________________
૩૨. સાધ્વી દુર્ગારાણી
સાધ્વી દુર્ગધારાણીના ચરિત્રમાં ભૌતિક સુખની ક્ષણભંગુરતા અને સંયમજીવનની મહત્તા પ્રગટે છે. ચિત્તમાં જાગેલા મલિન વિચારથી બંધાયેલા કર્મના વિપાકની કથાનું સચોટ દૃષ્ટાંત એટલે સાધ્વી દુર્ગધાનું જીવન. એક વખત રાજા શ્રેણિક અને મંત્રી અભયકુમાર મેળામાં વેશપલટો કરીને લોકસમુદાયના વિચારો પામવાની સાથોસાથ મેળાની મોજ માણતા હતા. આ સમયે મેળો જોતી એક ન્યાએ અધીરાઈથી રાજા શ્રેણિકના હાથ પર હાથ રાખ્યો. આ સુંદર યુવતી પર રાજા શ્રેણિક મોહ પામ્યા અને એને રાણી બનાવવાનું વચનદાન આપીને પોતાની વીંટી આપી.
આ વિલક્ષણ ઘટનાને મહામંત્રી અભયકુમારે પોતની કુશાગ્રબુદ્ધિથી જાણી લીધી અને અંતે રાજાની ઇચ્છા હોવાથી આ યુવતી સાથે વિવાહ ઉત્સવ રચ્યો. અગાઉ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીએ રાજા શ્રેણિક સમક્ષ એમને વિશે કરેલી ભવિષ્યવાણી સત્ય ઠરી. વાત એવી બની હતી કે એક વાર રાજા શ્રેણિક ભગવાન મહાવીરના સમવસરણમાં જતા હતા, ત્યારે સૈનિકોએ એમને કહ્યું કે નિકટમાં આવેલા વૃક્ષની નીચે અત્યંત દુર્ગધ મારતી એક બાલિકા પડી છે. એના શરીરમાંથી નીકળતી દુર્ગધને પરિણામે એ રસ્તે જતા પ્રવાસીઓ પંઠ ફેરવી લે છે.
ભગવાન મહાવીરના સમવસરણમાં રાજા શ્રેણિકે પેલી દુર્ગધ મારતી બાલિકાના ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે ભગવાને કહ્યું કે પૂર્વભવમાં આ બાલિકા શાલિગ્રામના ધનમિત્રની ધનશ્રી નામની પુત્રી હતી. આ ધનશ્રીનો વિવાહ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો. આ સમયે એક નિગ્રંથ સાધુ એમને ત્યાં ગોચરી અર્થે આવ્યા હતા. ધનમિત્રે એમનો આદર કરીને પોતાની પુત્રી ધનશ્રીને ગોચરી આપવા જણાવ્યું. ધનશ્રીએ ગોચરી તો આપી કિંતુ મનોમન વિચાર કર્યો કે જૈન ધર્મના તમામ સિદ્ધાંતો ઉચ્ચ કોટિના છે. માત્ર મુનિઓને સ્નાન કરવાની છૂટ આપી હોત તો કેવું સારું થાત. મુનિનાં દુર્ગધયુક્ત વસ્ત્રો પ્રત્યે જુગુપ્સા દાખવવાને પરિણામે થયેલા કર્મબંધને કારણે તે આ ભવમાં વેશ્યાની પુત્રી થઈ. એના શરીરમાંથી આવતી દુર્ગધને કારણે એનું નામ દુર્ગધા પાડવામાં આવ્યું. એ વેશ્યાએ એને નિર્જન વનમાં તરછોડી દીધી હતી.
ભગવાન મહાવીરે એ બાલિકાનું ભવિષ્ય દર્શાવતાં રાજા શ્રેણિકને કહ્યું કે આ નારીનાં અશુભ કર્મોનો ક્ષય થશે અને તું એને પટરાણી તરીકે સ્થાન આપીશ. એ પૂર્વભવની દુર્ગધા જ છે, એની ઓળખ એટલી કે તારી સાથે શતરંજમાં એ જીતી જશે અને તારી પીઠ પર સવાર થઈ જશે. આ સમયે બીજી રાણીઓ પોતાનો માત્ર છેડો પકડીને બેસી રહેશે, ત્યારે પીઠ પર સવાર થયેલી સ્ત્રી દુર્ગધા છે એમ સમજજે.
ભગવાન મહાવીરની ભવિષ્યવાણી મુજબ જ બન્યું. રાજા શ્રેણિક શતરંજની રમતમાં પરાજિત થયા. મેળામાં મળેલી રાણી એમની પીઠ પર બેસી ગઈ. એ પછી સમય જતાં દુર્ગધાને પૂર્વભવના કર્મબંધનનો ખ્યાલ આવ્યો અને તેથી એમાંથી મુક્તિ મેળવવા કાજે એણે રાજા શ્રેણિકની અનુમતિ સાથે દીક્ષા લીધી. રાણી દુર્ગધા સાધ્વી બનીને આચાર્યા ચંદનાના સાધ્વી સંઘમાં સંમિલિત થયાં.
સાધ્વી દુર્ગધાનું જીવન એ દર્શાવે છે કે મુનિ વિશેનો એકાદ મલિન વિચાર કેવા-કેવા કર્મબંધ બાંધે છે. પોતાના પૂર્વજીવનની પરિસ્થિતિનો રાણી દુર્ગધાએ ડો વિચાર કર્યો અને એમાંથી સાચે માર્ગે જવાનો દઢ નિશ્ચય જાગ્યો. પૂર્વજીવનમાંથી પદાર્થપાઠ પામીને એણે પોતાનું વર્તમાન જીવન વિરલ એવા આત્મકલ્યાણના પંથે વાળ્યું. ભૂતકાળની મહાન ભૂલનું પ્રાયશ્ચિત્ત એ એક વાત ! પ્રાયશ્ચિત્તમાંથી પવિત્રતા તરફ પ્રયાણ એ બીજી વાત ! દુર્ગધારાણીએ પૂર્વજીવનની દુઃખદ સ્થિતિઓનો વિચાર કરીને વર્તમાન જીવનને અજવાળવાનું સાહસ કર્યું. રાણીમાંથી સાધ્વી બન્યાં અને સાધ્વી તરીકેના જીવનની સુરભિ જ અનેરી હોય છે, પછી ત્યાં મલિનતાનો કોઈ પ્રશ્ન રહેતો નથી.
ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સ્વ. સવિતાબહેન જયંતિલાલ શાહ, પાર્લા - મુંબઈ
ein Education Intematonal
For Private & Personal Use Only
www.albelbrary.org