________________
૫૧. સાધ્વી ધાર્મલક્ષ્મી (પલક્ષ્મી) એક સમયે ગુજરાતની પ્રાચીન નગરી ખંભાત પર ચોસઠ બંદરનો વાવટો ફરકતો હતો. એ સમયે ત્રંબાવતી નગરી તરીકે ઓળખાતું ખંભાત ગુજરાતનું પ્રાચીન મહાન વ્યાપારી બંદર હતું.
જાહોજલાલીના એ દિવસોમાં ખંભાતમાં એકસો કરોડપતિ વસતા હતા. ખંભાતવાસીઓની ઉત્કૃષ્ટ ધર્મભાવનાને કારણે આ નગરમાં ૮૫ દેરાસરો અને ૪૫ ઉપાશ્રયો હતાં. આ નગરીમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે દીક્ષા અંગીકાર કરી હતી. અહીંના ખારવાડા વિસ્તારમાં આવેલા શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની નજીકમાં આવેલા ઉપાશ્રયમાં પુસ્તકોની વચ્ચે શ્રી હેમચંદ્રાચાર્યે મહારાજા કુમારપાળને સંતાડીને જીવતદાન આપ્યું હતું.
આ નગરીમાં કવિ ઋષભદાસજીએ અનેક રાસગ્રંથોની રચના કરી તો શેઠ રાજિયા-વાજિયા, તેજપાલ સંઘવી વગેરેએ દાનની ગંગા વહેવડાવી. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી, શ્રી સોમસુંદરસૂરિજી જેવા મહાન આચાર્યોની નિશ્રામાં આ નગરીમાં અનેક પ્રકારનાં ધાર્મિક અનુષ્ઠાનો થતાં હતાં.
ખંભાતમાં ધર્મમૂર્તિ નામના આચાર્યે સ્થિરવાસ કર્યો હતો. એક કરોડપતિ શ્રાવક હંમેશાં એમનાં દર્શન કરવા આવતો હતો. એ શ્રાવકનો નિત્યક્રમ એવો કે જિનાલયમાં પ્રભુપૂજા કર્યા પછી ગુરુ મહારાજને વંદના કરવા માટે ઉપાશ્રયમાં આવે. કરોડપતિ હોવા છતાં એનામાં લેશમાત્ર ગર્વ નહોતો. અઢળક સમૃદ્ધિ હોવા છતાં એની એને સહેજે આસક્તિ નહોતી.
એક વાર આ ધનિક શ્રાવક નિત્યક્રમ પ્રમાણે ગુરુદર્શને ગયા. એ દિવસે આ શ્રાવકના પુત્રની એકની એક પુત્રી ધર્મલક્ષ્મી એમની સાથે આવી હતી. પુત્રી દાદાની આંગળીએ ગેલ કરતી હતી. તેઓ આચાર્ય ધર્મમૂર્તિનાં દર્શન કરવા ગયાં, ત્યારે આચાર્યશ્રીએ આઠ વર્ષની ધર્મલક્ષ્મી(પદ્મલક્ષ્મી)ને વંદન કરતા જોઈ. એ બાળાને જોતાં જ આચાર્યશ્રીને લાગ્યું કે આ બાલિકા એ કોઈ સામાન્ય બાલિકા નથી, કિંતુ અસાધારણ ધર્મપ્રતિભા ધરાવતી નારી છે.
| શ્રાવકે આચાર્યશ્રીને વંદન કર્યા અને પોતાને સાધુની વૈયાવચ્ચનો લાભ આપવા વિનંતી કરી. આચાર્યશ્રીએ કહ્યું, શેઠ ! આ નાની બાલિકા એ તો છૂપું રત્ન છે. જિનશાસનની સુવર્ણ જ્યોત છે. તમે એને મને વહોરાવી દો. એને હાથે શાસનની અપૂર્વ સેવા થવાની છે.”
ક્ષણભર તો શ્રાવક સ્તબ્ધ થઈ ગયા. માત્ર આઠ વર્ષની બાળા કઈ રીતે જૈન સાધ્વીનું વિકટ જીવન ગાળી શકશે ? કઈ રીતે એ લાંબા વિહારો કરી શકશે ? એને ક્યાં અભ્યાસની સગવડ મળશે ?
શ્રેષ્ઠીના ચહેરા પરની ચિંતાઓ આચાર્યશ્રી પારખી ગયા. એમણે કહ્યું, “શેઠ, વિચારવામાં સમય ગાળશો નહીં. આવી પ્રતિભા કેટલાંય વર્ષો બાદ પ્રગટ થતી હોય છે. એને ખીલવાનો પૂરો અવકાશ આપો.”
અતૂટ અને અખૂટ આસ્થા હતી. એમણે આચાર્ય મહારાજની વાતનો સ્વીકાર કરીને પોતાની પત્રી ધનલક્ષ્મી(પદ્મલક્ષ્મી)ને વહોરાવી દીધી. ધર્મલક્ષ્મીને નાની વયમાં સાધ્વીના બધા જ યોગ સાંપડ્યા. એનાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યના યોગ કેવા સુંદર હશે ધર્મલક્ષ્મી સાચે જ ધર્મની લક્ષ્મી બની ગઈ.
આઠ વર્ષની ધર્મલક્ષ્મી ઉમંગભેર જૈન સાધ્વીનું જીવન ગાળવા લાગી. એની તેજસ્વી બુદ્ધિથી ધર્મનું ગહન તત્ત્વજ્ઞાન પામવા લાગી. માત્ર અગિયાર વર્ષની ઉંમરે એને સાતસો સાધ્વીની પ્રવર્તિની બનાવી. આટલી નાની વયે ધર્મલીને સાધ્વી મહત્તરાનું પદ મળ્યું. ધર્મલક્ષ્મીની વિરલ જ્ઞાનોપાસના અને ઉત્કટ તપોસાધના સતત આગળ વધતી રહી. માત્ર ૨૮ વર્ષની ઉંમરે ધર્મલક્ષ્મી કાળધર્મ પામ્યાં, પરંતુ નાની વયની ધર્મલક્ષ્મીની ધર્મભાવના ચિરસ્મરણીય બની રહી. | ગુજરાતના માતર તીર્થના જિનાલયમાં સાધ્વી ધર્મલક્ષ્મી(પદ્મલક્ષ્મીજીની પ્રતિમા મળે છે. કોઈ સાધ્વીજીની પ્રતિમા પ્રાપ્ત થતી હોય તેવું આ એકમાત્ર ઉદાહરણ છે. આમેય જિનશાસનના સાધ્વી સમુદાયમાં આટલી નાની વયે આવી ઉત્કૃષ્ટ ધર્મઆરાધના વિરલ ગણાય.
ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી નિર્વેદચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી કીર્તિકાંત રતિલાલ શેઠ, ડેટ્રોઈટ - મીશીગન - યુ.એસ.એ.
lain Education interational
For Private & Personal use only
www.jainelibrary.org