમાં વૃક્ષને ભરડો લેવા જતો હતો. આ સમયે મહાબલ એક રાક્ષસનો પીછો કરવા જતાં યોગાનુયોગ જંગલમાં આવ્યો હતો. એની નજર અજગર પર પડી. એના મુખમાં અડધું ગળેલું માણસ હતું. મહાબલે વિચાર્યું કે આ અજગર હમણાં જ વૃક્ષને ભરડો લઈને પોતાના શિકારને ખતમ કરી નાખશે, તેથી પરોપકારથી પ્રેરાઈને મહાબલે બે હાથે અજગરના હોઠ પકડી જીર્ણ વસ્ત્રની માફક બે ભાગ કરી નાખ્યા. એના મુખમાંથી મંદ ચૈતન્યવાળી એક સ્ત્રી નીકળી. અર્ધબેભાન એવી એ સ્ત્રીના મુખમાં એ સમયે, “મને મહાબલકુમારનું શરણ હજો” એવા મંદ ઉદ્ગાર નીકળી પડ્યા. મહાબલે મલયસુંદરીને ઓળખી અને દૂર દૃષ્ટિ કરી તો કોઈ પુરુષ આકાર તેના તરફ ધસતો આવતો હતો. આ ઘોર જંગલમાં ચોર-ડાકુ પણ હોઈ શકે. એનાથી બચવા માટે મહાબલે પોતાના કેશમાંથી ગુટિકા કાઢીને મલયસુંદરીના ભાલ પર તિલક કરી એને પુરુષ બનાવી દીધી અને કહ્યું, “આ તિલક હું મારા હાથે ભૂંસીશ ત્યારે તારું મૂળ રૂપ પ્રગટ થશે.” બીજી બાજુ રાજાને ખબર પડી કે ઓરમાન માતા કનકવતીના કાવતરાને લીધે મેં મારી નિર્દોષ પુત્રી ગુમાવી દીધી. રાજા-રાણીને ઘેરો આઘાત લાગતાં બંનેએ પ્રાણત્યાગ કરવાનું નક્કી કર્યું. આ સમયે મહાબલે નૈમિત્તિકના રૂપમાં ત્યાં આવીને ખબર આપી કે મલયસુંદરી જીવે છે. તમે સ્વયંવર રચો. તેના મંડપમાં જ કાષ્ઠસ્થંભમાંથી એ પ્રગટ થશે. રાજા વીરધવલે સ્વયંવર રચ્યો. યોજના મુજબ મહાબલ વીણાવાદકના વેશમાં ત્યાં પહોંચી ગયો હતો. મલયસુંદરીએ એને હાર પહેરાવ્યો ત્યારે હતાશ થયેલા રાજકુમારો તેના પર તલવાર લઈને તૂટી પડ્યા. આ સમયે મહાબલે પ્રબળ પરાક્રમ દાખવીને રાજકુમારોને મહાત કર્યા. રાજાને જ્યારે સત્ય સમજાયું ત્યારે ભાગતા રાજકુમારોને પાછા બોલાવ્યા અને તેઓને મલય-મહાબલનાં લગ્નમાં જાનૈયા તરીકે સામેલ કર્યા. લગ્ન પછી બંને ભટ્ટારિકાના મંદિરે ગયા. આ નિર્જન સ્થાનમાં એકલા રહેવું ઉચિત નહિ હોવાથી મલયસુંદરીને મહાબલે પુરુષરૂપ આપ્યું. એક સ્ત્રીનું રુદન સાંભળતાં મહાબલ એની મદદે જાય છે. બીજી બાજુ સવાર પડવા છતાં મહાબલ પાછો આવ્યો નહિ એથી પુરુષવેશધારી મલયસુંદરી પૃથ્વીસ્થાનપુરમાં આવે છે. પૃથ્વીસ્થાનપુર નગરમાં એના રાજકુમાર મહાબલ ગુમ થયા હોવાથી રાજા એની શોધ ચલાવતા હતા ત્યારે આ નગરમાં પુરુષવેશે આવેલી મલયસુંદરી પાસેથી મહાબલના સુવર્ણકુંડલ અને સાફો મળી આવતાં એને પકડવામાં આવી. પુરુષવેશે રહેલી મલયસુંદરીએ નિર્દોષ હોવાની વાત કરી ત્યારે રાજાએ એ નિર્દોષ છે કે નહિ તે માટે કસોટી કરવાનું નક્કી કર્યું. ધનંજય યક્ષના મંદિરમાં એક ઘડામાં ભયંકર સર્પ મૂકવો. યુવાન એને બહાર કાઢે અને જો એ નિર્દોષ હશે તો યક્ષના પ્રતાપે એનો વાળ વાંકો નહિ થાય. દોષિત હશે તો એ માર્યો જશે. મંદિરમાં મલયસુંદરીએ પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને ઘડામાંથી ત્રણ ફૂટ લાંબો શ્યામ સર્પ બહાર કાઢ્યો. એ સર્પે મુખમાંથી દિવ્ય હાર કાઢીને મલયસુંદરીના ગળામાં પહેરાવ્યો તેમજ એની જીભથી તિલક ભૂંસી નાખતાં મલયસુંદરી મૂળ નારીરૂપ પામી. રાજા અને પ્રજા આ ચમત્કાર જોઈને ખુશ થયા. એ પછી મલયસુંદરીના જીવનમાં અનેક ઘટનાઓ બની. જૈન મુનિની અવમાનના કરતા એણે આ બધું સહન કરવું પડ્યું. કર્મની આવી ગતિ જોઈને બંનેએ સંયમ સ્વીકારવાનું નક્કી કર્યું. સંયમનાં શ્વેત વસ્ત્રોમાં મહાબલ મુનિ અને મલયસુંદરી શોભી રહ્યાં. સાધ્વી મલયસુંદરી થોડા જ સમયમાં અગ્રેસર મહત્તરા બન્યાં. ધર્મસ્નેહસૌજન્ય Jain Education Intemational પ. પૂ. મુનિ શ્રી ચંદ્રવિજયજી ગણિ. મ.ના ઉપદેશથી અ. સૌ. પ્રીતિબહેન અતુલકુમાર શાહ, પાર્લા - મુંબઈ For Private & Personal Page #92 -------------------------------------------------------------------------- ________________ mere megemee Editorial de www.Binelibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ - ૩૯. સાધ્વી સુકુમાલિકા રાજકુમારી સુફમાલિકા અત્યંત રૂપવાન હતી. એના બંને ભાઈઓએ જૈનાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. ભાઈઓના ચહેરા પર સાધુતાનું તેજ ચમકતું હતું. રાજકુમારીને પણ એ પંથે પ્રયાણ કરવાનું મન થયું. સંયમનો પંથ કેવો મહાન ! કર્મનાં બંધન તૂટે અને મુક્તિનો માર્ગ સાંપડે, પોતાના બંને ભાઈઓની ધર્મભાવનાનો પ્રતિઘોષ બહેનના અંતરમાં જાગ્યો. રાજ કુમારી +કુમાલિકા રાજમહેલનાં સુખ છોડીને ત્યાગના પંથે નીકળી. એના હૃદયમાં ધર્મભાવનાઓનો સાગર લહેરાતો હતો રાજકુમારી સુકુમાલિકા સાધ્વી સુકુમાલિકા બની, પરંતુ સાધ્વીના ધવલ વેશમાં પણ એનું રૂ૫ ઢાંક્યું રહેતું નહોતું. એના અનુપમ સૌંદર્યને કારણે કામી પુરુષોની નજર એના પર પડતી હતી. સાધ્વી સુકુમાલિકાએ વિચાર્યું કે દુનિયા આખી બાહ્ય રૂ૫ પાછળ ઘેલી બનેલી છે. એનું આ રૂપ કોઈ વ્યક્તિમાં કામના જગાડે છે, તો કોઈ વ્યક્તિમાં વાસના બહેકાવે છે. પોતાના બાહ્ય સૌંદર્યને તપ અને ત્યાગથી આંતરિક સૌંદર્યમાં પલટાવી નાખવાનો વિચાર કર્યો. તપને કારણે બાહ્ય રૂ૫ કરમાય, પરંતુ અંદરનું રૂપ સોળે કળાએ ખીલી ઊઠે. તપ એ તો આધ્યાત્મિક જીવનની વસંત છે. એવી વસંત કે જ્યાં એ પછી ક્યારેય પાનખર આવતી નથી. સાધ્વી સુકુમાલિકા અનશન કરીને ઉગ્ર તપ કરવા માંડી. એના બંને મુનિબંધુઓ ઘોર તપશ્ચર્યા કરતી પોતાની ભગિનીની રક્ષા માટે ચોકી કરવા લાગ્યા. સાધ્વી સકમાલિકાની અનશનયુક્ત તપોયાત્રા અવિરતપણે ચાલવા લાગી. બંને ભાઈઓ એવી સંભાળ રાખે કે જેથી સાધ્વીના તપમાં સહેજે અવરોધ ન આવે. કોઈ મલિન વૃત્તિવાળો માનવી પજવે નહીં. સિંહ-વાઘ કે હિંસક પશુઓ કનડગત કરે નહીં. નિર્વિઘ્ન ચાલતી આ તમયાત્રામાં ઉત્કૃષ્ટતા આવી અને સાધ્વી સુકુમાલિકા તપને કારણે ધરતી પર ઢળી પડ્યાં. બંને ભાઈઓને લાગ્યું કે પોતાની ભગિની મૃત્યુ પામી છે, આથી તેઓ એના શરીરને વનમાં મૂકીને નગરમાં આવ્યા. થોડી વારમાં વનના શીતળ પવનથી સુકુમાલિકા જાગી. જાણે એની કાયામાં પ્રાણ આવ્યો. તે ઊઠી. આસપાસમાં જોયું તો પોતાના મુનિબંધુઓ ક્યાંય દેખાય નહીં. એ ભયભીત બની ગઈ. આ અઘોર વનમાં એનું શું થશે ? આ સમયે આ વનમાંથી પોઠો પર માલસામાન મૂકીને એક સાર્થવાહ પસાર થતો હતો. આ સાર્થવાહે જંગલમાં એકલી, અટૂલી, આક્રંદ કરતી સાધ્વીને જોઈ. એના હૃદયમાં દયા જાગી. એ સુકુમાલિકાને પોતાના ઘેર લઈ ગયો અને નિર્દોષ ભાવ અને નિર્ચાજ સ્નેહથી એની સેવા કરવા લાગ્યો. અતિ પરિચયને કારણે સંજોગવશાતુ બંને વચ્ચે અનુરાગ જાગ્યો. સુકુમાલિકા સાર્થવાહની પત્ની બની અને એનો સંસાર સંભાળવા લાગી. જીવનમાં પર્વતનાં ઊંચાં ચઢાણ સદાય કપરાં છે. ઊર્ધ્વગમનનાં એક-એક સોપાન ચઢવા દૃઢ સંકલ્પબળ અને પ્રબળ પુરુષાર્થ જોઈએ. જ્યારે પતનની ખીણમાં ઊતરવા માટે કોઈ પગથિયાં હોતાં નથી. એની લપસણી ભૂમિ પર માનવી લપસતો જ ચાલ્યો જાય ! - એક વાર આ નગરમાં બે મુનિઓ આવ્યા અને ફરતા-ફરતા ગોચરી માટે આ સાર્થવાહને ત્યાં આવી પહોંચ્યા. આ બંને મુનિઓએ સંસારી બનેલી સુકુમાલિકાને ઓળખી નહીં, પરંતુ સુકુમાલિકા તરત જ પોતાના બંને મુનિ ભાઈઓને ઓળખી ગઈ. બંને ભાઈઓએ તો માન્યું હતું કે સાધ્વી સુકુમાલિકાએ વનમાં પ્રાણ છોડી દીધા હતા, પરંતુ અહીં તો સંસારી સુકુમાલિકાને નજર સામે નિહાળી. બંને મુનિઓએ સાચી પરિસ્થિતિ અને બનેલી ઘટનાઓ જાણી. પોતાની બહેનને પુનઃ સંસારમાં આવેલી જોઈને મુનિરાજોને ઊંડો આઘાત લાગ્યો. - સુકુમાલિકાને પણ પોતાના ભવ્ય ભૂતકાળનું સ્મરણ થયું અને ત્યાગના માર્ગે મેળવેલો વિરલ આનંદ યાદ આવ્યો. મનોમન વિચારવા લાગી કે સદ્ગતિના પંથને બદલે કેવી દુર્ગતિના રસ્તે વળી ગઈ ! મુનિઓએ સુકુમાલિકાને સંસારની અસારતા અને મુક્તિની મહત્તાનો ઉપદેશ આપ્યો. સુકુમાલિકાએ ફરી સંયમ લઈને એ જ તપશ્ચર્યાનો કપરો માર્ગ ગ્રહણ કર્યો. એણે અનશન લીધું. આત્મકલ્યાણ સાધ્યું અને આ ભવને સાર્થક બનાવ્યો. - ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. પ્રવર્તક મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી ચિ. હાર્દિક અતુલકુમાર શાહ, પાર્લા - મુંબઈ Education For Private & Personal y www.jalinelibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ KAAJA 102 VonSANTA Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૦. સાધ્વી શિયળાવતી - નંદન નગરના રાજાના મંત્રી અજિતસેન અત્યંત બુદ્ધિશાળી હતા. એમની પત્ની શિયળવતી શુકનશાસ્ત્રની જાણકાર હોવાથી એ શાસ્ત્ર અનુસાર અજિતસેન વેપાર કરતો હતો અને સારા યોગમાં વ્યવસાય કરતો હોવાથી એનું દ્રવ્ય વધતું જતું હતું. એક વાર નંદન નગરના રાજવીએ બીજા રાજ્ય પર ચડાઈ કરી, ત્યારે એણે મંત્રી અજિતસેનને પણ યુદ્ધમાં પોતાની સાથે આવવાની આજ્ઞા કરી. પતિના દીર્ઘકાળ સુધી વિરહ થશે, તેમ માનીને શિયળવતીએ પોતાના શીલની કસોટીરૂપ એક પુષ્પમાળા અજિતસેનના ગળામાં પહેરાવી અને કહ્યું, “જ્યાં સુધી આ માળા કરમાય નહીં, ત્યાં સુધી મારું શીલ સુરક્ષિત અને અખંડ જાણજો.” થોડા દિવસ બાદ રાજાએ અજિતસેનના ગળામાં ઝૂલતી તાજાં પુષ્પોની માળા જોઈ. આશ્ચર્ય અનુભવતા રાજવીને એનું રહસ્ય જાણવાની જિજ્ઞાસા જાગી. રાજ દરબારના સભાજનોએ રાજાને શિયળવતીના સતીત્વની વાત કરી. આ સમયે રાજદરબારમાં હાસ્યવાર્તા કરનાર અશોક નામના મંત્રીએ સ્ત્રીના સતીત્વની મજાક ઉડાવી. રાજાએ મંત્રીને એના સતીત્વની પરીક્ષા કરવા અડધો લાખ દ્રમ આપ્યા. મંત્રી અશોક માલણ પાસે ગયો અને માલણને કહ્યું કે એ શિયળવતીને જઈને કહે કે કોઈ સૌભાગ્યવાન પુરુષ એને મળવા ચાહે છે. માલણે આ કાર્ય માટે અડધો લાખ દ્રવ્ય માગ્યું, માલણ શિયળવતીને મળવા ગઈ. શિયળવતીએ વિચાર્યું કે પરસ્ત્રીના શીલનું ખંડન કરવાને મનમોજી મજાક સમજતા આ મંત્રીને બોધપાઠ ભણાવવો પડશે. એણે માલણને કહ્યું કે મને અડધો લાખ દ્રવ્ય આપ તો આ કાર્ય સિદ્ધ થાય. | શિયળવતીએ ઘરમાં ઊંડો ખાડો ખોદીને તેના પર પાટી વગરનો માચો મૂકીને ઓછાડ બાંધી રાખ્યો. અશોક મંત્રી મલકાતો-મલકાતો આવ્યો. શિયળવતીએ આપેલી સુચના પ્રમાણે એની દાસીએ મંત્રીને કહ્યું કે તમે લાવ્યા હો તે દ્રવ્ય મને આપો અને અંદર માચા પર જઈને બેસો. મંત્રી અડધો લાખ દ્રવ્ય આપીને ઉતાવળે અંધારિયા ઓરડામાં મારા પર બેસવા ગયો અને ખાડામાં પડ્યો. અશોક મંત્રી પાછો ન આવતાં કામાંફર નામનો બીજો મંત્રી આવ્યો, એ પછી લલિતાંગ નામનો ત્રીજો અને ત્યાર બાદ રતિકેલી નામનો ચોથો મંત્રી એક એક મહિના બાદ શીલભંગના મલિન ઇરાદાથી આવ્યા. ચારેયની પાસેથી શિયળવતીએ દ્રવ્ય લીધું અને તેમને ખાડામાં નાખ્યા. થોડા સમય બાદ વિજય મેળવીને પાછા આવતાં સિંહરાજાએ ભવ્ય નગરપ્રવેશ કર્યો ત્યારે શિયળવતીએ આ ચારેય યક્ષ ઇચ્છે તેવું ભોજન હાજર કરી શકે છે તેમ કહીને ચારે મંત્રીને કરંડિયામાં પૂરીને આપ્યા. રાજાએ કરંડિયો ઉઘાડ્યો ત્યારે ભૂતપિશાચ જેવા ચાર માણસો એમાંથી બહાર નીકળ્યા. એમના દાઢી, મૂછ અને માથાના કેશ વધી ગયા હોવાથી બિહામણા લાગતા હતા. એમની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. ભૂખ્યા-તરસ્યા બધા જ સાવ કૃશ થઈ ગયા હતા. રાજાને ખ્યાલ આવ્યો કે આ તો એના ચારે મંત્રીઓ છે. એ મંત્રીઓએ પોતાની થયેલી દુર્દશા અને મળેલી નિષ્ફળતાનું વર્ણન કર્યું. રાજાને શિયળવતીના શીલ અને બુદ્ધિ માટે આદર જાગ્યો. | શિયળવતી પશુ-પક્ષીઓની ભાષા જાણતી હતી. એક વાર શિયાળનો અવાજ સાંભળીને મધરાતે ઘડો લઈને એકલી ઘોર જંગલ ભણી તે ચાલવા લાગી. એના સસરાને એના શીલ પર શંકા જાગી અને એને પિયર મોકલવાનો નિર્ણય કરીને વનમાં એની પાછળ-પાછળ ચાલ્યા. માર્ગમાં શિયળવતીને કાગડા સાથે વાર્તાલાપ કરતી જોઈને એના સસરા વિસ્મય પામ્યા. કાગડાના કહેવા પ્રમાણે શિયળવતીએ વૃક્ષ નીચે ધનકુંભ હોવાનું પોતાના સસરાને કહ્યું. ખાડો ખોદતાં સુવર્ણથી ભરેલા ચાર કુંભ મળ્યા. સસરાએ શિયળવતીની ક્ષમા માગી. બીજી બાજુ શિયળવતીના શીલપ્રભાવથી સિંહરાજા અત્યંત પ્રસન્ન થયો. એણે શિયળવતીને પોતાની બહેન બનાવી. શિયળવતીના શિયળને કારણે એની ઘણી પ્રતિષ્ઠા થઈ. અજિતસેન અને શિયળવતી આનંદભેર જીવન જીવવા લાગ્યાં. જીવનમાં શીલથી આગવો પ્રભાવ પાડનાર શિયળવતીના હૃદયમાં ધર્મની પ્રબળ ભાવના હતી, આથી પતિ-પત્ની બંનેએ દીક્ષા લીધી અને એમના કાળધર્મ બાદ તેઓ પાંચમા દેવલોકમાં ગયાં અને અનુક્રમે મોક્ષગામી બન્યાં. - ધર્મસ્નેહસૌજન્ય મુ. મુનિ શ્રી કૈ લાસચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી ચિ. દિશા અતુલકુમાર શાહ, પાલ - મુંબઈ Education Fe Private & Persona www.janelbtary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ दिवतीय आगा वाचना danedgeation international Tom Private & Personal use only www.jalrnelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૧. સાધ્વી પtઈદી જૈન ધર્મની આગવી વિશેષતા એ છે કે એમાં સાધુની સાથે સાધ્વીને સમાદરપૂર્વક મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જૈન સાધ્વીસંઘ પર દૃષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રકારના ભેદભાવની સંકુચિત દીવાલો વિના તમામ જાતિ, વર્ગ અને વર્ષની મહિલાઓને આધ્યાત્મિક સાધના માટે આમાં પ્રવેશ સાંપડ્યો છે. વળી માત્ર રાજ કુટુંબની ધનવૈભવધારી જ સાધ્વીસંઘમાં સંસાર ત્યજીને સામેલ થઈ છે તેવું નથી, બલ્ક દાસી, ગણિકા અને પતિતાઓએ પણ આત્મોદ્ધારના પગલે ચાલીને દીક્ષા ગ્રહણ કરી છે અને તેઓ સમાજ અને સંસ્કૃતિમાં વંદનીય બની છે. આ સાધ્વીઓમાં ઉત્કૃષ્ટ જ્ઞાન, ઉજ્વળ શીલ અને પ્રબળ તપશ્ચર્યાનો વિરલ ત્રિવેણીસંગમ જોવા મળે છે. સમર્થ રાજવી કે સમાજના અગ્રણી પણ પોતાનું આસન છોડીને ઊભા થઈને આવી પવિત્ર, પુણ્યપ્રભા સાધ્વીઓને નમન કરતા હતા. આજે પણ બ્રાહ્મી, સુંદરી, ચંદના આદિને વંદન કરવામાં આવે છે. તીર્થંકરનાં નામસ્મરણની સાથોસાથ સોળ સતીઓનું નામસ્મરણ પણ થાય છે. - આ જૈન સાધ્વીઓએ ઉત્કૃષ્ટ સ્મરણશક્તિ અને ગ્રંથસર્જનમાં પણ મહત્ત્વનું યોગદાન કર્યું છે. આવી એક સાધ્વી હતી આ પોઈણી. તીર્થકર ભગવાન મહાવીરસ્વામી પછીના જિનશાસનની ગૌરવગાથામાં તેજસ્વી, ધર્મનિષ્ઠ અને ઉત્કૃષ્ટ આચાર ધરાવતી સાધ્વીઓનું યોગદાન અનેરું છે. પ્રાકૃત ભાષાના ‘પોf ' શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે ‘પતિની. આ પોતિનીનો અર્થ છે જહાજ ધરાવનારી. આર્યા પોઈણીએ જ્ઞાનમાર્ગના યાત્રાપ્રવાસની નોકાથી ધર્માનુરાગી ભાવિકજનોને ભવસમુદ્ર પાર કરવામાં સહાય કરી હતી. | વીર નિવણની ચોથી સદીમાં થયેલી આર્યા પોઈણી એમની બહુશ્રુતતા, આચારશુદ્ધિ અને નેતૃત્વના ગુણને કારણે જૈનશાસનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર્યા પોઈણીનું જીવન દર્શાવે છે કે જનમાનસમાં ધર્મભાવના જાગૃત કરવા માટે અને પ્રગટેલી ધર્મભાવનાને પ્રેરવા-પોષવા માટે જૈન સાધ્વીઓએ જૈન સાધુઓની માફક શ્રદ્ધા, સાધના અને સાહસ સાથે દેશના વિભિન્ન પ્રદેશોમાં પગપાળા વિચરણ કરીને આધ્યાત્મિક ચેતના જગાવી હતી. ઇતિહાસનાં પૃષ્ઠો પર ભગવાન મહાવીરના નિર્વાણની ચતુર્થ શતાબ્દીના પ્રથમ ચરણમાં વાચનાચાર્ય બલિસ્સહજીના સમયમાં સાધ્વી-પ્રમુખ તરીકે આર્યા પોઈણી હતાં. કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ખારવેલના સમયમાં જૈન ઇતિહાસની એક મહાન ઘટના સર્જાઈ. કલિંગના રાજવી ખારવેલને ખબર પડી કે પાટલિપુત્રના રાજવી પુષ્યમિત્ર જૈનો પર ઘોર અત્યાચાર આચરી રહ્યા છે. પોતાના રાજ્યશાસનના આઠમા વર્ષે ખારવેલે પાટલિપુત્ર પર ચડાઈ કરી અને પુષ્યમિત્રે શરણાગતિ સ્વીકારીને જૈનધર્મીઓ પર અત્યાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને રાજવી ખારવેલ સાથે સંધિ કરી, પરંતુ થોડા સમય બાદ પુષ્યમિત્રે પુનઃ અત્યાચારોનો આરંભ કરતાં ચાર વર્ષ બાદ વિશાળ સેના સાથે ખારવેલે પાટલિપુત્ર પર આક્રમણ કરીને વિજય મેળવ્યો. ભારતીય ઇતિહાસમાં રાજવી ખારવેલ જેવી અપ્રતિમ વીરતા, અદ્ભુત સાહસ, ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠા અને અનુપમ સાધર્મી વાત્સલ્ય ધરાવતો જૈન રાજવી વિરલ છે. એ પછી આ મહાસમર્થ રાજવીએ કુમારગિરિ નામના પર્વત પર ચતુર્વિધ સંઘને એકત્ર કરીને આગમ સાહિત્યને સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા માટે દ્વિતીય આગમવાચના પરિષદનું આયોજન કર્યું. આ પરિષદમાં સાધ્વી-પ્રમુખા આર્યા પોઈણીના નેતૃત્વમાં ત્રણસો વિદુષી સાધ્વીઓએ ભાગ લીધો. આગમમર્મજ્ઞ, પ્રતિભાસંપન્ન અને પ્રકાંડ વિદુષી આર્યા પોઈણીએ આગમપાઠને નિશ્ચિત કરવામાં સહાય કરી. સાધ્વી પોઈણી વિદુષી, આચારનિષ્ઠ અને સંઘસંચાલનમાં કુશળ એવા સાધ્વી હતાં. આ સમયે વિહાર કરીને સાધ્વી પોઈણી જનમાનસમાં અધ્યાત્મચેતના જગાડતાં હતાં તેમજ ધર્મપ્રસારના કાર્યોમાં સંઘને સહાયતા કરતાં હતાં. ઇતિહાસમાં આર્યા પોઈણીના કુળ, વય, શિક્ષા, દીક્ષા કે સાધના વિશે વિસ્તૃત વિવરણ ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાપ્ત કથાનકોના આધાર પર સાધ્વી યક્ષા પછી આર્યા પોઈણીનું સાધ્વી સંઘમાં પ્રમુખ અને ગૌરવભર્યું સ્થાન હતું. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રશમચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી હીરેનકુમાર ન્યાલચંદ કોઠારી, માટું ગા - મુંબઈ For Private & Personal use only www.lainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ 22.70000 For Private & Personal Use Onk Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૨. સાધ્વી ચક્ષા જૈન પરંપરામાં મહાસતી ચંદનબાળા પછી યક્ષા, યક્ષદરા જેવી સાત પરમ પ્રભાવક સાધ્વીઓની ગૌરવગાથા સાંપડે છે. પાટલિપુત્રના નંદરાજા મહાપદ્મના મહામંત્રી શકટાલ શ્રમણોપાસક હતા. એમની પત્ની લાંછનદેવી પણ ધર્મોપદેશિકા હતી. એમને બે પુત્ર સ્થૂલભદ્ર અને શ્રીયક તથા યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સણા, વેણા અને રેણા નામની સાત પુત્રીઓ હતી. માતાપિતાના ધર્મસંસ્કારનો અમૂલ્ય વારસો સંતાનોને મળ્યો હતો. - આ સાતે પુત્રીઓ આશ્ચર્યજનક સ્મરણશક્તિ ધરાવતી હતી. અત્યંત લાંબું હોય કે ગમે તેવું અઘરું ગદ્ય કે પદ્ય હોય, પણ યક્ષા એને માત્ર એક વાર સાંભળીને સ્મૃતિમાં અકબંધ સાચવી શકતી હતી અને તરત જ એ ગદ્ય કે પદ્ય ખંડને યથાવતુ બોલી શકતી હતી. બીજી બહેન બે વાર, ત્રીજી બહેન ત્રણ વાર - એ પ્રકારે સાતમી બહેન સાત વાર કોઈ પણ ગદ્ય કે પદ્ય સાંભળ્યા પછી એને એ જ રીતે રજૂ કરી શકતી હતી. નંદરાજા મહાપદ્મની સભામાં વરરુચિ નામનો એક ઘમંડી કવિ હતો, પણ એનો ઘમંડ રાજસભામાં આ સાત ભગિનીઓની સ્મરણશક્તિ આગળ ઊતરી ગયો. પરિણામે કવિ વરરુચિએ શકટાલ સામે પયંત્ર રચ્યું. પરિણામે સત્ય સિદ્ધ કરવા મંત્રી શકટાલે રાજ્ય અને કુટુંબની હાજરીમાં પોતાના નાના પુત્રને રાજદરબારમાં વધ કરવાની આજ્ઞા આપી. શ્રેયાંકે પિતાની આજ્ઞા મુજબ રાજદરબારમાં એમનો વધ કર્યો. પિતાના આવા અપ્રતિમ ત્યાગ અને બલિદાનને જોઈને પુત્રીઓને ઊંડો આઘાત લાગ્યો. બહેનોએ સત્તા, સમૃદ્ધિ અને સંસારની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. પરિણામે સાતે બહેનોએ ત્યાગમાર્ગના પંથે ચાલવાનો સંકલ્પ કર્યો. મંત્રી શકટાલના મૃત્યુ પછી એમના પુત્ર સ્થૂલભદ્રને રાજાએ મહાઅમાત્યપદ આપવા માંડ્યું, ત્યારે સ્થૂલભદ્ર પણ મહાઅમાત્યનું મોટું ગણાતું પદ સ્વીકારવાને બદલે મહિમામય ત્યાગપંથનો સ્વીકાર કર્યો. આ સાત વિદુષી સાધ્વીઓએ એકાદશાંગીનું ઊંડું અધ્યયન કર્યું અને સમય જતાં જિનશાસનની સેવા પણ કરી. યક્ષા, યક્ષદત્તા આદિ સાત બહેનોએ આચાર્ય શ્રી સંભૂતિવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી. સાધ્વી યક્ષાના નાના ભાઈ શ્રીયકે સાધુતા સ્વીકારી, કિંતુ એમનાથી ભૂખ્યા રહીને ઉપવાસ થઈ શકતો નહીં. એક વાર યક્ષાએ પોતાના ભાઈ શ્રીયકને પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે તપનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું કે તપના અગ્નિ દ્વારા જ તમારા કર્મસમૂહનો નાશ થઈ શકશે. આવા પર્વના સોહામણા દિવસે જો ઉપવાસ ન થઈ શકે, તો એકાસણું તો કરો જ. પરંતુ પ્રાત:કાળે મુનિ શ્રીયકના મૃત્યુના સમાચાર સાંભળીને સાધ્વી યક્ષાને પારાવાર દુઃખ, ગાઢ પશ્ચાત્તાપ અને પ્રબળ આત્મગ્લાનિ થયાં. શ્રીસંઘે એમને વારંવાર કહ્યું કે આમાં તેઓ કોઈ રીતે કારણભૂત નથી. પરંતુ સાધ્વી યક્ષાએ દિવસો સુધી અન્ન-જળ લીધાં નહીં. શ્રીસંઘ વ્યથિત બની ગયો, યક્ષાએ કહ્યું કે જો કોઈ કેવળજ્ઞાની એમ કહે કે તે નિર્દોષ છે તો જ એ અન્ન-જળ ગ્રહણ કરશે. શ્રીસંઘ શાસનની અધિષ્ઠાત્રી દેવીની આરાધના કરી. દેવીની સહાયથી સાધ્વી યક્ષા શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં પહોંચ્યા. ઘટઘટના અંતર્યામી તીર્થકર શ્રી સીમંધરસ્વામીએ સાધ્વી યક્ષા નિર્દોષ હોવાનું કહ્યું અને એને પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ચાર અધ્યાય સંભળાવ્યા જે અપ્રતિમ સ્મરણશક્તિ ધરાવતી યક્ષાએ કંઠસ્થ કરી લીધા. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીના દર્શનથી પોતાના જીવનને ધન્ય માનતી સાધ્વી યક્ષા પુનઃ પાછી આવી. એમણે સ્મરણશક્તિના બળે એ ચારે અધ્યાય સંઘ સમક્ષ યથાવત્ પ્રસ્તુત કર્યા. શ્રીસંઘે “આચારાંગ સૂત્ર” અને “દશવૈકાલિક સૂત્ર”માં એને સંકલિત કર્યા. ‘ભાવના' તથા ‘વિમુક્તિ ને શ્રી આચારાંગ સૂત્રમાં અને ‘રતિકલ્પ' તથા ‘વિચિત્રચર્યા'ને શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂલિકાના રૂપમાં સંમિલિત કરવામાં આવ્યા. એ પછી સાધ્વી યક્ષા અગાઉની માફક પોતાની બહેનોની સાથે આત્મકલ્યાણ અને પરકલ્યાણની સાધનામાં તથા જિનશાસનની સેવામાં ડૂબી ગઈ. સાધ્વી યક્ષા સહિત સાતે બાલબ્રહ્મચારિણી, તેજસ્વી અને વિશિષ્ટ શ્રુતસંપત્તિ ધરાવતી મહાસતીઓ યુગો સુધી સાધ્વીસંઘને જ નહીં, બલ્લે સમગ્ર જૈન સંઘને પ્રેરણા આપતી રહેશે. ધર્મસ્નેહસૌજન્ય મુનિ શ્રી શશીચંદ્ર વિ જ યજી મ.ના ઉપદેશથી અ. સી. આરતી (અવનિ) હીરેનકુમાર કોઠારી, માટુંગા - મુંબઈ are not For Private Peter www.talne brary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ ve KROTO RAZSTAVASZN Facul SALINAN Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૩. સાધ્વી નર્મદાસુંદરી સ્ત્રીઓની ચોસઠ કલાની અધિષ્ઠાત્રી નર્મદાસુંદરીનાં લગ્ન મહેશ્વરદત્ત સાથે થયાં. લગ્ન બાદ પોતાના સાસરામાં આવેલી નર્મદાસુંદરીના જૈન ધર્મના આચરણથી કુટુંબ પર સુંદર પ્રભાવ પડ્યો. એક વાર ગોખમાં ઊભેલી નર્મદાસુંદરીએ ચાવેલા પાનની પિચકારી લગાવી તો નીચે પસાર થતા મુનિરાજના મસ્તક પર પડી. મુનિએ ઊંચે જોયું અને એને કહ્યું કે મુનિની કરેલી આશાતનાથી તારે પતિનો વિયોગ સહેવો પડશે. પોતાની ભૂલ સમજાતાં નર્મદાસુંદરી નીચે આવી અને મુનિરાજના પગમાં પડીને કરગરવા લાગી કે, “આપ તો સાધુ છો, સમતાના સાગર અને ક્ષમાના ભંડાર છો. તમે શત્રુને મિત્ર બનાવવાનું સામર્થ્ય ધરાવો છો તો મારા જેવી અજાણતાં ભૂલ કરનારી અજાણી નારીને ક્ષમા નહીં કરો ? આપ સાધુ થઈને આવો શાપ ન આપો તેવી મારી વિનંતી છે.” જ્ઞાની મુનિએ કહ્યું, “અમે કંઈ તને શાપ આપ્યો નથી, પરંતુ તારા પૂર્વકર્મના ઉદયનો વિપાક જોઈને કહ્યું છે. જૈન મુનિ શાપ ન આપે, પરંતુ જે કર્મ ભોગવવાનાં છે તેની જ આ વાત છે.’’ વેપાર માટે પરદેશ જતાં મહેશ્વરદત્ત પોતાની પત્ની નર્મદાસુંદરીને લઈને સમુદ્ર ખેડવા નીકળ્યો. એક વાર રાત્રે દરિયાઈ દ્વીપમાંથી સંગીતના મધુર સૂરો સંભળાતાં મહેશ્વરદત્તે કહ્યું, “ગાનાર સંગીતકલામાં ખૂબ પ્રવીણ હોવો જોઈએ.” નર્મદાસુંદરી અનેક કલાઓની જાણકાર હતી. સંગીતશાસ્ત્રના અભ્યાસ સાથે સ્વરશાસ્ત્રનો ઊંડો અભ્યાસ હતો. માત્ર સ્વર સાંભળીને એ ગાનારનું હૂબહૂ વર્ણન કરી શકતી હતી. આથી નર્મદાસુંદરીએ કહ્યું, “ગાનાર ગાયનમાં કુશળ છે, પરંતુ તે કાળો છે. તેના હાથ સ્થૂળ છે અને કેશ કરકરા છે. એ વિશાળ છાતી ધરાવતો બત્રીસ વર્ષનો યુવાન છે.” નર્મદાસુંદરીએ ગાનારના કરેલા સૂક્ષ્મ વર્ણન ૫૨થી એના પતિના મનમાં અનેક વિકલ્પો થવા લાગ્યા. પરપુરુષ વિશે આટલી ઊંડી જાણકારી કઈ રીતે હોય ? આમ વિચારી એણે નર્મદાસુંદરીનો ત્યાગ કરવાનું નક્કી કર્યું. રાક્ષસદ્વીપમાં વહાણો થોડી વાર થોભ્યાં, ત્યારે વૃક્ષની છાયામાં સૂતેલી નર્મદાસુંદરીને ઊંઘતી મૂકીને મહેશ્વરદત્ત વહાણ પર પાછો આવ્યો અને કહ્યું કે એની સ્ત્રીને વાઘનું રૂપ ધારણ કરેલા રાક્ષસે ફાડી ખાધી છે. એ પછી યવનદ્વીપમાં મહેશ્વરદત્તે પુષ્કળ ધન મેળવ્યું. પાછા ફર્યા બાદ મહેશ્વરદત્તે માતા-પિતાને નર્મદાસુંદરીના મૃત્યુના સમાચાર આપ્યા અને એની પાછળ પ્રેતકાર્ય કર્યું. રાક્ષસદ્વીપમાં જાગેલી નર્મદાસુંદરીને માથે આફતોનો પાર નહોતો. એ કારમું આક્રંદ કરવા લાગી અને ધર્મનું શરણ લઈને દિવસો વ્યતીત ક૨વા લાગી. એના કાકા વીરદાસ એને અહીંથી લઈ ગયા, પરંતુ નર્મદાસુંદરી વેશ્યાના હાથમાં ફસાઈ ગઈ. અહીં ધાકધમકી અને મારપીટ થવા છતાં એ લેશમાત્ર ચલિત થતી નથી. એ વેશ્યાનું મૃત્યુ થતાં રાજાએ એનું સ્થાન લેવા નર્મદાસુંદરીને રાજસભામાં બોલાવી. આ સમયે પોતાના શીલનું પાલન કરવા માટે નર્મદાસુંદરીએ એકાએક પાલખીમાંથી ખાળમાં પડતું મૂક્યું, ગમે તેમ અસભ્ય બોલવા લાગી. પાગલની માફક વર્તવા લાગી. પોતાનું વસ્ત્ર ફાડી નાખવા લાગી. આથી લોકોએ એને પાગલ કે પિશાચિની માનીને છોડી દીધી. રાજા પણ આ વાત ભૂલી ગયા. નર્મદાસુંદરી એનાં માતા-પિતાને ત્યાં પહોંચી અને સુખેથી રહેવા લાગી. એક વાર આર્ય સુહસ્તિસૂરિજીને નર્મદાસુંદરીએ પોતાનો પૂર્વજન્મ પૂછ્યો ત્યારે જ્ઞાનના સાગર સમા આચાર્ય સુહસ્તિસૂરિજીએ કહ્યું, “પૂર્વજન્મમાં નર્મદા નદીની અધિષ્ઠાત્રી નર્મદાદેવી તરીકે તે કાંઠે રહેલા મુનિને ઘણા ઉપસર્ગો કર્યા હતા.” આમ જાતિસ્મરણજ્ઞાન થતાં નર્મદાસુંદરીએ દીક્ષા લીધી અને તેને ઉગ્ર તપશ્ચર્યા બાદ અવધિજ્ઞાન સાંપડ્યું. એક વાર વિહાર કરતાં સાધ્વી નર્મદાસુંદરીને વંદન કરવા માટે મહેશ્વરદત્ત આવ્યા. અહીં સઘળી વાતનો ખુલાસો થતાં મહેશ્વરદત્તને પ્રગાઢ પશ્ચાત્તાપ થયો ત્યારે સાધ્વીએ કહ્યું, “આમાં તમારો કોઈ વાંક નથી. દરેક આત્માને પોતે કરેલાં કર્મ ભોગવવાં પડે છે.” મહેશ્વરદત્તે પણ દીક્ષા લીધી અને નર્મદાને કાંઠે બંને મોક્ષ પામ્યાં. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રિયચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી ચિ. ભાવિક હીરેનકુમાર કોઠારી, માટુંગા - મુંબઈ www.jalnelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ BOGODOOOOOOOOOOOO पुत्र Jain Education ritematonal For Private & Personal use only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૪. સાધ્વી રુકિમણી મોહમાંથી ત્યાગ, રાગમાંથી વિરાગ, વાસનામાંથી સાધના, છૂળમાંથી સૂક્ષ્મ અને ભૌતિકમાંથી આધ્યાત્મિક પરિવર્તનની એક હૃદયસ્પર્શી કથા એટલે સાધ્વી રુક્મિણીનું રોમાંચકારી જીવન. ઘટના એવી બની હતી કે પાટલિપુત્ર નગરની બહાર ઉદ્યાનમાં મહાપ્રતિભાશાળી મહાપુરુષ આર્ય વજનું આગમન થયું હતું અને એમના દર્શનાર્થે આખું નગર ઉદ્યાનમાં ઊમટ્યું હતું. પાટલિપુત્રના કોટ્યાધિપતિ ધનશ્રેષ્ઠીનું એકમાત્ર સંતાન કુમારી રુક્મિણી પોતાની સખીઓ સાથે ઉપવનમાં આવી હતી. અખંડ બ્રહ્મચર્યના તેજથી ઓપતા સૌમ્ય, શાંત આર્ય વજના મુખેથી પ્રગટતી ધર્મવાણી સાંભળીને આબાલવૃદ્ધ અલૌકિક આનંદમાં ગરકાવ થયા હતા, કિંતુ દષ્ટિ એવી સૃષ્ટિ તે ન્યાયે યુવાન રુક્મિણીનાં મોહભર્યા નયનોને આર્ય વજનું રૂપ જ નજરે પડ્યું અને રૂપ પર રુક્મિણી વારી ગઈ. | મનની ગતિ છે અતિ અટપટી ! યુવાન રુક્મિણી આર્ય વજ સાથેના પોતાના ભાવિ સ્નેહ જીવનની મોહક કલ્પનાઓમાં ડૂબી ગઈ. એણે મનોમન પતિના રૂપમાં પોતાના હૃદયસિંહાસન પર આર્ય વજની સ્થાપના કરી. પોતાનો આ સંકલ્પ એણે માતા-પિતા સમક્ષ રજૂ કર્યો અને એમ પણ કહ્યું કે જો એનાં લગ્ન નહીં થાય તો એ અગ્નિમાં પ્રવેશીને આત્મવિલોપન કરશે. રુક્મિણીને રૂંવેરૂંવે મોહ જાગ્યો હતો. એને આર્ય વજની ચરણસેવિકા બનવાની તીવ્ર ઉત્કંઠા અને પ્રબળ આસક્તિ હતી. એને વિયોગની એક ક્ષણ એક એક યુગ જેવી લાંબી લાગતી હતી. રુક્મિણીના પિતા ધન શ્રેષ્ઠીએ તો પોતાના સંપત્તિકેન્દ્રી માનસથી એમ જ વિચાર્યું કે સાધુરાજ આગળ અઢળક ધન-સમૃદ્ધિનો ઢગલો કરીશ એટલે તેઓ સાધુતા તજીને અવશ્ય મારી પુત્રી સાથે પાણિગ્રહણ કરશે. જિંદગીની પ્રત્યેક બાબતને ધનના ત્રાજવે તોલનારને સ્વાભાવિક રીતે આવી જ કલ્પના આવે. | કિમતી વસ્ત્રાભૂષણોથી શોભતી પોતાની પુત્રી અને એક અબજ મુદ્રાઓ સહિત ધન શ્રેષ્ઠી આર્ય વજ પાસે ગયા. શ્રેષ્ઠીએ વિનંતી કરી કે મારી પુત્રી હૃદયથી પતિરૂપે આપને વરી ચૂકી છે તો અપાર રૂપ અને લાવણ્ય ધરાવતી મારી પુત્રીનો આપ સ્વીકાર કરો. વળી આ એક અબજ મુદ્રાઓ લઈને આપની ઇચ્છા મુજબ આખી જિંદગી સાંસારિક સુખો માણશો તોય આ સંપત્તિ ખૂટશે નહીં. આમ કહીને શ્રેષ્ઠી ધને આર્ય વજના ચરણમાં માથું રાખીને યોગ્ય ઉત્તરની આશા સાથે એમના તરફ જોયું. | નિવૃત્તમાર્ગમાં દૃઢસંકલ્પ એવા આર્ય વજ પર શ્રેષ્ઠી ધનનાં મોહક પ્રલોભનોની કશી અસર થઈ નહીં. આર્ય વજે શાંત અવાજે કહ્યું, “હે શ્રેષ્ઠી, તમે સ્વભાવથી અત્યંત સરળ અને ભોળા છો. જેણે સંસારનાં સર્વ બંધનોનો ત્યાગ કર્યો છે એને તમે સંસારનાં બંધનોમાં જ કડવા માંગો છો. શું ધૂળના ઢગલાના બદલામાં કોઈ રત્નનો રાશિ ગુમાવે ખરું ? નાનકડા તણખલાને ખાતર કલ્પવૃક્ષ તજી દે ? કાગડાના બદલામાં કોઈ હંસ આપે ? તૂટીફૂટી ઝૂંપડીના બદલામાં કોઈ દેવવિમાનનો સોદો કરે ખરું ? તમે તો તમારા તુચ્છ વૈભવ દ્વારા વિષયભોગોનું પ્રલોભન આપીને મને પરમાત્મપદ અપાવે એવાં તપ અને સંયમને ખૂંચવી લેવા ઇચ્છો છો. ક્ષણિક વિષયસુખ તો ઘોર દુઃખાનુબંધી અને અનંતકાળ સુધી ભવાટવીમાં ભટકાવનારું છે. હે શ્રેષ્ઠી ! સાધુતાના આ શાશ્વત સુખની તુલનામાં આખીયે દુનિયાનું સમસ્ત ધન તો માટીના નાના ઢેફા સમાન છે. જો તમારી પુત્રી સાચોસાચ મારું અનુકરણ કરવા માંગતી હોય તો એણે સમ્યગુ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યગુ ચારિત્રરૂપ મેં ગ્રહણ કરેલાં મહાવ્રતોનો અંગીકાર કરવો જોઈએ. મેં સ્વીકારેલા શાશ્વત સુખદાયી શ્રેયસ્કર સાધના પથપર અગ્રેસર થઈને આત્મકલ્યાણ માટે પ્રવૃત્ત બનવું જોઈએ.” આર્ય વજની આ અમૃતવાણીએ રુક્મિણીના ચિત્ત પરથી મોહની મલિનતા દૂર કરી અને એના હૃદયમાં પ્રકાશનું કિરણ પ્રગટ થયું. જેમ જેમ આર્ય વજનાં વચનો સાંભળતી ગઈ, તેમ તેમ પ્રકાશના એ કિરણમાંથી એવો દૈદીપ્યમાન સૂર્ય ઊગ્યો કે જેણે રુક્મિણીના હૃદયમાં જામેલા ઘોર અંધકારને દૂર કરીને સર્વત્ર પ્રકાશ પાથરી દીધો. - જેમને પતિરૂપે સ્વીકાર્યા હતા એમના ઉપદેશથી પ્રભાવિત થઈને રૂક્મિણીએ એમને આરાધ્ય દેવ તરીકે સ્વીકાર્યા. સંસારજીવનના સ્વામીને બદલે વજસ્વામી અધ્યાત્મ માર્ગના પથદર્શક બન્યા. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. પ્રવર્તક મુનિ શ્રી કલ્યાણચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી નગીનભાઈ છોટાલાલ શાહ, કાંદીવલી - મુંબઈ Main Education International For Private & Personal use only www.jalnelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ COCA Malin Education International For Private & Personal Lise Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૫. સાધ્વી ઈશ્વરી એક-બે વર્ષ નહીં, પણ સતત બાર વર્ષ કારમો દુષ્કાળ પડ્યો. ગરીબ માનવીઓ તો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. અમીરોનું અઢળક ધન પણ એક મુઠ્ઠી ચોખા લાવી શકે તેમ નહોતું. ધરતી ઉજ્જડ હતી અને એના પર મોતના ઓથાર હેઠળ હાડપિંજર જેવાં માનવી હરતાં-ફરતાં હતાં. દુષ્કાળની આવી પરિસ્થિતિથી સોપારક નગરના જિનદત્ત શેઠનું કુટુંબ પણ ઘેરાયું હતું. એક કોળિયો અન્ન મેળવવાનાં ફાંફાં હતાં. આખરે વિચાર કર્યો કે જિનદત્ત, એમની પત્ની ઈશ્વરી તથા સમગ્ર પરિવાર વિષયુક્ત ભોજન કરીને મોતની ચાદર ઓઢી લે. રોજના પળે પળે થતાં મૃત્યુ કરતાં એક વાર મોતની વેદના સહન કરવી વધુ સારી લાગી. ભોજનમાં વિષ મેળવવા માટે અનાજની જરૂર તો પડે. આખરે એક લાખ સોનામહોર આપીને શેઠ જિનદત્ત પોતાના પરિવાર માટે બે મુઠ્ઠી ચોખા મેળવી શક્યા. ઈશ્વરીએ ભોજન તૈયાર કર્યું. એ પછી તત્કાળ પ્રાણ હરી લે તેવું કાળફૂટ વિષ કાઢયું અને ઈશ્વરી તે ભોજનમાં ભેળવવા જતી હતી ત્યાં જ યુગપ્રધાન આચાર્ય વજ્રસેનસૂરિનો ‘ધર્મલાભ' એવો મંગલ મધુર અવાજ સંભળાયો. ઈશ્વરીએ માન્યું કે જીવન ભલે ઝેર જેવું બન્યું હોય, પણ ઝેર લેવાની વેળાએ કેવા મહાન આચાર્યના દર્શનનો લાભ પ્રાપ્ત થયો ! મૃત્યુની વિકટ ક્ષણોમાં સાધુદર્શનને પોતાનો ચરમ અને પરમ પુણ્યોદય માનવા લાગી. ઈશ્વરીએ ગદ્ગદ બનીને મુનિને ભક્તિસહિત ભાવપૂર્વક ત્રિધા વંદન કર્યાં. શ્રેષ્ઠી પત્ની ઈશ્વરીના હાથમાં વિષ જોઈને આચાર્યશ્રીએ એનું રહસ્ય પૂછ્યું. ઈશ્વરીએ આચાર્યશ્રીને યથાર્થ હકીકત કહી સંભળાવી. આ સાંભળતાં જ આચાર્ય વજ્રસેનને પોતાના ગુરુએ કરેલી ભવિષ્યવાણીનું સ્મરણ થયું. ગુરુએ એમ કહ્યું હતું કે જ્યારે લક્ષપાક (એક લાખ સોનામહોર) આપીને મેળવેલા ભોજનમાં ઘરની શ્રાવિકાને વિષ ભેળવતી જુઓ, ત્યારે સમજી લેજો કે બીજા જ દિવસથી દુષ્કાળને કારણે ઊભી થયેલી અન્નની અછત દૂર થઈ જશે. આચાર્ય વજસેને ઈશ્વરીને કહ્યું, “ભૂખના દુઃખથી વિષ ઘોળવાની જરૂર નથી. આવતી કાલે સૌને જરૂરી અન્ન મળી રહેશે.” ઈશ્વરી જાણતી હતી કે સત્યવક્તા આચાર્યોનાં વચન કદી મિથ્યા થતાં નથી. એ રાત્રે સોપારકનગરના બંદર પર અનાજથી ભરેલાં જહાજો આવ્યાં અને પ્રભાતનો સૂર્ય એનાં કિરણો પાથરતો હતો, ત્યારે સહુને જરૂરી અનાજ મળી ગયું. ભયાનક આફતના ઓળા ઊતરી ગયા. શેઠ જિનદત્તના ઘેર અન્ન પહોંચ્યું અને આખા કુટુંબે ભૂખ્યા પેટની ભભૂકતી આગને ઠારી. જિનદત્તની પત્ની ઈશ્વરી આ ઘટનાના મર્મ પર ઊંડું ચિંતન કરવા લાગી. જો આચાર્યદેવ થોડી ક્ષણો મોડા આવ્યા હોત તો કેવી હાલત થઈ હોત ? આર્તધ્યાનમાં અને અવ્રતવાળી અવસ્થામાં અકાળ મૃત્યુ મળતાં અધોગતિ સાંપડી હોત. જીવન અને મૃત્યુના સંધિકાળની અંતિમ ક્ષણોમાં જાણે મુક્તિના દેવતા રૂપે આચાર્યમહારાજ આવ્યા અને આખાય પરિવારને દુઃખદ પાપપૂર્ણ મૃત્યુમાંથી ઉગારી લીધું. ઈશ્વરીએ પોતાના પતિ અને ચારે પુત્રને કહ્યું, “મુનિરાજે આપણને જીવનદાન આપ્યું છે. હવે ભવોભવનાં દુઃખ વિદારવા માટે આપણે એમની પાસેથી સંયમદાન મેળવીએ.” ઈશ્વરીની આ વાત સહુને સાચી લાગી. જિનદત્ત શ્રેષ્ઠી, ઈશ્વરી અને એમના નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચારે પુત્રોએ પણ દીક્ષા ગ્રહણ કરી. અપાર વૈભવ અને સમસ્ત સાંસારિક ભોગોને ઠુકરાવી દઈને બધા આચાર્ય વજ્રસેન પાસે દીક્ષિત થયા. ઈશ્વરીએ જીવનમાં આવેલી ઉપાધિને આનંદ સમાધિમાં ફેરવી દીધી. અભિશાપને આશીર્વાદમાં પલટી નાખ્યો. વિષમુક્ત આહારની ઘટનાને વરદાનના રૂપમાં બદલી નાખી. વિષપાનની હત્યા દ્વારા ભવોભ્રમણની દારુણ વેદના મળી હોત, એને બદલે શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ. સાધ્વી ઈશ્વરીના ચાર પુત્રો આજે મહાન પ્રભાવક સાધુઓ ગણાય છે. એ ચારેય દ્વારા શ્વેતાંબર પરંપરામાં પ્રસિદ્ધ ચંદ્રગચ્છ, નાગેન્દ્રકુલ, નિવૃત્તિકુલ અને વિદ્યાધરકુલ - એમ ચાર ગચ્છ અથવા કુળ પ્રસિદ્ધ થયાં. સાધ્વી ઈશ્વરીનું જીવન સાધનાના માર્ગે ચાલનારાં સહુ કોઈને માટે પ્રેરણાદાયક બની રહ્યું. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સંઘચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી અ. સૌ. કુમુદબહેન ચંદ્રકાંત શાહ, બોરીવલી - મુંબઈ For Private & Personal Use Drily www.jainlibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ an Education International For Private & Personal use only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૬. સાધ્વી રુઢસોમાં દશપુરના મહારાજાના રાજપુરોહિત સોમદેવની પત્ની રુદ્રસીમાએ વીર નિર્વાણ સં. પ૨ ૨માં આર્યરક્ષિત નામના તેજસ્વી બાળકને જન્મ આપ્યો. વેદજ્ઞાતા, વિદ્વાન રાજપુરોહિત સોમદેવ રાજા અને પ્રજા બન્નેમાં બહોળી ચાહના ધરાવતા હતા, તો એમની પત્ની રૂદ્રસોમાં જૈન ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠાને કારણે જનસામાન્યનો આદર ધરાવતી હતી. રાજપુરોહિત સોમદેવે પોતાના પુત્ર રક્ષિતને વિશેષ અભ્યાસાર્થે પાટલિપુત્ર મોકલ્યો. અહીં એણે છ અંગો સહિત વેદોનું ગહન અધ્યયન કર્યું. સર્વ વિદ્યાઓમાં પારંગત થયા બાદ રક્ષિત પાટલિપુત્રથી દશપુર પાછો આવ્યો ત્યારે રાજા અને પ્રજા બંનેએ ભવ્ય સમારોહ યોજીને એનો ઉત્સાહ અને આદરથી નગરપ્રવેશ કરાવ્યો.. - આર્યરક્ષિત માતાને પ્રણામ કરવા દોડી ગયો, પણ એણે જોયું કે એમની માતા તો સામાયિક લઈને ગહન આત્મચિંતનમાં ડૂબેલી છે. રક્ષિતની તો કલ્પના હતી કે પહોંચતાવેત જનનીની ગોદમાં લપાઈ જઈને જિંદગીનો સઘળો ભાર ભૂલી જઈશ. માતાને સામાયિકમાં જોઈને ગદ્ગદિત હૃદયે રક્ષિતે પ્રણામ કર્યા. સામાયિક પૂર્ણ થયા બાદ માતાએ માત્ર પુત્ર પર સ્નેહભરી દૃષ્ટિ કરી. રક્ષિતની ધારણા હતી કે એને જોઈને માતાની મમતાનો પણ સાગર લહેરાવા માંડશે, પરંતુ એને બદલે એને તો માતાની માત્ર એક અમીભરી નજર જ મળી. - વિદ્વાન રક્ષિત અકળાઈ ઊઠ્યો. એણે વિચાર્યું કે સાદાઈ, સ્નેહ અને મમતાની મૂર્તિસમી માતા ક્યારેય અકળાતી નથી તો પછી આજે આવા આનંદના પ્રસંગે માતા કેમ ખુશ થતી નથી ? મહાપંડિત રક્ષિતે માતાને કારણ પૂછયું, ત્યારે માતાએ કહ્યું કે એણે જે વિદ્યા મેળવી છે એના ફળરૂપે એને આ જગતમાં માનપાન મળશે. એની આજીવિકા સારી રીતે ચાલશે, પરંતુ આ વિદ્યા સ્વ-પર કલ્યાણ કે આધ્યાત્મિક ઉત્કર્ષમાં સહેજે સાર્થક નહીં થાય. પોતાના પેટનો ખાડો પશુ-પક્ષી પણ પૂરતા હોય છે. એવી વિદ્યાનો શો અર્થ ? આમ કહીને માતા રુદ્રમાતાએ કહ્યું કે મારા અંતરની અભિલાષા તો એ છે કે મારો પુત્ર દૃષ્ટિવાદનું અધ્યયન કરે, ગહન એવા આધ્યાત્મિક માર્ગને જાણે અને સાચો આત્મસાધક બને. માતાની અભિલાષા પૂર્ણ કરવાનો રક્ષિતે દૃઢ સંકલ્પ કર્યો. માતાએ કહ્યું કે નગરની બહાર ઈશુવાટિકામાં આચાર્ય તોષલિપુત્ર બિરાજમાન છે. તેઓની પાસેથી તેને આ વિદ્યા પ્રાપ્ત થશે. આર્યરક્ષિતે રાત તો માંડ માંડ વિતાવી. વહેલી સવારે માતાને વંદન કરીને આચાર્ય તોષલિપુત્ર પાસે પહોંચી ગયો અને દૃષ્ટિવાદનું અધ્યયન કરાવવા વિનંતી કરી. આચાર્યશ્રીએ કહ્યું કે નિગ્રંથ શ્રમણની દીક્ષા ગ્રહણ કરી હોય તેવા સાધુને જ દૃષ્ટિવાદનું અધ્યયન કરાવી શકાય. આ સાંભળીને આર્ય રક્ષિતે સહેજે ખચકાટ વિના તત્કાળ દીક્ષા ગ્રહણ કરી અને એકાદશાંગી(અગિયાર અંગ)નો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની જિજ્ઞાસા એવી જાગી હતી કે આર્ય રક્ષિત એ સમયના મહાપુરુષ વજસ્વામી પાસે ગયા અને નવ પર્વનો અભ્યાસ કર્યો. એ પછી ગુરુ તોષલિપુત્રએ શિષ્યની યોગ્યતા જાણી એને ગણાચાર્ય પદ પ્રદાન કર્યું. આરક્ષિતનો ભાઈ ફલ્યુરક્ષિત ભાઈને ઘેર પાછો લઈ જવા આવ્યો, ત્યારે આર્યરક્ષિતનો ઉપદેશ સાંભળીને એ સ્વયં દીક્ષિત થઈ ગયો. બંને ભાઈઓ દશપુર આવ્યા. માતાની આંખમાં પુત્રોની આધ્યાત્મિક લગની જોઈ આનંદથી આંસુનાં તોરણ બંધાયાં. રાજપુરોહિત સોમદેવ, માતા રુદ્રસોમાં અને સમગ્ર પરિવારે દીક્ષા ગ્રહણ કરી. આર્ય રુદ્રસોમાએ ઉગ્ર તપ કરીને વિશુદ્ધ સંયમની આરાધના કરી. સાધુ રક્ષિત સમય જતાં યુગપ્રધાન આચાર્ય રક્ષિતસૂરિજી બન્યા. એમણે ભવિષ્યનો વિચાર કરીને આગમોને ચાર અનુયોગોમાં સંકલિત કર્યા. આ અનુયોગોના પૃથકકતના રૂપમાં આચાર્યશ્રી રક્ષિતસૂરિજીના નામની સાથેસાથે સાધ્વી રૂસોમાનું નામ પણ અમર બન્યું. આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિત બંને પુત્રો દીક્ષિત થયા હોવાથી એમની વંશપરંપરા આગળ ન ચાલી, પરંતુ પેઢીઓની પેઢીઓ સુધી વંશપરંપરા ચલાવનારા આજે ભૂલાઈ ગયા, જ્યારે વર્ષોથી શ્રદ્ધાળુ શ્રાવકો આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિતની સાથોસાથ એમની સંસ્કારદાત્રી માતા સાધ્વી રસોમાનું સતત સ્મરણ કરે છે. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સિદ્ધચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી અ. સૌ. નલિનીબહેન રમેશકુમાર વોરા (ચૂડાવાળા), બોરીવલી - મુંબઈ For Private & Personal use only Jain Education Interational www.nelorary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ 22 CONSUS Jair Education International Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪૭. સાધ્વી તરંગવતી આચાર્ય પાદલિપ્તસૂરિએ રચે ી તરંગવતીની કથામાં પ્રેમ અને પૂર્વજન્મની રોમાંચક ઘટનાની ગૂંથણી મળે છે, તો બીજી બાજુ એમાંથી સૌંદર્ય અને સાધુતાની રોમાંચ કથા સાંપડે છે. રાજા કૃણિકના રાજ્યમાં સાધ્વી તરંગવતી ગોચરી લેવા ગઈ હતી. ધનાઢ્ય શ્રેષ્ઠીની પત્નીએ સાધ્વીનું અનુપમ સૌંદર્ય જોતાં એને સાહજિક જિજ્ઞાસા જાગી, કે શા માટે આ અતિ સૌંદર્યવાન નારીએ સંસારત્યાગ કર્યો હશે ? એવો તે કર્યો એને હૃદયવિદારક અનુભવ થયો હશે કે જેથી આવું અનુપમ સૌંદર્ય હોવા છતાં વૈરાગ્યનો માર્ગ ગ્રહણ કર્યો ? ધનાઢ શેઠની પત્નીએ આનું રહસ્ય જાણવા વારંવાર પ્રશ્નરૂપે વિનંતી કરતાં અંતે સાધ્વી તરંગવતીએ પોતાના ભૂતકાળના જીવનવૃત્તાંતનું રહસ્ય પ્રગટ કર્યું. તરંગવતી એક વખત યુવાવસ્થામાં પોતાની સહેલીઓ સાથે વનવિહાર કરતી હતી. આ સમયે એક ચક્રવાક પક્ષીને જોયું. આ ચક્રવાકને નિરખતાં જ તરંગવતીને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. આ જાતિસ્મરણે એના અગાઉના વૃત્તાંતને માનસપ્રત્યક્ષ કરી દીધો. પૂર્વજન્મમાં તરંગવતી ચક્રવાકની સાથે ચક્રવાકી તરીકે ગંગા નદીના કિનારે સુખપૂર્વક રહેતી હતી. અહીં બંને આનંદભેર પ્રેમીડા કરતાં હતાં, પરંતુ એક વખત અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઈ. ગંગાના કિનારે ગેલથી ખેલતો ચક્રવાક શિકારીના હાથે વીંધાઈ ગયો. ચક્રવાકને મૃત્યુ પામેલો જોઈને ચક્રવાકી વિરહની વેદનાથી તડપવા લાગી. ચક્રવાક પર એને અગાધ પ્રેમ હતો. આ પ્રેમી યુગલ ખંડિત થયું, પરંતુ ચક્રવાકના વિરહમાં ડૂબેલી ચક્રવાકીથી આ વિરહ અસહ્ય બનતાં એણે પ્રાણત્યાગ કર્યો. તરંગવતીને પોતાના આ પૂર્વજન્મનું સ્મરણ થયું એની સાથે એક સવાલ જાગ્યો કે પોતાનો ગત જન્મનો આવો પ્રેમી ક્યાં હશે ? એની ભાળ મેળવવા તરંગવતી અતિ આતુર બની. એણે વિચાર્યું કે જો એની પેઠે એના પ્રિયતમને પૂર્વજન્મની ઘટનાનો સંકેત મળે તો કદાચ પુનઃ મેળાપ થાય. તરંગવતીએ પોતાના પૂર્વજન્મના સમગ્ર વૃત્તાંતનું ચિત્ર બનાવીને કૌમુદી મહોત્સવ સમયે કૌશાંબી નગરીના ચાર રસ્તા પર મૂક્યું. આ ચિત્રપટ જોઈને શ્રેષ્ઠીપુત્ર પદ્મદેવને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. પરિણામે એક ભવમાં વિખૂટા પડેલા બે પ્રિયજનો બીજા ભવમાં પુનઃ મિલન પામ્યા, પરંતુ વળી એમના જીવનમાં નવી આફત ઊતરી આવી. શ્રેષ્ઠીપુત્ર પદ્મદેવની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તરંગવતીના પિતાએ આ યુવક સાથે એના વિવાહ કરવાની વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો, કિંતુ તરંગવતી અને પદ્મદેવના પ્રગાઢ પ્રેમને કોણ રોકી શકે ? એક રાત્રે નૌકામાં બેસીને બંને નાસી છૂટ્યાં. ઠેર ઠેર ઘૂમતાં રહ્યાં. આજે અહીં, તો કાલે ત્યાં - એમ રોજ સ્થળ બદલતાં રહ્યાં. એવામાં એક વાર ચોરોની ટોળકીએ આ બંનેને પકડી લીધાં અને એમણે કાત્યાયની દેવીને આ બંનેનો બિલ ચઢાવવાનું નક્કી કર્યું. આ સાંભળીને તરંગવતી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. એનું આવું આક્રંદ જોઈને ચોરોના સરદારનું હૃદય પીગળ્યું. એણે આ બંને બંદીવાનોને મુક્ત કર્યા. ફરી બંનેનો રઝળપાટ શરૂ થયો. વર્ષો પછી ફરી બંને કૌશાંબી નગરીમાં આવ્યાં. પુત્રીની વીતક કથા સાંભળીને અને એના સાચા પ્રેમને જાણીને તરંગવતીના પિતાએ ધામધૂમથી બંનેનાં લગ્ન કરાવ્યાં. કર્મની ગતિ કેવી અકળ છે ! તરંગવતી અને પદ્મદેવનાં લગ્ન થતાં સંસારનો એક અધ્યાય પૂરો થયો. એમની પ્રીતિને પૂર્ણત્વ મળ્યું, પરંતુ જીવનનું પૂર્ણત્વ હજી પામવાનું હતું. એક સાંજે ગંગા કિનારે મુનિરાજનો સહયોગ થયો. મુનિરાજ એ પૂર્વજન્મમાં ચક્રવાકને વીંધનાર શિકારી હતા. એમણે ચક્રવાક પાછળ ચક્રવાકીનો પ્રાણત્યાગ જોયો. ચક્રવાકની ચિંતામાં ઝંપલાવતી ચક્રવાકીને જોઈને આ શિકારીને પોતાની ભૂલ સમજાઈ. પોતાના ક્રૂર કાર્યને માટે જાત પર ફિટકાર વરસાવવા લાગ્યા. એ શિકારી પણ પ્રાયશ્ચિત્ત કરે છે. વળી આ જન્મમાં ડાકુઓના સરદાર તરીકે તરંગવતી અને પદ્મદેવને મુક્ત કરીને પોતાના પૂર્વકર્મને સુધારી લીધું. જીવનની આવી અપાર ચંચળતા જાણ્યા પછી તરંગવતીના હૃદયમાં શાશ્વત વૈરાગ્ય માટે ભાવ જાગ્યો. એણે સંયમનો સ્વીકાર કરીને જીવનમાં પૂર્ણત્વની પ્રાપ્તિ માટે પ્રયાસ શરૂ કર્યો. જન્મજન્માંતર સુધી ચાલેલી ઋણાનુબંધની ઘટના પર તરંગવતી સાધ્વી થતાં પડદો પડ્યો. તરંગવતી સાધ્વી ચંદનબાળાની શિષ્યા બની અને એમની સાથે વિહારમાં રહીને ધર્મઆરાધના કરવા લાગી. