Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/004911/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 20x બુદ્ધ અને મહાવીર 十 + 3응 P કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાલા 台 G t 10000 COOMANK55 Q 十多 장 卐 5 女の gr + °C @ 35 卐 Page #2 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા નવજીવન પ્રકાશન મંદિર ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પંદર રૂપિયા © નવજીવન ટ્રસ્ટ, ૧૯૨૩ પહેલી આવૃત્તિ, ૧૯૨૩ સુધારેલી બીજી આવૃત્તિ, ૧૯૨૯ સાતમું પુનર્મુદ્રણ, પ્રત ૩,૦૦, ઑક્ટોબર ૨૦૫ ISBN 81-7229-124-8 (set) પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ અને ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ વતી જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ વ્યવસ્થાપક ટ્રસ્ટી નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૩૮૦૦૧૪ મુદ્રક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજકનું નિવેદન ‘ધર્મને સમજો’ પુસ્તક સંપુટ નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી સંયુક્ત રીતે પ્રકાશિત થાય છે. નવજીવન અને ગૂજરાત વિધાપીઠ તરફથી અત્યાર સુધીમાં ધર્મસમભાવને ધ્યાનમાં રાખી કરવામાં આવેલાં સામાન્ય વાચકને રસ પડે તેવાં પ્રકાશનો આ સંપુટમાં સમાવી લીધાં છે. જગતના મુખ્ય મુખ્ય ધર્મો તથા તેના સ્થાપકોનો પરિચય વાચકને આ સંપુટમાંનાં પ્રકાશનોમાંથી મળી રહેશે. ગૂજરાત વિદ્યાપીઠના મૈયામાં બધા પ્રચલિત ધર્મોન વિશે સંપૂર્ણ આદર રાખવાનું અને વિદ્યાર્થીઓના આત્મવિકાસને અર્થે ધર્મનું જ્ઞાન અહિંસા અને સત્યને દૃષ્ટિમાં રાખીને આપવાનું ગાંધીજીના સીધા માર્ગદર્શન હેઠળ નક્કી કરવામાં આવેલું છે. તે મુજબ ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ-સ્નાતક મહાવિદ્યાલયોમાં બધા ધર્મોના શિક્ષણનો અભ્યાસક્રમ આધાર પાઠયક્રમ તરીકે અનિવાર્ય છે. અન્ય યુનિવર્સિટીઓમાં પણ પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં જગતના ધર્મોનો વૈકલ્પિક પાઠયક્રમ પ્રચલિત છે. નવજીવન ટ્રસ્ટના દસ્તાવેજમાં તેના ઉદ્દેશોની પૂર્તિસાર જે જે પ્રવૃત્તિઓ કરવાનું સૂચવેલું છે તેમાં હિંદુમાં વસેલી બધી જુદી જુદી કોમો વચ્ચે એકચનો પ્રચાર કરવાનું સૂચવવામાં આવ્યું છે. એ હેતુ માટે નવજીવને ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રસ્થાપિત કરેલા અનામત કોરામાંથી સહાય મળવાને પરિણામે આ પુસ્તક સંપુટ સામાન્ય વાચકને પરવડી શકે તેવી રાહ્તદરની કિંમતે આપવાનું શકય બન્યું છે. ગાંધીજી પ્રસ્થાપિત બંને સંસ્થાઓની બધા ધર્મોની સાચી સમજણ ફેલાવવાની જવાબદારી છે. વળી ઉચ્ચશિક્ષણમાં હવે મૂલ્યશિક્ષણ તથા તુલનાત્મક ધર્મોના શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાતું જાય છે. કેન્દ્ર સરકારના માનવસંસાધન મંત્રાલયે તથા યોજના પંચ તેમ જ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે આ પ્રકારના નૈતિક મૂલ્યોની કેળવણી કરન્ડા શિક્ષણને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. આને અનુલક્ષીને આ પુસ્તક – સંપુટ ઉચ્ચશિક્ષણમાં કાર્ય કરતા સહુ કોઇને ઉપયોગી ધો એવી આશા છે. ‘ધર્મન સમજો’ના આ પુસ્તક-સંપુટ મારફત ગાંધીજીનો સર્વધર્મ - સમભાવનો સંદેશો સર્વત્ર વસતા ગુજરાતી કુટુંબોમાં પ્રસરશે એવી આશા છે. ३ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન સ્વ. કિશોરલાલભાઈનું આ પુસ્તક નવજીવને પહેલું ઈ સ. ૧૯૨૩માં પ્રસિદ્ધ કરેલું. ત્યાર પછી તેમણે એમાં સુધારા કર્યા હતા અને તેની સુધારેલી બીજી આવૃત્તિ ૧૯૨૯ભાં પ્રસ્થાન કાર્યાલય તરફથી બહાર પડી હતી. અને ત્યાર બાદ ૧૯૩૭માં ત્રીજી આવૃત્તિ બહાર પડી હતી. તે પછી એમ વિચાર કર્યો કે, આ રીતે બીજેથી પ્રસિદ્ધ થયેલી એમની બધી ચેપડીઓ એક જ જગાએથી નવજીવનમાથી બહાર પડે એ સારું છે. આ ચેપડીની નકલો હવે સિલક રહી નથી. એટલે તેનું પુનર્મુદ્રણ કરવું જોઈએ. આ પ્રમાણે, તે હવે નવજીવન તરફથી બહાર પડે છે. શાળાઓમાં ઈતર વાચન તથા ભણતા પ્રૌઢના વિશેષ વાચનમાં એ ખૂબ ઉપયોગી નીવડશે. સામાન્ય વાચકે પણ આ વાંચવા જેવો પ્રબંધ છે. શ્રી કિશોરલાલભાઈ મેટા વિચારક હતા, સાધક હતા. કઈ દૃષ્ટિએ તેમના