________________
') અર્પણ કરવામાં આવ્યું. ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદ સમયે વિશ્વભરમાંથી ૩૫ જૈન વિદ્વાનો આવ્યા હતા અને તે
તેઓને શ્રી સમવસરણ મહામંદિરનું ચિત્રપટ ‘જિનશાસનની વિશેષ સેવા કરો’ એ ભાવના સાથે સમર્પિત કરવામાં આવ્યું. પિટ્સબર્ગમાં ‘જૈન એસોસિએશન ઑફ નોર્થ અમેરિકા' (JAINA)ના અધિવેશનમાં અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, આફ્રિકા વગેરે દેશોમાંથી આવેલા જૈનોએ ભાવપૂર્વક આ ચિત્રપટોના દર્શન કર્યા હતા. શ્રી સમેતશિખરજી તીર્થ કે શ્રી શત્રુંજય તીર્થના ચિત્રપટ સમક્ષ બેસીને ભાવપૂર્વક આરાધના કરતાં ભાવિકજનો જોવા મળતા હતા. અમેરિકાના ડેટ્રોઈટમાં ૧૯૯૮ના જુલાઈ મહિનામાં તૈયાર થતાં ભવ્ય જિનાલયમાં પણ આ તીર્થપટ અને ચિત્રપટ મુકવામાં આવ્યા.
આ રીતે તિર્થાધિરાજ શત્રુંજય પર આવેલા શ્રી સમવસરણ મહામંદિરની ધર્મભાવના અને જિનશાસનનો જયઘોષ જગતભરમાં ગુંજી રહ્યો છે. મહામંદિરમાં શિલ્પીની સાથે સાહિત્યનું ગઠન
સમવસરણ મંદિરના અંદરના ચાર દરવાજા ઉપર તીર્થંકર પ્રભુનાં ચાર વિશિષ્ટ વિશેષણોને દર્શાવતાં – (૧) મહામાહણ; (૨) મહાગોપ; (૩) મહાસાર્થવાહ; (૪) મહાનિર્ધામકનાં દશ્યો કલાત્મક રીતે કંડાર્યા છે. વળી ચારે દિશાના ચાર મુખ્ય દરવાજાની આજુ બાજુના બે-બે બ્લોક (રૂમ) કુલ આઠ બ્લૉક સુંદર નકશીકામના દ્વારોથી શણગાય છે. પહેલા-બીજા દ્વારમાં ૧૬ વિદ્યાદેવીના, ત્રીજા દ્વારમાં શુભ શુકન, ચોથા દ્વારમાં ચાર શરણ, સાધન અને ચાર પ્રકારના દાનના; પાંચમા-છઠ્ઠા દ્વારમાં નવકાર-વજ પંજરની વિવિધ મુદ્રાના અને નવકાર પદોનાં પ્રતીકો, સાતમા દ્વારમાં આઠ પ્રાતિહાર્ય અને આઠમા દ્વારમાં અષ્ટમંગલનાં પ્રતીકો ઝીણવટભરી દૃષ્ટિએ જોતાં નજરે ચડે છે. આઠે બ્લોકમાં પહેલામાં હમણાં વહીવટી ઑફિસ છે, બીજામાં ગુરુગણ પ્રદર્શિત કરતું ભવ્ય ગુરુમંદિર - શ્રી ગૌતમ સ્વામીજી, પૂજ્ય શાસનસમ્રાટુ, પૂજ્ય શ્રી વિજ્ઞાનસૂરિજી મ.સા., પૂ. ધર્મરાજા ગુરુ દેવ પૂ. કસ્તૂરસૂરિજી મ. સા.ની ગઅતિમા તથા મા-ચક્રેશ્વરી ને માં પદ્માવતીની મૂર્તિઓથી દીપી ઊઠી છે. જ્યારે બાકીના બીજા બ્લોકમાં અતીત, અનાગત ને વર્તમાન ચોવીશીનો ખ્યાલ પણ આપવામાં આવ્યો છે. શાશ્વતા તીર્થકરોનાં પરિચય-ચિત્રોની સાથે ફ૩ શલાકા પુરુષ, ૪૫ આગમની પાંચ વાચના, અઢી દ્વીપ, ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ - પાંચમા-છઠ્ઠા આરાની તેમજ શ્રી વીરપાટ પરંપરાની સમજ આપતાં ચિત્રો મૂકવામાં આવ્યા છે. મહામંદિરનું હૃદયંગમ બહારનું ભવ્ય દર્શન સદેહે વિચરતા ભાવ જિનેશ્વર ભગવંતની લોકોત્તર પુણ્યાઈનો ખ્યાલ | સમવસરણ મંદિરના અંદરના વિભાગોનાં દર્શનથી પ્રભાવિત પુણ્યાત્મા ઉપર બિરાજમાન પ્રભુ શ્રીવીરને વંદન કરવા ઉત્કટ બની બહાર આવે છે. ત્યાં ત્યારે મુખ્ય દરવાજાની ઉપર તીર્થંકર પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકનાં કંડારેલ દેશ્યોને, નીકળતાં જમણી બાજુએ પથ્થરમાંથી બનાવેલ સાક્ષાત્ જેવી લાગતી ગાડામાં રહેલ ચી ઇન્દ્રધ્વજાને, વિશાળ ભીંતો ઉપર પથ્થરમાં કંડારેલ રાજા દશાર્ણભદ્ર અને ઇંદ્ર મહારાજાની પ્રભુવીરના ચરણોમાં આત્મસમર્પણ ભાવ પ્રકટ કરતા પટ્ટને જુએ છે. પ્રદક્ષિણાકારે આગળ વધતાં પાછળના ભાગમાં શ્રી નેમિનાથ પ્રભુ ને શ્રીકૃષ્ણ મહારાજા; શ્રી પાર્શ્વનાથજી, શ્રી આદિનાથજી પ્રભુ ને મરુદેવા માતાજીના પટ્ટને તેમજ શ્રી પ્રભુવીર પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા પ્રકટ કરતાં શ્રેણિક મહારાજાની ભક્તિનાં દશ્યોને તેમજ નાની નાની વાવડીઓને જોઈ પ્રસન્ન બને છે. જ્યારે યાત્રિકને પૂજા-ભક્તિ કરવા માટે જરૂરિયાતવાળું સાધન જોઈએ, એ માટે ડાબી બાજુએ રહેલ ભક્તિભવન તરફ નજર જાય છે. જ્યાં આધુનિક સોલાર મશીન દ્વારા યાત્રિક માટે ગરમ-ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા છે અને પ્રભુની પ્રક્ષાલપૂજા માટે જરૂરી પાણીનો સંચય સમવસરણની અંદર રહેલ ટાંકામાં તેમજ નવા તૈયાર થયેલ કુંડમાં થાય છે. યાત્રાળુની આ બધી વ્યવસ્થા જોઈ સમવસરણ ઉપર જવા માટે પગથિયાં ચઢતાં નાના-નાના પથ્થરનાં કુંભો, કાંગરા, સુંદર તોરણ-કમાનોવાળા ચારે તરફના બારે દરવાજા, પહેલા ગઢમાં પથ્થરમાં - કંડારેલ વિવિધ વાહનો, બીજા ગઢમાં વિભિન્ન પશુપક્ષીઓ, ત્રીજા ગઢમાં સાધુ-સાધ્વી-મનુષ્ય-સ્ત્રી-દેવ-દેવીઓની બારે પર્ષદાને નિહાળતો, તો ક્યારેક વિશિષ્ટ થાંભલીએ ટેકણ ઉપર ટેકો લેતો, ધીમે ધીમે ૧૦૮ પગથિયાં ચઢી ઉપર પહોંચે છે. જ્યાં સુંદર પવાસણ ઉપર શ્રી મહાવીર સ્વામીજીની સાત હાથની કાયાને લક્ષમાં રાખીને પદ્માસને બેઠેલ ૯૧// ઇંચની પ્રતિમા અષ્ટપ્રતિહાર્ય સહિત ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથી જ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી-પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫00 ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે / પ્રભાતે પરમાત્માના પૂજ કને અહીં અનુપમ આત્મિક આલાદ અવનવા અનુભવ સાથે થાય છે.
- આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહીં, બબ્બે મહામંદિર છે જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, D શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org