________________
૪૦. સાધ્વી શિયળાવતી - નંદન નગરના રાજાના મંત્રી અજિતસેન અત્યંત બુદ્ધિશાળી હતા. એમની પત્ની શિયળવતી શુકનશાસ્ત્રની જાણકાર હોવાથી એ શાસ્ત્ર અનુસાર અજિતસેન વેપાર કરતો હતો અને સારા યોગમાં વ્યવસાય કરતો હોવાથી એનું દ્રવ્ય વધતું જતું હતું. એક વાર નંદન નગરના રાજવીએ બીજા રાજ્ય પર ચડાઈ કરી, ત્યારે એણે મંત્રી અજિતસેનને પણ યુદ્ધમાં પોતાની સાથે આવવાની આજ્ઞા કરી. પતિના દીર્ઘકાળ સુધી વિરહ થશે, તેમ માનીને શિયળવતીએ પોતાના શીલની કસોટીરૂપ એક પુષ્પમાળા અજિતસેનના ગળામાં પહેરાવી અને કહ્યું, “જ્યાં સુધી આ માળા કરમાય નહીં, ત્યાં સુધી મારું શીલ સુરક્ષિત અને અખંડ જાણજો.”
થોડા દિવસ બાદ રાજાએ અજિતસેનના ગળામાં ઝૂલતી તાજાં પુષ્પોની માળા જોઈ. આશ્ચર્ય અનુભવતા રાજવીને એનું રહસ્ય જાણવાની જિજ્ઞાસા જાગી. રાજ દરબારના સભાજનોએ રાજાને શિયળવતીના સતીત્વની વાત કરી. આ સમયે રાજદરબારમાં હાસ્યવાર્તા કરનાર અશોક નામના મંત્રીએ સ્ત્રીના સતીત્વની મજાક ઉડાવી. રાજાએ મંત્રીને એના સતીત્વની પરીક્ષા કરવા અડધો લાખ દ્રમ આપ્યા. મંત્રી અશોક માલણ પાસે ગયો અને માલણને કહ્યું કે એ શિયળવતીને જઈને કહે કે કોઈ સૌભાગ્યવાન પુરુષ એને મળવા ચાહે છે. માલણે આ કાર્ય માટે અડધો લાખ દ્રવ્ય માગ્યું, માલણ શિયળવતીને મળવા ગઈ. શિયળવતીએ વિચાર્યું કે પરસ્ત્રીના શીલનું ખંડન કરવાને મનમોજી મજાક સમજતા આ મંત્રીને બોધપાઠ ભણાવવો પડશે. એણે માલણને કહ્યું કે મને અડધો લાખ દ્રવ્ય આપ તો આ કાર્ય સિદ્ધ થાય.
| શિયળવતીએ ઘરમાં ઊંડો ખાડો ખોદીને તેના પર પાટી વગરનો માચો મૂકીને ઓછાડ બાંધી રાખ્યો. અશોક મંત્રી મલકાતો-મલકાતો આવ્યો. શિયળવતીએ આપેલી સુચના પ્રમાણે એની દાસીએ મંત્રીને કહ્યું કે તમે લાવ્યા હો તે દ્રવ્ય મને આપો અને અંદર માચા પર જઈને બેસો. મંત્રી અડધો લાખ દ્રવ્ય આપીને ઉતાવળે અંધારિયા ઓરડામાં મારા પર બેસવા ગયો અને ખાડામાં પડ્યો. અશોક મંત્રી પાછો ન આવતાં કામાંફર નામનો બીજો મંત્રી આવ્યો, એ પછી લલિતાંગ નામનો ત્રીજો અને ત્યાર બાદ રતિકેલી નામનો ચોથો મંત્રી એક એક મહિના બાદ શીલભંગના મલિન ઇરાદાથી આવ્યા. ચારેયની પાસેથી શિયળવતીએ દ્રવ્ય લીધું અને તેમને ખાડામાં નાખ્યા.
થોડા સમય બાદ વિજય મેળવીને પાછા આવતાં સિંહરાજાએ ભવ્ય નગરપ્રવેશ કર્યો ત્યારે શિયળવતીએ આ ચારેય યક્ષ ઇચ્છે તેવું ભોજન હાજર કરી શકે છે તેમ કહીને ચારે મંત્રીને કરંડિયામાં પૂરીને આપ્યા. રાજાએ કરંડિયો ઉઘાડ્યો ત્યારે ભૂતપિશાચ જેવા ચાર માણસો એમાંથી બહાર નીકળ્યા. એમના દાઢી, મૂછ અને માથાના કેશ વધી ગયા હોવાથી બિહામણા લાગતા હતા. એમની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. ભૂખ્યા-તરસ્યા બધા જ સાવ કૃશ થઈ ગયા હતા. રાજાને ખ્યાલ આવ્યો કે આ તો એના ચારે મંત્રીઓ છે. એ મંત્રીઓએ પોતાની થયેલી દુર્દશા અને મળેલી નિષ્ફળતાનું વર્ણન કર્યું. રાજાને શિયળવતીના શીલ અને બુદ્ધિ માટે આદર જાગ્યો. | શિયળવતી પશુ-પક્ષીઓની ભાષા જાણતી હતી. એક વાર શિયાળનો અવાજ સાંભળીને મધરાતે ઘડો લઈને એકલી ઘોર જંગલ ભણી તે ચાલવા લાગી. એના સસરાને એના શીલ પર શંકા જાગી અને એને પિયર મોકલવાનો નિર્ણય કરીને વનમાં એની પાછળ-પાછળ ચાલ્યા. માર્ગમાં શિયળવતીને કાગડા સાથે વાર્તાલાપ કરતી જોઈને એના સસરા વિસ્મય પામ્યા. કાગડાના કહેવા પ્રમાણે શિયળવતીએ વૃક્ષ નીચે ધનકુંભ હોવાનું પોતાના સસરાને કહ્યું. ખાડો ખોદતાં સુવર્ણથી ભરેલા ચાર કુંભ મળ્યા. સસરાએ શિયળવતીની ક્ષમા માગી. બીજી બાજુ શિયળવતીના શીલપ્રભાવથી સિંહરાજા અત્યંત પ્રસન્ન થયો. એણે શિયળવતીને પોતાની બહેન બનાવી. શિયળવતીના શિયળને કારણે એની ઘણી પ્રતિષ્ઠા થઈ. અજિતસેન અને શિયળવતી આનંદભેર જીવન જીવવા લાગ્યાં. જીવનમાં શીલથી આગવો પ્રભાવ પાડનાર શિયળવતીના હૃદયમાં ધર્મની પ્રબળ ભાવના હતી, આથી પતિ-પત્ની બંનેએ દીક્ષા લીધી અને એમના કાળધર્મ બાદ તેઓ પાંચમા દેવલોકમાં ગયાં અને અનુક્રમે મોક્ષગામી બન્યાં.
- ધર્મસ્નેહસૌજન્ય મુ. મુનિ શ્રી કૈ લાસચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી ચિ. દિશા અતુલકુમાર શાહ, પાલ - મુંબઈ
Education
Fe Private & Persona
www.janelbtary.org