________________
૮૪. સુલસt ભગવાન મહાવીર ચંપાનગરીમાં સમવસરણમાં દેશના આપતા હતા, ત્યારે રાજગૃહી નગરી તરફ જઈ રહેલા અંબડ પરિવ્રાજકને કહ્યું, “તમે રાજગૃહી જાઓ ત્યારે નાગસારથિની શીલવતી શ્રાવિકા સુલતાને મારા ધર્મલાભ કહેજો.”
અંબડ પરિવ્રાજકને થયું કે પ્રભુ મહાવીર જે શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવે, તે શ્રાવિકા ધર્મ અને વતથી કેવી સુશોભિત હશે ! અંબડ પરિવ્રાજકને સુલસાની ધર્મભાવનાની અગ્નિપરીક્ષા લેવાની ઇચ્છા થઈ, તેથી યતિનો વેશ લઈને સુલસા પાસે સચિત્તની માંગણી કરી, પરંતુ સુલસા સહેજે ચલાયમાન થઈ નહીં. એ પછી એણે બ્રહ્માનું રૂપ લીધું અને નગરીના પૂર્વ દ્વાર પર ચાર મુખ, રાજહંસ પર સવારી, અર્ધાગે સાવિત્રી - એમ સાક્ષાત્ બ્રહ્મા હોવાનો દેખાવ સર્યો. આ ચમત્કાર જોવા આખી નગરી ઊમટી, પરંતુ ધર્મનિષ્ઠ સુલસાની પ્રભુનિષ્ઠા સહેજે ચલિત થઈ નહીં. બીજે દિવસે એણે શંકરનું, ત્રીજે દિવસે શ્રી વિષ્ણુનું અને ચોથા દિવસે તીર્થંકરનું રૂપ લીધું. તીર્થંકરની ૬૪ ઇન્દ્રો સેવા કરતા હોય, આસપાસ અષ્ટ મહાપ્રતિહાર્ય હોય અને અનુપમ સમવસરણ રચાયું હોય, અને એમાં પચ્ચીસમા તીર્થંકર બિરાજમાન હોય, તેવું દૃશ્ય ઊભું કર્યું. અંબાને એમ હતું કે ગમે તેમ તોય તીર્થંકરનાં દર્શન કરવા તો સુલસા આવશે જ, પરંતુ સુલસા આવી નહિ. બીજી બાજુ રાજગૃહી નગરીનો જનસમૂહ આ પચ્ચીસમા તીર્થંકરનાં દર્શન માટે ઊમટ્યો. આખરે અંબડે કોઈની સાથે સુલસાને આવવા માટે નિમંત્રણ મોકલ્યું અને સાથે તાકીદ કરી કે સલસા તો તીર્થંકરની પરમ ઉપાસક છે અને એ ખુદ તીર્થંકરનાં દર્શને આવે નહીં, તે કેવું ગણાય ?
સુલતાએ નિમંત્રણ લાવનારને પ્રત્યુત્તર આપ્યો, “મહાનુભાવ ! આ પચ્ચીસમા તીર્થંકર નથી, બલ્ક કોઈ ધૂર્ત અને માયાવી માનવી તીર્થકર બની બેઠા છે. તીર્થંકર ભગવાન પધારે તેની જાણ તો વાયુ અને વનસ્પતિથી પણ સહુને થઈ જાય. આજે એવું કશું થતું નથી, બલ્ક એમને એમના આગમનની જાણ કરવી પડે છે.” | સુલસાની અડગ ધર્મશ્રદ્ધા જોઈને અંબડે એનાં જુદાં જુદાં રૂપ સમેટી લીધાં. સુલસાને ઘેર આવીને એણે કહ્યું, “તમે સાચે જ અત્યંત ભાગ્યશાળી છો. ચંપાનગરીમાં બિરાજતા ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં તમને મારા દ્વારા ધર્મલાભ કહેવડાવ્યા છે.” ' આ સાંભળી સુલતાના હૃદયમાં રોમાંચ અને આનંદ જાગ્યો. એની વાણી ભક્તિથી ગદ્ગદિત બની ગઈ. ભગવાન જે દિશામાં બિરાજમાન હતા તે દિશાને વંદન કરીને ભગવાનની સ્તુતિ કરવા લાગી. એની ભક્તિ અને શ્રદ્ધાથી અંબડ પરિવ્રાજક ખુશ થયો. | સુલસા ગુણવતી, શીલવતી અને શાંતિપ્રિય સ્વભાવની હતી. એને પુત્રયોગ નહીં હોવાથી એણે એના પતિને અન્ય કન્યા સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ એના પતિ નાગે કહ્યું, “મારા ભાગ્યમાં પુત્રયોગ હશે તો તે તારાથી જ.” એ પછી સુલસાએ તપશ્ચર્યા અને ધર્મઆરાધના શરૂ કરી. એની ભાવવિશુદ્ધિવાળી આરાધનાથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર દેવસભામાં એની પ્રશંસા કરતાં હરિર્ણગમેષીદેવે તેની કસોટી કરી. તેઓ સાધુનું રૂપ લઈને આવ્યા અને સુલસા પાસે લક્ષપાક તેલની માંગણી કરી. સુલસા લક્ષપાક તેલનો કુંભ લઈને આવી, પરંતુ દેવે અદૃશ્ય રીતે તેલનો કુંભ પાડી નાખતાં તેલ ઢોળાઈ ગયું. આ રીતે ચાર ઘડા લાવી અને બધા જ દેવે તોડી નાખ્યા. આમ છતાં સુલતાના ચહેરા પર ક્લેશની એક રેખા પણ જોવા ન મળી. સુલસાની સ્વસ્થતા, સંકલ્પશક્તિ અને જિનભક્તિ જોઈને દેવે એમને આશીર્વાદ આપ્યા અને સુલતાને બત્રીસ પુત્રો થયા.
| સુલતાએ પુત્રોને ધર્મ, કલા, નીતિ અને શાસ્ત્રમાં પારંગત કર્યા, પરંતુ રાજગૃહી નગરીના શ્રેણિક રાજાના પક્ષમાં રહીને ચેટક રાજા સામે લડતાં એના બત્રીસે પુત્રો યુદ્ધમાં હોમાઈ ગયા. સુલસા પારાવાર શોકમાં ડૂબી ગઈ. નગરજનો એમાં સહભાગી થવા આવ્યા. આ સમયે અભયકુમારે શોક કરવાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થતાં વિશેષ કર્મબંધ થાય છે એમ કહીને સુલસા અને નાગને શાંતિ આપી. આ સુલસાએ શ્રાવિકા તરીકે ઉત્તમ જીવન ગાળ્યું અને સમાધિમરણ પામીને દેવલોકમાં સિધાવી. આવી શ્રાવિકાનો આત્મા આવતી ચોવીસીમાં નિર્મમ નામના પંદરમા તીર્થંકર થશે. ધર્મશ્રદ્ધાની અપૂર્વ કસોટીઓ પાર કરનાર સુલતાના જીવનમાં જૈન ધર્મ પરની અડગ શ્રદ્ધા, આયંબિલ વતની કઠોર તપશ્ચર્યા, નિર્મળ સમક્તિ ભાવના, ઉદાત્ત સ્વભાવ અને સત્ત્વશીલ જીવન જોવા મળે છે.
ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી નવીનચંદ્ર અમૃતલાલ મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org