જેવા ધર્મપરાયણ પુરવ આપણા બે અવતારી મહાપુરુ, બુદ્ધ અને મહાવીરને આરાધતા એ, આથી કરીને સમજવા જેવી બાબત ગણાય. તેથી આ પુસ્તક ધર્મજ્ઞાન માટે સામાન્ય વાચન તરીકે પણ ઉપયોગી નીવડશે એવી આશા છે. ૨૩-૧૧–૧૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ નાનકડી પુસ્તકમાળામાં જુદી જુદી પ્રજાએમાં અતિશય પૂજાયેલા કેટલાક મહાપુરુષોના ટૂંકા જીવનપરિચય કરાવવા ધાર્યુ છે. આ પરિચય કરાવવામાં જે દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખ્યું છે એ વિશે એ શબ્દ લખવા આવશ્યક છે. આપણે હિંદુએ માનીએ છીએ કે જ્યારે પૃથ્વી પરથી ધર્મના લેપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરોના ઉપદ્રવથી સમાજ પીડાય છે, સાધુતાનેા તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે પરમાત્માના અવતારો પ્રકટ થાય છે. પણુ અવતારે કેવી રીતે પ્રકટ થાય છે, એ પ્રગટ ય ત્યારે એમને કેવે ક્ષણે ઓળખવા અને એમને એળખીને અથવા એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા ફેરફાર કરવા એ જાણવું જરનું છે, યંત્ર એક પરમાત્માની શક્તિ સત્તા જ કાર્ય કરી રહી છે. મારામાં તમારામ સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે. એની જ શક્તિથી સર્વેનું હલન-ચલન-વલણુ છે. રામ, કૃષ્ણ, ભુ, ઈશુ વગેરેમાં પણ એ જ પરમાત્માની શક્તિ તી. ત્યારે આપણામાં અને રામકૃષ્ણુાદિકમાં શેફેર ? એણુ મારા-તમારા જેવા જ મનુષ્ય દેખાતા હતા; એમને પશુ મારી-તમારી માફક દુ:ખે, વેઠવાં પડયાં હતાં અને પુરુષાર્થ કરવા પડયો હતા; છતાં આપણે એમને અવતાર શા માટે કહીએ છીએ ? હુન્નરે વર્ષે લાતી ગયાં છતાં શું કામ આપણે એમને પૂગ્યે છીએ ? આત્મા સત્યકામ-સત્યસંકલ્પ છે' એવું વેદવચન છે, જે આપણે ધારીએ, ઇચ્છાએ તે પ્રાપ્ત કરી શકીએ એવા એને અર્થ Page #7 -------------------------------------------------------------------------- ________________ થાય છે. જે શક્તિને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને જ આપણે પરમેશ્વર–પરમાત્મા–બ્રહ્મ કહીએ છીએ. જાણેઅજાણ્ય પણ એ જ પરમાત્માની શક્તિનું આલેખન – શરણ – લઈ આપણે જે સ્થિતિમાં આજે છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરી છે; અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલમ્બન લઈન કરીશું. રામ-કૃષ્ણ પણ એ જ શક્તિનું આલમ્બન લઈ પૂજનીય બને એવું પદ પ્રાપ્ત કર્યું હતું; હવે પછી જે મનુષ્યજાતિના પૂજાપાત્ર થશે તે પણ એ જ શક્તિનું આલમ્બન લઈને. આપણામાં અને એમનામાં ફરક એટલે કે આપણે મૂઢપણે – અજાણ પણે એ શક્તિને ઉપયોગ કરીએ છીએ; એમણે બુદ્ધિપૂર્વક એનું આલબન લીધેલું. બીજો ફરક એ કે આપણે આપણું શુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા પરમાત્મા શક્તિને ઉપગ કરીએ છીએ. મહાપુરુષની આકાંક્ષાઓ, એમના આશયે મહાન અને ઉદાર હોય છે, એને જ માટે એ આત્મબળને આશ્રય લે છે. ફરક ત્રીજું એ કે સામાન્ય જનસમાજ મહાપુરુષોનાં વચનોને અનુસરનાર અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પિતાને ઉદ્ધાર માનનારા હોય છે. જૂનાં છે એ જ એમનો આધાર હોય છે. મહાપુરુ કેવળ શાને અનુસરનારા નથી હોતા, એ શાસ્ત્રોના રચનારા અને વારા પણ થાય છે. એમનાં વચનો એ જ શાસ્ત્રો થાય છે. • એમ આચરો એ જ અન્યને દીવાદાંડીરૂપ થાય માં પરમતત્ત્વ ઓળખી લીધું છે. એમણે પોતાનું અન્તઃકરણ શુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, સવિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર છે, જે આચરણ ચોગ્ય લાગે તે જ સઋાસ્ત્ર, તે જ મર્મ. કઈ પણ બજાં શાસ્ત્રો એમને બાંધી શકતાં નથી કે એમના નિર્ણયમાં ફરક પાડી શકતાં નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ આપણે આપણા આશયોને ઉદાર બનાવીએ, આપણી આકાંક્ષાએને ઉચ્ચ બાંધીએ અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક આલમ્બન લઈએ તો આપણે અને અવતાર ગણાતા પુરુષ તત્ત્વતઃ જુદા નથી. વીજળીની શક્તિ ઘરમાં ગેઠવાયેલી છે, એને ઉપયોગ આપણે એક શુદ્ધ ઘંટડી વગાડવામાં કરી શકીએ તેમ જ તે વડે દીવાની પંક્તિથી આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પરમતત્ત્વ આપણુ પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યું