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી શ્રેયચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી ભરતકુમાર છોટાલાલ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ. www.jalvalltiriy org Page #110 -------------------------------------------------------------------------- ________________ YO ושומששו של Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૮. સાધ્વી યાકિની મહત્તરા ક્ષમાં સર્વ ગુણોની ખાણ છે. ક્ષમા ઉદાર હૃદયનું પ્રબળ શૌર્ય માગતી હોવાથી ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' કહેવાય છે. આવી ક્ષમાને જૈનદર્શન દુર્ગતિનું હરણ કરનારી, રત્નત્રયીને પ્રાપ્ત કરાવનારી, જન્મ-મરણરૂપ સંસારસમુદ્રને તારનારી અને ત્રણે લોકમાં સારરૂપ કહે છે. આવી ઉત્તમ ક્ષમાને જાગ્રત કરવાનું કાર્ય યાકિની મહત્તરાએ કર્યું હતું. આચાર્ય હરિભદ્રસૂરિજીના હંસ અને પરમહંસ નામના બે શિષ્યોની અન્ય ધર્મીઓને હાથે હત્યા થઈ. આનાથી આચાર્યશ્રીનું હૃદય ખળભળી ઊઠયું. પોતાના પ્રિય શિષ્યની ક્રૂર હત્યાનો આઘાત એમના દિલમાં બદલાની આગ જગાવી ગયો. આચાર્યશ્રીએ બૌદ્ધ વિહારમાં અભ્યાસ કરતા ૧૪૪૪ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઊકળતા તેલની કડાઈમાં જીવતા ભુંજી નાખવાનો વિચાર કર્યો. ક્રોધ વિવેકને ભગાડે છે. આચાર્યશ્રીનું ક્રોધનું બીજ વેરનું વટવૃક્ષ બની ગયું. વેરની વસૂલાત માટે આચાર્યશ્રીએ ઉપાશ્રયના દરવાજા બંધ કર્યા. મોટી ભઠ્ઠી સળગાવી. એના પર કડાઈમાં તેલ નાખ્યું અને પછી પોતાના મંત્રબળે એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરીને આકાશમાં ઊભા રાખ્યા, ક્રોધાયમાન આચાર્યશ્રીનો ઇરાદો તો એક પછી એક વિદ્યાર્થી અને અધ્યાપકને મંત્રબળે બોલાવીને જીવતા ઊકળતા તેલની કડાઈમાં નાખવાનો હતો. - આચાર્યશ્રીના વેરની વાતની જાણ યાકિની મહત્તરાને થઈ. એક આચાર્યને હાથે આવો નૃશંસ હત્યાકાંડ ! યાકિની મહત્તરા વેગે ચાલીને ઉપાશ્રયમાં આવ્યાં. ઉપાશ્રયનાં દ્વાર બંધ હતાં. આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની માતા સમાન યાકિની મહત્તરાને કહ્યું, “હાલમાં મારી ક્રિયા ચાલે છે. થોડા સમય પછી આવજો.” યાકિની મહત્તરાએ દઢ અવાજે કહ્યું, “મારે તમારું જરૂરી કામ છે. તત્કાળ દરવાજો ખોલો.” દરવાજો ખૂલ્યો. યાકિની મહત્તરાએ વિનયપૂર્વક આચાર્યશ્રીને વંદન કર્યા અને પછી કહ્યું, “આચાર્યશ્રી, આપની પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવી છું. મને આપ પ્રાયશ્ચિત્ત આપો.” પ્રકાંડ વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની જાતને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવતા હતા, કારણ કે એ જ યાકિની મહત્તરાનો એક શ્લોક તેઓ સમજી શક્યા નહીં અને એમનો વિદ્વત્તાનો અહંકાર ખંડિત થયો હતો. અંતે વિદ્વત્તામાં પરાજિત થતાં રાજપુરોહિત વિદ્વાન હરિભદ્ર જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી. પોતાને યોગ્ય માર્ગ દર્શાવનાર યાકિનીને આચાર્ય હરિભદ્રસૂરિ માતા ગણતા હતા. આવી માતા સમાન સાધ્વી સામે ચાલીને શેનું પ્રાયશ્ચિત્ત લેવા આવી છે તે જાણવાની શ્રી હરિભદ્રસૂરિને જિજ્ઞાસા જાગી. યાકિની મહત્તરાએ કહ્યું કે અજાણતાં ચાલતાં-ચાલતાં એમના પગ નીચે એક દેડકો દબાઈ ગયો. એક પંચેન્દ્રિય જીવની હિંસાથી એમનો આત્મા અપાર વેદના અનુભવે છે. આ હિંસાનું પ્રાયશ્ચિત્ત ચાહે છે, કારણ કે જો આલોયણા કર્યા વિના કદાચ તેમનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તો વિરાધક બની જાય. આચાર્ય હરિભદ્રસૂરિએ જરા ઊંચા અવાજે કહ્યું, “ઓહ ! તમે પંચેન્દ્રિય જીવનું ધ્યાન રાખી શક્યા નહિ ? એનું તમારે પ્રાયશ્ચિત્ત કરવું જ પડશે.” - યાકિની મહત્તરાએ પ્રાયશ્ચિત્તનો વિનયપૂર્વક સ્વીકાર કરીને કહ્યું, “મારાથી અજાણતાં થયેલા એક તિર્યંચ પંચેન્દ્રિય જીવની (દેડકાની) હિંસાનું પ્રાયશ્ચિત્ત તો મને મળ્યું, પરંતુ તમે ૧૪૪૪ મનુષ્યોની જાણી-જોઈને હિંસા કરી રહ્યા છો તેનું પ્રાયશ્ચિત્ત શું થશે ?” યાકિની મહત્તરાના આ શબ્દો સાંભળતાં જ આચાર્યશ્રી હરિભદ્રનો ક્રોધ શાંત થઈ ગયો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મંત્રબળે બોલાવ્યા હતા, તેમને પાછા મોકલી આપ્યા. - પોતાના દુષ્કૃત્ય કરવાનો વિચારના પ્રાયશ્ચિત્ત રૂપે ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરે તેવા ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. ક્રોધ ક્ષમામાં ફેરવાયો. વેર વિદ્યામાં પલટાઈ ગયું. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી શ્રુતચંદ્ર વિજ યજી મ.ના ઉપદે શથી કુ. ફાલ્યુની ભરતભાઈ, ડેટ્રોઈટ – મીશીગન - યુ.એસ.એ. Education interna Fer Private & Personal use only www.la melibrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ DY RAANZA 2000 For Private & Personal Use Onity: Queen Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪૯. સાધ્વી મનોરમ રાજકુમારી મનોરમાએ યુવાનીના ઉંબરે પગ મૂક્યો અને એના મનનો મોરલો નાચી ઊઠ્યો. રાજવૈભવમાં ઊછરેલી આ રાજકુમારીને જીવનના સર્વ ભૌતિક આનંદપ્રમોદ સાંપડ્યા હતા. રાજકુમારી તરીકે એનો લાડકોડથી ઉછેર થયો હતો. અત્યંત રૂપવાન મનોરમાએ મનોમન વિચાર કર્યો કે આખી નગરીમાં મારા સમાન સમૃદ્ધ, સુખી અને સ્વરૂપવાન બીજી કોઈ યુવતી નથી. શ્રેષ્ઠનો શ્રેષ્ઠ સાથે જ મેળાપ શોભે. પરિણામે એણે નિશ્ચય કર્યો કે આ જગતમાં સૌથી વધુ રસિક પુરુષ હોય, તેની સાથે હું વિવાહ કરીશ. આવી મદમસ્ત યુવાનીમાં રસિકતા ન હોય તો યુવાનીનો અર્થ શો ? કેટલાય રાજકુમારો મનોરમા સાથે લગ્ન કરવા આતુર હતા, પરંતુ મનોરમાને આ રાજકુમારોમાં રાજવૈભવની ઝાકમઝોળ દેખાતી હતી, પણ છાંટોય રસિકતા નજરે પડતી નહોતી, આથી રાજકુમારોના લગ્નના પ્રસ્તાવને એ સ્વીકારતી નહોતી. એક વાર પાલખીમાં બેસીને રાજકુમારી મનોરમા રાજમાર્ગ પરથી પસાર થતી હતી. આ સમયે એણે કોઈ પુરુષનો મસ્ત-મધુર અવાજ સાંભળ્યો. એ સાંભળતાં જ મનોરમાના મનનો મોરલો ડોલવા લાગ્યો. આ વર્ણનમાં પુરુષના મુખેથી શૃંગારભાવની એક એકથી ચડિયાતી છોળો ઊછળતી હતી. એમાં છલોછલ છલકાતી પ્રણય-વસંતનું મનોરમ વર્ણન હતું. સમગ્ર સૃષ્ટિ જાણે શૃંગારરસમાં સ્નાન કરતી હોય એવો મનોરમાને અનુભવ થયો. રસિક પુરુષની ગુલાલરંગી કલ્પનાઓએ મનોરમાના ચિત્તમાં મોહનો આવેગ જગાડ્યો. એનું મન એ અવાજના ઉગમસ્થાન તરફ દોડી રહ્યું. હૃદયમાં રોમાંચ, અંતરમાં આતુરતા અને આંખમાં દર્શનની તડપન હતી. શૃંગારરસથી એકએકથી ચડિયાતી છોળો ઉછાળનાર આવા રસિક પુરુષને ક્યારે મળું અને એની જીવનસંગિની બની જાઉં ! આવો રસિક પુરુષ મળે તો સુભાગ્યના સઘળા દરવાજા ખૂલી જાય. પાલખીની સાથે ચાલતા સૈનિકોને મનોરમાએ કહ્યું, “જાવ, જલદી જાવ. મારા પિતાને કહો કે મારો માનેલો કંથ મને મળી ગયો છે. એની રસિકતા તો એટલી બધી છે કે હવે જીવન મોજમસ્તીથી તરબતર થઈ જશે.” મધુર સ્વરના મૂળ સ્થાનને શોધતી મનોરમા ઉપાશ્રયમાં આવી પહોંચી. આ સમયે ઉપાશ્રયમાં તેજસ્વી આચાર્ય અભયદેવસૂરિજી પાટ પર બેસીને પોતાના શિષ્યોને પાઠ આપતા હતા. બીજા શિષ્યો મંત્રમુગ્ધ બનીને ગુરુવાણી સાંભળતા હતા. શૃંગારના વાતાવરણને અનુભવતા હતા. રાજકુમારી મનોરમા તો કવિતાના રસમાં ઘેલી બની હતી. ઉત્સાહથેલી રાજકુમારી મનોરમાએ કશુંય જોયા વિના પોતાની ધૂનમાં ને ધૂનમાં આચાર્ય મહારાજને કહ્યું, “હે રાજકુમાર ! મારો સ્વીકાર કરો. આપનો રસ અને મારો રાગ બંનેનું મિલન થતાં સંસાર પર સ્વર્ગ ઊતરી આવશે.” આચાર્યશ્રી અભયદેવસૂરીશ્વરજીએ મનોરમાની પ્રણયવ્યાકુળ ઉન્મત્ત દશાને પારખી લીધી. એમણે વાત્સલ્યસભર અવાજે મનોરમાને કહ્યું, “હે રાજકુમારી ! જે ગીતના આકર્ષણથી ખેંચાઈને તું છેક અહીં સુધી આવી છે, તે ગીત હજી અપૂર્ણ છે. પૂર્ણ ગીત સાંભળીશ તો જ તને તેના પૂર્ણ ભાવનો અનુભવ થશે. ત્યારબાદ તને યોગ્ય લાગે તેમ કરજે.” આચાર્યશ્રીએ અગાઉ જેમ શૃંગારનો ધોધ વહેવરાવ્યો હતો તેમ વહેવડાવવા લાગ્યા અને શૃંગારરસમાં પરિવર્તન કરીને ધીરે ધીરે શાંત રસ પ્રગટાવવા લાગ્યા. સ્નેહ-રાગના વાતાવરણમાંથી સમતાનું ભાવવિશ્વ ખડું થયું. ગીતમાંથી રાગમાંથી વિરાગનો ભાવ જાગવા માંડ્યો. બહુમૂલ્ય આભૂષણો અને કીમતી વસ્ત્રો ધારણ કરનારી દેવીઓ દિવ્યવંદન કરવા માટે વીતરાગ પ્રભુ પાસે જઈ રહી હતી, એનું આચાર્યશ્રીએ તાદશ વર્ણન કર્યું. એ પછી આચાર્યશ્રીએ વીતરાગ પ્રભુના વૈરાગ્યનું વર્ણન કર્યું. આસક્તિ કરતાં આરાધનાની મહત્તા ગાઈ. દેહશૃંગારની ક્ષણિકતા સામે આત્મશૃંગારની અમરતા દર્શાવી. ભૌતિક સંપત્તિને બદલે ત્યાગનો મહિમા પ્રગટ કર્યો. આ સાંભળીને મનોરમાના મનોભાવોનું પરિવર્તન થયું. અનુરાગમાંથી વૈરાગ્ય જાગ્યો અને એણે સાધ્વી ધર્મ સ્વીકાર્યો. Dain Education Internationa ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સુજ્ઞાતચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કુ. સીમા ભરતકુમાર, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ. For Private & Persorial Uad Only Page #114 -------------------------------------------------------------------------- ________________ 2000000000 doanh Laini Education International 2532000 MAX COCCOSS For Private & Personal Lise: Only JOUDU AAAA Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૦. સાધ્વી પctહણી માતા મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા એટલે સાધ્વી પાહિણી. ધંધુકાના મોઢ જ્ઞાતિના શેઠ સાચો(સાચિગ)ની પત્ની પાહિણી પ્રસિદ્ધ શ્રેષ્ઠી નેમિનાગની બહેન હતી. એક વખત રાત્રે પાહિણીએ સ્વપ્નમાં ચિંતામણિ રત્ન જોયું. બે હાથમાં રહેલું એ દિવ્ય રત્ન પાહિણીને ગ્રહણ કરવાનું કોઈ કહેતું હતું. સ્વપ્નમાં પાહિણીએ એ રત્ન ગ્રહણ કર્યું અને એ રત્ન પાહિણીએ ગુરુને અર્પણ કર્યું. સ્વપ્નમાં આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં અને એ સમયે એની આંખ ઊઘડી ગઈ. પાહિણીએ વિચાર્યું કે ગુરુદેવ દેવચંદ્રસૂરિજી આ નગરમાં જ છે, તો સ્વપ્નના ફળ વિશે એમને પૂછી આવું. આચાર્ય દેવચંદ્રસૂરિએ કહ્યું, “તું એક નરમણિને જન્મ આપીશ, જે મોટો થતાં ગુરુમણિ બનશે. મહાન આચાર્ય બનીને જિનશાસનને શોભાવશે.” આ ગુરુવચનોથી પાહિણીના આનંદનો પાર ન રહ્યો. પાહિણીને ગુરુ તરફ અપાર શ્રદ્ધા હતી. પોતાનો પુત્ર જીવનની પરમોચ્ચ સિદ્ધિ પામે તેવી ઝંખના માતાને હોય જ. સાધુતાને જીવનનું સર્વોચ્ચ શિખર માનતી પાહિણી આનંદવિભોર બની ગઈ. પોતાનો પુત્ર મહાન આચાર્ય બનશે એ ભવિષ્યકથને એના હૃદયને આનંદ-તરબોળ કરી દીધું. | વિ. સં. ૧૧૪પના કારતક સુદ પૂનમની રાત્રે એણે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. માતા-પિતાએ એનું નામ ચંગદેવ (ચંગ એટલે ઉત્તમ) રાખ્યું. નાનકડો ચંગદેવ એકવાર આચાર્યશ્રીની પાટ પર બેસી જાય છે. અંતે ચંગદેવને માતાપિતા દીક્ષા માટે અનુમતિ આપે છે. એનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું અને સમય જતાં વિદ્વાન એવા એ મુનિને વિ. સં. ૧૧૬૯ના વૈશાખ વદ ત્રીજના દિવસે મધ્યાહ્ન સમયે આચાર્યપદવી આપીને એમનું નામ હેમચંદ્રસૂરિ રાખ્યું. આ પ્રસંગે એમનાં માતા પાહિણીદેવી ઉપસ્થિત હતાં. એમના હૃદયમાં એવો ઉલ્લાસ જાગ્યો કે પુત્રની આચાર્યપદવી સાથે માતાએ પણ સંયમમાર્ગ ગ્રહણ કર્યો. માતા પાહિણી સાધ્વી પાહિણી બન્યાં અને એમને પ્રવર્તિનીનું પદ અર્પણ કરવામાં આવ્યું. સાધ્વી પાહિણી તપ અને ત્યાગમાં લીન બની ગયાં. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય વિહાર કરતાં-કરતાં પાટણમાં પધાર્યા હતા. અહીં પૂજ્ય પ્રવર્તિની પાહિણીએ અનશન આદર્યું હતું. અનેક ભાવિકો એમનાં દર્શન માટે આવતા હતા. એમની ભાવનાને અભિનંદતા હતા. પોતાના નાની વયના પુત્રને જિનશાસનને સમર્પિત કરનાર સાધ્વી પાહિણીને અંત:કરણથી પ્રણામ કરતા હતા. - જ્ઞાનના ભંડાર સમા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે અનેકવિધ વિષયો પર ગ્રંથો લખ્યા. ગુર્જરનરેશ જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળ જેવા શાસકોને ઉચિત માર્ગદર્શન આપ્યું. જિનશાસનની કીર્તિગાથાને સુવર્ણશિખર પર પહોંચાડી. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યનો પ્રભાવ સામાન્યમાં સામાન્ય માનવીથી માંડીને રાજાધિરાજ સુધી પથરાયેલો હતો. એમના જીવનમાં સ્વધર્મવત્સલતા અને પરમત-સહિષ્ણુતા જોવા મળે છે. પાંચ વરતોને જીવનમાં ધારણ કરનાર આ આચાર્યની જીતેન્દ્રિયતા દૃષ્ટાંતરૂપ હતી. એમના હૃદયમાં કરુણા અને અનુકંપાનો સ્રોત સતત વહેતો હતો. આવી મહાન વિભૂતિને જન્મ આપનારી માતા પણ પુત્રના પંથે ચાલી હતી. સાધ્વી પાહિણી પોતાના જ્ઞાનધ્યાનમાં સદૈવ લીન રહેતાં હતાં. એમના અંતરમાં પોતાના પુત્ર હેમચંદ્રસૂરિનું અપૂર્વ જ્ઞાન જોઈને આનંદ પ્રવર્તતો હતો. એમની વિશિષ્ટ યોગસિદ્ધિ અને મહાન શાસનપ્રભાવના જોઈને સાધ્વી પાહિણી અતિ પ્રસન્ન હતાં. શ્રી હેમચંદ્રાચાર્ય પણ માતા સાધ્વીની પૂરી કાળજી રાખતાં હતાં. માતા પ્રત્યે એમના અંતરમાં અગાધ ભક્તિભાવ હતો. સાધ્વીજી પાહિણી બીમાર પડ્યાં હતાં. આસપાસનું સાધ્વીછંદ એમને અંતિમ આરાધના કરાવતું હતું. બીમાર સાધ્વી માતા પાસે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમના શિષ્યો સાથે દર્શને આવ્યા. પ્રવર્તિની પાહિણી કાળધર્મ પામ્યાં ત્યારે શ્રાવકોએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યા. વીતરાગ ધર્મના આચાર્ય પોતાની તેજસ્વી અને ધર્મનિષ્ઠ માતાને શું આપી શકે ? એમણે ત્રણ લાખ શ્લોકનું પુણ્ય માતાને આપ્યું. ઇતિહાસમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રકાંડ વિદ્વત્તા અને ધર્મપ્રભાવકતાને યાદ કરવામાં આવે છે, તો એની સાથોસાથ એમની માતા પ્રવર્તિની પાહિણીની ઉચ્ચ ભાવનાને અને ઉત્કટ ધર્મપરાયણતાને પણ યાદ કરવામાં આવે છે. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સંઘચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી નવીનચંદ્ર ઉમેદચંદ્ર શાહ પરિવાર, સુરેન્દ્રનગર, હાલ - મુંબઈ Jan Education Intematon For Private & Personal use on www.ja nelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ D 10000 and ann ain Education Internatio Col & Personal Use Only AN SFE Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૧. સાધ્વી ધાર્મલક્ષ્મી (પલક્ષ્મી) એક સમયે ગુજરાતની પ્રાચીન નગરી ખંભાત પર ચોસઠ બંદરનો વાવટો ફરકતો હતો. એ સમયે ત્રંબાવતી નગરી તરીકે ઓળખાતું ખંભાત ગુજરાતનું પ્રાચીન મહાન વ્યાપારી બંદર હતું. જાહોજલાલીના એ દિવસોમાં ખંભાતમાં એકસો કરોડપતિ વસતા હતા. ખંભાતવાસીઓની ઉત્કૃષ્ટ ધર્મભાવનાને કારણે આ નગરમાં ૮૫ દેરાસરો અને ૪૫ ઉપાશ્રયો હતાં. આ નગરીમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે દીક્ષા અંગીકાર કરી હતી. અહીંના ખારવાડા વિસ્તારમાં આવેલા શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની નજીકમાં આવેલા ઉપાશ્રયમાં પુસ્તકોની વચ્ચે શ્રી હેમચંદ્રાચાર્યે મહારાજા કુમારપાળને સંતાડીને જીવતદાન આપ્યું હતું. આ નગરીમાં કવિ ઋષભદાસજીએ અનેક રાસગ્રંથોની રચના કરી તો શેઠ રાજિયા-વાજિયા, તેજપાલ સંઘવી વગેરેએ દાનની ગંગા વહેવડાવી. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી, શ્રી સોમસુંદરસૂરિજી જેવા મહાન આચાર્યોની નિશ્રામાં આ નગરીમાં અનેક પ્રકારનાં ધાર્મિક અનુષ્ઠાનો થતાં હતાં. ખંભાતમાં ધર્મમૂર્તિ નામના આચાર્યે સ્થિરવાસ કર્યો હતો. એક કરોડપતિ શ્રાવક હંમેશાં એમનાં દર્શન કરવા આવતો હતો. એ શ્રાવકનો નિત્યક્રમ એવો કે જિનાલયમાં પ્રભુપૂજા કર્યા પછી ગુરુ મહારાજને વંદના કરવા માટે ઉપાશ્રયમાં આવે. કરોડપતિ હોવા છતાં એનામાં લેશમાત્ર ગર્વ નહોતો. અઢળક સમૃદ્ધિ હોવા છતાં એની એને સહેજે આસક્તિ નહોતી. એક વાર આ ધનિક શ્રાવક નિત્યક્રમ પ્રમાણે ગુરુદર્શને ગયા. એ દિવસે આ શ્રાવકના પુત્રની એકની એક પુત્રી ધર્મલક્ષ્મી એમની સાથે આવી હતી. પુત્રી દાદાની આંગળીએ ગેલ કરતી હતી. તેઓ આચાર્ય ધર્મમૂર્તિનાં દર્શન કરવા ગયાં, ત્યારે આચાર્યશ્રીએ આઠ વર્ષની ધર્મલક્ષ્મી(પદ્મલક્ષ્મી)ને વંદન કરતા જોઈ. એ બાળાને જોતાં જ આચાર્યશ્રીને લાગ્યું કે આ બાલિકા એ કોઈ સામાન્ય બાલિકા નથી, કિંતુ અસાધારણ ધર્મપ્રતિભા ધરાવતી નારી છે. | શ્રાવકે આચાર્યશ્રીને વંદન કર્યા અને પોતાને સાધુની વૈયાવચ્ચનો લાભ આપવા વિનંતી કરી. આચાર્યશ્રીએ કહ્યું, શેઠ ! આ નાની બાલિકા એ તો છૂપું રત્ન છે. જિનશાસનની સુવર્ણ જ્યોત છે. તમે એને મને વહોરાવી દો. એને હાથે શાસનની અપૂર્વ સેવા થવાની છે.” ક્ષણભર તો શ્રાવક સ્તબ્ધ થઈ ગયા. માત્ર આઠ વર્ષની બાળા કઈ રીતે જૈન સાધ્વીનું વિકટ જીવન ગાળી શકશે ? કઈ રીતે એ લાંબા વિહારો કરી શકશે ? એને ક્યાં અભ્યાસની સગવડ મળશે ? શ્રેષ્ઠીના ચહેરા પરની ચિંતાઓ આચાર્યશ્રી પારખી ગયા. એમણે કહ્યું, “શેઠ, વિચારવામાં સમય ગાળશો નહીં. આવી પ્રતિભા કેટલાંય વર્ષો બાદ પ્રગટ થતી હોય છે. એને ખીલવાનો પૂરો અવકાશ આપો.” અતૂટ અને અખૂટ આસ્થા હતી. એમણે આચાર્ય મહારાજની વાતનો સ્વીકાર કરીને પોતાની પત્રી ધનલક્ષ્મી(પદ્મલક્ષ્મી)ને વહોરાવી દીધી. ધર્મલક્ષ્મીને નાની વયમાં સાધ્વીના બધા જ યોગ સાંપડ્યા. એનાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યના યોગ કેવા સુંદર હશે ધર્મલક્ષ્મી સાચે જ ધર્મની લક્ષ્મી બની ગઈ. આઠ વર્ષની ધર્મલક્ષ્મી ઉમંગભેર જૈન સાધ્વીનું જીવન ગાળવા લાગી. એની તેજસ્વી બુદ્ધિથી ધર્મનું ગહન તત્ત્વજ્ઞાન પામવા લાગી. માત્ર અગિયાર વર્ષની ઉંમરે એને સાતસો સાધ્વીની પ્રવર્તિની બનાવી. આટલી નાની વયે ધર્મલીને સાધ્વી મહત્તરાનું પદ મળ્યું. ધર્મલક્ષ્મીની વિરલ જ્ઞાનોપાસના અને ઉત્કટ તપોસાધના સતત આગળ વધતી રહી. માત્ર ૨૮ વર્ષની ઉંમરે ધર્મલક્ષ્મી કાળધર્મ પામ્યાં, પરંતુ નાની વયની ધર્મલક્ષ્મીની ધર્મભાવના ચિરસ્મરણીય બની રહી. | ગુજરાતના માતર તીર્થના જિનાલયમાં સાધ્વી ધર્મલક્ષ્મી(પદ્મલક્ષ્મીજીની પ્રતિમા મળે છે. કોઈ સાધ્વીજીની પ્રતિમા પ્રાપ્ત થતી હોય તેવું આ એકમાત્ર ઉદાહરણ છે. આમેય જિનશાસનના સાધ્વી સમુદાયમાં આટલી નાની વયે આવી ઉત્કૃષ્ટ ધર્મઆરાધના વિરલ ગણાય. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી નિર્વેદચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કીર્તિકાંત રતિલાલ શેઠ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ. lain Education interational For Private & Personal use only Page #118 -------------------------------------------------------------------------- ________________ Din Education International 2000000N *** A2 Veread www.jalnelibrary.org Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫૨સાધ્વી સુનંદા (રૂપસેન) જૈનદર્શને કર્મવાદનો અતિ ગહન વિચાર કર્યો છે. જગતમાં જે કંઈ બને છે તે સર્વે કર્માધીન છે. વળી કર્મને ભોગવ્યા , વિના ચાલવાનું નથી. આવી કર્મની ગતિ સુનંદા અને રૂપસેનના જીવનમાં પ્રગટ થાય છે. સાધ્વી બનેલી સુનંદા વૈરાગ્યના રંગે રંગાઈ હતી. તપને કારણે અવધિજ્ઞાન પામીને સંયમનું પાલન કરતી હતી. પોતાની પૂર્વાવસ્થાને જાણત ગુરુણીને કહ્યું, “મારે કારણે અત્યંત દુ:ખ ભોગવતા અને જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા રૂપસેનના મોહ પામેલા જીવને બોધ આપવા માગું છું. આપ આજ્ઞા આપો તો હું વિદ્યાદ્વીપમાં જાઉં, જ્યાં હાથી રૂપે જન્મેલા રૂપસેનનો હું ઉદ્ધાર કરી શકું.” પૂજ્ય ગુરુણીએ સાધ્વી સુનંદાના શબ્દો સાંભળીને કહ્યું, “તમે ખુશીથી જાઓ. જો કોઈ જીવનો ઉદ્ધાર થતો હોય તો હું એના માર્ગમાં અવરોધરૂપ કેમ બને ?” આ રીતે પોતાના ગુરુણીની આજ્ઞા લઈને સુનંદા સાધ્વી બીજા ચારેક સાધ્વીઓની સાથે સુગ્રામમાં આવ્યાં અને ત્યાં ચાતુર્માસ રહ્યાં. સાધ્વી સુનંદાએ જાણ્યું કે રૂપસેનનો જીવ હાથીરૂપે જન્મ્યો છે અને તે નગરના લોકો માટે ભયનો અવતાર બની ગયો છે. એની અડફેટે જે ચડતું તેને એ પગ નીચે ક્રૂર રીતે છૂંદી નાખતો હતો. એને જોતાં જ લોકો મુઠ્ઠીમાં જીવ લઈને નાસતા હતા. એના ત્રાસને કારણે ગામના પાદરમાં જતા ગ્રામજનો ડરથી ફફડતા હતો. સાધ્વી સુનંદા હાથીને પ્રતિબોધ આપવા માટે નિર્ભયતાથી એની પાસે ગયાં. નગરજનોએ એમને અકાળે મૃત્યુને આમંત્રણ નહીં આપવા ઘણું-ઘણું સમજાવ્યાં, પરંતુ સાધ્વી સુનંદા નીડરતાથી આગળ વધ્યાં. એવામાં ચિંઘાડતો હાથી દોડતો આવ્યો, પરંતુ સાધ્વીજીની આંખો સાથે આંખ મળતાં પૂર્વની રાગદશાને કારણે હાથી શાંત થઈને સ્થિર બની ગયો. સાધ્વી સુનંદાએ કહ્યું, “ક્યાં સુધી મોહવશ થઈ દુઃખી થવું છે ? મારા પરના મોહને કારણે કેટકેટલાં દુઃખો સહન કરે છે? મોહપાશથી બંધાયેલા તે અનુરાગ અને આસક્તિમાં છ-છ ભવ ગુમાવ્યા અને આ સાતમો ભવ વેડફી દેવા તૈયાર થયો છે. સમજ, જરા સમજ.” સાધ્વી સુનંદાએ હાથીને એના પૂર્વભવોની વાત કરી. એણે કહ્યું, “રૂપસેન, જ્યારે તું માનવઅવતારમાં હતો ત્યારે મારા પ્રત્યેના મોહમાં ભાન ભૂલ્યો અને એ અવતારમાં મને પ્રાપ્ત કરી શક્યો નહીં, બલ્ક ભીત નીચે દટાઈને અકાળે મૃત્યુ પામ્યો. તારાં સોનેરી સ્વપ્નાં મનમાં જ રહ્યાં. પૂર્વભવના મોહને કારણે તું મારા ગર્ભમાં આવ્યો, ત્યારે હું કુંવારિકા હોવાથી યુક્તિપ્રયુક્તિથી એ ગર્ભનો નાશ કરવામાં આવ્યો. એ પછી તારો જીવ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા પૃથ્વીવલ્લભના ઉદ્યાનમાં રહેલી સાપણના પેટે જન્મ્યો. આ સમયે સાપણરૂપે રાજા પૃથ્વીવલ્લભની રાણી બનેલી મારી પાછળ પડ્યો. ત્યારે મારા પતિ પૃથ્વીવલ્લભે તને મારી નાખ્યો. ચોથા ભવમાં તારો જીવ કાગડો બનીને આવ્યો. એ સમયે રાજા પૃથ્વીવલ્લભ સાથે હું સંગીતની મહેફિલ માણતી હતી ત્યારે ‘કા' કા. અવાજથી વિક્ષેપ પાડતા તને રાજાએ ઉડાડવા પ્રયત્ન કર્યો, કિંતુ મારા પ્રત્યેના મોહપાશમાં બંધાયેલો તારો જીવ ત્યાંથી તસુભાર ખસતો નહોતો, તેથી રાજાએ તને મારી નખાવ્યો. એ પછી પાંચમા ભવમાં તારો જીવ હંસ બન્યો. રાજા પૃથ્વીવલ્લભ સાથે હું ઘટાદાર વૃક્ષની છાયામાં બેઠી હતી, ત્યારે મારી પાસે બેસીને આનંદ અનુભવતો તું હંસરૂ પે મધુર ગાન કરતો હતો. એવામાં એક કાગડો વિષ્ટા કરીને ઊડી ગયો. તું મોહવશ હંસ મને એકીટસે જોતો રહ્યો. રાજાના વસ્ત્ર પર કાગડાની વિષ્ટા પડતાં રાજા ગુસ્સે ભરાયો અને હંસને મારી નાખ્યો. એ પછી છઠ્ઠા અવતારમાં તું હરણ બન્યો. એ હરણને મારીને રાજા પૃથ્વીવલ્લભની સાથે ભોજન કરતી હતી, ત્યારે એક ચાર જ્ઞાનના ધારક મુનિએ મને મારા અને તમારા પૂર્વભવોની વાત કરી. કર્મની આવી ગતિ અને મોહદશાના પરિણામને જાણ્યા બાદ મારાં પોતાનાં પાપોની મુક્તિ માટે ચારિત્ર ગ્રહણ કર્યું.” સુનંદા સાધ્વી પાસેથી પોતાના છ પૂર્વભવની વાત સાંભળીને એ હાથી શાંત બની ગયો. તિર્યંચ(પશુ) ભવમાં પણ એણે ઉત્તમ ધર્મ સ્વીકાર્યો. એ તપ કરતો સમાધિયુક્ત મૃત્યુ પામ્યો અને આઠમા દેવલોકનો દેવ બન્યો. સમય જતાં અંતે એ સિદ્ધિપદ પામ્યો. એ જ રીતે સુનંદા સાધ્વી પણ કર્મો ખપાવી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અક્ષયપદ પામ્યાં. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી નિરાશચંદ્ર વિજયજી મ.ના ઉપદેશથી અ. સ. કોક્લિાબહેન કીર્તિકાંત શેઠ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ. Jan Education Interational For Private & Personal use only www.jalnelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ SETTER ETTER VVVVV OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO FEE VUOTTOTITOY TV STATIS Jain Education international For Private & Personal use only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૩. સાધ્વી બંસાલા અપાર સમૃદ્ધિ ધરાવતા પૃથ્વીપુરના રાજવી જયસિંહ અને મહારાણી જયસેના નિઃસંતાન હોવાથી સદૈવ અજંપો અને અકળામણ અનુભવતાં હતાં. નગરજનો પણ રાજવારસના થનારા અભાવને કારણે અતિ ચિંતિત હતા. આખરે લગ્નજીવનના પાંત્રીસ વર્ષ બાદ રાજદંપતીને સદ્ભાગ્ય સાંપડ્યું અને મહારાણી જયસેના ગર્ભવતી થયાં. રાણી જયસેનાને પુત્રજન્મ થતાં સમગ્ર રાજ્યમાં સર્વત્ર આનંદ-ઉત્સવ રચાઈ ગયો. રાજકુમારનું નામ મુક્તસિંહ રાખવામાં આવ્યું, કિંતુ પુત્રજન્મનો આનંદ હજી ગાઢ બને તે પહેલાં પુત્રવિરહની શંકાઓ ઘેરાઈ વળી. જ્યોતિષી પંડિત વિષ્ણુ ભટ્ટે નવજાત શિશુનું ભવિષ્ય ભાખતાં કહ્યું કે આ રાજકુમાર જીવશે તો પરાક્રમી અને યશસ્વી બનશે, કિંતુ એનું આયુષ્ય અતિ અલ્પ - માત્ર છ મહિનાનું જ - છે. કોઈ પર્વતના શિખર પરથી એકાએક ખીણમાં પડી જાય, તેવો આઘાત અનુભવતા રાજાએ મહાજ્યોતિષીને એનું ભાગ્ય પલટી નાખવા માટે આજીજી કરી. જ્યોતિષી પંડિત વિષ્ણુ ભટ્ટે કહ્યું કે જો કોઈ બાર વર્ષની સુલક્ષણા કન્યા આ નવજાત શિશુ સાથે લગ્નબંધન બાંધે, તો એ કન્યાની પવિત્રતા અને એના સતીત્વનું તેજ કવચરૂપ બનીને રાજકુમારને યમરાજના પાશમાંથી બચાવશે. સવાલ એ હતો કે આટલા નાના શિશુ સાથે કોણ પોતાની બાર વર્ષની કન્યાને પરણાવે ? પૃથ્વીપુરના આ રાજવીએ એવી ચાલાકીભરી યોજના કરી કે એને પરિણામે કનકવતી નગરીના રાજા મકરધ્વજની પુત્રી બંસાલા સાથે એનાં લગ્ન થયાં. લગ્નની પ્રથમ રાત્રીએ જ બંસાલાને આની જાણ થઈ. બંસાલાના સસરાએ શિશુના ગળા પર કપડાની ગાંઠ બાંધીને પત્ર રાખ્યો હતો અને એમાં ક્ષમા યાચવાની સાથે ભવિષ્યવેત્તાએ ભાખેલા ભાવિની વાત લખી હતી. બંસાલાએ વિચાર કર્યો કે મારા પૂર્વભવનાં કર્મોને કારણે આ ઘટિત થયું છે. હું કોઈને દોષ આપી શકું તેમ નથી. પોતાના શિશુ પતિનું જતન કરીને એમને આયુષ્યમાન કરવાનો એણે નિરધાર કર્યો. બંસાલાના પિતા રાજા મકરધ્વજને રાજા જયસિંહના પ્રપંચખેલની જાણ થતાં કોપાયમાન થયા. બંસાલાએ પિતાને સમજાવ્યા અને પોતાના પિયરથી રથમાં બેસીને કનકવતી નગરીને પારકી માનતી બંસાલા ભાગ્યને આશરે ચાલી નીકળી. રસ્તામાં ભૂખ્યો બાળક મુકનસિંહ રડવા લાગ્યો, પણ બંસાલા કરે શું ? બંસાલા નવકાર મંત્રનો જાપ જપવા લાગી. આકાશમાર્ગે વિમાનમાં બેસીને જતી એક દેવી આ જાપ સાંભળતાં નીચે આવી અને એણે બંસાલાને કહ્યું, “તને એક પ્રસૂતા હરિણી આપું છું. એ તારા શિશુસ્વામીને સ્તનપાન કરાવશે.” બંસાલાની મૂંઝવણ ટળી ગઈ. પંદર દિવસ બાદ એક વાર કંચનપુરના રાજા મણિચૂડની નાની રાણીએ વનમાં વસતો આ બાળક જોયો. રાજા મણિચૂડને બે રાણી હોવા છતાં તે અપુત્ર હતો. નાની રાણીએ બંસાલાને સુતેલી જોઈને શિશુને ઉઠાવી લીધું અને નગરમાં લાવી. કંચનપુરમાં નાની રાણીને કૂખે પુત્રજન્મની વાત ફેલાવવામાં આવી અને ભવ્ય જન્મોત્સવ ઊજવવામાં આવ્યો. આ બાળકનું નામ રણજિતસિંહ રાખવામાં આવ્યું. બંસાલાએ દેવીની સહાયથી જાણ્યું કે એનો સ્વામી મુકનસિંહ હવે રણજિતસિંહનું નામ ધારણ કરીને કંચનપુરના રાજાને ત્યાં ઊછરી રહ્યો છે. એવામાં કંચનપુરના રાજાની મોટી રાણીએ નાની રાણીનો ભેદ ખુલ્લો પાડી દીધો, આથી રાજા મણિચૂડે લાકડાની એક પેટીમાં મૂકીને આ બાળકને ગંગા નદીમાં પધરાવી દીધું. આ બાળક નંદ નામના હજારો ગાયો રાખતા ધનવાન પણ અપુત્ર ગોવાળને મળ્યો. ગોવાળે ગંગામાંથી મળ્યો હોવાથી એનું નામ ગંગાસિંહ રાખ્યું. ગંગાસિંહ નંદ ગોવાળને ત્યાં ઊછરવા લાગ્યો. સતી બંસાલા દેવીની સહાયથી દૂર રહ્યે રહ્યે એની ખબર રાખતી હતી. આ ગંગાસિંહ યુવાન થયો અને જુદા જુદા સમયે જુદી જુદી નવ નારીઓ સાથે એનાં લગ્ન થયાં. એની દસમી અને પહેલી પત્ની તો બંસાલા હતી, પણ એની એને જાણ નહોતી. બંસાલાએ જ્યારે ગંગાસિંહ સમક્ષ રહસ્ય પ્રગટ કર્યું ત્યારે નંદસિંહ ગોવાળ, લક્ષ્મી ગોવાળણ અને ગંગાસિંહે કહ્યું, “આવી ધડ-માથા વગરની વાતો શું કરે છે ?” બંસાલાએ નિર્ભયતાથી દેવીની સહાયથી એના જીવનની તમામ ઘટનાઓ વર્ણવી. દેવીએ પ્રગટ થઈને આશ્ચર્યજનક ઘટનાઓની સાક્ષી આપી. ગંગાસિંહને બંસાલાના સતીત્વ માટે આદર થયો. એ પછી રાજ્યમાં પાછા ફરેલા મુકત્તસિંહે લાંબા સમય સુધી રાજ્ય કર્યું. એક વાર બંસાલાએ એની સમક્ષ દીક્ષાની ભાવના પ્રગટ કરી ત્યારે મુકનસિંહ અને બંસાલા બંને સાધુતાને પંથે ચાલ્યાં. એમની પાછળ નવ રાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. ધર્મસ્નેહસૌજન્ય dain Education International પૂ. મુનિ શ્રી કૈરવચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કુ. તેજલ કીર્તિકાંત શેઠ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ. Page #122 -------------------------------------------------------------------------- ________________ NY Dain Education International AAT Jo Page #123 -------------------------------------------------------------------------- ________________ પ૪. સાધ્વી પદ્માવતી (ચિત્રસેન) રાજ કુમાર ચિત્રસેનને સમજાવતાં એના મિત્ર રત્નસારે કહ્યું, “હે રાજ કુમાર ! તું આ સુંદર અને લાવણ્યવતી નારીની પ્રતિમા પર મોહિત થઈને રાતદિવસ એના વિચારમાં ડૂબેલો રહે છે અને તારા તરફ મોહ પામતી દુનિયાની અનેક સુંદરીઓનો લેશ વિચાર પણ કરતો નથી. તારી આ વિચિત્ર ઘેલછાનો ત્યાગ કરે તે તારા હિતમાં છે.” - રાજકુમાર ચિત્રસેને પોતાની અસમર્થતા પ્રગટ કરતાં કહ્યું, “મારે ગમે તે ભોગે પણ આ પ્રતિમાવાળી રાજકુમારીની શોધ કરવી છે.” મંત્રીપુત્ર રત્નસારે કેવળી મુનિને વિનંતી કરતાં મુનિએ કહ્યું, “આ પથ્થરની પ્રતિમા એ રાજકુમારી પદ્માવતીની પ્રતિકૃતિ છે. પદ્મપુર નગરના પઘરથ રાજાની પદ્મશ્રી રાણીએ પદ્માવતીને જન્મ આપ્યો છે. સાગર નામના શિલ્પીએ એના રૂ૫-લાવણ્યને પથ્થરમાં કંડાર્યું છે, પરંતુ પદ્માવતીને પુરુષ જાતિ પ્રત્યે અપાર દ્વેષ હોવાથી અત્યાર સુધી અપરિણીત રહી છે.” રાજ કુમાર ચિત્રસેનને આશા-નિરાશા બંને એકસાથે મળ્યા. મુનિરાજે આ પ્રશ્નનું સમાધાન આપતાં કહ્યું, “પૂર્વભવના સંબંધને કારણે ચિત્રસેનના લગ્ન તો પદ્માવતી સાથે જ થશે, પરંતુ એ જ પૂર્વભવની એક દારુણ ઘટનાને કારણે પદ્માવતી પુરુષદ્વેષી બની છે. પૂર્વભવમાં એક વનમાં હંસ-હંસી એમનાં બચ્ચાં સાથે આનંદપૂર્વક રહેતાં હતાં. એક વાર વનમાં દાવાનળ લાગતાં હંસ આગ બુઝાવવા સરોવરમાં પાણી લેવા ગયો. સરોવર દૂર હોવાથી હંસને પાછા ફરતાં વાર લાગી. પોતાનાં બચ્ચાંઓને લઈને એકલી હંસી ઊડી શકે તેમ નહોતી. દાવાનળમાંથી બચાવવા માટે હંસ આવ્યો નહીં તેથી હંસી વિચારવા લાગી કે પુરુષો કેવા અહંકારી હોય છે અને સદાય નારીની ઉપેક્ષા કરનારા છે. જો પુરુષો આટલા બધા સ્વાર્થી હોય છે એવી જાણ હોત, તો એ જીવનભર એકલી જ રહેત. આમ પુરુષદ્વેષથી ઘેરાયેલી હંસી બચ્ચાંસહિત બળી મરી, હંસ પાછો ફર્યો ત્યારે પોતાની પત્ની અને બચ્ચાંઓને ખાખ થયેલાં જોઈને વિલાપ કરતો કરતો ખુદ દાવાનળમાં ઝંપલાવીને સળગી ગયો.” મુનિરાજે આ પૂર્વભવની કથા કહ્યા બાદ ઉપાય બતાવતાં કહ્યું કે જો તમે પદ્માવતીને તેના પૂર્વભવનાં ચિત્રો બતાવશો તો તાપથી બરફ ઓગળે એમ એનો પુરુ ષદ્વેષ ઓગળી જશે અને લગ્ન કરવા ઉત્સુક બનશે. બન્યું પણ એવું જ. રાજા પઘરથની પુત્રી પદ્માવતીનાં લગ્ન ચિત્રસેન સાથે થયાં. ઘણો સમય વીતી ગયો હોવાથી ચિત્રસેનને વસંતપુરનું સ્મરણ થવા લાગ્યું. વસંતપુરની નદીઓ, મકાનો, ગલીઓ અને નગરજનોની યાદ સતાવવા લાગી. ચારે પ્રકારની સેના, ધનસંપત્તિ અને અંગરક્ષકો સહિત પત્ની પદ્માવતી અને મિત્ર રત્નસારને લઈને એણે વસંતપુરમાં પ્રયાણ કર્યું. અહીં વસંતપુરના રાજા વીરસેન અને ચિત્રસેનની સાવકી માતાએ એને મારી નાખવાના ત્રણ ઉપાયો કર્યા, પણ ત્રણેય નિષ્ફળ ગયા. એક રાત્રે એક કાળો નાગ રાજકુમારને કરડશે અને જો એમાંથી રાજ કુમાર ઊગરી જશે તો એ કલિંગની પ્રજા પર વર્ષો સુધી શાસન કરશે, આવી વાત યક્ષ પાસેથી રત્નસારે સાંભળી. એ રાત્રે રત્નસારે ચિત્રસેનના શયનખંડમાં આવેલા સર્પના તલવારથી ટુકડા કર્યા અને સર્પના લોહીનાં ટીપાં રાણી પદ્માવતીની જાંઘ પર પડ્યાં. ઝેરી સાપના લોહીનાં ટીપાં રાણીને ઘાતક નીવડશે એમ વિચારીને પોતાના ઉત્તરીય વડે રત્નસાર લોહીનાં ટીપાં લૂછવા જતો હતો, ત્યાં એકાએક જાગી ઊઠેલા રાજાએ આ દૃશ્ય જોયું અને તે શંકાથી ઘેરાઈ ગયો. રત્નસાર બધું જણાવે તો યક્ષના કહેવા પ્રમાણે એ કાળો પથ્થર બની જાય અને ન જણાવે તો ચિત્રસેનને શંકા જાય, આખરે રત્નસારે સત્ય હકીકત કહી અને તે પથ્થરનો બની ગયો. રત્નસાર પર કરેલી શંકા અને એણે કરેલું સમર્પણ વિચારતા ચિત્રસેને ગુણવાન મિત્રની સાથે જ ચિતાશયન કરવાનો વિચાર કર્યો, પરંતુ એ સમયે પ્રસન્ન થયેલા યક્ષે કહ્યું, “વિશુદ્ધ શીલવતી કોઈ સ્ત્રી પોતાના નવજાત શિશુને લઈને પથ્થરના રત્નસારને સ્પર્શ કરશે તો તે ફરી નરદેહી બનશે.” રાણી પદ્માવતીને ત્યાં પુત્રજન્મ થયો અને એણે સ્પર્શ કરતાં શીલવતીના તેજથી રત્નસાર જીવતો થયો. આ ત્રણેએ પાવન અષ્ટાપદ તીર્થની યાત્રા કરી અને જ્ઞાની મુનિના ઉપદેશથી વૈરાગ્ય અપનાવીને મોક્ષ પ્રાપ્ત કર્યો. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સુયશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કુ. દીપા કીર્તિકાંત શેઠ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ. in Education Intemala For Private & Personal use on www.minelibrary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ BOSS OR പിന്മാറാജിനിയറിവന്ന പരാതി നൽ തിനാവശ്യമായി MA D OOR Jain Education Inten www.feinelibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ ૫૫. મહામંત્રી અભયકુમાર ભગવાન મહાવીરના પાવન ઉપદેશોનો પ્રભાવ આમજનતાથી માંડીને એમના સમયના રાજા-મહારાજાઓ સુધી પડ્યો હતો. ભગવાન મહાવીરના પરમ ઉપાસકોમાં એક મગધરાજ શ્રેણિક બિંબિસાર પણ હતા. શ્રેણિક બિંબિસારના પુત્ર અભયકુમાર વિશે ઐતિહાસિક પ્રમાણો મળે છે. જેનોની દિગમ્બર અને શ્વેતામ્બર એવી બંને પંરપરામાં મંત્રીશ્વર અભયકુમારના પ્રમાણભૂત ઉલ્લેખો મળે છે પણ એથીય વિશેષ પ્રાચીન બૌદ્ધ આગમ “મઝિમનિકાય'માં પણ અભયકુમારનો ભગવાન મહાવીરના પરમભક્ત તરીકે ઉલ્લેખ છે. એવી પણ નોંધ મળે છે કે અભયકુમારે એક વખત ગૌતમ બુદ્ધનો પણ આદર-સત્કાર કર્યો હતો. આમાં અભયકુમારની અન્ય ધર્મ પ્રત્યેની ઉદાર અને વ્યાપક ભાવના પ્રગટ થાય છે. જૈન ધર્મની એક વિશેષતા અન્ય ધર્મો પ્રત્યેના આદરની છે અને તેનો જીવંત પુરાવો છેક મહાવીરસ્વામીના સમયમાં થઈ ગયેલા મંત્રીશ્વર અભયકુમારના જીવનમાં પ્રગટ થાય છે. ભગવાન મહાવીરના સમયમાં થયેલા રાજા શ્રેણિકના મહામંત્રી અભયકુમારમાં અપ્રતિમ બુદ્ધિ, ઉન્નત ધર્મભાવના અને આદર્શરૂપ નિ:સ્પૃહવૃત્તિ હતી. પોતાની કુશાગ્ર બુદ્ધિથી મંત્રીશ્વર અભયકુમારે અત્યંત મુશ્કેલ અને કઠિન લાગતી સમસ્યાઓનો સરળતાથી ઉકેલ શોધી આપ્યો હતો. આથી દીપાવલી પર્વ સમયે પૂજન કરતી વખતે ચોપડામાં ‘અભયકુમારની બુદ્ધિ હોજો” એવી પ્રાર્થના લખાય છે. અભયકુમારના પિતા શ્રેણિક બિંબિસારે તેમને પાણી વિનાના કૂવામાં નાખેલી વીંટી કૂવામાં ઊતર્યા વિના બહાર કાઢવાનો પડકાર ફેંક્યો. બુદ્ધિશાળી અભયકુમારે વીંટી પર ગોબર નાખીને એને સૂકવવા દીધું. એ પછી એ કૂવાને પાણીથી ભરીને સુકાયેલા ગોબર સાથે વીંટી બહાર કાઢી આપી. આવી જ રીતે પોતાની બુદ્ધિશક્તિથી અભયકુમારે રાજાના બાગમાં થતી કેરીની ચોરી પકડી પાડી હતી. એક સમયે રાજા શ્રેણિક ચાંડાલ પાસેથી આકર્ષિણી વિદ્યા શીખવા માગતા હતા. અનેક પ્રયાસ કરવા છતાં રાજા શ્રેણિકને વિદ્યા ચડતી નહોતી. અભયકુમારે એમની વિફળતાનું કારણ શોધી કાઢ્યું. એમણે કહ્યું કે, સિંહાસન પર બેસીને કોઈ વિદ્યા પ્રાપ્ત થાય નહીં. ચાંડાલને સિંહાસન પર બેસાડી ગુરુવિનય દાખવો તો જ વિદ્યાદેવી રીઝે.” આમ કહીને અભયકુમારે વિદ્યાગુરુનું ગૌરવ કર્યું. અત્યંત મેધાવી, ન્યાયપ્રિય, પ્રજાવત્સલ અને આદર્શ મહામંત્રીના રૂપમાં અભયકુમારની ખ્યાતિ હતી. વેશપલટો કરીને પ્રજાની યાતના અને મનોભાવનાનો પ્રત્યક્ષ પરિચય મેળવતા હતા. રાજ્યની સામે થતાં પયંત્રોને એ નિષ્ફળ કરી દેતા. મહામંત્રી અભયકુમારના આવા અનેક પ્રસંગો અને કથાઓ જનસમૂહમાં પ્રચલિત હતા. એ દર્શાવે છે કે એમનો બુદ્ધિપ્રભાવ કેવો વ્યાપક હતો. પ્રાચીન જૈન સાહિત્યમાં પણ મંત્રીશ્વર અભયકુમાર વિશે અનેક ઘટનાઓ મળે છે. રાજકુમાર અભયમાં ઉદારતા, સૌજન્ય અને નિ:સ્પૃહીપણું હતું. રાજા શ્રેણિકે એમને પોતાના ઉત્તરાધિકારી તરીકે નીમવાનો વિચાર કર્યો ત્યારે અભયકુમારે સહુની સંમતિ લઈને પ્રભુ મહાવીરના શરણમાં જઈને દીક્ષા લીધી. મુનિ અભયકુમારે દેશ-વિદેશ વિહાર કરીને ભગવાન મહાવીરનો ઉપદેશ ફેલાવ્યો. એ સમયે પારસ્ય તરીકે ઓળખાતા (આજના ઈરાન) દેશનો રાજકુમાર આદ્રક અભયકુમારનો મિત્ર હતો. મુનિપણું ધારણ કરનાર અભયકુમાર પારસ્ય દેશમાં ગયા ત્યારે એમને કારણે પારસ્ય દેશના રાજ કુમાર આદ્રક ભગવાન મહાવીરની ભાવનાઓ પામ્યા અને સમય જતાં એ પ્રભુ મહાવીરના શિષ્ય બન્યા. એક મત એવો પણ છે કે આર્દકની વિનંતીથી અભયકુમારે સુવર્ણની જિનપ્રતિમા મોકલી હતી અને એ જિનપ્રતિમાના દર્શનથી જ આદ્રક વૈરાગ્યશીલ બનીને ભારત આવવા નીકળી પડ્યા. એમના કુટુંબીજનોએ આદ્રને અટકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. અંતે આદ્રક પ્રભુ મહાવીરના શરણમાં પહોંચ્યા હતા. આમ બુદ્ધિનિધાન મંત્રીશ્વર અભયકુમારે મુનિરાજ અભયકુમાર તરીકે પણ જિનશાસનની કીર્તિગાથામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. - ધર્મસ્નેહસૌજન્ય નરેશચંદ્ર મોહનલાલ શાહ પરિવાર, હ, ધર્મપત્ની ચંદ્રાબહેન, પુત્ર નિખિલભાઈ, એ, સૌ. નિકિતાબહેન, પૌત્ર વિરલ, પૌત્રી હીરલ, અમદાવાદ sek Jain Education Page #126 -------------------------------------------------------------------------- ________________ TORI DOBRO SUGA STA Vain Education Internatibo www.Binelibrary.org Page #127 -------------------------------------------------------------------------- ________________ ૫૬. અાક્કકુમાર આદ્રપુરના રાજવી આદ્ર અને રાજગૃહી નગરીના રાજવી શ્રેણિક વચ્ચે મૈત્રી સંબંધ બંધાયો. રાજા શ્રેણિકે વેપારીઓની સાથે આર્દુ રાજાને કીમતી ભેટો મોકલી. ફળપરંપરાથી ચાલી આવતા સ્નેહસંબંધને વિકસાવવા માટે મગધના રાજવી શ્રેણિકના પુત્ર અભયકુમારને રાજા આદ્રના પુત્ર આદ્રકકુમારે મુલ્યવાન ભેટ મોકલી. એના મૈત્રીભર્યા વતવથી પ્રસન્ન થયેલા અભયકુમારે વિચાર્યું કે અનાર્ય દેશમાં વસતા આદ્રકને કોઈ એવી ભેટ મોકલું કે જેથી એના હૃદયમાં જૈન ધર્મ તરફ સ્નેહ જાગે. આથી આદિનાથ ભગવાનની એક અહેતુ પ્રતિમા પેટીમાં મૂકીને દૂત મારફતે મોકલી અને વિનંતી કરી કે આ પેટીને આદ્રકકુમારે અત્યંત શાંત અને પવિત્ર સ્થળે તથા એકાંતમાં ખોલવી. શ્રી આદિનાથ ભગવાનની મનોહર પ્રતિમા જોતાં જ આર્દકકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ ભવથી પૂર્વે ત્રીજા ભવમાં મગધના વસંતપુર નગરમાં સામાયિક નામે ગૃહસ્થ હતો. એની પત્નીનું નામ બંધુમતી હતું, પરંતુ કર્માધીન આ ભવે એ અનાર્ય દેશનો રાજ કુમાર બન્યો અને એની પત્ની બંધુમતી વસંતપુર નગરના શ્રેષ્ઠીની પુત્રી શ્રીમતી બની. - પૂર્વભવનો આવો વૃત્તાંત જાણ્યા પછી આદ્રકકુમારે દીક્ષા માટે પિતાની અનુમતિ માગી, પરંતુ પિતાએ વિરોધ કરતાં એણે ચૂપચાપ સાધુવેશ પહેરી લીધો. આદ્રકમુનિ ચાલતાં ચાલતાં વસંતપુર આવ્યા અને એક યક્ષમંદિરમાં ધ્યાન કરતા હતા. આ સમયે વસંતપુર નગરના શ્રેષ્ઠીની પુત્રી શ્રીમતી પોતાની સખીઓ સાથે યક્ષમંદિરમાં આંધળોપાટોની રમત ખેલવા આવી હતી. આ રમત રમાતી હતી, ત્યારે આંખે પાટા બાંધેલી શ્રીમતીએ આદ્રકમુનિને થાંભલો સમજીને જોરથી પકડી લીધા. એને જ્યારે ખ્યાલ આવ્યો કે આ જડ થાંભલાને બદલે જીવંત પુરુષ છે, તો એણે એની સખીઓને કહ્યું, “હું તો આ ઊભેલા પુરુષને મનોમન વરી ચૂકી છું.” આ સમયે આકાશમાં રહેલા દેવોએ રત્નોની વૃષ્ટિ કરી. આદ્રકમુનિએ વિચાર્યું કે આવા લોભામણા સ્થાને થોડો સમય રહેવાથી પણ મારા વ્રતરૂપી વૃક્ષને ઝંઝાવાતી વાયુ જેવો મનને ગમે તેવો ઉપસર્ગ થયો, તેથી હવે અહીં વધારે રહેવું સાધુને માટે યોગ્ય નથી. આમ વિચારી આદ્રકમુનિ ચાલી નીકળ્યા, પરંતુ બાર વર્ષ બાદ તેઓ ફરી અહીં આવ્યા અને એ સમયે શ્રીમતીએ કહ્યું, “હે નાથ ! તે દિવસે દેવાલયમાં હું તમને વરી હતી. તમે જ મારા પતિ છો. તે દિવસે તો તમે મને ત્યજીને ચાલ્યા ગયા હતા, પરંતુ હવે તમે મારી અવજ્ઞા કરશો તો હું અગ્નિમાં પડીને જીવતી બળી મરીશ.” શ્રીમતીના પિતાએ પણ મુનિ આદ્રને સમજાવ્યા. આદ્રકકુમાર શ્રીમતી સાથે વિવાહ કરીને એના નિવાસસ્થાને વસવા લાગ્યા. બાર વર્ષ પછી ફરી તેમને દીક્ષા લેવાની ભાવના જાગી. આ સમયે શ્રીમતી રૂની પૂણી લઈને ત્રાક કાંતવા લાગી. શ્રીમતીના પુત્ર એને પૂછવું, સાધારણ માણસો કામ કરે છે એવું કામ તું શા માટે કરે છે ?” ત્યારે શ્રીમતીએ જવાબ આપ્યો કે, “તારા પિતા હવે દીક્ષા લેવાના હોવાથી પતિરહિતા એવી તેના માટે આજીવિકા કાજે હવે ત્રાકનું જ શરણ છે.” પુત્રએ કાલીઘેલી ભાષામાં માતાને કહ્યું, “હું મારા પિતાને બાંધી રાખીશ, પછી તે શી રીતે જઈ શકશે ?” આમ કહી એ બાળકે પિતાના ચરણને ત્રાકના સૂતરથી વીંટવા માંડ્યા. આદ્રકકુમારે વિચાર્યું કે ઓહ આ બાળકના સ્નેહનું બંધન કેવું છે ! જે મને બાંધી રાખે છે તેના સ્નેહને વશ થઈ હું દીક્ષા નહીં લઉં. તેણે સૂતરના તાંતણાથી જેટલા આંટા લીધા છે તેટલાં વર્ષ હું ગૃહસ્થ અવસ્થામાં રહીશ, - આદ્રકકુમારે પગના તંતુબંધ ગણ્યા. એ બાર હોવાથી એમણે બાર વર્ષ ગૃહસ્થાશ્રમમાં ગાળ્યાં. એ પછી આદ્રકકુમાર મુનિ થઈને ઘરમાંથી ચાલી નીકળ્યા. તેઓએ ભગવાન મહાવીરનાં દર્શન માટે રાજ ગૃહ તરફ વિહાર કર્યો. માર્ગમાં આદ્રકમુનિને વિવિધ મતોના અનુયાયી મળ્યા. આદ્રકમુનિએ ગોશાલક, બૌદ્ધ ભિક્ષુ, વેદવાદી બ્રાહ્મણ, આત્માદ્વૈતવાદી, હસ્તી તાપસ વગેરેની સાથે ચર્ચા કરીને બધાના મતનું ખંડન કર્યું. ભગવાન મહાવીર વિશે પ્રવર્તેલી ભ્રાંતિ અને વિરોધીઓના આરોપોનું એમણે કરેલું તર્કસંગત ખંડન “શ્રી સૂત્રકૃતાંગ' નામના આગમમાં મળે છે. આદ્રકમુનિ પ્રભુ મહાવીર પાસે ગયા. એમના દ્વારા પ્રતિબોધિત પાંચસો વ્યક્તિઓને પ્રભુ મહાવીરે દીક્ષા આપીને એમને સોંપ્યા. આ સમયે ભગવાન મહાવીરનો રાજ ગ્રહ નગરીમાં ઓગણીસમો વર્ષાવાસ ચાલતો હતો. