________________
૮૦. ts citતદાસ જાજરમાન નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનું જીવન એટલે ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પ્રબળ પ્રભાવ પાડનાર શ્રેષ્ઠીવર્યનું ધન્ય જીવન, ક્ષત્રિય વંશના સહસ્ત્રકિરણના પુત્ર શાંતિદાસ મોગલ શહેનશાહો પર આગવો પ્રભાવ ધરાવતા હતા. શહેનશાહ અકબર, જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવનાર શાંતિદાસ ઝવેરી બાદશાહના વિશ્વાસુ વ્યક્તિ તરીકેની ખ્યાતિ ધરાવતા હતા. ઝવેરાત અંગે તેઓ શાહી બેગમોના જનાનખાના સુધી જઈ શકતા હતા. શાંતિદાસ શેઠની જેમ ચાર ચાર સમર્થ મોગલ બાદશાહો પાસેથી તીર્થરક્ષણ અંગે આટલી મોટી સંખ્યામાં ફરમાન મેળવ્યાં હોય તેવાં દૃષ્ટાંતો ઇતિહાસના પાને બીજે ક્યાંય નોંધાયાં નથી.
એક સમયે ધર્મઝનુની ઔરંગઝેબે શેઠશ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું દેરાસર નષ્ટ કર્યું હતું એ જ ઔરંગઝેબે સમય જતાં શાંતિદાસ શેઠને પોતાના શાંતિના સંદેશવાહક દૂત તરીકેની મહત્ત્વપૂર્ણ કામગીરી સોંપી. નગરશેઠ પદ અને મહાજન પદ મેળવ્યા પછી શાંતિદાસ શેઠે સમાજના નાના-મોટા પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્ન કર્યો. એમણે ૧૫000 કરતાં પણ વધુ સાધુસાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ સાથે પાલિતાણાનો વિશાળ સંઘ કાઢયો હતો. વળી સમગ્ર ભારતમાં ઘૂમીને જૈન ધર્મ, જૈન તીર્થ અને જૈન સમાજના ઉત્કર્ષ માટે તન, મન અને ધનથી પ્રયાસ કર્યો. અમદાવાદના ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરની ગરિમા પાછી લાવવા માટે તીર્થરક્ષક શેઠ શાંતિદાસે મોગલ બાદશાહ શાહજહાં પાસેથી શાહી ફરમાન મેળવ્યું હતું. એ જ રીતે એમને ચિંતામણિ મંત્રના ફળની પ્રાપ્તિ કરાવી આપનાર શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી અર્પણ-સમારોહમાં શાંતિદાસ ઝવેરીએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો, એટલું જ નહીં પણ એ પ્રસંગે આવેલા અવરોધો પોતાની કુનેહથી દૂર કર્યા હતા. દેશ-વિદેશમાં વેપાર ખેડતા હોવા છતાં ધર્મ એમના જીવનના અવિભાજ્ય અંગરૂપ હતો.