છે, એની સત્તા વડે આપણે એક શુક વાસનાની તૃપ્તિ કરી શકીએ અથવા મહાન અને ચારિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈ એ. મહાપુરુષોએ પિતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુઃખભંજન થવા આકાંક્ષા ધરી. એમણે એ બળ વડે સુખદુઃખથી પર, કરુણહૃદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઈચ્છા કરી, સ્વાર્થના ત્યાગથી, ઈદ્રિના જયથી, મનને સંયમથી, ચિત્તની પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફના અત્યંત પ્રેમથી, બીજાનાં દુ:ખનો નાશ કરવા પોતાની સર્વ શક્તિ અર્પણ કરવા માટેની નિરંતર તત્પરતાથી, પિતાની અત્યંત કર્તવ્યપરાયણતાથી, નિષ્કામતાથી, અનાશક્તિથી અને નિરહંકાસપણાથી, ગુરુજનોને સેવી તેમના કૃપાપાત્ર થવાથી એ મનુષ્યમાત્રને પૂજનીય થયા. આપણે ધારીએ તો આપણે પણ એવા પવિત્ર થઈ શકીએ, એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણુ વૃત્તિ કેળવી શકીએ, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીએ. એવા થવાનો આપણે નિરંતર પ્રયત્ન રહે એ જ તેમની ઉપાસના કરવાનું હતું. જેટલે અંશે આપણે એમના જેવા થઈએ એટલે અંશે જ આપણે એમની સમીપ પહોંચ્યા એમ કહેવાય. જે આપણે એમના જેવા થવા પ્રયત્ન ન હોય તો આપણે કરેલું એમનું નામસ્મરણ Page #9 -------------------------------------------------------------------------- ________________ પણ વૃથા છે, અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણ વૃથા છે. આ જીવનપરિચય વાંચી વાંચનાર મહાપુરુષોને પૂજત થાય એટલું બસ નથી. એમની મહત્તા શાને લીધે છે તે પારખવા શક્તિમાન થાય અને તેમના જેવા થવા પ્રયત્નશીલ થાય તે જ આ પુસ્તક વાંચવાને શ્રમ સફળ થયો ગણાય. છેવટમાં એક વાક્ય લખવું ઘટે છે. આમાં જે કાંઈ નવું છે તે વિચારે મને પ્રથમ સૂઝયા છે એમ નથી કહી શકતે. મારા જીવનના ધ્યેયમાં તથા ઉપાસનાના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન કરી નાખનાર, મને અંધારામાંથી અજવાળામાં લઈ જનાર મારા પૂજ્યપાદ ગુરુદેવને એ માટે હું ગણું . છતાં એમાં જે ખામી હોય તે મારા જ વિચાર અને ગ્રહણશક્તિની સમજવી. - રામ અને કૃષ્ણના લેખ માટે હું રા. બા. ચિન્તામણિ વિનાયક વૈદ્યનાં એ અવતારોનાં ચરિત્રોના ગુજરાતી અનુવાદકને અને બુદ્ધદેવના ચરિત્ર માટે શ્રી ધર્માનંદ કોસંબીના “બુદ્ધલીલા સાર-સંગ્રહ અને “બુદ્ધ, ધર્મ અને સંઘને અણું છું. મહાવીરની વસ્તુ બહુધા હેમાચાર્ય કૃત “ત્રિષ્ટિશલાકા પુરુષને આધારે છે અને ઈશુ માટે બાઈબલનો ઉપયોગ કર્યો છે. માગશર વદ ૧૧, કિશોરલાલ ઘ૦ મશરૂવાળા સંવત ૧૯૭૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨ ખીજી આવૃત્તિના ખુલાસામાંથી આ પુસ્તકની બીજી આવૃત્તિ કાઢવા હું મારી અનુમતિ આપવામાં આનાકાની કર્યાં કરતા હતા. કારણ કે, જોકે પુસ્તકની પ્રસિદ્ધ થયેલી સમાલેાયનાએ બધી અનુકૂળ હતી, છતાં ગાંધીજીના સંબંધથી મારા સાથી જેવા કહી શકાય એવા એક મિત્રે એ પુસ્તકાનેા બહુ બારીકીથી અભ્યાસ કરી એ ઉપર વાંધાઓની યાદી રજૂ કરી છે. એમને મત એવા થયે છે કે મેં ઞા પુસ્તકામાં “રામની કેવળ વિડંબના કરી છે”, “કૃષ્ણને તા વળી ધાણુ જ કાઢી નાખ્યા છે”, અને “બુદ્ધને માથે કરવામાં પણુ બાકી નથી રાખી. પોતે જૈન ન હાવાથી મહાવીર' વિશે એ ટીકા કરવા અસમર્થ હતા. પરંતુ એકએ જૈન મિત્રએ મહાવીરના મારા આલેખન વિશે પેાતાના તીવ્ર અસતેાષ પ્રગટ કર્યાં હતેા, અને ઈશુ ખ્રિસ્ત’વિશે એ ગુજરાતી ખ્રિસ્તીઓના વાંધાઓ પણ આવેલા છે. ‘સહજાનંદ સ્વામી’નું પુસ્તક સંપ્રદાયમાં અમાન્ય જેવું રહ્યું છે એમ કહેવાને હરકત નથી. આ સ્થિતિમાં પુસ્તક ફરીથી પ્રસિદ્ધ થાય તે પહેલાં ટીકાકારોની દૃષ્ટિથી મારે એ પુસ્તક કરી ફરી વિચાર જવાં જોઈ એ અને એ જેમને ગમ્યાં હાય તેમને શા કારણુથી ગમ્યાં એ જાણવું જોઈ એ અને બીજી આવૃત્તિને જરૂર પડે તે સુધારવી જોઈ એ એમ મને લાગ્યું. આ કારણથી બીજી આવૃત્તિ કાઢવા માટે મારા ઉત્સાહ મંદ હતા, પણ બાઈ રણછેડજી મિસ્ત્રાતા આગ્રહ ચાલુ જ હાવાથી છેવટે મારે એમની ઇચ્છાને વશ થઈ બીજી આńત્ત કાઢવા અનુમતિ આપવી પડી છે. અનુમતિ આપી છે' એટલે, અર્થાત્, પુસ્તક ફરીથી ધારી પણ ગયું! છું, અને કેટલેક ભાગ ફરીથી લખી નાખ્યું છે. પણું જે સુધારા