________________
૧૮. શ્રી બપ્પભટ્ટસૂરિ જૈન સાધુના નિષ્કલંક બ્રહ્મચર્યના ઉત્કૃષ્ટ દૃષ્ટાંતરૂ૫ બપ્પભટ્ટિસૂરિ શાસ્ત્રાર્થમાં અતિ પ્રવીણ હતા. ક્ષત્રિય વંશમાં શ્રી બપ્પભટ્ટિનો જન્મ વીર નિર્વાણ સં. ૧૨૭૦(વિ. સં. ૮૦)ની ભાદરવા માસની ત્રીજે ગુજરાતમાં આવેલા ડુમ્બાઉધિ ગામમાં થયો. અત્યારે આ ગામ બનાસકાંઠામાં ધાનેરા-થરાદની નજીક આવેલા ડુવા ગામ તરીકે ઓળખાય છે. એમનું બાલ્યાવસ્થાનું નામ સુરપાલ હતું. એકવાર મોઢેરામાં બિરાજમાન આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ સ્વપ્નમાં બાળ કેસરીસિંહને ચૈત્ય પર છલાંગ ભરતો જોયો.
પ્રાત:કાળે આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિ જિનાલયમાં ગયા અને એમની દૃષ્ટિ આ છ વર્ષના બાળક પર પડી. આચાર્યશ્રીને આ તેજસ્વી બાળકને જોતાં જ સ્વપ્નનું સ્મરણ થયું અને એમણે બાળક સૂરપાલના પિતા બપ્પ અને માતા ભટિને બોલાવ્યાં. માતાપિતાએ બાળકની તેજસ્વિતા અને દઢતા જાણીને તેને શાસનને સમર્પિત કર્યો. માતા-પિતાની મંગળ સ્મૃતિ રૂપે આ બાળકનું નામ બપ્પભટ્ટ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા બાદ મુનિ બપ્પભટ્રિએ તર્કપ્રધાન ગ્રંથો અને બોતેર કળાઓનું શિક્ષણ મેળવ્યું.
કાન્યકુબ્ધ દેશના આમ રાજા બપ્પભટ્ટિસૂરિ પાસેથી પ્રતિબોધ પામ્યા. રાજાએ પોતાનું અડધું રાજ્ય આપવાની વિનંતી કરી, પરંતુ બપ્પભટ્ટિસૂરિએ અપરિગ્રહી જૈન સાધુનો ખ્યાલ આપ્યો. બપ્પભટ્ટસૂરિની કાવ્યરચનાથી કાન્યકુબ્ધનો રાજા અત્યંત પ્રભાવિત થયો. આ રાજા વખતોવખત બપ્પભટ્ટિસૂરિની કસોટી કરતા હતા. ક્યારેક એમની સાધુતાની અગ્નિપરીક્ષા કરતા, તો ક્યારેક એમની વિદ્વત્તાની પરીક્ષા કરતા. | યુવાન સૂરિજીને જોઈને એમના બ્રહ્મચર્યવ્રતની પરીક્ષા કરવા માટે આમ રાજાએ એક ગણિકાને પુરુષવેશમાં સૂરિજી પાસે મોકલી. એ ગણિકા ચૂપચાપ સૂતેલા સૂરિજીની સેવા કરવા લાગી. નારીનો કોમળ સ્પર્શ થતાં બપ્પભટ્ટિસૂરિ જાગી ગયા. ચોંકી ઊઠડ્યા. યુવાની, રાત્રિનો નીરવ સમય અને અત્યંત એકાંતમાં ચલાયમાન કરવાનો રાજા આમનો મનોભાવ સૂરિવર પામી ગયા. એમણે ગણિકાને પાછા ચાલ્યા જવા કહ્યું. આ યુવાન કામવિજેતા આગળ ગણિકા નમી પડી. અડગ મનના આ સૂરિવરને દેવલોકની અપ્સરા પણ ચલાવી શકે તેમ નહોતી. પોતાના ગુરુની ગૌરવગાથા સાંભળીને રાજા આમ હર્ષવિભોર બની ગયા.
એકવાર ધર્મ રાજાના નિમંત્રણથી આમ રાજા તરફથી બપ્પભટ્ટિ અને ધર્મ રાજા તરફથી વિદ્વાન વર્ધનકુંજરનો છ મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. આ શાસ્ત્રાર્થમાં બપ્પભદિસૂરિનો વિજય થતાં એમને ‘વાદિકુંજર કેસરી ‘ની પદવી મળી. મત અને વાદના વિજયને આ સુરિરાજે સંવાદમાં પલટી નાખ્યો. આમ રાજા અને ધર્મ રાજા વચ્ચે વર્ષો જૂનાં વેરનું વાવેતર થયું હતું. આ સૂરિરાજે એ બંનેને ક્ષમાધર્મનું માહાસ્ય સમજાવ્યું. આને કારણે જૈન ધર્મનો ઘણો મહિમા થયો.
આ સમયે મથુરાના વાક્પતિ નામના યોગીને પણ બપ્પભટ્ટસૂરિએ પ્રભાવિત કર્યા. આવા સૂરિરાજ પાસેથી ઉપદેશ પામેલા રાજાએ જીવનના સંધ્યાકાળે દીક્ષા ગ્રહણ કરી. આ બપ્પભટ્ટસૂરિએ પોતાના તપોમય અને ત્યાગમય જીવનથી જનસમૂહ પર પ્રભાવ પાથર્યો. એમણે બાવન જેટલા પ્રબંધોની રચના કરી. એમાંથી ‘ચતુર્વિશતિ જિનસ્તુતિ’ અને ‘સરસ્વતી સ્તોત્ર' જેવા પ્રબંધો આજેય ઉપલબ્ધ છે.
ધર્મ અને ધ્યાન, તપ અને ત્યાગ જેમના જીવનની રગેરગમાં વહેતા હતા એવા આ સૂરિરાજે કલાકારોને પ્રોત્સાહન આપ્યું. એક ચિત્રકારે બનાવેલા ચિત્ર માટે એને એક લાખ ટકા અપાવ્યા.
| કનોજ, મથુરા, અણહિલપુર જેવાં શહેરોમાં વિધિપૂર્વક વીતરાગ પરમાત્માનું ચિત્ર સ્થાપિત કર્યું. અનેક જૈન મંદિરો માટે પણ સૂરિરાજે જનસમૂહને પ્રેરણા આપી.
ધર્મસ્નેહસૌજન્ય સા. શ્રી. પ્રવીણાશ્રીજીનાં શિષ્યા સા. શ્રી વિનીતયશાશ્રીના ઉપદેશથી ભક્તવર્ગ. સા. શ્રી મણિશ્રીનાં પ્ર. શ્રી હર્ષપ્રભાશ્રીના ઉપદેશથી શાહ પ્રેમચંદ વાડીલાલ (સાયલાવાળા), બોરીવલી
શ્રી મોતીલાલ ઘેવરચંદજી તાતેડ, એમ. એમ. જવેલર્સ, અધેરી, મુંબઈ
શ્રી કનકરાજજી ગુલરાજજી કોઠારી, કે. જી. જવેલર્સ, અંધેરી, મુંબઈ LOG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org