________________
૨૫. ઉપાધ્યાય શ્રી ચctવિજયજી માત્ર ‘ઉપાધ્યાયજી' વિશેષણ બોલો, અને શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય ઓળખાઈ જાય છે ! “ઉપાધ્યાયજીનું વચન છે” એવું વચન કોઈ પણ શાસ્ત્રીય બાબતમાં અંતિમ નિર્ણય ગણાય છે. સમકાલીન મુનિવરોએ એમને ‘શાસ્ત્રોનાં સર્વજ્ઞ' અને ‘શ્રુતકેવલી' તરીકે ઓળખાવ્યા હતા. જૈન ધર્મના પરમ પ્રભાવક, મહાન દાર્શનિક, પદર્શનના જાણકાર અને ગુજરાતના મહાન જ્યોતિર્ધર શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયે કરેલી શાસનસેવા એક દૃષ્ટાંતરૂપ ગણાય. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં એકસોથી પણ વધુ ગ્રંથોના રચયિતા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ “તત્ત્વવિશારદ” અને “કૂર્ચાલ શારદા” જેવાં બિરુદ પામ્યા હતા. આત્મોત્થાન અને શાસનસેવાના પ્રતીકરૂ પે અત્યંત ગૂઢ, તાત્ત્વિક અને દાર્શનિક ગ્રંથોની રચના કરી, તો વળી સંઘ અને સમાજની સેવા માટે મુખ્યત્વે જનસામાન્યની ભાષામાં કંઠે રમી રહે તેવાં કાવ્યોનું સર્જન કર્યું.
જૈન સંઘમાં અંતિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામીની જેમ ઉપાધ્યાયજીને “અંતિમ શ્રુતપારગામી’ કહી શકાય. એમના પછી આજ સુધીમાં એમના જેવા શ્રુતવેત્તા અને શાસ્ત્રપ્રણેતા સમર્થ વિદ્વાન અન્ય કોઈ થયા નથી.
| ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી મોઢેરા જતાં રસ્તામાં આવતા નાનકડા કનોડા ગામમાં તેમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સૌભાગ્યદેવી હતું. આ સૌભાગ્યદેવીને ધર્મ પ્રત્યે એવી અવિચળ શ્રદ્ધા હતી કે ‘ભક્તામર સ્તોત્રનું સ્મરણ કરીને જ રોજ અન્નજળ લેવાનો નિયમ હતો, કિંતુ એકવાર મુશળધાર વરસાદને કારણે સૌભાગ્યદેવી ત્રણ દિવસ સુધી ઉપાશ્રયે સાધ્વીજી મહારાજ પાસે ‘ભક્તામર સ્તોત્ર' સાંભળવા જઈ શક્યાં નહિ અને તેને પરિણામે અન્નજળ વિના રહેવું પડ્યું. આ કારણ જાણતાં જ બાળક જશવંતે કહ્યું, “મા ! તારી જોડે ઉપાશ્રયમાં આવતો અને તારી પાસે બેસીને આ સ્તોત્ર સાંભળતો, તેથી મને એ સ્તોત્ર બરાબર યાદ રહી ગયું છે.” | ચાર-પાંચ વર્ષનો બાળક એક પણ ભૂલ વિના કડકડાટ ‘શ્રી ભક્તામર સ્તોત્ર નો સંપૂર્ણ પાઠ બોલી ગયો. માતાનો લાડકો જશવંત આખા ગામમાં વહાલસોયો બની ગયો. આવી જ રીતે એક વાર જશવંતે સાધુ મહારાજ સાથે પ્રતિક્રમણ કર્યું અને એક જ વાર સાંભળેલાં તમામ સૂત્રો એને કંઠસ્થ થઈ ગયાં. ધર્મપરાયણ માતા-પિતાએ કુળને અજવાળનારો પુત્ર શાસનસેવા માટે સમર્પિત કર્યો.
અમદાવાદના સુબા મહોબતખાનને અઢાર અવધાનનો પ્રયોગ બતાવતાં સૂબો એમની પ્રતિભાથી અંજાઈ ગયો. શ્રી યશોવિજયજીની પ્રતિભા વિકસતી અને વિસ્તરતી રહી. શ્રી યશોવિજયજીના ગુરુ મહારાજ પૂજ્યશ્રી નયવિજયજી પણ શિષ્યની જ્ઞાનઆરાધનાથી પ્રસન્ન હતા. એમણે વિચાર્યું કે જો આ તેજસ્વી સાધુને કાશીના વિદ્વાન પંડિતો પાસે મોકલવામાં આવે તો એની તેજસ્વિતા સોળે કળાએ પ્રગટે તેમ છે. આ સમયે ધનજી સૂરા નામના શ્રાવકે ગુરુ મહારાજને વિનંતી કરી કે આપ એમને કાશીમાં જ્ઞાનોપાર્જનની અનુમતિ આપો તો તે માટે કાશીમાં સઘળી સગવડ કરવાનો મને લાભ આપો. કાશીમાં ગંગા કિનારે શ્રુતઅધિષ્ઠાત્રી સરસ્વતીનું વરદાન મેળવ્યું. અહીં ન્યાયનો અભ્યાસ કરીને વિદ્વત્તાનો પ્રભાવ દાખવનાર શ્રી યશોવિજયજીને ખુદ અજૈન વિદ્વાનોએ “ન્યાયાચાર્ય” અને “ન્યાયવિશારદ” જેવાં બિરુદ આપ્યાં. કાશીની દુર્જેય વિદ્વાનોની સભામાં પાંચસો પંડિતોને એકલે હાથે જીતીને તેઓ ન્યાયાચાર્યનું બિરુદ પામ્યા હતા.
વિ. સં. ૧૭૪૩માં ડભોઈની પુણ્યભૂમિ પર ઉપાધ્યાયજી મહારાજનો અંતિમ ચાતુર્માસ હતો. પ૫ વર્ષના દીર્ઘ સંયમજીવન બાદ છેલ્લે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો એટલે ચિરકાળ ટકનારા અને સદાય ચમકતા રહેનારા જિનશાસનના ઝળહળતાં અમૂલ્ય રત્નો ! સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં વાય, વ્યાકરણ, યોગ અને અધ્યાત્મના ગ્રંથની રચના કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને ‘લઘુહરિભદ્ર' અથવા ‘દ્વિતીય હેમચંદ્રાચાર્ય' કહેવામાં આવે છે. સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જનને કારણે જિનશાસનમાં અંતિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીની જેમ ઉપાધ્યાય યશોવિજયજી ‘અંતિમ ઋતપારગામી’ કહી શકાય તેવા છે.
ધર્મસ્નેહસૌજન્ય સુરેન્દ્રનગર(હાલ વિલેપાલ, મુંબઈ નિવાસી શ્રી રસિકલાલ હરજીવનદાસ શાહ તથા ગુણવંતીબહેન રસિકલાલના શ્રેયાર્થે;
પુત્રો કિશોરભાઈ, શૈલેષભાઈ, અ. સો. કલ્પનાબહેન, પૌત્ર મૌલિક, જય, ધર્મિત, રચના પરિવાર. sora
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org