કર્યાં છે તેથી મારા ટીકાકારીને સંતેવી શંકા એવી ખાતરી આપી શકતા નથી. ઊલટું, આ જીવનચરત્રાના પ્રતાપી નાયકે પ્રત્યે મારું વલણુ જ્યાં જ્યાં પહેલી આવૃત્તિમાં મેઘમ રહેલું હતું તે વધારે સ્પષ્ટ થયું છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આ જીવનચરિત્રમાળાનું નામ નવજીવન પ્રકાશન મંદિરે પહેલી આવૃત્તિમાં “અવતારલીલા લેખમાળા” રાખેલું અને તે મેં રહેવા દીધું હતું. પણ એ નામની યોગ્યતા વિષે મારા મનમાં શંકા હતી જ. અવતાર' શબ્દની પાછળ સનાતની હિંદુના મનમાં જે વિશેષ ક૯૫ના રહેલી છે, તે કલ્પના અને માન્ય નથી એ તો પહેલી આવૃત્તિની પ્રસ્તાવના વાંચતાં જ સ્પષ્ટ થાય છે, અને તે કલ્પનાની સાથે પિોષાતી ભ્રામક માન્યતા કાઢી નાંખતા છતાં રામ-કૃષ્ણાદિક મહાપુરુષ પ્રત્યે પૂજ્યભાવ જાળવી રાખવો એ આ પુસ્તકનો એક હેતુ છે એમ કહેવામાં હરકત નથી. વળી “અવતાર શબ્દ સાથે “લીલા” શબ્દનું જોડાણ વૈશ્વ સંપ્રદાયમાં ખાસ પ્રકારની માન્યતા નિર્માણ કરે છે, અને “લીલા” શબ્દ અનર્થમૂલક પણ થયે છે એમ મને લાગ્યું છે. આથી “અવતારલીલા લેખમાળા” એ નામ કાઢી નાંખ્યું છે. પણ, મેં પ્રસ્તાવનામાં “અવતારી પુરુ” એવા શબ્દો આ ચરિત્રનાયકે વિષે વાપર્યા હતા અને તે ઉપરથી પ્રકાશકે “અવતારલીલા લેખમાળા” એવું નામ રાખ્યું હોય એ સંભવિત છે. મરાઠી ભાષામાં અવતારી પુરુષ” એક રૂઢિપ્રયોગ છે, અને તેને અર્થ કેવળ વિશેષ વિભૂતિમાન પુરુષ એટલે જ થાય છે. અને એ રીતે શિવાજી, રામદાસ, તુકારામ, એકનાથ, લેકમાન્ય તિલક વગેરે કોઈ પણ લોકોત્તર કલ્યાણકર શક્તિ પ્રગટ કરનાર જન “અવતારી પુરુષ” કહેવાય છે. એ શબ્દ વાપરવામાં મારા મનમાં એટલી જ કલ્પના હતી. પરંતુ ગુજરાતીમાં એ શબ્દપ્રયોગ ન હોવાને લીધે એથી થોડોક ગોટાળો ઉત્પન્ન થયે છે, અને તેથી એ શબ્દપ્રયોગ આ આવૃત્તિમાંથી કાઢી નાંખે છે. આ ટૂંકાં ચરિત્રોની સાચી ઉપયોગિતા કેટલી ? ઇતિહાસ, પુરાણ કે બૌદ્ધ-જૈન-ખ્રિસ્તી શાસ્ત્રોનો બારીક અભ્યાસ કરી, ચિકિત્સક વૃત્તિથી મેં કાંઈ નવું સંશોધન કર્યું છે એમ કહી શકાય એમ નથી. એ માટે વાચકે શ્રી ચિંતામણિ વિનાયક વૈદ્ય કે શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વગેરેનાં વિદ્વત્તાપૂર્ણ પુસ્તકોને અભ્યાસ કરવો જોઈએ. વળી ચરિત્રનાયકે Page #12 -------------------------------------------------------------------------- ________________ વિશે અસાંપ્રદાયિક દૃષ્ટિ રાખ્યા છતાં રાજના ધાર્મિક વાચનમાં ઉપયોગી થઈ શકે એવાં અબ કે વિસ્તારથી સારાં ચરિત્રો લખાયેલાં નથી. એવાં પુસ્તકની જરૂર છે એમ હું માનું છું, પરંતુ તે કાર્ય ઉપાડવા માટે જે અભ્યાસ જોઈએ તે માટે હું સમય કે શક્તિ મેળવી શકીશ એવો સંભવ જણાતો નથી. ત્યારે, મારી આ લેખમાળાનું પ્રજન આટલું જ છે – માણસ સ્વભાવથી જ કોઈકને પૂજતો હોય છે જ કેટલાકને દેવ કરીને પૂજે છે તો કેટલાકને મનુષ્ય સમજતો છતાં પૂજે છે; જેને દેવ કરીને પૂજે છે, તેને પોતાથી અલગ જાતિનો સમજે છે; જેને મનુષ્ય રાખીને પૂજે છે, તેને જે પિતાને – ઓછા વો – આદર્શ કરીને પૂજે છે; રામકૃષ્ણ-બુદ્ધ-મહાવીર-ઈશું વગેરેને જુદી જુદી પ્રજાના લેકે દેવ બનાવી –– અ-માનવ કરી - પૂજતા આવ્યા છે. એને આદર્શ કરી એના જેવા થવાની હોંશ રાખી પ્રયત્ન કરી . તેનો અભ્યદય સાધવે એમ નહીં, પણ એનું નામાચરણ કરી, ઉદ્ધારક શક્તિનું આરોપણ કરી તેમાં વિશ્વાસ મૂકી પોતાનો જ દય સાધવે એ આજ સુધીની આપણી રીત છે. એ રીત છીવત્તી પણ અંધશ્રદ્ધા – એટલે દ્ધિ ન ચાલે છે અધીની જ માત્ર શ્રદ્ધા નહીં પરંતુ બુદ્ધિનો વિરોધ કરવાની શ્રદ્ધાની છે. વિચાર આગળ એ ટકી શકતી નથી. જુદા જુદા મહાપુરુષોમાં એ દેવભાવ વધારે દૃઢ બનાવાને પ્રયત્ન એ જ સર્વ સંપ્રદાયના આચાર્યો, સાધુઓ, પંડિત વારનાં જીવનકાર્યના ઇતિહાસ થયો છે. એમાંથી ચમત્કારોની, ભૂતકાળમાં થયેલી આગાહીઓની અને ભવિષ્યકાળ માટે કરેલા અને સાચા પડેલા વર તો એની ખ્યાયિકા રચાયેલી છે, અને એને વિસ્તાર એટલે બંગ વધી ગયું છે કે જીવનચરિત્રમાંથી સંકડે નેવું કે એથી વધારે પાનાં એ જ હતુથી ભરેલાં હોય છે. આનું સામાન્ય જનતાના મન ઉપર એવું પારેખ થયું છે કે માણસની એનામાં રહેલી પવિત્રતા, લેકેત્તર શીલસંપતા, દયા આદિ સાધુ અને વીર પુરુષના ગુણને લીધે એની કિંમત એ આંકી શકતા નથી, પણ મતકારની અપેક્ષા રાખે છે, અને ચમત્કાર કરવાની શકિએ મહાપુરુપનું આવશ્યક લક્ષણ માને છે. શિલાની અહ હ્યા કરવાની, ગોવર્ધનને ટચલી આંગળી પર ઊંચકવાની, સૂર્યને આકાશમાં ઘાભાવી રાખવાની, પાણી પરથી ચાલી જવાની, હજારે માણસને Page #13 -------------------------------------------------------------------------- ________________ એક ટાપલી રોટીથી જમાડવાની, મર્યા પછી સજીવન થવાની – વગેરે વગેરે દરેક મહાપુરુષના ચિરત્રમાં આવતી વાર્તાઓના રચનારા એ જનતાને આ રીતે ખાટા દૃષ્ટિબિંદુમાં ચઢાવી દીધી છે. આવા ચમત્કારો કરી બતાવવાની શક્તિ સાધ્યું હોય તેાયે તેથી જ કાઈ માણસ મહાપુરુષ કહેવડાવવાને લાયક ન ગણાવા જોઈએ. મહાપુરુષાની ચત્રકારા કરવાની શક્તિ કે ‘ અરેબિયન નાઇટ્સ ' જેવાં પુસ્તકામાં આવતી જાદુગરાની શક્તિ એ બેઉની કિંમત માણસાઈની દૃષ્ટિએ સરખી જેવી જ છે. એવી શક્તિ હોવાથી કાઈ પૂજાપાત્ર ન થવા જોઈએ. રામે શિલાની અહલ્યા કરી, કે પાણી પર પથ્થર તરાવ્યા એ વાત કાઢી નાંખીએ, કૃષ્ણ કેવળ માનુષી શક્તિથી જ પેાતાનું જીવન જીવ્યા એમ કહીએ, શુએ એક પણ ચમત્કાર બતાવ્યેા નહાતા એમ માનીએ, છતાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ વગેરે પુરુષો માનવજાતિના શું કામ પૂજાપાત્ર છે એ દૃષ્ટિથી આ ચરિત્ર આલેખવાના પ્રયત્ન છે. એ કેટલાકને ન રુચે એ સંભવિત છે; પણ એ જ સાચી દષ્ટિ છે એમ મારી ખાતરી છે અને તેથી એ રીતને ન છેડવાને મેં આગ્રહ રાખ્યા છે. મહાપુરુષોને નિહાળવાનું આ દૃષ્ટિબિંદુ જેમને માન્ય હોય તેમને માટે આ પુસ્તક છે. વિલે પાર્લે ફાગણ વદ ૩૦ સંવત ૧૯૮૫ ૩ ત્રીજી આવૃત્તિના ખુલાસા આ આવૃત્તિમાં કાર્ય મહત્ત્વના સુધારા નથી. એકાદ બે જગ્યાએ ઘેાડુંઘણું સંશોધન કર્યું છે, એટલું જ. મારી ા આ આર્દ્રત્તને નાગરીકૃત લિપિમાં જ છપાવવાની હતી. પશુ દિલગીર છું કે પ્રકાશક પાસે હું એમ કરાવી શકયા નથી. વર્ધા, ૬ઠ્ઠી માર્ચ, ૧૯૩૭ કિશારલાલ ઘ॰ મશરૂવાળા ? સ્ ઘ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્માનંદજી કેાસંખી તથા પં. શ્રી સુખલાલજી સંધવીને સવિનય અર્પણ እ Page #15 -------------------------------------------------------------------------- ________________ તારણ પ્રકાશકનું નિવેદન પ્રસ્તાવના 6 e o o ૨૧ મહાભિનિમણુ ૧. જન્મ ૨. સુખોપભેગ ૩. વિવેકબુદ્ધિ ૪. વિચારે ૫. મોક્ષની જિજ્ઞાસા ૬. વૈરાગ્યની વૃત્તિ ૭. મહાભિનિષ્ક્રમણ ૮. સિદ્ધાર્થની કરુણા તપશ્ચર્યા ૧. ભિક્ષાવૃત્તિ ૨. ગુરુની શેાધ-કાલામ મુનિને ત્યાં ક. અસતેષ ૪. પાછી શેધ-ઉદ્રક મુનિને ૧૧ ૫. પુનઃ અસંતોષ ૬. આત્મપ્રયત્ન ૭. દેહદમન ૮. અન્નગ્રહણ ૯. બોધપ્રાપ્તિ સંપ્રદાય ૧. પ્રથમ શિ ૨. સંપ્રદાયને વિસ્તાર ૩. સમાજસ્થિતિ 4. મધ્યમ માર્ગ ૫. આર્યસ ૬. બૌદશરણત્રય –૮. બુદ્ધધર્મ ૯. ઉપાસકના ધર્મો ૧૦. ભિક્ષુના ધર્મો ૧૧. સંપ્રદાયની વિશેષતા ઉપદેશ ૧. આત્મપ્રતીતિ એ જ પ્રમાણ ૨. દિશાવંદન ૩. દશ પાપ ૪. ઉષથવ્રત ૫. સાત પ્રકારની પત્નીઓ ૬. સર્વ વર્ણની સમાનતા ૨૮ છે. શ્રેડ યજ્ઞ ૮. રાજ્યસમૃદ્ધિના નિયમે ૩૨ ૯. અલ્યુન્નતિના નિયમો ૩૪ ૧૦. ઉપદેશની અસર ૧૧–૧૩. કેટલાક શિષ્ય ૧૪-૧૫. નકુલમાતાની સમજણ ૧૬. ખરે ચમત્કાર શ્રેષ્ઠ શિક્ષાપદ ૧–૨. પ્રસ્તાવના ૩. શિષ્યના ધર્મ – પ્રાતઃકર્મ, વિચરણ, વાચા સંચમ, ૦ ત્યાં ૦ ૦ છ એ છ 6 Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાગમન, ભેાજન, સ્નાન, નિવાસસ્વચ્છતા, અશ્ર્ચયન, ગુરુના દાષાની શુદ્ધિ મંદવાડ ૪૨૧-૪૫ ૪. ગુરુના ધર્મ – યાપન, શિષ્યની સંભાળ, મંદવાડ, કર્મકૌશલ્ય ભિક્ષુની લાયકાત – આરાગ્યાદિ, ભિક્ષુનાં તા ૪૫-૪૬ તૈયારી, ૪૬-૪૭ ૬. થા ૪૭ 9. તેથના ધર્મો ૪૭ ૮. યુનાનના ધમેાં ૪૮ ૯. વદાય લેનારનાં કર્તવ્યે ૪૯ ૧૦. સ્ત્રી સાથે સંબંધ – એકાંત, એકાંતભંગ, પરિચય, ભેટ ૧૨ સતા—આસન ૧૧. કેટલાંક પ્રમાણ – ખાટલે, આસન, કચ્છ-પંચયું. ઘેતી-ષ્ટિ, ચીવર ગાંતે, ભેાજન, ગૌચ અને ૪૯ ૪૯૫૦ ખુલાસે ગૃહસ્થાશ્રમ ૧. જન્મ ૨. લવભાવ-માતૃભક્તિ ૭. પરાક્રમપ્રિયતા ૪. બુદ્ધિમત્તા ૫. વિવાહ ૬. માતા પેતાનું અવસાન ૭. ગૃહત્યાગ ૮. વસ્ત્રાર્યદાન ૫૦--૫૧ હર મહાવીર ૭૪ ૭૪ ૭૪ Gu N ૭૫ ૭૬ કેટલાક પ્રસંગો અને અંત १५ પર પર ૧. જ્ઞાનની કસેાટી ૨. મિત્રભાવના ૩૭. કૌશામ્બીની રાણી ૫૩-૫૪ ૮-૧૧. ખૂનને આપ ૫૪–૫૫ ૧૨–૧૮. દેવદત્ત ૫૬-૫૭ ૧૯-૨૦. શિલાપ્રહાર ૫૭ ૫ ૨૧. હાથી ઉપર વિજય ૨૨-૨૬. દેવઃત્તની વિમુખતા ૫૯ ૨૪. પનિર્વાણ ૫૯ ૨૫, ઉત્તરક્રિયા, સ્તૂપા ૫૯-૬૦ ૨૬. બોદ્ધ તી ૨૭. ઉપસંહાર ૨૮. ખરી અને ખાટી ધૃજા નોંધ સિદ્ધાર્થના વિવેકદિ સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ સમાધિ સમાજસ્થિત રારણત્રય વર્ણની સમાનતા સાયના ૧. મહાર્વ૨૫૩ ૨. સાધનાને બાધ ૬. નિયા ૪. વેઠેલા ઉપસર્ગે પરિષદ ૫. કેટલાક પ્રસંગે,મેરાક અને ૬. દિગંબર દશા ૭. લાઢમાં વિચરણ Fo ૪ પ છે. ܆ પ પાવ કોન G" ગામ અને પંચત્રતા ૭૯-૮૮ <3 ei Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮. તમને પ્રભાવ ૭–૧૦ સ્યાદ્વાદ ‘ ૮૫-૮૭ ૯. છેલ્લો ઉપસર્ગ ૧૧. અગિયાર ગૌતમો . * ૮૭ ૧૦. બોધપ્રાપ્તિ ઉત્તરકાળી ઉપદેશ ૧. શિષ્ય-શાખા ૧. પહેલે ઉપદેશ ૨. જમાલિને મતભેદ ૨. દસ સદ્ધ 5. નિર્વાણ ૩. સ્વાભાવિક ઉન્નતિપંથ ૮૪ ૪. જૈન સંપ્રદાય ૪. મહિલા પરમો ધર્મ: પ. દારુણતમ યુદ્ધ છે માતૃભૂમિ ૬. વિવેક એ જ ખરો સાથી ૮૫ વાદ મુદ-મહાવીર સમાલોના . સત્યની જિજ્ઞાસા ૧૦૦ ૧. જન્મ-મરણથી મુક્તિ ૯૭ ૫. નિ ત ભૂમિકા ૧૦૧ ર–દ. દુખમાંથી મુક્તિ ૯૮–૧૦૦ ૬. બુદ્ધિપ્રકૃતિની વિરલતા ૧૦૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ મહાભિનિષ્ક્રમણ નિત્ય બળતા અગ્નિમાં આ હાસ્ય ને આનંદ શા? અંધારે અથડાતા, હે, શે દી ન કાં ભલા?" આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચંપારણ્યની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામે એક નગરી હતી. શાક્ય કુલના ક્ષત્રિયેનું ત્યાં એક નાનકડું મહાજનસત્તાક રાજ્ય હતું. શુદ્ધોદન નામે એક શાક્ય તેમનો : ધ્યક્ષ હતો. તેને “રાજા” એવું પદ હતું. શુદ્ધોદન તમવંશની માયાવતી અને મહાપ્રજાપતિ નામે બે બહેને જોડે પરણ્યા હતા. માયાવતીને પેટે એક પુત્રને જન્મ થયે, પણ તેના જન્મ પછી સાત દિવસમાં જ તે પરલોકવાસી થઈ અને તેને ઉછેરવાને ભાર મહાપ્રજાપતિ ઉપર પડ્યો. એણે બાળકને પિટના દીકરા પ્રમાણે ઉછેર્યો અને એ બાળકે પણ એને સગી માતાની જેમ ચાહી. આ બાળકનું નામ સિદ્ધાર્થ. 1. को नु हासो किमानन्दो निच्चं पज्जलिते सति । अन्धकारेन ओनद्धा प्रदीपं न गवेसथ ।। ( પ) ૨. આ કારણે બુદ્ધ શાક્ય અને ગૌતમ મુનિના નામે પણ ઓળખાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ ૨. શુદ્ધોદને સિદ્ધાર્થને અતિ લાડમાં ઉછેર્યાં. એણે રાજકુમારને છાજે એવી એને કેળવણી આપી ખરી, પણ સાથે સાથે સંસારના વિલાસે પૂરા પાડવામાંયે મા રાખી નહીં. યશેાધરા નામે એક ગુણવાન કન્યા જોડે એનું લગ્ન થયું હતું અને તેનાથી રાહુલ નામે એક છેાકરા એને થયે હતા. પેાતાના ભાગેાનું વર્ણન સિદ્ધાર્થ આ પ્રમાણે કર્યું' છે સુખાપભાગ “હું બહુ સુકુમાર હતા. મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખેાદાવી તેમાં વિવિધ પ્રકારની કમલિનીએ વાવી હતી. મારાં વસ્ત્રા રેશમી હતાં. ટાઢ તાપની મારા ઉપર અસર ન થાય એટલા માટે મારા સેવકે મારી ઉપર શ્વેત છત્ર ધરતા. શિયાળા માટે, ઉનાળા માટે અને ચામાસા માટે મારા જુદા જુદા ત્રણ રાજમહેલ હતા. જ્યારે હું ચામાસા માટે આંધેલા મહેલમાં રહેવા જતા ત્યારે ચાર મહિના સુધી બહાર ન નીકળતાં, સ્ત્રીઓનાં ગીત અને વાદ્ય સાંભળી કાલક્રમણ કરતા. બીજાએાને ત્યાં સેવકાને હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ મારે ત્યાં મારાં દાસદાસીઓને ઉત્તમ ખેારાક સાથે ભાત અપાતા હતા.”૧ ૩. આ રીતે એની જુવાની ચાલી જતી હતી. પણ આટલા એશઆરામમાંયે સિદ્ધાર્થનું ચિત્ત ઠેકાણે હતું. બાળપણથી જ એ વિચારશીલ અને એકત્ર ચિત્તવાળા હતા. જે નજરે પડે તેનું વિવેકબુદ્ધિ ખારીકાઈથી નિરીક્ષણ કરવું અને એની ઉપર અત્યંત ૧. ‘બુદ્ધ, ધર્મ અને સંધ'માંથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ મહાભિનિષ્ક્રમણ વિચાર કરો, એ એને સહજ સ્વભાવ હતો. સદેવ વિચારશીલ રહ્યા વિના કયા પુરુષે મહત્તા મેળવી છે? અને કયે પ્રસંગ એ તુચ્છ હોઈ શકે કે જે વિચારી પુરુષના જીવનમાં અદ્ભુત ફેરફાર કરી મૂકવા સમર્થ ન થાય? ૪. સિદ્ધાર્થ જુવાની કેવળ ભગવતો જ નહોતે, પણ જુવાની એટલે શું, તેના આરંભમાં શું અને અંતમાં શું, એ વિચારતો પણ હતો. એશઆરામ વિચાર ભેગવતે હતું એટલું જ નહીં, પણ એશ આરામ એટલે શું, એનું