________________
૪૪. સાધ્વી રુકિમણી મોહમાંથી ત્યાગ, રાગમાંથી વિરાગ, વાસનામાંથી સાધના, છૂળમાંથી સૂક્ષ્મ અને ભૌતિકમાંથી આધ્યાત્મિક પરિવર્તનની એક હૃદયસ્પર્શી કથા એટલે સાધ્વી રુક્મિણીનું રોમાંચકારી જીવન. ઘટના એવી બની હતી કે પાટલિપુત્ર નગરની બહાર ઉદ્યાનમાં મહાપ્રતિભાશાળી મહાપુરુષ આર્ય વજનું આગમન થયું હતું અને એમના દર્શનાર્થે આખું નગર ઉદ્યાનમાં ઊમટ્યું હતું. પાટલિપુત્રના કોટ્યાધિપતિ ધનશ્રેષ્ઠીનું એકમાત્ર સંતાન કુમારી રુક્મિણી પોતાની સખીઓ સાથે ઉપવનમાં આવી હતી. અખંડ બ્રહ્મચર્યના તેજથી ઓપતા સૌમ્ય, શાંત આર્ય વજના મુખેથી પ્રગટતી ધર્મવાણી સાંભળીને આબાલવૃદ્ધ અલૌકિક આનંદમાં ગરકાવ થયા હતા, કિંતુ દષ્ટિ એવી સૃષ્ટિ તે ન્યાયે યુવાન રુક્મિણીનાં મોહભર્યા નયનોને આર્ય વજનું રૂપ જ નજરે પડ્યું અને રૂપ પર રુક્મિણી વારી ગઈ. | મનની ગતિ છે અતિ અટપટી ! યુવાન રુક્મિણી આર્ય વજ સાથેના પોતાના ભાવિ સ્નેહ જીવનની મોહક કલ્પનાઓમાં ડૂબી ગઈ. એણે મનોમન પતિના રૂપમાં પોતાના હૃદયસિંહાસન પર આર્ય વજની સ્થાપના કરી. પોતાનો આ સંકલ્પ એણે માતા-પિતા સમક્ષ રજૂ કર્યો અને એમ પણ કહ્યું કે જો એનાં લગ્ન નહીં થાય તો એ અગ્નિમાં પ્રવેશીને આત્મવિલોપન કરશે. રુક્મિણીને રૂંવેરૂંવે મોહ જાગ્યો હતો. એને આર્ય વજની ચરણસેવિકા બનવાની તીવ્ર ઉત્કંઠા અને પ્રબળ આસક્તિ હતી. એને વિયોગની એક ક્ષણ એક એક યુગ જેવી લાંબી લાગતી હતી. રુક્મિણીના પિતા ધન શ્રેષ્ઠીએ તો પોતાના સંપત્તિકેન્દ્રી માનસથી એમ જ વિચાર્યું કે સાધુરાજ આગળ અઢળક ધન-સમૃદ્ધિનો ઢગલો કરીશ એટલે તેઓ સાધુતા તજીને અવશ્ય મારી પુત્રી સાથે પાણિગ્રહણ કરશે. જિંદગીની પ્રત્યેક બાબતને ધનના ત્રાજવે તોલનારને સ્વાભાવિક રીતે આવી જ કલ્પના આવે.
| કિમતી વસ્ત્રાભૂષણોથી શોભતી પોતાની પુત્રી અને એક અબજ મુદ્રાઓ સહિત ધન શ્રેષ્ઠી આર્ય વજ પાસે ગયા. શ્રેષ્ઠીએ વિનંતી કરી કે મારી પુત્રી હૃદયથી પતિરૂપે આપને વરી ચૂકી છે તો અપાર રૂપ અને લાવણ્ય ધરાવતી મારી પુત્રીનો આપ સ્વીકાર કરો. વળી આ એક અબજ મુદ્રાઓ લઈને આપની ઇચ્છા મુજબ આખી જિંદગી સાંસારિક સુખો માણશો તોય આ સંપત્તિ ખૂટશે નહીં. આમ કહીને શ્રેષ્ઠી ધને આર્ય વજના ચરણમાં માથું રાખીને યોગ્ય ઉત્તરની આશા સાથે એમના તરફ જોયું.
| નિવૃત્તમાર્ગમાં દૃઢસંકલ્પ એવા આર્ય વજ પર શ્રેષ્ઠી ધનનાં મોહક પ્રલોભનોની કશી અસર થઈ નહીં. આર્ય વજે શાંત અવાજે કહ્યું, “હે શ્રેષ્ઠી, તમે સ્વભાવથી અત્યંત સરળ અને ભોળા છો. જેણે સંસારનાં સર્વ બંધનોનો ત્યાગ કર્યો છે એને તમે સંસારનાં બંધનોમાં જ કડવા માંગો છો. શું ધૂળના ઢગલાના બદલામાં કોઈ રત્નનો રાશિ ગુમાવે ખરું ? નાનકડા તણખલાને ખાતર કલ્પવૃક્ષ તજી દે ? કાગડાના બદલામાં કોઈ હંસ આપે ? તૂટીફૂટી ઝૂંપડીના બદલામાં કોઈ દેવવિમાનનો સોદો કરે ખરું ? તમે તો તમારા તુચ્છ વૈભવ દ્વારા વિષયભોગોનું પ્રલોભન આપીને મને પરમાત્મપદ અપાવે એવાં તપ અને સંયમને ખૂંચવી લેવા ઇચ્છો છો. ક્ષણિક વિષયસુખ તો ઘોર દુઃખાનુબંધી અને અનંતકાળ સુધી ભવાટવીમાં ભટકાવનારું છે. હે શ્રેષ્ઠી ! સાધુતાના આ શાશ્વત સુખની તુલનામાં આખીયે દુનિયાનું સમસ્ત ધન તો માટીના નાના ઢેફા સમાન છે. જો તમારી પુત્રી સાચોસાચ મારું અનુકરણ કરવા માંગતી હોય તો એણે સમ્યગુ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યગુ ચારિત્રરૂપ મેં ગ્રહણ કરેલાં મહાવ્રતોનો અંગીકાર કરવો જોઈએ. મેં સ્વીકારેલા શાશ્વત સુખદાયી શ્રેયસ્કર સાધના પથપર અગ્રેસર થઈને આત્મકલ્યાણ માટે પ્રવૃત્ત બનવું જોઈએ.”
આર્ય વજની આ અમૃતવાણીએ રુક્મિણીના ચિત્ત પરથી મોહની મલિનતા દૂર કરી અને એના હૃદયમાં પ્રકાશનું કિરણ પ્રગટ થયું. જેમ જેમ આર્ય વજનાં વચનો સાંભળતી ગઈ, તેમ તેમ પ્રકાશના એ કિરણમાંથી એવો દૈદીપ્યમાન સૂર્ય ઊગ્યો કે જેણે રુક્મિણીના હૃદયમાં જામેલા ઘોર અંધકારને દૂર કરીને સર્વત્ર પ્રકાશ પાથરી દીધો. - જેમને પતિરૂપે સ્વીકાર્યા હતા એમના ઉપદેશથી પ્રભાવિત થઈને રૂક્મિણીએ એમને આરાધ્ય દેવ તરીકે સ્વીકાર્યા. સંસારજીવનના સ્વામીને બદલે વજસ્વામી અધ્યાત્મ માર્ગના પથદર્શક બન્યા.
- ધર્મસ્નેહસૌજન્ય પૂ. પ્રવર્તક મુનિ શ્રી કલ્યાણચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી નગીનભાઈ છોટાલાલ શાહ, કાંદીવલી - મુંબઈ
Main Education International
For Private & Personal use only
www.jalnelibrary.org