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી અમરચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી વાડીલાલ ચંદુભાઈ શેરદલાલ પરિવાર, અમદાવાદ Main Education Page #128 -------------------------------------------------------------------------- ________________ OWN ONONTON Op YOOOOo oo Jain Education Internal For Private & Persoal use only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫૭. કામદેવ શ્રાવક દ્વાદશાંગીના પ્રાચીન ગ્રંથોમાં સાતમું અંગ તે ‘ઉવાસગદસાઓ' (ઉપાસક દશા). એના બીજા અધ્યાયમાં કામદેવ શ્રાવકના ધર્મનિષ્ઠ અને સાધનાપૂર્ણ જીવનનું ચરિત્ર-આલેખન મળે છે. ચંપાનગરીના મહાધનિક કામદેવે ઉત્તમ રીતે શ્રાવક ધર્મનું નિરંતર પાલન કરતાં ૧૪ વર્ષ વ્યતીત કર્યા. પંદરમા વર્ષે કામદેવે નિશ્ચય કર્યો કે સંસારવ્યવહારનો સઘળો કારભાર સંતાનોને સોંપીને મારે શેષ જીવનમાં શ્રાવકની બાર મહાપ્રતિજ્ઞાઓ વહન કરવી છે. અઢાર કોટિ દ્રવ્ય અને દસ-દસ હજાર ગાયોવાળા છે. ગોકુળના માલિક કામદેવ એક દિવસ પ્રાત:કાળે સઘળી સંપત્તિ અને સંસાર છોડીને પૌષધશાળામાં જઈને દર્ભના સંથારા પર બેસી પ્રભુધ્યાન ધરવા લાગ્યા. એક વાર સૌધર્મેન્દ્ર પોતાની સભામાં કામદેવ શ્રાવકની ધર્મપરાયણતાની મુક્ત કંઠે પ્રશંસા કરી. એક દેવે કહ્યું, “માનવની ધર્મનિષ્ઠા કેવી ? ભય, સંપત્તિ કે સુંદરી આગળ ચળી જાય તેવી !” આથી દેવે કામદેવની કસોટી કરવાનું નક્કી કર્યું. એણે કામદેવ શ્રાવક ધ્યાનમાં લીન હતા ત્યારે દૈવી શક્તિથી કાળજું કંપી ઊઠે તેવાં ભયાવહ રૂપો ધારણ કર્યા અને કામદેવને ડરાવવા લાગ્યો. એણે હાથમાં ખડ્રગ લીધું. વાતાવરણના રૂંવેરૂંવાને કંપાવે તેવું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ત્રાડ નાખતા અવાજે બોલ્યો, - “તું આ ધર્મ-આરાધનાનો અંચળો તજી દે ! જો ધર્મને છોડીશ નહિ, તો આ તીક્ષ્ણ ખગ વડે હું તારું મસ્તક વાઢી નાખીશ. ભયભીત બનીને તું અકાળે મરણને શરણ જ ઈશ. પરિણામે આર્તધ્યાનવાળો તું અનંત દુર્ગતિનું દુઃખ પામીશ. આવી અધોગતિમાંથી બચવાનો એક જ ઉપાય છે અને તે પૌષધશાળા છોડીને સીધેસીધો ઘરભેગો થઈ જા.” | દેવની ધમકી કે એનાં શસ્ત્રોથી કામદેવનું રૂંવાડું પણ હાલ્યું નહીં. દેવે અકળાઈને ફરી વાર જોરથી ત્રાડ પાડીને ડરાવવા કોશિશ કરી, ત્યારે કામદેવે કહ્યું, - “હું મારા ધર્મમાં અડગ છું. આરાધનામાં અચલ છું. આ ધર્મે મને એવો અભય આપ્યો છે કે ભયની તારી કોઈ ધમકી કે તારું કોઈ હિંસક કૃત્ય મારા પર કશી અસર કરશે નહીં.” - એ પછી દેવે તોફાની હાથી અને ફણાવાળા મહાભયંકર સર્પનું રૂપ લીધું. આ સર્ષે એના શરીર પર ત્રણ ભરડા લીધા. એના કંઠ પર, ગળા પર કાળક્ટ વિષનો ડંશ દીધો, કામદેવના દેહમાં વિષની પારાવાર વેદના જાગી. પણ વેદના તો દેહને હતી, આત્માને નહિ. એનો આત્મા તો પ્રભુ મહાવીરનું સ્મરણ કરતો અધિક ને અધિક શુભ ધ્યાન કરી રહ્યો હતો. દેવતાના ડરાવવાના અને લોભાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એ હાર્યો. ભય અને ડરથી શ્રાવક પર વિજય મેળવવા આવેલા દેવને સમજાયું કે એ ખુદ ભીંત ભૂલ્યો છે. પોતાના ગર્વમાં ભાન ભૂલ્યો છે. એણે મહાશ્રાવક કામદેવને પ્રણામ કર્યા અને કહ્યું, “મને ક્ષમા આપો, ભગવાન મહાવીરસ્વામીના ધર્મમાર્ગમાં સ્થિર એવા તમે સાચા અને દઢ ઉપાસક છો. તમારા આવા સમકિત રૂપને જોવાથી મારું અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે. ચંદનના વૃક્ષની જેમ આપે કેટલાંય વાવાઝોડાં સહન કરીને મને સમ્યક્ત્વરૂપી સુગંધ આપી છે, આપના ધર્માચાર્ય પ્રભુ મહાવીર છે, પણ મારા ધર્માચાર્ય તો આપ જ છો.” આમ મહાશ્રાવક કામદેવની ત્રણ પ્રદક્ષિણા કરી, એમના ઉપકારનું સ્મરણ કરી દેવ સ્વર્ગમાં ગયા. કામદેવ શ્રાવક એ સમયે પૃષ્ઠચંપાથી વિહાર કરીને ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારેલા ભગવાન મહાવીરનાં દર્શને ગયા, ત્યારે ભગવાને સાધુ અને સાધ્વી સમુદાયની ઉપસ્થિતિમાં કામદેવ શ્રાવકની ધર્મદઢતાને વખાણીને કહ્યું, “એક શ્રાવક આવા ઉપસર્ગો સહન કરે છે, ત્યારે તમારે તો વધારે સહન કરવા જોઈએ, કારણ કે તમે તો ઉપસર્ગરૂપી સૈન્યને જીતવા માટે રેજોહરણરૂ૫ વીર વલયને ધારણ કરીને વિચરો છો.” સાધુ-સાધ્વીઓએ પ્રભુના ઉપદેશનો સ્વીકાર કર્યો. સહુને લાગ્યું કે સ્વયં તીર્થકરે પણ જેની પ્રશંસા કરી તેવા આ કામદેવ શ્રાવકની ધર્મશ્રદ્ધાને ધન્ય છે ! શ્રાવકનાં વ્રતો પૂર્ણપણે પાળનાર કામદેવ શ્રાવક અંતે સિદ્ધિપદને પામ્યા. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રકાશચંદ્રવિજયજી મ. ના ઉપદેશથી શ્રી રસિકલાલ મોહનલાલ શાહ પરિવાર, અમદાવાદ Jain Education FO Page #130 -------------------------------------------------------------------------- ________________ ON ON ON ANYA SANAAN NA MAMA ARANA CWVVVVUNNN ΚΛΑΔΟΥ O O OOO Jain Education letterale Far Private & Personal use only www.flitelibrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૮. પુણિયા શ્રાવક સામાયિક અને આદર્શ ભક્તિનું ઉદાહરણ એટલે પુણિયો શ્રાવક, આ એક એવો શ્રાવક હતો કે જેની ધર્મભાવના ખુદ ભગવાન મહાવીરે વખાણી હતી. રાજગૃહી નગરીમાં વસતો પુણિયો શ્રાવક ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને આચારમાં અપરિગ્રહનું પાલન કરવા લાગ્યો. હસતે મુખે ગરીબી સ્વીકારનાર પુણિયાએ પોતાની પૈતૃક મિલકતનું દાન કર્યું હતું અને જાતે રૂની પૂણીઓ બનાવીને મળતી બે આના જેટલી રકમમાં સંતોષભેર જીવતો હતો. સંતોષ સાથે સંપત્તિને સંબંધ નથી. અઢળક સમૃદ્ધિ ધરાવનાર અસંતોષમાં જીવતો હોય. સંતોષ એ તો વ્યક્તિના સ્વભાવમાં ખીલવવાની ચીજ છે. પુણિયા શ્રાવકમાં પ્રભુ તરફ ભક્તિ હતી. એ જ રીતે પ્રભુના શાસનના સાધર્મિકો તરફ અપાર સ્નેહ હતો. આથી રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા. આ કારણે બંનેને એકાંતરે ઉપવાસ કરવો પડતો હતો. આવો બાર વ્રતધારી પુણિયો આત્મ-સમભાવમાં એકાકાર બનીને રોજ એક સામાયિક કરતો હતો. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ ? એણે એની પત્નીને પૂછયું કે આજે સામાયિકમાં મારું ચિત્ત સ્થિર રહેતું નથી, આવું કેમ થાય છે એનું કારણ મને સમજાતું નથી ! આત્મજાગૃત પુણિયાની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડી વારે યાદ આવતાં શ્રાવિકાએ કહ્યું, “હું પાછી આવતી હતી ત્યારે માર્ગમાં અડાણાં છાણાં પડ્યાં હતાં. એ સિવાય તો બીજું કશું અણહકનું ક્યારેય લાવી નથી.” પુણિયા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું, “અરે ! રસ્તામાં પડેલાં છાણાં એ આપણાં ન કહેવાય. જેના પર કોઈનો અધિકાર ન હોય એના પર રાજનો અધિકાર કહેવાય. જાઓ, છાણાં જ્યાં હતાં ત્યાં પાછાં મૂકી આવો.” પુણિયાની આત્મજાગૃતિ એટલી હતી કે એક નાનીશી ક્ષતિ પણ એના અંતરને વલોવી નાખતી હતી. એક વાર મહારાજ શ્રેણિકે મૃત્યુ બાદ પોતાની કઈ ગતિ થશે એમ પૂછ્યું, ત્યારે ભગવાન મહાવીરે નરકગતિ થશે તેમ કહ્યું. પોતાના પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતા સહેજે અચકાતા નહીં. રાજા શ્રેણિકે આમાંથી ઊગરવાનો ઉપાય પૂછળ્યો ત્યારે ભગવાને કહ્યું, “પુણિયા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય મળે તોય તારી નરકગતિ ટળશે.” રાજા શ્રેણિક પુણિયા શ્રાવક પાસે એક સામાયિક ખરીદવા ગયા. પુણિયાએ રાજાને કહ્યું કે ભગવાન પાસેથી સામાયિકનું મૂલ્ય જરા જાણી આવો. ભગવાન મહાવીરે કહ્યું કે સાચા શ્રાવક પુણિયાની સામાયિકનું મૂલ્ય માપવું અશક્ય છે. ઘણા મેરુ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો તેનાથી પણ વધારે પુણિયાની એક સામાયિકની દલાલી છે. એક આખીયે સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેકગણું હોય, આ સાચા શ્રાવકની આત્મલીન સામાયિકની મહત્તાનું મહિમાગાન કરે છે. આનો અર્થ એ કે પુણિયા શ્રાવકની સામાયિક અમૂલ્ય છે. એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી. ભગવાન મહાવીરે આ જ વાત બીજી રીતે દર્શાવતાં કહ્યું કે કોઈ માણસ અશ્વ ખરીદવા જાય અને એ ઘોડાની લગામની કિંમત જેટલી થાય એટલી પુણિયાની સામાયિક સામે રાજા શ્રેણિકના રાજભંડારની થાય, આમ અશ્વની કિંમત તો બાકી જ રહે, મહારાજ શ્રેણિકે જોયું કે એમની સમગ્ર રાજસમૃદ્ધિ પુણિયાની એક સામાયિક પણ ખરીદી શકે તેમ નથી. આથી તેઓ નિરાશ થયા, પરંતુ સાથોસાથ સાચા શ્રાવક પુણિયાની ધર્મભાવનાને મનોમન વંદન કરી રહ્યા. સાચી સામાયિકની વાત થતાં તરત જ પુણિયા શ્રાવકનું સ્મરણ થાય છે. પ્રભુ મહાવીરના ભક્ત આ શ્રાવકના જીવનમાંથી ધર્મક્રિયાની ગરિમા પ્રગટ થાય છે. વળી પુણિયાનું જીવન પણ સાચા શ્રાવકને શોભે તેવું અપરિગ્રહી હતું. પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં એ પુણિયા શ્રાવકને ધન્ય છે. - ધર્મસ્નેહસૌજન્ય : પૂ. મુનિ શ્રી મુક્તિચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કમળાબહેન સકરચંદ મોતીલાલ પરિવાર, અમદાવાદ Jain Education Page #132 -------------------------------------------------------------------------- ________________ MOTO DO ROTTO C G OKOLO VO Jain Education Internal www.faire library.org Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫૯. રોહિણિયા ભગવાન મહાવીરની વાણીની પ્રભાવકતા એવી છે કે જે અધમમાં અધમ વ્યક્તિના અંધકારઘેરા હૃદયમાં ધર્મનો પ્રકાશ પાથરીને પરિવર્તન આણતી હતી. મહાવીર-વાણીનું એક મધુબિંદુ પણ વેરઝેરથી ઘેરાયેલા વિષપૂર્ણ માનવીને સત્યના પંથે દોરી જતું હતું. શૂદ્ર જાતિના રોહિણિયા ચોરના જીવનમાં આવેલું પરિવર્તન આનું જ્વલંત ઉદાહરણ છે. રાજગૃહી નગરીની બહાર આવેલી વૈભારગિરિની ગુફામાં લોહખુર નામના ભયાનક, દુષ્ટ ચોરે અંતિમ વેળાએ પોતાના પુત્ર રોહિણિયાને કહ્યું, “તું ક્યારેય ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળતો નહીં. જો તેઓ દેવોએ રચેલા સમવસરણમાં બેસીને દેશના આપતા હોય તો એમનો એક શબ્દ પણ ન સંભળાય તેની સદાય કાળજી રાખજે.” સમય જતાં ભયાનક લુંટારો લોહખુર મૃત્યુ પામ્યો. રોહિણિયાને વૈભારગિરિની ગુફામાંથી રાજગૃહીમાં ધાડ પાડવા જવું હોય તો પ્રભુના સમવસરણ પાસેથી જવું પડતું. આ સમયે એમનો એક શબ્દ પણ ન સંભળાય તેની સાવધાનીરૂપે બંને કાનમાં આંગળી ખોસીને પસાર થતો હતો. એક વાર આ રીતે પસાર થતો હતો ત્યારે બાવળની તીક્ષ્ણ શુળ પગની પાનીની આરપાર નીકળી ગઈ. શુળ કાઢવા જતાં એના કાન પર ભગવાન મહાવીરનાં મધુર વાણીનાં વચનો સંભળાઈ ગયાં. ભગવાન મહાવીર દેવયોનિનું વર્ણન કરતા હતા. એમણે કહ્યું, “જેના ચરણ પૃથ્વીને અડતા નથી, જેની આંખો મટકું મારતી નથી, જેણે પહેરેલી ફૂલમાળા ક્યારેય કરમાતી નથી અને જેના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી તે દેવ કહેવાય છે.” ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળતાં રોહિણિયા ચોર અત્યંત વ્યથિત થઈ ગયો. પિતાની મોતસજ્જા સામે લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ થયો તેથી એને પારાવાર દુઃખ થયું. એણે વિચાર્યું કે આના કરતાં તો શત્રુની તલવારની ધારથી મારા કટકા થઈ ગયો હોત તો સારું હતું ! એ સમયે મારા કાનમાં ધગધગતું સીસું કેમ ન રેડાયું ? પાણીમાં ડૂબી મરું, આગમાં બળી મરું કે પહાડ પરથી પડું ? ઝડપથી કાનમાં આંગળી નાખીને રોહિણિયા પસાર થઈ ગયો. વિચાર કર્યો કે વાણી સાંભળવાથી કંઈ નુકસાન નથી. એ વાણીને મનમાં સંઘરી રાખું તો જ પ્રતિજ્ઞા તૂટે ! રોહિણિયા ચોરનો ત્રાસ વધતાં આખરે રાજા શ્રેણિકે કોટવાળને ખાસ હુકમ કર્યો. કોટવાળ નિષ્ફળ જતાં રાજાએ પોતાના પુત્ર અને વિચક્ષણ મંત્રી અભયકુમારને આ કામ સોંપ્યું. રોહિણિયા પકડાયો ખરો, પરંતુ એણે તો કહ્યું કે એ નજીકના શાલિગ્રામ નગરમાં રહેનારો દુર્ગચંડ છે. નગરના લોકોએ પણ રોહિણિયાની વાતને સમર્થન આપ્યું. ચોરીનો કોઈ માલ એની પાસેથી મળ્યો નહોતો તેથી એને મુક્ત કરવો પડ્યો. | રોહિણિયા ચોર સામે પુરાવાની જરૂર હતી. આને માટે મંત્રી અભયકુમારે એક કીમિયો રચ્યો. દેવતાના વિમાન જેવા મહેલમાં સ્વર્ગીય લાગતા શયનખંડમાં દારૂ પાઈને બેભાન કરેલા રોહિણિયાને સુવડાવવામાં આવ્યો. અપ્સરાઓનું રૂપ ધરેલી વારાંગનાઓ અને ગંધર્વો જેવાં વસ્ત્રો પહેરીને દાસ-દાસીઓ નૃત્ય કરતાં હતાં. રોહિણિયાને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં હતાં. એ ઊઠયો ત્યારે ઇન્દ્રપુરી જેવું દશ્ય જોઈને આભો બની ગયો. રોહિણિયા દેવલોકમાં આવ્યો છે તેમ કહ્યું. જો એનાં પાપ-પુણ્યનો હિસાબ આપી દે તો સદાને માટે એને આ સ્વર્ગની સાહ્યબીમાં વસવા મળે. - જે ભૂલવાનું હોય તે શિલાલેખ બનીને રહે તેમ રોહિણિયાને પ્રભુ મહાવીરની વાણી યાદ આવી. શ્રમણ મહાવીરે કહ્યું હતું કે દેવના દેહને પડછાયો હોતો નથી અને આ દેવ અને દેવાંગનાઓના દેહના તો પડછાયા પડે છે. એમણે કહ્યું હતું કે દેવની આંખ મટકું મારતી નથી, અને અહીં ઊભેલાઓની આંખો તો મટકું મારે છે. રોહિણિયા રચાયેલો પ્રપંચ પામી ગયો. આથી એણે કહ્યું કે એણે તો જીવનમાં સદાય સત્કર્મો કર્યા છે. ન શકનો લાભ મેળવીને છૂટી ગયેલા રોહિણિયાએ વિચાર્યું કે પ્રભુની પળ-બે પળની વાણીએ મને ફાંસીના ફંદામાંથી ઉગારી લીધો તો એમનાં વચનો કેટલાં બધાં હિતકર હશે ! પ્રભુ મહાવીરના ચરણમાં પડીને વંદન કર્યા. શ્રેણિક મહારાજા પાસે ચોરીની કબૂલાત કરી. અભયકુમારને ચોરીનો સંઘરેલો માલ બતાવ્યો. પ્રભુ પાસે દીક્ષા લીધી અને તપ-ત્યાગમય જીવન ગાળ્યું. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી નિર્મળચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી નાથીબહેન ભીખાભાઈ ફુલચંદ પરિવાર, હ. ચંપકભાઈ, અમદાવાદ ૨ઉંહ Main Education Inter Page #134 -------------------------------------------------------------------------- ________________ NORTONOVO Pomo For Prve & Personal use only www.lainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ ૬૦. સંપ્રતિ મહારાજા સમ્રાટ અશોકનો પૌત્ર સમ્રાટ સંપ્રતિ જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સમ્રાટ અશોક અને એમના પૌત્ર સંપ્રતિએ ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. ઇન્દ્રપાલિત, સંગત અને વિગતાશોક જેવાં અન્ય ઉપનામ ધરાવતા સમ્રાટ સંપ્રતિ મૌર્ય ઈ. સ. પૂર્વે ૨૩૦માં રાજસિંહાસન પર બિરાજમાન થયા, પરંતુ એ પૂર્વે એક દાયકાથી તેઓ રાજ્યનો કારોબાર સંભાળતા હતા. એક વાર સંપ્રતિ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. રાજમાર્ગ પરથી પસાર થતા આચાર્ય સુહસ્તિસૂરિને નિહાળતાં સંપ્રતિ મહારાજાને એવો અનુભવ થયો કે જાણે તે આ સાધુપુરુષના વર્ષોથી પરિચિત છે. ધીરે ધીરે પૂર્વજન્મનાં સ્મરણો સંપ્રતિ મહારાજના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં. તેમણે ગુરુ મહારાજને મહેલમાં પધારવા વિનંતી કરી. એ પછી મહારાજા સંપ્રતિએ પ્રશ્ન કર્યો કે આપને જોઈને મને એમ લાગે છે કે જાણે આપની સાથે મારો વર્ષોથી ગાઢ પરિચય ન હોય ! આવું કેમ થતું હશે ? આચાર્ય સુહસ્તિસૂરિએ એનું રહસ્ય દર્શાવતાં કહ્યું કે તું પૂર્વજન્મમાં મારો શિષ્ય હતો. એક વાર કૌશાંબી નગરીમાં ભીષણ દુકાળ પડ્યો હતો, તેમ છતાં શ્રાવકો સાધુઓની ઉત્સાહભેર વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે ગરીબ ભિખારીની દશા ધરાવતા સંપ્રતિને બટકું રોટલોય મળતો નહોતો. એણે સાધુઓ પાસે ભિક્ષા માગી ત્યારે ખ્યાલ આવ્યો કે જો એ દીક્ષા લે તો જ આ સાધુઓ એને એમનું ભોજન આપી શકે. સંપ્રતિએ દીક્ષા લીધી. ખૂબ ભોજન કર્યું. એ પછી અંતિમ સમયે સાધુ સંપ્રતિનું સમાધિમરણ થયું ત્યારે ગુરુદેવે એમને નવકાર સંભળાવ્યો હતો. આ સાંભળીને મહારાજા સંપ્રતિએ પોતાનું રાજ્ય આચાર્ય સુહસ્તિસૂરિને ચરણે ધર્યું, પરંતુ અકિંચન વૈરાગી મુનિ વળી રાજને શું કરે ? આચાર્યશ્રીએ એને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. રાજા સંપ્રતિ ધર્મના સાચા આરાધક અને મહાન પ્રભાવક બન્યા. ભારતની સરહદોને પાર ધર્મનો પ્રસાર કર્યો. ગુરુદેવના પૂર્વજન્મના અને આ જન્મના ઉપકારોને સંમતિએ શિરે ચડાવ્યા. પોતાના જીવનકાળમાં એણે અનાર્ય દેશોમાં જૈન સાધુઓને ધર્મપ્રચાર માટે મોકલ્યા. ગરીબોને મફત ભોજન આપતી દાનશાળાઓ ખોલાવી. જૈન વિહારોનું નિર્માણ કર્યું.. એક વાર યુદ્ધમાં વિજયી બનીને મહારાજા સંપ્રતિ પાછા ફર્યા. ચોતરફ વિજયનો ઉલ્લાસ લહેરાતો હતો, પરંતુ મહારાજ સંપ્રતિની માતાના ચહેરા પર ઘોર વિષાદ અને નિરાશા છવાયેલાં હતાં. મહારાજ સંપ્રતિએ માતાને આવી વ્યથાનું કારણ પૂછ્યું ત્યારે માતાએ કહ્યું કે સામ્રાજ્યવિસ્તારના લોભમાં તે કેટલો બધો માનવસંહાર કર્યો! આવા ઘોર સંહારને બદલે ચિત્તને પાવન કરતાં જિનમંદિરો રચ્યાં હોત કે એના જીર્ણોદ્ધાર કરાવ્યા હોત તો મારું હૃદય અપાર પ્રસન્નતા અનુભવત, આથી સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યાં અને સવા કરોડ જિનબિંબ ભરાવીને માતાની ભાવનાને યથાર્થ કરી. મહારાજા સંપ્રતિ પોતાના દાદા સમ્રાટ અશોકની માફક પ્રજાવત્સલ, શાંતિપ્રિય, અહિંસાના અનુરાગી અને પ્રતાપી સમ્રાટ હતા. મહારાજા સંપ્રતિને પિતા કુણાલ અને માતા કંચનમાલા પાસેથી ઉમદા ધાર્મિક સંસ્કાર સાંપડ્યા હતા. પોતાના ધર્મગુરુ આચાર્યશ્રી સુહસ્તિસૂરિના ઉપદેશને કારણે આદર્શ જૈન રાજવીની માફક એમણે જીવન વ્યતીત કર્યું. સમ્રાટ સંપ્રતિના ભવ્ય જીવનની ગાથા ‘સંપ્રતિકથા’, ‘પરિશિષ્ટપર્વ’ અને ‘પ્રભાવકચરિત્ર’ જેવા જૈન ગ્રંથોમાં વર્ણવાઈ છે. વિખ્યાત ઇતિહાસવિદ્દ વિન્સેન્ટ સ્મિથના કહેવા પ્રમાણે મહારાજા સંપતિએ છેક ઈરાન અને અરબસ્તાન જેવા દેશોમાં જૈન સંસ્કૃતિનાં કેન્દ્રો સ્થાપિત કર્યા હતાં. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી ફુલચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી ડૉ. પુખરાજજી ધરમચંદજી જૈન પરિવાર, હ, પ્રિયંવદા પૂખરાજ, અમદાવાદ Jain Education in Page #136 -------------------------------------------------------------------------- ________________ Oooh OOONON Full P RO ON www.fainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ ૬૧. શેઠ જાવડશા પુરાણપ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ઇતિહાસપ્રસિદ્ધ મધુમતી નગરી એટલે આજનું મહુવા બંદર. આ નગરીનો જાવડશા મહુવાનાં બાર ગામનો અધિપતિ હતો. શસ્ત્ર વિના વાઘનો સામનો કરીને પરાજિત કરવાનું એનામાં શૌર્ય હતું. આવા વીર જાવડશા અને એની પત્ની સુશીલાદેવીને છળકપટ કરીને યવન સૈનિકોએ પકડી લીધાં અને એમને ગુલામ બનાવીને યવન દેશમાં લઈ ગયા. આ યવન દેશમાં જાવડશાને વેપાર ખેડવાની, ધન રળવાની અને આનંદ-પ્રમોદયુક્ત જીવન ગાળવાની સઘળી મોકળાશ હતી, પરંતુ એને માત્ર સ્વદેશ પાછા ફરવાની છૂટ નહોતી. વીર જાવડશા, એની ધર્મપત્ની સુશીલાદેવી અને પુત્ર જાગનાથ પરદેશી રાજ્યમાં નજરકેદ જેવી સ્થિતિ અનુભવતાં હતાં. આ પરાધીનતા એના હૃદયમાં શૂળની માફક ભોંકાતી હતી. અપાર ધનવૈભવ અને સુખસાહ્યબી હોવા છતાં જાવડશાને વતનની યાદ સતાવતી હતી. એના રોમેરોમમાં વતનપરસ્તીનો સાદ ગુંજી રહ્યો હતો, “ક્યારે મારી માતૃભૂમિમાં પહોંચું અને ક્યારે મધુમતી નગરીની પવિત્ર ધૂળ મારા માથે ચડાવું !” આ યવન દેશ પર નજીકના બળવાન શત્રુએ આક્રમણ કર્યું અને યુદ્ધસંહારથી બચવા હાર-જીતના ફેંસલા માટે મલ્લયુદ્ધની શરત મૂકી. પોતાના શહેનશાહ વતી મલ્લયુદ્ધ કરીને વીર જાવડશાએ વિજય મેળવ્યો. જાવડશાને અડધું રાજ્ય અને શાહજાદી મળ્યાં, પરંતુ રાજકર્તા વૃદ્ધ ખલીફાની યુવાન સ્ત્રી જાવડશા પર મુગ્ધ બની. જાવડશાને મોહિત કરવા સામ, દામ, દંડ અને ભેદ બધું અજમાવી જોયું, પણ જાવડશા સહેજે વિચલિત થયા નહીં. એણે વૃદ્ધ ખલીફાની યુવાન રાણીને ધર્મબોધ આપ્યો અને કાદવમાં કમળ ઊગે તેમ મોહગ્રસ્ત મલિકા જાવડશાની ધર્મભગિની બની ગઈ. જાવડશાએ એની કુનેહથી મ્લેચ્છ રાજવીનું હૃદય જીતી લીધું. તેઓ સુખરૂપ મધુમતી નગરીમાં પાછા આવ્યા. આ સમયે શ્રી શત્રુંજય તીર્થ પર કપર્દી અસુરે અત્યંત ઉપદ્રવ મચાવ્યો હતો. આ પરમ પાવન પર્વતની શિલાઓને મદિરા અને માંસથી અપવિત્ર બનાવી હતી. મહાપુણ્યના ધામને અધર્મીઓએ પાપભૂમિ બનાવી દીધી હતી. વીર જાવડશાએ પહેલો નિર્ધાર એ કર્યો કે ગમે તે ભોગે, પણ શ્રી શત્રુંજય તીર્થને દુષ્ટ પિશાચોના હાથમાંથી મુક્તિ અપાવીશ, એની થતી ધોર આશાતના દૂર કરીશ અને એનો જીર્ણોદ્ધાર કરીશ. શરૂઆતમાં કપર્દી સહેજે પાછો પડ્યો નહીં. એણે જાવડશાને પજવવામાં કશું બાકી રાખ્યું નહીં, પરંતુ જાવડશાના નિશ્ચયમાં પ્રાણને ભોગે પણ સંકલ્પ સાધવાની અડગતા હતી. એની આગળ કપર્દી અને એના અસુર સાથીઓને ઝૂકવું પડ્યું. જાવડશાની વીરતાએ તીર્થાધિરાજ શત્રુંજય પર કબજો જમાવીને બેઠેલાં અનિષ્ટ અને અનાચારી તત્ત્વોને દૂર કર્યાં. એની વીરતાએ અસંખ્ય માનવીઓની શ્રી શત્રુંજય તીર્થ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરવાની તક આપી. આચાર્ય વજસ્વામી શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવાનો ઘણાં વર્ષથી પ્રયાસ કરતા હતા, પરંતુ કપર્દી અસુર એમની ધર્મપ્રેરણા પર પાણી ફેરવી દેતો હતો. હવે એનો ભય દૂર થતાં આચાર્યદેવના હૃદયમાં આનંદ પ્રગટ્યો. શ્રીસંઘના આહ્લાદની કોઈ અવિધ ન રહી. તીર્થાધિરાજના ઉદ્ધારનું કામ વીજળીવેગે ચાલવા લાગ્યું. પ્રતિષ્ઠાનો પાવન અવસર આવી પહોંચ્યો. આચાર્ય વજસ્વામીની નિશ્રામાં જાવડશાએ શ્રી શત્રુંજય તીર્થનો તેરમો મહા જીર્ણોદ્ધાર કરાવ્યો. ગામેગામથી નાના-મોટા સંઘો આ ધર્મોત્સવમાં સામેલ થવા શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યા. કેટલાંય વર્ષો પછી શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા શક્ય બની હતી. જાવડશા અને સુશીલાદેવીનું હૃદય તીર્થાધિરાજને જોતાં ગદ્ગદ બની જતું હતું. તેમણે સંઘોનાં દર્શન કર્યાં. શ્રીસંઘ સાથે જાવડશા અને સુશીલાદેવીએ જિનપ્રાસાદ પર ચડીને ધર્મધજાને ભાવપૂર્વક પ્રણામ કર્યા. સર્વત્ર મહાતીર્થનો જયજયકાર ગુંજી રહ્યો હતો. ધીમે ધીમે શ્રીસંઘ નીચે આવી ગયો, પણ જાવડશા અને સુશીલાદેવી સહેજે ખસ્સાં નહીં. જીવનની કૃતાર્થતામાં પ્રભુમગ્ન બની ગયાં. ઘણો સમય વીત્યો છતાં તેઓ તળેટીમાં પાછાં આવ્યાં નહીં, તેથી સંઘના મોવડીઓએ ઉપર જઈને તપાસ કરી. જોયું તો જાવડશા અને સુશીલાદેવી દેવદર્શનની મુદ્રામાં સ્થિર બની ગયાં હતાં. તીર્ણોદ્ધારની ભાવનાનું સાફલ્ય અને તીર્થયાત્રાની ધન્યતા પામીને બંનેનો આત્મા સદાને માટે મહાયાત્રાએ સંચરી ગયો હતો. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સુધર્મચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી અમિતભાઈ ધીરજલાલ શાહ પરિવાર, અમદાવાદ Jain Education Inter Page #138 -------------------------------------------------------------------------- ________________ VORYONYOR VOORVORNOVATORVO 34G Jain Education Internatio 00000000 000000 ALTO ALTO A Q1 Bea Fide 9596 nect AVATORY MOANYONOR YAYOYOA Page #139 -------------------------------------------------------------------------- ________________ ૬૨. વનરાજ ચાવડા ગુજરાતના સમર્થ રાજવી અને ચાવડા વંશના સ્થાપક વીર વનરાજનો સમય એ પ્રતિભાશાળી જૈન સાધુ, સેનાપતિ અને શ્રેષ્ઠીઓથી ઝળહળતો યુગ હતો. વનરાજના પિતા જયશિખરી ચાલુક્યવંશી રાજા ભૂવડ સામેના યુદ્ધમાં હારી જતાં એની ગર્ભવતી રાણી રૂપસુંદરીને એના ભાઈ સુરપાળની મદદથી વનમાં છુપાઈ જવું પડ્યું. આ વનમાં વનરાજનો જન્મ અને ઉછેર થયો. એક વાર બાળક વનરાજ ઝાડ સાથે બાંધેલી ઝોળીમાં સૂતો હતો ત્યારે ઘોર જંગલમાંથી પસાર થતાં જૈનાચાર્ય શીલગુણસૂરિ નામના સાધુએ એને જોયો. એનાં લક્ષણો જોઈને એમણે કહ્યું કે આ બાળક મોટો થતાં મહાપ્રતાપી થશે. પરોપકારી જૈન સાધુએ રાણી અને રાજકુમારને આશરો આપીને ગુજરાતનું આ ધન જતનથી જાળવવા માંડ્યું. જૈન સાધુ પાસે વનરાજનો ઉછેર થવા લાગ્યો. આને કારણે બાળ વનરાજમાં ઘણા સંસ્કારોનું સિંચન થયું, પણ એની વીરતા પ્રગટ થયા વિના રહી નહીં. એ વનનો રાજા બની ગયો. જેમ જેમ વનરાજ મોટો થતો ગયો તેમ તેમ તેનું હીર, તેજ અને બળ ખીલવા લાગ્યાં. એ કોઈથી ડરતો નહીં. ક્યાંય સહેજે પાછો પડતો નહીં. પોતાનો સંકલ્પ પૂરો કરીને જ જંપતો. એ પછી મામા શૂરપાળ પાસેથી યુદ્ધકલામાં નિપુણ બનેલા વનરાજે પિતાનું રાજ્ય પાછું મેળવવાનો નિર્ધાર કર્યો. આને માટે વિપુલ ધન જોઈએ. સૈનિકો અને શસ્ત્રો જોઈએ. આથી વનરાજે રાજખજાનો લૂંટીને ધન એકઠું કરવા માંડ્યું. પોતાના સાથીઓ અને સૈનિકો વધા૨વા માંડ્યા. એકાએક ધાડ પાડીને એ પરદેશી રાજાને હેરાન-પરેશાન કરી નાખતો હતો. એક વાર કાકર ગામના વણિકને ત્યાં ખાતર પાડી ધન ચોરતાં વનરાજનો હાથ દહીંના વાસણમાં પડ્યો. આથી વનરાજે વિચાર્યું કે આનો અર્થ તો આ ઘરમાં ભોજન લીધું છે એવો થાય. ત્યાંથી ધન કઈ રીતે ચોરી જવાય ? વનરાજ બધું ધન ત્યાં મૂકીને ચાલ્યો ગયો. બીજે દિવસે એ વણિકની બહેન શ્રીદેવીએ એની તપાસ કરી. રાત્રે એણે વનરાજને બોલાવીને જમાડ્યો. આ સમયે વનરાજે એને વચન આપ્યું કે મારો રાજ્યાભિષેક થશે ત્યારે તારી પાસે તિલક કરાવીશ. વનરાજે સૌરાષ્ટ્રના એક ઘાટમાં રાજા ભૂવડના રૂપાના ૨૪ લાખ દામ અને એક હજાર અશ્વ આંતરીને લૂંટી લીધા. એ પછી કનોજના રાજા તરફથી કંઈ વળતાં પગલાં નહીં લેવાતાં વનરાજે રાજસત્તા હાંસલ કરવાનો સમય પાક્યો છે તેમ માન્યું. એણે પંચાસરમાં રાજ્ય ન સ્થાપતાં જંગલમાં અણહિલ્લ નામના ગોવાળે બનાવેલી શૌર્યભૂમિ પર રાજધાની વસાવી. એમ કહેવાતું કે એ ભૂમિ પરનું સસલું શિકારી કૂતરા સામે ધસી આવતું હતું. વનરાજે વિ. સં. ૮૦૨માં આ નવી રાજધાનીને અણહિલ્લપાટણ નામ આપ્યું. અગાઉ આપેલા વચન પ્રમાણે દુઃખના દિવસોમાં મદદ કરનારી ધર્મની બહેન શ્રીદેવીને બોલાવી એની પાસે રાજ્યાભિષેકનું તિલક કરાવ્યું અને પૂર્વે વનમાં વીરતા બતાવનાર વણિક જાંબને મહામાત્ય નીમ્યો. પચાસ વર્ષે વનરાજ ગાદી પર આવ્યો. વનરાજે પંચાસરથી શીલગુણસૂરિને અણહિલવાડ તેડાવીને પોતાનું રાજ્ય અર્પણ કર્યું હતું એવી અનુશ્રુતિ મળે છે. જોકે વૈરાગ્યસાધક સૂરિએ આનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ એની પ્રેરણાથી વનરાજે વનરાજવિહાર નામે ચૈત્ય બંધાવી, પંચાસરથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મંગાવીને એની પ્રતિષ્ઠા કરાવી. આજે પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનું જિનમંદિર મળે છે, જેમાં વનરાજ અને શીલગુણસૂરિની પ્રતિમા પણ છે. વનરાજે ગુજરાતના રાજા બન્યા પછી પ્રજાને સુખી કરી, પરંતુ અન્ય રાજાનાં નામ લેવાતાં ત્યારે વનરાજને સહુ લૂંટારો કહીને ઓળખતા. એ કલંકને દૂર કરવા માટે વનરાજે પ્રયત્ન કર્યો. વનરાજના પુત્ર યોગરાજના મનમાં પણ ‘ચાવડાઓના રાજ્ય’ને કોઈ ‘ચોરટાઓનું રાજ્ય' કહેતા ત્યારે પારાવાર વેદના થતી. યોગરાજના ત્રણ પુત્રોએ સોમનાથ પાટણના દરિયામાં લાંગરેલાં વહાણો લૂંટી લીધાં, જેને પરિણામે યોગરાજે મૃત્યુપર્યંત અન્નજળનો ત્યાગ કર્યો અને ચિતામાં પ્રવેશ ક૨ી બલિદાન આપી પુત્રનાં અધમ કાર્યોનું પ્રાયશ્ચિત્ત કર્યું. Jain Education Inter ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી બલભદ્રવિજયજી મ. ના ઉપદેશથી સ્વ. ચંદ્રાવતી ભીખાભાઈ પરસોત્તમદાસ ચોકસીના આત્મશ્રેયાર્થે શ્રી મયંકભાઈ ભીખાભાઈ ચોક્સી પરિવાર, અમદાવાદ www.jalhellbrary:org Page #140 -------------------------------------------------------------------------- ________________ ON COCO droht:111: SECONDO OVVVVA VAS SE Jain Education Interation For Private & Personal use only www.jalnelibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ ૬૩. લક્ષ્મીપતિ માળવાની ધારા નગરીમાં લક્ષ્મીપતિ નામનો ધનાઢય શ્રાવક વસતો હતો. આ શ્રાવક અત્યંત ધર્મનિષ્ઠ હતો. વ્યાપારમાં એટલો જ બાહોશ હતો. એને ત્યાં ભિક્ષાર્થે આવનાર ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નહીં. - બનારસના પંડિત કૃષ્ણગુપ્તના શ્રીધર અને શ્રીપતિ નામના પુત્રો એક વાર આ ધારાનગરીમાં આવ્યા. શ્રીધર અને શ્રીપતિની બંધુબેલડી અત્યંત બુદ્ધિમાન અને વિદ્યાવાન હતી. બંનેની સ્મરણશક્તિ અત્યંત તીવ્ર હતી. વેદ અને વેદાંતની પારગામી આવી વિદ્યાનિષ્ઠ બંધુબેલડી તીર્થયાત્રાએ નીકળી હતી. ભક્તિભાવથી તીર્થયાત્રા કરતા જાય અને જે કંઈ ભિક્ષા મળે તેનાથી ઉદરનિર્વાહ કરતા જાય. શ્રાવક લક્ષ્મીપતિ સાધુ-સંતોની સાચા અંત:કરણથી સેવા કરતો અને વિદ્યાવાનોને આદર આપતો હતો. આથી શ્રીધર અને શ્રીપતિ બંને ભિક્ષા માટે હંમેશાં એમની હવેલીએ આવતા હતા અને લક્ષ્મીપતિ એમને ભાવથી ભિક્ષા આપતો હતો. લક્ષ્મીપતિનો વેપાર ઘણો બહોળો હતો. એ મોટા-મોટા ચોપડાને બદલે હવેલીની ભીંત પર હિસાબ લખતો હતો. વીસ લાખ ટકાનો લેણદેણનો હિસાબ એની ભીંત પર લખેલો હતો. સઘળી લેવડ-દેવડની નોંધ ભીંત પર થઈ જતી. જાણે ઘરની ભીંતો એનો વિશાળ ચોપડો ન હોય ! ચોપડો તો ખોલવો પડે ! વિગત શોધવી પડે ! આ તો ભીંત પર બધું હાજરાહજૂર ! શ્રીધર અને શ્રીપતિ અહીં રોજ ભિક્ષા લેવા આવતા હતા, તેથી આ હિસાબ રોજ જોતા. તીવ્ર યાદશક્તિને કારણે બંનેને તે સ્મરણમાં રહી ગયો હતો. | એક વાર લક્ષ્મીપતિની હવેલીમાં ભીષણ આગ લાગી. આ આગમાં એનું સઘળું રાચરચીલું બળીને ખાખ થઈ ગયું. આગને કારણે બધી ભીતો કાળી પડી ગઈ. લક્ષ્મીપતિનો ભીંત પર લખેલો વીસ લાખ ટકાનો હિસાબ નાશ પામ્યો. શેઠ લક્ષ્મીપતિને બેવડી આફત આવી પડી. એક તો આગમાં આખી હવેલી બળી ગઈ. વળી વધારામાં લેવડદેવડના સઘળા હિસાબો પણ બળીને ખાખ થઈ ગયા ! શેઠ લક્ષ્મીપતિનું મન ગમગીનીથી ઘેરાઈ ગયું. હવે કરવું શું? મોટી ઉઘરાણીનું શું થશે ? રોજના નિયમ પ્રમાણે શ્રીધર અને શ્રીપતિ લક્ષ્મીપતિની હવેલીએ ભિક્ષા માટે આવ્યા. કપાળે હાથ મૂકીને નિરાશ થઈને બેઠેલા શેઠને જોયા. આગની જ્વાળામાં લપેટાઈને બિસ્માર બનેલી એમની હવેલી જોઈ બંને ભાઈઓ તત્ક્ષણ પરિસ્થિતિ પારખી ગયા. શેઠે કહ્યું કે એમનાં તો બારે વહાણ ડૂબી ગયાં ! બધું જતું રહ્યું. આ બે બંધુઓએ એમને સધિયારો આપતાં કહ્યું કે તેઓ રોજ એમને ત્યાં ભિક્ષા માટે આવતા હતા અને રકમનાં લેખાં-જોખાં જોતા હતા. આથી એમને બધો હિસાબ અકબંધ યાદ છે ! શેઠ આનંદવિભોર બની ગયા. બંને ભાઈઓએ સ્મરણશક્તિના બળે એ હિસાબ લખાવવા માંડ્યો. નાનામાં નાની વિગત અને રકમ થોડી વારમાં લખાઈ ગઈ. શેઠ લક્ષ્મીપતિના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. | ધર્મનિષ્ઠ લક્ષ્મીપતિએ વિચાર્યું કે આવી તીવ્ર સ્મરણશક્તિવાળા સાધુઓ જો જિનશાસન પાસે હોય તો શાસનને કેટલો બધો લાભ થાય ? જો આવા જ્ઞાની પુરુષ જૈન સાધુ બને તો સાચે જ પ્રભાવક થાય અને શાસનની પ્રવૃત્તિમાં સહાયક બને. - લક્ષ્મીપતિએ જોયું કે આ બંનેને પરિચયના અભાવે જૈનશાસનની લગની લાગી નહોતી. પહેલાં જૈન ધર્મનો પરિચય કેળવાય તે જરૂરી છે. લક્ષ્મીપતિએ બંનેનો આચાર્ય વર્ધમાનસૂરિજી સાથે મેળાપ કરાવ્યો. આચાર્યની વિદ્વત્તા અને ત્યાગીપણું એમને સ્પર્શી ગયાં. બંધુબેલડીને આચાર્ય વર્ધમાનસૂરિ સ્વજીવનના પરમ તારક લાગ્યા. સમય જતાં બંને ભાઈઓએ આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. જૈન શાસ્ત્રોના અભ્યાસમાં બંને ખૂંપી ગયા. સમય જતાં તેઓએ આચાર્યપદ મેળવ્યું અને આચાર્ય જિનેશ્વરસૂરિજી અને આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી તરીકે જિનશાસનમાં જાણીતા બન્યા. લક્ષ્મીપતિના જીવનમાં જિનશાસન માટેની ભક્તિ જોવા મળે છે. એ ભક્તિને કારણે જ એમના જીવનમાં સતત શાસનસેવાની ભાવના પ્રગટતી રહી. એના ઉમદા પરિણામરૂપે જિનશાસનને મહાન આચાર્યો આપવામાં તેઓ નિમિત્તરૂપ બન્યા. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી જિનેશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કાંતાબહેન મનુભાઈ પ્રેમચંદ શાહ પરિવાર, અમદાવાદ ઉંદર Jain Education in Page #142 -------------------------------------------------------------------------- ________________ www.fainelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ ૬૪. મહામંત્રી શાંતુ ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળ સમા સોલંકી યુગમાં વીર, ધર્મપરાયણ અને માતૃભૂમિ પર અગાધ પ્રેમ રાખનાર મહામાત્ય શાંતુનું તેજસ્વી ચરિત્ર મળે છે. ગુજરાતના રાજવી ભીમદેવના સમયમાં તેઓ પાંચ હજાર ઘોડેસવારો ધરાવતા અશ્વદળના સેનાપતિ થયા. એ પછી રાજ્યના મંત્રી, દંડનાયક અને અંતે મહામાત્યની પદવી મેળવી. વિ. સં. ૧૧૫૦માં રાજા સિદ્ધરાજ પાટણની ગાદીએ બેસતાં એમને આંતરિક અને બાહ્ય બંને પ્રકારના દુશ્મનોનો સામનો કરવાનો આવ્યો. આ સમયે મહામાત્ય શાંતુએ સૈન્ય એકઠું કરીને રાજા સામેનો બળવો ઠારી દીધો. સમય જતાં શાંતુ ભરૂચના દંડનાયક બન્યા. આ શાંતુએ પાટણમાં ચૈત્ય, થરાદમાં દેરાસર અને આબુ પર્વત પરનાં જિનાલયોમાં જિનપ્રતિમા ભરાવી તેમજ આશાવલમાં શાંતુવસહી બંધાવી. વાંકા અને નિહાણા ગામમાં બે વિશાળ જિનાલયો બંધાવ્યાં અને બંને ગામની વચ્ચે એક ગાઉની સુરંગ બનાવી. શ્રાવકોને એક ગામના દેરાસરમાંથી પૂજા કરીને બીજા ગામના દેરાસરમાં પૂજા કરવાની અનુકૂળતા કરી આપી. ગુજરાતના તેજસ્વી મહામંત્રી એક વાર શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ ગયા હતા. અહીં એમણે એકાંતમાં ધ્યાનલીન તપસ્વીને જોયા, પણ ઓળખી શક્યા નહીં. મંત્રીએ એમને પ્રણામ કર્યા અને પછી વિશેષ પરિચય પૂછતાં એમના ગુરુનું નામ પૂછયું. તપસ્વીએ કહ્યું, “મારા સાચા ગુરુ તો મહામાત્ય શાંતૂ છે.” આ સાંભળતાં જ મહામાત્યે પોતાના કાને હાથ દાબી દીધા અને કહ્યું, “ગુરુદેવ ! આપ આવું કેમ બોલો છો ?” તપસ્વીએ રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “એક વાર મંત્રી શાંતુ હાથણી પર બેસીને શાંત્વસહીમાં પ્રભુદર્શને આવ્યા હતા. આ સમયે એક ચૈત્યવાસી યતિ વેશ્યાના ખભે હાથ રાખીને ઊભા હતા. મંત્રીએ તો હાથણી ઊભી રખાવી નીચે ઊતરીને ચૈત્યવાસી યતિને વિધિપૂર્વક વંદન કર્યા. થોડી વાર પછી પુનઃ નમન કર્યું. આ જોઈને કામાસક્ત યતિને એટલી બધી શરમ આવી કે એને થયું કે જમીન માર્ગ આપે તો એમાં સમાઈ જાઉં. - “આવો પ્રતાપી મંત્રીશ્વર આ વેશને આટલા ભાવથી નમન કરે છે અને પોતે કેવા અધમ માર્ગે જીવી રહ્યા છે ? મંત્રીશ્વરના ગયા બાદ હૃદયમાં પશ્ચાત્તાપ અને પછી વૈરાગ્ય જાગવાથી બધું છોડી દીધું અને મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈને મેં શત્રુંજય તીર્થમાં ઘોર તપ શરૂ કર્યું. આજે એ વાતને પૂરાં બાર વર્ષ વીતી ગયાં, પરંતુ મને સન્માર્ગ બતાવનાર ગુરુ શાંતૂને કઈ રીતે ભૂલી શકું ?” આ ઘટનાએ મહાઅમાત્ય શાંતુને ધર્મમાં વધુ સ્થિર અને દૃઢ બનાવ્યા. એક વખત રાજા સિદ્ધરાજ મહાઅમાત્ય શાંતૂ પર વિના કારણે નાખુશ થયા. મંત્રીએ પળવારમાં સત્તાનો ત્યાગ કર્યો અને ગુજરાત છોડીને માળવામાં વસવા લાગ્યા. સિદ્ધરાજે ગુપ્તચરો મોકલીને શાંતુ પર ચાંપતી નજર રાખી કે એ પરરાજ્યમાં ગુજરાતવિરોધી કોઈ પ્રવૃત્તિ તો કરતા નથી ને ? બીજી બાજુ માલવપતિએ શાંત્વના દિલદ્રોહને દેશદ્રોહમાં ફેરવવા માટે પુષ્કળ પ્રલોભનો આપ્યાં. મહામાત્ય શાંતુએ માલવપતિને કહ્યું, “મેં ધર્મ તરીકે જૈન ધર્મ, ગુરુ તરીકે આચાર્ય દેવસૂરિજી અને સ્વામી તરીકે રાજા સિદ્ધરાજને મારા મનમાં સ્થાપ્યા છે. વળી ગુજરાત એ તો મારી પ્યારી માતૃભૂમિ. એને દગો કઈ રીતે દઈ શકાય ? જે માતાનું દૂધ પીધું છે એ માતાનું લોહી વહેવડાવીને હું દેશદ્રોહ કરું એનાથી તો વધુ સારું એ છે કે મારું મસ્તક ઉતારીને આપનાં ચરણોમાં મૂકી દઉં. આ જ મારો સાચો ધર્મ છે.” - શાંતુના દેશપ્રેમની આ વાત સિદ્ધરાજે જાણી ત્યારે એના પસ્તાવાનો પાર ન રહ્યો. આંખોમાં આંસુ સાથે એણે શાંતુને ગુજરાતમાં પાછા આવવા કહ્યું. ભવ્ય આદર-સન્માન સાથે દેઢ ધર્મનિષ્ઠા અને અડગ દેશનિષ્ઠા ધરાવતા મહામાત્ય શાંતુ પોતાની માતૃભૂમિ ગુજરાતમાં પાછા આવ્યા. સોલંકીયુગના ઇતિહાસમાં મહામંત્રી શાંતનું ચરિત્ર વીરપુરૂષ અને ધર્મપુરુષ તરીકે સદાય ચમકતું રહેશે. ધર્મનેહસૌજન્ય સ્વ. છોટાલાલ મંગળદાસ શાહના આત્મશ્રેયાર્થે સુનિલકુમાર છોટાલાલ શાહ પરિવાર, અમદાવાદ Jain Education Internet, Page #144 -------------------------------------------------------------------------- ________________ अमारि घोषणा www.fainelibrary.org. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૬૫. મહારાજા કુમારપાળ જિનશાસનની કીર્તિગાથાનું એક ભવ્ય અને ઉજ્વળ પ્રકરણ એટલે રાજર્ષિ કુમારપાળનું વીરતા, ન્યાયપરાયણતા અને કરુણાથી ભરેલું જીવન. પરમહંત શ્રાવકના બિરુદથી ઇતિહાસમાં વિખ્યાત મહારાજા કુમારપાળ વિશ્વમાં અહિંસાની ઘોષણા કરનાર સમર્થ રાજવી હતા. વિ. સં. ૧૧૪૯માં જન્મેલા કુમારપાળનાં લગ્ન ભોપાલદેવી સાથે થયાં. નિઃસંતાન સિદ્ધરાજે જ્યારે જાણ્યું કે એના પછી કુમારપાળના ભાગ્યમાં ગુજરાતનું રાજ્ય છે ત્યારે સિદ્ધરાજે વિચાર્યું કે આ કુમારપાળ આમ રાજા બનવો જોઈએ નહીં. એ મરીને મારો પુત્ર થાય અને રાજા બને તે યોગ્ય ગણાય. આવા વિચારથી એણે કુમારપાળને મારી નાખવા કર્યા. એમાં જેમ જેમ નિષ્ફળતા મળતી ગઈ, તેમ તેમ સિદ્ધરાજની વેરવૃત્તિ વધતી ગઈ, ચોવીસ વર્ષના કુમારપાળને સિદ્ધરાજની દુર્ભાવનાની જાણ થતાં એ બીજાં રાજ્યોમાં ચાલ્યો ગયો અને જુદા જુદા વેશે ભટકવા લાગ્યો. રાજાએ એની પાછળ મારાઓની એક ટુકડી રાખી હતી, પણ કુમારપાળને કોઈની ને કોઈની મદદ મળી જતી અને ઊગરી જતો. હેમચંદ્રાચાર્યની કુમારપાળ પર ઘણી કૃપા હતી તેથી એમણે પણ એને આ ગુપ્તવાસમાં સહાય કરી હતી. વિ. સં. ૧૧૯૯ના કારતક સુદ ત્રીજના દિવસે સિદ્ધરાજનું મૃત્યુ થયું. એ પછી મહિપાલ, કીર્તિપાલ અને કુમારપાળ વચ્ચે થયેલ રાજગાદી માટેની સ્પર્ધામાં કુમારપાળ ધીર અને સાહસમર્તિ સાબિત થતાં હાથણીએ એમના પર કળશ ઢોળ્યો. વિ. સં. ૧૧૯૯ના માગસર સુદ ચોથના દિવસે પચાસ વર્ષની વયે પાટણમાં કુમારપાળનો રાજ્યાભિષેક મહોત્સવ રચાયો. | કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી એણે રાજ્યમાં જુગાર પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો, અમારિ ઘોષણા કરી. એણે ધર્મઆજ્ઞા પ્રસરાવી કે, “પ્રજા એકબીજાનાં ગળાં કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જૂઠું બોલવું એ ખરાબ છે. પરસ્ત્રી-સંગ કરવો તે તેથી ખરાબ છે, પણ જીવહિંસા તો સૌથી નિકૃષ્ટ છે. માટે કોઈએ હિંસા પર ગુજરાન ન ચલાવવું. ધંધાદારી હિંસકોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી ભંડારમાંથી ભરણપોષણ મળશે.” અમારિ ઘોષણાનો અવાજ ચારે દિશામાં ગુંજવા લાગ્યો. એણે અધિકારીઓને આજ્ઞા કરી કે મારા રાજ્યમાં જો કોઈ પણ જીવહિંસા કરે તો તેને ચોર અને વ્યભિચારી કરતાં પણ સખત શિક્ષા કરવી, મહારાજા કુમારપાળની આવી અહિંસા પ્રત્યેની ચાહના જોઈને પડોશી અને ખંડિયા રાજાઓએ પણ પોતાના રાજમાં અહિંસાપાલનની ઘોષણા કરી. ધર્મ નિમિત્તે અને ભોજન નિમિત્તે એમ બન્ને પ્રકારે થતી જીવહિંસાનો નિષેધ કર્યો. કંટકેશ્વરી દેવીને અપાતો પશુબલિ પણ બંધ કરાવ્યો. હેમચંદ્રાચાર્ય કુમારપાળને દૈવી કોપથી મુક્ત કર્યા અને પૂર્વભવમાં આઠ ઉપવાસ કરીને શેઠના ઘરે એ મૃત્યુ પામ્યો હતો એ વાત કરી. અમારિ ઘોષણા દ્વારા કુમારપાળે કતલખાનાં બંધ કરાવ્યાં. પશુપીડા પર પ્રતિબંધ મૂક્યો અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના જોવા મળે છે તેના પાયામાં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે કરેલાં કાર્યો કારણભૂત છે. તેમની પાસેથી સમ્યક્ત્વ તથા ગૃહસ્થનાં બાર વ્રતો સ્વીકાર્યા અને તે સમયથી આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે એમને “રાજર્ષિ'નું બિરુદ આપ્યું હતું. રાજાએ સવારમાં મંગલપાઠથી જાગવું, નમસ્કારનો જાપ, ‘વીતરાગસ્તોત્ર' તથા ‘યોગશાસ્ત્રનો અખંડ પાઠ, જિનદર્શન, ચૈત્યવંદન, કુમારપાળવિહારમાં ચૈત્યપરિપાટી, ઘરદેરાસરમાં ભોજન-નૈવેદ્ય ધરીને જમવું, સાંજે ઘરદેરાસરમાં આંગીરચના, આરતી, મંગલદીવો, પ્રભુસ્તુતિગુણગાન, રાત્રે મહાપુરુષોના જીવનની વિચારણા અને નિદ્રા - એ રીતે એનો દૈનિક ધાર્મિક ક્રમ હતો. ૧૪ વર્ષમાં ૧૪ કરોડ સોનામહોરોનું દાન, ૨૧ ગ્રંથભંડારોનું લેખન, ૧૮ દેશોમાં અમારિ પાલન, ૧૪ દેશોના રાજાઓ સાથે મૈત્રી, સાત તીર્થયાત્રાઓ, ૧૪૪૪ દેરાસરોનું નિર્માણ અને ૧૬00 દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવનાર મહારાજા કુમારપાળ ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય અને આદર્શ રાજવી તરીકે ચિરસ્મરણીય બની રહ્યા. ૮૪ વર્ષની ઉંમરે વિ. સં. ૧૨ ૨૯માં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. ગુરૂવિદાય પછી રાજ્ય વિશે વૈરાગ્ય અનુભવતા ગુર્જરેશ્વર મહારાજા કુમારપાળ વિ. સં. ૧ ૨૩૦માં એંસી વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા. ધર્મસ્નેહસૌજન્ય શ્રી રમેશચંદ્ર હેમંતલાલ ગાઠાણી પરિવાર, હ. અ. સૌ. હર્ષાબહેન, પુત્ર ધર્મેશ, પરાગ, પુત્રવધુ ભારતી, પૌત્રી પ્રિયાંશી. (વડાલા), હાલ અમદાવાદ. Jain Education are Page #146 -------------------------------------------------------------------------- ________________ FOR YOU YOU YONO, VOYOYOTVOR VITE રાજવા રીઓ સ E Snymanent શેવ કંડલિંક IPIDS 1L # VOR YOAYYOR VOND VOORVORVORTONOR Jajn Education International Page #147 -------------------------------------------------------------------------- ________________ N ૬૬. ભીમ કુંડલિયો ભગવાન તો ભક્તની ભાવનાના ભૂખ્યાં છે. હૃદયમાં ધર્મના સાચા સ્નેહ વિના કરોડોનું દાન કરનાર કરતાં સાચી ભાવનાથી એક કોડીનું દાન કરનાર મહાન છે. જૈનદર્શને પ્રત્યેક ધર્મઆચરણમાં દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ દર્શાવ્યા છે. ભાવનાશૂન્ય હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે દ્રવ્ય, ભાવનાપૂર્ણ હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે ભાવ. ભીમ કુંડલિયોનું જીવન હૃદયની સાચી ધર્મભાવનાનું મહિમાગાન કરે છે. | વિ. સં. ૧૨ ૧૩માં શ્રી શત્રુંજય તીર્થના મૂળ જિનાલયનો મહામાત્ય વાહડે જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિષ્ઠાનો બરાબર રંગ જામ્યો હતો. આ પ્રતિષ્ઠામાં ટીમાણાનો અતિ ગરીબ ચીંથરેહાલ જૈન ભીમ પણ આવ્યો હતો. તે કુંડલાના ઘીનો વેપારી હતો. તેણે પોતાના ગામથી છ દ્રમ્મનું ઘી લાવીને સંઘમાં ફેરી કરી. આને પરિણામે એને એક રૂપિયો અને સાત દ્રમ્મની કમાણી થઈ. આમાંથી એક રૂપિયાનાં ફૂલ ખરીદીને એણે પ્રભુપૂજા કરી. આવો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરાવનાર મહામાત્ય વાહડનાં દર્શન કરવાની ભાવનાથી ભીમ મંત્રીરાજના તંબુ પાસે આવ્યો. નિર્ધનતાથી ઘેરાયેલા ભીમને મંત્રીને મળતાં સંકોચ થતો હતો. મંત્રી માનવપારખુ હતા. એમણે આ ગરીબ ભીમને પોતાની પાસે અર્ધઆસન પર બેસાડ્યો. એના જીવનનો ઇતિહાસ જાણી લીધો. મંત્રી વાહડે ભાવથી કહ્યું, “ભીમ, તું મારો સાધર્મિક ભાઈ છે. મારે યોગ્ય કંઈ કામ હોય તો જરૂર કહેજે.” આ સમયે તીર્થોદ્ધારના વહીવટદારો તીર્થોદ્ધારની રકમ પૂરી કરવા ટિપ કરતા હતા. તેઓ ભીમ પાસે આવ્યા. એની પાસે સાત દ્રમ્ય હતા. એ સઘળી મૂડી એણે ટિપમાં આપી દીધી. કેવો વિરલ ત્યાગ ! કેવી અનુપમ ભાવના ! કેવી ભવ્ય ધર્મપ્રીતિ ! મહામાત્ય વાહડ આ ગરીબ માનવીનો વિરાટ ત્યાગ જોઈને પ્રસન્ન થઈ ગયો. ટિપની યાદીમાં એમણે ભીમ કુંડલિયોનું નામ પહેલું લખાવ્યું. સાથે શ્રેષ્ઠીઓને કહ્યું પણ ખરું, “જુઓ, આનું નામ ત્યાગ ! છ દ્રમ્મના ઘીમાંથી એક રૂપિયા અને સાત (ાણી કરી. રૂપિયાનાં પુષ્પોથી પ્રભુપૂજા કરી, બાકીના સાત દ્રમ્મ ટિપમાં લખાવ્યા. એને આજની પ્રભુભક્તિમાં રસ છે. કાલની કશી ફિકર નથી. ધર્મકાર્ય પ્રત્યે એનો ધર્મસ્નેહ તો જુઓ !” વાહડ મંત્રીએ ભીમ કુંડલિયોને ત્રણ રેશમી વસ્ત્રો અને પાંચસો દ્રમ્મની ભેટ આપી. ભીમે હસીને કહ્યું, “મંત્રીશ્વર, આ નાશવંત સંપત્તિના લોભમાં હું મારું પુણ્ય વેચી ન શકું. તમે પૂર્વભવમાં આવું પુણ્ય કર્યું તેથી આજે આવી સ્થિતિમાં છો. તો પછી મારું સંચિત પુણ્ય શી રીતે આપી શકું ? આ તો છેતરામણી કયો જેવું કહેવાય.” મંત્રી વાહડ આવાં વચનો સાંભળી ખૂબ પ્રસન્ન થયા. એણે પાનનું બીડું આપીને ભીમનું સન્માન કર્યું. ભીમ કુંડલિયો ઘેર આવ્યો તો રોજ એનો હિસાબ લેનારી કર્કશા નારીએ કશું ન પૂછવું. બન્યું હતું એવું કે એના ઘરની ગમાણમાં ગાય બાંધવાનો ખીલો કાઢીને બરાબર નાખવા જતાં એને ચાર હજાર સોનામહોર મળી હતી. પોતાની આ વાત અતિ હર્ષભેર ભીમ કુંડલિયોને કહી. ભીમ કુંડલિયોએ કહ્યું, “આ તો મારી પ્રભુપૂજાનું ફળ છે. આ રકમ તો આપણે તીર્થમાં વાપરવી જોઈએ.” બીજે દિવસે સંઘમાં આવીને મંત્રી વાહડને આ રકમ આપી તો મંત્રીએ આ રકમ લેવાનો સાફ ઇન્કાર કર્યો. ભીમ કુંડલિયોએ કહ્યું, - “મંત્રીશ્વર, મારી પાસે એક બળદ છે તે બસ છે. આ ધન રાખીને મારે વિના કારણે કોઈ ક્લેશ નથી વહોરવો.” આમ છતાં મંત્રી વાહડે રકમ સ્વીકારી નહીં. છેક રાત સુધી બંને વચ્ચે રકઝક ચાલી. રાત્રે કપર્દી યક્ષે કહ્યું, “તારી પુષ્પપૂજાથી પ્રસન્ન થઈને આ ધન આપ્યું છે. એનો તારે માટે અને દાન કાજે ઉપયોગ કર. હવે સમૃદ્ધિ સદાય તારી સાથે રહેશે.” બીજે દિવસે ભીમ કુંડલિયોએ ભગવાન ઋષભદેવની સુવર્ણરત્નો અને પુષ્પો વડે લાખેણી પૂજા કરી. કપર્દી યક્ષની પણ પૂજા કરી. એનો ભંડાર છલોછલ ભરાયેલો રહ્યો. આ ભીમ કુંડલિયોએ શ્રી શત્રુંજય મહાતીર્થ પર ભીમકુંડ બંધાવ્યો. | ધર્મસ્નેહસૌજન્ય સ્વ. બાલચંદ ધુલચંદ મહેતા જાવરા(મ. પ્ર.)