સુખ કેટલું, એમાં દુઃખ કેટલું, એ ભેગને સમય કેટલે, એને વિચાર પણ કરતો હતો. એ કહે છે : “આવી સંપત્તિને ઉપભોગ લેતાં લેતાં મારા મનમાં એવો વિચાર આવ્યો કે અવિદ્વાન સામાન્ય મનુષ્ય પિતે ઘડપણના સપાટામાં આવવાનો છે તે પણ ઘરડા માણસ તરફ જોઈ કંટાળે છે અને તેને તિરસ્કાર કરે છે ! પરંતુ હું ઘડપણના ફાંસાનાં ફસાવાને છું, માટે જે સામાન્ય મનુષ્યની જેમ જાગ્રસ્ત માણસથી કંટાળું કે તેનો તિરસ્કાર કરું તે તે મને શેભે નહીં. આ વિચારને લીધે મારો જુવાનીને મદ સમૂળગે જતો રહ્યો. અવિદ્વાન સામાન્ય મનુષ્ય પિતે વ્યાધિના સપાટામાં સપડાવાનો છે છતાં વ્યાધિગ્રસ્ત મનુષ્ય તરફ જોઈને કંટાળે ૧. જુઓ પાછળ ધ ૧લી. Page #23 -------------------------------------------------------------------------- ________________ છે અને તેને તિરસ્કાર કરે છે ! પરંતુ હું જાતે વ્યાધિના સપાટામાંથી છૂટ્યો નથી, અને વ્યાધિરાતથી કંટાળું કે તેને તિરસ્કાર કરું તો તે મને શોભે નહીં. આ વિચારથી મારે આરોગ્યમદ સમૂળગે જતો રહ્યો. “અવિદ્વાન સામાન્ય મનુષ્ય પોતે મરણધર્મી હોવા છતાં મૃત શરીર તરફ જોઈ કંટાળે છે અને તેને તિરસ્કાર કરે છે ! પરંતુ હું પણ મૃતધમી છું, છતાં સામાન્ય મનુષ્યની પેઠે મૃત શરીર તરફ જોઈ કંટાળું કે તેને તિરસ્કાર કરું તે તે મને શોભે નહીં. આ વિચારથી મારો જીવિતમદ તદન ગળી પડ્યો.” ૫. જેની પાસે ઘર, ગાડી, ઘેડા, પશુ, ધન, સ્ત્રી, પુત્ર, દાસદાસી વગેરે હોય તે આ જગતમાં સુખી મનાય છે. મનુષ્યનું સુખ આ વસ્તુઓને આધારે મેક્ષની જિજ્ઞાસા છે એમ માનવામાં આવે છે. પણ સિદ્ધાર્થ વિચારવા લાગ્યોઃ “હું પોતે જરાધમ છતાં, વ્યાધિધર્મી છતાં, મરણધર્મો છતાં, શાકધમ છતાં, જરા, વ્યાધિ, મરણ અને શેકથી સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર મારા સુખને આધાર માની બેઠે છે એ ઠીક નથી.” જે પિતે દુઃખરહિત નથી, તેનાથી ૧. “બુદ્ધ, ધર્મ અને સંધીને આધારે. સિદ્ધાર્થને ઘરડે, રોગી, શબ અને સંન્યાસીનું અનુક્રમે ઓચિતું દર્શન થવાથી વૈરાગ્ય ઊપજે, અને તે રાતોરાત ઘર છોડી એક દિવસે નીકળી ગયો, એવી પ્રચલિત કથા છે. એ કથાઓ કપિત જણાય છે. જુઓ ઉપરના પુસ્તકમાં શ્રી કોસંબીનું વિવેચન. Page #24 -------------------------------------------------------------------------- ________________ મહાભિનિષ્કમણુ ખીજાને સુખ કેમ થઈ શકે? માટે જ્યાં જરા, વ્યાધિ, મરણુ કે શેક ન હેાય એવી વસ્તુની ખેાળ કરવી ચેાગ્ય છે અને એને જ આશ્રય લેવે જોઈ એ. ૬. આ વિચારમાં જે પડે તેને સંસારનાં સુખામાં શે રસ રહે? જે સુખ નાશવંત છે, જેને ભેગ એક ક્ષણ પછી જ, કેવળ ભૂતકાળની સ્મૃતિરૂપ થઈ રહે છે, વૈરાગ્યની વૃત્તિ જે ઘડપણ, રેગ અને મરણને નજીક ને નજીક ખેંચી લાવે છે, જેને વિયેાગ શેકને કરાવવાવાળા છે, એ સુખ અને ભેગમાંથી એનું મન ઉદાસ થઈ ગયું. જેના ઘરમાં કાઈ પ્રિય મનુષ્ય દિવાળીને દહાડે હમણાં મરશે' એવી સ્થિતિમાં હાય, તેને તે દિવસે પવાન વહાલાં લાગે ? કે રાત્રે દીપાવલી જોવા જવાની ઇચ્છા થાય ? તેમ સિદ્ધાર્થને દેહનું જરા, વ્યાધિ અને મરણુમાં થનારું આવશ્યક રૂપાંતર ક્ષણે ક્ષણે દેખાતું હાવાથી એને સુખાપભાગ તરફ કંટાળા આવી ગયા. એ જ્યાં ત્યાં એ વસ્તુએને નજીક આવતી જોવા લાગ્યા અને તેથી પેાતાનાં સગાંવહાલાં, દાસદાસી વગેરેને એ સુખની પાછળ જ વલખાં મારતાં જોઈ એનું હૃદય કરુણાથી ભરાઈ જવા લાગ્યું. લેાકેા આવા જડ કેમ હશે? વિચાર કેમ કરતા નહીં હાય ? આવાં તુચ્છ સુખ માટે કેમ આતુર થતા હશે ? વગેરે વિચારા એને આવવા લાગ્યા. પણુ આ વિચારે! કયારે કહી શકાય? એ સુખને બદલે બીજું કેાઈક અવિનાશી સુખ ખતાવી શકાય તેા જ આ વાતા કાઢવી કામની છે. એવું સુખ શેાધ્યે જ છૂટકેા. પેાતાના હિત માટે એ સુખ જ Page #25 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ મેળવવું જોઈ એ અને પ્રિયજના ઉપર હાય તાપણ અવિનાશી સુખ જ શેાધવું ખરું. હેત બતાવવું જોઈ એ. ૭. વળી, એ કહે છે કે, આવા વિચારામાં કેટલાક વખત ગયા પછી, જોકે તે વખતે હું (૨૯ વર્ષના) જુવાન હતા, મારે એક પણ વાળ પાકયો ન હતા, મહાભિનિષ્ક્રમણ અને મારાં મામાપ મને પરવાનગી દેતાં ન હતાં, આંખામાંથી નીકળતા અશ્રુપ્રવાહથી તેમના ગાલ ભીંજાઈ ગયા હતા, અને તેએ એકસરખાં રડયાં કરતાં હતાં, તેપણ હું શામુંડન કરી, ભગવાં પહેરી, ઘરમાંથી મહાર નીકળી ગયા.’’