________________
૪૬. સાધ્વી રુઢસોમાં દશપુરના મહારાજાના રાજપુરોહિત સોમદેવની પત્ની રુદ્રસીમાએ વીર નિર્વાણ સં. પ૨ ૨માં આર્યરક્ષિત નામના તેજસ્વી બાળકને જન્મ આપ્યો. વેદજ્ઞાતા, વિદ્વાન રાજપુરોહિત સોમદેવ રાજા અને પ્રજા બન્નેમાં બહોળી ચાહના ધરાવતા હતા, તો એમની પત્ની રૂદ્રસોમાં જૈન ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠાને કારણે જનસામાન્યનો આદર ધરાવતી હતી. રાજપુરોહિત સોમદેવે પોતાના પુત્ર રક્ષિતને વિશેષ અભ્યાસાર્થે પાટલિપુત્ર મોકલ્યો. અહીં એણે છ અંગો સહિત વેદોનું ગહન અધ્યયન કર્યું.
સર્વ વિદ્યાઓમાં પારંગત થયા બાદ રક્ષિત પાટલિપુત્રથી દશપુર પાછો આવ્યો ત્યારે રાજા અને પ્રજા બંનેએ ભવ્ય સમારોહ યોજીને એનો ઉત્સાહ અને આદરથી નગરપ્રવેશ કરાવ્યો.. - આર્યરક્ષિત માતાને પ્રણામ કરવા દોડી ગયો, પણ એણે જોયું કે એમની માતા તો સામાયિક લઈને ગહન આત્મચિંતનમાં ડૂબેલી છે. રક્ષિતની તો કલ્પના હતી કે પહોંચતાવેત જનનીની ગોદમાં લપાઈ જઈને જિંદગીનો સઘળો ભાર ભૂલી જઈશ. માતાને સામાયિકમાં જોઈને ગદ્ગદિત હૃદયે રક્ષિતે પ્રણામ કર્યા. સામાયિક પૂર્ણ થયા બાદ માતાએ માત્ર પુત્ર પર સ્નેહભરી દૃષ્ટિ કરી. રક્ષિતની ધારણા હતી કે એને જોઈને માતાની મમતાનો પણ સાગર લહેરાવા માંડશે, પરંતુ એને બદલે એને તો માતાની માત્ર એક અમીભરી નજર જ મળી. - વિદ્વાન રક્ષિત અકળાઈ ઊઠ્યો. એણે વિચાર્યું કે સાદાઈ, સ્નેહ અને મમતાની મૂર્તિસમી માતા ક્યારેય અકળાતી નથી તો પછી આજે આવા આનંદના પ્રસંગે માતા કેમ ખુશ થતી નથી ? મહાપંડિત રક્ષિતે માતાને કારણ પૂછયું, ત્યારે માતાએ કહ્યું કે એણે જે વિદ્યા મેળવી છે એના ફળરૂપે એને આ જગતમાં માનપાન મળશે. એની આજીવિકા સારી રીતે ચાલશે, પરંતુ આ વિદ્યા સ્વ-પર કલ્યાણ કે આધ્યાત્મિક ઉત્કર્ષમાં સહેજે સાર્થક નહીં થાય. પોતાના પેટનો ખાડો પશુ-પક્ષી પણ પૂરતા હોય છે. એવી વિદ્યાનો શો અર્થ ?
આમ કહીને માતા રુદ્રમાતાએ કહ્યું કે મારા અંતરની અભિલાષા તો એ છે કે મારો પુત્ર દૃષ્ટિવાદનું અધ્યયન કરે, ગહન એવા આધ્યાત્મિક માર્ગને જાણે અને સાચો આત્મસાધક બને.
માતાની અભિલાષા પૂર્ણ કરવાનો રક્ષિતે દૃઢ સંકલ્પ કર્યો. માતાએ કહ્યું કે નગરની બહાર ઈશુવાટિકામાં આચાર્ય તોષલિપુત્ર બિરાજમાન છે. તેઓની પાસેથી તેને આ વિદ્યા પ્રાપ્ત થશે. આર્યરક્ષિતે રાત તો માંડ માંડ વિતાવી. વહેલી સવારે માતાને વંદન કરીને આચાર્ય તોષલિપુત્ર પાસે પહોંચી ગયો અને દૃષ્ટિવાદનું અધ્યયન કરાવવા વિનંતી કરી. આચાર્યશ્રીએ કહ્યું કે નિગ્રંથ શ્રમણની દીક્ષા ગ્રહણ કરી હોય તેવા સાધુને જ દૃષ્ટિવાદનું અધ્યયન કરાવી શકાય. આ સાંભળીને આર્ય રક્ષિતે સહેજે ખચકાટ વિના તત્કાળ દીક્ષા ગ્રહણ કરી અને એકાદશાંગી(અગિયાર અંગ)નો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની જિજ્ઞાસા એવી જાગી હતી કે આર્ય રક્ષિત એ સમયના મહાપુરુષ વજસ્વામી પાસે ગયા અને નવ પર્વનો અભ્યાસ કર્યો. એ પછી ગુરુ તોષલિપુત્રએ શિષ્યની યોગ્યતા જાણી એને ગણાચાર્ય પદ પ્રદાન કર્યું. આરક્ષિતનો ભાઈ ફલ્યુરક્ષિત ભાઈને ઘેર પાછો લઈ જવા આવ્યો, ત્યારે આર્યરક્ષિતનો ઉપદેશ સાંભળીને એ સ્વયં દીક્ષિત થઈ ગયો. બંને ભાઈઓ દશપુર આવ્યા. માતાની આંખમાં પુત્રોની આધ્યાત્મિક લગની જોઈ આનંદથી આંસુનાં તોરણ બંધાયાં. રાજપુરોહિત સોમદેવ, માતા રુદ્રસોમાં અને સમગ્ર પરિવારે દીક્ષા ગ્રહણ કરી. આર્ય રુદ્રસોમાએ ઉગ્ર તપ કરીને વિશુદ્ધ સંયમની આરાધના કરી. સાધુ રક્ષિત સમય જતાં યુગપ્રધાન આચાર્ય રક્ષિતસૂરિજી બન્યા. એમણે ભવિષ્યનો વિચાર કરીને આગમોને ચાર અનુયોગોમાં સંકલિત કર્યા. આ અનુયોગોના પૃથકકતના રૂપમાં આચાર્યશ્રી રક્ષિતસૂરિજીના નામની સાથેસાથે સાધ્વી રૂસોમાનું નામ પણ અમર બન્યું. આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિત બંને પુત્રો દીક્ષિત થયા હોવાથી એમની વંશપરંપરા આગળ ન ચાલી, પરંતુ પેઢીઓની પેઢીઓ સુધી વંશપરંપરા ચલાવનારા આજે ભૂલાઈ ગયા, જ્યારે વર્ષોથી શ્રદ્ધાળુ શ્રાવકો આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિતની સાથોસાથ એમની સંસ્કારદાત્રી માતા સાધ્વી રસોમાનું સતત સ્મરણ કરે છે.
- ધર્મસ્નેહસૌજન્ય
પૂ. મુનિ શ્રી સિદ્ધચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી અ. સૌ. નલિનીબહેન રમેશકુમાર વોરા (ચૂડાવાળા), બોરીવલી - મુંબઈ
For Private & Personal use only
Jain Education Interational
www.nelorary.org