________________
FAC)
૧૯. શ્રી સૂરાચાર્ય શ્રી સુરાચાર્યની વિદ્વત્તા અગાધ હતી તો એમની કવિતા સર્જાતી કલ્પનાશક્તિ અનુપમ હતી. તેઓ શિષ્યોને સ્વાધ્યાય કરાવતા ત્યારે અભ્યાસની બાબતમાં સહેજે કચાશ રાખતા નહીં. ભણાવતી વખતે જો શિષ્યોને પાઠ બરાબર આવડે નહીં તો પોતાના ઓઘાની દાંડીથી એમને ફટકારતા હતા. લાકડાની આ દાંડી વારંવાર મારવાથી તૂટી જતી હતી, તેથી એમણે લોખંડની દાંડી રાખવાનું વિચાર્યું. તેઓના ગુરુને આની જાણ થઈ ત્યારે ગુરુએ એમને વાર્યા અને ઠપકો આપતાં કહ્યું, “જો જ્ઞાનનો આટલો બધો ગર્વ હોય તો રાજા ભોજની એકએકથી ચડિયાતા વિદ્વાનોની સભામાં જઈને વિજય મેળવી આવો. ત્યાં જઈને જિનશાસનનો વિજયધ્વજ લહેરાવો તો ખરા. બાકી આ રીતે લોહદંડ એ તો યમરાજનું હથિયાર કહેવાય. ભયનું પ્રતીક છે. અભયના આરાધક સાધુને એ શોભે નહીં.”
ગુરુનાં વચનોએ સૂરાચાર્યની કઠોરતા અળગી કરી. યોગાનુયોગ એવું બન્યું કે એ દિવસોમાં માળવાના રાજા ભોજે ગુર્જરપતિ ભીમદેવની સભામાં વિદ્વત્તા અને સંસ્કારિતાની કસોટી કરે તેવી, શ્લોક રૂપે એક માર્મિક સમસ્યા મોકલી હતી. રાજાએ ઊંડો વિચાર કર્યો. સોલંકી રાજવી ભીમદેવે રાજના વિદ્વાન પંડિતોને માળવાના પડકારની વાત કરી. રાજમંત્રી
રાજના વિદ્વાન પંડિતોને માળવાના પડકારની વાત કરી. રાજમંત્રીઓ અને અન્ય પંડિતોએ એમ કહ્યું કે આ કામ તો માત્ર સુરાચાર્ય જ કરી શકે. રાજાએ આદરપૂર્વક સુરાચાર્યને રાજસભામાં બોલાવ્યા અને એમને રાજા ભોજે મોકલેલા શ્લોકના ઉત્તરની વાત કરી.
હમણાં જ ઉચ્ચારાયેલાં ગુરુવચનો સૂરાચાર્યના કાનમાં ગુંજતાં હતાં. સુરાચાર્યે આવતાંની સાથે જ રાજા ભોજની સમસ્યાનો ઉકેલ બતાવતા કાવ્યસંદેશાનું સર્જન કર્યું. એમની વિદ્વત્તા અને સર્જકતા જોઈને આખી સભા ડોલી ઊઠી. રાજા ભોજની સભામાં આ કાવ્યસંદેશો કહેવામાં આવ્યો, ત્યારે આખીયે સભા દંગ થઈ ગઈ. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ગુજરાતમાં આવી અનુપમ કાવ્યશક્તિ ધરાવનાર કોઈ સર્જક સાધુ હોય ! એ પછી તો ગુજરાત અને માળવા વચ્ચે કાવ્યરચનાઓનું આદાનપ્રદાન થતું ગયું અને બંને પ્રદેશોમાં કાવ્યરસની છોળો ઊડવા લાગી. - ચૈત્યમાં ધર્મનૃત્ય-નાટિકાથી થાકેલી નર્તકી વારંવાર થાંભલાની આડમાં જઈને પોતાના તાલથી જ પરસેવો લૂછતી હતી. આવા પ્રસંગ પર રાજા ભોજે કાવ્યરચના કરી. એનો પ્રતિ શ્લોક રચનાર સુરાચાર્યની સર્ગશક્તિ પર રાજા ભોજ પ્રસન્ન થયા. માળવામાં આવ્યા બાદ સુરાચાર્યે પોતાની પ્રતિભાથી રાજા ભોજની વિદ્વટ્સભાને ચકિત કરી દીધી. આ સમયે પંડિતોએ એક નાના બાળકને પોપટની જેમ પઢાવીને શાસ્ત્રાર્થ કરવા બેસાડ્યો. મહાવિદ્વાન સુરાચાર્ય સમજી ગયા કે આ બાળક વિદ્વાન નથી, પરંતુ ભોજના દરબારના પંડિતોએ એમની સાથે યુક્તિ કરી છે. વિદ્વત્તાના સાગર શ્રી સુરાચાર્ય એમ કંઈ પાછા પડે ખરા ? એમણે બાળકને લાડકોડથી રમાડવા માંડ્યો. કાલીઘેલી ભાષામાં એની સાથે વાત કરવા લાગ્યા. આ સમયે પોપટની જેમ રટણ કરી જાણતા બાળકની સુરાચાર્યે ભૂલ બતાવી, તો એ બાળક સહજપણે બોલી ઊઠડ્યો, હું તો મારી પાટીમાં લખેલું બોલું છું. મને જેવું ગોખાવવામાં આવ્યું છે તે જ બોલું છું.”
| આમ પંડિતોની પોલ ઉઘાડી પડી ગઈ. આખરે ભોજના દરબારના પંડિતો શ્રી સૂરાચાર્ય સાથે વાદવિવાદમાં ઊતર્યા, પરંતુ સુરાચાર્યે સહુને પરાભવ આપ્યો. આથી કોષે ભરાયેલા પંડિતોએ સુરાચાર્ય પર હુમલો કરવા વિચાર કર્યો, પરંતુ મહાકવિ ધનપાળની મદદથી સુરાચાર્ય માળવામાંથી વિહાર કરીને ગુજરાતમાં આવી પહોંચ્યા. માળવાની રાજસભામાં સુરાચાર્યની વિદ્વત્તાએ ડંકો વગાડ્યો. આચાર્ય શ્રી સૂરાચાર્ય સોલંકી સમયની રાજધાની પાટણમાં પહોંચ્યા, ત્યારે પાટણના રાજવી ભીમદેવ અને નગરજનોએ એમનું ભવ્ય સન્માન કર્યું.
એમણે ભગવાન ઋષભદેવ અને ભગવાન નેમિનાથ એ બંનેના ચરિત્રરૂપ કાવ્યગ્રંથ રચ્યો હતો. વિ. સં. ૧૦૯૦માં એમણે ગદ્ય-પદ્યમાં નેમિચરિત્ર મહાકાવ્યની રચના કરી. શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર એમ ત્રણે શાસ્ત્રોમાં શ્રી સૂરાચાર્યની વિદ્વત્તા સમાનરૂપે પ્રગટ થઈ.
ધર્મસ્નેહસૌજન્ય લીંબડી(હાલ અંધેરી, મુંબઈ)નિવાસી રમણિકલાલ પુંજાભાઈ પરીખના શ્રેયાર્થે; હ. વિમળાબહેન રમણિકલાલ, પુત્ર અતુલ, નીતિન, પુત્રવધુ અંજના, સુધા, પૌત્ર મૌલિક, મોનીલ, પૌત્રી જીજ્ઞા, વૈશાલી, પુત્રી કલ્પના
પ્રફુલ્લભાઈ, વર્ષા શૈલેષભાઈ પરિવાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org