વાળાના આત્મશ્રેયાર્થે શ્રી પ્રકાશચંદ્ર બાલચંદ મહેતા પરિવાર, અમદાવાદ છે. Jain Education like Page #148 -------------------------------------------------------------------------- ________________ OOOOO SOLO LOKOM O TOR wain Education Internal Winelibrary.org Page #149 -------------------------------------------------------------------------- ________________ ૬૭. શેઠ જગડુશાદ - અહિંસાનું પાલન અને કરોડોની સંપત્તિનું દાન એ જગડુશાની વિશેષતા હતી. એક વખત સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે કોયલા પહાડીની નજીક એમનું જહાજ થંભી ગયું. એમ કહેવાતું કે મધ્યાહ્ન સમયે દેવીની દૃષ્ટિ જે વાહન પર પડે તે ભસ્મીભૂત થઈ જાય. આ લોકમાન્યતા સાંભળીને જગડુશા દેવીના મંદિરમાં આવ્યા. આસનસ્થ થઈને ત્રણ ઉપવાસ કર્યા. દેવી પ્રસન્ન થતાં આ સંહાર બંધ કરવાની જગડુશાએ પ્રાર્થના કરી. કથા એમ કહે છે કે દેવીએ કહ્યું કે મંદિરનાં ૧૦૮ પગથિયાં પર એક એક પાડાને બલિરૂપે રાખવામાં આવે. જગડુશાએ ૧૦૬ પાડા મંગાવ્યા. બીજે પગથિયે પોતાના દત્તક પુત્રને અને પહેલે પગથિયે પોતે ઊભા રહ્યા. પશુઓના સંહારને બદલે પહેલાં પોતાનો બલિ ચડાવવા માટે પોતાની ડોક પર તલવાર ચલાવવા ગયા, ત્યાં જ કોઈ અદેશ્ય શક્તિએ એમનો હાથ પકડી લીધો. જગડુશાની જીવદયા અને સાહસની ભાવના જોઈને દેવી પ્રસન્ન થયાં. દેવીએ કહ્યું કે મારા દક્ષિણ દિશા તરફના મંદિરને ઉત્તર દિશા તરફનું બનાવી દે, જેથી કોઈ સંહાર ન થાય. આજે સૈકાઓ પછી પણ કોયલા પહાડીની યાત્રામાં દેવીનાં દર્શન કર્યા બાદ જ ગડુશા અને એમના પુત્રની આરતી ઉતારવામાં આવે છે. કચ્છના કંથકોટથી જગડુશાના પિતા સોળશાહ ભદ્રેશ્વર આવીને વસ્યા. જગડુશાની માતા લક્ષ્મીબાઈ દયાની સાક્ષાત મૂર્તિ હતાં. જગડુશાના પિતાનો વેપાર દેશ-પરદેશમાં ચાલતો હોવાથી એમને ત્યાં આવતા સંખ્યાબંધ આડતિયાઓ પાસેથી દરિયાઈ સફરની રોમાંચક ગાથાઓ સાંભળી હતી. એ સમયે બાળક જગડૂ એમ કહેતો કે હું મોટો થઈશ ત્યારે સો વહાણો લઈને નીકળીશ અને તમારા દેશમાં મારો વેપાર જમાવીશ. પિતાનું અવસાન થતાં જગડુશાએ વેપાર સંભાળ્યો. એ સમયે ભદ્રેશ્વર ગુજરાતના તાબામાં હતું અને મહારાજ ભીમદેવની સત્તા નબળી પડતી હતી. આ તકનો લાભ લઈને થરપારકરનો અભિમાની રાજા પીઠદેવ ભદ્રેશ્વર પર ધસી આવ્યો અને એના કિલ્લાને તોડી નાખ્યો. પરિણામે ભદ્રેશ્વર માથે પ્રત્યેક ક્ષણે ભય તોળાતો હતો, ત્યારે જગડુશાએ કિલ્લો બાંધવાનો વિચાર કર્યો. અભિમાની પીઠદેવે ધમકી આપી પરંતુ એનાથી સહેજે ચળ્યા વિના છ માસમાં કિલ્લો તૈયાર કરી દીધો. જગડુશાએ શત્રુંજય અને ગિરનારના ભવ્ય સંઘો કાઢીને યાત્રા કરી. અનેક મંદિરો બંધાવ્યાં. દેશાવરથી આવતા મુસલમાન વેપારીઓને નમાજ પઢવા માટે ખીમલી મસ્જિદ પણ ચણાવી આપી. | વિ. સં. ૧૩૧ ૧માં જગડુશા એક વખત પરમદેવસૂરિ આચાર્યનું વ્યાખ્યાન સાંભળવા ગયા ત્યારે દાન વિશે વ્યાખ્યાન આપ્યા પછી ગુરુદેવે જગડુશાને એકાંતમાં બોલાવીને કહ્યું, “તમારી લક્ષ્મીના સદ્વ્યયનો ખરો પ્રસંગ આવી રહ્યો છે. હવે ત્રણ વર્ષ ઉપરાઉપરી દુષ્કાળ આવશે. તેથી બને એટલું ધાન્ય ભરી રાખજો. એ ધાન્યથી દુષ્કાળમાં સહુને જિવાડજો, મનુષ્યસેવાનો આવો મહાન મોકો ફરી મળવો મુશ્કેલ છે.” આ સમયે જગડૂશાની દુકાનો ઉત્તરમાં ગિજની-કંદહાર સુધી, પૂર્વમાં બંગાળ સુધી, દક્ષિણમાં રામેશ્વર સુધી અને દરિયાપારના દેશોમાં પણ હતી. બધે અનાજની ખરીદી શરૂ થઈ. ધાન્યના કોઠારો પર જગડુશાએ એક તામ્રપત્ર લખાવ્યું તેમાં ફક્ત આટલા જ શબ્દો લખ્યા આ કણ ગરીબો માટે છે.” - જગડુશા | વિ. સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫નાં વર્ષમાં ઉપરાઉપરી ત્રણ દુષ્કાળ આવ્યા. આ દુષ્કાળમાં જગડુશાહે ગુજરાત, સિંધ, મેવાડ, માળવા, કાશી, દિલ્હી અને છેક કંદહારના રાજાને અનાજ આપ્યું. એકસો પંદર જેટલી દાનશાળા ખોલી જેમાં પ્રતિદિન પાંચ લાખ માણસોને ભોજન આપવામાં આવતું. આ દુષ્કાળમાં ચાર કરોડ, નવ્વાણું લાખ અને પચાસ હજાર મણ અનાજ ગરીબોને વિનામુલ્ય વહેંચ્યું અને નગદ સાડા ચાર કરોડ રૂપિયા ખચ્ય. રાજા-મહારાજાઓએ એમને પાલનહારનું બિરુદ આપ્યું. આજે પણ મહાન દાનેશ્વરીને જગડુશાની ઉપમા અપાય છે, તે આ માટે જ. ધર્મસ્નેહસૌજન્ય મુનિ શ્રી બલભદ્ર વિજયજી મ.ના ઉપદેશથી શ્રી કલ્યાણભાઈ મગનલાલ શાહ પરિવાર, અમદાવાદ Jain Education Inter Page #150 -------------------------------------------------------------------------- ________________ WORTO SO DODATO Oooongo UUUUUJUE पुत्र PORTO ESOR TIRO Jain Education interne For Private Pesonal use on nelibrary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ ૬૮. સેનાપતિ આભૂ ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ પર વિશાળ મુસલમાન સેના ચડી આવી. ગુજરાતના અંતિમ સોલંકી રાજા ભીમદેવ (દ્વિતીય) એ સમયે રાજ્યમાં ઉપસ્થિત નહોતા, આથી સહુ કોઈના મનમાં ચિંતાયુક્ત સવાલ જાગ્યો કે મુસ્લિમ આક્રમણથી કઈ રીતે રાજ્યની રક્ષા કરી શકાય ? આમ તો સેનાપતિ સેના લઈને યુદ્ધ લડે, પરંતુ સેનાપતિપદે હજી હમણાં જ શ્રીમાળી જૈન રજપૂત આભૂની નિયુક્તિ થઈ હતી. સાવ નવોસવો સેનાપતિ યુદ્ધભૂમિ પર સેનાને કઈ રીતે માર્ગદર્શન આપી શકે ? આમ ત્રણ પ્રકારની ચિંતાથી અણહિલપુર પાટણ ઘેરાઈ ગયું. એક તો પ્રજાઉત્સાહ અને સૈન્યશક્તિ આપે તેવા રાજા ભીમદેવ હાજર નહોતા. બીજી કોઈ એવી વ્યક્તિ નહોતી કે જેના પર રાજ્યની સુરક્ષાનો મદાર રાખી શકાય. ત્રીજી વાત એ હતી કે વિશાળ મુસલમાન સેના સામે ઝઝૂમી શકે એટલી પૂરતી અને વ્યવસ્થિત સેના પણ નહોતી. આથી રાજ્યના અધિકારીઓ ચિંતામાં ડૂબી ગયા હતા. ગુજરાતનાં મહારાણીએ જોયું કે હવે કોઈ ઉપાય નથી. મુસલમાન સેના સાવ નજીક આવી ચૂકી છે. એક એક પળ કીમતી છે, ત્યારે તત્કાળ નિર્ણય લેવાની જરૂર હતી. આખરે એણે સેનાપતિ આભૂને બોલાવ્યા અને યુદ્ધનો દોર સોંપ્યો. સેનાપતિ આભૂએ સૈનિકોને એકઠા કરીને એમનામાં ઉત્સાહ જગાવ્યો. દુશ્મનોને મૂંઝવી નાખે એવી વ્યૂહરચના કરી. બીજે દિવસે પ્રાતઃકાળે યુદ્ધનો પ્રારંભ થયો. સેનાપતિ આભૂ ધર્મનિષ્ઠ શ્રાવક હતો. દિવસમાં બે વાર સવારે અને સાંજે પ્રતિક્રમણ કરતો હતો. સંધ્યાની લાલિમા આકાશના ખૂણે છવાઈ ગઈ. પ્રતિક્રમણનો સમય નજીક આવ્યો. સેનાપતિ આભૂ વિચારવા લાગ્યો કે કોઈ એકાંત સ્થળે જઈને પ્રતિક્રમણ કરી લઉં, પરંતુ આ યુદ્ધભૂમિની વચ્ચે એકાંત સ્થળ ક્યાંથી મળે ? સંહારથી ભરેલા સમરાંગણમાં સમતાંગણ જેવું પ્રતિક્રમણ કેવી રીતે થઈ શકે ? જો સેનાપતિ જ સમરાંગણ છોડીને જાય તો તો આફતની આંધી જાગે. સેનાપતિ વિના સેના હતોત્સાહ થઈ જાય અને એના લલાટે પળવારમાં પરાજય લખાઈ જાય. એક બાજુ દૃઢ ધર્મશ્રદ્ધા હતી, બીજી બાજુ એના પાલનમાં પારાવાર મુશ્કેલી હતી. એક બાજુ ધર્મ, બીજી બાજુ સંકટ ! આખરે યુદ્ધભૂમિ પર હાથીની અંબાડી પર બેઠાં-બેઠાં પ્રતિક્રમણનો પ્રારંભ કર્યો. પ્રતિક્રમણમાં જ્યારે “જેમે જીવા વિરાહિયા એગિદિયા બેઇંદિયા (એકેન્દ્રિય, બેઇંદ્રિય - જે કોઈ જીવની મેં વિરાધના - હિંસા - કરી હોય)” ઇત્યાદિ શબ્દોનું સેનાપતિ આભૂ ઉચ્ચારણ કરતા હતા ત્યારે કોઈ સૈનિકે એક બીજા સૈનિકને કહ્યું, “અરે ! જુઓ તો ખરા ! આપણા સેનાપતિ યુદ્ધના મેદાનમાં કેવું અહિંસક કૃત્ય કરી રહ્યા છે ! એક બાજુ મારો-કાપોના હોકારા-પડકારા સંભળાય છે. સામસામે દુશ્મનો પર શસ્ત્રો ઝીંકાય છે. આવે સમયે એ “એગિંદિયા બેઇંદિયા” કરી રહ્યા છે. આ બિચારો નરમ-નરમ શીરો ખાનારો શ્રાવક યુદ્ધમાં ક્યાંથી બહાદુરી બતાવશે ?’’ આ વાત છેક મહારાણીના કાન સુધી પહોંચી. મહારાણીના મનમાં પારાવાર ચિંતા જાગી, પરંતુ હવે નિરૂપાય હતાં. બીજે દિવસે પ્રાતઃકાળે યુદ્ધનો પ્રારંભ થયો. સેનાપતિ આભૂએ દુશ્મનો પર એવું પ્રબળ આક્રમણ કર્યું કે એમને શરણાગતિ સ્વીકારવી પડી. પાટણની પ્રજાએ સેનાપતિ આભૂનો જયજયકાર કર્યો અને મહારાણીએ એમનું સન્માન સાથે સ્વાગત કર્યું. મહારાણીએ કહ્યું, “તમને યુદ્ધભૂમિ પર પ્રતિક્રમણ કરતાં જોઈને સૈનિકોએ ઘોર નિરાશા અને મેં પારાવાર વ્યથા અનુભવી હતી, પરંતુ તમારી વીરતા જોઈને આજે અમે સહુ આશ્ચર્યમુગ્ધ બન્યાં છીએ.” સેનાપતિ આભૂએ ઉત્તર આપ્યો, “મારું અહિંસાવ્રત મારા આત્મા સાથે સંબંધિત છે. દેશ કે રાજ્યની રક્ષા એ મારું પરમ કર્તવ્ય છે. એને માટે વધ કરવાની કે હિંસા કરવાની જરૂર પડે તો તેમ કરવું એ મારો પરમ ધર્મ સમજું છું. મારું શરીર એ રાષ્ટ્રની સંપત્તિ છે, તેથી રાષ્ટ્રની આજ્ઞા અને આવશ્યકતા અનુસાર તેનો ઉપયોગ થવો જોઈએ. શરીરમાં રહેલો આત્મા અને મન મારી પોતાની સંપત્તિ છે. એ બંનેને હિંસાભાવથી દૂર રાખવાં એ જ મારા અહિંસા વ્રતનું લક્ષણ છે.” સેનાપતિ આભૂનો દેશપ્રેમ અને ધર્મનિષ્ઠા જોઈને સહુનાં મસ્તક ઝૂકી ગયાં ! ધર્મસ્નેહસૌજન્ય Jain Education Internation સ્વ. જીવરાજ નાનચંદ બગડિયાના આત્મશ્રેયાર્થે વંદુબહેન જીવરાજભાઈ બગડિયા પરિવાર, અમદાવાદ www.jalmallbrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ VONONTON YONDAYONYONYONYONYON A Jain Education Internationa 000000 YONAYOL OLYYAYAYANOLYDAVOLVON Page #153 -------------------------------------------------------------------------- ________________ ૬૯. કુંડલિયો શ્રાવક ઘીના કુંડલા (ગાડવા) વેચતા એ શ્રાવકને સહુ કુંડલિયો કહેતા હતા. ઘી વેચવાનો વ્યવસાય કરતો આ શ્રાવક ધર્મદર્શનનો ઊંડો જાણકાર હતો. એક વાર નગરમાં ઘી વેચવા નીકળેલા કુંડલિયાએ જોયું તો રાજમાર્ગ પરથી પાલખીમાં બિરાજમાન થઈને આચાર્યશ્રી રત્નાકરસૂરિજી રાજમહેલ ભણી જતા હતા. પાલખીની સાથે અનેક વિદ્વાનો પગપાળા ચાલતા હતા. આગળ શસ્ત્રધારી સૈનિકો અને પાછળ નામાંકિત રાજસેવકો હતા. સહુ કોઈ ઊંચા અવાજે જોર-જોરથી આચાર્યશ્રીનો જય પોકારતા હતા. કેટલાક આચાર્યશ્રીની દૃષ્ટિ પડે અને તેને પરિણામે રાજકૃપા સાંપડે તે માટે ધક્કામુક્કી કરી એમની પાલખીની પાસે આવતા હતા. કુંડલિયો શ્રાવક આ જોઈને વિચારમાં પડ્યો. એ જાણતો હતો કે આચાર્ય રત્નાકરસૂરિજી ધર્મસિદ્ધાંત, દર્શનશાસ્ત્ર, ન્યાય-વ્યાકરણ, સાહિત્ય, છંદ વગેરે અનેક વિદ્યાઓમાં પારંગત હતા. સકલ શાસ્ત્રમાં નિપુણ અને સ્વ-પર શાસ્ત્રના રહસ્યના પારગામી હતા. રાજા અને પ્રજા સર્વેએ એમના પ્રત્યે માન-સન્માન દાખવવા માટે રાજસભામાં પગે ચાલીને વિહાર કરવાને બદલે પાલખીમાં બિરાજીને આવવાની આગ્રહભરી વિનંતી કરી. એ પછી ક્રમશઃ આચાર્યશ્રી રત્નાકરસૂરિજીના ચારિત્ર્યગુણમાં શિથિલતા આવતાં ઓટ આવવા માંડી. એક ભૂલ એકસો ભૂલ સર્જે. સમય જતાં રાજા અને સામંત જેવો સ્વાદિષ્ટ, મિષ્ટ આહાર અને ઉત્તમ કીમતી વસ્ત્રો વાપરવા લાગ્યા. વખત જતાં મોતી-માણેકની ભેટ પણ સ્વીકારવા લાગ્યા. કુંડલિયા શ્રાવકે આચાર્યશ્રીને વિધિપૂર્વક વંદન કર્યાં. રત્નાકરસૂરિજીના વ્યાખ્યાનમાં ગયો. વ્યાખ્યાન બાદ ‘ઉપદેશમાલા’ ગ્રંથની ગાથા કહીને અર્થ પૂછ્યો. એણે પૂછ્યું, दोससयमूलजालं, पुव्वरिसिविवज्जियं जइवंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ।। [ સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ જાળ સમાન, પૂર્વઋષિઓએ ત્યાગેલા, યતિ-મુનિઓએ જેનું વમન કર્યું છે તેવા અને અનર્થ કરનારા એવાં અર્થ(ધન)ને જો વહન કરે અર્થાત્ પાસે રાખે, તો પછી શા માટે નિરર્થક તપ કરે છે ? અર્થાત્ ધનાદિ પરિગ્રહને ગ્રહણ કરનારના તપ-સંયમાદિ નિરર્થક છે.] અનેકાર્થવાદી આચાર્યશ્રીએ પોતાની પ્રજ્ઞા-પ્રતિભાથી સર્વ પંડિતો માન્ય કરે એવા આ શ્લોકના મૂળ અર્થને બદલે એના અનેક જુદા જુદા અર્થ કરી બતાવ્યા. કુંડલિયા શ્રાવકે નમ્રતાથી કહ્યું, “આચાર્યશ્રી ! આપની પાસે અદ્ભુત અર્થ સાંભળ્યો, પરંતુ આવતી કાલે એનો મૂળ અર્થ વિશેષ પ્રકાશિત કરીને મારા આત્માને કૃતાર્થ કરશો તેવી વિનંતીપૂર્વકની મારી પ્રાર્થના સ્વીકારશો.” આમ કહી વંદન કરી કુંડલિયો ઘી વેચવા નીકળી ગયો. ફરી બીજે દિવસે આવ્યો. આચાર્યશ્રીએ શબ્દપર્યાયના આધારે શ્લોકની નવીન વ્યાખ્યા કરી. ત્રીજે દિવસે આવ્યો ત્યારે કદી ન સાંભળ્યો હોય તેવો સાવ નવીન અર્થ કર્યો. આમ ગાથાના અર્થની વ્યાખ્યામાં છ મહિના વીતી ગયા. છ મહિના બાદ કુંડલિયાએ આવીને કહ્યું, “આચાર્યશ્રી ! ઘી વેચીને ઉપાર્જન કરેલું સઘળું નાણું આજે ખલાસ થઈ ગયું છે. એક જરૂરી કામથી મારે મારા ગામ પાછા જવું પડશે. માત્ર એક વાતનો વસવસો રહેશે કે આપના જેવા મહાન અને સમર્થ ગુરુ મહારાજ પાસેથી ગાથાનો મૂળ અર્થ હું સમજી શક્યો નહીં.” આચાર્યશ્રીએ એને આવતી કાલે ફરી આવવા કહ્યું. તેઓ ખુદ ચિંતનમાં પડ્યા. પછીને દિવસે ગાથાનો યથાર્થ અર્થ કુંડલિયાને સંભળાવ્યો. શ્રાવક કુંડલિયો આનંદિત થતો ઘેર ગયો. શ્રી રત્નાકરસૂરિજી મહારાજનો આત્મા જાગી ગયો. પોતાના પ્રમાદ માટે પારાવાર પશ્ચાત્તાપ થયો. તેની આલોચના કરવા શ્રી શત્રુંજય મહાતીર્થ પર જઈને શ્રી આદીશ્વર ભગવાન સમક્ષ વૈરાગ્ય રસથી ભરપૂર સ્તુતિ કરી, જે સ્તુતિ ‘રત્નાકર પચ્ચીશી' તરીકે ભાવિકોના કંઠે વસી ગઈ. ધર્મસ્નેહસૌજન્ય સ્વ. ચીનુભાઈ ચંદુલાલ શાહ(અગરબત્તીવાળા)ના આત્મશ્રેયાર્થે મંજુલાબહેન ચીનુભાઈ શાહ પરિવાર, અમદાવાદ Page #154 -------------------------------------------------------------------------- ________________ OROVA સતoની પેઢી, સૌરાષ્ટ્ર હું ત્રિી 8 કિવદ દશમ વિક્રમ સંવત સોમયદોઠની પેટી,અમદાવ કંઠી લખીને નાહતા paઈથી એક લાખ આપીને મારા નામ ખાતે લોટ પંદસેઠની પેઢી સૌરાષ્ટ્ર, સુદ પાંચમ વિક્રમ સંવત ની પેઢી અમદાવાદ. આવતા ભાઈશ્રી મોરાની લલાટણ લાખ બાપૅનાખેલા Mદલાળ વ્યાજ ખાતે જમા કરાઇ સરળ, 2, || LOKOMO O o orto? Main Education International Page #155 -------------------------------------------------------------------------- ________________ ૭૦. સવા-સોમા સૌરાષ્ટ્રના સવચંદ શેઠનો વેપાર ધમધોકાર ચાલતો હતો. જમીન પર હજારોની પોઠો ચાલે અને દરિયા પર માલ ભરેલાં વહાણો ચાલે, દિલ્હી, આગ્રા અને અમદાવાદના બજારમાં એમની પ્રતિષ્ઠા એટલી ઊંચી કે સવચંદ શેઠની હૂંડી ક્યાંયથી પાછી ફરે નહીં. દરિયામાં ભરતી-ઓટ આવે એમ માણસની જિંદગીમાં પણ ચડતી-પડતી આવે. એક વાર દરિયાઈ માર્ગે ગયેલાં સવચંદ શેઠનાં બારે વહાણ દરિયામાં ગુમ થયાં, એક-એક વહાણમાં લાખોના હિસાબે માલ ભર્યો હતો. દિવસો પર દિવસો વીતતા જતા હતા, પણ વહાણના કાફલાની કોઈ ભાળ મળતી નહોતી. નક્કી રત્નાકર સાગર એને ગળી ગયો હશે ! સવચંદ શેઠ જોતજોતામાં ખાલીખમ થઈ ગયા. ઘરમાંથી વાલની વાળી સુધ્ધાં આપી દીધી, પણ આભ ફાટયું હતું ત્યાં થીંગડું દીધું ચાલે એમ નહોતું. | નજીકના ગામના ઠાકોરની રકમ શેઠને ત્યાં હતી. એણે આવીને ઉઘરાણી કરવા માંડી. સવચંદ શેઠે થોડીઘણી રકમ મેળવવા મહેનત કરી પણ ફાવ્યા નહીં. દુનિયામાં પડતાંને પાડનાર લાખ માનવી છે, પડતાંને ઊભા કરનાર કોઈ વિરલા જ હોય છે. શેઠે ઉઘરાણી મેળવવા કે ઉછીનું મેળવવા પ્રયાસ કર્યો, પણ ખાલી હાથે પાછા ફર્યા ! છેવટે નરસિંહ મહેતાએ શામળશા શેઠ ઉપર લખી હતી એવી હૂંડી વણથલીના શેઠ સવચંદ જેરાજે અમદાવાદના શેઠ સોમચંદ અમીચંદ પર લખી અને લખ્યું કે આ ચિઠ્ઠી લઈને આવનાર ઠાકોર સૂરજમલજી સતાવતને હૂંડી દેખાડે એટલે એક લાખ રોકડા રૂપિયા આપશો. સવચંદ શેઠને સોમચંદ શેઠની કોઈ પહેચાન નહોતી કે પૈસાની કોઈ લેવડદેવડ ક્યારેય કરી નહોતી. આ લાખની હૂંડી કેમ સ્વીકારાશે એ વિચારમાં શેઠની આંખમાંથી બે આંસુ ટપકીને કાગળ પર પડ્યાં. ખેર ! બીજું કરે પણ શું ? પ્રભુનું નામ લઈ હૂંડી ઠાકોરના હાથમાં મૂકી. અમદાવાદના ઝવેરીવાડમાં ધનાઢ્ય સોમચંદ શેઠ રહેતા હતા. સોમચંદ શેઠે હૂંડી વાંચી. એમણે હૈયાપાટી પર સવચંદ શેઠનું ખાતું યાદ કર્યું, પણ કશું યાદ ન આવ્યું. મુનીમને તપાસ કરવા કહ્યું. મુનીમે ચોપડા ઉખેળ્યા, પણ ક્યાંય આ નામઠામ ન મળે. સોમચંદ શેઠે ઠાકોરને કહ્યું કે અમારે ત્યાં મોટી રકમની હૂંડી ત્રણ દિવસે સ્વીકારાય છે, માટે ત્રણ દિવસ તમે અમારા મહેમાન બનીને રહો. સોમચંદ શેઠનો વૈભવ જોઈને અંજાઈ ગયેલા ઠાકોર ત્રણ દિવસ રોકાયા. શેઠે ફરી નિરાંતે ચોપડા જોયા. એમાંય સવચંદ શેઠનું કોઈ ખાતું નીકળ્યું નહી', ફરી હૂંડી મંગાવીને ધ્યાનથી જોયું તો એમની નજર હૂંડી પર પડેલાં બે બિંદુ પર ગઈ. નક્કી, કોઈ લાખેણા પુરુષનાં આ આંસુ લાગે છે ! એણે મારે ભરોસે હૂંડી લખી લાગે છે. લક્ષ્મીનો પોતાનો સાધર્મિક માટે ઉપયોગ કરવાની સોનેરી તક સામે ચાલીને મળી છે ! માણસ માણસના કામમાં ન આવે તો માનવદેહ મળ્યો ન મળ્યો સરખો ગણાય. શેઠે મુનીમને કહ્યું કે ઠાકોરને લાખ રૂપિયા ચૂકવી આપો. મુનીમે કહ્યું કે સવચંદ શેઠનું ખાતું નથી તો લાખ રૂપિયા કયા ખાતે લખીને આપું ? શેઠે કહ્યું કે ખર્ચ ખાતે લખીને આપો. અંધકારમાંથી સોનાનો સૂરજ ઊગે એમ સવચંદ શેઠનાં બારે વહાણ પાછાં આવ્યાં. ઠાકોરને લઈને વણથલીના સવચંદ શેઠ અમદાવાદમાં સોમચંદ શેઠને ત્યાં આવ્યા. શેઠ પેઢી પર બેઠા હતા. સવચંદ શેઠે દોડીને પોતાની પાઘડી એમના ખોળામાં મૂકતાં કહ્યું, “શેઠ, મને મરેલાને તમે જિવાડ્યો. તમે મારી આંટ રાખી. આ ચામડીથી તમારા જોડા સિવડાવું તોય ઓછા છે. તમારું નાણું લઈ લો.” સવચંદ શેઠે થેલીઓ પર થેલીઓ ઉતારવા માંડી. ત્રણ લાખ રૂપિયા મૂક્યા. સોમચંદ શેઠે કહે, “અમે તો લાખ આપ્યા હતા. વ્યાજ મેળવીએ તોય બહુ બહુ તો સવા લાખ થાય.” વાત વિવાદે ચડી. સોમચંદ શેઠ કે સવચંદ શેઠ એકે માને નહીં. ગામનું મહાજન એકઠું થયું. નક્કી થયું કે આ સંપત્તિમાંથી સંઘ કાઢવો. ભાવથી તીર્થયાત્રા કરવી. રસ્તે દાન દેવું. દુ:ખિયાનાં દુઃખ દૂર કરવાં. આખો સંઘ નીકળ્યો અને શ્રી શત્રુંજય તીર્થ પર પહોચ્યો. ત્યાં જઈ બાકીના દ્રવ્યથી દેરાસરો બાંધ્યાં. આજે સવા-સોમાની ટૂંકના જિનાલયો જોઈને અંતર બોલી ઊઠે છે : “રંગ છે સવા-સોમાને ! દુનિયામાં રાખ-રખાપત હજો તો આવી હજો, માણસાઈ મળો તો આવી મળજો. લક્ષ્મી મળો તો આવાને મળજો.” ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સમક્તિચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી અશોકભાઈ લાલભાઈ વકીલ પરિવાર, અમદાવાદ Jain Education e Page #156 -------------------------------------------------------------------------- ________________ Von N OVO अहिंसा अस्तेय धम्हवर्य अपरिग्रह nnn LUOTO TORT Main Education Interior Page #157 -------------------------------------------------------------------------- ________________ ૭૧. પંચાખ્ય ભારવાહક રાજમાં વસતા ભારવાહક પાંચસો મજૂરોમાં પંચાખ્ય ભારવાહક મજૂરોની ટુકડીનો મુખ્ય મજૂર અને સૌથી બળવાન છે, એકસાથે અનાજ ભરેલા પાંચ ઘડા (કળશી) માથે ઊંચકી શકતો હતો. પોતાના રાજ્યમાં આવી અસાધારણ તાકાત ધરાવતા મજબૂત ભારવાહક વસે છે, તે જોઈને રાજા એના પર પ્રસન્ન થયો. શક્તિશાળી પંચાખ ભારવાહકને રાજાએ એવું વચન આપ્યું કે, “જ્યારે તું તારા પાંચસો મજૂરો સાથે ભાર વહન કરીને રસ્તા પર જતો હોઈશ ત્યારે સામેથી સૈન્ય, હાથી, અશ્વ, રથ કે ગાડાં કશું પણ આવતું હોય તો તારે સહેજે બાજુએ ખસવું નહી'. આઘાપાછા થવું નહી', અરે ! ખુદ હું આવતો હોઉ તો પણ તું નક્કી કરેલા માર્ગ પર જે રીતે ચાલતો હોય તે રીતે જ ચાલજે. તારા જેવા ભારવાહક માટે મને આદર છે. વળી જ્યારે તારે મારો ભય રાખવાનો નથી, તો પછી સામેથી સૈન્ય આવતું હોય કે સેનાપતિ હોય, તારે સહેજે ભયભીત થવાનું નહીં. તારે તો તારી રીતે જ નિશ્ચિત બનીને ચાલવાનું.” પંચાખ્ય ભારવાહકે રાજાના હુકમનો આદરપૂર્વક સ્વીકાર કર્યો. રાજાએ એમ પણ કહ્યું, “જો કોઈ પણ મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તો હું એને સખતમાં સખત શિક્ષા કરીશ.” - રાજાની આજ્ઞા હોવાથી પંચાખ્ય ભારવાહક નચિંત મનથી રસ્તા પર ચાલતો હતો. એટલી જ નિશ્ચિતતાથી એની પાછળ પાંચસો મજૂરો ચાલતા હતા. એને સામેથી ચાલતો જોઈને સહુ કોઈ બાજુએ ખસી જઈને રસ્તો કરી આપતા હતા. વળી રાજાની આજ્ઞા હોવાથી અને પ્રજાને આદર હોવાથી આવું કરવાને લીધે કોઈના મનમાં સહેજે ગ્લાનિ થતી નહોતી. એક વાર પંચાખ્ય ભારવાહક પોતાના પાંચસો મજૂરો સાથે નગરમાં પ્રવેશ કરતો હતો. પંચાખ્યએ માથા પર અનાજ ભરેલાં પાંચ બેડાં રાખ્યાં હતાં. એણે જોયું તો સામેથી સાધુ-મહારાજો માર્ગ પર ચાલ્યા આવતા હતા. | તપસ્વી સાધુઓને જોતાં પંચાખ્યએ વિચાર કર્યો કે મારા માથા પર તો પાંચ કળશી અનાજનો ઘણો મોટો ભાર છે, પરંતુ આ મુનિરાજોની તુલનામાં એ ભાર કશી વિસાતમાં ન ગણાય. મારો ભાર તો નરી આંખે જોઈ શકાય તેવો કિંતુ સીમિત છે. જ્યારે નરી આંખે ન દેખાય તેવો પાંચ મહાવ્રતરૂપી મહાન ભાર ધારણ કરનારા આ મુનિરાજોને તો ધન્ય છે. એમના અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એવા પાંચ મહાવ્રતરૂપી ભારની આગળ મારો બોજ, મારી શક્તિ કે મારું સામર્થ્ય સાવ સામાન્ય ગણાય. આવું વિચારતો પંચાખ્ય મુનિરાજોને માર્ગ આપવા માટે બાજુએ ખસી ગયો. એની પાછળ અનાજના ઘડા લઈને ચાલતા પાંચસો મજુરોને પણ ખસવું પડ્યું, આથી કેટલાક ભારવાહકોએ અકળાઈને પંચાખ્યને કહ્યું, આ રીતે આઘા ખસીને તમે સામે ચાલીને આફત વહોરી છે. રાજાની આજ્ઞાનું તમે છડેચોક ઉલ્લંઘન કર્યું.” કેટલાક ભારવાહકોએ રાજાને વાત કરી ત્યારે રાજાએ પંચાખ્યને આજ્ઞાની અવજ્ઞા કરવાનું કારણ પૂછયું. પંચાખ્ય ભારવાહકે કહ્યું, “હે રાજા ! મારા કરતા આ મુનિરાજો અધિક ભાર વહન કરતાં હોવાથી ઓછા ભારવાળા મેં એમને માર્ગ આપ્યો હતો.” આશ્ચર્ય પામેલા રાજાએ પૂછવું, “અરે ! આ મુનિરાજો ક્યાં તારા જેવો માથે ભાર વહન કરે છે ?” પંચાખ્ય ભારવાહકે કહ્યું, “આ મુનિરાજો મેરુપર્વત કરતાં અધિક ભારવાળા પાંચ મહાવ્રતોનું સતત વહન કરે છે અને તેમાં એક પળનો પણ પ્રમાદ કરતા નથી. જ્યારે હું તો બહારનો ભાર ઉપાડું છું. અનેક જીવોનું ઉપમર્દન કરીને અનેક ભવોમાં પણ છૂટી ન શકે તેવાં પાપની વૃદ્ધિ કરું છું. હે રાજન ! એક સમયે મેં પણ દીક્ષા અંગીકાર કરી હતી, પરંતુ પાંચ મહાવ્રતોનો ભાર વહન કરવામાં અશક્ત પુરવાર થયો. પરિણામે દીક્ષા છોડીને આવ્યંતર ભાર ઉપાડી નહી શકનાર હું, પાંચ કળશીનો ભાર ઉપાડું છું. વધુ બોજ ઉપાડનારને માર્ગ આપવો તે યોગ્ય જ ગણાય.” | પંચાખ્યની વાત પરથી જૈન મુનિઓની મહત્તાનો અનુભવ કરનાર રાજા એ પછી વિનયપૂર્વક નિરંતર મુનિરાજો પાસે ધર્મકથાનું શ્રવણ કરવા લાગ્યો. ધર્મસ્નેહસોજન્ય પ. પૂ. પંન્યાસ શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી શ્રી અમૃતલાલ (ચીમનલાલ) હંસરાજભાઈ દોશી પરિવાર, અમદાવાદ Jain Education Internal Page #158 -------------------------------------------------------------------------- ________________ LET Page #159 -------------------------------------------------------------------------- ________________ ૭૨. ભીમજી સંપતિ ભીમજી સંઘપતિનું જીવન એટલે સત્યપાલનની આકરી અગ્નિપરીક્ષામાં પસાર થનારા સાધકનું જીવન. રાજા હરિશ્ચંદ્ર જેવી સત્યપાલનની અને સત્યને માટે આત્મસમર્પણ કરનારની આ એક મહાકથા છે. ખંભાતના કુશળ વેપારી એવા ભીમજી સંઘપતિ ધનાઢ્ય શ્રેષ્ઠી હતા. તપાગચ્છના આચાર્ય દેવેન્દ્રસૂરિ માળવાથી વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા, ત્યારે એક દિવસ ભીમજીએ આચાર્ય મહારાજને વિનંતી કરી કે કંઈક એવી પ્રતિજ્ઞા આપો કે જેથી મારો જલદી ભવનિસ્તાર થાય. ' આ સાંભળીને આચાર્ય દેવેન્દ્રસૂરિએ કહ્યું, “જુઓ, સદાય સત્ય બોલવું એવી પ્રતિજ્ઞા લઈને તેનું યોગ્ય પાલન કરશો, તો તમારું જલદી કલ્યાણ થઈ જશે.” સંઘપતિ ભીમજીએ નતમસ્તકે વંદના કરી ગુરુની આજ્ઞા માથે ચડાવી અને પ્રતિજ્ઞા કરી કે હવે હું ક્યારેય અસત્ય બોલીશ નહીં. ગમે તેવી કપરી પરિસ્થિતિ હશે તો પણ સત્યપાલન કરીશ. - થોડા જ સમયમાં આ પ્રતિજ્ઞાની આકરી કસોટી થઈ. મહી નદીના કાંઠે વસતા અને લૂંટ કરતા એક પલ્લીપતિ ભીલે ભીમજીને આંતરીને પકડી લીધા અને પછી પૂછયું, “બોલ, તારા ઘરમાં કેટલું ધન છે ?” સત્યવક્તા ભીમજીએ કહ્યું, “ઘરમાં ઘરખર્ચ માટે ચાર હજાર રૂપિયા રાખેલા છે.” પલ્લીપતિ ભીલે ભીમજીને ગુપ્ત સ્થાનમાં સંતાડી દીધા અને એમના પુત્રને સંદેશો મોકલ્યો કે તમારા પિતાને અમે કેદ કર્યા છે. છોડાવવા હોય તો ચાર હજાર રૂપિયા આપી જાવ. ભીમજીના પુત્રએ બનાવટી સિક્કા લાવીને ભીલને આપ્યા, આ સિક્કા જોઈને ભીલને શંકા ગઈ, એ સાચા છે કે ખોટા તેનું પારખું કરવાનો વિચાર કર્યો. ભીલ જાણતો હતો કે ભીમજી સોની હંમેશાં સાચું બોલે છે, તો એની પાસે જ ખાતરી કરાવું. ભીમજી સોનીએ પુત્રએ આપેલા સિક્કા જોતાં જ કહ્યું, “આ સિક્કા તો તદ્દન બનાવટી અને નકલી છે. સાવ ખોટા છે.” | ભીમજીની આ વાત સાંભળીને ભીલ વિચારમાં પડી ગયો. એને થયું કે આ તે કેવો સત્યવક્તા ! પોતે બાનમાં છે અને એમનો પુત્ર રૂપિયા આપે તો જ જીવતો પાછો જઈ શકે તેમ છે, તેમ છતાં સચ્ચાઈ એટલી કે પોતાના દીકરાને જૂઠો કહ્યો ! રૂપિયાને નકલી કહ્યા ! લૂંટારા ભીલને થયું કે ભીમજી ખરો સત્યવાદી છે. એના ક્રૂર હૃદયને ભીમજીના સત્યની આંચ અડી. આવા ધર્મનિષ્ઠ સત્યપ્રિય માનવીને સતાવવાથી તો પ્રભુ ખૂબ નારાજ થાય. આમ વિચારી ભીલે ભીમજીને છોડી મૂક્યા, એટલું જ નહીં પણ તેને પોતાના ગામમાં કામદાર બનાવ્યા. વિ. સં. ૧૩૨૭માં આચાર્ય દેવેન્દ્રસૂરિનો માળવામાં સ્વર્ગવાસ થયો. એ પછી છ મહિના બાદ એમના પટ્ટધર વિદ્યાનંદસૂરિનો વિજાપુરમાં સ્વર્ગવાસ થયો. ભીમજી આચાર્ય દેવેન્દ્રસૂરિના અનન્ય ભક્ત હતા. આ ગુરુદેવોના સ્વર્ગગમનના શોકથી એણે બાર વર્ષ સુધી મોંમાં અન્નનો એક દાણો લીધો નહીં. | જિનશાસનની એક મહત્તા એ એની બ્રહ્મચર્યની ભાવના છે. પ્રભુ મહાવીર પૂર્વે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચતુર્વિધ વ્રત હતા એમાં ભગવાન મહાવીરે પાંચમું બ્રહ્મચર્ય વ્રત ઉમેર્યું અને એ વ્રતથી નારીને સ્વતંત્ર સ્થાન મળ્યું અને જીવનમાં સંયમનો પ્રભાવ વધ્યો. આથી સંઘપતિ ભીમજીએ ભારતમાં જે ચતુર્ઘતધારી સ્ત્રી-પુરુષો હોય તેને એક રેશમી સાડી અને પાંચ હીરાગત વસ્ત્રોની લહાણી કરી. ભીમજી શેઠના મહેતાજી ગામેગામ ફરીને આની લહાણી કરતા હતા. એમની આજ્ઞાથી મહેતાજીએ માંડવગઢના મંત્રી પેથડશાહ અને એમની પત્ની પદ્મિનીને આ લહાણી આપી. આ લહાણીનો મૂળ ઉદ્દેશ જાણીને બત્રીસ વર્ષના પેથડશા અને એમનાં પત્નીએ સજોડે બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું અને આ વસ્ત્રો પહેરીને ભાવથી જિનપૂજા કરી. અડગ સત્યનિષ્ઠા, ઉત્કૃષ્ટ ગુરુભક્તિ અને ચતુર્થવ્રતના અનુમોદનની પ્રબળ ભાવનાને કારણે આજે પણ ભીમજી સંઘપતિનું સ્મરણ કરાય છે. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. પંન્યાસ શ્રી સ્થૂલભદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી સ્વ. પદ્માબહેન ચંદ્રકાંતભાઈ શાહના આત્મશ્રેયાર્થે; ચંદ્રકાંતભાઈ કાંતિલાલ શાહ પરિવાર, અમદાવાદ Jain Education Internet Page #160 -------------------------------------------------------------------------- ________________ ONO yor DE oooooo Page #161 -------------------------------------------------------------------------- ________________ ૭૩. પેથડશા ૮૪ જિનાલય, અનેક ઉપાશ્રય, પેથડવિહાર મંદિર અને ગ્રંથભંડારનું નિર્માણ કરનારા પેથડશાએ અનેક ધર્મકાર્યો કર્યાં. પિતા દેદાશાના મૃત્યુ પછી પેથડશાની પરિસ્થિતિ બદલાતાં એકાએક નિર્ધન બની ગયા. એમણે આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે પરિગ્રહ-પરિમાણ વ્રત માગ્યું, પરંતુ ગુરુએ એનું ઉજ્જ્વળ ભાગ્ય જોઈને પાંચ લાખ ટકાનું પરિમાણ વ્રત આપ્યું. સમય જતાં ઘીનો વેપાર ધમધોકાર ચાલતાં પેથડશા અઢળક સંપત્તિ પામ્યા. એક વખત ખંભાતના સંઘપતિ ભીમજીએ સત્પાત્ર દાનની ભાવનાથી ચતુર્થ વ્રતધારીઓને (બ્રહ્મચર્ય પાલનનું વ્રત ધરાવનારાઓને) વસ્ત્રદાન કર્યું. એ વસ્ત્રની એક જોડી પેથડ મંત્રીને મોકલી. એ વસ્ત્ર પહેરીને યુવાનીમાં જ પેથડ અને એમની પત્નીએ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું. એમ કહેવાય છે કે બ્રહ્મચર્યથી એમની આત્મશક્તિનો એવો તો વિકાસ થયો કે એક વાર રાણીને કાલજ્વર થયો હતો, તે પેથડશાનું વસ્ત્ર પહેરતાં જ્વર ઊતરી ગયો હતો. રાજાના મદાંધ હાથી પર એ વસ્ત્ર નાખતાં શાંત થઈ ગયો હતો. માંડવગઢના મંત્રી પેથડશાની ઇચ્છાને કારણે રાજાએ રાજ્યમાં અમારિ ઘોષણા (અહિંસાપાલનની ઘોષણા) કરી હતી. પેથડ મંત્રીએ સાત લાખ યાત્રાળુઓનો છ'રી પાળતો સંઘ પણ કાઢ્યો હતો. પેથડશા અગમચેતી ધરાવતા રાજપુરુષ હતા. વિક્રમની ૧૩મી સદીના અંત અને ૧૪મી સદીના આરંભકાળના એ સમયે અલ્લાઉદ્દીન ખીલજીની ક્રૂરતાને કારણે પ્રજા ત્રાહિમામ્-ત્રાહિમામ્ પોકારતી હતી. સંખ્યાબંધ દેવમંદિરો અને ધર્મતીર્થો ધરાશાયી બન્યાં હતાં. ધર્મશાસ્ત્રોના ભંડાર આગમાં ભસ્મીભૂત બનીને ખાખ થયા હતા અને દેવમૂર્તિઓ પર સર્વનાશ વરસવામાં કશું બાકી રહ્યું નહોતું. આવે સમયે માંડવગઢના મંત્રી પેથડશાએ રાજ્યના કોટ-કિલ્લા મજબૂત કરાવ્યા હતા. અન્નભંડારો ભરાવી લીધા હતા. માંડવગઢનું રાજ્ય એ પતનના કારમા કાળમાં અને ગોઝારા સમયમાં શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય ગણાતું હતું. વિશાળ સત્તા, અઢળક સંપત્તિ અને અમીટ કીર્તિની વચ્ચે જીવતા પેથડશાની ધર્મભાવના એટલી જ અનેરી હતી. પ્રભુભક્તિ અને સાધર્મિક ભક્તિના માર્ગે એમની સંપત્તિ વહેતી હતી. આ સમયે દક્ષિણ ભારતનું દેવિગિર (દોલતાબાદ) નામાંકિત નગર ગણાતું હતું. અહીં ધર્મદ્વેષને કારણે જૈન ધર્મનો પ્રસાર અશક્ય બન્યો હતો. આ સમયે મંત્રી પેથડશાએ વિચાર કર્યો કે આવા જાણીતા નગરમાં એકાદ જિનપ્રાસાદ તો હોવો જોઈએ. મનમાં વિચાર્યું કે જો જિંદગીમાં આટલું પણ ધર્મકાર્ય થઈ શકે નહીં, તો જીવતરનું પણ સાર્થક્ય શું ? કામ જેટલું પવિત્ર હતું એટલું જ પારાવાર મુશ્કેલીઓવાળું હતું. વિચક્ષણ મંત્રી પેથડશાએ દેવગિરિથી થોડે દૂર આવેલા ઓંકારપુર નગરમાં દેવગિરિના હેમ નામના પ્રધાનના નામથી દાનશાળા શરૂ કરી. દાનશાળાની નામના સાથે પ્રધાનની કીર્તિ ચોમેર પ્રસરતી ગઈ. હેમ પ્રધાને તપાસ કરી તો જાણ થઈ કે માંડવગઢના મંત્રી પેથડશા પોતે અઢળક ધન ખર્ચીને એમને યશ અપાવે છે. દુનિયામાં પારકાના ભોગે પોતે યશ લેનારાનો પાર નથી. પોતાના ભોગે પારકાને યશના ભાગી બનાવનાર તો કોઈ વિરલા જ હોય. હેમ પ્રધાને મંત્રી પેથડશાને મળવા બોલાવ્યા. પેથડશાએ કહ્યું કે દેવવિગિર નગરમાં મારા ઇષ્ટ દેવનો ભવ્ય પ્રાસાદ બનાવવો છે. પૈસાની કોઈ કમીના નથી. માત્ર આપની રાજધાનીમાં આને માટે યોગ્ય જમીન આપવાની કૃપા કરો. પ્રધાન હેમે પેથડશાને વચન આપ્યું અને સમય જતાં રાજા રામદેવને રીઝવીને એનું પાલન કર્યું. દેવગિરિની ધરતી પર સ્વર્ગના દિવ્ય વિમાન જેવું ગગનચુંબી દેવપ્રાસાદ સર્જ્યું. અદ્ભુત માંડણી, કામણગારી કોતરણી અને જીવંત હોય એવાં શિલ્પોથી રુદ્ર મહાલયની ઊંચાઈનું સ્મરણ કરાવે એવા જિનમંદિરનું સર્જન થયું. વિ. સં. ૧૩૩૫માં એ મહાપ્રાસાદ અને ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની ધર્મમહોત્સવ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી. મંત્રીશ્વરનું હૃદય ગદ્ગદ બની ગયું. પોતાનો જન્મ સફળ થયો હોય તેમ લાગ્યું ! આજે પણ ‘અમૂલિકવિહાર' જિનપ્રાસાદ મંત્રીશ્વર પેથડશાની ધર્મભાવનાની યશોગાથા સંભળાવે છે. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. પંન્યાસ શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી શ્રી મહેન્દ્રભાઈ ત્રિકમલાલ શાહ પરિવાર, હ. પદ્માબહેન, અમદાવાદ www.jainellbrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ For Hilvati >पाद Page #163 -------------------------------------------------------------------------- ________________ ૭૪. મહાસિંહ વ્રતપાલનની દૃઢતા અને પ્રતિક્રમણની પાવન શક્તિ દર્શાવતું મહણસિંહનું ચરિત્ર ધર્મ દ્વારા આ ભવ અને પરભવમાં થતા કલ્યાણની ઓળખ આપે છે. દિલ્હીના ધર્મપરાયણ મહણસિંહની સત્યવાદી તરીકે સર્વત્ર ખ્યાતિ વ્યાપેલી હતી. એ આચાર્ય દેવસુંદરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિનો ભક્ત શ્રાવક હતો. એક વખત એણે છ દર્શનો અને ચોર્યાસી ગચ્છોના સર્વ સાધુસંન્યાસીઓને નિમંત્રિત કર્યા હતા. ચોર્યાસી હજાર ટકા ખર્ચીને સહુનું અભિવાદન કર્યું હતું. આ મંગલ પ્રસંગે પંન્યાસ દેવમંગલગણિ મહોત્સવના બીજા દિવસે દિલ્હી પહોંચી શક્યા, ત્યારે એ દિવસે પણ મહણસિંહે નગરપ્રવેશ મહોત્સવ અને લઘુ સંઘપૂજા કરી. આ ધર્મકાર્યમાં એણે છપ્પન હજાર ટકા ખર્ચ્યા. છ દર્શનોના પોષક મહણસિંહની દાનગંગા ધર્મને માર્ગે અવિરત વહેતી હતી. આ જોઈને કોઈ દ્વેષીએ દિલ્હીના બાદશાહ ફિરોજશાહ તુઘલકના કાન ભંભેર્યા કે મહણસિંહ પાસે તો લાખો રૂપિયાની વિપુલ ધનરાશિ છે. કોઈ ને કોઈ રીતે એને દંડ કરીને આટલું ધન પડાવી લો ! બાદશાહ ફિરોજશાહે મહણસિંહને હાજર થવા હુકમ કર્યો. એમણે મહણસિંહને પૂછ્યું, “તમારી પાસે કેટલું ધન છે?” શ્રાવક મહણસિંહે નમ્રતાથી ઉત્તર આપ્યો, “જહાંપનાહ, મારે ગણતરી કરવી પડશે. આવતી કાલે સઘળું ધન ગણીને આપને જણાવીશ.” પોતાની સંપત્તિની ગણતરી કરીને બાદશાહ ફિરોજશાહ પાસે આવેલા મહણસિંહે કહ્યું, “મારી પાસે ચોર્યાસી લાખનું જૂનું નાણું છે.” બાદશાહ મહણસિંહની આવી સચ્ચાઈથી ખુશખુશાલ થઈ ગયા. એણે એક પાઈ પણ છુપાવી નહોતી ! બાદશાહે મહણસિંહને સોળ લાખ નાણાં રાજભંડારમાંથી આપીને એને કરોડપતિ બનાવ્યો. મહણસિંહ તરફ દ્વેષ અનુભવતા બાદશાહના મનમાં આદરનો સાગર ઊમટ્યો. પોતાના રાજમાં કરોડપતિ વસે છે, એનું ગૌરવ બાદશાહને લેવું હતું ! બાદશાહે પોતાના હાથે એની હવેલી પર ‘કોટિધ્વજ' ફરકતો કર્યો. પૂજ્ય મુનિવરોનું અને તેના પરિવારનું સન્માન કર્યું. એક વાર બાદશાહને બહારગામ જવાનું થયું ત્યારે પોતાના રસાલામાં શ્રાવક મહણસિંહને સાથે લીધા. રસ્તામાં સૂર્યાસ્ત થવામાં થોડો સમય બાકી હતો તેથી મહણસિંહ પોતાના ઘોડાને એક બાજુ તારવી લઈને પ્રતિક્રમણ કરવા લાગ્યા. બીજી બાજુ બાદશાહ બીજા ગામ પહોંચ્યા, ત્યારે મહણસિંહને જોયા નહીં. એમની શોધ કરવા ચારેબાજુ સૈનિકોને મોકલ્યા. મહણસિંહને શું થયું હશે, એની પારાવાર ચિંતા થવા લાગી. એટલામાં મહણસિંહ પોતાના ઘોડા પર આવી પહોંચ્યા. બાદશાહે હકીકત જાણી, ત્યારે કહ્યું, “આવી રીતે જંગલમાં તમે એકલા બેસો, તેનાથી જાનનું કેટલું જોખમ થાય તેનો તમને અંદાજ નથી. આપણા શત્રુઓનો પાર નથી અને તે વેર લેવા ચારે બાજુ ભમે છે. તમને પકડીને મારી નાખે તો શું થાય ? તમારે ભવિષ્યમાં આવું સાહસ કરવું નહીં.” મહણસિંહે કહ્યું, “જીવન ધર્મ માટે છે. ધર્મ કરતાં મૃત્યુ આવે તો તેય આવકાર્ય છે. જંગલ હોય કે સ્મશાન, મકાન હોય કે મેદાન - સૂર્યાસ્ત સમયે હું અવશ્ય પ્રતિક્રમણ કરું છું.” મહણસિંહની ધર્મનિષ્ઠાથી ખુશ થયેલા બાદશાહે હુકમ કર્યો કે મહણસિંહ પ્રતિક્રમણ ક૨વા બેસે ત્યારે એકસો સૈનિકોએ એમનું રક્ષણ કરવું. એક વાર બાદશાહે મહણસિંહના નિયમની દૃઢતાની કસોટી કરવા માટે એને હાથે-પગે બેડીઓ પહેરાવીને અંધારિયા કેદખાનામાં પૂરી દીધા. બાદશાહને જોવું હતું કે હવે મહણસિંહ કરે છે શું ? કઈ રીતે પાળે છે એનો નિયમ ? મહણસિંહે કેદખાનાના રક્ષકને કહ્યું કે પ્રતિક્રમણના સમય પૂરતું જો એ બેડી કાઢી નાખે તો એને રોજ બે સોનામહોર આપશે. આમ મહણસિંહનું પ્રતિક્રમણ પ્રતિકૂળતા વિના થવા લાગ્યું. બાદશાહને આની જાણ થઈ, ત્યારે તેઓ મહણસિંહની નિષ્ઠા અને શ્રદ્ધાથી પ્રભાવિત થયા અને મહણસિંહને રાજ્યના કોષાધ્યક્ષ બનાવ્યા. Jain Education Internat ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. મુનિ શ્રી રાજચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી શ્રી મિશ્રીમલજી દુધાજી સંઘવી પરિવાર, અમદાવાદ wwwalkhellbrary.org Page #164 -------------------------------------------------------------------------- ________________ ODONTOORN ON Jain Education Internation Page #165 -------------------------------------------------------------------------- ________________ ૭૫. કાભઈ બારોટ ગુજરાતની ધરતી પર સુલતાન મહમ્મદ બેગડાનું શાસન ચાલતું હતું. માત્ર તેર વર્ષની વયે ગાદી પર બેઠેલા મહમ્મદ બેગડાએ એક પછી એક રાજ્યો જીતવા માંડ્યાં અને પરાજિત રાજા અને પ્રજાને ઇસ્લામ ધર્મ સ્વીકારવા ફરજ પાડવા માંડી. ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવાનો ઇન્કાર કરનારાઓનો એણે ક્રૂર રીતે વધ કર્યો. મહમ્મદ બેગડાએ ઈ.સ. ૧૪૬૭ થી ૧૪૬૯ સુધી જૂનાગઢ પર ત્રણ વાર હુમલાઓ કર્યા અને ઈ.સ. ૧૪૭૦માં જૂનાગઢના રાજા રા'માંડલિકને પરાજિત કર્યો અને એને ઇસ્લામ ધર્મ સ્વીકારવાની ફરજ પાડી. ઈ.