________________
૪. લાવણ્ય; ૫. સાદૃશ્ય; ૭. રંગસંયોજન.
આપણે ક્રમશઃ આ છયે અંગોનાં સ્વરૂપનો પરિચય મેળવીએ તેમજ પ્રસ્તુત ચિત્રોમાં તે અંગોની અવસ્થા પણ
તપાસીએ..
૧. રૂપભેદ : વિભિન્ન યોનિ / જાતિ | પ્રકાર ધરાવતા મનુષ્યાદિ માટે ચિત્રમાં તેને અનુરૂપ પહેરવેશ, પરિવેષ તથા / આકારો પ્રયોજવા તે રૂપભેદ. વળી ચિત્રગત વ્યક્તિની પદવી કે હીદી પણ આમાં લક્ષ્યમાં રાખવાનો હોય છે. જેવી પદવી, તેવાં લક્ષણો અને ચિહ્નો નિરૂપવાં ઘટે.
પ્રસ્તુત ચિત્રોમાં આ વ્યવસ્થા સુપેરે સચવાતી અનુભવાય છે. શય્યભવ ભટ્ટનું ચિત્ર જોઈશું તો દાઢી, શિખા, જનોઈ, પીતાંબર ઇત્યાદિ ચિહ્નો તથા યજ્ઞકુંડ, બલિપશુઓ વગેરે પરિવેષ દ્વારા ‘એ બધી બ્રાહ્મણાકૃતિ છે' તે જોતાં જ સમજી શકાય છે. મલ્લવાદીના ચિત્રમાંના મુંડ સંન્યાસી અને શ્રી યશોવિજયજી સાથે બેઠેલા જટાધારી સંન્યાસીઓને જોતાવેંત જ આ બૌદ્ધ સાધુ’ અને ‘પેલા હિંદુ સંન્યાસી' હોવાનું સહજ ભાન થઈ જાય છે. શ્રી હીરવિજયસૂરિનું સ્વાગત કરતી વ્યક્તિ મુસ્લિમ હોવાનું જણાતું હોવા છતાં તેના વિલક્ષણ | વિશિષ્ટ વ્યક્તિત્વને કારણે તે શહેનશાહ હોવાનું વિના આયાસે સમજાય છે, તો જિનદત્તસૂરિ કે યશોવિજયજીના પ્રસંગોમાં સામાન્ય મુસ્લિમ બિરાદરો-મુલ્લાંઓ સહેજે જુદાં તરી આવે છે. આ જ છે રૂપભેદ.
૨. પ્રમાણ : ચિત્રાલિખિત આકૃતિઓનાં કદ અને સમવિભક્ત અંગોનું સપ્રમાણ અંકન થાય તો તે ચિત્ર પ્રમાણ-મુક્ત કહેવાય. આકૃતિઓ બેડોળ, વિરૂપ કે વક્ર નહીં પણ સુડોળ, સુરૂપ અને સુવિભક્ત હોય; તેમાંનાં વિવિધ અંગો પણ, એક નાનું અને એક મોટું, એક સુરુચિકર અને બીજું અરુચિકર – એવાં ન હોય, પરંતુ સમાન, સુવિભક્ત તેમજ માપસરનાં હોય, જુદા જુદા વર્ગની કે વયની આકૃતિઓને જોતાં જ તેના અનુરૂપ પ્રમાણ-આલેખનને લીધે તેનો વર્ગ કે તેની વય સહેજે સમજાઈ જાય તેવી અંગરચના હોય તે ચિત્ર સપ્રમાણ ચિત્ર ગણાય. પ્રસ્તુત સંપુટમાં ક્ષુલ્લક મુનિ, આર્ય વજસ્વામી કે હેમચંદ્રાચાર્યનાં ચિત્રોમાં તેઓની વિભિન્ન અવસ્થાઓ દર્શાવતી વિભિન્ન આકૃતિઓને બારીકીથી તપાસીશું તો ‘પ્રમાણ’ એટલે શું ? તે સહેજે સમજી શકાશે.
