________________
GC
૧૫. શ્રી દેવર્ધિાદિ ક્ષમામા ગુજરાતના ઇતિહાસપ્રસિદ્ધ વલ્લભી નગરીમાં વીર નિર્વાણ ૯૮૦(વિ. સં. ૫૧૦)માં જૈન ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ઘટના સર્જાઈ. આચાર્યદેવ શ્રીમદ્ દેવર્ધિગણિના નેતૃત્વમાં શ્રુતજ્ઞાનની જાળવણી, એનું વ્યવસ્થિત સંકલન અને એનું લિપિકરણ - એમ ત્રણ અપૂર્વ ધર્મકાર્યો કરવામાં આવ્યાં. થોડાં વર્ષો પૂર્વે આવેલા દુષ્કાળને કારણે અનેક ઋતધર શ્રમણો કાળધર્મ પામ્યા હતા અને તેથી શ્રુતજ્ઞાનને સંગૃહિત અને સંકલિત કરવાની એ યુગમાં પરમ આવશ્યકતા ઊભી થઈ. આ સમયે વિશિષ્ટ વાચનાચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્લભીમાં શ્રમણ સંઘને એકત્રિત કરીને શ્રુતરક્ષાની વિચારણા કરી. કાળની વિષમતા, માનસિક દુર્બળતા અને મેધાની મંદતાને કારણે સુત્રાર્થ સમજવાનું, એને યાદ રાખવાનું અને વારંવાર એનો અભ્યાસ કરવાનું વલણ ક્ષીણ થતું હતું, આથી વિદ્યમાન શાસ્ત્રો અને ગ્રંથોને લિપિબદ્ધ કરવાનો નિર્ણય કર્યો.
આ ભગીરથ કાર્યના પ્રારંભરૂપે શ્રમણો પાસેથી આગમના પાઠો સાંભળીને અને ચિત્તમાં ધારણ કરીને એને વ્યવસ્થિત કર્યા. આ સમયે એમની સમક્ષ સ્કંદિલી અને નાગાર્જુનીય - એમ બે વાચનાઓ હતી. નાગાર્જુનીય વાચનાના પ્રતિનિધિ તરીકે આચાર્ય કાલકે (ચતુર્થ) હતા, જ્યારે કંદિલી વાચનાના પ્રતિનિધિ તરીકે આચાર્ય દેવર્ધિગણિ હતા. બંનેની આગમવાચનામાં ભેદ હતો, કારણ કે આર્ય સ્કંદિલ અને આર્ય નાગાર્જુનનો પ્રત્યક્ષ મેળાપ થયો નહોતો. શ્રુતસંકલનાના આ કાર્યમાં બે પાઠભેદ હોવાથી જૈન સંઘ વિભક્ત થાય એવી સ્થિતિ ઊભી થઈ હતી, કિંતુ શ્રી દેવર્ધિગણિએ નાગાર્જુનીય વાચનાને પાઠાંતરના રૂપમાં નોંધીને પોતાની ઉદારતા અને ગરિમાનો પરિચય આપ્યો. આ કાર્યમાં શ્રી દેવર્ધિગણિને આચાર્ય કાલકનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. આગમલેખનને મહત્ત્વનું માનીને બંને વાચનાઓ જોવામાં આવી અને તેથી જ વાચનાની સાથેસાથે આગમલેખન પણ થયું. જિનશાસનની કીર્તિગાથાનું એક ઉત્તુંગ શિખર એટલે આચાર્યશ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ. એમણે ક્ષત-વિક્ષત આગમગ્રંથોને યુગો સુધી સ્થાયી બનાવવામાં શ્રુતલેખનનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું. આને કારણે આગમનિધિનું યોગ્ય સંરક્ષણ થયું તેમજ તેમના કાર્યથી વીતરાગવાણી સંગ્રહાઈ.
દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના જીવન વિશે ભિન્ન ભિન્ન કિંવદંતી મળે છે. દેવર્ષિ કાશ્યપ ગોત્રના ક્ષત્રિય હતા અને તેઓ ક્ષમાશ્રમણ અને દેવવાચક એવાં બે નામોથી ઓળખાતા હતા. એક વાર રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે સમવસરણમાં સૌધર્મેન્દ્રને કહ્યું, “મને ગર્ભાવસ્થામાં દેવાનંદાની કુખેથી ત્રિશલાની કૂખમાં મૂકનાર હરિગેંગમેથી દેવ જ દેવર્ધિગણિ નામથી મારા નિર્વાણ પછી એક હજાર વર્ષ બાદ થશે અને તેઓ દૃષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણકાર થશે.”
| દેવર્ધિગણિ માતા કલાવતીના ગર્ભમાં હતા, ત્યારે ગર્ભના પ્રભાવથી કલાવતીએ ઋદ્ધિવાળા દેવને જોયા. પરિણામે એમણે પુત્રનું નામ દેવર્ધિગણિ રાખ્યું. યુવાનીમાં દેવર્ધિને શિકારનો ભારે શોખ હતો. એમને સન્માર્ગ બતાવવાનો ઘણો પ્રયત્ન થયો. એક વાર દેવર્ધિ શિકારે નીકળ્યા હતા ત્યારે સામે ત્રાડ નાખતો સિંહ, પાછળ ઊંડી ખાઈ અને બંને બાજુ દતુશળવાળાં જંગલી પ્રાણી ઊભાં રહેલાં જોયાં. પગની નીચેની પૃથ્વી ડોલતી હતી અને આકાશમાંથી મુશળધાર વર્ષા થતી હતી. આ સમયે ભયવ્યાકુળ દેવર્ધિને એક વાણી સંભળાઈ, “હજી પણ સમજી જા. નહીં તો તારું મૃત્યુ તારી સામે ઊભું છે.”
દેવર્ધિએ કાકલૂદીથી કહ્યું, “ગમે તેમ કરીને મને બચાવો. તમે જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું.”
દેવ એને બચાવે છે અને આચાર્ય લોહિત્યસુરિ પાસે મોકલી આપે છે. આચાર્યનો ઉપદેશ સાંભળીને દેવર્ષિ દીક્ષિત થયા. એકાદશાંગી અને એક પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી આચાર્ય, ગણાચાર્ય અને વાચનાચાર્ય બન્યા. આચાર્ય દેવર્ધિગણિએ વલ્લભીપુરમાં પાંચસો આચાર્ય સમક્ષ પાંચમી આગમવાચના કરી, ચોર્યાસી આગમશાસ્ત્રોને લિપિબદ્ધ કર્યા તેમજ ‘નંદીસૂત્રની રચના કરી. વીરનિર્વાણ સં. ૧000(વિ. સં. પ૩૦)માં તેઓ કાળધર્મ પામ્યા અને તેની સાથોસાથ શ્રુતજ્ઞાનની ધારા સંપૂર્ણપણે વિચ્છિન્ન થઈ ગઈ.
ધર્મસ્નેહસૌજન્ય મહુવામાં આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ મ.ની નિશ્રામાં થયેલા સમૂહ માસક્ષમણની સ્મૃતિમાં; શ્રી પ્રતાપરાય દુર્લભદાસ શેઠ (સાવરકુંડલાવાળા) પરિવાર, હ, અ. સૌ. કલાવતીબહેન પીયૂષકુમાર,
- અ. સૌ. કલ્પના મૂકેશકુમાર, અ. સૌ. નીતા. ઘાટકોપર - મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org