________________
૮૬. ચેલાઇ રાણt મગધના સમ્રાટ શ્રેણિકમાં જૈન ધર્મની ભાવના જગાડનારી અને ઉદાત્ત સંસ્કારોની વૃદ્ધિ કરનારી ચેલણા રાણીના ચરિત્રમાં જીવનની તડકી-છાંયડી બંને જોવા મળે છે. રાજા શ્રેણિકે સુજ્યેષ્ઠાના રૂપની પ્રશંસા સાંભળીને રાજા ચેટક પાસે વિવાહનો પ્રસ્તાવ લઈને પોતાનો દૂત મોકલ્યો ત્યારે રાજાએ કહ્યું કે શ્રેણિક સાથે એ પોતાની પુત્રીનો વિવાહ કરવા ઇચ્છતા નથી. શ્રેણિકને આઘાત લાગ્યો. એના મંત્રી અભયકુમારે યુક્તિપૂર્વક સુજ્યેષ્ઠાને લાવી આપવાનું વચન આપ્યું. અભયકુમારની યુક્તિને કારણે સુજ્યેષ્ઠા શ્રેણિકનું ચિત્ર જોઈને મોહ પામી અને એની સાથે વિવાહ કરવા ઉત્સુક બની. મંત્રી અભયકુમારે રાજા શ્રેણિકને વૈશાલીમાં બોલાવ્યા અને સુરંગ દ્વારા ચેટકના રાજ્યમાંથી સુજ્યષ્ઠાનું અપહરણ કરવાનું નક્કી કર્યું. પોતાની મોટી બહેન સચેષ્ઠાની વિદાયની વાત જાણીને ચેલણા ખુબ વ્યથિત બની, પરિણામે સુજ્યેષ્ઠાએ એને પણ પોતાની સાથે મગધ લઈ જવાનું વિચાર્યું. બંને બહેનો જવા તૈયાર હતી ત્યારે સુજ્યેષ્ઠાએ એકાએક મહેલમાં રહી ગયેલી પોતાની રત્નાભૂષણની પેટીનું સ્મરણ થયું. એ અલંકારની પેટી લેવા પાછી ગઈ. રાજા શ્રેણિક વધુ સમય રોકાઈ શકે તેમ નહોતા તેથી રથમાં એ નારીને બેસાડીને ઝડપથી મહેલમાં આવ્યા. એણે સુજ્યેષ્ઠાને બોલાવી તો ખ્યાલ આવ્યો કે આ તો સુજ્યેષ્ઠા નહીં, કિંતુ એની નાની બહેન ચેલણા છે ! સુજ્યેષ્ઠાએ રાજા શ્રેણિકને બુમો પાડી બોલાવવાની કોશિશ કરી, પણ દુશ્મનના સૈનિકો આવી ગયા અને રાજા શ્રેણિક મળ્યા નહીં. સુજ્યેષ્ઠા નિરાશ થઈને પાછી આવી. આ ઘટનાને કારણે સુજ્યેષ્ઠાને સંસારમાંથી રસ ઊડી ગયો અને તે સાધ્વી બની. ચેલણાનો રાજા શ્રેણિક સાથે વિવાહ થયો. - રાણી ચેલણા ધર્મધ્યાન કરી શકે તે માટે રાજા શ્રેણિકે એક વિશાળ મહેલ બનાવ્યો. આખો મહેલ એક જ થાંભલા પર ઊભો કર્યો અને એમાં નંદનવન જેવો મનોહર બગીચો સર્યો. ચલણા પ્રત્યેક ઋતુનાં પુષ્પોની માળા બનાવીને સર્વજ્ઞ પ્રભુની પૂજા કરવા લાગી. | એક વાર રાજા શ્રેણિક અને ચેલણા ઉદ્યાનમાં પધારેલા પ્રભુ મહાવીરનાં દર્શને ગયાં. બંને પાછાં ફરતાં હતાં ત્યારે રસ્તામાં કડકડતી ઠંડીમાં ધ્યાન-મુદ્રામાં કઠોર તપ કરતા વસ્ત્રરહિત મુનિને જોયા. બંને રથમાંથી નીચે ઊતર્યા અને મુનિને વારંવાર વંદન ક્ય. રાત્રે પોતાના ભવ્ય મહેલમાં રાણી ચેલણા સૂતી હતી. સંજોગવશાતુ રાણી ચેલણાનો હાથ ઓઢેલા વસ્ત્રની બહાર નીકળી ગયો અને કારમી ઠંડીમાં હાથ અકડાઈ ગયો. આ સમયે ચેલણાના હાથમાં અસહ્ય વેદના થતાં જાગી ગઈ અને એકાએક મહાતપસ્વીનું સ્મરણ થતાં એનાથી બોલાઈ ગયું,
ઓહ ! તેઓનું શું થતું હશે ?” રાણી ચેલણાના આ શબ્દો સાંભળતા રાજા શ્રેણિકને શંકા ગઈ કે રાણીએ કોઈ પરપુરુષને સંકેતસ્થાન પર પહોંચવાનું વચન આપ્યું હશે. હવે એ પૂર્ણ થઈ શકે તેમ નથી, તેથી કદાચ આવા નિસાસાના શબ્દો એના મુખમાંથી નીકળતા હશે. રાજાને રાણીના ચારિત્ર્ય પર શંકા જાગી. આખી રાત અજંપામાં પસાર કરી. વહેલી સવારે મંત્રી અભયકુમારને બોલાવીને આક્રોશ સાથે આજ્ઞા કરી કે મારા અંતઃપુરમાં દુરાચાર ફેલાયો છે, તેથી આ મહેલને રાણી સહિત સળગાવી નાખો.
આવી આજ્ઞા આપ્યા બાદ રાજા શ્રેણિક પ્રભુ મહાવીરને વંદન કરવા માટે નીકળ્યા. ભગવાન સમવસરણમાં બિરાજમાન હતા. રાજા શ્રેણિકના મનમાં શંકાનો કીડો સળવળતો હતો. એમણે ભગવાન મહાવીર સમક્ષ પોતાનું હૃદય ખોલતાં કહ્યું, “પ્રભુ, મારી રાણી ચેલણા પતિવ્રતા છે કે નહીં ?”
ભગવાને ઉત્તર આપ્યો, “હા, ચેલણા પતિવ્રતા છે.” ભગવાન મહાવીર પર અનન્ય શ્રદ્ધા ધરાવનાર રાજા શ્રેણિકને માથે આભ તૂટી પડ્યું. પોતાની આજ્ઞા પ્રમાણે ચેલણાનો મહેલ સળગાવી નાખવામાં આવ્યો હોય અને તે ભસ્મીભૂત થઈ ગઈ હોય, તો શું થશે ? રાજા શ્રેણિકે પાછા આવીને તરત જ મંત્રી અભયકુમારને બોલાવીને પૂછ્યું, “અંતઃપુર સળગાવી નાખ્યું તો નથી ને ?” | મંત્રીએ કહ્યું, “મહારાજ, ચિંતા કરશો નહીં, આપનું અંતઃપુર સુરક્ષિત છે. રાજાની આજ્ઞા શિરોધાર્ય ગણાય એટલે મેં માત્ર હસ્તીશાળા જ સળગાવી નાખી છે.” રાણી ચેલણાનું સતીત્વ અંતે ઝળહળી રહ્યું.
ધર્મસ્નેહસૌજન્ય પ. . આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી મુક્તાબહેન નવીનચંદ્ર મણિયાર પરિવાર, વઢવાણ, હાલ મુંબઈ
Jain Education International
For Prate & Personal Use Only
www.jainelibrary.org