________________
૩૫. સાધ્વી મદનરેબા સાધ્વી મદનરેખાની જીવનકથા એટલે નારીના શીલના સાત્ત્વિક પ્રભાવની વિજયકથા. અપરંપાર આપત્તિઓ અને અણધારી ઘટનાઓથી જીવનમાં અનેક આઘાત-પ્રત્યાઘાતો સહન કરનારી સાધ્વી મદનરેખાનું જીવનચરિત્ર જેટલું રોમાંચક છે, એટલું જ પ્રેરક છે.
સુદર્શનપુર નગરના મણિરથ રાજાના નાનાભાઈ યુગબાહુની પત્ની મદનરેખા અત્યંત સૌંદર્યવાન હતી. એના સૌંદર્ય પાછળ મુગ્ધ બનેલા મણિરથ રાજાએ કીમતી આભૂષણો, વસ્ત્રો અને સુગંધિત પુષ્પો મોકલીને મદનરેખાને કામી ડા માટેનો સંદેશો મોકલાવ્યો, ત્યારે મદનરે ખાએ રાજાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નાનાભાઈનાં પત્ની વિશે આવો વિચાર કરવો આપને શોભતો નથી. રાજા મણિરથનો કામવાસનાનો અગ્નિ વધુ ને વધુ પ્રદિપ્ત થતો રહ્યો. કામી માનવીની વિષયલાલસા એના વિવેકના દીપકને ઓલવી નાખે છે. રાજા મણિરથે મદનર ખાને યેનકેન પ્રકારેણ પ્રાપ્ત કરવા માટે પોતાના લઘુબંધુ યુગબાહુની હત્યા કરવાનો નિમ્ન વિચાર કર્યો.
વસંતપુર નગરમાં આવેલા કદલીગૃહમાં એક વખત યુગબાહુ નિદ્રાધીન હતો, ત્યારે એકાએક મણિરથે તલવારથી પ્રાણઘાતક હુમલો કર્યો. વ્યાકુળ મદનરેખાની ચીસો સાંભળીને દોડી આવેલા સુભટોએ રાજાને ઝડપ્યો તો ખરો, પરંતુ ક્ષમામૂર્તિ યુગબાહુએ સુભટોને કહ્યું કે મારા મોટાભાઈનો વધ કરશો નહીં. આ તો મારા પૂર્વજન્મનું ફળ છે. આમ મોતના મુખમાંથી ઊગરી ગયેલો મણિરથ રાજા મનોમન આનંદભેર વિચારવા લાગ્યો કે પોતે યુગબાહુની હત્યા કરવામાં કેવો સફળ થયો ! કિંતુ કર્મની ગતિ અનેરી છે. વનમાંથી પસાર થઈ રહેલા મણિરથ રાજાને સર્પદંશ થતાં એનું મૃત્યુ થયું. | યુગબાહુ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર ચંદ્રયથા ત્યાં આવી પહોંચ્યો. મદનરેખાએ પતિને સર્વ જીવોને ખમાવીને અંતિમ સમયની આરાધનાની અમૃતવાણી સંભળાવી. આ ધર્મવાણીનું શ્રવણ કરતાં શુભ ધ્યાનમાં લીન બનેલા યુગબાહુ બ્રહ્મદેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. બીજી બાજુ પૃથ્વી પર મદનરેખા અત્યંત વ્યથિત બની ગઈ. પોતે પતિના મૃત્યુનું નિમિત્ત બની તે માટે પોતાની જાત પ્રત્યે ધિક્કારનો ભાવ અનુભવતી એકાંત જંગલમાં ગુપ્તવાસ કરવા લાગી. આ જંગલમાં એને બીજો પુત્ર-જન્મ થયો. એના હાથ પર યુગબાહુના નામથી અંકિત વીંટી પહેરાવી નવજાત શિશુને રત્નકંબલમાં વીંટાળીને વૃક્ષની છાયામાં મૂકીને એ સ્નાન કરવા જળાશય તરફ ગઈ.
જળાશયમાં સ્નાન કરતી મદનરેખાને જળહસ્તિએ સૂંઢથી વીંટાળીને આકાશમાં ઉછાળી. આકાશમાંથી પસાર થતા વિદ્યાધરે એનું રક્ષણ કર્યું. વિદ્યાધર પણ મદનરેખાના રૂપ પર મોહિત બન્યો. કામાસક્ત વિદ્યાધરને એના પિતા મુનિરાજ મણિચૂરે સંસારની અસારતા, સૌંદર્યની ક્ષણભંગુરતા અને પરસ્ત્રીગમનના પાપની વાત કરતાં વિદ્યાધરના હૃદયની ચોપાસ જામેલાં વિષયનાં વાદળો દૂર થયાં. કાદવમાં કમળ ઊગે તેમ એણે મદનરેખાની ક્ષમાયાચના કરીને એને પોતાની ભગિની બનાવી.
મિથિલા નગરીમાં આવેલી મદનરેખાને જાણ થઈ કે ભરતખંડના સુદર્શનપુર નગરના રાજા ચંદ્રયથા અને મિથિલાના રાજવી બનેલા નમિકુમાર એકબીજા સામે યુદ્ધે ચડ્યા છે. એ સમયે મદનરેખા દીક્ષા લઈને સુવ્રતા સાધ્વી બની હતી. એણે ગુરુણીની આજ્ઞા લઈને યુદ્ધનો મહાસંહાર રોકવા માટે રણભૂમિ પર પ્રયાણ કર્યું. યુદ્ધનું કારણ એટલું હતું કે નમિરાજાનો નાસી છૂટેલો શ્વેત હાથી ચંદ્રયથાએ બળપૂર્વક ૫કડીને પોતાની પાસે રાખ્યો હતો. યુદ્ધભૂમિ પર મદનરેખાએ ધર્મોપદેશ આપ્યો અને પછી એકાંતમાં બન્ને રાજવીઓને એમનો પૂર્વવૃત્તાંત કહેતાં બંને સગા ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા. પરિણામે યુદ્ધના મહાસંહારને બદલે વિખૂટા પડેલા ભાઈઓના મિલનનો મહોત્સવ રચાઈ ગયો.
- ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. પંન્યાસજી શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી ચિ. ગૌરાંગ વિજ યકુ માર શાહ, પાલ - મુંબઈ
For Private Permane
n
www.jalnelibrary.org