________________
૫૭. કામદેવ શ્રાવક દ્વાદશાંગીના પ્રાચીન ગ્રંથોમાં સાતમું અંગ તે ‘ઉવાસગદસાઓ' (ઉપાસક દશા). એના બીજા અધ્યાયમાં કામદેવ શ્રાવકના ધર્મનિષ્ઠ અને સાધનાપૂર્ણ જીવનનું ચરિત્ર-આલેખન મળે છે. ચંપાનગરીના મહાધનિક કામદેવે ઉત્તમ રીતે શ્રાવક ધર્મનું નિરંતર પાલન કરતાં ૧૪ વર્ષ વ્યતીત કર્યા. પંદરમા વર્ષે કામદેવે નિશ્ચય કર્યો કે સંસારવ્યવહારનો સઘળો કારભાર સંતાનોને સોંપીને મારે શેષ જીવનમાં શ્રાવકની બાર મહાપ્રતિજ્ઞાઓ વહન કરવી છે. અઢાર કોટિ દ્રવ્ય અને દસ-દસ હજાર ગાયોવાળા છે. ગોકુળના માલિક કામદેવ એક દિવસ પ્રાત:કાળે સઘળી સંપત્તિ અને સંસાર છોડીને પૌષધશાળામાં જઈને દર્ભના સંથારા પર બેસી પ્રભુધ્યાન ધરવા લાગ્યા.
એક વાર સૌધર્મેન્દ્ર પોતાની સભામાં કામદેવ શ્રાવકની ધર્મપરાયણતાની મુક્ત કંઠે પ્રશંસા કરી. એક દેવે કહ્યું, “માનવની ધર્મનિષ્ઠા કેવી ? ભય, સંપત્તિ કે સુંદરી આગળ ચળી જાય તેવી !” આથી દેવે કામદેવની કસોટી કરવાનું નક્કી કર્યું. એણે કામદેવ શ્રાવક ધ્યાનમાં લીન હતા ત્યારે દૈવી શક્તિથી કાળજું કંપી ઊઠે તેવાં ભયાવહ રૂપો ધારણ કર્યા અને કામદેવને ડરાવવા લાગ્યો. એણે હાથમાં ખડ્રગ લીધું. વાતાવરણના રૂંવેરૂંવાને કંપાવે તેવું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ત્રાડ નાખતા અવાજે બોલ્યો, - “તું આ ધર્મ-આરાધનાનો અંચળો તજી દે ! જો ધર્મને છોડીશ નહિ, તો આ તીક્ષ્ણ ખગ વડે હું તારું મસ્તક વાઢી નાખીશ. ભયભીત બનીને તું અકાળે મરણને શરણ જ ઈશ. પરિણામે આર્તધ્યાનવાળો તું અનંત દુર્ગતિનું દુઃખ પામીશ. આવી અધોગતિમાંથી બચવાનો એક જ ઉપાય છે અને તે પૌષધશાળા છોડીને સીધેસીધો ઘરભેગો થઈ જા.”
| દેવની ધમકી કે એનાં શસ્ત્રોથી કામદેવનું રૂંવાડું પણ હાલ્યું નહીં. દેવે અકળાઈને ફરી વાર જોરથી ત્રાડ પાડીને ડરાવવા કોશિશ કરી, ત્યારે કામદેવે કહ્યું, - “હું મારા ધર્મમાં અડગ છું. આરાધનામાં અચલ છું. આ ધર્મે મને એવો અભય આપ્યો છે કે ભયની તારી કોઈ ધમકી કે તારું કોઈ હિંસક કૃત્ય મારા પર કશી અસર કરશે નહીં.” - એ પછી દેવે તોફાની હાથી અને ફણાવાળા મહાભયંકર સર્પનું રૂપ લીધું. આ સર્ષે એના શરીર પર ત્રણ ભરડા લીધા. એના કંઠ પર, ગળા પર કાળક્ટ વિષનો ડંશ દીધો, કામદેવના દેહમાં વિષની પારાવાર વેદના જાગી. પણ વેદના તો દેહને હતી, આત્માને નહિ. એનો આત્મા તો પ્રભુ મહાવીરનું સ્મરણ કરતો અધિક ને અધિક શુભ ધ્યાન કરી રહ્યો હતો. દેવતાના ડરાવવાના અને લોભાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એ હાર્યો. ભય અને ડરથી શ્રાવક પર વિજય મેળવવા આવેલા દેવને સમજાયું કે એ ખુદ ભીંત ભૂલ્યો છે. પોતાના ગર્વમાં ભાન ભૂલ્યો છે.
એણે મહાશ્રાવક કામદેવને પ્રણામ કર્યા અને કહ્યું, “મને ક્ષમા આપો, ભગવાન મહાવીરસ્વામીના ધર્મમાર્ગમાં સ્થિર એવા તમે સાચા અને દઢ ઉપાસક છો. તમારા આવા સમકિત રૂપને જોવાથી મારું અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે. ચંદનના વૃક્ષની જેમ આપે કેટલાંય વાવાઝોડાં સહન કરીને મને સમ્યક્ત્વરૂપી સુગંધ આપી છે, આપના ધર્માચાર્ય પ્રભુ મહાવીર છે, પણ મારા ધર્માચાર્ય તો આપ જ છો.”
આમ મહાશ્રાવક કામદેવની ત્રણ પ્રદક્ષિણા કરી, એમના ઉપકારનું સ્મરણ કરી દેવ સ્વર્ગમાં ગયા. કામદેવ શ્રાવક એ સમયે પૃષ્ઠચંપાથી વિહાર કરીને ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારેલા ભગવાન મહાવીરનાં દર્શને ગયા, ત્યારે ભગવાને સાધુ અને સાધ્વી સમુદાયની ઉપસ્થિતિમાં કામદેવ શ્રાવકની ધર્મદઢતાને વખાણીને કહ્યું, “એક શ્રાવક આવા ઉપસર્ગો સહન કરે છે, ત્યારે તમારે તો વધારે સહન કરવા જોઈએ, કારણ કે તમે તો ઉપસર્ગરૂપી સૈન્યને જીતવા માટે રેજોહરણરૂ૫ વીર વલયને ધારણ કરીને વિચરો છો.” સાધુ-સાધ્વીઓએ પ્રભુના ઉપદેશનો સ્વીકાર કર્યો. સહુને લાગ્યું કે સ્વયં તીર્થકરે પણ જેની પ્રશંસા કરી તેવા આ કામદેવ શ્રાવકની ધર્મશ્રદ્ધાને ધન્ય છે ! શ્રાવકનાં વ્રતો પૂર્ણપણે પાળનાર કામદેવ શ્રાવક અંતે સિદ્ધિપદને પામ્યા.
- ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રકાશચંદ્રવિજયજી મ. ના ઉપદેશથી શ્રી રસિકલાલ મોહનલાલ શાહ પરિવાર, અમદાવાદ
Jain Education
FO
www.jainelibrary.org