________________
૯. શ્રી કાલકાચાર્ય
અહિંસા વીરની હોય, કાયરની નહીં. સિંહની અહિંસા એ અહિંસા કહેવાય. ભયથી ભાગી જતા બીકણ અને ડરપોક સસલાની સ્થિતિ-ગતિ એ અહિંસા ન કહેવાય. જિનશાસનના ઇતિહાસમાં શાસ્ત્રોના પારગામી અને ક્રાંતિકારી આચાર્ય શ્રી કાલકસૂરિ(દ્વિતીય)ના જીવનમાં એક વાત પદે પદે દેખાય છે અને તે છે કર્તવ્યપાલન માટેનો તેમનો સતત આગ્રહ, ન્યાય, સચ્ચાઈ અને કર્તવ્યની વેદી પર બલિદાન આપવાનું એમને માટે સરળ હતું. પરંતુ મૂંગે મોંએ અન્યાય સહીને કર્તવ્યની ઉપેક્ષા કરવી, એમને માટે અશક્ય હતી. એમના હૃદયમાંથી જ્યારે જ્યારે કર્તવ્યના પોકારનો પ્રચંડ પડઘો જાગ્યો, ત્યારે કોઈનીય સહાયની આશા કે અપેક્ષા રાખ્યા વિના એકલવીરની માફક તેઓ ધ્યેયસિદ્ધિ માટે ઝઝૂમતા રહ્યા.
આચાર્યશ્રી કાલકસૂરિનો જન્મ ધારાવાસ નગરના રાજા વીરસિંહને ત્યાં થયો હતો. એમની માતાનું નામ સુરસુંદરી અને બહેનનું નામ સરસ્વતી હતું. સરસ્વતી નામ પ્રમાણે વિદ્યાના સાગર સમી સાક્ષાત્ સરસ્વતી તો હતી જ, સાથોસાથ રૂપરૂ પનો અંબાર હતી. અપાર હેત ધરાવતાં ભાઈબહેન એકવાર ઘોડા પર બેસીને નગર બહાર ગયાં, ત્યારે બંનેએ આચાર્ય ગુણાકરની ધર્મદેશના સાંભળી. આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળતાં જ ભાઈ-બહેનને હૃદયમાં વૈરાગ્યભાવ ઊછળવા લાગ્યો. માતા-પિતાની સંમતિ લઈને એમણે દીક્ષા લીધી. સમય જતાં આચાર્ય બનેલા કાલક મુનિ ઉજ્જયિની નગરીની બહાર એક ઉદ્યાનમાં આવ્યા હતા. એમની પૂર્વજીવનની બહેન સાધ્વી સરસ્વતી એમના દર્શનાર્થે ઉજ્જયિની નગરીમાં આવ્યાં. ઉજ્જયિની નગરીના કામાંધ રાજવી ગર્દભિલ્લે સરસ્વતીના અનુપમ રૂપ-સૌંદર્યને કારણે એમનું અપહરણ કરાવ્યું.
હે ભાઈ ! બચાવો !” એમ કહી સહોદર આચાર્ય કાલકનું સ્મરણ કરતી સરસ્વતીને રાજા ઉપાડી ગયા. એ પછી રાજાને સમજાવવા શ્રીસંઘ, નગરના બુદ્ધિમાનો અને પડોશી રાજાઓ ગયા, પણ કોઈની વાત રાજાએ કાને ધરી નહીં. અંતે આચાર્ય કાલક એકલવીરની જેમ ગર્દભિલ્લ જેવા માંત્રિક-તાંત્રિક અને શક્તિના પંજ જેવા રાજવીની સામે થયા. ન કોઈ સાથી, ન કોઈ સંગી ! પોતાના પારકા બન્યા અને ધર્મપાલકોને ધર્મની ખેવના નહીં. આચાર્ય કાલક ગામ બહાર જઈ અવ્યક્તલિંગી બન્યા. તેઓ પંજાબ થઈ હિંદ બહાર ઈરાનમાં ગયા. ઈરાનના ૯૬ જેટલા શક સામંતો સહિત આચાર્ય કાલકે વિશાળ શક સૈન્ય સાથે પ્રયાણ કર્યું.