સુરતમાં પંન્યાસશ્રી નેમસાગરગણિ અને પંન્યાસશ્રી મુક્તિસાગરગહિનો ચાતુર્માસ હતો ત્યારે સુરતના ધનકુબેર એવા મોટા શાંતિદાસ ઝવેરીએ બંને પંન્યાસોને શ્રાવકના ઘરને સંતાનથી આબાદ કરવા વિનંતી કરી. વિ. સં. ૧૯૬૦ના ચૈત્ર માસમાં સુરતના ઉપાશ્રયમાં નીચે ભોયરામાં બેસીને બંને પંન્યાસજીએ શ્રી ચિંતામણિ મંત્રનો જાપવિધિ શરૂ કર્યો. આ મંત્રજાપ છ મહિને સિદ્ધ થાય. સિદ્ધિ સમયે ધરણેન્દ્ર નાગરૂપે આવીને ઊભા રહે ત્યારે જો નીડર સાધક એમની જીભ સાથે જીભ મેળવે તો ધરણેન્દ્ર પ્રત્યક્ષ થઈને શ્રાવકને વરદાન આપે ! છ મહિનાની જાપવિધિ પૂર્ણ થયા બાદ સુરતના શેઠ શાંતિદાસ આવ્યા નહીં, પરંતુ અમદાવાદના શાંતિદાસ ઝવેરી બંને પંન્યાસોને વંદન કરવા ઉપાશ્રયમાં ગયા. પંન્યાસ મુક્તિસાગરગણિ એમને સુરતના શેઠ સમજીને ભોંયરામાં લઈ ગયા. આ સમયે જાપ શરૂ કરતાં ધરણેન્દ્ર નાગ રૂપે પધાર્યા, પણ ભયભીત થતાં શાંતિદાસ ઝવેરીએ જીભ બહાર કાઢી નહીં. પરિણામે ધરણેન્દ્ર ચાલ્યા ગયા. પંન્યાસજીએ કહ્યું કે તમે નાગની સાથે જીભ મેળવી હોત તો રાજા બનત, પણ હવે તમે વિશિષ્ટ સન્માનનીય રાજમાન્ય વ્યક્તિ બનશો. | પચીસ વર્ષની યુવાન વયે શેઠ શાંતિદાસ મોગલ બાદશાહ અકબરના ઝવેરી તરીકે સ્થાપિત થયા. જહાંગીર એમને મામા કહીને માન-સન્માન આપતો હતો. એમને અમદાવાદના નગરશેઠની પદવી આપી અને ગુજરાતના સુબાનો હોદ્દો આપ્યો. મોગલ દરબારના મહત્ત્વના પ્રસંગોએ શેઠ શાંતિદાસ ઝવેરીને ખાસ નિમંત્રણ મળતું હતું. શાંતિદાસ શેઠે શ્રી શત્રુંજય તીર્થની સુરક્ષા માટે પ્રયાસ કર્યો. પ્રસન્ન મુખમુદ્રા, શાંત સ્વભાવ, મધુર વાણી અને સૌજન્યશીલ વ્યવહાર ધરાવતા નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ દુષ્કાળમાં અન્ન-વસ્ત્રનું પુષ્કળ દાન કર્યું. નગરશેઠ શાંતિદાસના મનમાં સદૈવ એ ભાવના રહેતી કે દેવગુરુને પ્રતાપે જ હું જીવનમાં ઉત્કર્ષ સાધી શક્યો છું, એટલે દેવ, ગુરુ અને ધર્મનો મારા પર ઘણો ઉપકાર છે તેથી તેમની ભક્તિ-ઉપાસના કરવી. માત્ર શેઠ શાંતિદાસે જ નહિ બલ્ક એમના સમગ્ર પરિવારે શુભ કાર્યો કર્યા. શ્રી શત્રુંજય પહાડ અને પાલિતાણા ભેટમાં મેળવ્યા બાદ શ્રી શાંતિદાસ ઝવેરીએ મોટો યાત્રાસંઘ કાઢચો. શ્રી શત્રુંજય તીર્થનાં મંદિરોની આજુબાજુ મોટો વિશાળ કિલ્લો બંધાવ્યો તેમજ તળેટીમાં વાવ બંધાવી. આ ઉપરાંત એમણે ઘણા નવા જિનાલયો, જીર્ણોદ્ધારો, સાધર્મિક ભક્તિ, ગ્રંથલેખન, દુષ્કાળમાં અનાજ-કપડાં વગેરેની સહાય જેવાં શુભકાર્યો કર્યા. ગુજરાતની મહાજન-પરંપરાના સમર્થ ધારક બની રહ્યા.
- ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રિયચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી અનિલભાઈ રતિલાલ શાહ પરિવાર, અમદાવાદ
s&iS
Jain Education International
www.jainelibrary.org