________________
૨૪. શ્રી હીરવિજયસૂરિ એક દિવસ શહેનશાહ અકબર ફતેહપુરસિદીના શાહી મહેલના ઝરૂખામાં બેસીને રાજમાર્ગ તરફ નજર કરતો હતો. એવામાં એણે એક મોટો વરઘોડો જોયો, જેમાં સુંદર વસ્ત્રો પરિધાન કરીને ચંપા નામની શ્રાવિકા બિરાજમાન હતી. બાદશાહે તપાસ કરતાં જાણ્યું કે આ શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આ ઉપવાસમાં માત્ર દિવસે જ ગરમ કરેલું (ઉકાળેલું) પાણી લીધું છે. બીજી કશી ચીજ મોમાં નાખી નથી. આ હકીકત જાણતાં મોગલ બાદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે શ્રાવિકાને પૂછવું, તો જાણ્યું કે આ તો ગુરુ હીરવિજયસૂરિ જેવા ધર્મગુરુઓની સુકૃપાનું ફળ છે.
અકબર બાદશાહને શ્રી હીરવિજયસૂરિનાં દર્શનની ઇચ્છા જાગી. એમણે અમદાવાદના સૂબેદાર શહાબુદ્દીન અહમદખાં પર આ અંગે ફરમાનપત્ર મોકલ્યો. સુબેદાર અને અન્ય જૈન શ્રાવકોએ શ્રી હીરવિજયસૂરિજીને ધર્મપ્રભાવના અને ધર્મોપદેશ અર્થે અકબર પાસે જવા વિનંતી કરી. | વિ. સં. ૧૯૩૮ના માગસર સુદ ૭ ને દિવસે ગંધાર બંદરેથી શ્રી હીરવિજયસૂરિએ પ્રયાણ કર્યું. રસ્તામાં આવતા સરોતર ગામમાં અર્જુન ઠાકોર નામના બહારવટિયાને ધર્મોપદેશ આપીને કુવ્યસનોનો ત્યાગ કરાવ્યો. વિ. સં. ૧૯૩૯ના જેઠ વદ ૧૩ને શુક્રવારે શ્રી હીરવિજયસૂરિજી ફતેહપુર પહોંચ્યા. શહેનશાહ અકબરે સૂરિજીને આવતા જોઈને સિંહાસનેથી ઊતરીને સામે ચાલીને પ્રણામ કર્યા. શેખ સલીમ, મુરાદ અને ધનિયાલ - એ અકબરના ત્રણે રાજકુમારોએ પણ નમસ્કાર કર્યા. આ સમયે ફતેહપુરસિદીના શાહી મહેલમાં કીમતી ગાલીચા બિછાવેલા હતા. સૂરિજીએ તેના પર ચાલવાની ના પાડી. અકબરને આશ્ચર્ય થયું. હીરવિજયસૂરિએ કહ્યું કે વસ્ત્રથી ઢાંકેલી જમીન પર પગ મૂકવાનો જૈન મુનિઓ માટે નિષેધ છે, કારણ કે કદાચ એની નીચે કીડી કે કોઈ જીવજંતુ હોય તો તે કચડાઈ જાય, અકબરે ગાલીચો ઉપડાવ્યો તો નીચે સેંકડો કીડી-મંકોડા હતાં. બાદશાહે જાણ્યું કે સૂરિજી આટલી મોટી વયે પાદવિહાર કરીને આવ્યા છે, તેથી વિશેષ આશ્ચર્ય થયું.
અકબરે પોતાની કુંડળી અને ભવિષ્ય વિશે પૂછ્યું ત્યારે સૂરિજીએ કહ્યું, “આવો ફળાદેશ ગૃહસ્થો આપે, એમને આજીવિકા રળવાની હોય છે. અમે તો માત્ર મોક્ષમાર્ગના જ્ઞાનની અભિલાષા રાખીએ છીએ.” આ પ્રસંગે અકબરે ઉપકારનો ભાર હળવો કરવા સોનુ-ચાંદી સ્વીકારવાની વાત કરી, ત્યારે મુનિ મહારાજે કહ્યું, કે તેઓ આવું કશું સ્વીકારી શકે નહીં. એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો. શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો. વળી ગુજરાત, માળવા, અજમેર, દિલ્લી-ફતેહપુર, લાહોર અને મુલતાન સુધીના પોતાના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યાં. એ જ રીતે ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરિયાજી, આબુ, રાજગૃહી અને સમેતશિખરજી જેવાં તીર્થોમાં આસપાસ કોઈએ જીવહિંસા કરવી નહિ એવું ફરમાન કર્યું. વિ. સં. ૧૯૪૦માં શ્રી હીરવિજયસૂરિને જગદ્ગુરુની પદવી આપી. એ સમયે આગ્રા, ગ્વાલિયર, અન્ય સ્થાનોમાં વિહાર કરીને શ્રી હીરવિજયસૂરિએ જૈન ધર્મની ખૂબ પ્રભાવના કરી. હજારો હિંદુઓ અને મુસલમાનોએ માંસાહાર અને મદિરાનો ત્યાગ કર્યો.
વિ. સં. ૧૫૮૩માં ઓશવાળ પરિવારમાં જ પાલનપુરમાં જન્મેલા હીરવિજયસૂરિ વિ. સં. ૧૯૧૦માં આચાર્ય બન્યા. એમણે શહેનશાહ અકબરને પ્રતિબોધ આપ્યા બાદ સાઠ વર્ષની ઉંમરે વિહાર કર્યો. એ સમયે શ્રી શત્રુંજય મહાતીર્થમાં દરેક યાત્રાળુ પાસે મુંડકાવેરો લેવાતો હતો. ક્યારેક એક-એક સોનામહોર આપવા છતાં યાત્રાળુને એમની ભાવના પ્રમાણે યાત્રા કરવા દેવામાં આવતી નહોતી. આવો મુંડકાવેરો માફ કરવાનું સૂરિજીના સૂચનથી શહેનશાહ અકબરે ફરમાન કર્યું. સૌરાષ્ટ્રના ઊના ગામમાં વિ. સં. ૧૬૫રના ભાદરવા વદ ૧૧ના દિવસે આચાર્યશ્રી સ્વર્ગવાસ પામ્યા. આ સ્થળે એમના અગ્નિસંસ્કાર માટે અકબરે એકસો વીઘા જમીન આપી હતી.
ધર્મસ્નેહસૌજન્ય સુરતમાં થયેલા સામુદાયિક 800 વરસીતપની સ્મૃતિમાં આ. શ્રી વિજય અશોશ્ચંદ્ર સૂરિ મ.ની પ્રેરણાથી; ચંદ્રકળાબહેન પ્રેમચંદભાઈ જીવનચંદ મલજી પરિવાર, સૂરતવાળા તથા સા. શ્રી શુભોદયાશ્રીના ઉપદેશથી ઝવેરી ગ્રુપ, મુંબઈ. હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org