રાજા ગર્દભિલ્લે માર્ગમાં અનેક પ્રકારનાં વિન્નો નાંખ્યાં, પરંતુ આચાર્ય કાલકે એના સઘળા દાવપેચ નિષ્ફળ કર્યા. ગર્દભિલ્લ રાજા ગર્દભી વિદ્યાના અભિમાનથી ગર્વ ધારણ કરીને બેઠો હતો. આ વિદ્યાથી ગર્દભીના મુખમાંથી જે પ્રચંડ આ નીકળતો, તેનો શબ્દ જ્યાં જ્યાં સંભળાતો, ત્યાં બધા મૃત્યુ પામતા હતા. યુદ્ધમેદાનમાં આચાર્ય કાલકે લક્ષ્યવેધી અજોડ ધનુર્ધરોની એક હરોળ આગળ રાખી. મંત્રિત ગર્દભીનું મુખ ખૂલતાં જ ધનુર્ધરોએ સેંકડો બાણથી એ મુખ ભરી દીધું. ગર્દભીનો નાદ પ્રગટ્યો નહીં અને અંતે ગર્દભિલ્લ રાજાનો પરાજય થયો. રાજમહેલમાં કેદ થયેલી સરસ્વતીને મુક્ત કરી પુન: સાધ્વીપદે સ્થાપી. આ રીતે આર્ય કાલક ઇતિહાસમાં સદ્ધર્મના પ્રવર્તક તરીકે અમર નામના પામ્યા. શ્રી કાલકાચાર્યનો શિષ્યસંઘ વિશાળ હતો, પરંતુ શિષ્યમંડળ પર એમને કોઈ આસક્તિ નહોતી. ક્યારેક એવું પણ વિચારતા કે અવિનીત શિષ્યો સાથે રહેવાથી કર્મબંધન વધુ થશે. આને કારણે શ્રી કાલકાચાર્ય એકાકી વિહાર કરતા હતા. એમનામાં આવી નિર્લેપતા હતી. તેઓ ઈરાનમાં ગયા ત્યારે ત્યાંના રાજાઓને પોતાના વિદ્યાબળથી પ્રભાવિત કર્યા હતા અને એમને સૌરાષ્ટ્રમાં લાવ્યા હતા.
આર્ય કાલકનું જીવન એટલે આતતાયી ગર્દભિલ્લ જેવા દુષ્ટ રાજાના જુલમમાંથી પ્રજાને મુક્તિ આપનાર મહાપુરુષનું જીવન, જૈન ધર્મ એ ક્ષત્રિયોનો ધર્મ છે, વીરનો ધર્મ છે. એ સત્ય, ન્યાય, કર્તવ્ય સાથે બાંધછોડ કે માંડવાળ કરનારનો ધર્મ નથી. જ્યારે જ્યારે ભગિનીપ્રેમનું સ્મરણ થશે, જ્યારે જ્યારે ન્યાય કાજે પ્રચંડ જેહાદ જાગશે ત્યારે આચાર્ય કાલકનું સદાય પુણ્ય સ્મરણ થશે.
ધર્મસ્નેહસૌજન્ય મહુવામાં શ્રી શાસનસમ્રાટ સંયમ શતાબ્દી વર્ષે પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ મ.ની નિશ્રામાં થયેલ અંજનશલાકા-પ્રતિષ્ઠાની સ્મૃતિમાં, મહુવાનિવાસી શ્રીમતી નેમકુંવરબહેન દલીચંદ માણેકચંદ ધાણાદાળવાળા, હ. મહેન્દ્રભાઈ, અ. સો. હંસાગૌરી, વિજય, નિમેશ, નિખિલ, અલકા
Jain Education International
tional
For Private & Personal use only
www.jainelibrary.org