________________
૩૭. સાધ્વી ઋtષદત્તા રાજકુમાર કનક વરરાજાના વેશમાં અમાત્યો, રાજસેવકો અને અંગરક્ષકો સાથે જંગલમાંથી પસાર થતા હતા. રસ્તામાં એમણે જોયું કે એક વૃદ્ધ તપસ્વી શિલા ઉપર બેસીને તપ કરતા હતા અને તેની સમીપ અત્યંત સ્વરૂપવાન બાલિકા ઊભી હતી. કન્યાને જોતાં જ રથમઈનપુરના રાજા હેમરથના પુત્ર કનકકુમારને એના પ્રત્યે સ્નેહ જાગ્યો. ઋષિ હરિષેણે કહ્યું કે એક સમયે તેઓ તાંબાવતી નગરીના રાજા હરિષણ તરીકે પ્રસિદ્ધ હતા અને એમની પાસે એક તપસ્વીએ પ્રસન્ન થઈને આપેલી વિષહર ઔષધિ હતી. આ ઔષધિથી તેઓ સર્પદંશથી વિષગ્રસ્ત અનેક માનવીઓને વિષમુક્ત કરતા હતા.
મંગલાવતી નગરીના પૃથ્વીપતિ રાજાની પુત્રી પ્રીતિમતીને સર્પદંશ થતાં રાજા હરિષણે એને વિમુક્ત કરી. રાજા પૃથ્વીપતિએ જીવનદાન આપનાર રાજા હરિફેણ સાથે રાજ કન્યા પ્રીતિમતીનું લગ્ન કરાવ્યું. થોડાં વર્ષો બાદ મહર્ષિ વિશ્વભૂતિનો ઉપદેશ સાંભળીને રાજા હરિજેણે સંસાર અને સામ્રાજ્ય ત્યાગીને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું, ત્યારે રાણી પ્રીતિમતી પણ માનવજીવનને સાર્થક કરવા માટે સાધ્વી બની. પરંતુ સાધ્વી પ્રીતિમતી જ્યારે ગૃહસ્થાવસ્થામાં હતી, ત્યારે ગર્ભવતી થઈ હોવાથી સાધ્વી બન્યા બાદ તેને પુત્રીજન્મ થયો. પ્રસૂતિના નવ દિવસ બાદ પ્રીતિમતી સ્વર્ગવાસી થતાં ઋષિ હરિપેણ પિતા તરીકે સંભાળ લેવા લાગ્યા અને એ બાલિકાનું નામ એમણે ઋષિદત્તા રાખ્યું.
ઋષિ હરિષણની પાસે રાજકુમાર કનકકુમારે ઋષિદત્તા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અમાત્યોએ કનકકુમારને સમજાવ્યા કે કાવેરીની રાજકુમારી રુકિમણી આપની વાગ્દત્તા છે અને કનકકુમારના પિતા રાજા હેમરથે કાવેરીના રાજા કૃતબ્રહ્મની કન્યા સાથે એમનું લગ્ન નિશ્ચિત કર્યું છે, તેથી ઋષિદત્તા સાથે લગ્ન કરશે તો બંને કુળની આબરૂ ધૂળધાણી થઈ જશે. પરંતુ કનકકુમારે અમાત્યોની વાત કાને ધરી નહીં. | છંછેડાયેલી કિમણીએ ઋષિદત્તા પર વેર લેવાનો નિશ્ચય કર્યો અને સુલસા યોગિની દ્વારા ઋષિદત્તાના શયનખંડમાં માંસનો ટુકડો અને એના હોઠ પર લોહી લગાડ્યું. નગરમાં યોગિની સુલસા રોજ રાત્રે માનવહત્યાઓ કરતી હતી, તેથી યોગિનીએ રાજાને કહ્યું કે આ ઋષિદત્તા જ નરભક્ષિણી છે. ફટિલ યોગિનીએ બિછાવેલી જાળને પરિણામે ઋષિદત્તાને માથે આળ આવ્યું અને રાજા હેમરથે આજ્ઞા કરી કે આ ઋષિદત્તા ડાકણને જંગલમાં લઈ જઈને ભીનાં લાકડાંની ચિતા બનાવીને જીવતી સળગાવી દો, જેથી એ તરફડી-તરફડીને મૃત્યુ પામે. બીજાનો નિર્દયતાથી નાશ કરનારનો આવો જ અંત હોવો જોઈએ. જંગલમાં ચિતા સળગાવવામાં આવી, પરંતુ મુશળધાર વરસાદ સાથે ચોતરફ ઘોર અંધકાર છવાઈ જતાં ઋષિદત્તાને લેશમાત્ર ઈજા થઈ નહીં.
- સમાધિપૂર્વક કાળધર્મ પામીને સ્વર્ગલોક પ્રાપ્ત કરનારા ઋષિ હરિષેણે દેવરૂપમાં અવધિજ્ઞાનથી જોયું તો ખ્યાલ આવ્ય કે પોતાની માનવભવની પુત્રી ઋષિદત્તા ચોતરફ આફતોથી ઘેરાઈ ગઈ છે, આથી દેવે ઋષિદત્તાને રૂપપરિવર્તનની બે અલૌકિક વિદ્યાઓ આપી. પહેલી વિદ્યાના પ્રભાવથી એ ઇચ્છે તેવું રૂપ ધારણ કરી શકે અને બીજી વિદ્યાના પ્રયોગથી એ પોતાનું મૂળ સ્વરૂપ પામી શકે, - કુંવર કનકકુમારનું લગ્ન રુકિમણી સાથે યોજવામાં આવ્યું, ત્યારે ઋષિદત્તાએ નવતરણ ઋષિનું દિવ્ય રૂપ ધારણ કર્યું. તરુણ ઋષિની ભવિષ્યવાણી સાચી પડતી જોઈને અંજાયેલા કનકકુમારે આગ્રહપૂર્વક એમને પોતાની સાથે રાખ્યા. ગર્વિષ્ઠ રુકિમણીએ કનકકુમારને કહ્યું કે સુલસા યોગિનીએ એના કહેવાથી જ નગરજનોની હત્યા કરી હતી અને તેણે જ ઋષિદત્તાને નરભક્ષિણી સાબિત કરી હતી. રાજકુમાર કનક ક્રોધે ભરાઈને રુકિમણીનું માથું ઉડાવવા તૈયાર થયો ત્યારે પેલા તરુણ ઋષિએ એને અટકાવ્યો. તે પછી ઋષિદત્તાએ એનું મૂળ રૂપ ધારણ કર્યું. નગરમાં આવેલા મુનિ ધર્મવિજયજી પાસેથી ઋષિદત્તાએ જાણ્યું કે આ બધી ઘટના તો એનાં પૂર્વભવનાં કર્મોના પરિણામરૂપ હતી. આથી ઋષિદત્તાએ ચારિત્ર્યપાલનનો નિશ્ચય કરીને દીક્ષા લીધી. કઠોર તપશ્ચર્યા દ્વારા કેવળજ્ઞાન અને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો.
ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. મુનિ શ્રી શ્રમણચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી શ્રી અતુલકુ માર જયંતિલાલ શાહ, પાલ - મુંબઈ
Education
Home Femme
www.alliaty.org