૩. ભાવ : ચિત્રકારને Painterની કક્ષામાંથી Artist"નું બિરુદ અપાવે તેવું તત્ત્વ તે આ ભાવચિત્ર. તે કોરું સ્મૃતિચિત્ર નથી હોતું. ભાવિચત્રમાં, ચિત્રનો વિષય બનતી વ્યક્તિના અંતરમાં ઊભરાતા-પ્રવર્તના વિવિધ ભાવો એટલે કે તેનું ભાવવિશ્વ, અને ચિત્રાંકિત ઘટનાને અનુરૂપ ભાવસભર વાતાવરણ – આ બધું ચિત્રકારે પ્રથમ પોતાના ચિત્તતંત્રમાં અને આ પછી પીંછીમાં અવતારવાનું હોય છે. પોતાના માનસચક્ષુની મદદથી, ચિત્રકાર, સૈકાઓ પૂર્વે બનેલી અને પરંપરાના શબ્દો દ્વારા પોતાના કર્ણપટને લાધેલી જે-તે ઘટનાને તાદશ અનુભવે છે; તેમાંનાં પાત્રો તથા તે પાત્રોની બાહ્માંતર ચાલ-પહલ સાથે પણ પૂરું તાદાત્મ્ય કેળવે છે; અને જ્યારે તે બધું કાલ્પનિક-શ્રવાૌચર-જગત તેના માટે, આંતર-ચેતનાની કક્ષાએ વાસ્તવિક જગત બની ઊપસે છે, ત્યારે તેની પીંછીમાંથી જે ટપકે છે તેમાં, ચિત્રને સાર્થકતા અને જીવંતતા બક્ષનારે પ્રાણતત્ત્વ ધબકતું અનુભવાય છે. બીજી રીતે કહીએ તો, સમર્થ સર્જકના કાવ્ય/શબ્દોનો આત્મા જેમ ધ્વનિ હોય છે, તેમ કુશળ ચિત્રકારના ચિત્રનો પ્રાણ, ચિત્ર દ્વારા પ્રગટતું ચિત્રાંકિત-ઘટના / વ્યક્તિગત ભાવજગત હોય છે. આ ભાવજગત અન્ન કે સામાન્ય ભાવકના અંતરમાં પણ ક્ષણાર્ધ માટે નો રસ અને આનંદના અદ્વૈતનું સિંચન કરી જતું હોય છે. સ્મૃતિચિત્રમાં નાટકીય કૃતકતા હોય છે; ભાવચિત્રમાં અકૃત્રિમ અને હૃદયસ્પર્શી - સ્વાનુભવવેઘ સાક્ષાત્કારની ઝલક હોય છે.
જેમ કે પ્રસ્તુત ચિત્રસંગ્રહમાં ચંડરુદ્રાચાર્યને ખભે ઉપાડીને વિહાર કરતા નૂતન મુનિની વિવિધ મુખમુદ્રાઓમાં વિલસતો વિનય-રસ્યો અહોભાવ અને ચંડરુદ્રાચાર્યની આંખો વાટે ટપકતો જ્વલંત ક્રોધ; કપિલના પ્રસંગમાં ઉપવનમાં – વૃક્ષ તળે – વિચારમગ્ન દશામાં પડેલા કપિલનું “મળી જ રહ્યું છે, તો ઓછું શીદને માગવું ?” એવી લોભવૃત્તિની ચાડી ખાતું મોં; અને એ જ ચિત્રના અન્ય દશ્યમાં ચોરી અને તેમની સાથે નૃત્યલીન બનેલા કપિલ મુનિ : કેવો અજબ લય – Rhythm ટપકે છે એ નૃત્યમાંથી ! જાણે આપણી જ સામે નૃત્ય ચાલતું હોય ! ક્ષુલ્લક મુનિના ચિત્રફલકમાં નૃત્ય કરતાં કરતાં થાકી ગયેલી નર્તકીની અંગડાઈ કે 'બહોત ગઈ થોડી રહી વિશે મનમાં પ્રવર્તેલા ધમસાણની ઝલક આપતો ક્ષુલ્લકનો ચહેરો; આહાર આરોગતા રગડુ મુનિના મોં પર ઊભરાતો આત્મગ્લાનિ-આત્મગઠનો ભાવ; જિનમૂર્તિ પર નજર પડી જવાથી હરિભદ્રના મુખ પર ઊપસેલો અણગમો, તો સાધ્વીમુખે નવીન તત્ત્વ-ગાથા સાંભળવા મળી જતાં તેમના મનમાં જાગેલ જિજ્ઞાસામિશ્રિત આશ્ચર્યની મુખભાવ દ્વારા થતી અભિવ્યક્તિ; આવાં તો કેટલાંય ઉદાહરણો ગણાવી શકાય, જેનું તાત્પર્ય એટલું જ કે આ સંપુટમાં પ્રગટ થતાં ચિત્રોને ‘ભાવચિત્ર’ તરીકે સ્વીકારવામાં જરાય જોખમ નથી, કે નથી તેમાં અતિશયોક્તિ. ૪. બાવણ્ય યોજના : મુની, પશુ-પંખીઓ કે અન્ય પર્વત-સમુદ્રાદિ જડ-ચેતન પદાર્થો, ચિત્રોમાં તો વસ્તુતઃ નિર્જીવ જ છે. છતાં સફળ ચિત્રકારની કલમ તેમાં એવું લાવણ્ય રેડી આપે છે કે એ, ચિત્રાંકનને જોતાં જ ભાવકનું મન હરી લે છે. આમાં રંગોની તડકભડક નહીં, પણ ઘણી વાર તો સાવ ઓછા અને વળી તદ્દન હળવા / ઠંડા રંગોનું સંયોજન ધારી અસર ઉપજાવે છે.
ભાવ તે ચિત્રનો આંતર-પ્રાણ છે, તો લાવણ્ય તે તેના બાહ્ય અલંકરણ સમું છે. લાવણ્યનું ગુંફન જ્યારે આંતર