________________
૧૦૬. જયંતી ભગવાન મહાવીરના સમયનું એક તેજસ્વી નારીરત્ન એટલે શ્રાવિકા જયંતી. કૌશાંબીના સહસાનિક રાજાની પુત્રી, શતાનિક રાજાની બહેન અને ભગવાન મહાવીરના પરમ ભક્ત રાજા ઉદયનની ફોઈ હતી. જૈન ધર્મ પ્રત્યે એને અગાધ શ્રદ્ધા હતી. ભગવાન મહાવીરના સિદ્ધાંતો જાણતી હતી અને જીવ-અજીવ વિશેના તત્ત્વજ્ઞાનને ઊંડાણથી સમજતી હતી. જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી જયણાપુર્વક ધર્મઆરાધના કરતી હતી. સાધુ-સાધ્વીઓની અપાર શ્રદ્ધા સાથે વૈયાવચ્ચ કરતી હતી. તત્ત્વજ્ઞાનની ઊંડી રુચિ, પ્રભાવશાળી વક્તત્વ અને ધર્મલીન વ્યક્તિત્વ ધરાવતી શ્રાવિકા જયંતી ભગવાન મહાવીરના સમયની ઉત્તમ શ્રમણોપાસિકા હતી.
તીર્થકર ભગવાન મહાવીર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ત્રીજા વર્ષે કૌશાંબીના ચંદ્રાવતરણ ચૈત્યમાં પધાર્યા હતા. આની જાણ થતાં જ આખું નગર એમનો ઉપદેશ સાંભળવા આવ્યું. ભગવાન મહાવીરે આ લોક અને પરલોક માટે કલ્યાણકારી ઉપદેશ આપ્યો. જયંતી શ્રાવિકા પણ મહારાણી મૃગાવતીની સાથે રથમાં બેસીને પ્રભુની દેશના સાંભળવા આવી હતી. પ્રભુની વાણી વિકસિત નયને અને પ્રસન્નચિત્તે સાંભળતી હતી. પ્રભુની દેશના પૂર્ણ થયા બાદ જયંતી શ્રાવિકા પ્રભુ મહાવીરને બે હાથ જોડીને મસ્તક નમાવી, વંદન કરી, વિનયપૂર્વક પોતાની જિજ્ઞાસા વિવિધ પ્રશ્નોરૂપે પ્રગટ કરવા લાગી. પ્રભુએ પોતાની સરળ, સુગમ શૈલીમાં જયંતીના પ્રશ્નોનો જવાબ આપ્યો. અહંદુ ધર્મનું તત્ત્વ અને એનાં દાર્શનિક પાસાંઓ જયંતીને સમજાવ્યાં. જયંતીના આ પ્રશ્નો એ દર્શાવે છે કે જ્ઞાનપ્રાપ્તિ માટે દેશ, કાળ કે સ્થિતિ અવરોધરૂપ બની શકતી નથી. વળી ભગવાન મહાવીરના સમયમાં પણ નારીસમાજ ધર્મતત્ત્વ પ્રત્યે કેટલો જાગ્રત હતો અને વિશિષ્ટ જ્ઞાન ધરાવનારા ધર્મગુરુ પાસે જઈને નિઃસંકોચ રીતે પોતાની શંકાઓનું સમાધાન કરતો હતો તે જયંતીના પ્રશ્નોમાં પ્રગટ થાય છે. જયંતી - “ભગવાન ! જીવ જલદીથી ભારે કર્મી કેવી રીતે થાય છે ?' ભગવાન મહાવીર - ‘હિંસા, જૂઠ, ચોરી, અનાચાર, સંગ્રહવૃત્તિ વગેરે અઢાર પાપસ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે અને
જીવનું ભ્રમણ વધે છે.” જયંતી - ‘ભગવદ્ ! જીવોનું દક્ષ હોવું સારું કે આળસુ હોવું સારું ?” ભગવાન મહાવીર – ‘કેટલાક જીવોનું ઉદ્યમી થવું તે સારું છે અને કેટલાક જીવોનું આળસુ હોવું તે સારું છે.” જયંતી – ‘ક્ષમાશ્રમણ ! એ કેવી રીતે ?” ભગવાન મહાવીર - “જે જીવ અધાર્મિક છે અને અધર્મ અનુસાર વિચરણ કરે છે એનું આળસુ હોવું સારું છે. જે જીવ ધર્માચરણ
કરે છે તેનું ઉદ્યમી હોવું સારું છે, કેમ કે ધર્મપરાયણ જીવ સાવધાન હોય છે અને તે આચાર્ય, ઉપાધ્યાય,
તપસ્વી, સંઘ અને સાધર્મિકની વૈયાવૃત્ય કરે છે.' જયંતી - ‘ભંતે ! જીવ સૂતેલો સારો કે જાગેલો ?' ભગવાન મહાવીર - ‘કેટલાક જીવોનું સુવાનું સારું છે અને કેટલાક જીવોનું જાગવાનું સારું છે. અધર્માચરણ કરનારા અને
અધર્મથી જીવનનિર્વાહ કરનારા જીવો ઊંધે છે ત્યાં સુધી એ હિંસાથી બચે છે અને બીજા જીવો એમના ત્રાસથી બચે છે. એનું ઊંધવું એના માટે અને અન્યને માટે સારું છે. જે જીવો દયાળુ, સત્યવાદી, સુશીલ અને અસંગ્રહી છે તેવા જીવો જાગે તેમાં તેમની જાતનું અને જગતનું કલ્યાણ છે. ક્રૂર જીવ સૂવે તે સારું
અને પરોપકારી જાગે તે સારું.' પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવીને હર્ષ પામેલી જયંતીએ ભગવાન પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. અગિયાર અંગ સુધીનો અભ્યાસ કરી અંતે ખૂબ તપ કરીને મોક્ષ પામી.
- ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં મુક્તાબહેન પ્રભાશંકર મહેતાના પાલિતાણા ચાતુર્માસ નિમિત્તે પુત્ર બિપીનભાઈ, પુત્રવધૂ એ. સૌ. વનિતાબહેન, પૌત્ર જય, હેતલ
Lain Education International
& Feral Lise Only
www.atelibrary.org