________________
૫૬. અાક્કકુમાર આદ્રપુરના રાજવી આદ્ર અને રાજગૃહી નગરીના રાજવી શ્રેણિક વચ્ચે મૈત્રી સંબંધ બંધાયો. રાજા શ્રેણિકે વેપારીઓની સાથે આર્દુ રાજાને કીમતી ભેટો મોકલી. ફળપરંપરાથી ચાલી આવતા સ્નેહસંબંધને વિકસાવવા માટે મગધના રાજવી શ્રેણિકના પુત્ર અભયકુમારને રાજા આદ્રના પુત્ર આદ્રકકુમારે મુલ્યવાન ભેટ મોકલી. એના મૈત્રીભર્યા વતવથી પ્રસન્ન થયેલા અભયકુમારે વિચાર્યું કે અનાર્ય દેશમાં વસતા આદ્રકને કોઈ એવી ભેટ મોકલું કે જેથી એના હૃદયમાં જૈન ધર્મ તરફ સ્નેહ જાગે. આથી આદિનાથ ભગવાનની એક અહેતુ પ્રતિમા પેટીમાં મૂકીને દૂત મારફતે મોકલી અને વિનંતી કરી કે આ પેટીને આદ્રકકુમારે અત્યંત શાંત અને પવિત્ર સ્થળે તથા એકાંતમાં ખોલવી.
શ્રી આદિનાથ ભગવાનની મનોહર પ્રતિમા જોતાં જ આર્દકકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ ભવથી પૂર્વે ત્રીજા ભવમાં મગધના વસંતપુર નગરમાં સામાયિક નામે ગૃહસ્થ હતો. એની પત્નીનું નામ બંધુમતી હતું, પરંતુ કર્માધીન આ ભવે એ અનાર્ય દેશનો રાજ કુમાર બન્યો અને એની પત્ની બંધુમતી વસંતપુર નગરના શ્રેષ્ઠીની પુત્રી શ્રીમતી બની. - પૂર્વભવનો આવો વૃત્તાંત જાણ્યા પછી આદ્રકકુમારે દીક્ષા માટે પિતાની અનુમતિ માગી, પરંતુ પિતાએ વિરોધ કરતાં એણે ચૂપચાપ સાધુવેશ પહેરી લીધો. આદ્રકમુનિ ચાલતાં ચાલતાં વસંતપુર આવ્યા અને એક યક્ષમંદિરમાં ધ્યાન કરતા હતા. આ સમયે વસંતપુર નગરના શ્રેષ્ઠીની પુત્રી શ્રીમતી પોતાની સખીઓ સાથે યક્ષમંદિરમાં આંધળોપાટોની રમત ખેલવા આવી હતી. આ રમત રમાતી હતી, ત્યારે આંખે પાટા બાંધેલી શ્રીમતીએ આદ્રકમુનિને થાંભલો સમજીને જોરથી પકડી લીધા. એને જ્યારે ખ્યાલ આવ્યો કે આ જડ થાંભલાને બદલે જીવંત પુરુષ છે, તો એણે એની સખીઓને કહ્યું, “હું તો આ ઊભેલા પુરુષને મનોમન વરી ચૂકી છું.” આ સમયે આકાશમાં રહેલા દેવોએ રત્નોની વૃષ્ટિ કરી. આદ્રકમુનિએ વિચાર્યું કે આવા લોભામણા સ્થાને થોડો સમય રહેવાથી પણ મારા વ્રતરૂપી વૃક્ષને ઝંઝાવાતી વાયુ જેવો મનને ગમે તેવો ઉપસર્ગ થયો, તેથી હવે અહીં વધારે રહેવું સાધુને માટે યોગ્ય નથી. આમ વિચારી આદ્રકમુનિ ચાલી નીકળ્યા, પરંતુ બાર વર્ષ બાદ તેઓ ફરી અહીં આવ્યા અને એ સમયે શ્રીમતીએ કહ્યું, “હે