________________
- ૩૯. સાધ્વી સુકુમાલિકા
રાજકુમારી સુફમાલિકા અત્યંત રૂપવાન હતી. એના બંને ભાઈઓએ જૈનાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. ભાઈઓના ચહેરા પર સાધુતાનું તેજ ચમકતું હતું. રાજકુમારીને પણ એ પંથે પ્રયાણ કરવાનું મન થયું. સંયમનો પંથ કેવો મહાન ! કર્મનાં બંધન તૂટે અને મુક્તિનો માર્ગ સાંપડે, પોતાના બંને ભાઈઓની ધર્મભાવનાનો પ્રતિઘોષ બહેનના અંતરમાં જાગ્યો. રાજ કુમારી +કુમાલિકા રાજમહેલનાં સુખ છોડીને ત્યાગના પંથે નીકળી. એના હૃદયમાં ધર્મભાવનાઓનો સાગર લહેરાતો હતો
રાજકુમારી સુકુમાલિકા સાધ્વી સુકુમાલિકા બની, પરંતુ સાધ્વીના ધવલ વેશમાં પણ એનું રૂ૫ ઢાંક્યું રહેતું નહોતું. એના અનુપમ સૌંદર્યને કારણે કામી પુરુષોની નજર એના પર પડતી હતી. સાધ્વી સુકુમાલિકાએ વિચાર્યું કે દુનિયા આખી બાહ્ય રૂ૫ પાછળ ઘેલી બનેલી છે. એનું આ રૂપ કોઈ વ્યક્તિમાં કામના જગાડે છે, તો કોઈ વ્યક્તિમાં વાસના બહેકાવે છે.
પોતાના બાહ્ય સૌંદર્યને તપ અને ત્યાગથી આંતરિક સૌંદર્યમાં પલટાવી નાખવાનો વિચાર કર્યો. તપને કારણે બાહ્ય રૂ૫ કરમાય, પરંતુ અંદરનું રૂપ સોળે કળાએ ખીલી ઊઠે. તપ એ તો આધ્યાત્મિક જીવનની વસંત છે. એવી વસંત કે જ્યાં એ પછી ક્યારેય પાનખર આવતી નથી. સાધ્વી સુકુમાલિકા અનશન કરીને ઉગ્ર તપ કરવા માંડી. એના બંને મુનિબંધુઓ ઘોર તપશ્ચર્યા કરતી પોતાની ભગિનીની રક્ષા માટે ચોકી કરવા લાગ્યા.
સાધ્વી સકમાલિકાની અનશનયુક્ત તપોયાત્રા અવિરતપણે ચાલવા લાગી. બંને ભાઈઓ એવી સંભાળ રાખે કે જેથી સાધ્વીના તપમાં સહેજે અવરોધ ન આવે. કોઈ મલિન વૃત્તિવાળો માનવી પજવે નહીં. સિંહ-વાઘ કે હિંસક પશુઓ કનડગત કરે નહીં. નિર્વિઘ્ન ચાલતી આ તમયાત્રામાં ઉત્કૃષ્ટતા આવી અને સાધ્વી સુકુમાલિકા તપને કારણે ધરતી પર ઢળી પડ્યાં. બંને ભાઈઓને લાગ્યું કે પોતાની ભગિની મૃત્યુ પામી છે, આથી તેઓ એના શરીરને વનમાં મૂકીને નગરમાં આવ્યા.
થોડી વારમાં વનના શીતળ પવનથી સુકુમાલિકા જાગી. જાણે એની કાયામાં પ્રાણ આવ્યો. તે ઊઠી. આસપાસમાં જોયું તો પોતાના મુનિબંધુઓ ક્યાંય દેખાય નહીં. એ ભયભીત બની ગઈ. આ અઘોર વનમાં એનું શું થશે ? આ સમયે આ વનમાંથી પોઠો પર માલસામાન મૂકીને એક સાર્થવાહ પસાર થતો હતો. આ સાર્થવાહે જંગલમાં એકલી, અટૂલી, આક્રંદ કરતી સાધ્વીને જોઈ. એના હૃદયમાં દયા જાગી. એ સુકુમાલિકાને પોતાના ઘેર લઈ ગયો અને નિર્દોષ ભાવ અને નિર્ચાજ સ્નેહથી એની સેવા કરવા લાગ્યો. અતિ પરિચયને કારણે સંજોગવશાતુ બંને વચ્ચે અનુરાગ જાગ્યો. સુકુમાલિકા સાર્થવાહની પત્ની બની અને એનો સંસાર સંભાળવા લાગી. જીવનમાં પર્વતનાં ઊંચાં ચઢાણ સદાય કપરાં છે. ઊર્ધ્વગમનનાં એક-એક સોપાન ચઢવા દૃઢ સંકલ્પબળ અને પ્રબળ પુરુષાર્થ જોઈએ. જ્યારે પતનની ખીણમાં ઊતરવા માટે કોઈ પગથિયાં હોતાં નથી. એની લપસણી ભૂમિ પર માનવી લપસતો જ ચાલ્યો જાય !
- એક વાર આ નગરમાં બે મુનિઓ આવ્યા અને ફરતા-ફરતા ગોચરી માટે આ સાર્થવાહને ત્યાં આવી પહોંચ્યા. આ બંને મુનિઓએ સંસારી બનેલી સુકુમાલિકાને ઓળખી નહીં, પરંતુ સુકુમાલિકા તરત જ પોતાના બંને મુનિ ભાઈઓને ઓળખી ગઈ. બંને ભાઈઓએ તો માન્યું હતું કે સાધ્વી સુકુમાલિકાએ વનમાં પ્રાણ છોડી દીધા હતા, પરંતુ અહીં તો સંસારી સુકુમાલિકાને નજર સામે નિહાળી. બંને મુનિઓએ સાચી પરિસ્થિતિ અને બનેલી ઘટનાઓ જાણી. પોતાની બહેનને પુનઃ સંસારમાં આવેલી જોઈને મુનિરાજોને ઊંડો આઘાત લાગ્યો.
- સુકુમાલિકાને પણ પોતાના ભવ્ય ભૂતકાળનું સ્મરણ થયું અને ત્યાગના માર્ગે મેળવેલો વિરલ આનંદ યાદ આવ્યો. મનોમન વિચારવા લાગી કે સદ્ગતિના પંથને બદલે કેવી દુર્ગતિના રસ્તે વળી ગઈ ! મુનિઓએ સુકુમાલિકાને સંસારની અસારતા અને મુક્તિની મહત્તાનો ઉપદેશ આપ્યો. સુકુમાલિકાએ ફરી સંયમ લઈને એ જ તપશ્ચર્યાનો કપરો માર્ગ ગ્રહણ કર્યો. એણે અનશન લીધું. આત્મકલ્યાણ સાધ્યું અને આ ભવને સાર્થક બનાવ્યો.
- ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. પ્રવર્તક મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી ચિ. હાર્દિક અતુલકુમાર શાહ, પાર્લા - મુંબઈ
Education
For Private & Personal
y
www.jalinelibrary.org