________________
લ
,
છેક ક્ષિતિજની સીમાને પાર ઘૂઘવતા વિરાટ મહાસાગરના આ છે માત્ર કેટલાંક અમૃતબિંદુઓ. જૈનધર્મના ભવ્ય અને ગરિમામય ભૂતકાળની થોડીક ઝલક ઝીલાઈ છે આ ગ્રંથમાં. ગ્રંથનાં ૧૦૮ ચરિત્રો એ તો સહસ્રરશ્મિ સમાન જિનશાસનનાં માત્ર થોડાંક કિરણો જ છે. નાનકડી બારી ખોલીએ અને આખું ય આકાશ આંખો સામે પ્રગટ થાય, એ રીતે આ ૧૦૮ ચરિત્રોની બારીમાંથી જિનશાસનના મહિમાની કલ્પના થઈ શકશે.
આનું કારણ એ છે કે વિશ્વના કોઈ પણ ધર્મ પાસે ન હોય તેવો અણિશુદ્ધ અને કડીબદ્ધ ઇતિહાસ જૈનશાસનનો છે. વળી આ ઇતિહાસમાં નિરખવા મળતી વિભૂતિઓ કે વીરપુરુષના ચરિત્રમાં જૈનધર્મના સંસ્કારો તાણાવાણાની પેઠે વણાઈ ગયા છે. ધર્મસંસ્કાર અને જીવનપ્રવૃત્તિનો મનોરમ સુમેળ સધાયો છે.
પરિણામે આ માત્ર ચરિત્રો નથી, ફક્ત જીવનગાથા નથી, ઘટનાઓની ગવાહી નથી, કોઈ દસ્તાવેજી ઇતિહાસ નથી, પરંતુ સ્વ-જીવનમાં ધર્મની ઉદાત્ત ભાવનાઓ પ્રગટાવનારા સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજો, તેજસ્વી શ્રાવકો અને ચારિત્રશીલ શ્રાવિકાઓના જીવંત, કર્તવ્યનિષ્ઠ અને ધર્મપરાયણ જીવનની વાસ્તવિક તસવીર છે. આ ૧૦૮ ચરિત્રોનું અવગાહન કરનારે જાણવું ઘટે કે જૈનશાસનમાં એટલા બધા અગાધ માનવ-રત્નો છે કે એમાંથી એક નાનકડી મુઠ્ઠીમાં સમાય તેટલાં રત્નોનો અત્રે પરિચય આપ્યો છે. અનેક અધ્યાયો અને પ્રકરણો ધરાવતી જિનશાસનની કીર્તિગાથાની આ તો એક નાનકડી ચરિત્ર-વાટિકા છે. આથી એમ પણ લાગે કે આમાં અનેક સાધુપુરુષો, સાધ્વીજી મહારાજો, વિદ્વાનો, વિચારકો, સાહિત્યકારો, દાનવીરો, વીરપુરુષોનાં કાર્યોનો આલેખ મળતો નથી, પરંતુ એવો વસવસો વીસરીને આ ગ્રંથના ભાવકને અમારો એટલો જ અનુરોધ છે કે આખા આકાશની ઓળખ આપવાનું અમારું આ કામ નથી. માત્ર વિરાટ આકાશમાં નજરે પડતાં એકાદ મેઘધનુષની રંગલીલા જ અમે અહીં આલેખી છે.
ભારત પર અને જિનશાસન પર અનેક પ્રકારે આઘાત-પ્રત્યાઘાત થયા હતા. પરદેશી આક્રમણોએ આ દેશની સંસ્કૃતિનો ધ્વંસ કરવા પ્રયાસ કર્યો. અનુપમ જિનાલયોની સાથે સરસ્વતીના આલય સમા જ્ઞાનમંદિરોનો નાશ કરવા કોશિશ કરી. આ બધું થવા છતાં જેનશાસન પાસે એનો શ્રેણીબધ્ધ ઇતિહાસ અકબંધ જળવાયેલો છે. આ ઇતિહાસમાં આધ્યાત્મિક, રાજકીય, બૌધ્ધિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક - એમ સર્વ ક્ષેત્રોમાં કરેલા પ્રદાનની વિગતો ઉપલબ્ધ થાય છે. આમાં તપ, ત્યાગ અને સંયમના માર્ગે ચાલીને મેળવેલી આધ્યાત્મિક ઊચાઈ નીરખવા મળે છે. ધર્મ કે રાષ્ટ્રને માટે આપેલી આહુતિની કથાઓને ધબકાર સંભળાય છે. જૈનત્વના સંસ્કાર દીપાવતા તેજસ્વી નર-નારી જોવા મળે છે. કેવાં ભવ્ય છે આ ચરિત્રો અને કેવી ઉદાત્ત છે એમાં પ્રગટતી ભાવનાઓ !
આપણું એ દુર્ભાગ્ય ગણાય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, સમ્રાટ કુમારપાળ, મહામંત્રી શાંતુ જેવા મહાન વ્યક્તિત્ત્વોને સાંપ્રદાયિક સંકુચિતતાને કારણે અથવા તો જૈન સિદ્ધાંતો અને આચાર-વિચારોની અણસમજને લીધે કેટલાંકે યોગ્ય રીતે નિરૂપ્યા નથી. અહીં એ ઐતિહાસિક સત્યને પ્રગટ કર્યું છે.
જે પેઢી પોતાના અતીતને વિસરી જાય છે, એનું ભવિષ્ય અંધકારયુક્ત બને છે. એની મૂલ્યપરાયણતા ઘટી જાય છે અને જીવનનિષ્ઠા નાશ પામે છે. જીવનચૈતન્ય અને આત્મબળ સાથે ધર્મનું સીધું અનુસંધાન છે, આથી નવી પેઢીને આ ઇતિહાસની ઓળખ મળે. સંસ્કૃતિ અને સંસ્કારોની સુવાસ સાંપડે, એના ભવ્ય
Jaredesentational
odal use only