સ. ૧૪૮૩-૮૪માં પાવાગઢના રાજવી જયસિંહ રાવળ પર એણે આક્રમણ કર્યું અને રાજાના મક્કમ મુકાબલા છતાં અંતે મહમ્મદ બેગડાએ પાવાગઢનો કિલ્લો જીતી લીધો. એ પછી મહમ્મદ બેગડાની નજર શ્રી તીર્થાધિરાજ શત્રુંજય પર પડી. એક પછી એક વિજયો મેળવનારા વિજેતા બેગડાનું ગુમાન આસમાને પહોંચ્યું હતું. સુલતાન મહમ્મદ બેગડાની વર્ષોની મુરાદ હતી કે એને હાથે શ્રી શત્રુંજય મહાતીર્થનો વિધ્વંસ થાય. વિશાળ લશ્કર સાથે મહમ્મદ બેગડો ચડી આવ્યો. પર્વતની આસપાસ “મારો”, “કાપો”ના અવાજો ગાજવા લાગ્યા. સુલતાન મહમ્મદે માન્યું હતું કે પળવારમાં એ શ્રી શત્રુંજય તીર્થ પર વિજય મેળવશે અને આ તીર્થનાં ભવ્ય મંદિરોને ખંડિત કરી નાખશે. આજ સુધી મહમ્મદ બેગડાની આગેકૂચને કોઈ થંભાવી શક્યું નહોતું. એમાં પણ શ્રી શત્રુંજય તીર્થ પર હલ્લો થાય તો કોઈ પ્રતિકાર કરનાર નહોતું. આવે સમયે શત્રુંજય તીર્થની રક્ષા માટે એકસો બારોટો મોતને મુઠ્ઠીમાં લઈને નીકળ્યા. વિરાટ અને શસ્ત્રોથી સુસજ્જ સૈન્ય સામે આ સો બારોટો શું કરી શકે ? આ બારોટોએ તીર્થરક્ષા કાજે આત્મસમર્પણ કરવાનો નિર્ધાર કર્યો હતો. | મહમ્મદ બેગડાએ પોતાના સૈન્યને શ્રી શત્રુંજય મહાતીર્થ પર આગેકૂચ કરવાનો હુકમ આપ્યો ત્યારે એકસો બારોટ એના વિજયમાર્ગની વચ્ચે અડીખમ ઊભા રહ્યા. આવા પવિત્ર ધામની રક્ષા માટે નીકળેલા બારોટો વિરોધીઓની વિશાળ સંખ્યાનો વિચાર નહોતા કરતા. માત્ર પાવન તીર્થાધિરાજ માટેની ભાવના જ એમના અંતરમાં ગુંજતી હતી. આગેકૂચ કરતાં સુલતાન બેગડાના લકરને અટકાવતાં વૃદ્ધ અને અનુભવી કાભઈ બારોટે ગર્જના કરી, અરે સુલતાન ! જ્યાં ઊભો છે ત્યાં જ ઊભો રહેજે ! અમારા શરીરમાં લોહીનું આખરી બુંદ હશે ત્યાં સુધી અમે તને ફાવવા દઈશું નહિ. જગપ્રસિદ્ધ શત્રુંજયની દેવનગરી તારી તલવારોથી નષ્ટ થવા માટે જેનોએ બનાવી નથી. આ તો જૈન ધર્મની શ્રદ્ધા, ત્યાગ અને મૂલ્યોની ગંગોત્રી છે. માટે પાછો હટી જા !” સુલતાન મહમ્મદ બેગડાએ ખડખડાટ હાસ્ય કરતાં કહ્યું, “અરે ! તમે એકસો બારોટો અમને પીછેકુચ કરવાનું કહો છો ? કીડીની અને હાથીની તાકાતનો કોઈ ભેદ તો સમજો. ક્યાં દરિયા જેવી મારી વિશાળ શસ્ત્રસજ્જ સેના અને ક્યાં તમે શસ્ત્રવિહોણા બારોટો ? માખીને મસળી નાખું એ રીતે તમને પળવારમાં મસળી નાખીશ.” વૃદ્ધ કાભઈ બારોટનો જુસ્સાભર્યો અવાજ શ્રી શત્રુંજય મહાતીર્થના ગિરિરાજ પર પડઘા પાડતો હતો. એણે કહ્યું, સુલતાન ! પાછો હટી જા ! જો યુદ્ધ કરીશ તો અમારા લોહીથી આ ધરતી રક્તવર્ણી બની જશે. તારી કુચ આગે ચલાવવા માટે તારે સો-સો મૃતદેહો પરથી આગળ વધવું પડશે.” | ગુમાની સુલતાને લશ્કરને આગળ વધવાનો હુકમ આપ્યો. આ સમયે કાભઈ બારોટે ભેટમાં ખોસેલી કટાર કાઢીને છાતીમાં ખૂપાવી દીધી. આવું આત્મબલિદાન જોઈને સહુના મુખમાંથી વેદનાભરી આહ નીકળી ગઈ. - આ જોઈને બારોટોએ ‘જય આદિનાથ'ના પોકારો કર્યા. એક પછી એક બારોટોએ આ આત્મસમર્પણની વેદી પર સામે ચાલીને હસતે મુખે પ્રાણ આપ્યા. કોઈએ શરીર પર ઊકળતું તેલ રેડીને અગ્નિસમર્પણ કર્યું. આ દ્રશ્યો જોઈને ક્રુર મહમ્મદ બેગડાની આંખોમાં આંસુ આવી ગયાં. એનું આખું લશ્કર કંપારી અનુભવવા લાગ્યું. | એણે એક હાથ ઉઠાવીને કહ્યું, “અરે બારોટો, તમારી સામે મહમ્મદ બેગડો પરાજિત થયો છે. એનું વિશાળ લશ્કર નિષ્ફળ ગયું છે. આ મહમ્મદે યુદ્ધના મેદાન પર ઘણી વીરતા બતાવી છે, પણ આત્મસમર્પણના સમરાંગણમાં આવું શૌર્ય કદી જોયું નથી.” લજ્જા પામેલો સુલતાન મહમ્મદ બેગડો પાછો વળી ગયો. - ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. મુનિ શ્રી શ્રમણચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી કનકબહેન રમણલાલ પરિવાર, અમદાવાદ Jain Education Page #166 -------------------------------------------------------------------------- ________________ 1260 www.airtelibrary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ ૭૬. ધરણાઈLLહ રાજસ્થાનના નાદિયા ગામના મૂળ વતની શેઠ ધરણાશાહ માલગઢ ગામમાં વસતા હતા. એમના પિતાનું નામ કુંરપાલ અને માતાનું નામ કોમલદે હતું. આખું કુટુંબ ધર્મપ્રિય, ભાવનાશીલ, ઉદાર અને સંસ્કારી હતું. યુવાન ધરણાશાહની તેજસ્વી બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈને કુંભા રાણાએ એમને રાજ્યના મંત્રીપદે નીમ્યા હતા. ધરણાશાહ સદૈવ ધર્મકાર્ય અને દાનધર્મમાં દ્રવ્યનો સદુપયોગ કરતા હતા. એમણે નવાં જિનાલયોની રચના કરી હતી અને જરૂર જણાઈ ત્યાં પ્રાચીન દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ ધરણાશાહે શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢીને યાત્રા કરી તેમજ આ મહાતીર્થની પવિત્ર નિશ્રામાં જુદાં જુદાં બત્રીસ નગરોના શ્રીસંઘો સમક્ષ નાની વયે આજીવન ચોથા વતની (બ્રહ્મચર્ય વ્રતની) બાધા લીધી હતી. પોતાના પ્રદેશમાં ઋષભદેવ ભગવાનનું ભવ્ય જિનાલય સર્જવાની ધરણાશાહની ઉત્કટ ભાવના હતી. એવી કિંવદંતી છે. કે ચકેશ્વરી માતાએ એક દિવસ સ્વપ્નમાં ધરણાશાહને સ્વર્ગલોકના નલિનીગુલ્મ વિમાનનું દર્શન કરાવ્યું. એ દિવસથી ધરણાશાહના હૃદયમાં એક જ તીવ્ર ભાવના જાગી કે ક્યારે મારા પ્રદેશમાં મારા મનમાં જેનું દર્શન પામ્યો તે નલિનીગુલ્મ દેવવિમાન જેવું જિનાલય બંધાવું ! | મંત્રી ધરણાશાહ એ સમયના પ્રખર આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી મહારાજ પાસે દોડી ગયા. આ મહાન આચાર્યના શુભ હસ્તે અનેક સ્થળે જૈન મંદિરોનાં નિર્માણ અને પ્રતિષ્ઠાના પ્રસંગો ઊજવાયા હતા. મંત્રી ધરણાશાહે આચાર્યશ્રી સમક્ષ એમણે જોયેલા સ્વપ્નનું વિગતે વર્ણન કર્યું. સ્વપ્નમાં નિરખેલી ભવ્ય સૃષ્ટિને સાકાર કરી શકે એવો કુશળ શિલ્પી જોઈએ. નલિનીગુલ્મ દેવવિમાન જેવું મંદિર આરસપહાણમાં કંડારી શકે તેવો કસબી જોઈએ, નગરનગર અને ગામેગામના શિલ્પીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં. એ સમયના પચાસ નિષ્ણાત શિલ્પીઓ મંત્રીશ્વર ધરણાશાહની કલ્પનાને નકશાની રેખાઓમાં સાકાર કરવા લાગ્યા. મંત્રી ધરણાશાહ એક પછી એક નકશો જુએ છે અને ઘોર નિરાશા અનુભવે છે. એકએકથી ચઢે તેવા પચાસમાંથી એકે શિલ્પીનો નકશો મંત્રીની કલ્પનાને પ્રગટ કરતો નહોતો. - આખરે મુંડારા ગામના રહેવાસી દેપા નામના શિલ્પીને બોલાવવામાં આવ્યા. દેપાને માટે શિલ્પકલા એ આરાધના હતી. શિલ્પનિર્માણ એ સાધના હતી. શિલ્ય કૃતિ એ ઉપાસના હતી. સંન્યાસી જેવું જીવન ગાળતા દેપાને પોતાની સામાન્ય આર્થિક સ્થિતિમાં સંતોષ હતો. એનો નિયમ હતો કે હંમેશાં ઉત્કૃષ્ટ શિલ્પાકૃતિ જ રચવી, નહીં તો આરસને ટાંકણાં મારવાં નહીં. વળી દેરાસર બંધાવનાર ધર્મનિષ્ઠ વ્યક્તિ હોય તો જ એનું કાર્ય હાથમાં લેવું. મંત્રી ધરણાશાહની જીવનશૈલી અને ધર્મપરાયણતાથી દેપા શિલ્પી પ્રસન્ન થયા. એમણે આ કાર્ય સ્વીકાર્યું. તેઓ વારંવાર ધરણાશાહ પાસે આવીને બેસતા હતા અને મંત્રી જિનાલયનું જે વર્ણન આપે એ નોંધી લેતા હતા. એ પછી દેપા શિલ્પીએ નકશાઓ તૈયાર કરવા માંડ્યા. મંત્રી ધરણાશાહને એક નકશો આબેહુબ નલિનીગુલ્મ દેવવિમાન જેવો લાગ્યો. આચાર્ય સોમસુંદરસૂરિના આશીર્વાદ સાથે ભવ્ય જિનાલય કાર્યનો પ્રારંભ થયો. અઢી હજારથી વધુ કારીગરો કામે લાગી ગયા. દસ, વીસ નહિ, બલકે પચાસ-પચાસ વર્ષ વીતી ગયાં. જિનાલયનું કાર્ય હજી બાકી હતું, પરંતુ ધરણાશાહની તબિયત કથળતાં પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. આ ભવ્ય ધર્મકાર્યના પ્રેરણાદાતા આચાર્યશ્રી સોમસુંદરસૂરિ પણ અતિ વૃદ્ધ થયા હતા. પરિણામે વિ. સં. ૧૪૯૬માં શ્રી રાણકપુર તીર્થની પ્રતિષ્ઠા થઈ. પ્રેરક આચાર્ય અને કર્મઠ ધરણાશાહ બંનેની હાજરીમાં આ કાર્ય પૂર્ણ થયું, તે ઘટના ઘણી મહાન ગણાય. | ધરણાશાહે બંધાવેલું આ જૈન મંદિર ધરણવિહાર તરીકે ઓળખાય છે. ત્રણે લોકમાં દેદીપ્યમાન હોવાથી આ મંદિરનું નામ “મૈલોક્યદીપક” રાખવામાં આવ્યું. આ મંદિરના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ચાર પ્રતિમાઓ ચોમુખી તરીકે બિરાજમાન છે. એક બાજુ ખળખળ વહેતી મધઈ નદી અને બીજી બાજુ અરવલ્લીના ડુંગરો એ બેની વચ્ચે માદ્રી પર્વતની તળેટીમાં આવેલા આ જિનાલયમાં કુલ ૧૪૪૪ થાંભલા છે. આ થાંભલાઓને એવા યોજનાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે કે કોઈ પણ થાંભલા પાસે ઊભા રહેનારને ભગવાનનાં અચૂક દર્શન થાય, ધરણાશાહની ધર્મભાવનાએ ઉત્કૃષ્ટ શિલ્પસમૃદ્ધિ ધરાવતું તીર્થ રચી દીધું. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. મુનિ શ્રી ચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી શ્રી રસિકલાલ મોહનલાલ શાહ પરિવાર, અમદાવાદ Jain Education inte att Page #168 -------------------------------------------------------------------------- ________________ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૭૭. ખેમો દેદરાણી કારમાં દુષ્કાળમાં પ્રજા પીડાતી હોય, અન્ન માટે લોકો વલખાં મારતા હોય; બાળકો અને સ્ત્રીઓ મોતના મોંમાં ધકેલાતાં હોય અને અધૂરામાં પૂરું મેઘરાજા રૂઠડ્યા હોય ત્યારે જૈન સમાજે સદાય એના ધન અને અન્નના ભંડારો મોકળે મને ખોલી દીધા છે. દેશના ઇતિહાસમાં જૈન શ્રેષ્ઠીઓની દુષ્કાળરાહતની કામગીરી સુવર્ણાક્ષરે લખાયેલી છે. ' ખુદ બાદશાહ દુષ્કાળમાંથી પ્રજાને બચાવવા માટે નિરૂપાય બની જાય, ત્યારે આ શાહ જનતાને દુષ્કાળના ખપ્પરમાંથી બચાવતા હતા. આવા શ્રેષ્ઠીઓની પ્રશંસા કરતાં ચારણો એમ કહેતા હતા કે આવા શ્રેષ્ઠીઓના નામની પહેલાં શાહ લાગે છે અને બાદશાહમાં તો પછી શાહ લાગે છે. આથી શ્રેષ્ઠીઓ પહેલાં શાહ છે અને બાદશાહ પછી શાહ છે. ચાંપાનેરના જૈનોના એક ભોજકની આવી વાત સાંભળીને ગુજરાતના રાજવી મહમ્મદ બેગડાએ એને સખતાઈથી કહ્યું, “તું બધે કહેતો ફરે છે કે શાહ તે શાહ અને પાદશાહ તે માત્ર પા-શાહ, પરંતુ આજે ગુજરાતભરમાં મોટો દુષ્કાળ છે. મારી પ્રજા ભૂખે મરે છે. અન્નના એક કણ માટે સહુ તરફડે છે. મદદ કરીને મારો અભંડાર ખાલી થઈ ગયો છે, પરંતુ તારા આ શાહ ગુજરાતની પ્રજાને એક વર્ષ સુધી અનાજ પૂરું પાડે તો તે શાહ સાચા. જો એમ નહીં કરી શકે તો એમનું ‘શાહ” બિરુદ જશે અને તારું માથું ધડથી જુદું થશે.” ચાંપાનેરના ભોજ કે મહાજનને વાત કરી. મહાજને ભેગા મળીને આખા ગુજરાતને એક વર્ષ સુધી અનાજ અને વસ્ત્રો પૂરાં પાડવાની યોજના ગોઠવી. આ માટે આગેવાન જેનો પાટણ, અમદાવાદ, ખંભાત, ધોળકા વગેરે શહેરોમાં ઘૂમવા લાગ્યા. દરેક પોતાની શક્તિ મુજબ એક દિવસ, બે દિવસ કે પંદર દિવસનો ખર્ચ લખાવવા લાગ્યા. એક વર્ષમાં પાંચ મહિના અને વીસ દિવસની વ્યવસ્થા બાકી હતી ત્યારે ધંધુકા જતાં મહાજન વચ્ચે નાનકડા હડાળા ગામમાં આવ્યું. સામાન્ય વેશ ધરાવતો ગામનો ખેમો દેદરાણી પોતાની ભેંશ લઈને પાણી પિવડાવવા માટે કૂવા તરફ જતો હતો. મહાજનને જોઈને ખેમો દેદરાણીએ પ્રણામ કર્યા. મહાજને ધાર્યું કે આને કંઈક મદદની જરૂર લાગે છે. તેથી કહ્યું, “જે કંઈ કામ હોય તે જલદી કહેજો. અમારી પાસે સમય ઓછો છે અને કામ ઘણું બાકી છે.” ખેમાએ મહાજનને ઘેર પધારવા આગ્રહ કર્યો. એમ કંઈ આતિથ્ય વિના જવાય ખરું ? ખેમો દેદરાણીની પત્નીએ સહુને ભાવથી ભોજન કરાવ્યું. સરળ સ્વભાવના પિતભક્ત ખેમાએ મહાજનની મોટી મુશ્કેલીની વાત સાંભળી, મહાજને સ્વાભાવિક રીતે કહ્યું, “તમે પણ કંઈક મદદ કરો તો સારું.” - ખેમો દેદરાણીએ પહેલાં વૃદ્ધ પિતાની આજ્ઞા લીધી અને પછી કહ્યું, “આ પરોપકારનો અવસર મને આપો. અમારા જેવાને આવી તક ક્યાંથી મળે ? આખા વર્ષનું ખર્ચ હું આપીશ.” આખું મહાજન સ્તબ્ધ બની ગયું ! બધા વિચારમાં પડ્યા કે લાખોપતિ અને કરોડપતિ પણ આખા વર્ષનું ખર્ચ આપી શક્યા નથી, તો આ સાવ સામાન્ય ગામડિયો કઈ રીતે આપશે ? ખેમો મહાજનને ઘરની અંદર લઈ ગયો અને પોતાની અઢળક સંપત્તિ બતાવી. એની સંપત્તિ જોતાં તો સહુને લાગ્યું કે આ સામાન્ય મેલાઘેલા લાગતા ગામડિયાની શક્તિ તો બાર મહિનાના ખર્ચની નહીં, પણ બાર વર્ષની બધી તિથિઓ લખાવી શકે તેવી છે. - ખેમો દેદરાણીને મહાજન સુલતાન મહમ્મદ બેગડા પાસે લઈ ગયા. સુલતાનને આશ્ચર્ય થયું, પણ બહાર નજર કરી તો ખબર પડી કે ચારે બાજુ દાનશાળા ખૂલી હતી. હડાળાથી બળદગાડાંઓમાં ધનની થેલીની થેલીઓ ચાંપાનેરના રાજભંડારમાં ઊતરતી હતી. ખેમો દેદરાણીના કારણે વિ. સં. ૧૫૪૦ના કારમા દુષ્કાળના ઓળા ગુજરાત પરથી ઊતરી ગયા. માનવતાની મહેકે અનેક માનવજીવનને બચાવી લીધાં. બાદશાહ મહમ્મદ બેગડાએ ખેમાના માનવપ્રેમથી ખુશ થઈને જૈનોનું ‘શાહ' બિરુ દ કાયમ રાખ્યું. સુલતાને ખેમો દેદરાણીની પ્રશંસા કરી ત્યારે એણે એટલું કહ્યું, “આ બધો તો મારા જિનશાસનનો જ પ્રભાવ છે.” - ધર્મસ્નેહસૌજન્ય પૂ. પ્રવર્તક મુનિ શ્રી કલ્યાણચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી સુલોચનાબહેન ચીનુભાઈ પરિવાર, અમદાવાદ s& S Jain Education at Page #170 -------------------------------------------------------------------------- ________________ COORDONNON OTVO ՀԻԲՐԻԴՐՈՒir111 111111111111111111111 ՈՒՆԻՍԻ 1111111111111111111116 ԳԲԿ: ԾԱԱԱԱԱԱԱԱԱԱԱԱԱԱԱԱԱԱ Տs: - էջ:ԱԹԱՆԱՍՏԵՓԱՆ Main Education International www.fairtel bratyorg Page #171 -------------------------------------------------------------------------- ________________ TIGE ૭૮. કમhttહ ચિત્તોડના તોલાશાહના હૃદયમાં વેદનાનો પાર નહોતો. એનું હૈયું વલોવાતું હતું. જે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની રોજ સવારે સ્મરણ-વંદના કરતા હતા એ તીર્થાધિરાજની ગરિમા વિદેશીઓને હાથે ખંડિત થતી હતી. જ્યારથી તોલાશાહે જાણ્યું કે મહમ્મદ બેગડાના પુત્ર અહમ્મદ સિકંદરે શ્રી શત્રુંજય તીર્થનાં દેરાસરો અને મૂર્તિઓનો વિનાશ કર્યો છે, ત્યારથી તોલાશાહ માટે જીવન શુળી પરની સેજ સમું બન્યું હતું. એની ધર્મભાવના એને ઊંડેઊંડેથી પોકાર પાડતી હતી કે આવા મહાતીર્થની થયેલી આવી ઘોર આશાતના ક્યારે દૂર કરી શકાશે. તોલાશાહનો છઠ્ઠો અને સૌથી નાનો પુત્ર કર્માશાહ પિતાની વેદના જોઈને મનોમન વિચાર કરતો હતો કે ક્યારે આ ર્ણોદ્ધાર કરું ? ક્યારે એની પાવન પવિત્રતાને પુનઃ જાગ્રત કરું ? બન્યું પણ એવું કે આચાર્ય રત્નસિંહસૂરિએ દુઃખી તોલાશાહને કહ્યું કે તમે મહાતીર્થ વિશેની વેદના ભૂલી જાઓ. કારણ એટલું જ કે તમારો પુત્ર કર્માશાહ શ્રી શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરવાની ઉત્કટ ભાવનાને સાકાર કરવાનો છે. આ સમયે ઉપાધ્યાયશ્રી વિનયમંડન કર્ભાશાહને મહાતીર્થ અંગે વખતોવખત ઉપદેશ આપતા હતા. એવામાં તપાગચ્છના આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી ચિત્તોડમાં પધાર્યા અને એમણે પણ કર્માશાહને આ માટે પ્રોત્સાહિત કર્યા. વિ. સં. ૧૫૮૩ની શ્રાવણ વદિ ૧૪ને દિવસે બહાદૂરશાહ ગુજરાતનો સુલતાન બન્યો. એ અગાઉ પોતાના પિતાથી રિસાઈને બહાદૂરશાહ તોલાશાહનો અતિથિ બન્યો હતો. એને કારણે એ સમયે શાહજાદા બહાદૂરશાહ અને કર્માશાહ વચ્ચે ગાઢ મૈત્રી થઈ હતી. ચિત્તોડથી ગુજરાત જતાં પહેલાં શાહજાદાએ વાટખર્ચની રકમ માગી, ત્યારે કમશાહે વિના શરતે એક લાખ રૂપિયા આપ્યા હતા. કર્માશાહને જ્યારે જાણ થઈ કે બહાદૂરશાહ ગુજરાતના સુલતાન બન્યા છે, ત્યારે તેને મળવા માટે તેઓ અમદાવાદ આવ્યા. સુલતાને એમને આદર આપ્યો, એમની પાસેથી લીધેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા અને સ્નેહથી પૂછયું, “મારે યોગ્ય કોઈ કામ હોય તો જરૂર જણાવો. હું તમારો અહેસાનમંદ છું.” કર્માશાહે કહ્યું કે, “મારી ભાવના શ્રી શત્રુંજય તીર્થમાં મારા પ્રભુજીની પ્રતિમા બેસાડવાની છે તો મને તેની રાજઅનુમતિ આપો.” સુલતાને કમશાહને પરવાનગી આપતું ફરમાન કર્યું. કર્માશાહ અમદાવાદથી ખંભાત ગયા અને ઉપાધ્યાય શ્રી વિનયમંડનજીને સઘળી હકીકત જણાવી. એમને શ્રી શત્રુંજય તીર્થ પર પધારવા વિનંતી કરી. કર્માશાહ શ્રીસંઘ સાથે પાલીતાણા ગયા. એ સમયે સોરઠના સુબા ખાન મઝદખાનને શ્રી શત્રુંજય તીર્થ સ્થપાય તેવી ઇચ્છા નહોતી, પરંતુ સુલતાનના હુકમ આગળ એનું કશું ચાલ્યું નહીં. ઉપાધ્યાય વિનયમંડનજી સાધુ-સાધ્વીઓના પરિવાર સાથે પાલિતાણા આવ્યા. એક બાજુ મૂળ જિનપ્રાસાદનો જી ર્ણોદ્ધાર ચાલ્યો. બીજી બાજુ મહામંત્રી વસ્તુપાળે મૂકી રાખેલી મમ્માણી પાષાણની શિલાને બહાર કાઢી. આદિતીર્થકર ભગવાન ઋષભદેવની જિનપ્રતિમા તૈયાર કરાવી. છરી પાળતો યાત્રાસંઘ લઈને કર્માશાહ પાલિતાણા આવ્યા. જિનપ્રતિમાની અંજનશલાકાની મોટી વિધિ કરાવી. અહમ્મદ સિકંદરે આ મૂળ પ્રતિમા ખંડિત કરી હતી, તેને સ્થાને ભગવાને આદ્યશ્વરનાથની નવી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને શ્રી શત્રુંજય મહાતીર્થનો સોળમો મોટો ઉદ્ધાર કરાવ્યો. શ્રી શત્રુંજય મહાતીર્થના કર્માશાહે કરાવેલા સોળમા મહા જીર્ણોદ્ધારની પ્રશસ્તિ તપાગચ્છના પંન્યાસ લાવણ્યસમયગણિએ રચી હતી અને પંન્યાસ વિવેકબીરગણિએ એને શિલા પર આલેખી હતી. એ પ્રશસ્તિ-શિલાલેખમાં નોંધાયું છે કે સંઘવી કર્માશાહે કરેલા આ તીર્થ-પ્રતિષ્ઠાના ઉત્સવમાં આચાર્ય શ્રી સોમજય વગેરે દસ આચાર્યો અહીં હાજર હતા અને તેઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે આ શત્રુંજય મહાતીર્થ છે અને તે ૮૪ ગચ્છોનું શ્વેતામ્બર જૈન તીર્થ છે. આ કર્મશાહ રાણા સંગના પુત્ર અને ઉત્તરાધિકારી રત્નસિંહના મંત્રી હતા. મંત્રી બન્યા પૂર્વે સાહસિક વેપારી કર્માશાહ બંગાળ અને ચીન જેવા દેશોમાંથી કાપડ આયાત કરતા હતા અને કાપડના વેપારમાંથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું હતું. મંત્રી બન્યા બાદ પિતાની શ્રી શત્રુંજય મહાતીર્થના મહા ઉદ્ધારની ભાવના કર્માશાહે સાકાર કરી. ધર્મહસૌજન્ય પૂ. પ્રવર્તક મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી પન્નાલાલ પી. શાહ પરિવાર, અમદાવાદ Jairi Education www.jalitelibrary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ ORTE N CORSO SSRS52525252525252525 DRY > 20 TORO Jain Education Internal til For Private & Personal use only www.dainelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ ૭૯. વિક્રમાદિત્ય હેમુ ભારતીય ઇતિહાસમાં અપ્રતિમ શક્તિશાળી, કુશળ વ્યુહરચનાબાજ અને યુદ્ધના દેવતા તરીકે પ્રસિદ્ધ વિક્રમાદિત્ય હેમનું ચરિત્ર એ મોગલ સમયની તવારીખમાં ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવું ગણાયું છે. કોઈ ભારતીય ઇતિહાસકારે નહીં, પરંતુ બદાઉની અને અબુલફજલ જેવા મોગલ તવારીખ લખનારા ઇતિહાસકારોએ છ મહિના સુધી દિલ્હીના સિંહાસન પર આરૂઢ થઈને દેશનું રાજતંત્ર ચલાવનાર વિક્રમાદિત્ય હેમુની બહાદુરીની પ્રશંસા કરી છે. | મંડોવરના જૈન શ્રાવકનો પુત્ર હેમુ જોનપુરની શાળામાં વીર શેરશાહનો સહાધ્યાયી બન્યો. સામાન્ય વેપારી તરીકે પોતાનું જીવન શરૂ કરનાર હેમુ એના પુરુષાર્થ અને પરાક્રમથી પ્રગતિ કરતો રહ્યો અને સમય જતાં એ દિલ્હીનો કુશળ ઝવેરી બન્યો. એણે એના બાહુબળ, સાહસ અને વ્યવસ્થાશક્તિથી લશ્કરમાં એક પછી એક ઊંચા હોદ્દા હાંસલ કર્યા. પહેલાં લશ્કરી મોદી, પછી ચોધરી, પછી કોટવાલ અને ત્યાર બાદ ફોજદાર બન્યો. આવડત અને ઈમાનદારીને કારણે હેમુ બાદશાહ મહમ્મદ આદિલશાહનો પ્રેમભાજન (મહેતો) બન્યો અને અંતે દિલ્હીના વડા દીવાનનું ઉચ્ચ પદ મેળવ્યું. મહમ્મદ આદિલશાહને દિલ્હીના તખ્તનો શહેનશાહ બનાવવાની હેમુની ઉમેદ હતી, પરંતુ પઠાણો સાથેના યુદ્ધમાં આદિલશાહ માર્યો ગયો અને તેમના શિરે શાસન ચલાવવાની જવાબદારી આવી. એ સમયે દરેક ધર્મના અગ્રગણ્ય પુરુષો સ્વધર્મના પ્રસાર માટે, રાજ્યાશ્રય માટે અતિ પ્રયાસ કરતા હતા. પોતાના વિદ્યા, તપ, ચમત્કાર, આત્મબળ વગેરેથી રાજાઓને રીઝવીને ધર્મનો પ્રચાર કરવામાં ધન્યતા માનતા હતા. હેમરાજ જુદી માટીનો માનવી હતો. એણે પોતે સાહસ, વૈર્ય અને પરાક્રમથી મેળવેલા રાજ્યનો વિસ્તાર કર્યો. ચુનારા અને બંગાળમાં જાગેલા બળવાને શાંત પાડ્યો. આગ્રા પર ફત્તેહ મેળવીને દિલ્હી પર ચડી આવ્યો. દિલ્હીના હાકેમ તરાદી બેગખાન(તાર્દીબેગખાન)ને પરાજય આપીને એણે હાકેમને પંજાબ તરફ ભાગવાની ફરજ પાડી. હેમુ ‘વિક્રમાદિત્ય' ઇલ્કાબ ધારણ કરીને દિલ્હીના સિંહાસન પર બિરાજમાન થયો. વર્ષોનો લશ્કરી અનુભવ, રાજ-શેતરંજની મુત્સદ્દીવટ અને અભેદ્ય યુદ્ધકળાના નિષ્ણાત તરીકે વિક્રમાદિત્ય હેમુ સર્વત્ર વિખ્યાત બન્યો. એની ગજસેનાથી વિરોધીઓ કાંપતા હતા. પોતાના મિત્ર અને પ્રજાકલ્યાણનાં મહાન કાર્યો કરનાર શેરશાહને એણે જિંદગીભર સાથ આપ્યો. રાય પિથૌરા (રાજા પૃથ્વીરાજ) પછી દિલ્હીના સિંહાસનના ભાગ્યાકાશમાં એક નવો હિંદુ રાજા હેમુ બન્યો. હેમુને એના વિરોધીઓ અને દુશ્મનો પણ ‘જંગ-મેદાનોનો જાદુગર' કહેતા હતા. વિક્રમાદિત્ય હેમુનો ‘હવા' નામનો ગજ રાજ યુદ્ધભૂમિ પર તેમની સાથે દુશ્મનો પર ત્રાટકતો હતો. પોતાના મિત્ર શેરશાહની સાથે સામ્રાજ્ય સ્થાપવાનાં સ્વપ્નો જોનાર હેમુએ દિલ્હીનું સિંહાસન હાંસલ કરીને મિત્રનાં અધૂરાં રહેલાં અરમાન પૂરાં કર્યા. હેમુની અજોડ યોગ્યતા અને રાજ કાજની કુશળ વ્યવસ્થાની આદરપૂર્વક નોંધ લીધા પછી પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ એની પ્રતિભાનો પરિચય આપતાં નોંધે છે, તેના સમયમાં સૌથી મહાન પુરુષોમાંનો એ એક હતો અને આખા હિંદુસ્તાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવો એકે પ્રતિપક્ષી ન હતો કે જે બહાદુરી, સાહસ અને હિંમતમાં તેને (હેમુને) ટપી જાય. તેણે બાવીસ લૂહભરી લડાઈઓમાં વિજય મેળવીને પોતાના માટે અજોડ એવી લશ્કરી શ્રેષ્ઠતા મેળવી હતી.” વિક્રમાદિત્ય હેમુનાં સ્વપ્નો મહાન હતાં. ક્યારેક મહાન સ્વપ્નો એક નાનાશા અકસ્માતથી રોળાઈ જતા હોય છે. એ સમયે બહેરામખાનની દોરવણી હેઠળ કાબૂલ જીતવાનો વિચાર છોડીને બાદશાહ અકબર દિલ્હી અને આગ્રા જીતવા નીળ્યો. ઈ. સ. ૧૫૫૬માં પાણીપતના કુરુક્ષેત્રમાં મોગલસેના અને વિક્રમાદિત્ય હેમુ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. શહેનશાહ અકબરે પહેલી વાર આટલી વિરાટ ફોજ જોઈ, પરંતુ તેમની આંખમાં વાગેલા એક તીરે સઘળી બાજી ઊંધી વાળી દીધી. હેમુ હાર્યો. અકબરે આવા બહાદુર માનવી પર તલવાર ચલાવવાની ના પાડી ત્યારે બહેરામખાને પોતાની તલવાર વડે વિક્રમાદિત્ય હેમુનું માથું ઉડાવી દીધું. ઇતિહાસ નોંધે છે કે છ મહિના સુધી દિલ્હીના બાદશાહ તરીકે રહેલા વિક્રમાદિત્ય હેમુએ મોગલ સમયની તવારીખમાં પોતાના પરાક્રમથી આટા-દાલ બેચનેવાલા બનિયાની પ્રચંડ વીરતાનો પરિચય કરાવ્યો. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી કૈલાસચંદ્રવિજયજી, મુનિ શ્રી કૈરવચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી પન્નાલાલ પી. શાહ પરિવાર, અમદાવાદ s&KS Vain Educationale Page #174 -------------------------------------------------------------------------- ________________ OOONNON WOJOW VO YES MUS or Page #175 -------------------------------------------------------------------------- ________________ ૮૦. ts citતદાસ જાજરમાન નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનું જીવન એટલે ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પ્રબળ પ્રભાવ પાડનાર શ્રેષ્ઠીવર્યનું ધન્ય જીવન, ક્ષત્રિય વંશના સહસ્ત્રકિરણના પુત્ર શાંતિદાસ મોગલ શહેનશાહો પર આગવો પ્રભાવ ધરાવતા હતા. શહેનશાહ અકબર, જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવનાર શાંતિદાસ ઝવેરી બાદશાહના વિશ્વાસુ વ્યક્તિ તરીકેની ખ્યાતિ ધરાવતા હતા. ઝવેરાત અંગે તેઓ શાહી બેગમોના જનાનખાના સુધી જઈ શકતા હતા. શાંતિદાસ શેઠની જેમ ચાર ચાર સમર્થ મોગલ બાદશાહો પાસેથી તીર્થરક્ષણ અંગે આટલી મોટી સંખ્યામાં ફરમાન મેળવ્યાં હોય તેવાં દૃષ્ટાંતો ઇતિહાસના પાને બીજે ક્યાંય નોંધાયાં નથી. એક સમયે ધર્મઝનુની ઔરંગઝેબે શેઠશ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું દેરાસર નષ્ટ કર્યું હતું એ જ ઔરંગઝેબે સમય જતાં શાંતિદાસ શેઠને પોતાના શાંતિના સંદેશવાહક દૂત તરીકેની મહત્ત્વપૂર્ણ કામગીરી સોંપી. નગરશેઠ પદ અને મહાજન પદ મેળવ્યા પછી શાંતિદાસ શેઠે સમાજના નાના-મોટા પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્ન કર્યો. એમણે ૧૫000 કરતાં પણ વધુ સાધુસાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ સાથે પાલિતાણાનો વિશાળ સંઘ કાઢયો હતો. વળી સમગ્ર ભારતમાં ઘૂમીને જૈન ધર્મ, જૈન તીર્થ અને જૈન સમાજના ઉત્કર્ષ માટે તન, મન અને ધનથી પ્રયાસ કર્યો. અમદાવાદના ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરની ગરિમા પાછી લાવવા માટે તીર્થરક્ષક શેઠ શાંતિદાસે મોગલ બાદશાહ શાહજહાં પાસેથી શાહી ફરમાન મેળવ્યું હતું. એ જ રીતે એમને ચિંતામણિ મંત્રના ફળની પ્રાપ્તિ કરાવી આપનાર શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી અર્પણ-સમારોહમાં શાંતિદાસ ઝવેરીએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો, એટલું જ નહીં પણ એ પ્રસંગે આવેલા અવરોધો પોતાની કુનેહથી દૂર કર્યા હતા. દેશ-વિદેશમાં વેપાર ખેડતા હોવા છતાં ધર્મ એમના જીવનના અવિભાજ્ય અંગરૂપ હતો. સુરતમાં પંન્યાસશ્રી નેમસાગરગણિ અને પંન્યાસશ્રી મુક્તિસાગરગહિનો ચાતુર્માસ હતો ત્યારે સુરતના ધનકુબેર એવા મોટા શાંતિદાસ ઝવેરીએ બંને પંન્યાસોને શ્રાવકના ઘરને સંતાનથી આબાદ કરવા વિનંતી કરી. વિ. સં. ૧૯૬૦ના ચૈત્ર માસમાં સુરતના ઉપાશ્રયમાં નીચે ભોયરામાં બેસીને બંને પંન્યાસજીએ શ્રી ચિંતામણિ મંત્રનો જાપવિધિ શરૂ કર્યો. આ મંત્રજાપ છ મહિને સિદ્ધ થાય. સિદ્ધિ સમયે ધરણેન્દ્ર નાગરૂપે આવીને ઊભા રહે ત્યારે જો નીડર સાધક એમની જીભ સાથે જીભ મેળવે તો ધરણેન્દ્ર પ્રત્યક્ષ થઈને શ્રાવકને વરદાન આપે ! છ મહિનાની જાપવિધિ પૂર્ણ થયા બાદ સુરતના શેઠ શાંતિદાસ આવ્યા નહીં, પરંતુ અમદાવાદના શાંતિદાસ ઝવેરી બંને પંન્યાસોને વંદન કરવા ઉપાશ્રયમાં ગયા. પંન્યાસ મુક્તિસાગરગણિ એમને સુરતના શેઠ સમજીને ભોંયરામાં લઈ ગયા. આ સમયે જાપ શરૂ કરતાં ધરણેન્દ્ર નાગ રૂપે પધાર્યા, પણ ભયભીત થતાં શાંતિદાસ ઝવેરીએ જીભ બહાર કાઢી નહીં. પરિણામે ધરણેન્દ્ર ચાલ્યા ગયા. પંન્યાસજીએ કહ્યું કે તમે નાગની સાથે જીભ મેળવી હોત તો રાજા બનત, પણ હવે તમે વિશિષ્ટ સન્માનનીય રાજમાન્ય વ્યક્તિ બનશો. | પચીસ વર્ષની યુવાન વયે શેઠ શાંતિદાસ મોગલ બાદશાહ અકબરના ઝવેરી તરીકે સ્થાપિત થયા. જહાંગીર એમને મામા કહીને માન-સન્માન આપતો હતો. એમને અમદાવાદના નગરશેઠની પદવી આપી અને ગુજરાતના સુબાનો હોદ્દો આપ્યો. મોગલ દરબારના મહત્ત્વના પ્રસંગોએ શેઠ શાંતિદાસ ઝવેરીને ખાસ નિમંત્રણ મળતું હતું. શાંતિદાસ શેઠે શ્રી શત્રુંજય તીર્થની સુરક્ષા માટે પ્રયાસ કર્યો. પ્રસન્ન મુખમુદ્રા, શાંત સ્વભાવ, મધુર વાણી અને સૌજન્યશીલ વ્યવહાર ધરાવતા નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ દુષ્કાળમાં અન્ન-વસ્ત્રનું પુષ્કળ દાન કર્યું. નગરશેઠ શાંતિદાસના મનમાં સદૈવ એ ભાવના રહેતી કે દેવગુરુને પ્રતાપે જ હું જીવનમાં ઉત્કર્ષ સાધી શક્યો છું, એટલે દેવ, ગુરુ અને ધર્મનો મારા પર ઘણો ઉપકાર છે તેથી તેમની ભક્તિ-ઉપાસના કરવી. માત્ર શેઠ શાંતિદાસે જ નહિ બલ્ક એમના સમગ્ર પરિવારે શુભ કાર્યો કર્યા. શ્રી શત્રુંજય પહાડ અને પાલિતાણા ભેટમાં મેળવ્યા બાદ શ્રી શાંતિદાસ ઝવેરીએ મોટો યાત્રાસંઘ કાઢચો. શ્રી શત્રુંજય તીર્થનાં મંદિરોની આજુબાજુ મોટો વિશાળ કિલ્લો બંધાવ્યો તેમજ તળેટીમાં વાવ બંધાવી. આ ઉપરાંત એમણે ઘણા નવા જિનાલયો, જીર્ણોદ્ધારો, સાધર્મિક ભક્તિ, ગ્રંથલેખન, દુષ્કાળમાં અનાજ-કપડાં વગેરેની સહાય જેવાં શુભકાર્યો કર્યા. ગુજરાતની મહાજન-પરંપરાના સમર્થ ધારક બની રહ્યા. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રિયચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી અનિલભાઈ રતિલાલ શાહ પરિવાર, અમદાવાદ s&iS Page #176 -------------------------------------------------------------------------- ________________ NOVOOOO DEREE ko Tulcs 55. TRI 262. monton Page #177 -------------------------------------------------------------------------- ________________ ૮૧. શેઠ મોતીશા જૈન ધર્મની એક આગવી વિશેષતા તે ખોડાં બની ગયેલાં અબોલ પ્રાણીને માટે પાંજરાપોળ કરવાની છે. જીવદયાના આ ધર્મમાં અબોલ પ્રાણીની વેદના જાણવામાં, સમજવામાં અને તેને નિવારવામાં આવી છે. પાંજરાપોળ સંસ્થાને જોતાં આપોઆપ મોતીશા શેઠના જીવનની મહત્તાનું સ્મરણ જાગે છે. ખંભાતના શેઠ અમીચંદના પુત્ર મોતીચંદનો જન્મ વિ. સં. ૧૮૭૮માં થયો. મોતીચંદ શેઠે એમની કુશાગ્ર બુદ્ધિ, વેપારી સાહસ અને ગણતરીભરી દીર્ઘદ્રષ્ટિથી બાહોશ વેપારી અને હોશિયાર દલાલ તરીકે ધંધાનો વિકાસ સાધ્યો. પિતાનું દેવું ચૂકવવાની કાયદાકીય જવાબદારી નહોતી છતાં પાઈએ પાઈનું દેવું ચૂકવ્યું. માત્ર પાંચ વર્ષના વેપારમાં તો તેઓ લખપતિ બની ગયા. દરિયાઈ સફરની સુગમતા માટે પાંચસોથી છસો ટનનાં ત્રણ વાહનો ખરીદી લીધાં. મોતીશા શેઠ જે કોઈ કાર્ય કરવાનું નક્કી કરે, તેને સિદ્ધ કરવા રાત-દિવસ પુરુષાર્થ કરતા. એક દાયકામાં તો તેમણે ચાલીસ વહાણોનો દેશદેશાવર ખેડતો મોટો કાફલો મહાસાગરમાં વહેતો મૂકી દીધો. બહેરીનથી ચીન સુધી એમનો વેપાર ચાલતો હતો. વહાણવટાના ક્ષેત્રનો અંગ્રેજોનો ઇજારો તોડનાર પહેલા હિન્દી મોતીશા શેઠ મહાસાગરના મહારથી બન્યા. ભારતનાં બંદરો ઉપરાંત અરબસ્તાન, જાવા, સુમાત્રા, ચીન, લંકા વગેરે દેશોમાં તેમનું નામ મશહૂર હતું. સંપત્તિપ્રાપ્તિની સાથોસાથ સખાવતોની દાનગંગા વહેવા લાગી. મુંબઈમાં કૂતરાઓની ક્રૂર રીતે હત્યા થતી હતી. અંગ્રેજોના બહેરા કાનને કૂતરાઓની દયામણી ચીસો સંભળાતી નહોતી. ઠેકઠેકાણે કૂતરાઓના શબના ઢગ ખડકાયા. આ સમયે મોતીશા શેઠે ગવર્નરને મળીને આ નિર્દયતા દૂર કરી. બીજી બાજુ એમણે વિચાર્યું કે આવા અપંગ અને રખડતા ઢોરોના યોગ્ય પાલન માટે પાંજરાપોળની જરૂર છે. સંઘમાં સર્વસામાન્ય એવા મોતીશા શેઠે પાંજરાપોળ સંસ્થાનો પાયો નાખ્યો. હિન્દુઓ, પારસીઓ અને વહોરા કોમે સાથ આપ્યો. કૂતરાઓની હત્યામાંથી પાંજરાપોળનો વિચાર જાગ્યો, પણ એમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઉંદર, કબૂતર વગેરે જીવો માટે પણ વ્યવસ્થા થઈ. મોતીશા શેઠ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા વારંવાર જતા. વેપારની સફળતામાં આને કારણભૂત માનતા. મુંબઈના લોકોને શત્રુંજય તીર્થની યાત્રાનો લાભ મળે, તે માટે ભાયખલામાં વિશાળ જગા લઈને વિ. સં. ૧૮૮૫માં આદીશ્વર ભગવાનનું દેરાસર બંધાવ્યું અને રાયણપગલાં, સૂરજકુંડ વગેરે કરાવીને શત્રુંજયની આદીશ્વરની ટૂંક જેવી રચના કરાવી. મોતીશા શેઠનો લાખોનો માલ લઈને એક વહાણ ચીનની સફરે ગયું હતું. શેઠને એ ફિકર હતી કે જો વહાણના માલને કંઈ થશે તો મોટી આપત્તિ આવશે. પોતાની ચિંતા એમણે પરમાત્માને સોંપી દીધી. વહાણ પાછું આવે તો તેમાંથી મળનારા નફાની રકમથી શ્રી શત્રુંજય મહાતીર્થ પર દેવવિમાન જેવું ભવ્ય પ્રાસાદ રચવાનો મહાસંકલ્પ કર્યો. સદ્ભાગ્યે વહાણ પાછું આવ્યું અને મોતીશા શેઠે શ્રી શત્રુંજય તીર્થ પર જિનાલયો રચવા માટે મહુવાના કુશળ સ્થપતિ રામજી સૂત્રધારને બોલાવ્યો. એણે શત્રુંજય પર્વતની બે પાંખ વચ્ચેની ખીણનો બસો ફૂટ જેટલો ઊંડો ખાડો પસંદ કર્યો. એમાં કુંતાસર તળાવ પણ હતું. આવી જગાએ જિનાલયોનું નિર્માણ કરવું કઈ રીતે ? પરંતુ મોતીશા શેઠ મહાત થવામાં માનતા નહોતા. એમણે આ ભગીરથ કામ શરૂ કરાવ્યું. મકરાણાથી સફેદ આરસ મંગાવ્યા અને ત્રણ વર્ષમાં પાતાળપાયા પુરાઈને વિશાળ મેદાન તૈયાર થયું. વિ. સં. ૧૮૮૮માં સમૂળગો વરસાદ ન પડ્યો ત્યારે એક હાંડાના ચાર આના ઠરાવી શત્રુંજય નદીમાંથી પાણી મંગાવ્યું. ૧૧૦૦ કારીગર અને ૩૦૦૦ મજૂરો કામે લાગ્યા. એંસી હજાર રૂપિયાનાં દોરડાં વપરાયાં. વર્ષ ૫૨ વર્ષ વીતવા લાગ્યાં. મુંબઈના શાહસોદાગર મોતીશાહ ત્રણ શિખર, ત્રણ ગભારા અને ત્રણ મજલાના દેવિમાન જેવા મુખ્ય દેરાસરરૂપે પોતાની ભાવનાને કંડારાતી જોઈને પ્રસન્ન થતા હતા. મોતીશા શેઠની તબિયત લથડતી હતી. આથી એમણે એક પછી એક કામ આટોપવાનું શરૂ કર્યું. પ્રતિષ્ઠાનું મુહૂર્ત દૂર હતું. વિ. સં. ૧૮૯૨ના ભાદરવા સુદ એકમના રોજ ૫૪ વર્ષની ઉંમરે મોતીશા શેઠ દેહમુક્ત થયા. પર્યુષણ પર્વના એ પવિત્ર દિવસો હતા. મહાવીર જન્મવાચન ચાલતું હતું અને આ સાહસિક શેઠનું પ્રાણપંખેરું દેહનો માળો છોડી ગયું. શેઠનાં પત્ની દિવાળીબાઈએ મોતીશા શેઠની એ ભાવના પૂર્ણ કરી. પાલીતાણામાં ૮૬૦૦૦ના ખર્ચે વિશાળ ધર્મશાળા બંધાવી. એનું મહત્ત્વ એટલું કે શત્રુંજયની યાત્રાએ જે કોઈ સંઘ આવે તેના સંઘપતિને પ્રવેશતિલક શેઠ મોતીશાહના નામથી કરાય છે. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સંવેગચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી ચિ. સમીર ભરતભાઈ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ. www.jainellbrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ ఆకృతుల CS SEVERYTHINTHUDAINTENA S RATNAM FOR Personal use only www.jallelibrary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ ૮૨. ત્રિશાલામાતા તેજસ્વી, તપસ્વી અને જગતારક મહાન પુત્ર વર્ધમાનને જન્મ આપવાનું અવર્ણનીય ગૌરવ ત્રિશલામાતા ધરાવે છે. એમના જીવનની મહત્તાને કારણે તેઓ સદૈવ પૂજનીય અને વંદનીય બની રહ્યા. ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થનાં રાણી અને વૈશાલી ગણરાજ્યના રાજા ચેટકની બહેન ત્રિશલાના માતૃત્વનો મહિમા અપરંપાર છે અને કાવ્યસર્જકોએ એનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. દેવાનંદાના ૮૨ દિવસના ગર્ભને લઈને હરિબૈગમેષી દેવ એને રાજા સિદ્ધાર્થની પટરાણી ત્રિશલાદેવીના ઉદરમાં મૂકે છે. એક શુભ રાત્રિએ રાણી ત્રિશલા પોતાના શયનખંડમાં સૂતી હતી ત્યારે અંતિમ પ્રહરમાં એણે સુખદાયક ૧૪ સ્વપ્નો જોયાં. આ મહામંગલકારી ૧૪ સ્વપ્નોનું વર્ણન એણે પોતાના પતિ રાજા સિદ્ધાર્થને કર્યું. રાજાએ તત્કાળ સ્વપ્નપાઠકોને બોલાવીને રાણી ત્રિશલાએ જોયેલાં ૧૪ સ્વપ્નોનો ભાવિસંકેત પૂછયો. રાણી ત્રિશલાએ આ સ્વપ્નોમાં ઇન્દ્રના હાથી ઐરાવત જેવો શ્વેત હાથી જોયો. શુભ્ર દંતપંક્તિવાળો ઋષભ જોયો. વનના રાજા કેસરીસિંહને નીરખ્યા. મનોહર લક્ષ્મીજી, પ્રફુલ્લિત પુષ્પમાળા, પ્રકાશિત ચંદ્ર અને લાલિમાયુક્ત બાલસુર્યને જોયો. ફરફરતી ધજા અને રૂપાનો મંગળકળશ, સરોવરમાં શ્રેષ્ઠ એવું પાસરોવર અને સાગરમાં સર્વોત્તમ એવો ક્ષીરસાગર દીઠો. આકાશમાં શોભતું દેવવિમાન, શ્રેષ્ઠ રત્નોનો રાશિ અને ધુમાડા વિનાનો અગ્નિ જોયો. સ્વખપાઠકોએ આનો સંકેત પ્રગટ કરતાં કહ્યું, “હે રાજન ! આપને ત્યાં સિંહ સમાન નિર્ભય અને દિવ્ય શક્તિવાળો પુત્ર જન્મશે. એ કાં તો ધર્મચક્રવર્તી થશે અથવા તો રાજચક્રવર્તી બનશે.” માતા ત્રિશલાના ઉદરમાં રહેલા ગર્ભસ્થ વર્ધમાન વિચારે છે કે મારા વિકસતાં અંગોપાંગ અને મારું હલનચલન માતાને કેટલી બધી આકરી પીડા આપે છે ? મારે તો સર્વ જીવોનું શ્રેય સાધવાનું છે, ત્યારે અત્યંત ઉપકારી એવી માતાને મારા હલનચલનથી પીડા થાય તે કેમ ચાલે ? આથી ત્રિશલામાતાના ઉદરમાં રહેલો ગર્ભ શાંત થયો. ત્રિશલાના તનની અકળામણ ઓછી થઈ, પણ મનની અકળામણ એકાએક વધી ગઈ. ત્રિશલાને શંકા જાગી કે શું કોઈ દેવે મારો ગર્ભ હરી લીધો હશે કે પછી મારો ગર્ભ ગળી ગયો હશે ! આમ જુદી જુદી શંકા-કુશંકા કરતાં ત્રિશલામાતા આક્રંદ કરવા લાગ્યાં. રાજા સિદ્ધાર્થ ચિંતાતુર બન્યા. રાજમહેલમાં ચાલતાં નાટકો અને આનંદપ્રમોદ થંભી ગયાં અને વીણા તથા મૃદંગ વાગતાં બંધ થઈ ગયાં. ત્રિશલામાતા મૂછિત બની ગયાં. આ સમયે ગર્ભસ્થ વર્ધમાને અવધિજ્ઞાનથી માતા, પિતા અને પરિવારજનોને શોકવિહ્વળ જોયાં. એમણે વિચાર્યું કે મેં જે કામ માતાના સુખને માટે કર્યું, તેનાથી તો ઊલટું દુઃખ નિષ્પન્ન થયું. અમૃત ધાર્યું હતું, તે વિષ બન્યું ! ભર્યા જળાશયમાં મત્સ્ય જેમ હાલે તેમ ગર્ભ ફરક્યો અને માતા હસી પડી અને તેની આસપાસની સમગ્ર સૃષ્ટિ હર્ષથી નાચી ઊઠી. આ ઘટનાએ વર્ધમાનના મહાન આત્માના મન પર પ્રગાઢ અસર કરી. એમણે વિચાર્યું કે માતાને પુત્ર પર કેવો અજોડ પ્રેમ હોય છે ! હજી તો હું ગર્ભમાં છું, માતાએ મારું સુખ પણ જોયું નથી, છતાં કેટલો બધો અસીમ પ્રેમ ! આવાં વહાલસોયાં માતાપિતા હોય અને હું સંયમ ધારણ કરું તો એમને ઘણું દુઃખ થાય, આથી અભિગ્રહ કરું છું કે માતા-પિતાની જીવિત અવસ્થામાં હું સંસારનો ત્યાગ કરીને દીક્ષા નહીં લઉં. જન્મ પૂર્વે ભગવાને પહેલો ઉપદેશ આપ્યો માતૃભક્તિનો. વિ. સં. પૂર્વે ૫૪૩ની ચૈત્ર સુદ ૧૩ની મધ્યરાત્રિએ રાજ કુમાર વર્ધમાનનો જન્મ થયો. પૃથ્વી અને પાતાળમાં લોકોત્તર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. છપ્પન દિકકુમારિકાઓ ભગવાનના જન્મ પ્રસંગે પોતાનું કર્તવ્ય બજાવવા જન્મની રાત્રે જ આવી પહોંચી. આ કુમારિકાઓએ નાટ્ય, નૃત્ય અને ગીત આદર્યા. નજરની સામે જાણે સ્વર્ગ સાકાર કર્યું. રાજકુમાર વર્ધમાન યુવાન થતાં રાણી ત્રિશલાએ એમનો યશોદા સાથે વિવાહ કરાવ્યો અને માતાની ઇચ્છાને માન્ય રાખતા વર્ધમાને વિવાહ કર્યો. ત્રિશલાદેવીએ પોતાનો અંત સમય નિકટ જાણીને પાપોની આલોચના કરી, ચતુર્વિધ આહારનો ત્યાગ કરી અનશન કર્યું અને મરણાંતિક સંલેખનાથી દેહત્યાગ કરી બારમા સ્વર્ગમાં સિધાવ્યા. ત્રિશલામાતા એ કોઈ સામાન્ય પુત્રની જનની નહીં, બલકે ત્રિકાળદર્શી, દીર્ઘ તપસ્વી, અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરને જન્મ આપનારી જનની છે, જે પ્રભુ મહાવીરની સેવા કરવા માટે ખુદ ઇન્દ્રરાજ સદૈવ આતુર રહેતા હતા. આથી એમના મહિમાનો કોઈ પાર નથી. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રી અમૃતલાલ પોપટલાલ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ FOR & Personal use only Page #180 -------------------------------------------------------------------------- ________________ KONSERS XXXX UU eece AA SOGO అంజలంతాంజలజలజలలలలూతలూ WY E alloral Lise Only www.intelbrary.org Page #181 -------------------------------------------------------------------------- ________________ ૮૩. રેવતી એક વાર ભગવાન મહાવીર શ્રાવસ્તી નગરીમાં મેઢિયા ગામની બહાર સાલકોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા હતા. ભગવાન મહાવીરનો એક સમયનો શિષ્ય ગોશાલક એમનો પ્રબળ હરીફ બન્યો હતો. ક્રોધથી ઘેરાયેલા ગોશાલકે ભગવાન મહાવીરને ભસ્મ કરવા માટે તેજોલેશ્યા છોડી, પરંતુ તેજોલેશ્યાનું મહાવર્તુળ ભગવાન મહાવીરની પ્રદક્ષિણા કરીને ગોશાલકના મુખમાં પાછું ફર્યું. આથી બિહામણો બનેલો ગોશાલક સાત દિવસમાં મૃત્યુ પામ્યો. પ્રભુ મહાવીરને તેજોલેશ્યાની અસર થઈ અને તેને પરિણામે છ મહિના સુધી અતિસારના રોગની પીડા થઈ. ભગવાન મહાવીરનું શરીર અત્યંત દૃશ થવા લાગ્યું. એમની આવી પીડા અને સ્થિતિ જોઈને એમનો શિષ્યગણ ચિંતિત બનીને સંતાપ કરવા લાગ્યો. ભગવાન તો શરીરની સ્થિતિ અને વેદનાથી પર હતા, પરંતુ એમની આસપાસના એમના શિષ્યગણને પારાવાર વ્યથા થતી હતી. ભગવાનની શારીરિક વ્યાધિની વાત સર્વત્ર ફેલાઈ ગઈ. માલુકાકચ્છમાં આકરી તપશ્ચર્યા કરતા ભગવાનના શિષ્ય ‘સિંહ’ અનગાર છઠ્ઠ(બે દિવસના ઉપવાસ)ના તપની સાથે ઉનાળાના ભીષણ તાપમાં આતાપના લેતા હતા, ત્યારે એમણે ભગવાનની શારીરિક હાલતની વાત સાંભળી ને એમનું હૈયું વલોવાઈ ગયું. ધર્માચાર્યના અનિષ્ટની કલ્પનાથી ઊભા ઊભા જ મોટેથી આક્રંદ કરવા લાગ્યા. સર્વજ્ઞ અંતર્યામી મહાવીરે પોતાના શિષ્યને બોલાવીને કહ્યું કે ભદ્ર અને સરળ પ્રકૃતિનો મારો અંતેવાસી સિંહ અનગાર પારાવાર રુદન કરી રહ્યો છે તો એને જલદી અહીં બોલાવી લાવો. સિંહ અનગાર આવ્યા અને ભગવાને કહ્યું, “તું કોઈ પણ પ્રકારના અનિષ્ટની કલ્પના કરીશ નહીં. હું હજી સાડા પંદર વર્ષ સુધી આ પૃથ્વી પર વિહાર કરવાનો છું.” સિંહ અનગારે નમ્રતાથી પૂછ્યું, “આપનું શરીર રોજેરોજ ક્ષીણ થતું જાય છે. આ રોગમુક્તિનો કોઈ ઉપાય ખરો ?” ભગવાને કહ્યું, “મેઢિયંગેવ નામના ગામમાં ઔષધનિર્માણમાં નિપુણ રેવતીએ કોળાપાક અને બિજોરાપાક નામની બે ઔષધિ બનાવી છે. આ કોળાપાકની ઔષધિ મારે માટે બનાવી છે, જેની મારે જરૂર નથી. એણે બનાવેલી બિજોરાપાકની ઔષધિ મારા રોગનિવારણ માટે યોગ્ય છે. ” રેવતી અનેક પ્રકારની ઔષધિઓ અથવા પાક તૈયાર રાખતી હતી. આસપાસનાં નગરજનો અને ગ્રામજનોને ઔષધિ દ્વારા વ્યાધિમુક્ત કરતી હતી. ઘણા સાધુ અને પરિવ્રાજક પણ એણે બનાવેલી ઔષધિનું સેવન કરીને પોતાની શારીરિક પીડાથી મુક્તિ મેળવતા હતા. આલાદિત સિંહ અનગાર ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને રેવતીને ઘેર ગયા. દૂરથી મુનિરાજને જોઈને રેવતીએ સાતેક ડગલાં આગળ જઈને પ્રણામ કર્યા અને ભગવાન મહાવીરના સમાચાર પૂછ્યા. સિંહ અનગારે અશ્રુભીની આંખે કહ્યું, “અર્હત્ પ્રભુ દાહજ્વરથી પીડિત છે. એમને માટે તમે બનાવેલા કોળાપાકની એમને જરૂર નથી, પરંતુ અન્યને માટે બનાવેલા બિજોરાપાકની આવશ્યકતા છે.” રેવતીને પારાવાર આશ્ચર્ય થયું કે ઔષધિનિર્માણના ગુપ્ત રહસ્યનો કેવી રીતે ખ્યાલ આવી ગયો હશે ? ત્યારે સિંહ અનગારે પોતાના ગુરુના જ્ઞાનનો મહિમા વર્ણવ્યો. શ્રાવિકા રેવતીએ અત્યંત શ્રદ્ધાભાવથી બિજોરાપાક વહોરાવ્યો. એના સેવનથી ભગવાન મહાવીર રોગમુક્ત થયા. એમનો ચહેરો પૂર્વવત્ ચમકવા લાગ્યો. ભગવાનને પૂર્ણ સ્વસ્થ જોઈને સર્વત્ર પ્રસન્નતા ફેલાઈ ગઈ. કેવું મહાન કામ ! કેવું ઉત્તમ દાન ! દાનની મહત્તા વર્ણવતાં ધર્મગ્રંથો કહે છે કે દાનથી યશ મળે, શત્રુ નાસી જાય અને પરજન સ્વજન બને. આ બધાં દાન કરતાં રેવતીનું દાન અતિ વિરલ અને વિશિષ્ટ હતું. ભગવાનને બિજોરાપાક વહોરાવીને રેવતીએ ભવભ્રમણમાંથી મુક્તિ મેળવી અને તીર્થંકરપદ પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ સદ્દભાગ્ય મેળવ્યું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ – એમ ચારેયની ઉત્તમતાથી રેવતી આવતી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમા તીર્થંકર થશે. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રી રસિકલાલ અમૃતલાલ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ ate & Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ wa 0°°°o°o°o°o°o* LALALALALALALA CANON 20 กรอบภอบการอสวรรณ For Private Personal Use Only www.nelibrary.ro Page #183 -------------------------------------------------------------------------- ________________ ૮૪. સુલસt ભગવાન મહાવીર ચંપાનગરીમાં સમવસરણમાં દેશના આપતા હતા, ત્યારે રાજગૃહી નગરી તરફ જઈ રહેલા અંબડ પરિવ્રાજકને કહ્યું, “તમે રાજગૃહી જાઓ ત્યારે નાગસારથિની શીલવતી શ્રાવિકા સુલતાને મારા ધર્મલાભ કહેજો.” અંબડ પરિવ્રાજકને થયું કે પ્રભુ મહાવીર જે શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવે, તે શ્રાવિકા ધર્મ અને વતથી કેવી સુશોભિત હશે ! અંબડ પરિવ્રાજકને સુલસાની ધર્મભાવનાની અગ્નિપરીક્ષા લેવાની ઇચ્છા થઈ, તેથી યતિનો વેશ લઈને સુલસા પાસે સચિત્તની માંગણી કરી, પરંતુ સુલસા સહેજે ચલાયમાન થઈ નહીં. એ પછી એણે બ્રહ્માનું રૂપ લીધું અને નગરીના પૂર્વ દ્વાર પર ચાર મુખ, રાજહંસ પર સવારી, અર્ધાગે સાવિત્રી - એમ સાક્ષાત્ બ્રહ્મા હોવાનો દેખાવ સર્યો. આ ચમત્કાર જોવા આખી નગરી ઊમટી, પરંતુ ધર્મનિષ્ઠ સુલસાની પ્રભુનિષ્ઠા સહેજે ચલિત થઈ નહીં. બીજે દિવસે એણે શંકરનું, ત્રીજે દિવસે શ્રી વિષ્ણુનું અને ચોથા દિવસે તીર્થંકરનું રૂપ લીધું. તીર્થંકરની ૬૪ ઇન્દ્રો સેવા કરતા હોય, આસપાસ અષ્ટ મહાપ્રતિહાર્ય હોય અને અનુપમ સમવસરણ રચાયું હોય, અને એમાં પચ્ચીસમા તીર્થંકર બિરાજમાન હોય, તેવું દૃશ્ય ઊભું કર્યું. અંબાને એમ હતું કે ગમે તેમ તોય તીર્થંકરનાં દર્શન કરવા તો સુલસા આવશે જ, પરંતુ સુલસા આવી નહિ. બીજી બાજુ રાજગૃહી નગરીનો જનસમૂહ આ પચ્ચીસમા તીર્થંકરનાં દર્શન માટે ઊમટ્યો. આખરે અંબડે કોઈની સાથે સુલસાને આવવા માટે નિમંત્રણ મોકલ્યું અને સાથે તાકીદ કરી કે સલસા તો તીર્થંકરની પરમ ઉપાસક છે અને એ ખુદ તીર્થંકરનાં દર્શને આવે નહીં, તે કેવું ગણાય ? સુલતાએ નિમંત્રણ લાવનારને પ્રત્યુત્તર આપ્યો, “મહાનુભાવ ! આ પચ્ચીસમા તીર્થંકર નથી, બલ્ક કોઈ ધૂર્ત અને માયાવી માનવી તીર્થકર બની બેઠા છે. તીર્થંકર ભગવાન પધારે તેની જાણ તો વાયુ અને વનસ્પતિથી પણ સહુને થઈ જાય. આજે એવું કશું થતું નથી, બલ્ક એમને એમના આગમનની જાણ કરવી પડે છે.” | સુલસાની અડગ ધર્મશ્રદ્ધા જોઈને અંબડે એનાં જુદાં જુદાં રૂપ સમેટી લીધાં. સુલસાને ઘેર આવીને એણે કહ્યું, “તમે સાચે જ અત્યંત ભાગ્યશાળી છો. ચંપાનગરીમાં બિરાજતા ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં તમને મારા દ્વારા ધર્મલાભ કહેવડાવ્યા છે.” ' આ સાંભળી સુલતાના હૃદયમાં રોમાંચ અને આનંદ જાગ્યો. એની વાણી ભક્તિથી ગદ્ગદિત બની ગઈ. ભગવાન જે દિશામાં બિરાજમાન હતા તે દિશાને વંદન કરીને ભગવાનની સ્તુતિ કરવા લાગી. એની ભક્તિ અને શ્રદ્ધાથી અંબડ પરિવ્રાજક ખુશ થયો. | સુલસા ગુણવતી, શીલવતી અને શાંતિપ્રિય સ્વભાવની હતી. એને પુત્રયોગ નહીં હોવાથી એણે એના પતિને અન્ય કન્યા સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ એના પતિ નાગે કહ્યું, “મારા ભાગ્યમાં પુત્રયોગ હશે તો તે તારાથી જ.” એ પછી સુલસાએ તપશ્ચર્યા અને ધર્મઆરાધના શરૂ કરી. એની ભાવવિશુદ્ધિવાળી આરાધનાથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર દેવસભામાં એની પ્રશંસા કરતાં હરિર્ણગમેષીદેવે તેની કસોટી કરી. તેઓ સાધુનું રૂપ લઈને આવ્યા અને સુલસા પાસે લક્ષપાક તેલની માંગણી કરી. સુલસા લક્ષપાક તેલનો કુંભ લઈને આવી, પરંતુ દેવે અદૃશ્ય રીતે તેલનો કુંભ પાડી નાખતાં તેલ ઢોળાઈ ગયું. આ રીતે ચાર ઘડા લાવી અને બધા જ દેવે તોડી નાખ્યા. આમ છતાં સુલતાના ચહેરા પર ક્લેશની એક રેખા પણ જોવા ન મળી. સુલસાની સ્વસ્થતા, સંકલ્પશક્તિ અને જિનભક્તિ જોઈને દેવે એમને આશીર્વાદ આપ્યા અને સુલતાને બત્રીસ પુત્રો થયા. | સુલતાએ પુત્રોને ધર્મ, કલા, નીતિ અને શાસ્ત્રમાં પારંગત કર્યા, પરંતુ રાજગૃહી નગરીના શ્રેણિક રાજાના પક્ષમાં રહીને ચેટક રાજા સામે લડતાં એના બત્રીસે પુત્રો યુદ્ધમાં હોમાઈ ગયા. સુલસા પારાવાર શોકમાં ડૂબી ગઈ. નગરજનો એમાં સહભાગી થવા આવ્યા. આ સમયે અભયકુમારે શોક કરવાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થતાં વિશેષ કર્મબંધ થાય છે એમ કહીને સુલસા અને નાગને શાંતિ આપી. આ સુલસાએ શ્રાવિકા તરીકે ઉત્તમ જીવન ગાળ્યું અને સમાધિમરણ પામીને દેવલોકમાં સિધાવી. આવી શ્રાવિકાનો આત્મા આવતી ચોવીસીમાં નિર્મમ નામના પંદરમા તીર્થંકર થશે. ધર્મશ્રદ્ધાની અપૂર્વ કસોટીઓ પાર કરનાર સુલતાના જીવનમાં જૈન ધર્મ પરની અડગ શ્રદ્ધા, આયંબિલ વતની કઠોર તપશ્ચર્યા, નિર્મળ સમક્તિ ભાવના, ઉદાત્ત સ્વભાવ અને સત્ત્વશીલ જીવન જોવા મળે છે. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી નવીનચંદ્ર અમૃતલાલ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ Page #184 -------------------------------------------------------------------------- ________________ T For Peyut & Pillsorial Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૮૫. જ્યેષ્ઠ ભગવાન મહાવીરના વત્સલ ભાઈ નંદીવર્ધનની પત્ની અને વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેડા રાજાની પુત્રી જ્યેષ્ઠા અત્યંત સૌંદર્યવતી હતી. જીવનના પ્રારંભના પાઠ એ રાજપરિવારમાં પામી હતી અને તેથી એનામાં આગવું કલાચાતુર્ય હતું. ભગવાન મહાવીરના વંશનો કુળધર્મ શ્રી પાર્શ્વનાથ પરંપરાનો હતો. એને પરિણામે નંદીવર્ધન અને જ્યેષ્ઠા એમાં દૃઢ શ્રદ્ધા ધરાવતાં હતાં. નંદીવર્ધનની પત્ની જ્યેષ્ઠાનાં રૂપ-ગુણની સર્વત્ર પ્રશંસા થતી હતી. એના શીલનો પ્રભાવ પણ એવો હતો કે સહુ કોઈ એની મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. વળી ભગવાન મહાવીરના ઉપદેશ-શ્રવણથી એનામાં એક-એકથી ચડિયાતી પ્રબળ ધર્મભાવના જાગ્રત થઈ હતી. આને કારણે એણે સમકિતના મૂળ રૂપ સમાન બાર વ્રત અંગીકાર કર્યાં હતાં. જ્યેષ્ઠા એના વ્રતપાલનમાં દૃઢ હતી. કોઈ પ્રલોભન કે કોઈ યુક્તિ-પ્રયુક્તિ એની વ્રતપાલનની દૃઢ નિષ્ઠાને લેશ માત્ર ડગાવી શકે તેમ નહોતાં. એક વાર ઇન્દ્રસભામાં દેવરાજ ઇન્દ્રે જ્યેષ્ઠાના શીલની પ્રશંસા કરી. એમણે કહ્યું કે ગમે તેવા દેવદેવેન્દ્રથી પણ જ્યેષ્ઠા ચલિત થાય તેમ નથી. આ સાંભળીને એક દેવતાથી રહી શકાયું નહીં. એણે કહ્યું, “માટીના માનવીની શી તાકાત ! એને ભય બતાવો એટલે શરણાગતિએ આવે. એને વૈભવ બતાવો એટલે વશ થઈ જાય. એને સુખ બતાવો એટલે મોહ પામે. એના વ્રતને તોડવું એ તો મારે માટે ચપટી વગાડવા જેવો ખેલ છે.” ગર્વિષ્ઠ દેવે એના ઘમંડમાં જ્યેષ્ઠાનું અપહરણ કર્યું અને ઘનઘોર જંગલની વચ્ચે એને એકલી છોડી દીધી. એ પછી પેલા દેવે હાથી, અશ્વ, પાયદળ વગેરે સૈન્ય ઉતાર્યું. અત્યંત શક્તિશાળી અને વૈભવશાળી રાજાનો વેશ લઈને દેવ જ્યેષ્ઠા પાસે આવ્યો અને બોલ્યો, “આ ઘનઘોર જંગલમાં અથડાતી-કુટાતી હે સ્ત્રી ! તારા રૂપ પર હું મુગ્ધ બન્યો છું. તને મારી પટરાણી બનાવીને આ વિશાળ ભોગવૈભવની સહભાગી બનાવવી છે.” જ્યેષ્ઠા આવાં કામી વચનો સાંભળી શકી નહીં. એણે એના બંને કાનમાં આંગળી નાખી દીધી અને બોલી, “સ્વર્ગમાંથી કોઈ દેવ ઊતરી આવે તો પણ મારા પતિવ્રતમાંથી હું ચલિત થાઉં તેવી નથી.” ម દેવે કહ્યું, “તું એમ સીધેસીધી નહીં માને. આ સિંહ, વાઘ અને પિશાચ જો. એ તને જીવતી ફાડી ખાશે. મારા શરણમાં આવીશ તો તને આ બધાંથી રક્ષણ મળશે.” જ્યેષ્ઠાએ દેવની આ માગણી ઠુકરાવી દીધી ત્યારે દેવે કહ્યું, “જો તું સીધેસીધી અમારી સાથે નહીં આવે તો અમે તને બળજબરીથી ઉપાડીને અમારી સાથે લઈ જઈશું.” જ્યેષ્ઠાએ મક્કમ અવાજે કહ્યું, “જો તમે એવો પ્રયત્ન કરશો તો હું આત્મહત્યા કરીશ.” જ્યેષ્ઠાના આ દૃઢ વ્રતપાલનથી પ્રસન્ન થયેલા દેવ એના મૂળ રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા, “હે પુણ્યવતી સતી સ્ત્રી ! અમે તારા સતીત્વની પરીક્ષા કરવા આવ્યા અને તેમાં તમે પાર ઊતર્યાં છો. અમારી આ કુંડળની ભેટ સ્વીકારો.” આમ કહીને દેવોએ જ્યેષ્ઠાને નંદીવર્ધનને ત્યાં પાછી મૂકી દીધી અને એમણે કરેલી જ્યેષ્ઠાના સતીત્વની પરીક્ષાની ઘટના કહીને એને મહાસતીનું બિરુદ આપ્યું. નંદીવર્ધન અને જ્યેષ્ઠાએ ગૃહસ્થ આશ્રમમાં રહીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ ચારે પુરુષાર્થ કર્યા અને શ્રાવકનાં બાર વ્રતો ગ્રહણ કરીને પોતાનું જીવન સાર્થક કર્યું. એક એવી પણ અનુશ્રુતિ મળે છે કે ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળીને જ્યેષ્ઠાને વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. પતિ નંદીવર્ધનની અનુમતિ મેળવીને ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. આર્યા ચંદનાના સાધ્વી સંઘમાં સંમિલિત થઈ હતી. આ રીતે જ્યેષ્ઠાનું જીવન એટલે સાત્ત્વિક સંયમની શોભા અને શીલધર્મની મહેકતી સુવાસ ! ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય અજિતચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સુશીલાબહેન રસિકલાલ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ Ale & Personal Use Only www.jainullbrary.org Page #186 -------------------------------------------------------------------------- ________________ W TROY Gute M ON For al Lise Only www. elbrary.cg Page #187 -------------------------------------------------------------------------- ________________ ૮૬. ચેલાઇ રાણt મગધના સમ્રાટ શ્રેણિકમાં જૈન ધર્મની ભાવના જગાડનારી અને ઉદાત્ત સંસ્કારોની વૃદ્ધિ કરનારી ચેલણા રાણીના ચરિત્રમાં જીવનની તડકી-છાંયડી બંને જોવા મળે છે. રાજા શ્રેણિકે સુજ્યેષ્ઠાના રૂપની પ્રશંસા સાંભળીને રાજા ચેટક પાસે વિવાહનો પ્રસ્તાવ લઈને પોતાનો દૂત મોકલ્યો ત્યારે રાજાએ કહ્યું કે શ્રેણિક સાથે એ પોતાની પુત્રીનો વિવાહ કરવા ઇચ્છતા નથી. શ્રેણિકને આઘાત લાગ્યો. એના મંત્રી અભયકુમારે યુક્તિપૂર્વક સુજ્યેષ્ઠાને લાવી આપવાનું વચન આપ્યું. અભયકુમારની યુક્તિને કારણે સુજ્યેષ્ઠા શ્રેણિકનું ચિત્ર જોઈને મોહ પામી અને એની સાથે વિવાહ કરવા ઉત્સુક બની. મંત્રી અભયકુમારે રાજા શ્રેણિકને વૈશાલીમાં બોલાવ્યા અને સુરંગ દ્વારા ચેટકના રાજ્યમાંથી સુજ્યષ્ઠાનું અપહરણ કરવાનું નક્કી કર્યું. પોતાની મોટી બહેન સચેષ્ઠાની વિદાયની વાત જાણીને ચેલણા ખુબ વ્યથિત બની, પરિણામે સુજ્યેષ્ઠાએ એને પણ પોતાની સાથે મગધ લઈ જવાનું વિચાર્યું. બંને બહેનો જવા તૈયાર હતી ત્યારે સુજ્યેષ્ઠાએ એકાએક મહેલમાં રહી ગયેલી પોતાની રત્નાભૂષણની પેટીનું સ્મરણ થયું. એ અલંકારની પેટી લેવા પાછી ગઈ. રાજા શ્રેણિક વધુ સમય રોકાઈ શકે તેમ નહોતા તેથી રથમાં એ નારીને બેસાડીને ઝડપથી મહેલમાં આવ્યા. એણે સુજ્યેષ્ઠાને બોલાવી તો ખ્યાલ આવ્યો કે આ તો સુજ્યેષ્ઠા નહીં, કિંતુ એની નાની બહેન ચેલણા છે ! સુજ્યેષ્ઠાએ રાજા શ્રેણિકને બુમો પાડી બોલાવવાની કોશિશ કરી, પણ દુશ્મનના સૈનિકો આવી ગયા અને રાજા શ્રેણિક મળ્યા નહીં. સુજ્યેષ્ઠા નિરાશ થઈને પાછી આવી. આ ઘટનાને કારણે સુજ્યેષ્ઠાને સંસારમાંથી રસ ઊડી ગયો અને તે સાધ્વી બની. ચેલણાનો રાજા શ્રેણિક સાથે વિવાહ થયો. - રાણી ચેલણા ધર્મધ્યાન કરી શકે તે માટે રાજા શ્રેણિકે એક વિશાળ મહેલ બનાવ્યો. આખો મહેલ એક જ થાંભલા પર ઊભો કર્યો અને એમાં નંદનવન જેવો મનોહર બગીચો સર્યો. ચલણા પ્રત્યેક ઋતુનાં પુષ્પોની માળા બનાવીને સર્વજ્ઞ પ્રભુની પૂજા કરવા લાગી. | એક વાર રાજા શ્રેણિક અને ચેલણા ઉદ્યાનમાં પધારેલા પ્રભુ મહાવીરનાં દર્શને ગયાં. બંને પાછાં ફરતાં હતાં ત્યારે રસ્તામાં કડકડતી ઠંડીમાં ધ્યાન-મુદ્રામાં કઠોર તપ કરતા વસ્ત્રરહિત મુનિને જોયા. બંને રથમાંથી નીચે ઊતર્યા અને મુનિને વારંવાર વંદન ક્ય. રાત્રે પોતાના ભવ્ય મહેલમાં રાણી ચેલણા સૂતી હતી. સંજોગવશાતુ રાણી ચેલણાનો હાથ ઓઢેલા વસ્ત્રની બહાર નીકળી ગયો અને કારમી ઠંડીમાં હાથ અકડાઈ ગયો. આ સમયે ચેલણાના હાથમાં અસહ્ય વેદના થતાં જાગી ગઈ અને એકાએક મહાતપસ્વીનું સ્મરણ થતાં એનાથી બોલાઈ ગયું, ઓહ ! તેઓનું શું થતું હશે ?” રાણી ચેલણાના આ શબ્દો સાંભળતા રાજા શ્રેણિકને શંકા ગઈ કે રાણીએ કોઈ પરપુરુષને સંકેતસ્થાન પર પહોંચવાનું વચન આપ્યું હશે. હવે એ પૂર્ણ થઈ શકે તેમ નથી, તેથી કદાચ આવા નિસાસાના શબ્દો એના મુખમાંથી નીકળતા હશે. રાજાને રાણીના ચારિત્ર્ય પર શંકા જાગી. આખી રાત અજંપામાં પસાર કરી. વહેલી સવારે મંત્રી અભયકુમારને બોલાવીને આક્રોશ સાથે આજ્ઞા કરી કે મારા અંતઃપુરમાં દુરાચાર ફેલાયો છે, તેથી આ મહેલને રાણી સહિત સળગાવી નાખો. આવી આજ્ઞા આપ્યા બાદ રાજા શ્રેણિક પ્રભુ મહાવીરને વંદન કરવા માટે નીકળ્યા. ભગવાન સમવસરણમાં બિરાજમાન હતા. રાજા શ્રેણિકના મનમાં શંકાનો કીડો સળવળતો હતો. એમણે ભગવાન મહાવીર સમક્ષ પોતાનું હૃદય ખોલતાં કહ્યું, “પ્રભુ, મારી રાણી ચેલણા પતિવ્રતા છે કે નહીં ?” ભગવાને ઉત્તર આપ્યો, “હા, ચેલણા પતિવ્રતા છે.” ભગવાન મહાવીર પર અનન્ય શ્રદ્ધા ધરાવનાર રાજા શ્રેણિકને માથે આભ તૂટી પડ્યું. પોતાની આજ્ઞા પ્રમાણે ચેલણાનો મહેલ સળગાવી નાખવામાં આવ્યો હોય અને તે ભસ્મીભૂત થઈ ગઈ હોય, તો શું થશે ? રાજા શ્રેણિકે પાછા આવીને તરત જ મંત્રી અભયકુમારને બોલાવીને પૂછ્યું, “અંતઃપુર સળગાવી નાખ્યું તો નથી ને ?” | મંત્રીએ કહ્યું, “મહારાજ, ચિંતા કરશો નહીં, આપનું અંતઃપુર સુરક્ષિત છે. રાજાની આજ્ઞા શિરોધાર્ય ગણાય એટલે મેં માત્ર હસ્તીશાળા જ સળગાવી નાખી છે.” રાણી ચેલણાનું સતીત્વ અંતે ઝળહળી રહ્યું. ધર્મસ્નેહસૌજન્ય પ. . આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી મુક્તાબહેન નવીનચંદ્ર મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ For Prate & Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ SZ anal Lise Only www.binelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ ૮૭. દુર્ગાતાનારી જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. શુદ્ધ ભાવથી થયેલું નાનકડું અનુષ્ઠાન પણ કર્મમેલને નષ્ટ કરનારું છે. આ ભાવરસાયણ આત્માને ઉન્નત બનાવે છે. કોઈ પણ ધર્મક્રિયાની પાછળ શુભ ભાવ હોય, સુંદર અધ્યવસાય કે ઉન્નત પરિણામ હોય તો તે સફળ બને છે. ભગવાન મહાવીરના સમયમાં થયેલી દુર્ગતાનારીનું ચરિત્ર આનું જીવંત ઉદાહરણ છે. અત્યંત ગરીબ એવી દુર્ગતાનારી જંગલમાં જઈ લાકડીઓ એકઠી કરતી હતી. એનો ભારો બાંધી લાવીને એને નગરમાં વેચતી હતી. જંગલમાં જતી દુર્ગતાનારીએ એક કૌતુક જોયું. એણે જોયું કે કાકંદીપુર નગરના ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા હતા. એમનાં દર્શન માટે આકાશમાં દેવવિમાનમાં કે બેસીને દેવો એ તરફ જતા હતા. વિદ્યાધરો અને કિન્નરો પણ જતા હતા. રથમાં બેસીને રાજા-મહારાજાઓ જતા હતા. અસંખ્ય નરનારીઓ પગપાળા કાકંદીપુરના ઉદ્યાનમાં બિરાજમાન પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળવા જઈ રહ્યા હતા. ભગવાન મહાવીરની ધર્મદેશના માટે દેવોએ સમવસરણની રચના કરી હતી. આ સમવસરણ એટલે એક અનોખો અવસર! સુર, અસુર કે માનવ સહુ કોઈ એ અવસરની પ્રતીક્ષા કરતા હોય. ઇંદ્ર પોતાના પરિવાર સહિત એ સ્થળે આવીને સમવસરણની રચના કરતા હોય છે. વાયુકુમાર દેવતાઓ એ ભૂમિ પરથી કચરો અને કંટકો દૂર કરી જાય. મેઘકુમાર દેવો સુગંધી જળનો છંટકાવ કરીને એ સ્થળને સુવાસિત કરે. એ સમયે છ ઋતુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરે અને વ્યંતર દેવતાઓ જમીનથી સવા કોશ ઊંચી સુવર્ણ અને રત્નોથી શોભતી ઊંચી પીઠ બનાવી આપે. દસ હજાર પગથિયાં ઊંચો ચાંદીનો ગઢ ભુવનપતિ દેવતાઓ ૨ચે છે. એ ગઢ પર સમતલ ભૂમિ બનાવે છે. જ્યોતિષી દેવતાઓ પાંચ હજાર પગથિયાંવાળા સુવર્ણ ગઢની રચના કરે છે. આ સમવસરણમાં ત્રણ ગઢ હોય. એ ગઢને ચાર દરવાજા હોય. વળી એમાં સુંદર ઉપવન, પવિત્ર ચૈત્યપ્રાસાદો, ઊંચે ફરકતી ધજાઓ, પુષ્પવાટિકાઓ, અષ્ટમંગળ અને કળશ આદિની સુશોભિત રચના હોય. દુર્ગતાનારીને શુભ પુણ્યકર્મના યોગથી સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરનાં દર્શનની અને એમની દેશના સાંભળવાની ઇચ્છા જાગી. ધનની સમૃદ્ધિ સાથે ધર્મની ભાવનાને કોઈ સંબંધ નથી. ધર્મને તો હૃદયના સાચા ભાવ સાથે સંબંધ છે. દુર્ગતાનારી વિચારવા લાગી કે પ્રભુચરણમાં ધરી શકાય એવું કશુંય એની પાસે નથી. ધન તો ક્યાંથી હોય ? કિંતુ કોઈ પુષ્પ પણ નથી. ભગવાનની પૂજા પુષ્પ વિના કઈ રીતે કરું ? કિંતુ દુર્ગતાનારીનો ભગવાનની પૂજાનો ભાવ પ્રબળ બનવા લાગ્યો. બીજાં ફૂલો ખરીદી શકે એવી શક્તિ નહોતી. એણે ઉજ્જડ ભૂમિ પર ઊગતા આંકડાનું ફૂલ લીધું. મનમાં પ્રભુપૂજાનો ભાવ ધારણ કરીને ભગવાનના સમવસરણ તરફ ચાલવા લાગી. આ અત્યંત વૃદ્ધ નારી અડધે રસ્તે પહોંચી ત્યાં જ એના શરીરે એનો સાથ છોડી દીધો. લોકોએ માન્યું કે આ વૃદ્ધા થાકને કારણે બેભાન બનીને ધરતી પર ઢળી ગઈ છે. આથી એનાં મોં પર પુષ્કળ પાણી છાંટ્યું, પરંતુ વૃદ્ધ દુર્ગતાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. સમવસરણમાં પ્રભુએ એ દરિદ્ર નારીની સમૃદ્ધ ભાવનાની વાત કરી. એમણે કહ્યું કે એ વૃદ્ધાના હૃદયમાં પૂજાના પ્રબળ ભાવો હતા. એની પૂજા કરવાની ભાવના સફળ ન થઈ, પરંતુ એની ભાવતલ્લીનતાને કારણે આ દરદ્ર વૃદ્ધાએ દેવલોકમાં જન્મ લીધો. એ દેવે અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વજન્મ જાણ્યો અને તે દેવવંદન માટે અહીં આવ્યા છે. આમ કહીને ભગવાન મહાવીરસ્વામીએ એક દેવ તરફ અંગુલિનિર્દેશ કર્યો અને કહ્યું કે આ દેવ એમના આઠમા જન્મમાં શ્રમણ ધર્મનું પાલન કરીને શિવ પદ પ્રાપ્ત કરશે. આમ એક રિદ્ર નારીની શુદ્ધ ભાવતલ્લીનતાએ એને માટે મોક્ષનાં દ્વાર ખોલી આપ્યાં. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી કુલચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી વિજયભાઈ નવીનચંદ્ર મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ Lise Only WWW.jaEIIbrary.org Page #190 -------------------------------------------------------------------------- ________________ e only www.eltv.org Page #191 -------------------------------------------------------------------------- ________________ ૮૮. મનોરમા શીલ તો સુદર્શન શેઠનું. સદાચારી જીવન ગાળનાર સુદર્શન શેઠના જીવનમાં શીલની કપરી અગ્નિપરીક્ષા થઈ. અંગ દેશની ચંપાપુરી નગરીના રાજા દધિવાહનની રાણી અભયાએ શેઠ સુદર્શનનો ગર્વ ઉતારવાનો નિર્ણય કર્યો. રાણી અભયા માનતી કે એના અપાર દેહસૌંદર્યને કા૨ણે જો એ કોઈનો કામાતુર બની તે હાથ પકડે તો પથ્થર પણ પીગળી જાય, તો પુરુષને ચળાવવામાં કઈ મુશ્કેલી હોય ? કઠોર વનવાસીઓ અને તપસ્વીઓએ નારીના મોહને કારણે વન અને તપ છોડી દીધા, ત્યારે આ મૃદુ મનવાળો ગૃહસ્થ સુદર્શન તે વળી શી વિસાતમાં? પુરોહિતની પત્ની કપિલા શેઠ સુદર્શન પર મોહ પામી હતી, પરંતુ શેઠ સુદર્શન એની મોહજાળમાં ફસાયા નહીં, તેથી એણે રાણી અભયાના આ ગર્વમાં ઘમંડનું ઘી હોમવાનું કામ કર્યું. પર્વના દિવસે પોતાના આવાસમાં સુદર્શન કાયોત્સર્ગ કરીને ઊભા હતા ત્યારે અભયા રાણીના સેવકો સુદર્શનને પકડીને મહેલમાં લઈ આવ્યા. રાણી અભયાએ એને વશ કરવા સામ, દામ, દંડ અને ભેદ અજમાવી જોયાં. એને અંગસ્પર્શ કરવા પ્રયાસ કર્યો, પરંતુ શેઠ સુદર્શને તો પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી આવી પડેલી આફત દૂર નહીં થાય, ત્યાં સુધી કાયોત્સર્ગમાં જ રહીશ અને કાયોત્સર્ગ રહેશે ત્યાં સુધી અનશન ચાલુ રાખીશ. રાણી અભયાના તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં એ વધુ ઉશ્કેરાઈ અને એણે સુદર્શનને કલંકિત કરવા જાતે પોતાના શરીર પર ઉઝરડા ભરીને શેઠ સુદર્શન પર બળાત્કારનો આરોપ મૂક્યો. રાજા દધિવાહન સુદર્શનના શીલ-ધર્મને જાણતો હતો, પરંતુ વારંવાર પૂછવા છતાં સુદર્શન મૌન રહ્યા. એમને હતું કે જો હું સાચી વાત ៩ કહીશ, તો રાણીની શી હાલત થશે ? બોલે તો રાણીને માથે આફત આવે અને એને શૂળીએ ચડવું પડે. એને બદલે મૌન રહીને પોતાના માથે આફત ઓઢી લેવાનું વધુ મુનાસિબ માન્યું. રાજાએ સુદર્શનને શૂળી પર ચડાવવાની સજા કરી. સુદર્શનના મુખ પર મેંશ ચોપડી, શરીરે લાલ ગેરુનો લેપ કર્યો, ગળામાં ચિત્ર-વિચિત્ર માળાઓ પહેરાવી અને ગધેડા પર બેસાડ્યો. માથે સૂપડાનું છત્ર ધર્યું અને આગળ ફૂટેલું ઢોલ પીટતા પીટતા સુદર્શનને ગામમાં ફેરવવામાં આવ્યો. સુદર્શન તો ધ્યાનમાં અને પ્રભુસ્મરણમાં ડૂબેલો હતો. નગરજનોનો શેઠ સુદર્શનના શીલ માટેનો વિશ્વાસ ડગવા માંડ્યો, પરંતુ એની પત્ની સતી મનોરમાને પતિની પવિત્રતામાં પૂર્ણ આસ્થા હતી. એને વિશ્વાસ હતો કે એના સદાચારી પતિ કદી આવું દુષ્કૃત્ય કરે નહીં. ઊંડો વિચાર કરતાં સતી મનોરમાને લાગ્યું કે આ કોઈ પૂર્વના અશુભ કર્મનું ફળ ઉદયમાં આવ્યું લાગે છે. આપત્તિના સમયે ધર્મશ્રદ્ધા એ જ સાચું શરણું. સતી મનોરમા પ્રભુભક્તિમાં ઊંડા ઊતરી ગયાં. એના ઘરની આગળ હો-હા મચી ગઈ. શેઠ સુદર્શનને ગામમાં ફેરવતા-ફેરવતા તેમના ઘરની આગળ લાવ્યા હતા. ચોતરફ કોલાહલ થતો હતો. ઢોલ પિટાતો હતો. એની આગળ રાજસેવકો ચાલતા હતા. તેઓ ઘોષણા કરતા હતા કે આ સુદર્શને રાણીવાસમાં ગંભીર ગુનો કર્યો છે. એની સજારૂપે એનો જાહેરમાં વધ કરવામાં આવશે. શેઠ સુદર્શન ધ્યાનમગ્ન હતા. સતી મનોરમા પ્રભુમગ્ન હતી. મનોરમાને દૃઢ વિશ્વાસ હતો કે આ અણધારી આફત જરૂર દૂર થશે. અગ્નિપરીક્ષામાંથી પોતાના પતિ પાર ઊતરશે. સતી મનોરમાએ મનોમન દૃઢ નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મારા પતિ પર આવેલી આ આફત દૂર થાય નહીં, ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહીશ અને અનશન રાખીશ. સતી મનોરમાની ભક્તિ જોઈને શાસનદેવી પ્રગટ થયાં. એમણે સતીની શ્રદ્ધા અને સંકલ્પ જોઈને પોતાની પ્રસન્નતા પ્રગટ કરી. શાસનદેવીએ કહ્યું કે એના પતિ આ સંકટમાંથી સાંગોપાંગ પાર ઊતરશે અને એમના પર આવેલું આળ દૂર થશે. ૨ાજસેવકો સુદર્શન શેઠને શૂળી પર લઈ ગયા. એમને શૂળી પર ચડાવતાં શૂળી તૂટી ગઈ. શૂળીને સ્થાને સોનાનું સિંહાસન દેખાયું. જનસમૂહે સુદર્શન શ્રેષ્ઠીનો જયજયકાર કર્યો. અંતે રાણીનો પ્રપંચ ખુલ્લો પડી ગયો. રાજાએ પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. બન્નેએ એકબીજાને ખમાવ્યાં. મહાસતી મનોરમાની દૃઢ પ્રતિજ્ઞા અને સુદર્શન શેઠનું પવિત્ર શીલ અંતે વિજયી બન્યાં. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સમક્તિચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી સેજલબહેન વિજયભાઈ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ 'www.jalmellibrary.org Page #192 -------------------------------------------------------------------------- ________________ ball Lise Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૮૯. પ્રભાવતી સિંધુ-સૌવીર દેશના વીતભય નગરના ચોકમાં સમુદ્રમાર્ગે આવેલી એક પેટીએ આખા નગરમાં ઉત્સુકતા જગાવી હતી. આ પેટી લાવનાર નાવિકે કહ્યું, “આ પેટીમાં ભગવાનની અત્યંત પ્રભાવક પ્રતિમા છે. ભગવાન જ્યારે વિચરતા હતા ત્યારે જ આ પ્રતિમા કંડારવામાં આવી છે. આ પ્રભુપ્રતિમા ધરાવતી પેટી જે ખોલી શકશે, તે મહાભાગ્યશાળી વ્યક્તિ હશે. એને તમામ સુખ સાંપડશે અને એ જીવનમાં પરમ કલ્યાણને પામશે.” નગરના ચોકમાં મુકાયેલી પેટી ખોલવા ઘણા સંતો, શ્રેષ્ઠીઓ અને કારીગરોએ પ્રયાસ કર્યો, પરંતુ સહુને નિષ્ફળતા જ હાથ લાગી. કેમેય કરીને પેટી ખૂલતી ન હતી. રાજા ઉદયનને માટે પણ આ પેટી ચિંતાનો વિષય બની. ભોજન સમયે રાજા ઉદયનના ચહેરા પરની ચિંતા જોઈને રાણી પ્રભાવતીએ પૂછ્યું, “આજે આપ ચિંતાના સાગરમાં ડૂબી ગયા હો તેવું લાગે છે. ભોજન કરો છો પરંતુ આપને ભોજનમાં રસ નથી. વારંવાર હાથમાં કોળિયો રહી જાય છે અને વિચારમાં ડૂબી જાઓ છો. શું થયું છે આપને ?” રાજા ઉદયને મૂંઝવણના ભારથી દબાયેલા અવાજે કહ્યું, “આટલા મોટા નગરમાંથી એક પણ કલ્યાણગામી વ્યક્તિ મળતી નથી. પ્રભુપ્રતિમા ધરાવતી પેટી ખોલવા જે કોઈ આવ્યા તે નિષ્ફળ ગયા. પ્રભુનાં પાવનકારી દર્શન ક્યારે થશે, તેની મોટી ચિંતા છે.’ રાણી પ્રભાવતીએ પેટી ખોલવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું. પેટી પાસે જઈને એના પર જળ-દૂધથી અભિષેક કર્યો. ધૂપ, દીપ, અક્ષત વગેરેથી એની પૂજા કરી. એના હૃદયમાં પ્રભુભક્તિનો આનંદ ઊભરાતો હતો. એ અરિહંતનું સ્મરણ કરતાં બોલી, “હે દેવાધિદેવ અરિહંત ભગવાન ! આપનાં દર્શન માટે આતુર એવી મને દર્શન આપો.” પ્રભાવતીના પવિત્ર અંતઃકરણથી બોલાયેલા શબ્દોને પરિણામે પેટી ખૂલી ગઈ. લોકોમાં જૈન ધર્મનું મહિમાગાન થવા લાગ્યું. રાજાએ જિનમંદિર બનાવીને એમાં પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. નગરજનો ભાવથી એની પૂજા કરવા લાગ્યા. પ્રભાવતીની પ્રભુભક્તિનો મહિમા થઈ રહ્યો. રાણી પ્રભાવતીએ પોતાની દાસી પાસે એક વખત પૂજા માટે શુદ્ધ શ્વેત વસ્ત્ર મંગાવ્યું. આ વસ્ત્ર પર લોહીના ડાઘ જોઈ આક્રોશથી તેનો દાસી પર પ્રહાર કર્યો. આને કારણે આઘાત પામેલી દાસીનું દુર્ભાગ્યે મૃત્યુ થયું. રાણીએ જમીન પર પડેલું એ વસ્ત્ર પુનઃ જોતાં એને શ્વેત લાગ્યું. રાણી પ્રભાવતીને પારાવાર પશ્ચાત્તાપ થયો. એમાં પણ પંચેન્દ્રિય જીવની હત્યાની ઘટનાએ એનું હૈયું વલોવી નાખ્યું. એક વાર પ્રભાવતી પ્રભુભક્તિ કરતી હતી ત્યારે રાજાને એની મસ્તકહીન છાયા નજરે પડી. રાજા વ્યાકુળ બની ગયો. રાજાએ કહ્યું કે પૂર્વવૃત્તાંત પ્રમાણે આ રાણી પ્રભાવતીના મૃત્યુનો સંકેત છે. મૃત્યુની આવી આશંકાથી રાણી પ્રભાવતી સહેજે ચિંતિત થઈ નહીં. એનો ધર્મ પ્રત્યેનો સ્નેહ અખંડરૂપે વહેતો રહ્યો. રાણી પ્રભાવતી એના અલ્પ આયુષ્યને જાણતી હતી. એણે રાજા ઉદયનને કહ્યું કે એની ઇચ્છા દીક્ષા અંગીકાર કરવાની છે. રાજાએ પ્રભાવતીને દીક્ષાની સંમતિ આપી. પ્રભાવતીએ ઉત્કૃષ્ટ તપ કરીને સંયમની અપૂર્વ આરાધના કરી. પ્રભાવતીનું જીવન ધીરે ધીરે કલ્યાણનાં એક પછી એક સોપાનો ચડવા લાગ્યું. સંસારના ઘણા રંગ એણે જોયા હતા. હવે સાધુતાનો સંગ એને છોડવો નહોતો. અંતે અનશન કરીને પ્રભાવતીએ સંયમની અપૂર્વ આરાધના કરી. સતીઓના ચરિત્રમાં પ્રભાવતીનું વિશિષ્ટ સ્થાન છે. અરિહંત પરમાત્માની અવિચળ ભક્તિ એના જીવનમાં જોવા મળે છે. એની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને જોઈને રાજા ઉદયન અને વીતભય નગરના નગરજનો અભયના માર્ગે ચાલવા માટે જૈન ધર્મના અનુયાયી બન્યા. આમ ઉત્કૃષ્ટ ધર્મઆરાધના કરીને સુંદર ધર્મપ્રભાવના કરનાર પ્રભાવતી આજેય પ્રાતઃસ્મરણીય સતી તરીકે સહુની વંદના પામે છે. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રકાશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી મહેન્દ્રભાઈ મંગલદાસ શાહ પરિવાર, વડોદરા if Tie & Parsorial Use Only www.jalelkarary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૯૦. કોશા પાટલીપુત્ર નગરની રાજનર્તકી કોશા અનુપમ રૂપ, આકર્ષક લાવણ્ય અને કલાચાતુર્યમાં નિપુણ હતી. આ કોશા ગણિકાને ત્યાં મહામાત્ય શકટાલના મોટા પુત્ર સ્થૂલભદ્ર રહેતા હતા. રાજનર્તકી કોશાને સ્થૂલભદ્ર પર અગાધ પ્રેમ હતો, પરંતુ રાજ્યના ષડ્યંત્રમાં પિતાનું મૃત્યુ થતાં સ્થૂલભદ્રે મહામાત્યની પદવી તો ફગાવી દીધી, પણ એથીય વિશેષ સંસાર-વ્યવહારથી વિરક્ત થઈને એમણે આચાર્ય સંભૂતવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્ર સહિત ચાર મુનિરાજોને સંયમની અગ્નિપરીક્ષા કરે તેવા કઠિન સ્થળે ચાતુર્માસ કરવા કહ્યું. ત્રણ મુનિરાજોએ સિંહની બોડમાં, વિષધર સર્પના રાફડામાં અને પનિહારીઓથી ભરેલા કૂવાકાંઠે ધ્યાનમગ્ન રહીને ચાતુર્માસ કરવા માટે અનુમતિ માગી, જ્યારે આર્ય સ્થૂલભદ્ર મુનિએ કોશા નર્તકીના ભવનમાં કામોદ્દીપક આકર્ષક ચિત્રોથી શોભતી ચિત્રશાળામાં ષડ્રસ ભોજનનો આહાર કરીને ચાર મહિના સુધી સમસ્ત વિકારોથી દૂર રહીને સાધના કરવાની આચાર્ય સંભૂતવિજયજી પાસે આજ્ઞા માગી. આચાર્ય મહારાજે એની અનુમતિ આપી. રાજનર્તકી કોશાના વૈભવી આવાસમાં ચાતુર્માસ માટે સ્થૂલભદ્ર આવતાં કોશાના હૈયામાં આનંદની ભરતી ઊછળવા લાગી. પોતાને ત્યજી ગયેલા પ્રાણપ્યારા પ્રિયતમ જાણે પુનઃ આવતા ન હોય ! કોશાએ કલા અને રૂપના પ્રાગટ્યમાં કશી મણા રાખી નહીં, પરંતુ મુનિ સ્થૂલભદ્રની આત્મકળાની સ્થિર દ્યુતિ જોઈને કોશાને એની કામવાસના બાલચેષ્ટાઓ જેવી લાગતાં એ ક્ષમા યાચવા લાગી. મુનિ સ્થૂલભદ્રે એને આંતરવૈભવની ભવ્યતા અને દિવ્યતાનો પ્રતિબોધ આપ્યો અને કોશા વ્રતધારી શ્રાવિકા બની. ચાતુર્માસ પૂર્ણ કરીને પાછા આવેલા મુનિ સ્થૂલભદ્રને કપરું કાર્ય કરવા માટે આચાર્ય સંભૂતવિજયજીએ “દુષ્કર, દુષ્કર, દુષ્કર” એમ ત્રણ વાર બોલીને ધન્યવાદ આપ્યા. આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્રને ત્રણ વાર “દુષ્કર, દુષ્કર, દુષ્કર” કહ્યું અને બાકીના ત્રણ શિષ્યો કે જેમણે સિંહ, દૃષ્ટિવિષ સર્પ કે કૂવાકાંઠે ઉપવાસપૂર્વક ચાતુર્માસ ગાળ્યો હતો તેમને માત્ર એક જ વાર ‘દુષ્કર’ કહ્યું, આથી શિષ્યોએ પોતાના ગુરુ આચાર્ય સંભૂતવિજયજીને કહ્યું, “મુનિ સ્થૂલભદ્રનું કાર્ય દુષ્કર-દુષ્કર નહીં, પણ અત્યંત સહજ અને સુગમ છે.” આમ કહી એક મુનિ ગુરુઆજ્ઞાની અવહેલના કરીને કોશા નર્તકીને ત્યાં પહોંચ્યા. કોશાએ ષડ્સ ભોજન કરાવતાં અને આકર્ષક વેશભૂષા ધારણ કરતાં જ મુનિ મોહિત બની ગયા. કોશાએ એમને નેપાળમાંથી અમૂલ્ય રત્નકંબલ લાવવાનું કહ્યું. મુનિ અથાગ મહેનત અને તપત્યાગનો ભંગ કરીને નેપાળના મહારાજા પાસેથી એક રત્નકંબલ માગીને લાવ્યા અને કોશાને આપ્યું ત્યારે કોશાએ પોતાના પગ લૂછીને કીચડવાળા ગંદા પાણીમાં એ રત્નકંબલ ફેંકી દીધું અને કહ્યું, “હે મુનિ ! તમને આ રત્નકંબલની ચિંતા થાય છે, પરંતુ એ બાબતનો સહેજે ક્ષોભ થતો નથી કે તમે અત્યંત મૂલ્યવાન એવા ચારિત્ર્યરત્નને મલિન કાદવકીચડમાં ફેંકી દીધું ! ” કોશાના પ્રતિબોધથી મુનિનો કામસંમોહ દૂર થયો. તેઓ આચાર્યશ્રી પાસે પાછા ગયા અને મુનિ સ્થૂલભદ્રના કામવિજયની પ્રશંસા કરવા લાગ્યા. ચોથા વ્રતનો નિયમ ધરાવતી રાજનર્તકી કોશા પાસે રાજા કોઈ પુરુષને આનંદપ્રમોદ કાજે મોકલતા, તો કોશા એને આર્ય સ્થૂલભદ્રના ગુણોની ગરિમા સંભળાવતી હતી. કોશાને રીઝવવા આવેલા પાટલિપુત્રના રથકાર પાસે હસ્તલાઘવની એવી કલા હતી કે એક પછી એક બાણ મારીને સરસંધાનની શ્રેણી રચી દીધી અને પછી તે ખેંચતાં ઝૂમખા સહિત કેરીઓ એની પાસે આવી ગઈ. અત્યંત કપરું કામ સિદ્ધ કર્યું હોય તેવો રથકારને અહંકાર થયો, ત્યારે કોશાએ સરસવનો ઢગલો કરી તેમાં સોય ખોસીને તેના પર કમળનું ફૂલ ગોઠવ્યું. એના પર ચડીને કોશા નૃત્ય કરવા લાગી. રથકાર એના આવા અપ્રતિમ કૌશલને જોઈને સ્તબ્ધ બની ગયો. પરંતુ કોશાએ કહ્યું, “આંબાનું ઝૂમખું તોડવું કે સરસવના ઢગલા પર નાચવું દુષ્કર નથી. ખરું દુષ્કર કાર્ય કરનાર તો મુનિ સ્થૂલભદ્ર છે, જે પ્રમદા(સ્ત્રી)ના વનમાં હોવા છતાં પ્રમાદ પામ્યા નહીં.’ રથકારનો ઉન્માદ અને અહંકાર બંને ઓગળી ગયા અને કોશાના ઉપદેશને પરિણામે એણે વૈરાગ્ય લીધો. પોતાના સંસ્કારોથી જીવનને ધન્ય બનાવનારી કોશા અને રાગ વચ્ચે વિરાગી જીવન જીવનારા સ્થૂલભદ્ર વિશે જૈન સાહિત્યમાં કેટલીય કથા, રાસ, ફાગુ, સજ્ઝાય, નવલકથા આદિની રચના થઈ છે. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સુધર્મચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રીમતી રેખાબહેન મહેન્દ્રભાઈ શાહ પરિવાર, વડોદરા a harsurial Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ BOOOOOOOOO രമാരാരിരാര ELE2829 BRA FERECER F C Little Only www.filelibrary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ ૯૧. શ્રીદેવી કાકર ગામમાં જન્મેલી શ્રીદેવી ગુજરાતના ઇતિહાસની તેજસ્વી નારી તરીકે પ્રસિદ્ધ છે. એનામાં સુઝ અને સાહસ બંનેનો વિરલ સંગમ હતો. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મુંઝાયા વિના કે ભયભીત થયા વિના એમાંથી એ માર્ગ કાઢતી હતી. એ સમયે કચ્છના રણના કાંઠે આવેલા પંચાસર પર રાજા ભુવડે આક્રમણ કર્યું હતું. પંચાસરના રાજવી 9 સેનાનો મક્કમ મુકાબલો કર્યો, પરંતુ અંતે રાજા જયશિખરી યુદ્ધમાં વીરગતિ પામ્યો. જયશિખરીનો પુત્ર વનરાજ જૈન સાધુ શીલગુણસૂરિ પાસે આશરો પામ્યો અને ઉપાશ્રયમાં મોટો થયો. એના મનમાં લગની હતી કે પિતાનું રાજ પાછું મેળવું તો જ હું ખરો વનરાજ, મામા સૂરપાળ સાથે રહીને વનરાજ બહારવટે ચડ્યો. રાજ પાછું મેળવવું હોય તો મોટી સેનાની જરૂર પડે. શસ્ત્રો જોઈએ. આ બધાં માટે વનરાજે જંગલમાં રહીને જતા-આવતા રાજખજાનાને લૂંટી લેવા માંડ્યો. એક વાર વનરાજ ચાવડો કાકર ગામના શેઠને ત્યાં ચોરી કરવા ગયો. વનરાજે શેઠના ભંડારિયામાં તપાસ કરી. એ માનતો હતો કે ભંડારિયામાંથી કોઈ કીમતી ચીજવસ્તુ કે ધનસંપત્તિ હાથ લાગશે, પણ રાતના અંધકારમાં ભંડારિયામાં ચોરી કરવા જતાં વનરાજનો હાથ દહીંથી ભરેલા વાસણમાં પડ્યો. વનરાજ અટકી ગયો. એનું કારણ એ હતું કે દહીંથી ભરેલા વાસણમાં હાથ પડે એટલે એ આ ઘરનો કુટુંબીજન કહેવાય. પોતાના ઘરમાંથી લૂંટ કઈ રીતે કરાય? આથી એણે ખાલી હાથે પાછા જવાનું યોગ્ય માન્યું. | વહેલી સવારે કાકર ગામના શેઠે જોયું તો ઘરમાં બધું વેરણછેરણ પડ્યું હતું. એમને ખ્યાલ આવી ગયો કે નક્કી ઘરમાં કોઈ છાનુંમાનું ખાતર પાડવા આવ્યું હોવું જોઈએ. શેઠે પોતાની બહેન શ્રીદેવીને કહ્યું, “ઘરમાં ખાતર પડ્યું લાગે છે. ચોર આવીને આપણી માલમિલકત ઉઠાવી ગયા લાગે છે.” ભાઈ-બહેન બંને એકેએક ચીજવસ્તુઓ જોવા લાગ્યાં. જોયું તો ઘરેણાં લામત હતાં, ઘરની રોકડ એમ ને એમ પડી હતી. વસ્ત્રો આમતેમ વીંખાયેલાં પડ્યાં હતાં, પરંતુ એકે વસ્ત્ર ચોરાયું નહોતું. મને વિચારવા લાગ્યાં કે રાત્રે ચોર ખાતર પાડવા આવ્યો હશે. ઊંઘમાં એમને કશી ખબર નથી. તો પછી શા માટે એ કશું ચોરીને લીધા વિના પાછો જતો રહ્યો હશે ? એમને આ બાબત રહસ્યમય લાગી. એવામાં શ્રીદેવીની નજર દહીંના વાસણ પર પડી. એણે જોયું તો એમાં કોઈના હાથના પંજાનાં નિશાન હતાં. એના હાથની રેખાઓ એમાં પડી હતી. એ હસ્તરેખાઓ જોઈને લાગ્યું કે આ પુરુષ કેવો ભાગ્યશાળી અને પ્રતાપી હોવો જોઈએ ! એની રેખાઓ એની વીરતા અને તેજસ્વિતા બતાવે છે. વળી દહીંમાં હાથ પડ્યો એ ઘરનું કશું ન લેવાય એવું માનનારો માનવી ચોર હોય જ ક્યાંથી ? નક્કી, કોઈ કારણસર એ આ કામ કરતો હશે. આવી વ્યક્તિનો ભેટો થાય તો કેવું સારું ? શ્રીદેવીનો આ વિચાર વનરાજને જાણવા મળ્યો. વનરાજ રાત્રે ગુપ્ત વેશે શ્રીદેવીને ઘેર આવ્યો. એના ભાઈને પ્રણામ કર્યા. શ્રીદેવીને જોતાં જ વનરાજના હૃદયમાં ભાઈનું હેત ઊભરાવા લાગ્યું. વનમાં રઝળપાટ કરતા રાજા અને એના સૈનિકોથી પોતાની જાત છુપાવતા અને રાજ પાછું મેળવવા રાત-દિવસ મથામણ કરતા વનરાજને અહીં શાંતિ અને સ્નેહનો શીળો, મધુર અનુભવ થયો. શ્રીદેવીએ એને ભાઈ માન્યો અને પ્રેમથી જમાડ્યો. એ પછી વનરાજને શિખામણ આપી. ભાઈએ બહેનની શિખામણ માની. બહેનના પ્રેમથી લાગણીભીના બનેલા વનરાજે કહ્યું, “બહેન, તું ભલે મારી સગી બહેન ન હોય, પણ મારા પર પ્રેમની વર્ષા કરનારી ધર્મની બહેન છે. હું રાજા થઈશ ત્યારે તારા હાથે જ રાજતિલક કરાવીશ.” કાકર ગામની શ્રીદેવીનું લગ્ન પાટણમાં થયું. એક વાર શ્રીદેવી પાટણથી પોતાને પિયર જતી હતી. ફરી જંગલની વાટે વનરાજ મળ્યો અને શ્રીદેવીએ એના પર હેતનાં અમી વર્ષાવ્યાં. આખરે વનરાજે સૈન્ય જમાવી ભૂવડના અધિકારીઓને હાંકી કાઢયા, પંચાસરને બદલે સરસ્વતી નદીના કાંઠે અણહિલપુર પાટણ વસાવ્યું, વિ. સં. ૮૦૨ના વૈશાખ સુદ બીજ, સોમવારે આ ઘટના બની. વનરાજે રાજ્યાભિષેક સમયે ધર્મની બહેન શ્રીદેવીને બોલાવીને એના હાથે રાજતિલક કરાવ્યું. રાજા વનરાજે પોતાના પર કરેલા ઉપકારનો યોગ્ય બદલો વાળ્યો, તો શ્રીદેવી જેવી ગુણિયલ ગુર્જરી ધર્મ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં સહાયભૂત બની. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી નિર્મળચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી દીપલ પીનલભાઈ શાહ પરિવાર, વડોદરા & Patsonal use only www.jaliselibrary.org Page #198 -------------------------------------------------------------------------- ________________ olo 000000 00000 Se SO HIST home. Only www . Page #199 -------------------------------------------------------------------------- ________________ ૯૨. તિલકમંજરી ‘વિદ્વાન સર્વત્ર પૂજ્યતે' એ ઉક્તિ અનુસાર ધારા નગરીના મુંજરાજા અને ભોજરાજાએ કવીશ્વર ધનપાલની વિદ્વત્તા અને સર્જનકળાથી ખુશ થઈને એને સદૈવ આદર આપ્યો હતો. મુંજરાજા એને પુત્ર સમાન ગણતા હતા અને એની વિદ્વત્તા જોઈને એને ‘કૂચલ સરસ્વતી’(દાઢી-મૂંછવાળી વિદ્યાદેવી સરસ્વતી)નું બિરુદ આપ્યું હતું. ભોજરાજાએ પોતાના હિતેષી અને રાજ્યના પરમ વિદ્વાન એવા કવિ ધનપાલને ‘કવીશ્વર’ અને ‘સિદ્ધ સારસ્વત' એવાં બે બિરુદોથી અલંકૃત કર્યા હતા. એક સમયે કવિ ધનપાલે જૈન ધર્મ પ્રત્યેના દ્વેષને કારણે માળવામાં જૈન સાધુઓના વિહાર પર રાજા દ્વારા પ્રતિબંધ ઘોષિત કરાવ્યો હતો. બીજી બાજુ એના નાનાભાઈ શોભન તો જૈન સાધુનું મહિમાવંતું જીવન પસંદ કરીને શોભનાચાર્ય બન્યા હતા. તેઓએ પોતાના મોટાભાઈને જૈનદર્શનની મહત્તા અને વ્યાપકતાનો ખ્યાલ આપ્યો એટલે કવીશ્વર ધનપાલ સાચા હૃદયથી વીતરાગ દેવની ભક્તિ કરવા લાગ્યા. કવિ ધનપાલે નવ રસથી ભરપૂર અને બાર હજાર પ્રમાણવાળી તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિપ્રધાન મનોરમ ગદ્યકથાની રચના કરી. આને માટે ગુજરાતમાં વિચરતા આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજીની ધારાનગરીમાં મહોત્સવપૂર્વક પધરામણી કરાવી હતી. આચાર્યશ્રી પાસે આ કથાનું સંશોધન કરાવ્યું. આચાર્યશ્રીએ ઘણા વાદીઓને જીત્યા હોવાથી તેમને ધારાનગરીના રાજા ભોજ દ્વારા ‘વાદિ વૈતાલ'નું માનવંતું બિરુદ મળ્યું. એક વાર શિયાળાની રાત્રે કવિએ એમની ભાવભરી વાણીમાં રાજા ભોજને લાલિત્યથી ઓપતી આ કૃતિ સંભળાવી, ત્યારે રાજાએ કહ્યું કે, આમાં એ પરિવર્તન કરીને એમના ધર્મની અને એમની પ્રશંસાના શબ્દો મૂકે તો કવિ જે માગશે તે આપશે. કવિરાજ ધનપાલે રાજા ભોજને કહ્યું, “આવું પરિવર્તન કરવું તે તો મારા હૃદયની ભાવધારાનો દ્રોહ કરવા સમાન ગણાય, માટે મને ક્ષમા કરજો.” કવિના સ્પષ્ટ વચને રાજા ભોજમાં ક્રોધનો દાવાનળ જગાડ્યો. એ ગદ્ય-કથાનું પુસ્તક રાજાએ બાજુમાં પડેલી સગડીમાં મૂકીને સળગાવી દીધું. એ પછી કવિ અને રાજા વચ્ચે ઘણી બોલાચાલી થઈ. ભારે હૈયે કવિ ધનપાલ ઘેર આવ્યા. એમની આંખોમાં દુ:ખ હતું. ચહેરા પર વ્યથા હતી. હૃદયમાં અજંપો હતો. એમની પુત્રી તિલકમંજરી પિતાની ગમગીની પારખી ગઈ. એણે પિતાને આવી ઉદાસીનતાનું કારણ પૂછવું. તિલકમંજરી કવિ ધનપાલની વહાલસોયી દીકરી હતી. પિતાએ એની વિદ્યાનો એને વારસો આપ્યો હતો. નાની વયની હોવા છતાં એ વિદુષી હતી. પિતા ધર્મભક્તિના ભાવમાં ડૂબીને અને વીતરાગપ્રીતિમાં એકરૂપ બનીને જે ભક્તિથી ગદ્યકથાનું સર્જન કરતા હતા, તેનું તિલકમંજરી રોજ વાચન કરતી હતી. આ પ્રભુકથામાં એને એટલો બધો રસ પડ્યો કે એના શબ્દેશબ્દને પોતાની સ્મૃતિમાં સાચવી રાખતી હતી. કવીશ્વર ધનપાલે વેદનાભર્યો નિસાસો નાખતાં એમ કહ્યું કે વર્ષોની એમની સાહિત્યસાધનાને રાજાએ એના ગુસ્સામાં પળવારમાં રાખ કરી દીધી. તિલકમંજરીએ કહ્યું, “પિતાજી, આપ સહેજે વ્યગ્ર થશો નહીં. રાજાએ ભલે એ ગ્રંથનાં પૃષ્ઠો સળગાવી નાખ્યાં હોય, પરંતુ એ ગ્રંથનો સાહિત્યરસ તો મારા ચિત્તમાં સુરક્ષિત છે. આખો ગ્રંથ મને મોઢે છે.” કવિના આનંદની સીમા ન રહી. પોતાની પુત્રી માટે તેમને ગૌરવ થયું. એની સ્મૃતિશક્તિ માટે માન થયું. પોતે આપેલા સાહિત્યના સંસ્કારો કપરે સમયે કેટલા બધા લાભદાયી બન્યા એનો વિચાર કવિ ધનપાલ કરવા લાગ્યા. તિલકમંજરીના મુખેથી ગદ્યકથા વહેવા લાગી અને કવિ ધનપાલ એને લખવા લાગ્યા. કોઈક ભાગ તિલકમંજરીએ સાંભળ્યો કે વાંચ્યો નહોતો એટલો જ ભાગ કૃતિમાં અધૂરો રહી ગયો. કવિ ધનપાલે એ ભાગની રચના કરીને કથાને અખંડ સ્વરૂપ આપ્યું. વિ. સં. ૧૮૮૪માં આ ઘટના બની. નવ રસોથી ભરપૂર એવી ઉત્કૃષ્ટ ગદ્યકથા રચાઈ ગઈ. કવીશ્વર ધનપાલને જીવનસાર્થક્યનો અનુભવ થયો. આવી પુત્રી મળી ન હોત તો પોતાની ગદ્યકૃતિનું શું થાત ? આથી કવીશ્વર ધનપાલે આ કૃતિનું નામ ‘તિલકમંજરી’ રાખ્યું. ધન્ય છે તિલકમંજરીની એ સ્મરણશક્તિને, જેણે એક મહાન ગ્રંથને પુનઃ સર્જન-આકાર આપ્યો ! ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી બલભદ્રવિજયજી મ., મુનિ શ્રી વિદ્યાધરવિજયજી મ.ના ઉપદેશથી શ્રી ચંપકલાલ હીરાલાલ છક્કડદાસ શાહ પરિવાર, અમદાવાદ ભરતકુમાર એન્ડ કંપની, ભાવનગર કાંતિલાલ ફત્તેહચંદ, ભાવનગર Personal Use Only www.allellirary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ TOGO DOGRAD VODOO पुनर Wain Education International F o rel Lise Only www.janelitary.org Page #201 -------------------------------------------------------------------------- ________________ ૯૩. બકુલદેવી; ગુજરાતના ઇતિહાસનું એક વિલક્ષણ નારીપાત્ર છે બકુલાદેવી. કાદવમાં કમળ ઊગે તેમ વિલાસી વાતાવરણ વચ્ચે આ ચારિત્ર્યનિષ્ઠ નારી જીવતી હતી. વાસના, વિકાર અને આસક્તિનો મહાસાગર ઊછળતો હોય, તેની વચ્ચે જીવતી બકુલાદેવી દૃઢ પતિવ્રતા નારી હતી. અપ્રતિમ લાવણ્ય ધરાવતી બકુલાદેવી વારાંગનાની પુત્રી હતી. એ સમયના ગુજરાતની રાજધાની પાટણમાં એમ કહેવાતું કે રૂપ તો બકુલાદેવીનું. એના જેવી રૂપવાન બીજી કોઈ કન્યા ન મળે. ન જડે ! બકુલાદેવી માત્ર બાહ્ય સૌંદર્ય જ ધરાવતી નહોતી, એનું આંતરિક સૌંદર્ય પણ એટલું જ અનુપમ હતું. વારાંગનાને ત્યાં જન્મી હોવા છતાં અત્યંત પવિત્ર જીવન ગાળતી હતી. એને કુળવાન સ્ત્રી જેવું લગ્નજીવન ગાળવાની અભિલાષા હતી. પરિણામે ચોતરફ વિલાસ હોવા છતાં એ એનું શીલ જાળવતી હતી. ગુજરાતના રાજવી ભીમદેવને જાણ થઈ કે રૂપવતી બકુલાદેવી આદર્શ શીલવતી નારી છે. એમણે વારાંગનાના આવાસમાં વસતી આ નારીના શીલની કસોટી કરવાનું નક્કી કર્યું. રાજા ભીમદેવે પાણિગ્રહણની વિધિરૂપે રાજસેવકો સાથે કીમતી ખાંડું મોકલ્યું. બકુલાદેવીએ રાજાની લગ્ન કરવાની ઇચ્છા જાણી અને એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. એ જ સમયે શુભમુહૂર્ત જોઈને રાજા ભીમદેવ માળવાના રાજા ભોજ પર સેના લઈને આક્રમણ કરવા નીકળ્યો. ગુજરાત અને માળવા વચ્ચે લાંબા સમયથી અવિરત સંઘર્ષ ચાલતો હતો. બંને પાડોશી રાજ્યો પરસ્પર પર પ્રભુત્વ મેળવવા મથતા હતા. માળવાના રાજા ભોજને પરાસ્ત કરવો એ ઘણી કપ૨ી બાબત હતી. આ યુદ્ધમાં બંને બળિયા હોવાથી જય-પરાજયનો ફેંસલો આસાન નહોતો. મહિનો કે બે મહિનામાં યુદ્ધનો અંત આવે તેમ નહોતું. ભીમદેવ કુશળ યોદ્ધો હતો. એણે વીરની માફક જંગ ખેડીને વિજય મેળવ્યો. આ યુદ્ધમાં બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો. કેટલાંકની એવી ધારણા હતી કે આટલો લાંબો સમય યુવાન અને સ્વરૂપવાન બકુલાદેવી પોતાનું શીલ જાળવી શક્શે નહીં. એવી પણ દહેશત હતી કે જ્યાં રાગની છોળો ઊછળતી હોય, ત્યાં કઈ રીતે એ વિરાગમાં, વિરહમાં રહી શકે ? રાજા ભીમદેવે કીમતી ખાંડું મોકલ્યું એ દિવસથી બકુલાદેવી એમને વરી ચૂક્યાં હતાં. રાજા યુદ્ધમાં ગયા એ સમયથી કીમતી વસ્ત્રોનો ત્યાગ કર્યો. અંગ પર એકેય આભૂષણ ધારણ ન કરે. પતિવ્રતાના નિયમો પાળીને શુદ્ધ શીલનું પાલન કર્યું. માલવિવજેતા ભીમદેવ પાટણમાં શત્રુઓને જીતીને ત્રીજે વર્ષે પાછા આવ્યા. રાજાએ ખાતરી કરી તો જાણવા મળ્યું કે બકુલાદેવીએ સાચી પતિવ્રતા સ્ત્રીની માફક રહીને વારાંગનાના આવાસમાં જીવન ગાળ્યું હતું. રાજા ભીમદેવને એનામાં વિશ્વાસ બેઠો. રાજાના વિરહમાં બકુલાદેવીની કાયા કૃશ થઈ ગઈ હતી. બે વર્ષ સુધી એના ચહેરા પર ચિંતાનાં વાદળો છવાયેલાં રહ્યાં હતાં. જીવનના આનંદપ્રમોદનો એણે ત્યાગ કર્યો હતો. બકુલાદેવીના પતિવ્રતની ખાતરી થતાં રાજા ભીમદેવે એની સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. ગુજરાતના રાજવીને આ અંગે વિરોધનો સામનો કરવો પડ્યો. લોકોને મોઢે ગળણું બાંધી શકાતું નથી. કોઈએ કહ્યું કે બકુલાદેવીના કુળની કશી જાણ નથી. ભવિષ્યમાં એને પુત્ર જન્મે તો એ ગુજરાતની ગાદીનો વારસ થાય. એના પુત્રમાં રાજવંશી લોહી ક્યાંથી હોય ? રાજા ભીમદેવે હસતે મુખે સઘળા વિરોધોનો સામનો કર્યો. કહ્યું કે, “ભલે એ વારાંગનાની પુત્રી હોય, પરંતુ ચારિત્ર્યપાલનમાં કુલીન સ્ત્રીઓને પણ ટપી જાય તેવી છે.” આટલા રૂપ અને આવા વાતાવરણ વચ્ચે બે-બે વર્ષ સુધી પતિવ્રતાપણાનું અખંડ પાલન કરનાર બકુલાદેવી તરફ ધીરે ધીરે સહુનો આદર વધતો ગયો. એને ગુજરાતની રાણીનું માન મળ્યું. આ બકુલાદેવીની કૂખે ક્ષેમરાજનો જન્મ થયો. આ ક્ષેમરાજનો પુત્ર દેવપ્રસાદ. દેવપ્રસાદનો પુત્ર ત્રિભુવનપાળ અને ત્રિભુવનપાળનો પુત્ર તે પરમાર્હત સમ્રાટ કુમારપાળ. ભીમદેવ અને બકુલાદેવીની ઘટના વિ. સં. ૧૪૭૫માં રચાયેલા પ્રાચીન ‘કુમારપાળપ્રબંધમાં સાંપડે છે. ભીમદેવે વિ. સં. ૧૦૯૯માં સિંધ પર ચડાઈ કરી હતી. એ પછી સિંધ પર દિલ્હીનો હિંદુ રાજા ચડી આવતાં ભીમદેવે અદ્વિતીય પરાક્રમ દાખવીને વિજય મેળવ્યો હતો. ભીમદેવના જીવનમાં બકુલાદેવી સાથેનાં લગ્નની કથા ઇતિહાસમાં આગવી જણાય છે. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રશમચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રીમતી અંજનાબહેન ચંપકલાલ હીરાલાલ છક્કડદાસ શાહ પરિવાર, અમદાવાદ & Personal Lise-Only Page #202 -------------------------------------------------------------------------- ________________ For Frank's Mitsonal Use Only ANG MA APA Page #203 -------------------------------------------------------------------------- ________________ ૯૪. લાછીદેવી કેવો અપાર મહિમા છે સાધર્મિક ભક્તિનો ! ત્રાજવાના એક પલ્લામાં જીવનના સઘળાં જપ-તપ અને ધર્મક્રિયાઓ : મૂકીએ અને બીજા પલ્લામાં ધર્મમય અંતઃકરણથી કરેલી એક જ સાધર્મિક ભક્તિ મૂકીએ તો એ બંને પલ્લાં સમાન રહેશે. પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્યમાં અને શ્રાવકનાં વાર્ષિક અગિયાર કર્તવ્યમાં પણ સાધર્મિક ભક્તિનું આગવું સ્થાન છે. આવી સાધર્મિક ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે લાછીદેવી. કર્ણાવતીના શાલપતિ ત્રિભુવનસિંહની પત્ની લચ્છી છીપણ (લક્ષ્મી ભાવસાર) પોતાનાં દાસ-દાસી સાથે પ્રભુદર્શન માટે નીકળી હતી. આ સમયે સાબરમતી નદીના કિનારે આવેલા ઊંચા શિખર અને ઉત્કૃષ્ટ સ્થાપત્યવાળા જિનાલયમાં ભગવાનનાં દર્શન-ચૈત્યવંદન કરીને મારવાડનો ઉદો બહાર બેઠો હતો. દેરાસરનાં પગથિયાં ઊતરતી લાછીએ મેલાંઘેલાં કપડાંમાં બેઠેલા ઉદાને જોયો. પરદેશથી આવેલો કોઈ સાધર્મિક છે એમ જાણીને લાછીદેવીએ ભાવથી પૂછયું, “ભાઈ, આ કર્ણાવતીમાં તમે કોના મહેમાન છો ?” લાછીનાં મધુર વચનોમાં ઉદાને આત્મીય સ્વજનની મીઠી મધુરી વાણી સંભળાઈ. ઉદાએ કહ્યું, “બહેન, પહેલી જ વાર આ પ્રદેશમાં આવું છું. આ કર્ણાવતીમાં અમને પરદેશીને કોણ પહેચાને ? તમે મને બોલાવ્યો એટલે થોડાં-ઝાઝાં ગણો તો તમે મારાં પરિચિત ગણાવ. માટે અમે તો તમારા મહેમાન છીએ.” લાછીદેવીએ આનંદભેર કહ્યું, “મારા ઘેર સાધર્મિક ભાઈ મહેમાન હોય એ તો મારું અહોભાગ્ય સમજું છું. ચાલો, તમે મારા મહેમાન. તમારા કુટુંબને લઈને મારું આંગણું પાવન કરો.” મારવાડનો ઉદો મહેતા પોતાની પત્ની સુહાદેવી તેમ જ ચાહડ અને બાહડ એ બંને પુત્રોને લઈને લાછીને ત્યાં ગયો એણે ભારે હેતથી ઉદા અને એના પરિવારને ભોજન કરાવ્યું. ઉદાએ પૂછયું, “બહેન, મારા પર આટલા બધા હેતભાવનું કારણ ?” લાછીએ કહ્યું, “તમે દુઃખી સાધર્મિક છો. સાધર્મિકની સેવા એ સાચા જૈનનું કર્તવ્ય છે.” મારવાડના ઉદાને લાછીએ રહેવા માટે ઘર આપ્યું. ગરીબ ઉદાને તો જાણે મકાન નહીં, મહેલ મળ્યો ! નવ ખંડની નવાબી મળી હોય તેટલો આનંદ થયો. સમય જતાં ઉદાએ લાછીનું એ ઘર ખરીદી લીધું. કાચા મકાનને ઈંટોના પાકા મકાનમાં ફેરવી નાખવાનો વિચાર કર્યો. એણે જમીનમાં પાયો ખોદવાની શરૂ આત કરી, તો એમાંથી ધનનો ચરુ બહાર નીકળ્યા. એણે લાછીને બોલાવી અને બે હાથ જોડીને કહ્યું, “બહેન, આ તમારું ધન લઈ જાઓ. તમારા મકાનમાંથી નીકળ્યું છે, માટે એ તમારું ધન છે.” લાછીએ કહ્યું, “એ ન બને. ઘર તમારું. જમીન તમારી એટલે આ ધન પણ તમારું.” ઉદા શેઠે કહ્યું, “મારે માટે તો આ ધન અણહકનું ગણાય. મને ન ખપે. તમારે લેવું પડશે.” લાછીએ તો એને હાથ અડાડવાની પણ ના પાડી. અંતે વાત મહાજન પાસે પહોંચી. મહાજન તો શું કરે ? બેમાંથી એકે ધન લેવા તૈયાર ન થાય, તેથી ઉકેલ અઘરો હતો. આખરે વાત રાજ દરબાર સુધી પહોંચી. રાજા કર્ણદેવ પણ વિચારમાં પડી ગયા. રાણી મીનળદેવીએ બંનેને અડધો-અડધો ભાગ આપવાનો તોડ કાઢવ્યો, પણ લાછીદેવી અને ઉદા મહેતા એટલુંય અણહકનું લે કઈ રીતે ? એમણે તો કહ્યું, “જેનું કોઈ માલિક નહીં એનું માલિક રાજ. તમે તે સ્વીકારો.” રાજા કર્ણદેવ સોલંકીએ વિચાર કર્યો કે પ્રજા સ્વીકારે નહીં, તેવું અણહકનું ધન એ કઈ રીતે લઈ શકે ! અંતે ઉદા મહેતાએ કહ્યું, “જે ધન રાજને ન ખપે તે દેવને અર્પણ થાય.” આ ધનથી કર્ણાવતી નગરીમાં દેરાસર બંધાયું, જે ‘ઉદયન વિહાર' તરીકે જાણીતું થયું. ઉદા મહેતા કર્ણાવતીના નગરશેઠ, એ પછી રાજા સિદ્ધરાજના મંત્રી અને છેલ્લે ખંભાતના દંડનાયક બન્યા, પણ જીવનભર પોતાની બહેન લાછીની સાધર્મિક ભક્તિને સદાય હૃદયથી વંદન કરતા રહ્યા. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી મુક્તિચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી વિમળાબહેન હીરાલાલ છક્કડદાસ શાહ પરિવાર, અમદાવાદ Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Sypia the only www elitary.org Page #205 -------------------------------------------------------------------------- ________________ ૯૫. ચાંપલદે | ગુજરાતની ગાદી પર ભોળા ભીમદેવનું રાજ ચાલતું હતું. રાજા ભીમદેવને એના ભોળપણને લીધે ઘણા છેતરી જતા હતા અને ઘણી વ્યક્તિઓ રાજાના ભોળા સ્વભાવનો ગેરલાભ ઉઠાવતી હતી. રાજાના કાન ખોટી રીતે ભંભેરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા હતા. પાટણ શહેરમાં આભડ વસા નામના શ્રેષ્ઠીએ એમને ત્યાં નામું લખનાર મહેતાને કાઢી મૂક્યો. આ મહેતા હિસાબમાં ઘાલમેલ કરતો હતો અને આભડ શેઠનાં નાણાં ખાઈ જતો હતો. શેઠને જાણ થતાં એમણે તત્કાળ મહેતાને કાઢી મૂક્યો. પોતાની લુચ્ચાઈ પકડાઈ જતાં દુષ્ટ ઇરાદો ધરાવતા મહેતાએ શેઠ સામે વેરની વસુલાત કરવા માટે ચાતુરીભરી પ્રપંચ જાળ બિછાવી. એણે રાજાને કહ્યું, “આ આભડ શેઠ પાસે તો અઢળક ધન છે, પણ મુંજી આભડ શેઠ રાજને એક રાતી પાઈની પણ મદદ કરતો નથી. આવા લોકોની લક્ષ્મી ઘરમાં રંધાઈ જાય અને કોઈને લાભ ન થાય, પણ આ લક્ષ્મી જો મહેલમાં આવે તો કેટલાંય લોકો તરી જાય.” ભોળા રાજાને આ વાત ગમી ગઈ. એણે મહેતાએ બતાવેલી યુક્તિ પ્રમાણે શેઠને ભૂલમાં ફસાવીને પૈસા કઢાવવાનો પેતરો રચ્યો. ભીમદેવની દાસી શેઠને ઘેર માંસનો થાળ લઈને આવી. આ સમયે દાસીએ ચાંપલદેને થાળ અર્પણ કરતાં કહ્યું, “રાજમાં અત્યારે ઉત્સવ ચાલે છે, આથી રાજાએ તમારા ગૌરવ માટે આ પ્રસાદ મોકલ્યો છે.” શેઠ તો જિનપૂજામાં તલ્લીન હતા. આથી એમની પુત્રી ચાંપલદેએ દાસીનો સત્કાર કરીને થાળ ખોલાવ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આમાં તો રાજાએ માંસ મૂક્યું છે. રાજાના આવા અવિનયનું કારણ શું ? શા માટે એકાએક રાજા આભડ શેઠનો અંતરાત્મા દુભાય એવું કરતા હશે ? ચાંપલદે દુર્ભાગ્યે બાળવિધવા થઈ હતી. પિતાને ત્યાં રહેતી હતી. ચતુર, વિવેકી, ધર્મનિષ્ઠ એવી ચાંપલદે સામી વ્યક્તિના મનને પારખી શકતી હતી. રાજાની પલટાયેલી પ્રકૃતિનો વિચાર કરતાં વિદુષી ચાંપલદેને ખ્યાલ આવી ગયો કે આ તો પેલા બેઈમાન મહેતાનાં કરતૂત છે. ચાંપલદેએ રાજાએ મોકલાવેલો પ્રસાદ બીજા થાળમાં લઈ લીધો અને એ થાળને મોતીએ વધાવીને પાછો આપ્યો. વળી રાજાને ભેટરૂપે સવા લાખનો હાર મોકલ્યો. થાળ લાવનારી દાસીને કંઠમાં પહેરવાનું આભૂષણ ભેટ આપ્યું. | ચાંપલદેએ પોતાના પિતાને રાજાની બદલાયેલી મનોવૃત્તિની વાત કરી. રાજા કોઈ પણ રીતે એમનું ધન આંચકી લેવા માંગે છે એમ કહ્યું. બેઈમાન મહેતાએ કરેલી કાનભંભેરણીની શંકા પણ પ્રગટ કરી. આભડ શેઠ વિચારમાં પડ્યા ત્યારે ચાંપલદેએ પિતાને આશ્વાસન આપતાં કહ્યું, “પિતાજી ! રાજા આપણને લૂંટવા ઇચ્છે છે ત્યારે આપણે પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. રાજા આપણા ધનનો ભક્ષક થવા માગે છે એને બદલે આપણે એને ધનનો રક્ષક બનાવવાનો છે.” પિતા આભડ વસાને પોતાની પુત્રીની ચતુરાઈ અને વિદ્વત્તા માટે ગૌરવ હતું. આભડ શેઠે પોતાની મિલકતની નોંધ બનાવી અને એ યાદી લઈને આદરપૂર્વક ભોળા ભીમદેવ પાસે ગયા. રાજા તો માનતા હતા કે આભડ શેઠ એમની ‘પ્રસાદી' જોઈને અકળાઈ ઊઠશે. રાજની સામે થશે. આથી આસાનીથી એમની મિલકત આંચકી શકાશે. પોતાના ધનની વિગતવાર યાદી લઈને શેઠ રાજા પાસે ગયા. રાજા આવા મનના પારખુ માનવીને જાણીને અત્યંત હર્ષ પામ્યા. એમણે મહેતાને કહ્યું, અરે મૂર્ખ ! વિધાતા જેને ધન આપે છે તેને તેના રક્ષણની કુનેહ પણ આપે છે. તારે શેઠની ઈર્ષા કરવી જોઈએ નહીં. ખેર ! જે બની ગયું તે બની ગયું. હવે તું શેઠના પગમાં પડીને માફી માગી લે.” આભડ શેઠની મહેતાએ માફી માગી. રાજાએ શેઠની મિલકતમાંથી રાતી પાઈ પણ લીધી નહીં. ચાંપલદેની યુક્તિથી એ સાચવેલી સંપત્તિમાંથી શેઠે અનેક સત્કૃત્યો કર્યા. ચાંપલદે ચતુર અને ઘરરખ્ખ હતી તો વિવેકી અને વિદુષી પણ હતી. જિનશાસનનો ઇતિહાસ આવી શ્રાવિકાથી ઉજ્વળ છે. ચાંપલદે પણ ઉચ્ચ ધર્મ-આરાધના કરીને સ્વર્ગે સિધાવ્યાં. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી શશીચંદ્રવિજયજી, મુનિ શ્રી સિદ્ધચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી રૂ પાબહેન સંદીપકુમાર હીરાલાલ છક્કડદાસ શાહ પરિવાર, અમદાવાદ Personal use only www.albaty.org Page #206 -------------------------------------------------------------------------- ________________ RO GO VAVENNINN CAPODAROVADOS RODONADO MONACO SAS A8 SALSA Main Education International For e Only n ary.org Page #207 -------------------------------------------------------------------------- ________________ ૯૬. અનુપમાદેવી વિક્રમના તેરમા સૈકામાં ગુજરાતના સુવર્ણયુગની છેલ્લી આભા પ્રકાશી રહી હતી. ઇતિહાસમાં અમર બનનાર વસ્તુપાળતેજપાળની બાંધવબેલડીની કારકિર્દીનું પહેલું પ્રભાત ઊઘડતું હતું. તેજપાળની પત્ની અનુપમાનો વાન ભીનો હતો. ઘાટ પણ નમણો કહેવાય તેવો નહોતો, પરંતુ બુદ્ધિમાં એ જાણે સરસ્વતીનો અવતાર હતી. કુટુંબસંસારની જ નહીં, પણ રાજકારણની ગૂંચ ઉકેલવાનીય એનામાં અજબ હૈયાઉકલત હતી. તેજપાળ અને અનુપમાદેવી બંને ધર્મપરાયણ હોવાથી એમને ત્યાં સાધુ-સંતોની સદૈવ વૈયાવચ્ચ ભક્તિ થતી હતી. એક વાર અનુપમાદેવી યતિઓને ભિક્ષા આપતા હતા. યતિના હાથમાંથી ભિક્ષાનું પાત્ર છટકી ગયું અને એમાં રહેલા ઘીથી અનુપમાનાં વસ્ત્રો લથબથ થઈ ગયાં. બાજુમાં ઊભેલા મંત્રી તેજપાળનો ગુસ્સો ફાટવાની તૈયારીમાં હતો. તેજપાળ રાતાપીળા થઈ ગયા અને ઘી ઢોળાયું તેમાં તેમને અમંગળ ભાવિની આશંકા આવવા લાગી. અનુપમાદેવીએ પરિસ્થિતિને સંભાળી લીધી અને કહ્યું, “અરે ! કોઈ થાંચીને ઘેર જન્મી હોત તો મારી સ્થિતિ કેવી હોત ? પરંતુ આજે હું ઘણી ભાગ્યશાળી છું, કારણ કે ગુરુના પાત્રમાંથી માંગ્યો પણ ન મળે તેવો ધૃત-અભિષેક મને પ્રાપ્ત થયો છે. " અનુપમાદેવીની વાતથી તેજપાળનો ગુસ્સો શમી ગયો અને વિચારવા લાગ્યો કે મીઠી વાણી સાથેનું દાન, અભિમાન વગરનું જ્ઞાન, ક્ષમા સાથેનું સામર્થ્ય અને ત્યાગ-ભાવના સાથેનું ધન - એ ચારેય વસ્તુ અત્યંત દુર્લભ છે, કિંતુ અનુપમાદેવીના જીવનમાં ચારેનો સંગમ થયો છે. અનુપમાદેવી સહુને મુક્ત મને દાન કરતાં હોવાથી ષડ્દર્શનમાતા તરીકે એમની ખ્યાતિ હતી. વસ્તુપાળ અને તેજપાળ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરવા નીકળ્યા. પોતાની જે કંઈ સંપત્તિ હતી તે સાથે લઈને આ મંત્રી-કુટુંબ યાત્રાર્થે નીકળ્યું હતું. એક દિવસ બંને ભાઈઓ વચમાં આવતા હડાળા નામના ગામમાં નિરાંતે બેઠા હતા, ત્યાં વિચાર આવ્યો કે સોરઠમાં તો ભલભલા લોકો લૂંટારાનો ભોગ બનીને લૂંટાઈ જાય છે. આથી એમણે પોતાની સાથેની મિલકતનો ત્રીજો ભાગ જંગલમાં ક્યાંક ભંડારી દેવાનું નક્કી કર્યું. રાત્રે બંને ભાઈઓ પોતાનું એ ધન ધરતીમાં દાટવા ગયા, ત્યાં તો ધરતીમાંથી સોનામહેરો ભરેલો ચરુ નીકળી આવ્યો. એમણે વિચાર્યું કે આપણે લક્ષ્મીને ભૂમિમાં ભંડારવા ગયા પરંતુ ભૂમિમાંથી વધુ લક્ષ્મી મળી. બંને ભાઈઓએ વિચાર્યું કે આ આપણી મહેનતનું ધન નથી તેથી તેનો શો ઉપયોગ કરવો ? આ અંગે અનુપમાદેવીની સલાહ પૂછી તો એમણે કહ્યું કે ધનને ધરતીમાં ભંડારીને રાખવાને બદલે ઊંચે શિખર પર મૂકવું જોઈએ. એમાં જ માનવી અને સંપત્તિ બંનેની શોભા છે. લોભી વ્યક્તિ ધનને દાટીને અધોગતિ પામે છે. એ જ ધનને ઊંચે ગિરિવરો ઉપર જિનાલયોમાં ખર્ચીને ઊર્ધ્વગતિ પણ મેળવી શકાય, માટે શત્રુંજય અને ગિરનાર તીર્થના ઉદ્ધારમાં આ ધનનો ઉપયોગ કરીએ તેવો વિચાર અનુપમાદેવીએ કહ્યો. વસ્તુપાળના અંતરમાં અનુપમાદેવીની વાત વસી ગઈ. તેજપાળ એમના નિર્લોભીપણા માટે રાજી-રાજી થઈ ગયો. શ્રી શત્રુંજય મહાતીર્થમાં વામદેવ સલાટ પાસે નંદીશ્વર જિનપ્રાસાદ બનાવ્યો અને એ મહાતીર્થમાં અનુપમ સરોવર બંધાવ્યું. સં. ૧૨૯૨માં પંચમી તપનું ઉજવણું કરતી વખતે પચીસ સમવસરણ બનાવ્યાં અને શત્રુંજય તીર્થની તળેટીમાં બત્રીસ વાડીઓ અને ગિરનાર તીર્થની તળેટીમાં સોળ વાડીઓ બનાવી. તેજલપુરમાં જિનાલય, સરોવર અને પોશાળ બનાવ્યા. આબુ ગિરિરાજ પર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂણિગવસહી નામે મનોહર, કલામય અને ભવ્ય પ્રાસાદ તૈયાર કરાવ્યો. અનુપમાદેવીએ શિલ્પીઓની માતાની માફક સંભાળ લીધી. એમનાં શરીર સ્વસ્થ અને સ્ફૂર્તિવાળાં રહે તે માટે મર્દન કરવાવાળા માણસો રાખ્યા. બધાને પુરતી રકમ આપી. અને આબુમાં અજોડ જિનાલયોની રચના કરી. અનુપમાદેવી વિશે એમના સમયના કવિઓએ લખ્યું, ‘લક્ષ્મી ચંચળ છે, પાર્વતી ચંડી છે, ઇંદ્રાણી શોક્યવાળી છે, ગંગા નીચે વહેનારી છે, સરસ્વતી તો કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા અનુપમ છે.) પૂ. મુનિ શ્રી શ્રેયચંદ્રવિ ધર્મસ્નેહસૌજન્ય Formula & Parsurial User Only www.jalallllrary.org Page #208 -------------------------------------------------------------------------- ________________ SH MIS 25 PLE BERITA TERRA S ide Only www.gallelltitary.org Page #209 -------------------------------------------------------------------------- ________________ ૯૭. બાલારામા પાંડિત્ય, વીરત્વ અને ધર્મભાવનાથી શોભતી નગરી ઉજ્જૈનીની નજીક આવેલા એક નાનકડા ગામમાં બાલાશા નામનો ધર્મનિષ્ઠ જુવાન વસતો હતો. આ યુવાનની માતૃભક્તિ ઉદાહરણીય ગણાતી. તે ઘરકામમાં માતાને સાથ આપતો અને ધર્મયાત્રામાં એની સાથે જતો. એક વાર બાલાશા ઉજ્જૈની નગરીમાં ગયો. આ નગરીમાં મોટી-મોટી દુકાનો આવેલી હતી અને તેમાં અનેક ચીજ-વસ્તુઓ વેચાતી હતી. બાલાશાએ વિચાર્યું કે એની માતા જમીન પર સૂએ છે તે બરાબર નહિ, આથી એણે પલંગ ખરીદ્યો. પલંગ લઈને બાલાશા ઘેર આવ્યો. એણે એની માતાને વાત કરી. બાલાશાની માતા પુત્રની માતૃભક્તિ જોઈને પ્રસન્ન થઈ ગઈ, પરંતુ સાથોસાથ ખડખડાટ હસી પડી. એણે બાલાશાને કહ્યું, “આપણું ઘર નાનું છે. એમાં આટલો મોટો પલંગ કઈ રીતે રહેશે ?’ માતાની વાત સાંભળીને બાલાશા પણ વિચારમાં પડ્યો. બાલાશાની માતાએ કહ્યું કે આ પલંગના ચારે પાયા ખોલી નાખ તો જ એ ઘરમાં જશે. માતાની આજ્ઞા મુજબ બાલાશાએ પલંગ ખોલી નાખ્યો તો પલંગના ચારે પાયામાંથી હીરાનો ઢગલો થયો. બાલાશાને અણધારી રીતે કીમતી હીરાઓ મળ્યા. માતા અને પુત્રએ ધાર્યું હોત તો ભવ્ય મહેલ જેવું મકાન બનાવીને આનંદ-પ્રમોદથી રહી શક્યા હોત, પરંતુ અઢળક ધનથી જીવનમાં કશો ફેર ન પડ્યો. અગાઉની જેમ સાદાઈથી જ રહેવા લાગ્યાં. બાલાશાની માતાને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અને તીર્થાધિરાજ આદિનાથ પ્રભુનાં દર્શન કરવાની ભાવના જાગી. પાવન ગિરિરાજનાં દર્શન, સ્પર્શન અને પૂજન કરીને સ્વજીવનને ધન્ય બનાવવાનો વિચાર જાગ્યો. એવામાં બાલાશામાતાને જાણ થઈ કે સમરાશા છ’રી પાળતો સંઘ લઈને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જઈ રહ્યા છે. છ'રી પાળતા સંઘમાં જવું એ તો મહાભાગ્ય કહેવાય. માતાએ પુત્રને વાત કરી અને બાલાશા પોતાની માતાને લઈને સમરાશાના સંઘમાં શ્રી શત્રુંજય તીર્થમાં આવી પહોંચ્યો. સવારે સૌથી પહેલાં બંનેએ નવરત્નોથી પ્રભુપૂજા કરી. બીજે દિવસે અઢાર રત્નોની બોલી બોલીને માતા અને પુત્ર ગિરિરાજ પરથી તળેટીમાં આવ્યાં. બીજી બાજુ સંધપતિ સમરાશા પહેલી પૂજાનો લાભ મેળવી શક્યા નહીં તેથી લાભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો. બીજે દિવસે પણ આટલી મોટી બોલી થવાથી સમરાશાએ બીજા દિવસે પણ ઉપવાસ કર્યો. જ્યારે બાલાશા અને એની માતાએ જાણ્યું કે આવો સંઘ કાઢનારા સંઘવી સમરાશા પહેલી પૂજાનો લાભ લેવા માગે છે. ૐળી એ લાભ ન મળે ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો છે. સમરાશાના સંઘમાં આવનાર બાલાશા અને એમની માતા વિચારમાં પડ્યાં. એમણે જોયું કે સમરાશા જેવા ધર્મનિષ્ઠ સંઘવીની ભાવના સિદ્ધ થવી જોઈએ. પહેલી પૂજાનો લાભ એમને મળવો જોઈએ, આથી માતા અને પુત્ર બંને બીજે દિવસે સાંજે સમરાશાને મળવા ગયાં. ત્રીજે દિવસે પહેલી પૂજા કરવા માટે એમણે સમરાશાને છત્રીસ રત્નો આપ્યાં, એટલું જ નહીં પણ બાલાશાની માતાએ પોતાને હાથે સંઘવી સમરાશાને પારણું કરાવ્યું. બાલાશા પાસે હજી અઢળક સમૃદ્ધિ હતી. એમણે શ્રી શત્રુંજય તીર્થ ૫૨ ભવ્ય એવી બાલાશાની ટૂંક બંધાવી. આ ટૂંકમાં શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય બંધાવ્યું અને આ ટૂંક ‘બાલાભાઈની ટૂંક' કે ‘બાલાવસહી’ તરીકે ઓળખાઈ. આ બાલાશાની ટૂંકમાં આજે ૨૭૦ પાષાણબિંબ છે, ૪૫૮ ધાતુનાં બિંબ છે અને તેર જેટલી દેરીઓ છે. માતાના સંસ્કારો કેવા ઉદારહૃદયી પુત્રો શાસનને ભેટ આપે છે તે બાલાશામાતાના ચરિત્રમાંથી જોવા મળે છે. ધર્મસ્નેહસૌજન્ય સા. શ્રી પ્રવીણાશ્રીજીનાં શિષ્યા સા. શ્રી રયણયશાશ્રીના ઉપદેશથી સ્વ. રતિલાલ જેઠાલાલ સલોતના શ્રેયાર્થે, હ. ધીરજબહેન પરિવાર, દાઠા, હાલ મુંબઈ શ્રી રમણિકલાલ જમનાદાસ દડિયા પરિવાર, હ. ડૉ. હર્ષદભાઈ, ઘાટકોપર - મુંબઈ FOPPE Vale & Personal Use Only Www.allhbllutary org Page #210 -------------------------------------------------------------------------- ________________ - FFFFFFFFF HELLEN Die only www.janetary.org Page #211 -------------------------------------------------------------------------- ________________ ૯૮. ચંપા છેલ્લાં ત્રણસો વર્ષોથી દિલ્હીના બાદશાહોના ત્રાસથી દેશની પ્રજા ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારતી હતી. ચોતરફ જુલમ અને બળજબરીનું રાજ ચાલતું હતું. આ સમયે શહેનશાહ અકબર દિલ્હીના સિંહાસન પર આવતાં દેશમાં એક નવી લહેર ફેલાઈ ગઈ. અકબરના દિલમાં વિવિધ ધર્મો વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. ધર્મોના મર્મ જાણવા માટે એ સહુ ધર્મોને આદર અને સન્માનથી જોતો હતો. હિંદુ અને મુસલમાન વચ્ચેના વેરને એણે ઠારવાની કોશિશ કરી. ધર્મઝનુનને કારણે વેદના અને વિખવાદ અનુભવતાં પ્રજાનાં હૈયાંને સાંધવાની કોશિશ કરી. સમ્રાટ અકબર એના વિશાળ રાજમહાલયના ઝરૂખા પર ઊભો રહીને રાજમાર્ગ પર નજર ઠેરવીને બેઠો હતો ત્યારે એણે રસ્તા પરથી પસાર થતો વરઘોડો જોયો. એ વરઘોડામાં રથમાં એક શ્રાવિકા બેઠી હતી. આગળ-પાછળ લોકો આનંદભેર ચાલતા હતા. શ્રાવિકા બે હાથ જોડીને આજુબાજુ ઊભેલા લોકોને વંદન કરતી હતી. વચ્ચે વચ્ચે દાન આપતી હતી. આગળ વાદ્યવૃંદ હતું અને સહુ મંગલ ગીતો ગાતાં હતાં. - શહેનશાહ અકબર આશ્ચર્યમાં ડૂબી ગયા. એમણે રાજસેવકોને પૂછ્યું કે આ જુલૂસ શેનું છે ? ત્યારે સેવકોએ તપાસ કરીને કહ્યું કે જૈન ધર્મનું પાલન કરનારી એક શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આગ્રાના જૈન સંઘે એ ચંપા નામની શ્રાવિકાએ કરેલા દીર્ઘ તપનું બહુમાન કરવા માટે આ વરઘોડો કાઢયો છે. - શહેનશાહ અકબરને આશ્ચર્ય થયું. શું કોઈ વ્યક્તિ છ-છ મહિના સુધી ભોજન કર્યા વિના રહી શકે ખરી ? રાત્રે ભોજન કરવાની છૂટ હોવા છતાં એક મહિનાનો રોજો રાખવો કેટલો કઠિન છે એ શહેનશાહ સારી પેઠે જાણતા હતા. અકબરના આશ્ચર્યમાં રાજસેવકોએ ઉમેરો કર્યો. એમણે કહ્યું, “ચંપા નામની આ શ્રાવિકાએ લગાતાર છ મહિના સુધી દિવસ કે રાત્રે ક્યારેય ભોજન કર્યું નથી. અન્નનો એક દાણો પણ મોંમાં નાખ્યો નથી.” શહેનશાહ અકબરને આ બાબત અસંભવ લાગી. એમણે સચ્ચાઈ પારખવાનું નક્કી કર્યું. ચંપા શ્રાવિકાને આદરપૂર્વક રાજમહેલમાં બોલાવી, અકબરે એને કહ્યું કે આવા ઉપવાસ કોઈ કરી શકે તે સંભવિત નથી. ચંપા શ્રાવિકાએ પ્રત્યુત્તર આપ્યો કે ધર્મના બળથી બધું સંભવિત છે. અકબરે કહ્યું કે જો એણે પોતે ગોઠવેલા ચોકીપહેરા હેઠળ મહેલમાં ચંપા શ્રાવિકા ઉપવાસ કરીને રહે, તો તેની વાત સાચી. | ચંપા શ્રાવિકાએ શહેનશાહની વાતનો સ્વીકાર કર્યો. યોગ્ય આદરમાન સાથે ચંપા શ્રાવિકા મહેલમાં રહ્યાં. બહાર સૈનિકોનો ચોકીપહેરો મૂક્યો. એક મહિનો વીતી ગયો. સમ્રાટ અકબરે તપાસ કરી તો જાણ થઈ કે શ્રાવિકાએ એમ કહ્યું હતું એમ જ તેઓ વર્તે છે. દિવસે કે રાત્રે, અન્નનો એક દાણો પણ લીધો નથી. અકબર આશ્ચર્યચકિત થયા. ચંપા શ્રાવિકાએ જેટલા દિવસ ઉપવાસ કર્યા, તેટલા દિવસ મોગલ સમ્રાટ અકબરે રાજ્યમાં અમારિ(જીવહિંસા પર પ્રતિબંધ)નો આદેશ આપ્યો હતો. શહેનશાહ અકબરે ચંપા શ્રાવિકાને ધન્યવાદ આપ્યા. ચંપા શ્રાવિકાએ નમ્રતાથી કહ્યું, “આ બધો પ્રભાવ તો ધર્મ, દેવ અને ગુરનો છે.” શહેનશાહ અકબરને જૈન ધર્મ વિશે જાણવાની જિજ્ઞાસા જાગી. એણે એ સમયના આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને આદરપૂર્વક પધારવા માટે વિનંતી કરી. ચંપા શ્રાવિકાના છ માસના ઉપવાસ એ પ્રભુ મહાવીર પછી થયેલું છમાસી ઉપવાસનું વિરલ પુણ્યતમ હતું. આ ઉપવાસે શહેનશાહ અકબરને જૈન ધર્મ, જૈન આચાર્યો અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ પ્રતિ આદરભાવ જગાડનારો બનાવ્યો. સમ્રાટ અકબરે જૈન તીર્થયાત્રીઓ પર લાગતો જજિયાવેરો માફ કર્યો અને આચાર્યશ્રી હીરવિજયસૂરિજી પાસેથી અહિંસા ધર્મની મહત્તા જાણી. ચંપા શ્રાવિકાના વિરલ તપનો કેવો વિશિષ્ટ પ્રભાવ ! સમગ્ર વિશ્વમાં જિનશાસનમાં તપનો વિશિષ્ટ મહિમા છે. તીર્થકરોથી સામાન્ય શ્રાવક-શ્રાવિકા સુધી તપનું અનુષ્ઠાન જોવા મળે છે. આવા મહિમાને કારણે જ આજે પણ પર્યુષણના પ્રથમ દિવસે ચંપા શ્રાવિકાનું વૃત્તાંત વ્યાખ્યાનમાં વાંચવામાં આવે છે. - ધર્મસ્નેહસૌજન્ય શ્રીમતી રેખાબહેન ધનવંતરાય રતિલાલ શાહ પરિવાર, ભાવનગર Personal use only www.inelibrary.org Page #212 -------------------------------------------------------------------------- ________________ GAS PODC Page #213 -------------------------------------------------------------------------- ________________ ૯૯. સોનલ જૈન ધર્મમાં માત્ર સાધુજીવન માટે જ નહીં, બલ્ક ગૃહસ્થજીવન માટે પણ શીલની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે. સતી સોનલનો શીલપ્રભાવ જોઈને અપરાજેય શહેનશાહ અકબરનું મસ્તક પણ ઝૂકી ગયું હતું. એક વાર મોગલ સમ્રાટ અકબરના દરબારમાં નારીજીવનનો મહિમા ગવાતો હતો. સતી સ્ત્રીઓના ઉચ્ચ આદર્શોની ઘટનાઓ કહેવાતી હતી. શહેનશાહ અકબરે કહ્યું, “સમય કેવો પલટાયો છે ! આજે સતી સ્ત્રીઓનાં દર્શન દુર્લભ બની ગયાં છે. કોઈ બતાવશે આવી સતી સ્ત્રી ?” શહેનશાહ અકબરના શબ્દો સાંભળીને એના દરબારનો વીર પુરુષ ચાંપરાજ હાંડા ઊભો થયો. એણે કહ્યું કે જહાંપનાહ, મારી પત્ની સોનલ સાચે જ શીલવાન છે. શીલના સુવર્ણ રંગથી એ શોભે છે. આ સાંભળી શહેનશાહના સિપાહી શેરખાને નારીના સતીત્વની મજાક કરી. આ સાંભળી ચાંપરાજ હાંડાનો ચહેરો લાલઘુમ બની ગયો. એણે ગર્જના કરી, “મારી પત્ની સોનલ સાચે જ સતી સ્ત્રી છે. જો એ શીલવતી નથી એવું કોઈ સાબિત કરી શકે તો મારું મસ્તક કાપીને એના હાથમાં ધરી દેવા તૈયાર છું.” રંગરાગમાં ડૂબેલા મોજીલા શેરખાનને નારીના શીલધર્મની જાણ ક્યાંથી હોય ? તેથી એણે બીડું ઝડપ્યું કે સોનલ ગમે તેવી હોય, પરંતુ એ શીલવતી નથી એટલું તો સાબિત કરી આપીશ. વીર ચાંપરાજ હાંડાએ એનો આ પડકાર ઝીલી લીધો. | સોનલને પ્રલોભન આપવા માટે શેરખાને ઘણી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી જોઈ. અપાર સૌદર્ય પણ સોનલને લેશમાત્ર ચળાવી શકે તેમ નહોતું. વૈભવનાં મોહક પ્રલોભનો વચ્ચે એ અવિચળ રહી. સિપાહી શેરખાને જોયું કે સોનલ કોઈ જુદી માટીની નારી છે. એને લાલચથી વશ કરી શકાશે નહીં તેથી પ્રપંચનો પેંતરો રચ્યો. સિપાહી શેરખાને એક ગણિકાને આ કામ સોંપ્યું. એને કહ્યું કે એ સોનલની ફૈબાના વેશમાં સોનલના ઘરે જઈને એના શીલભંગની સાબિતીરૂપે બતાવી શકાય તેવું કોઈ કામ કરી આપે તો એની આગળ ધનના ઢગલા કરી દેશે. ગણિકા સોનલને ત્યાં ગઈ અને દૂરદૂરના સંબંધો બતાવીને કહ્યું કે એ વર્ષોથી વિખૂટી પડી ગયેલી એની ફૈબા છે. ગણિકાની મધુર વાણીએ સોનલનું મન જીતી લીધું. ધીરે ધીરે એ સિપાહી શેરખાનની મુરાદ બર આવે તેવું શોધવા લાગી. સોનલ સ્નાન કરતી હતી ત્યારે એના સાથળ પર એક તલ જોયો. એ પછી થોડા દિવસ રહ્યા બાદ ગણિકાએ ખૂબ લાગણી બતાવીને સોનલના ઘેરથી આંસુભરી આંખે દુઃખભરી વિદાય લીધી. સાથોસાથ ચાંપરાજના ઘરમાંથી એક રૂમાલ અને કટાર પણ સેરવી લીધાં. ગણિકાએ શેરખાનને સઘળી વાત કરી અને સાથોસાથ રૂમાલ અને કટાર આપ્યાં. અકબર બાદશાહના દરબારમાં શેરખાને ગર્વભેર કહ્યું, “જહાંપનાહ, મારી વાત સાચી ઠરી છે. ચાંપરાજ જેના સતીત્વની પ્રશંસા કરતા થાકતા નહોતા, એ સોનલની શીલભ્રષ્ટતાનો પુરાવો આપની સમક્ષ પેશ કરું છું.” આમ કહી એણે સોનલના સાથળ પરના તલની વાત કરી અને સાથોસાથ એના ઘરના રૂમાલ અને કટાર બતાવ્યાં. | વીર ચાંપરાજ હાંડાએ પોતાનું માથું કાપી આપવાની તૈયારી કરી, મરતાં પહેલાં એ સોનલને મળવા ગયો અને બોલ્યો, “સોનલ, તારું શીલ ગયું. હવે મારું શિર જશે.” આમ કહીને ગુસ્સે ભરાયેલો વ્યાકુળ ચાંપરાજ હાંડા રાજદરબાર તરફ ચાલ્યો. પતિના શબ્દથી એકાએક ચમકેલી સોનલ પરિસ્થિતિને પામી ગઈ. સોનલ નર્તકીનું રૂપ લઈને રાજદરબારમાં પહોંચી ગઈ. એનું કલામય નૃત્ય જોઈને શહેનશાહ પ્રસન્ન થયા અને એને વરદાન માગવાનું કહ્યું. વરદાનમાં સોનલે શહેનશાહને પોતાની વાત સાંભળવા કહ્યું. એણે શેરખાને કરેલા પ્રપંચનો ભેદ ખોલી નાખ્યો. ચાંપરાજ હાંડાના આનંદનો પાર ન રહ્યો. શહેનશાહે શેરખાનને રાજ્યમાંથી ચાલ્યા જવા ફરમાન કર્યું. સોનલના સતીત્વનો મહિમા સર્વત્ર ગુંજી રહ્યો. - ધર્મસ્નેહસૌજન્ય મુનિ શ્રી સુજ્ઞાતચંદ્રવિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી સુયશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી બાબુલાલ મંગલદાસ વખારિયા પરિવાર, મુંબઈ Focate & Personal use only Page #214 -------------------------------------------------------------------------- ________________ 902 COGOOGB0000000000 lle Only www. hry.org Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. પાટપદે રાજસ્થાનના ઇતિહાસમાં પ્રતાપી જૈનોએ એમની નિષ્ઠા, શૌર્ય અને સચ્ચાઈને કારણે રાજના દીવાનનું પદ શોભાવ્યાનાં અનેક જ્વલંત ઉદાહરણો મળે છે. આને કારણે રાજસ્થાનના રાજવીઓ પણ જૈન ધર્મની જીવદયાને આદર આપતા, જૈન દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવતા અને જૈન મુનિરાજો પાસેથી માર્ગદર્શક ઉપદેશ મેળવતા હતા. રાણા જગતસિંહે પોતાની જન્મતિથિના મહિનામાં અને ભાદરવા મહિનામાં જીવહિંસા પર પ્રતિબંધ મૂક્યો હતો. રાણા કુંભાએ બનાવેલા જિનાલયનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ઉદયપુરના પિછોલા સરોવરમાં અને ઉદયસાગરમાં માછલીઓ પકડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રાણા જગતસિંહના પુત્ર રાજસિંહના સમયમાં દયાળશાહ રાજના દીવાન હતા. આ દયાળશાહે એક કરોડ રૂપિયા ખર્ચીને બાવન દેરીઓવાળો, નવ માળ ઊંચો જિનપ્રાસાદ બંધાવ્યો. દયાળશાહના હૃદયમાં આનાથી ય ભવ્ય જિનાલય સર્જવાની ભાવના હતી, પરંતુ મોગલ બાદશાહ ઔરંગઝેબને આ વિરાટ કિલ્લા જેવો જિનપ્રાસાદ અકળાવનારો લાગ્યો. ઔરંગઝેબની રગોમાં વહેતું ધર્મઝનૂન આ વિશાળ પ્રાસાદ જોઈને બહેકી ઊઠ્યું. વહેમી ઔરંગઝેબને એમ પણ લાગ્યું કે આ પ્રાસાદને નામે કોઈ દુશ્મનો દ્વારા કિલ્લો તો તૈયાર થતો નહીં હોય ને ? આવો પ્રચંડ કિલ્લો બનાવીને રાણાની સ્વતંત્ર થવાની કોઈ ચાલ તો નહીં હોય ને ? વિ. સં. ૧૭૩૦માં ઔરંગઝેબ મોટી સેના સાથે ધસી આવ્યો. દીવાન દયાળશાહ રાણા તરફથી બાદશાહ સામે લડ્યો. દીવાને બાદશાહ ઔરંગઝેબને પણ સમજાવ્યું કે આ જિનાલય તો માત્ર બે જ માળનું છે. એનું શિખર ઊંચું હોવાથી આપને એ ગગનચુંબી લાગે છે. દીવાન દયાળશાહની કુનેહથી જિનપ્રાસાદની તો રક્ષા થઈ, પરંતુ રાણો રાજસિંહ આ ઘટનાથી બેચેન બની ઊઠ્યો. બાદશાહનો ખોફ વહોરી લેવા રાણો સહેજે તૈયાર નહોતો. મનમાં એમ પણ થયું કે જિનપ્રાસાદને બનાવવા જતાં કદાચ રાજ ગુમાવવાની દશા આવે. પરિણામે ખુદ રાણો રાજસિંહ આ જિનપ્રાસાદમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની સંમતિ આપતો નહોતો. આ સમયે રાણો રાજસાગર તળાવની પાળ બંધાવતો હતો. વરસાદનાં પાણી ભરાતાં તળાવ ફાટતું હતું અને આસપાસનાં નિવાસો જળસમાધિ પામતાં હતાં. રાજસાગર તળાવની પાળ તૈયાર થતી, પણ ક્યાંકથી એકાએક પાણીનો ધસારો આવતો અને પાળ તૂટી જતી. દીવાન દયાળશાહની પત્ની પાટપદે અત્યંત ધર્મનિષ્ઠ અને શીલપરાયણ હતી. જિનપ્રાસાદની રક્ષા થતાં એના હૃદયમાં અપાર આનંદ થયો હતો, પરંતુ પ્રતિષ્ઠામહોત્સવનો માંગલિક અવસર આવતો નહોતો, એનો એના અંતરમાં ઊંડો અફસોસ હતો. રાણા રાજસિંહે વિચાર્યું કે પાટપદે જેવી સુશીલ અને ધર્માત્મા નારી પાળ બાંધવાના કાર્યનો પાયો નાખે તો કદાચ એમાં સફળતા મળે. પાટપદેએ પાળનો પાયો નાખ્યો અને થોડા જ વખતમાં એ પાળ બંધાઈ ગઈ. એ પછી ચોમાસું ચોધારે વરસ્યું, તેમ છતાં રાજસાગર તળાવની પાળ તૂટી નહીં. રાજાના આનંદનો પાર ન રહ્યો. હૃદયમાં સાચો ધર્મ હોય તો તેનો કેવો પ્રભાવ પડે છે ! પ્રસન્ન થયેલા રાણા રાજસિંહને દીવાનની પત્ની પાટપદેએ વિનંતી કરી કે આપ ફરી વાર ચતુર્મુખ જિનપ્રાસાદ તૈયાર કરવાની અને તેમાં પરમાત્માની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની અમને અનુમતિ આપો. રાણો આ ધર્મપ્રિય નારીની ભાવનાનો અનાદર કરી શક્યો નહીં. દીવાન દયાળશાહ અને પત્ની પાટપદેના જીવનનો મહામંગલકારી દિવસ આવી પહોંચ્યો. વિ. સં. ૧૭૩૨ના વૈશાખ સુદ ૭ ને ગુરુવારના દિવસે વિજયગચ્છના આચાર્ય વિનયસાગરસૂરિના હાથે જિનપ્રાસાદની અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. કમનીય શિલ્પાકૃતિઓવાળો ચૌમુખ જિનપ્રાસાદ તૈયાર થયો. એની તળેટીમાં વિશાળ ધર્મશાળા બની. આજે જૈન યાત્રિકો મેવાડની યાત્રા કરે છે ત્યારે દીવાન દયાળશાહની કાબેલિયત અને એની પત્ની પાટપદેની ધર્મભાવનાને નતમસ્તકે વંદન કરે છે. ધર્મસ્નેહસૌજન્ય શ્રી ચંપકલાલ પ્રેમજી સુંદરજી તથા મનસુખલાલ પ્રેમજી સુંદરજી પરિવાર, પ્રભાસપાટણ, હાલ મુંબઈ શ્રીમતી વિજયાલક્ષ્મી ફત્તેચંદ સોમચંદ પરિવાર, હ. ઉષાબેન ખાન્તીલાલ, ભાવનગર For Hrvate & Personal Use Only www.janaIlbralV.org Page #216 -------------------------------------------------------------------------- ________________ For Fre a Felloral use only www.melibary.org Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧. ગંગામા | ગુજરાતની મહાજન પરંપરાનો તેજસ્વી ઇતિહાસ છે અને તેમાં પણ અમદાવાદના નગરશેઠની તો ભવ્ય અને ઉજ્વળ પરંપરા જોવા મળે છે. જિનશાસનની શર્તિગાથાનું આ એક યશસ્વી પ્રકરણ છે. શેઠ શાંતિદાસની કુનેહ, ઉદારતા અને ધર્મપરાયણતા એમના વારસોમાં ઊતરી આવી. માત્ર નગરશેઠ જ નહીં, પરંતુ હરકુંવર શેઠાણી, ગંગામાં, મોહિનાબા જેવાં આ કુટુંબનાં નારીરત્નોએ ધર્મ અને સમાજમાં આગવો પ્રભાવ પાથર્યો હતો. શેઠ દલપતભાઈનાં પત્ની ગંગાબહેન અનેકવિધ ધર્મકાર્યોમાં સદાય અગ્રેસર રહેતાં હતાં. વિ. સં. ૧૯૨૧માં શેઠશ્રી દલપતભાઈએ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. પૂજ્ય મૂળચંદ્રજી મહારાજ આ સંઘ સાથે હતા અને એ સમયે પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ પાલિતાણાથી ભાવનગર પધાર્યા હતા. આ સંઘમાં ગંગામાએ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચમાં અને શ્રાવક-શ્રાવિકાઓની સાધર્મિક ભક્તિમાં અઢળક ધન તો ખચ્યું, પરંતુ એની પાછળ પોતાની જાત પણ ઘસી નાખી. ચારે પ્રકારના સંઘની ગરિમા વહન કરતાં ગંગામા ધર્મમાતા સમાન હતાં. સહુ કોઈને એમની પાસેથી માતાની મમતા, વાત્સલ્ય અને સેવા મળતાં હતાં અને તેથી જ તેઓ ગંગામાં તરીકે ઓળખાતાં હતાં. એમની ઉદારતા જોઈને સહુને આબુ ઉપર અક્ષયકીર્તિ સમાં દેવાલયો બંધાવનાર અનુપમાદેવીનું સ્મરણ થતું હતું. વિ. સં. ૧૯૬૭ના કારતક વદ થી માગસર વદ ૧૦ને રવિવાર સુધી અમદાવાદના ચારેય સંઘને અમદાવાદની શહેરયાત્રા કરાવી. આ ધર્મપ્રસંગ એટલો વિરલ હતો કે મુનિરાજ શ્રી રત્નવિજયજી મહારાજે આ ધર્મયાત્રાને વર્ણવતું ભાવવાહી સ્તવન રચ્યું હતું. એક વાર ગંગામા આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.નું વ્યાખ્યાન સાંભળતા હતા. આ સમયે શાસનસમ્રાટ આચાર્યશ્રીએ એમની સિંહગર્જનાભરી વાણીમાં તીર્થરક્ષાના મહત્ત્વ અંગે વિસ્તૃત વિવરણ કર્યું. ગંગામાના ચિત્તમાં આનાથી ઉલ્કાપાત જાગ્યો. એ સમયે પરમ પવિત્ર સમેતશિખરજી પહાડ પર અંગ્રેજો શિકારીઓ અને સહેલાણીઓ માટે એક ગેસ્ટ હાઉસ બાંધી રહ્યા હતા. ગંગામાનું ચિત્ત વિચારે ચડ્યું. અનેક તીર્થકરો અને મુનિગણોની તપોભૂમિ અને નિર્વાણભૂમિની આવી આશાતના ! કેવી પાવન છે આ તીર્થભૂમિ કે જ્યાંથી વીસ તીર્થંકર પરમાત્માઓ અને અનેક મુનિગણો તપશ્ચર્યા કરતાં મોક્ષે સિધાવ્યા છે ! આવી પાવનભૂમિ પર અંગ્રેજ સહેલાણીઓ માટે મોજ શોખ, શિકાર, આનંદપ્રમોદ, માંસાહાર, મદિરા અને અભક્ષ્ય ભોજનનું અતિથિગૃહ ? ગંગામાં મનોમન પ્રભુ પાર્શ્વનાથની પ્રાર્થના કરવા લાગ્યા. શ્રી સમેતશિખર પર્વત પણ શ્રી પાર્શ્વનાથ પર્વત તરીકે જાણીતો હતો. આ આપત્તિમાંથી ઉગારવા માટે ગંગામા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન ગાવા લાગ્યાં. - ગંગામાને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ થયું. શેઠ શાંતિદાસે તીર્થરક્ષા માટે તો ધર્મઝનૂની એવા ઔરંગઝેબને નમાવ્યો હતો. ગંગામાના પુત્ર લાલભાઈ ભોજન માટે આવ્યા ત્યારે ગંગામાએ એમની થાળીમાં બંગડીઓ પીરસી, લાલભાઈ આનો અર્થ સમજી શક્યા નહીં ત્યારે ગંગામાએ કહ્યું, “આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ તીર્થરક્ષા કાજે વ્યથિત છે ત્યારે તમે નગરશેઠ હોવા છતાં કશું કરતા નથી. આવા નિષ્ક્રિય જ રહેવાના હો તો આ બંગડી પહેરી લો અને મને તમારી સત્તા આપી દો. હું તીર્થરક્ષા માટે મારા પ્રાણની આહુતિ આપવા તૈયાર છું.” માતાના પુણ્યપ્રકોપે લાલભાઈમાં જુસ્સો જગાડ્યો. પુત્રના વીરત્વને માતાની વાણીએ જાગ્રત કર્યું. એમણે અંગ્રેજ સરકાર સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને ગેસ્ટ હાઉસનું બાંધકામ બંધ રખાવ્યું. ગંગામાં સાધુ-સાધ્વીઓને અગાધ આદર આપતાં હતાં. સાથોસાથ પાંચ મહાવ્રતોની બાબતમાં સાધુ-સાધ્વી સમુદાયમાં શિથિલતા પેસી ન જાય તેની તકેદારી પણ રાખતાં હતાં. ક્યાંક કોઈ ક્ષતિ કે ઊણપ જુએ કે તરત જ વહાલસોયી માતાની માફક ધ્યાન દોરે. પોતાના પરિવારમાં પણ ધર્મમર્યાદા જળવાય તે માટે સદૈવ જાગ્રત રહેતાં અને અભક્ષ્ય ભક્ષણ ન થાય તેની સાવચેતી રાખતાં. આવાં હતાં ધર્મમાતા સમાં ગંગામા ! - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી સંવેગચંદ્રવિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી નિર્વેદચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી | શ્રી નાનજી નરશી ગાલા, શ્રી મોરારજી નાનજી ગાલા પરિવાર, મુલુન્ડ - મુંબઈ Personal use only Page #218 -------------------------------------------------------------------------- ________________ Main Education International S ortise only www. library.org Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨. સુભદ્રા શેઠાણી ગુજરાતમાં પ્રચલિત જૈન સમાજની મહાજન પરંપરા ભારતમાં અન્યત્ર ક્યાંય નહીં મળે. રાજસત્તાને આર્થિક સહાયની જરૂર પડે, કુદરતી આફત સમયે મદદની જરૂર હોય ત્યારે એ રાજસત્તા મહાજન પાસે નિ:સંકોચ મદદ માંગવા માટે આવતી હતી. રાજસત્તાથી લોકસમૂહ કચડાતો હોય તો પ્રજાની લાગણી વ્યક્ત કરવાની અને વખત પડે રાજવીને લાલ આંખ બતાવવાનું કામ મહાજન કરતું હતું. 1 સુરતના મહાજનના મોવડીએ પોતાના પુત્ર પ્રમોદરાયને શિખામણ આપી કે નીતિપૂર્વક રહેવું, સત્સંગ કરવો, વાણીમાં મીઠાશ રાખવી અને કુલ વીસ લાખની માલમત્તા છે તેથી એટલી સંપત્તિની મર્યાદામાં રહીને વેપાર ખેડવો. વીસ લાખથી વધુ જોખમ ખેડવું નહિ. પિતાએ ચોપડાના પહેલે પાને આ શિખામણ નોંધી રાખી. | એક વાર પ્રમોદરાય બહારગામ ગયા હતા, ત્યારે એમના મુનીમ મણિલાલ પાસે એક વહાણનો માલિક આવ્યો અને એણે વહાણનો વીમો ઉતરાવવાની વિનંતી કરી. મુનીમે વહાણના સુકાનીનું નામ લખીને તેના માલની આકારણી કરીને ત્રીસ લાખનો વીમો ઉતાર્યો. વીમાની રકમ લઈ ભોજન કરાવી વહાણના ટંડેલ(સુકાની)ને વિદાય કર્યો. પ્રમોદરાય શેઠ ત્રીજે દિવસે બહારગામથી પાછા આવ્યા. એમણે જાણ્યું કે મુનીમે વીસ લાખથી વધુ મોટું જોખમ ખેડ્યું છે તેથી વ્યાકુળ બની ગયા. હંમેશાં પિતાની શિખામણનો એક-એક શબ્દ પાળનાર આ આઘાતથી મૂછ પામ્યા. અનુભવી મણિલાલ મુનીમને પણ પોતાની ભૂલ સમજાઈ. વહાણ જો દરિયામાં ડૂબી જાય તો ત્રીસ લાખ રૂપિયા આપવા પડે. આટલી રકમ લાવવી ક્યાંથી ? આખરે મુનીમે પોતાના મનને મનાવી લીધું. વિચાર્યું કે ઋતુ સારી છે. દરિયો શાંત છે, વહાણની સફરને અનુકૂળ એવો પવન છે. અંતે સહુ સારાં વાનાં થશે. વયોવૃદ્ધ મુનીમે શેઠ પ્રમોદરાયને સાંત્વન આપ્યું. શેઠની પત્ની સુભદ્રા અત્યંત ધર્મનિષ્ઠ હતી. એણે પણ પતિને સ્નેહથી સમજાવ્યા. રાત્રે બંને શયનગૃહમાં સૂતાં હતાં, ત્યારે મધ્યરાત્રિએ જોરથી વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. ચોતરફ આંધી ફેલાઈ ગઈ. પવનના સપાટામાં કેટલાંય વૃક્ષો જમીન પર પડી ગયાં. અનેક મકાનો તૂટી ગયાં. મધરાતે જાગેલા શેઠે માન્યું કે હવે નક્કી એમને માથે પણ આપત્તિનું વાવાઝોડું આવશે. બીજે દિવસે બપોરે તો પ્રમોદરાય પાસે તાર આવ્યો કે દરિયાઈ સફર કરતા વહાણની કશી જાણ કે ભાળ મળતી નથી. ત્રીસ લાખ રૂપિયા તૈયાર રાખો. આવતી કાલે સવારે લેવા આવીશું. પ્રમોદરાયના માથે ધોળે દિવસે વીજળી પડી. હવે કરવું શું ? આબરૂ જાય એના કરતાં મોત વહાલું હતું. પ્રમોદરાય અને સુભદ્રાએ અફીણની બે પ્યાલી તૈયાર કરી, ધર્મનિષ્ઠ સુભદ્રાએ કહ્યું, “એક વાર સામાયિક કરી લઉં. જિનશાસનમાં સાચને આંચ આવતી નથી. પછી સાથે અફીણ ઘોળીશું.” સુભદ્રા શેઠાણી સામાયિક પર સામાયિક કરવા લાગી. શેઠ તો મધુર સ્તવન સાંભળતાં સૂઈ ગયા. | રાત્રિનો ચોથો પ્રહર થયો. કોઈએ સાંકળ ખખડાવી. શેઠાણીએ બારણાં ખોલ્યાં તો એક બુકાનીધારી માનવી હાથમાં કોથળી લઈને અંદર પ્રવેશ્યો. શેઠાણીએ એને નિર્ભય બનીને બુકાની કાઢી નાખવા કહ્યું, ત્યારે જાણ થઈ કે ભવાનીપુરના બાપુનો ફટાયો રાજકુમાર હતો અને બાપુ દેવલોક પામતાં સરકારનો સૂબો જપ્તી બેસાડે તે પહેલાં એ પોતાના ભાગની રકમ અને જર-ઝવેરાત લઈને આવ્યો હતો. એણે કહ્યું, “મારે વ્યાજ જોઈતું નથી. તમે આ રકમ રાખી લો. તમારી સચ્ચાઈને હું જાણું છું. મારાં પારેવાં જેવાં બાળકો પર દયા લાવીને આ મૂડી રાખો.” આમ કહી એ ધન અને સુવર્ણની કોથળી આપીને ચાલ્યો ગયો. શેઠાણી સુભદ્રાએ મિલકતની નોંધ કરી અને અફીણની પ્યાલી ઢોળી દીધી. સવારે શેઠે વ્યાકુળ ચિત્તે કહ્યું કે હવે અફીણની પ્યાલી પી લઈએ, ત્યારે સુભદ્રા શેઠાણીએ ચોથા પ્રહરે બનેલી ઘટનાની વાત કરી. શેઠ દુકાને ગયા ત્યારે તેમના મુનીમ મણિલાલે વધામણી આપી કે વહાણો દરિયાઈ તોફાનને કારણે બીજા બંદરે ઘસડાઈ ગયાં હતાં, તે હવે સહીસલામત મળી ગયા છે. પ્રમોદરાય શેઠ મનોમન શેઠાણી સુભદ્રાની સૂઝ, આવડત અને ધર્મનિષ્ઠાને અભિનંદવા લાગ્યા. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી અમર ચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શાંતાબહેન જાદવજીભાઈ લલ્લુભાઈ શાહ પરિવાર, મુંબઈ use only www.a libary.org Page #220 -------------------------------------------------------------------------- ________________ Billies: - 01 r Lise only H Jain Education Interational Y 1 ( ( ( ( ( ( ( ( ( ( 1 2 3 ) ) 2 ) ) ) ) - Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩. સુભદ્રા સતી પ્રબળ ધર્મનિષ્ઠા અને અડગ સતીત્વ ધરાવતી સુભદ્રાના જીવનમાં અણધારી આપત્તિ આવી અને ચોમેરથી નિંદા અને અપમાન સહન કરવાં પડ્યાં. ચારિત્ર્યશીલ સુભદ્રાને કપાળે હીન ચારિત્ર્યનું કલંક લાગ્યું, પણ અંતે સત્યનો જય થાય તેમ અગણિત અગ્નિપરીક્ષા બાદ આખરે એના શીલધર્મનો વિજય થયો. વસંતપુર નગરના રાજા જીતશત્રુના અમાત્ય જિનદાસની પુત્રી સુભદ્રા સુશીલ અને ધર્મપરાયણ હતી. જિનદાસના જૈન ધર્મથી શોભતા વાતાવરણમાં પુત્રીનો ઉછેર થયો અને જૈન ધર્મના સંસ્કારોથી શોભતા કોઈ સુપાત્ર યુવાન સાથે એનો વિવાહ કરવાનો વિચાર કર્યો. આ સમયે ચંપાનગરીમાં બુદ્ધદાસ નામનો જૈનેતર વણિક રહેતો હતો, પરંતુ સુભદ્રા સાથે વિવાહ કરવા માટે એ જૈન ધર્મનો અભ્યાસ કરીને જૈન શ્રાવકના આચાર પાળવા લાગ્યો. જિનદાસે એને જૈન ધર્મના સંસ્કાર ધરાવતો જાણીને સુભદ્રા સાથે ઠાઠમાઠથી લગ્ન કરાવ્યાં. સુભદ્રાના શ્વશુરગૃહમાં અન્ય ધર્મનું પાલન થતું હોવાથી એની સાસુએ વહુનાં ક્રિયા અને આચારની આકરી ટીકા કરવા માંડી. સુભદ્રાને બુદ્ધદાસે કરેલા છળકપટનો ખ્યાલ આવ્યો, પરંતુ શાંત રહી. એક વાર માસક્ષમણ(મહિનાના ઉપવાસ)ના તપસ્વી મુનિ ઘેર વહોરવા આવ્યા ત્યારે એમની આંખમાં સુભદ્રાએ તણખલું પડેલું જોયું. તણખલું કાઢે નહીં તો તપસ્વી મુનિની આંખો અંધ બની જાય તેમ હતી. સુભદ્રાએ પોતાની જીભથી મુનિરાજની આંખનું તણખલું દૂર કર્યું. બન્યું એવું કે સુભદ્રાના કપાળ પરનું તિલક મુનિરાજના કપાળ પર ચોંટી ગયું. વહુની વગોવણીની તક શોધતી સાસુને જોઈતું અને ભાવતું મળ્યું. એણે સુભદ્રા પર ચારિત્ર્યહીન હોવાનો આરોપ મૂક્યો. એના પતિને પણ શંકા જાગી અને પરિણામે એ સુભદ્રાની ઉપેક્ષા કરવા લાગ્યો. સુભદ્રાએ વિચાર્યું કે એણે કશી ભૂલ કરી નથી, છતાં એના કપાળે કલંક લગાડવામાં આવ્યું છે. એણે નિશ્ચય કર્યો કે શાસનદેવી પ્રગટ થઈને મારું આ કલંક દૂર નહીં કરે ત્યાં સુધી કાઉસગ્ગમાં રહીશ. આ સમયે ચંપાનગરીમાં વિલક્ષણ ઘટના બની. નગરના દરવાજા બંધ થઈ ગયા અને ઘણી મહેનત, અથાગ પ્રયત્નો અને કેટલાય ઉપાયો કરવા છતાં એને કોઈ ખોલી શકતું નહોતું. જો કોઈ સતી સ્ત્રી કાચા તાંતણે કૂવામાંથી ચાળણી વડે જળ ભરીને દરવાજાને છાંટશે તો દરવાજાઓ ખૂલી જશે એવી આકાશવાણી થઈ. નગરની રાણી અને અન્ય સ્ત્રીઓએ ઘણી કોશિશ કરી, પરંતુ કોઈ સફળ ન થયાં. સુભદ્રાએ પોતાની સાસુને કહ્યું, “તમે રજા આપો તો હું પ્રયત્ન કરી જોઉં.” સાસુનો કોપ ફાટી નીકળ્યો. તેઓ બોલ્યાં, “એક વાર તો સાધુમાં લોભાઈને આખા કુળનું નામ બોળ્યું, છતાં તને શાંતિ થઈ નથી. હવે આખા રાજમાં જાહેરમાં કુળને કલંકિત કરવું છે ? ફિટકાર છે તને.” સાસુનાં હૈયાસોંસરા વીંધી નાખે તેવાં કડવાં વેણ સાંભળવા છતાં સુભદ્રા શાંત રહી. એણે નમ્રતાથી કહ્યું, “હે માતા ! તમારી વાત સાચી છે કે હું નિષ્ફળ જઈશ તો કુળકલંકિની બનીશ, પરંતુ હું આકાશમાં પ્રશ્ન પૂછું છું અને એનો જવાબ એવો મળે કે ‘દરવાજા ઉઘાડો' તો તમે મને જવા દેજો.” સુભદ્રાએ આકાશ ભણી દૃષ્ટિ કરી અને પ્રશ્ન પૂછ્યો તો એને ઉત્તર મળ્યો, ‘દરવાજા ઉઘાડો.’ સુભદ્રાને શાસનદેવીની સહાય હતી. એણે કાચા તાંતણે કૂવામાંથી જળ કાઢીને નગરના દરવાજા પર નાખ્યું અને દરવાજા ખૂલી ગયા. આમ ત્રણ દરવાજા ખુલી ગયા ત્યારે ચોથો દરવાજો ખોલવા માટે શાસનદેવીએ કહ્યું કે જો કોઈ બીજી સ્ત્રી સતી હોય તો આ દરવાજો ઊઘડશે. અન્ય ઘણી સ્ત્રીઓએ પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો ખૂલ્યો નહીં. આજ સુધી એ દરવાજો બંધ છે. રાજા અને નગરજનો સુભદ્રાની ધર્મનિષ્ઠાથી પ્રભાવિત થયાં. ચોમેર જૈન ધર્મનો મહિમા સહુ અનુભવી રહ્યાં. સાસુ અને પતિએ સુભદ્રાની ક્ષમાયાચના કરી અને સાથોસાથ સાચા દિલથી જૈન ધર્મ અંગીકાર કર્યો. સમય જતાં સુભદ્રાએ દીક્ષા લઈને કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામીને મોક્ષગતિ પ્રાપ્ત કરી. ધર્મસ્નેહસૌજન્ય ૫. પૂ. આચાર્ય શ્રી વિજય હૂંકારચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી મોતીબહેન ચીમનલાલ કસ્તુરચંદ પરિવાર, હ. રમેશભાઈ સી. શાહ, ખંભાત, હાલ મુંબઈ શ્રીમતી હીરાલક્ષ્મીબેન રતિલાલ, ભાવનગર For Provilite & Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ 0000000 Far Erivate & Personal use only www.alebrity.org Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. ગિલા મોટાભાઈ ભવદત્તની સાથે નાનો ભાઈ ભવદેવ પણ સંયમના માર્ગે ચાલી નીકળ્યો. ભવદેવની પત્ની નાગિલાના શણગારનો ઉત્સવ રચાયો હતો. શણગારથી શોભતી નવવધૂ નાગિલાને ભવદેવે કહ્યું, “મારે માટે મોટાભાઈની ઇચ્છા એ જ સર્વસ્વ છે. આથી હવે સંસારને બદલે સાધુતા મારો જીવનપથ બનશે.” મોટાભાઈ ભવદત્તની જેમ ભવદેવ પણ સુસ્થિત આચાર્યના શિષ્ય બન્યા. ભવદેવના કેટલાક દિવસો વૈરાગ્યભાવમાં વ્યતીત થયા, પરંતુ વર્ષાનાં પૂર શમી જતાં સરિતાના તળિયે રહેલો કાંપ દૃષ્ટિગોચર થાય તેમ મુનિ ભવદેવને એકાંતમાં નાગિલાનું સ્નેહભીનું સ્મરણ થવા લાગ્યું. ચાતુર્માસના સ્થિરવાસ સમયે આકાશનાં ઘનશ્યામ વાદળોમાં નાગિલાનો કેશપાશ દેખાતો હતો. ઇન્દ્રધનુષમાં નાગિલાના નૃત્યના રંગો વિખરાયેલા લાગતા હતા. મયૂરોની કેકામાં નાગિલાનો કંઠરવ સંભળાતો હતો. રિમઝિમ વરસતાં વાદળોમાં નાગિલાના વિરહની પીડાથી સતત ટપકતાં આંસુ દેખાતાં હતાં. એક દિવસ મહામુનિ ભવદત્ત કાળધર્મ પામ્યા. એ પછી ભવદેવે વિચાર્યું કે રુદન કરી-કરી થાકેલા એના હૃદયને નાગિલા જ શાંત કરી શકે તેમ છે. આજ સુધી તો નાગિલા પાસે જતાં અકળ બેડીઓ પગમાં જકડાઈ જતી હતી, પરંતુ મોટાભાઈનો કાળધર્મ થતાં હવે એવો અનુભવ થતો નહોતો. બાર-બાર વર્ષ બાદ મુનિ ભવદેવ પોતાના ગામ સુગ્રામમાં આવ્યા. અહીં એક મંદિરમાં ઉતારો કર્યો. મુનિ ભવદેવ આવ્યાના સમાચાર નાગિલાને મળ્યા. એણે જાણ્યું કે મુનિ ચારિત્ર્ય છોડવા ઉત્સુક બન્યા છે ત્યારે તે ઊંડા વિચારમાં પડી ગઈ. સ્વધર્મથી પીઠ બતાવે તે તો કાયર કહેવાય. નાગિલાએ એક વૃદ્ધ શ્રાવિકાને પોતાની યોજના સમજાવી. એક બાળકને થોડું શિખવાડીને તૈયાર કર્યો. રાત્રિ પૂર્ણ થતાં નાગિલા વૃદ્ધ શ્રાવિકા સાથે ભવદેવ ઊતર્યાં હતાં તે મંદિરે આવી. નાગિલાને મળવા આતુર એવા ભવદેવે એ સ્ત્રીને પૂછ્યું, “ગામમાં નાગિલા ક્યાં રહે છે ? એ શું કરે છે ?” એ સમયે ગોઠવણી મુજબ એક બાળક આવીને નાગિલાને કહેવા લાગ્યો, “મા ! મા ! આજે મને ગામમાં જમવાનું નોતરું મળ્યું છે. ભોજન સાથે દક્ષિણા પણ ખરી, આથી મારે પહેલાં પીધેલું દૂધ વમન કરી નાખવું છે, પછી ભોજન અને દક્ષિણા બાદ પાછું વમન કરેલું એ દૂધ પી જઈશ.” આ સાંભળી મુનિ ભવદેવ હસી પડ્યા અને બોલ્યા, “અરે બાળક ! કેવી બેહૂદી વાત કરે છે તું ? વમન કરેલું, નીંદવા યોગ્ય દૂધ તું પાછો પી જઈશ ?” આ સાંભળી નાગિલાએ કહ્યું, “મુનિરાજ, હું જ નાગિલા છું. આપે પૂર્વે જે સંસારને ત્યજી દીધો છે, તેને ફરી સ્વીકારવા ચાહો છો ? ભવસમુદ્રને તારક એવી દીક્ષાનો આપે સ્વીકાર કર્યો છે તો પછી શા માટે દુર્ગતિરૂપ સંસારને પુનઃ સ્વીકા૨વા ઉત્સુક બન્યા છો ? માંડ માંડ અશ્વ સવારી મળી છે તે છોડીને ગર્દભ પર સવારી કરવાનું કેમ વિચારો છો ? આપ જે ચારિત્ર્યના માર્ગ પર ચાલો છો એ જ ચારિત્ર્યનો માર્ગ શાલિભદ્ર, મેઘકુમાર અને ધન્ના શેઠને મુક્તિમોક્ષ સુધી લઈ ગયો તે કેમ વીસરી જાવ છો ? ગુફામાં નિર્વસ્ત્ર રાજુલ સાધ્વીને જોઈને વિચલિત થયેલા રથનેમિને રાજુલે આપેલા ઉપદેશથી દેહની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો અને રથનેમિએ મન પર કાબૂ મેળવ્યો હતો તે શું આપ ભૂલી ગયા ? મનના મદમસ્ત હાથીને આપ અંકુશ લગાવી કાબૂમાં કેમ રાખતા નથી ? જન્મ-મૃત્યુના ભ્રમણમાંથી મુક્ત થવાનો આ એક જ માર્ગ છે તે આપ સારી રીતે જાણો છો. વળી મને જણાવતાં આનંદ ઊપજે છે કે મેં પણ ગુરુ પાસેથી શીલવ્રત અંગીકાર કર્યું છે. તમે પણ ગુરુ પાસે પાછા જઈને શુદ્ધ ચારિત્ર પાળો.” મુનિ ભવદેવ નાગિલા પાસેથી ઉપદેશ પામીને ગુરુ પાસે ગયા. સમય જતાં તેઓ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રના છેલ્લા કેવળજ્ઞાની જંબુસ્વામી બન્યા. ધર્મસ્નેહસૌજન્ય પૂ. પિતાશ્રી પૂનમચંદ દીપચંદ ગાંધી તથા માતુશ્રી શાંતાબહેન પૂનમચંદ ગાંધીના શ્રેયાર્થે સહપરિવાર, મહુવાબંદર www.jainlibrary.org Page #224 -------------------------------------------------------------------------- ________________ NANAN Po ++++++ www.jairielibrary.org Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫. મોદી પત્ની ભારતીય સંસ્કૃતિના ઉજ્વળ ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠો પર કેટલીય શીલસંપન્ન સ્ત્રીઓનાં નામ અંકિત થયેલાં છે. ચંદનબાળા, રાજિમતી, બ્રાહ્મી અને સુંદરી જેવી મહાસતીઓનું રોજ પ્રાત:કાળે સ્મરણ કરવામાં આવે છે. શીલના અદ્વિતીય પ્રભાવે જ એમને પ્રાતઃસ્મરણીય બનાવ્યાં છે. નારીના શીલનો પ્રભાવ ભિન્ન ભિન્ન રીતે પ્રગટ થતો હોય છે. એના તેજસ્વી વ્યક્તિત્વ આગળ મહાપાપી, પ્રબળ વિરોધી કે દુરાચારી વ્યક્તિ પણ નમી પડે છે. જિનશાસનના ઇતિહાસમાં મોદી-પત્નીની આવી કથા મળે છે. નગરનો રાજા મોદી-પત્નીના અપાર સૌંદર્ય પર મુગ્ધ બન્યો. એણે મનોમન સૌંદર્યવતી મોદી-પત્નીને મેળવવાનો વિચાર કર્યો. વાસનાની આગ વિચારશક્તિને ઓલવી નાખે છે, એમ પ્રજાનો પાલનહાર રાજા પ્રપંચ ખેલનારો બન્યો. મોદી-પત્નીને મેળવવા માટે એણે મોદીને દૂર દેશાવર મોકલી આપ્યો. મોદીની ગેરહાજરીમાં રાજાએ મોદી-પત્નીને આકર્ષવા પ્રયત્ન કર્યો. એક વાર રાજાએ સામે ચાલીને મોદી-પત્નીને કહેવડાવ્યું કે તેઓ એને ત્યાં ભોજન માટે આવવા ઇચ્છે છે.. મોદી-પત્ની રાજાની મનની ઇચ્છાને પારખી ગઈ હતી. રાજાની માગણીનો ઇન્કાર એ આતિથ્યનો ઇન્કાર નહોતો, બલ્ક મહાઆપત્તિને નોતરું હતું. આથી રાજાની ઇચ્છાનો સવિનય સ્વીકાર કર્યો. ભોજન માટે પધારેલા રાજાનો યોગ્ય આદર-સત્કાર કર્યો. એ પછી મોદી-પત્ની ભોજનથાળ લાવી. આ ભોજનથાળમાં જુદા-જુદા રંગના અને આકારના પ્યાલામાં દૂધપાક પીરસ્યો હતો. રાજાએ વિચાર્યું કે દરેક પ્યાલામાં દૂધપાક હશે, પરંતુ એનો સ્વાદ ભિન્ન હોવો જોઈએ. આથી રાજા એક પછી એક પ્યાલામાંથી દૂધપાક ચાખવા લાગ્યો. એને અત્યંત આશ્ચર્ય થયું. બધા જ પ્યાલામાં એક જ પ્રકારના સ્વાદવાળો દૂધપાક હતો. રાજાએ મોદી-પત્નીને કહ્યું, “અરે ! એક જ પ્રકારનો દૂધપાક જુદા જુદા પ્યાલામાં આપવાનું કારણ શું ?” મોદી-પત્નીએ ઉત્તર આપ્યો “હે પ્રજાપાલક રાજા ! રાજ્યની પ્રજા એ આપની સંતાન છે. આપ મારા પિતા સમાન છો. તેથી વિશેષ તો શું કહું ? માત્ર એટલું કે જુદાજુદા પ્યાલા હોય, પરંતુ એમાં દૂધપાક તો એક જ હોય છે એમ ભિન્ન ભિન્ન સ્ત્રીઓ હોય તોપણ અંતે એ તમામ સ્ત્રીઓ જ છે !” રાજા મોદી-પત્નીની વાત સાંભળી રહ્યો. મોદી-પત્નીએ કહ્યું, “માત્ર જેનું ચિત્ત વાનર જેવું ચંચળ હોય એ જ એક ડાળ પરથી બીજી ડાળ પર કુદકો લગાવે, સ્વસ્ત્રીને છોડીને પરસ્ત્રીનો વિચાર કરે. બાકી તો હે રાજન, જે સ્ત્રીના શરીર પર આપ મુગ્ધ બન્યા છો એ સ્ત્રીનું શરીર પણ લોહી, માંસ અને અશુચિથી ભરપૂર છે, તે તમે જાણો છો.” રાજાને વિચારમાં ડૂબેલો જોઈને મોદી-પત્નીએ વળી સવાલ કર્યો, “હે પુરુષશ્રેષ્ઠ ! સ્ત્રીની કૂખમાંથી જ પુરુષનો જન્મ થાય છે, આથી પરસ્ત્રી એને માટે માતા સમાન હોવી જોઈએ. પ્રત્યેક પુત્ર પ્રાણનું બલિદાન આપીને પણ પોતાની જનનીની રક્ષા કરે છે. નારીરક્ષણ એ જ પુરુષનો સાચો પુરુષાર્થ છે. જ્યારે નારીને પજવનારા કે રંજાડનારા માનવીનું પરમાત્માના ચરણમાં કોઈ સ્થાન નથી.” મોદી-પત્નીની માર્મિક વાતોએ રાજાના હૃદયમાં શુભ ભાવો જગાડ્યા. એણે કહ્યું, “હે રાજન ! આપ રાજા છો માટે મારા પિતા સમાન છો. પરસ્ત્રી માત હોય તે દૃષ્ટિએ આપ પુત્ર સમાન છો. આથી મારા સતીત્વની રક્ષા કરો. નરકગતિ છોડીને મોક્ષમાર્ગ અપનાવો.” રાજાના વિકારી ચિત્તમાંથી મોદી-પત્નીનાં વચનોએ વાસના ગાળી નાખી. રાજાએ મોદી-પત્નીની પોતાના મલિન વિચારો માટે ક્ષમાયાચના કરી. શીલવતી મોદી-પત્નીની તેજસ્વિતા જોઈને રાજા પ્રસન્ન થયો. - ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી નિરાગચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી પૂ. માતુશ્રી કાંતાબહેન મનસુખલાલ ગાંધીના શ્રેયાર્થે; સુપુત્ર મહીપતરાય, પુત્રવધૂ અ. સ. ચંદ્રિકા, પૌત્ર રાહુલ, તેજલ. નાની રાથળી, હાલ અંધેરી - મુંબઈ Sel Lise Only www.relibrary.org Page #226 -------------------------------------------------------------------------- ________________ out wie only www.jältemitrary.org Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬. જયંતી ભગવાન મહાવીરના સમયનું એક તેજસ્વી નારીરત્ન એટલે શ્રાવિકા જયંતી. કૌશાંબીના સહસાનિક રાજાની પુત્રી, શતાનિક રાજાની બહેન અને ભગવાન મહાવીરના પરમ ભક્ત રાજા ઉદયનની ફોઈ હતી. જૈન ધર્મ પ્રત્યે એને અગાધ શ્રદ્ધા હતી. ભગવાન મહાવીરના સિદ્ધાંતો જાણતી હતી અને જીવ-અજીવ વિશેના તત્ત્વજ્ઞાનને ઊંડાણથી સમજતી હતી. જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી જયણાપુર્વક ધર્મઆરાધના કરતી હતી. સાધુ-સાધ્વીઓની અપાર શ્રદ્ધા સાથે વૈયાવચ્ચ કરતી હતી. તત્ત્વજ્ઞાનની ઊંડી રુચિ, પ્રભાવશાળી વક્તત્વ અને ધર્મલીન વ્યક્તિત્વ ધરાવતી શ્રાવિકા જયંતી ભગવાન મહાવીરના સમયની ઉત્તમ શ્રમણોપાસિકા હતી. તીર્થકર ભગવાન મહાવીર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ત્રીજા વર્ષે કૌશાંબીના ચંદ્રાવતરણ ચૈત્યમાં પધાર્યા હતા. આની જાણ થતાં જ આખું નગર એમનો ઉપદેશ સાંભળવા આવ્યું. ભગવાન મહાવીરે આ લોક અને પરલોક માટે કલ્યાણકારી ઉપદેશ આપ્યો. જયંતી શ્રાવિકા પણ મહારાણી મૃગાવતીની સાથે રથમાં બેસીને પ્રભુની દેશના સાંભળવા આવી હતી. પ્રભુની વાણી વિકસિત નયને અને પ્રસન્નચિત્તે સાંભળતી હતી. પ્રભુની દેશના પૂર્ણ થયા બાદ જયંતી શ્રાવિકા પ્રભુ મહાવીરને બે હાથ જોડીને મસ્તક નમાવી, વંદન કરી, વિનયપૂર્વક પોતાની જિજ્ઞાસા વિવિધ પ્રશ્નોરૂપે પ્રગટ કરવા લાગી. પ્રભુએ પોતાની સરળ, સુગમ શૈલીમાં જયંતીના પ્રશ્નોનો જવાબ આપ્યો. અહંદુ ધર્મનું તત્ત્વ અને એનાં દાર્શનિક પાસાંઓ જયંતીને સમજાવ્યાં. જયંતીના આ પ્રશ્નો એ દર્શાવે છે કે જ્ઞાનપ્રાપ્તિ માટે દેશ, કાળ કે સ્થિતિ અવરોધરૂપ બની શકતી નથી. વળી ભગવાન મહાવીરના સમયમાં પણ નારીસમાજ ધર્મતત્ત્વ પ્રત્યે કેટલો જાગ્રત હતો અને વિશિષ્ટ જ્ઞાન ધરાવનારા ધર્મગુરુ પાસે જઈને નિઃસંકોચ રીતે પોતાની શંકાઓનું સમાધાન કરતો હતો તે જયંતીના પ્રશ્નોમાં પ્રગટ થાય છે. જયંતી - “ભગવાન ! જીવ જલદીથી ભારે કર્મી કેવી રીતે થાય છે ?' ભગવાન મહાવીર - ‘હિંસા, જૂઠ, ચોરી, અનાચાર, સંગ્રહવૃત્તિ વગેરે અઢાર પાપસ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે અને જીવનું ભ્રમણ વધે છે.” જયંતી - ‘ભગવદ્ ! જીવોનું દક્ષ હોવું સારું કે આળસુ હોવું સારું ?” ભગવાન મહાવીર – ‘કેટલાક જીવોનું ઉદ્યમી થવું તે સારું છે અને કેટલાક જીવોનું આળસુ હોવું તે સારું છે.” જયંતી – ‘ક્ષમાશ્રમણ ! એ કેવી રીતે ?” ભગવાન મહાવીર - “જે જીવ અધાર્મિક છે અને અધર્મ અનુસાર વિચરણ કરે છે એનું આળસુ હોવું સારું છે. જે જીવ ધર્માચરણ કરે છે તેનું ઉદ્યમી હોવું સારું છે, કેમ કે ધર્મપરાયણ જીવ સાવધાન હોય છે અને તે આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સંઘ અને સાધર્મિકની વૈયાવૃત્ય કરે છે.' જયંતી - ‘ભંતે ! જીવ સૂતેલો સારો કે જાગેલો ?' ભગવાન મહાવીર - ‘કેટલાક જીવોનું સુવાનું સારું છે અને કેટલાક જીવોનું જાગવાનું સારું છે. અધર્માચરણ કરનારા અને અધર્મથી જીવનનિર્વાહ કરનારા જીવો ઊંધે છે ત્યાં સુધી એ હિંસાથી બચે છે અને બીજા જીવો એમના ત્રાસથી બચે છે. એનું ઊંધવું એના માટે અને અન્યને માટે સારું છે. જે જીવો દયાળુ, સત્યવાદી, સુશીલ અને અસંગ્રહી છે તેવા જીવો જાગે તેમાં તેમની જાતનું અને જગતનું કલ્યાણ છે. ક્રૂર જીવ સૂવે તે સારું અને પરોપકારી જાગે તે સારું.' પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવીને હર્ષ પામેલી જયંતીએ ભગવાન પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. અગિયાર અંગ સુધીનો અભ્યાસ કરી અંતે ખૂબ તપ કરીને મોક્ષ પામી. - ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં મુક્તાબહેન પ્રભાશંકર મહેતાના પાલિતાણા ચાતુર્માસ નિમિત્તે પુત્ર બિપીનભાઈ, પુત્રવધૂ એ. સૌ. વનિતાબહેન, પૌત્ર જય, હેતલ Lain Education International & Feral Lise Only www.atelibrary.org Page #228 -------------------------------------------------------------------------- ________________ UUUUUUUUUUUU DOO Die Only mencary.cg Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. લક્ષ્મી રાજસ્થાનનો રજપૂત યુગનો ઇતિહાસ એટલે જૈન શ્રેષ્ઠીઓ અને શાસકોનાં ભવ્યજ્વળ કાર્યોની યશોગાથા. એ સમયે એ મુનિઓ, યતિઓ અને વિદ્વાનોને રાજામહારાજા આદર-સન્માન આપતા હતા. વેપારના ક્ષેત્રે જૈન શ્રેષ્ઠીઓનું વર્ચસ્વ હતું, તો મંત્રી, દીવાન, ભંડારી, કોઠારી જેવાં પદો પર પ્રમાણિકતા અને વફાદારીને કારણે જેનોની નિયુક્તિ થતી હતી. એ જ રીતે ૧ સેનાનાયક, યુદ્ધવીર, દુર્ગપાલ જેવા સંરક્ષણના ઉચ્ચ હોદ્દાઓ પર જૈન વીરો બિરાજતા હતા. - આ તેજસ્વી ઇતિહાસનું એક મહાપ્રતાપી પાત્ર તે મેવાડોદ્ધારક ભામાશા. ભામાશાના પિતા ભારમલ યુદ્ધવીર રાણા સંગના પરમ મિત્ર હતા અને એ સમયે રણથંભોર અને બીજા એક રાજ્યના દુર્ગપાલ હતા. ઈ. સ. ૧૫૩૭માં ચિતોડ પર સમ્રાટ અકબરનું સામ્રાજ્ય સ્થપાયું, ત્યારે રાણા સંગ અને ભામાશાના પિતા ભારમલે ઉદયપુર નગર વસાવીને એને પોતાની રાજધાની બનાવી હતી. ભારમલ કાવડિયાનો એક પુત્ર તારાચંદ યુદ્ધવીર, સૈન્યસંચાલક અને પ્રશાસક હતો. ગૌડવાડ પ્રદેશના શાસક તરીકે રાણા ઉદયસિંહે એને સઘળો કારભાર સોંપ્યો હતો. વીર પિતા અને તેજસ્વી ભાઈ ધરાવતા ભામાશા રાજ્યના દીવાન અને મંત્રીશ્વર હતા. હલદીઘાટીના યુદ્ધમાં પરાજય પામેલા રાણા પ્રતાપે શરણાગતિ સ્વીકારવાને બદલે સ્વતંત્રતા કાજે ઝઝૂમવાનો નિર્ધાર કર્યો. અરવલ્લીના પહાડોમાં ઠેર ઠેર ભટકતા રાણા પ્રતાપનો મોગલ સેના પીછો કરતી હતી. એમાં પણ પોતાની નાની બાળકીને દૂધ માટે ટળવળતી જોઈને રાણા પ્રતાપનું હૈયું ભાંગી ગયું અને નિરાશ અને હતાશ થઈને બીજા પ્રદેશમાં ચાલ્યા જવાનો વિચાર કર્યો. આ સમયે દેશભક્ત અને સ્વામીભક્ત મંત્રી ભામાશા ખામોશ બેસી રહ્યા નહીં. તેઓ દેશોદ્ધારના જુદા જુદા ઉપાયો વિચારતા હતા, ત્યાં જ એમને જાણ થઈ કે રાણા પ્રતાપ નિરાશ હૈયે મેવાડનો ત્યાગ કરી રહ્યા છે, ત્યારે ભામાશાએ રસ્તા વચ્ચે ઊભા રહીને રાણાને અટકાવ્યા. એમણે વીર પ્રતાપને દેશને ખાતર ફરી જંગ આદરવા કહ્યું. રાણા પ્રતાપે કહ્યું, “મારી પાસે નથી સૈનિક કે નથી સંપત્તિ. કઈ રીતે મોગલ શહેનશાહ અકબરનો હું સામનો કરી શકું ?” વીર ભામાશાએ રાણા પ્રતાપને હિંમત આપતાં કહ્યું, “હું આપને વિપુલ ધનભંડાર આપીશ. એના દ્વારા તમે શહેનશાહ અકબર સામે લાંબા વખત સુધી યુદ્ધ ખેલી શકશો.” વીર ભામાશાએ ઘરે જઈને પોતાની પત્ની લક્ષ્મીને સ્વતંત્રતા માટેના યુદ્ધની વાત કરી. દેશને માટે સર્વસ્વ સમર્પણ કરવાની પોતાની ભાવના પ્રગટ કરી. લક્ષ્મીને પણ પરાધીનતાની આ અવસ્થા કોરી ખાતી હતી. ભામાશાએ રાણા પ્રતાપને શસ્ત્રો અને સૈનિકો માટે સંપત્તિ આપવાનો વિચાર કર્યો, ત્યારે લક્ષ્મીએ ભામાશાના હાથમાં ચાવીઓ મૂકતાં કહ્યું, “ભોંયરામાં જેટલું ધન છે તે બધું જ રાણાને પહોંચાડી દેજો, વળી ધન સમર્પતી વખતે મનમાં સહાય કર્યાનો ખ્યાલ કે પાછું લેવાની ઇચ્છા કદી રાખશો નહીં.” ભામાશાએ કહ્યું, “આવું કેમ કહે છે ?” લક્ષ્મીએ કહ્યું, “જુઓ ! આ તો એમનું ધન એમને સમર્પિત કરીએ છીએ, મેવાડની ધરતી અને એના રાણાઓના રાજમાં રહીને જ આપણા પૂર્વજોએ આ વિપુલ ધનસંપત્તિ મેળવી છે. આ ભૂમિમાંથી મળેલી સંપત્તિ દ્વારા આપણું લાલનપાલન થયું. એ માતૃભૂમિના ઉદ્ધાર કાજે ધનનો ઉપયોગ કરવો એ તો આપણી સૌથી મોટી ફરજ અને પરમ ધર્મ છે.” લક્ષ્મીના આ શબ્દો સાંભળીને ભામાશાના ઉત્સાહમાં નવા પ્રાણ પુરાયા. મનોમન વિચારવા લાગ્યા કે ધન્ય છે આ નારીને, કે જેનામાં દેશને માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની ઉદાત્ત ભાવના છે. પોતાને માટે, ઘડપણને કાજે કે ભવિષ્યને કારણે થોડું પણ ધન કે સોનું રાખવાની એના મનમાં લેશમાત્ર ઇચ્છા નથી. એથીયે વિશેષ તો કશુંય પાછું મેળવવાની કોઈ અભિલાષા નથી. વીર ભામાશા એમની અઢળક સંપત્તિ લઈને રાણા પ્રતાપ પાસે ગયા. બાર વર્ષ સુધી પચીસ હજાર સૈનિકોનો નિર્વાહ થઈ શકે તેટલી વિપુલ સંપત્તિ હતી. રાણા પ્રતાપે ફરી સ્વાધીનતાનો બુલંદ પોકાર જગાવ્યો. ભામાશાના દાનની સાથે લક્ષ્મીના ત્યાગની સર્વત્ર પ્રશંસા થઈ રહી. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી જિ નેશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી પ્રદીપકુમાર રસિકલાલ શાહ, લાખીયાણી, હાલ મુંબઈ Hellom Lise only www.alielibrary.org Page #230 -------------------------------------------------------------------------- ________________ ÂY7YYYYAYA TAY EMU D AASAN For Po o l Lee Only www.talitelibrary.org Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮. સુશીલા સુશીલાના પતિવાત્સલ્યની આ કથામાં ધીરજ, ચાતુર્ય અને પતિ વિશેની હિતચિંતા પ્રગટ થાય છે. પૃથ્વીપુર નામના નગરમાં વસતા શ્રેષ્ઠી સુભદ્ર બારવ્રતધારી શ્રાવક હતા. એક વાર વ્યાપાર અર્થે રાજપુર નગરના જિનદાસ શેઠને ત્યાં જવાનું બન્યું. જિનદાસની પુત્રી સુભદ્રા એના સ્વભાવને કારણે સુશીલા તરીકે ઓળખાતી હતી. સુશીલાની ધર્મપરાયણતા જોઈને એના પિતાએ સુભદ્ર સાથે ધામધૂમથી એનાં લગ્ન કરાવ્યાં. લગ્નજીવનના પ્રારંભે બનેલી એક ઘટનાએ સુભદ્ર અને સુશીલાના દામ્પત્યજીવનમાં મોટી તિરાડ ઊભી કરી. સુશીલાની સખીના લાવણ્ય પર સુભદ્ર મોહ પામ્યો. રાત-દિવસ એની સખીના વિચારોમાં રહેવા લાગ્યો. કુળવાન હોવાથી સુભદ્ર કશું બોલ્યો નહીં, પરંતુ એનું દુર્બળ થતું શરીર એના વ્યાકુળ મનની ચાડી ખાતું હતું. પતિની આવી સ્થિતિનું કારણ જાણવા માટે સુશીલાએ અતિ આગ્રહ કર્યો ત્યારે સુભદ્રે કહ્યું કે એની સખીના વિરહને કારણે એની આવી દુર્બળ અવસ્થા થઈ છે. ચતુર સુશીલાએ પતિને કહ્યું, “તમે સઘળી ચિંતા ત્યજી દો. નિશ્ચિત બનો. હું તમારી ઇચ્છા પૂર્ણ કરીશ. વળી મારી સખી પણ મારી વાત ટાળશે નહીં. માત્ર એટલું કે મારી સખી શણગાર પહેરીને શયનખંડમાં આવે ત્યારે એ શરમથી લાજી મરશે. આથી શયનગૃહમાં એ પ્રવેશે કે તરત જ તમારે દીવો ઓલવી નાખવો.” વિષયાંધ શ્રેષ્ઠી સુભદ્રે આ વાત કબૂલ રાખી. સમજુ સુશીલાએ પોતે સોળે શણગાર સજ્યા. એ વિચારતી હતી કે મારે મારા પતિનું વ્રત ખંડિત થવા દેવું નથી. બાવ્રતધારી શ્રાવક અને પરસ્ત્રીની અભિલાષા ! રાતના અંધકારના ઓળા પથરાવા લાગ્યા, ત્યારે સુશીલાએ કોઈ બહાનું કાઢીને પોતાની સખીને બોલાવી અને તેની સાથે આનંદભેર વાર્તાલાપ કરવા લાગી. આ જોઈને સુભદ્રને ભરોસો બેસી ગયો કે આજે હવે એની લાંબા સમયની તીવ્ર અભિલાષા પૂર્ણ થશે. સુગંધી પુષ્પ, ધૂપ, ચંદન, કપૂર, કસ્તૂરી, તાંબુલ આદિ સામગ્રી ધરાવતી શય્યા પાસે સુભદ્ર બેઠો હતો. આખોય શયનખંડ પુષ્પોથી સજાવેલો હતો. દીપકનો સુવર્ણ પ્રકાશ સર્વત્ર રેલાતો હતો. સુશીલા પોતાની સખીની જેમ ચાલતી અંદર પ્રવેશી. સુભદ્ર દીવો બુઝાવી નાખ્યો અને એને પલંગ પાસે ખેચીને પ્રેમગોષ્ઠી કરવા લાગ્યો. પ્રાતઃકાળનું અજવાળું થાય તે પહેલાં જ એ સ્ત્રી પલંગ પરથી ઊઠીને ઘેર જવાનું કહીને ચાલતી થઈ. સવારનો સૂર્ય ઊગ્યો ત્યારે શ્રેષ્ઠી સુભદ્રના ચિત્તમાં ઝંઝાવાત જાગ્યો. મનોમન વિચારવા લાગ્યો કે પોતે આજે કેવો વિષયનો ગુલામ બન્યો ! જિનેશ્વર ભગવાને પ્રબોધેલી શીલની મહત્તા ભૂલી બેઠો. એના હૃદયને પશ્ચાત્તાપનો અગ્નિ સંતાપવા લાગ્યો. પોતાના દુષ્કૃત્ય માટે પોતાની જાત પર ફિટકાર વરસાવવા લાગ્યો. શ્રેષ્ઠી સુભદ્રનું અંતર એને સતત ડંખવા લાગ્યું. જીવનની સર્વ સમૃદ્ધિ જાણે પળવારમાં લુંટાઈ ગઈ ન હોય ! એને જીવન જીવવું આકરું લાગવા માંડ્યું. ક્યારેક મનમાં વિચાર જાગતો કે ચારિત્રભંગ પછી આ જીવતરનો શો અર્થ ? ક્યારેક મનમાં થતું કે જીવનમાં શીલ એ રત્નરૂપ છે. રત્ન ખોવાયા પછી આ જીવન વ્યર્થ છે. પરિણામે સુશીલા સામે આવે તો સુભદ્રની નજર ગુનેગારની જેમ નીચું જોઈ જતી. પત્નીની આંખ સાથે આંખ મેળવવાની એની તાકાત રહી નહોતી. આ જોઈને ચતુર સુશીલાએ વિચાર્યું કે એના પતિમાં હજી લજ્જા અને શરમ છે. આવી પાપભીરુતા હોવાથી એ સરળતાથી ધર્મમાર્ગે પાછા આવી શકશે. સુશીલા સામાયિકમાં સ્વાધ્યાય કરતી વખતે વ્રત પાળવા અને ન પાળવાના પ્રસંગો વાંચતી હતી અને સુભદ્ર સાંભળે તેમ વ્રતભંગથી થતી હાનિ વિશે બોલતી હતી. એણે કહ્યું કે જેઓ વ્રતને પ્રાણની જેમ પાળે છે તે ધન્ય છે. સુભદ્ર મનોમન પત્નીની ભાવનાની પ્રશંસા કરતો હતો, પણ થયેલા વ્રતભંગનું દુ:ખ એને હૃદયમાં સતત શૂળની પેઠે ભોંકાયા કરતું હતું. પરિણામે એ મનથી ઉદાસીન અને શરીરથી કૃશ થવા લાગ્યો. સુશીલાએ આગ્રહ કરતાં સુભદ્રએ સાચી વાત કરી ત્યારે પતિના શુદ્ધ અંતઃકરણ અને શુભ પરિણામને જાણીને પોતાની ચેષ્ટા, વાતો, સંકેતો – બધું કહીને સમજાવ્યું કે એ મારી સહેલી નહોતી પણ હું પોતે જ હતી. સુભદ્ર વિચાર્યું કે લોકોત્તર ધર્મમાં નિપુણ આ નારીને ધન્ય છે. એ પછી પતિ-પત્ની બંનેએ ચારિત્ર્ય લીધું અને ઉત્કટ આરાધના કરીને કેવળી થઈ મોક્ષે સિધાવ્યાં. ધર્મસ્નેહસૌજન્ય શ્રી રજનીભાઈ બાબુભાઈ છગનલાલ ભદ્રાવળવાળા, હાલ ગોરેગામ - મુંબઈ હ, એ. સ. હેમલતાબહેન, પુત્ર મિતેશ, પુત્રી આશા, અમી. Foto & Pascal Lise Only www.jBinelibrary.org Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકોની ઘર્મભાવનાનું ટમeણ ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ પર શ્રી સમવસરણ મહામંદિરના આયોજનમાં ઉમદા ધર્મભાવનાથી ઉત્તમ પ્રદાન કરનાર શ્રાવકોનું સ્મરણ કરીએ છીએ. શ્રી સમવસરણ મહામંદિર માટે જમીન મેળવવા અંગે સુરતના ખ્યાતનામ ઝવેરી શ્રી મોતીચંદ હીરાચંદ ઝવેરીએ અથાગ પ્રયત્નો કર્યા હતા. સુરતના ઓશવાળ જ્ઞાતિના આ ઝવેરીની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે તેઓ ઝવેરાતનું મૂલ્ય આંકે એ પછી જ બીજા વેપારીઓ એ માલ અંગે વિચાર કરતા હતા. શ્રી મોતીચંદભાઈ અત્યંત ધાર્મિક રુચિવાળા હતા. નિયમિતપણે જિનપૂજા કરતા. એમનો દાનનો પ્રવાહ સાતે ક્ષેત્રોમાં વહ્યો હતો. પોતે અને ધર્મપત્નિ સુમતિબહેન બંને ઊંડી ધર્મશ્રદ્ધા ધરાવનારા હતા. આજે તેમના સંતાનો શ્રી વિજયભાઈ હેમચંદભાઈ અને મંગલચંદભાઈમાં શ્રદ્ધાનો જીવંત ધબકાર જોવા મળે છે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન અંગે તેઓએ પચીસ હજારનું દાન કરેલ છે. આવી જ રીતે મુંબઈના શ્રી ખૂબચંદભાઈ રતનચંદભાઈએ તથા શ્રી ઉમંગીલાલ હરગોવિંદભાઈએ શ્રી સમવસરણ મહામંદિરના નિર્માણના કાર્યમાં અત્યંત પરિશ્રમ લીધો હતો. તેઓ બંને ખૂબ ચીવટવાળા હોવાથી એકેએક બાબતમાં ઝીણવટથી વિચાર કરતા અને એમાં પૂરો રસ લઈને સંસ્થાને ઓછામાં ઓછી કિંમતે સારી વસ્તુ કઈ રીતે પ્રાપ્ત થાય એ જોતા હતા. શ્રી સમવસરણ મહામંદિરના આ બંને સ્થાપક ટ્રસ્ટીઓની સેવાઓને આદર અને સદભાવથી સ્મરણ કરીએ છીએ. શ્રી સમવસરણ મહામંદિરમાં શ્રી વ્રજલાલ ત્રિભોવનદાસ શાહ (જાંબુવાળા)ની ધર્મસેવા અવિસ્મરણીય બની રહી છે. ૧૮૯૪ની ૧૯મી સપ્ટેમ્બરે ત્રિભોવનદાસભાઈ અને માતા ઉજમબહેનની કૂખે લીબડી રાજ્યના જાંબુ ગામે એમનો જન્મ થયો હતો. રૂની વિખ્યાત એલ. ટી. પેઢીનું એમણે સુકાન સંભાળ્યું. જીવનના છેલ્લા ત્રીસ વર્ષ વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને શ્રી ભોયણીજી તીર્થ અને શ્રી શિયાણીજી તીર્થના જીર્ણોદ્ધાર માટે અથાગ પ્રયત્ન કર્યો. લીંબડી મહાજન પાંજરાપોળમાં તેઓ ટ્રસ્ટી હતા અને એના પ્રમુખ તરીકે જીવનપર્યત કાર્ય કર્યું. અનેક વર્ષો સુધી તેમણે પર્યુષણમાં ચોસઠપોરી પૌષધનું તપ કર્યું હતું. શ્રી ૧૦૮ જૈનતીર્થદર્શન ભવનના સ્થાપક ટ્રસ્ટી તરીકે એમણે શ્રી સમવસરણ મહામંદિરના નિર્માણકાર્યમાં જીવંત રસ લીધો. બે વર્ષના પ્રયત્ન પછી ગુજરાત સરકાર પાસેથી શ્રી સમવસરણ મહામંદિર માટે વીસહજાર વાર જમીન મેળવી. સમવસરણ મંદિરના લીઝડીડમાં ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓએ હસ્તખત કર્યા હતા. શ્રી વ્રજલાલભાઈના સંતાનો પાનાચંદભાઈ, પોપટલાલભાઈ, મહેશભાઈ, સમતાબહેન, લીલાવતીબહેન, નારંગીબહેન એ સહુમાં ઊંડી ધર્મભાવનાના સંસ્કારોનું સિંચન જોવા મળ્યું. ૧૯૭૪ની ૧૩મી ઑગસ્ટે સુરેન્દ્રનગરમાં શ્રી વ્રજલાલ ત્રિભોવનદાસ શાહનું અવસાન થયું. શ્રી ૧૦૮ જૈનતીર્થદર્શન ભવન ટ્રસ્ટ એમની સેવાઓને સદૈવ સ્મરણમાં રાખશે. શ્રી ૧૦૮ તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળના સભ્યો www.atelibrety.org Page #233 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજની ગોદમાં, નજરે નિહાળતા મનને હરી લેતાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન - સમવસરણ મહામંદિરની આછેરી ઝલક જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય, અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભક્તની ભક્તિ, શ્રેષ્ઠીની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનોની સમતાનો સંદેશ આપીને સંસારસમુદ્ર તરવા માટે જિનભક્તિનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં જ નહિ બલ્ક વિદેશોમાં પણ અનેક જિનાલયો આવેલાં છે, પરંતુ આ બધાં જિનાલયની યાત્રા કરીને પોતાની ભક્તિ-ભાવનાને ધન્ય કરવાની પણ સહુને સાંપડતી નથી. ક્યારેક શારીરિક કે આર્થિક શક્તિ ન હોય , તો ક્યારેક સમય કે સગવડતાનો અભાવ હોય, આથી જ પાલિતાણામાં આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરમાં એક્સાથે અનેક તીર્થોનાં દર્શન અને ભાવપૂજનનો લાભ મળે છે. જાણે તીર્થોનું સંગમસ્થાન જ જોઈ લો ! ગિરિવર દર્શન વિરલા પાવે આ સંગમ સ્થાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ચડતાં જ જમણી બાજુ આવેલું છે. દેશ અને વિદેશના ખૂણે-ખૂણે વસતો પ્રત્યેક જૈન તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાની સદૈવ ઝંખના રાખતો હોય છે. આથી જ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન પાલિતાણામાં નિર્માણ કરવામાં આવ્યું, જેથી સિદ્ધગિરિની યાત્રાએ આવનાર યાત્રાળુને તીર્થદર્શન, વંદન અને પૂજનનો અનોખો ધર્મમય સુયોગ સાંપડે છે. નિમિત્ત માત્રમ્ આની રચનાનું નિમિત્ત સુરત દેસાઈ પોળના શ્રી સુવિધિનાથ જિનમંદિરમાં શ્રી દેસાઈ પોળ પેઢીના સંસ્થાપક ધર્મનિષ્ઠ ડાહ્યાભાઈ (કીકાભાઈ) રતનચંદ કિનારીવાળાએ તૈયાર કરાવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન બન્યું. અહીં પ્રાચીન તીર્થોના મૂળનાયકજીના ૩૬ X ૩૦ ઇંચની સાઇઝનાં ચિત્રો દીવાલ પર બિરાજમાન કરવામાં આવ્યાં. પરમપૂજ્ય ધર્મરાજા આચાર્યદેવ શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. પંન્યાસજી (હાલ આચાર્ય મ.) શ્રી ચંદ્રોદયવિજયજીગણિ મહારાજની નિશ્રામાં વિ. સં. ૨૦૨૪ના કારતક વદ ૨ ના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ડાહ્યાભાઈએ ૧૦૮ તીર્થોનો એક પટ્ટ બહાર પાડ્યો. પછી પોતાના દીક્ષાગ્રહણના દિવસે જ વિ. સં. ૨૦૨૬ પોષ સુદ ૧૧ના રોજ “૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી” નામક એક આલબમ પ્રકાશિત કર્યું જેમાં ૧૦૮ તીર્થના મૂળનાયકજી, દેરાસર અને તેમનો ઇતિહાસ લેવામાં આવ્યો. લોકઆદર પામેલ આનું નિમિત્ત જોઈને વિ. સં. ૨૦૨૮માં સુરેન્દ્રનગરમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને સમવસરણ મહામંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની ફુરણા થાય છે સાકાર : શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન અને શ્રી સમવસરણ મહામંદિર સરસ્વતી મંદિરની બાજુ માં (બાબુના દેરાસરની સામે) વીસ હજાર વાર ૪00 X૪૫૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે. ૨ ૫00 વર્ષ પહેલાં તીર્થંકર પરમાત્મા શ્રીમહાવીર સ્વામી જેમાં બિરાજમાન હશે, એ સમવસરણ કેવું હશે ? જિનાગમો, સમવસરણસ્તવ આદિ પ્રાચીનસ્તવો, સ્તવનોમાં અને અન્યત્ર પણ સમવસરણ સંબંધી ઉલ્લેખ મળે છે તે જ રીતે કેટલાય શિલ્પીઓએ પોતાની કલા તેમજ આગવી સૂઝથી એની રચનાનો ખ્યાલ આપ્યો છે, તો કેટલાંય ચિત્રકારોએ એનાં ચિત્ર પણ બનાવ્યાં છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ પોતાના ધ્યાનમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા આ સમયે ૧૦૮ જૈન તીર્થદર્શન ગોઠવવાની વિચારણા ચાલી રહી હતી. એવામાં એકાએક તેઓશ્રીને એક નૂતન વિચાર ફુર્યો. એમણે વિચાર્યું કે સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧0૮ તીર્થો આવી જાય તેવી રમણીય રચના કરવી. આને પરિણામે આજે એવી સરસ ગોઠવણ થઈ કે જેથી વર્તમાન ચોવીશી, ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તીર્થપટ્ટો તથા ૧૦૮ ચિત્રપટ્ટો વગેરે બધું જ સંગમમાં મહાસંગમ બની રહ્યા છે. સમવસરણની સફળતાના સુકાની પૂજ્ય ગુરુ ભગવંતો - તેઓશ્રીના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની શિલ્પ-સ્થાપત્ય સંબંધી સુઝના સહારા સાથેના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પૂજ્ય તપસ્વી મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.સા.ની જહેમતથી આ કાર્ય સારી એવી સફળતાને પામ્યું. આ સમવસરણના ઉત્થાનની અને ચતુર્વિધ સંઘનાં ચિત્રોની કલ્પના પ્રવર્તક શ્રી કુશળચંદ્રવિજયજી મ. સા. ની છે. આ તીર્થધામના ઉત્થાનમાં માર્ગદર્શક પૂજ્યાચાર્ય મહારાજ તથા તેઓશ્રીના ગુરુ બંધુ પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજયજયચંદ્ર સૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પં. શ્રી અજિતચંદ્ર વિજયજી ગણિ મ.સા., પ.પૂ. પં. શ્રી / વિનીતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ. પં. શ્રી હ્રીંકારચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ. પં. શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી Page #234 -------------------------------------------------------------------------- ________________ o/blolod अंदर फोटु खीचने की मना है। એર ફોટા પાડવાની મનાઈ છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ સોમચંદ્ર વિ... પ.પૂ. મુનિશ્રી અમરચંદ્ર વિ. મ., પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ.મ., પૂ. મુનિ શ્રી રાજચંદ્ર વિ... આદિ ધર્મરાજાપુ દેવના શિ-પ્રશિષ્ય સમુદાયનો અથાક પ્રયત્ન પણ નિમિત્તરૂપ બનેલ છે. વિશ્વમાં અજોડ સમવસરણ મંદિર સમવસરણ મંદિર જોનારને પ્રથમ નજરે જ જાણે આકાશમાંથી ઊતરી આવ્યું હોય તેવું લાગે. જેમાં શ્રી પાર્શ્વનાથ ૧૦૮, તીર્થ પટ્ટી ૧૦૮ અને ચિત્રપટ્ટી ૫૪ ૧૦૮ છે. તેની ઊંચાઈ પણ ૧૦૮ ફૂટની રાખી છે. મહામંદિરમાં પ્રવેશતાં શ્રી નેમિ-વિજ્ઞાન કસ્તુરસુરીશ્વરજી ધર્માધાન આવે છે. સુંદર કારીગરીથી સોભતું આકર્ષક આ પ્રવેશદ્વાર દુરથી જ યાત્રાળુના મનને મોહી લે છે. તેની બન્ને બાજુ નીકળતી પથ્થરમાંથી કંડારેલ ચક્રોની ચક્રાવલિ અને તેની ઉપર પથ્થરમાં જ અંકિત અક્ષરોની અદ્ભુતતા દ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દ્વારની અંદરના ભાગમાં એક તરફ પરબ અને બીજી બાજુ કમળાકાર ધરાવતા વિશ્રાંતિગૃહનું સુંદર આયોજન થયું છે. આ સ્થાપત્યનું ઘણા સંઘોએ અનુકરણ કરેલું છે. લીલી-ગુલાબી કમળોની પંક્તિ સમવસરણની આસપાસ પથરાયેલ કમળો જેવી લાગે છે. મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ જમા હાયે એક અજોડ અને અદ્વિતીય મંદિરનાં દર્શન થાય છે. ત્રણ ગઢ રૂપે તેની રચના થઈ છે. શાસ્ત્રીય રીતે તૈયાર કરેલ ચારે દિશાના બાર દરવાજા, સુંદર કમાનો, દ્વારપાળો, બારે પર્ષદા, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ નજરે ચઢચા વગર રહેતાં નથી. અને તેથી જ આજે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને સમવસરણ મહામંદિર વિશ્વમાં એની ભવ્યતા, પવિત્રતા અને મહત્તા માટે ખ્યાતનામ બન્યું છે. અહીં માત્ર જિનાલય જ નહીં પરંતુ જૈન ખગોળ, ભૂગોળ અને જૈન ઇતિહાસની માર્મિક ઝાંખી થતી હોવાથી જ આને મહામંદિર કહેવામાં આવે છે. પ્રભુદર્શનથી મન બને છે. પાવન મુખ્ય દ્વારના ઉભરમાં પગ મૂકતાં જ ક્યાં પહેલા દર્શન કરવા જવું ? તે વિચારમાં મુગ્ધ બનેલ (મૂંઝાતો) ભાવિક શ્રી આદિનાથદાદાની ભવ્યમૂર્તિનાં દર્શનથી તે તરફ જતી જાજ્વલ્યમાન આરસની પગથાર દ્વારા અંદરના હરવાજે પહોંચી જાય છે અને પહોંચતાં જ આંખ ઠરી જાય છે. અહો, કેટલો વિશાળ ડોમ ! તેમજ નાંખી નજરે નિરખી ન શકાય તેટલો ઊંચો માણે ંભ. આ મહામંદિરની વિશ્વભરમાં સૌથી મોટી એ જ વિશિષ્ટતા છે કે ૪ર ફૂટ ઊંચો અને ૭૦ ફૂટ પહોળો ગોળ લુમ્મટ (ડોમ) પથ્થરથી જ તૈયાર થયેલ છે. વીટી જેવા આ વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચો અને ૧૬ ફૂટ પહોળો અષ્ટમંગલથી તેમજ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માર્ણકર્યભ રત્નની જેમ દીપી ઊઠે છે, માણેકસ્તંભની ચારે દિશામાં વર્તમાન ચોવીસ તીર્થંકરોની ભાવોલ્લાસ જગાડતી ૨૪ મુર્તિઓ બિરાજમાન છે. આ ચોવીસમાંથી ચારે બાજુના મૂળનાયક તીર્થંકર શ્રી આદિનાજ, શ્ર શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાયાની ૪૧-૪૧ ઇંચની આધ્યાત્મિક ચેતનાને સજાગ કરતી પ્રતિમાઓ સુંદર પબાસણ ઉપર બિરાજમાન છે. તેમજ ડોમની ગોળાઈમાં ચારે દિશામાં કુલ ૨૭-૨૩ના વિભાગમાં, જુદા-જુઠા નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ કુલ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ થાંભલા વિનાની, ઝૂલતી કમાનો ઉપર રહેલ ઘુમ્મટવાળી જુદીજુદી નાનીશી દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરી છે. દરેક પ્રભુની પલાંઠીમાં શ્રી સમવસરા મંદિરના પ્રતીક સહિત લાંછનો કળામયતાથી કોતરવામાં આવ્યા છે. આ રીતે એક્સાથે થતા ૨૪+૧૦૮=૧૩૨ પ્રભુનાં દર્શનથી જીવન ધન્ય અને મન પાવન બની જાય છે. આ છે મહામંદિરનું આંતરદર્શન પ્રભુદર્શનથી પાચન શ્વિક પ્રાણપ્યારાં એવાં ઐતિહાસિક તીર્થોનાં દર્શન કરવા બહાર આવે છે. જ્યાં સામેની ગોળાઈમાં ૨૭-૨૭ના ૪ વિભાગમાં ભારતભરનાં ૧૦૮ તીર્થનાં જિનાલયો, તેના મૂળનાયક ભગવાન, તેનો ઇતિહાસ અને પરિચય સાથે જે તે તીર્થોમાં જઈને લીધેલી આબેહૂબ તસવીરો આધુનિક લેમિનેશન પદ્ધતિથી આરસ પર મૂકવામાં આવી છે. શ્રી ગિરિરાજથી શરૂ કરી રાજ્યવાર ગોઠવેલ ૧૦૮ તીર્થપટ્ટોનાં દર્શનથી ભાવિકજન જાણે તે તીર્થોની યાત્રા કર્યાનો સંતોષ અનુભવે છે. તે તીર્થપટ્ટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રીવીરના સમયથી આજદિન સુધીમાં થયેલાં, ધર્મ-સંપ-દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમ કરનાર પુણ્યવંત એવા ૨૭ સાધુ, ૨૭ સાધ્વીજી, ૨૭ શ્રાવકો અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો પણ આરસ ઉપર લેમિનેશન કરી મૂકવામાં આવ્યા છે. આ ચિત્રપોથી મંદિરની દર્શનીયતા અને ઐતિહાસિકતામાં વધારો થયો છે. જૈન ઇતિહાસની સુવર્ણગાથાઓ આ ચિત્રપટ્ટમાં કંડારાઈ છે. તીર્થપી અને ચિત્રપોનો વિશ્વવ્યાપી મહિમા : * ૧૩૮ જૈન તીર્થ દર્શના ' ગ્રંથમાં તમામ તીયોનો ચિત્રમય પરિચય આપવામાં આવ્યો. આ ગ્રંથ દેશ-વિદેશના અનેક યાત્રાળુઓને લાભદાયી માહિતી આપનારો બન્યો. આ ધની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન થયું. ભારતના ધાર્મિક મહોત્સવ વખતે આ તીર્થોના ચિત્રપટોના પ્રદર્શન યોજાયા, પરંતુ એથીયે વિશેષ વિદેશોમાં વસતા જૈન સમાજના વિશાળ અધિવેશનોમાં પણ આ ચિત્રપટો અને તીર્થપટો મુકવામાં આવ્યા. બ્રિટનના ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ચિત્ર Page #236 -------------------------------------------------------------------------- ________________ WITATIITIITTITTTTTTTTTTT LA TTTTTTTTTTTTTTEETTTTTEET wwjaren napore TELL Page #237 -------------------------------------------------------------------------- ________________ PARA BOL www 55 Page #238 -------------------------------------------------------------------------- ________________ Page #239 -------------------------------------------------------------------------- ________________ ') અર્પણ કરવામાં આવ્યું. ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદ સમયે વિશ્વભરમાંથી ૩૫ જૈન વિદ્વાનો આવ્યા હતા અને તે તેઓને શ્રી સમવસરણ મહામંદિરનું ચિત્રપટ ‘જિનશાસનની વિશેષ સેવા કરો’ એ ભાવના સાથે સમર્પિત કરવામાં આવ્યું. પિટ્સબર્ગમાં ‘જૈન એસોસિએશન ઑફ નોર્થ અમેરિકા' (JAINA)ના અધિવેશનમાં અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, આફ્રિકા વગેરે દેશોમાંથી આવેલા જૈનોએ ભાવપૂર્વક આ ચિત્રપટોના દર્શન કર્યા હતા. શ્રી સમેતશિખરજી તીર્થ કે શ્રી શત્રુંજય તીર્થના ચિત્રપટ સમક્ષ બેસીને ભાવપૂર્વક આરાધના કરતાં ભાવિકજનો જોવા મળતા હતા. અમેરિકાના ડેટ્રોઈટમાં ૧૯૯૮ના જુલાઈ મહિનામાં તૈયાર થતાં ભવ્ય જિનાલયમાં પણ આ તીર્થપટ અને ચિત્રપટ મુકવામાં આવ્યા. આ રીતે તિર્થાધિરાજ શત્રુંજય પર આવેલા શ્રી સમવસરણ મહામંદિરની ધર્મભાવના અને જિનશાસનનો જયઘોષ જગતભરમાં ગુંજી રહ્યો છે. મહામંદિરમાં શિલ્પીની સાથે સાહિત્યનું ગઠન સમવસરણ મંદિરના અંદરના ચાર દરવાજા ઉપર તીર્થંકર પ્રભુનાં ચાર વિશિષ્ટ વિશેષણોને દર્શાવતાં – (૧) મહામાહણ; (૨) મહાગોપ; (૩) મહાસાર્થવાહ; (૪) મહાનિર્ધામકનાં દશ્યો કલાત્મક રીતે કંડાર્યા છે. વળી ચારે દિશાના ચાર મુખ્ય દરવાજાની આજુ બાજુના બે-બે બ્લોક (રૂમ) કુલ આઠ બ્લૉક સુંદર નકશીકામના દ્વારોથી શણગાય છે. પહેલા-બીજા દ્વારમાં ૧૬ વિદ્યાદેવીના, ત્રીજા દ્વારમાં શુભ શુકન, ચોથા દ્વારમાં ચાર શરણ, સાધન અને ચાર પ્રકારના દાનના; પાંચમા-છઠ્ઠા દ્વારમાં નવકાર-વજ પંજરની વિવિધ મુદ્રાના અને નવકાર પદોનાં પ્રતીકો, સાતમા દ્વારમાં આઠ પ્રાતિહાર્ય અને આઠમા દ્વારમાં અષ્ટમંગલનાં પ્રતીકો ઝીણવટભરી દૃષ્ટિએ જોતાં નજરે ચડે છે. આઠે બ્લોકમાં પહેલામાં હમણાં વહીવટી ઑફિસ છે, બીજામાં ગુરુગણ પ્રદર્શિત કરતું ભવ્ય ગુરુમંદિર - શ્રી ગૌતમ સ્વામીજી, પૂજ્ય શાસનસમ્રાટુ, પૂજ્ય શ્રી વિજ્ઞાનસૂરિજી મ.સા., પૂ. ધર્મરાજા ગુરુ દેવ પૂ. કસ્તૂરસૂરિજી મ. સા.ની ગઅતિમા તથા મા-ચક્રેશ્વરી ને માં પદ્માવતીની મૂર્તિઓથી દીપી ઊઠી છે. જ્યારે બાકીના બીજા બ્લોકમાં અતીત, અનાગત ને વર્તમાન ચોવીશીનો ખ્યાલ પણ આપવામાં આવ્યો છે. શાશ્વતા તીર્થકરોનાં પરિચય-ચિત્રોની સાથે ફ૩ શલાકા પુરુષ, ૪૫ આગમની પાંચ વાચના, અઢી દ્વીપ, ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ - પાંચમા-છઠ્ઠા આરાની તેમજ શ્રી વીરપાટ પરંપરાની સમજ આપતાં ચિત્રો મૂકવામાં આવ્યા છે. મહામંદિરનું હૃદયંગમ બહારનું ભવ્ય દર્શન સદેહે વિચરતા ભાવ જિનેશ્વર ભગવંતની લોકોત્તર પુણ્યાઈનો ખ્યાલ | સમવસરણ મંદિરના અંદરના વિભાગોનાં દર્શનથી પ્રભાવિત પુણ્યાત્મા ઉપર બિરાજમાન પ્રભુ શ્રીવીરને વંદન કરવા ઉત્કટ બની બહાર આવે છે. ત્યાં ત્યારે મુખ્ય દરવાજાની ઉપર તીર્થંકર પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકનાં કંડારેલ દેશ્યોને, નીકળતાં જમણી બાજુએ પથ્થરમાંથી બનાવેલ સાક્ષાત્ જેવી લાગતી ગાડામાં રહેલ ચી ઇન્દ્રધ્વજાને, વિશાળ ભીંતો ઉપર પથ્થરમાં કંડારેલ રાજા દશાર્ણભદ્ર અને ઇંદ્ર મહારાજાની પ્રભુવીરના ચરણોમાં આત્મસમર્પણ ભાવ પ્રકટ કરતા પટ્ટને જુએ છે. પ્રદક્ષિણાકારે આગળ વધતાં પાછળના ભાગમાં શ્રી નેમિનાથ પ્રભુ ને શ્રીકૃષ્ણ મહારાજા; શ્રી પાર્શ્વનાથજી, શ્રી આદિનાથજી પ્રભુ ને મરુદેવા માતાજીના પટ્ટને તેમજ શ્રી પ્રભુવીર પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા પ્રકટ કરતાં શ્રેણિક મહારાજાની ભક્તિનાં દશ્યોને તેમજ નાની નાની વાવડીઓને જોઈ પ્રસન્ન બને છે. જ્યારે યાત્રિકને પૂજા-ભક્તિ કરવા માટે જરૂરિયાતવાળું સાધન જોઈએ, એ માટે ડાબી બાજુએ રહેલ ભક્તિભવન તરફ નજર જાય છે. જ્યાં આધુનિક સોલાર મશીન દ્વારા યાત્રિક માટે ગરમ-ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા છે અને પ્રભુની પ્રક્ષાલપૂજા માટે જરૂરી પાણીનો સંચય સમવસરણની અંદર રહેલ ટાંકામાં તેમજ નવા તૈયાર થયેલ કુંડમાં થાય છે. યાત્રાળુની આ બધી વ્યવસ્થા જોઈ સમવસરણ ઉપર જવા માટે પગથિયાં ચઢતાં નાના-નાના પથ્થરનાં કુંભો, કાંગરા, સુંદર તોરણ-કમાનોવાળા ચારે તરફના બારે દરવાજા, પહેલા ગઢમાં પથ્થરમાં - કંડારેલ વિવિધ વાહનો, બીજા ગઢમાં વિભિન્ન પશુપક્ષીઓ, ત્રીજા ગઢમાં સાધુ-સાધ્વી-મનુષ્ય-સ્ત્રી-દેવ-દેવીઓની બારે પર્ષદાને નિહાળતો, તો ક્યારેક વિશિષ્ટ થાંભલીએ ટેકણ ઉપર ટેકો લેતો, ધીમે ધીમે ૧૦૮ પગથિયાં ચઢી ઉપર પહોંચે છે. જ્યાં સુંદર પવાસણ ઉપર શ્રી મહાવીર સ્વામીજીની સાત હાથની કાયાને લક્ષમાં રાખીને પદ્માસને બેઠેલ ૯૧// ઇંચની પ્રતિમા અષ્ટપ્રતિહાર્ય સહિત ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથી જ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી-પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫00 ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે / પ્રભાતે પરમાત્માના પૂજ કને અહીં અનુપમ આત્મિક આલાદ અવનવા અનુભવ સાથે થાય છે. - આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહીં, બબ્બે મહામંદિર છે જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, D શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ רררררר Page #241 -------------------------------------------------------------------------- ________________ www.labrary.org Page #242 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internation Page #243 -------------------------------------------------------------------------- ________________ U D A Page #244 -------------------------------------------------------------------------- ________________ શાર્ચ * જિનદત્તસૂરિ તસરિ હીરવિજય ઈદાસુંદરી 0 નર્મદા , ચક્ષા હારાજ * શેઠ જાવ , તરંગ, હરિભદ્રસૂરિ 9 હેમ માદેવી Aii . ચું, 0 ચંપા "s, તરંગવતી 9 યાકિ Saa * મહારાજા ક , સોનલ * ગંગા * સંપતિ મહ, છે, * અનુપમાદેવી. યાણિ ક્ષમાશ્રમણ , 0 પોઈ રોહિણિયા ,, અસંદરી વી. * લાછીદેવી હજયસૂરિ 7 ઉપાધ્યાય * મલય ડાજી કુમારપાળ , મહત્તરી દવાકરસૂરિ * દેવગિળ કલાવતી Sbus triajn. - મનો ઝ' દેવાનંદા 0 કલાવતી. , કોશા 0 શ્રીદો * સુભદ્રા સતી , | * વિક્રમાદિત્ય છે ગાય શ્રી યશોવિજયજી , સિદ્ધસેન દિવાકર, 1 અભયકુમાર તા દર્ય 15 જયંતી , - 6 રમા * પાહિણીમા જી શાસનસમ્રાટ . * મહામંત્રી અરુ ભગવાન મહાવીર ત્રિશલાનાd. અનાથીમુન છે સિહ ચંદનબાળા * દેવા ) 0 શેઠ મોતીશા તી * લક્ષ્મી માતા : બંસાલા શ્રાવિકાશ્રી શ્રાવકશ્રી સાધ્વીશ્રી સાધુશ્રી. શ્રી વિજયનેમિસૂરિ