નાથ ! તે દિવસે દેવાલયમાં હું તમને વરી હતી. તમે જ મારા પતિ છો. તે દિવસે તો તમે મને ત્યજીને ચાલ્યા ગયા હતા, પરંતુ હવે તમે મારી અવજ્ઞા કરશો તો હું અગ્નિમાં પડીને જીવતી બળી મરીશ.” શ્રીમતીના પિતાએ પણ મુનિ આદ્રને સમજાવ્યા. આદ્રકકુમાર શ્રીમતી સાથે વિવાહ કરીને એના નિવાસસ્થાને વસવા લાગ્યા. બાર વર્ષ પછી ફરી તેમને દીક્ષા લેવાની ભાવના જાગી. આ સમયે શ્રીમતી રૂની પૂણી લઈને ત્રાક કાંતવા લાગી. શ્રીમતીના પુત્ર એને પૂછવું, સાધારણ માણસો કામ કરે છે એવું કામ તું શા માટે કરે છે ?” ત્યારે શ્રીમતીએ જવાબ આપ્યો કે, “તારા પિતા હવે દીક્ષા લેવાના હોવાથી પતિરહિતા એવી તેના માટે આજીવિકા કાજે હવે ત્રાકનું જ શરણ છે.” પુત્રએ કાલીઘેલી ભાષામાં માતાને કહ્યું, “હું મારા પિતાને બાંધી રાખીશ, પછી તે શી રીતે જઈ શકશે ?” આમ કહી એ બાળકે પિતાના ચરણને ત્રાકના સૂતરથી વીંટવા માંડ્યા. આદ્રકકુમારે વિચાર્યું કે ઓહ આ બાળકના સ્નેહનું બંધન કેવું છે ! જે મને બાંધી રાખે છે તેના સ્નેહને વશ થઈ હું દીક્ષા નહીં લઉં. તેણે સૂતરના તાંતણાથી જેટલા આંટા લીધા છે તેટલાં વર્ષ હું ગૃહસ્થ અવસ્થામાં રહીશ, - આદ્રકકુમારે પગના તંતુબંધ ગણ્યા. એ બાર હોવાથી એમણે બાર વર્ષ ગૃહસ્થાશ્રમમાં ગાળ્યાં. એ પછી આદ્રકકુમાર મુનિ થઈને ઘરમાંથી ચાલી નીકળ્યા. તેઓએ ભગવાન મહાવીરનાં દર્શન માટે રાજ ગૃહ તરફ વિહાર કર્યો. માર્ગમાં આદ્રકમુનિને વિવિધ મતોના અનુયાયી મળ્યા. આદ્રકમુનિએ ગોશાલક, બૌદ્ધ ભિક્ષુ, વેદવાદી બ્રાહ્મણ, આત્માદ્વૈતવાદી, હસ્તી તાપસ વગેરેની સાથે ચર્ચા કરીને બધાના મતનું ખંડન કર્યું. ભગવાન મહાવીર વિશે પ્રવર્તેલી ભ્રાંતિ અને વિરોધીઓના આરોપોનું એમણે કરેલું તર્કસંગત ખંડન “શ્રી સૂત્રકૃતાંગ' નામના આગમમાં મળે છે. આદ્રકમુનિ પ્રભુ મહાવીર પાસે ગયા. એમના દ્વારા પ્રતિબોધિત પાંચસો વ્યક્તિઓને પ્રભુ મહાવીરે દીક્ષા આપીને એમને સોંપ્યા. આ સમયે ભગવાન મહાવીરનો રાજ ગ્રહ નગરીમાં ઓગણીસમો વર્ષાવાસ ચાલતો હતો.
ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી અમરચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી વાડીલાલ ચંદુભાઈ શેરદલાલ પરિવાર, અમદાવાદ
Main Education
www.jainelibrary.org