________________
૭૧. પંચાખ્ય ભારવાહક રાજમાં વસતા ભારવાહક પાંચસો મજૂરોમાં પંચાખ્ય ભારવાહક મજૂરોની ટુકડીનો મુખ્ય મજૂર અને સૌથી બળવાન
છે, એકસાથે અનાજ ભરેલા પાંચ ઘડા (કળશી) માથે ઊંચકી શકતો હતો. પોતાના રાજ્યમાં આવી અસાધારણ તાકાત ધરાવતા મજબૂત ભારવાહક વસે છે, તે જોઈને રાજા એના પર પ્રસન્ન થયો. શક્તિશાળી પંચાખ ભારવાહકને રાજાએ એવું વચન આપ્યું કે, “જ્યારે તું તારા પાંચસો મજૂરો સાથે ભાર વહન કરીને રસ્તા પર જતો હોઈશ ત્યારે સામેથી સૈન્ય, હાથી, અશ્વ, રથ કે ગાડાં કશું પણ આવતું હોય તો તારે સહેજે બાજુએ ખસવું નહી'. આઘાપાછા થવું નહી', અરે ! ખુદ હું આવતો હોઉ તો પણ તું નક્કી કરેલા માર્ગ પર જે રીતે ચાલતો હોય તે રીતે જ ચાલજે. તારા જેવા ભારવાહક માટે મને આદર છે. વળી જ્યારે તારે મારો ભય રાખવાનો નથી, તો પછી સામેથી સૈન્ય આવતું હોય કે સેનાપતિ હોય, તારે સહેજે ભયભીત થવાનું નહીં. તારે તો તારી રીતે જ નિશ્ચિત બનીને ચાલવાનું.”
પંચાખ્ય ભારવાહકે રાજાના હુકમનો આદરપૂર્વક સ્વીકાર કર્યો. રાજાએ એમ પણ કહ્યું, “જો કોઈ પણ મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તો હું એને સખતમાં સખત શિક્ષા કરીશ.”
- રાજાની આજ્ઞા હોવાથી પંચાખ્ય ભારવાહક નચિંત મનથી રસ્તા પર ચાલતો હતો. એટલી જ નિશ્ચિતતાથી એની પાછળ પાંચસો મજૂરો ચાલતા હતા. એને સામેથી ચાલતો જોઈને સહુ કોઈ બાજુએ ખસી જઈને રસ્તો કરી આપતા હતા. વળી રાજાની આજ્ઞા હોવાથી અને પ્રજાને આદર હોવાથી આવું કરવાને લીધે કોઈના મનમાં સહેજે ગ્લાનિ થતી નહોતી.
એક વાર પંચાખ્ય ભારવાહક પોતાના પાંચસો મજૂરો સાથે નગરમાં પ્રવેશ કરતો હતો. પંચાખ્યએ માથા પર અનાજ ભરેલાં પાંચ બેડાં રાખ્યાં હતાં. એણે જોયું તો સામેથી સાધુ-મહારાજો માર્ગ પર ચાલ્યા આવતા હતા. | તપસ્વી સાધુઓને જોતાં પંચાખ્યએ વિચાર કર્યો કે મારા માથા પર તો પાંચ કળશી અનાજનો ઘણો મોટો ભાર છે, પરંતુ આ મુનિરાજોની તુલનામાં એ ભાર કશી વિસાતમાં ન ગણાય. મારો ભાર તો નરી આંખે જોઈ શકાય તેવો કિંતુ સીમિત છે. જ્યારે નરી આંખે ન દેખાય તેવો પાંચ મહાવ્રતરૂપી મહાન ભાર ધારણ કરનારા આ મુનિરાજોને તો ધન્ય છે. એમના અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એવા પાંચ મહાવ્રતરૂપી ભારની આગળ મારો બોજ, મારી શક્તિ કે મારું સામર્થ્ય સાવ સામાન્ય ગણાય. આવું વિચારતો પંચાખ્ય મુનિરાજોને માર્ગ આપવા માટે બાજુએ ખસી ગયો. એની પાછળ અનાજના ઘડા લઈને ચાલતા પાંચસો મજુરોને પણ ખસવું પડ્યું, આથી કેટલાક ભારવાહકોએ અકળાઈને પંચાખ્યને કહ્યું,
આ રીતે આઘા ખસીને તમે સામે ચાલીને આફત વહોરી છે. રાજાની આજ્ઞાનું તમે છડેચોક ઉલ્લંઘન કર્યું.” કેટલાક ભારવાહકોએ રાજાને વાત કરી ત્યારે રાજાએ પંચાખ્યને આજ્ઞાની અવજ્ઞા કરવાનું કારણ પૂછયું. પંચાખ્ય ભારવાહકે કહ્યું, “હે રાજા ! મારા કરતા આ મુનિરાજો અધિક ભાર વહન કરતાં હોવાથી ઓછા ભારવાળા મેં એમને માર્ગ આપ્યો હતો.”
આશ્ચર્ય પામેલા રાજાએ પૂછવું, “અરે ! આ મુનિરાજો ક્યાં તારા જેવો માથે ભાર વહન કરે છે ?”
પંચાખ્ય ભારવાહકે કહ્યું, “આ મુનિરાજો મેરુપર્વત કરતાં અધિક ભારવાળા પાંચ મહાવ્રતોનું સતત વહન કરે છે અને તેમાં એક પળનો પણ પ્રમાદ કરતા નથી. જ્યારે હું તો બહારનો ભાર ઉપાડું છું. અનેક જીવોનું ઉપમર્દન કરીને અનેક ભવોમાં પણ છૂટી ન શકે તેવાં પાપની વૃદ્ધિ કરું છું. હે રાજન ! એક સમયે મેં પણ દીક્ષા અંગીકાર કરી હતી, પરંતુ પાંચ મહાવ્રતોનો ભાર વહન કરવામાં અશક્ત પુરવાર થયો. પરિણામે દીક્ષા છોડીને આવ્યંતર ભાર ઉપાડી નહી શકનાર હું, પાંચ કળશીનો ભાર ઉપાડું છું. વધુ બોજ ઉપાડનારને માર્ગ આપવો તે યોગ્ય જ ગણાય.” | પંચાખ્યની વાત પરથી જૈન મુનિઓની મહત્તાનો અનુભવ કરનાર રાજા એ પછી વિનયપૂર્વક નિરંતર મુનિરાજો પાસે ધર્મકથાનું શ્રવણ કરવા લાગ્યો.
ધર્મસ્નેહસોજન્ય પ. પૂ. પંન્યાસ શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી શ્રી અમૃતલાલ (ચીમનલાલ) હંસરાજભાઈ દોશી પરિવાર, અમદાવાદ
Jain Education Internal
www.jainelibrary.org