૧ ૮. આમ સગાંસંબંધી, માતાપિતા, પત્નીપુત્ર વગેરેને છેડવામાં સિદ્ધાર્થે કાંઈ નિષ્ઠુર ન હતા. એનું હૃદય તે પારિજાતકથી પણ કામળ થયું હતું. પ્રાણીમાત્ર સિદ્ધાર્થની કરુણા તરફ પ્રેમભાવથી છલકાતું હતું. જીવવું તે જગતના કલ્યાણને માટે જ એમ એને લાગવા માંડયું હતું. કેવળ પેાતે મેાક્ષ પ્રાપ્ત કરવા એટલી જ ઇચ્છાથી એ ગૃહત્યાગ માટે પ્રેરાયા ન હતા, પણ જગતમાં દુઃખનિવારણને કાઈ ઉપાય છે કે નહીં એની શેાધ આવશ્યક હતી, અને તેને માટે જે ખેાટાં જણાયાં છે એવાં સુખના ત્યાગ ન ન કરવા તે તે મેહ જ ગણાય એમ વિચારી સિદ્ધાર્થે સંન્યાસધર્મ સ્વીકારી લીધે. ૧. બુદ્ધ, ધર્મ અને સંધ’માંથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ તપશ્ચર્યા અપ્રજ્ઞને નહીં દયાન, ના પ્રજ્ઞા દયાનહીનને, પ્રજ્ઞા ને ધ્યાનથી યુક્ત તેને નિર્વાણ પાસમાં ઘર છેડી સિદ્ધાર્થ દૂર નીકળી ગયો. ચમારથી લઈને બ્રાહ્મણપર્યંત સર્વ જાતિના માણસો પાસેથી મેળવેલી ભિક્ષાને એક પાત્રમાં ભેગી કરીને તે ખાવા લાગે. ભિક્ષાવૃત્તિ પહેલવહેલાં એને આમ કરવું બહુ જ આકરું લાગ્યું. પણ એણે વિચાર કર્યો : “અરે જીવ, તને કોઈ એ સંન્યાસ લેવાની જબરદસ્તી કરી ન હતી. રાજીખુશીથી તે આ વેષ લીધે છે; રાજસંપત્તિને આનંદથી ત્યાગ ર્યો છે. હવે તેને આ ભિક્ષાન્ન ખાવામાં શાને કંટાળો આવે છે? મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદભાવ જોઈને તારું હૃદય ચિરાઈ જતું, પણ હવે તારી પિતાની ઉપર હીન જાતિના માણસનું અન્ન ખાવાને પ્રસંગ આવતાં જ તારા મનમાં એ લોકે વિશે અનુકંપા ન આવતાં કંટાળે કેમ આવે છે? સિદ્ધાર્થ, છોડી દે આ નબળાઈ! સુગંધી ભાતમાં અને હીન લેકએ આપેલા આ અનમાં તને ભેદભાવ ન લાગવો જોઈએ. આ સ્થિતિ તું પ્રાપ્ત કરીશ તે જ તારી પ્રત્રજ્યા સફળ થશે.” આ १. नत्थि ज्ञानं अपञ्जस्स पञ्जा नत्थि अज्झायो । यम्हि ज्ञानं च पञ्जा च स वे निब्बानसन्तिके ।। (ધમપર) Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે પિતાના મનને બોધ આપી વિષમદષ્ટિના સંસ્કારોનો સિદ્ધાર્થે દઢતાપૂર્વક ત્યાગ કર્યો. ૨. હવે એ આત્યંતિક સુખને માર્ગ બતાવનાર ગુરુને શોધવા લાગ્યું. પહેલાં એ કાલામ નામે એક યેગીને શિષ્ય થઈ રહ્યો. એણે પહેલાં ગુરુની શોધ- સિદ્ધાર્થને પિતાના સિદ્ધાન્ત શીખવ્યા. કાલામ મુનિને સિદ્ધાર્થ એ શીખી ગયે અને એ વિષયમાં ત્યાં કઈ પણ કાંઈ પૂછે તો બરાબર એના ઉત્તર આપી શકે તથા એની જોડે ચર્ચા કરી શકે એ કુશળ થયે. કાલામના ઘણા શિષ્ય આ પ્રમાણે કુશળ પંડિતે થયા હતા, પણ સિદ્ધાર્થને કાંઈ આટલેથી સંતોષ થયે નહીં. એને કાંઈ અમુક સિદ્ધાન્ત ઉપર વાદવિવાદ કરવાની શક્તિ જોઈતી નહોતી. એને તો દુઃખનું નિવારણ કરવાનું એસિડ જોઈતું હતું. એ કેવળ વાદવિવાદથી કેમ મળે ? તેથી એણે પોતાના ગુરુને વિનયપૂર્વક કહ્યું : “મને આપના સિદ્ધાન્તની માત્ર સમજણ નથી જોઈતી, પણ જે રીતે એ સિદ્ધાન્ત અનુભવાય તે રીત શીખવો.” આ ઉપરથી કાલામ મુનિએ સિદ્ધાર્થને પિતાને સમાધિમાર્ગ બતાવ્યો. એ માર્ગની સાત ભૂમિકાઓ હતી. સિદ્ધાર્થે એ સાતે ભૂમિકા ઝટ ઝટ સિદ્ધ કરી. પછી એણે ગુરુને કહ્યું : હવે આગળ શું?” પણ કાલાએ કહ્યું: “ભાઈ, હું આટલું જ જાણું છું. મેં જેટલું જાણ્યું તેટલું તે પણ જાણ્યું છે, એટલે તું અને હું હવે સરખા થયા છીએ. માટે હવે આપણે ૧. જુઓ પાછળ નેંધ રજી. Page #28 -------------------------------------------------------------------------- ________________ તપશ્ચર્યા બે મળીને આ મારા માર્ગને પ્રચાર કરીએ.” એમ કહી એણે સિદ્ધાર્થને ઘણું માન આપ્યું. ૩. પણ આટલેથી સિદ્ધાર્થને સંતોષ થયે નહીં. એણે વિચાર્યું: “આ સમાધિથી કેટલેક વખત દુઃખનાં કારણોને દાબી રાખી શકાશે પણ તેને સમૂળગો અસંતોષ ઉછેદ નહીં થાય. માટે મોક્ષનો માર્ગ મારા ગુરુ કહે છે તેના કરતાં કાંઈક જુદો હોવો જોઈએ.” ૪. આથી એણે કાલામને આશ્રમ છોડ્યો અને ઉદ્રક નામે બીજા એક ગીને ત્યાં ગયે. એણે પાછી શેધ- સિદ્ધાર્થને સમાધિની આઠમી ભૂમિકા ઉદ્રક મુનિને ત્યાં બતાવી. સિદ્ધાર્થ એ પણ સિદ્ધ કરી, એટલે ઉદ્રકે એને પિતાના જે જ થયેલો કહી બહુ માન આપ્યું. ૫. પણ સિદ્ધાર્થને હજુ સંતેષ થયે નહીં. આથી પણ દુખરૂપ વૃત્તિઓને કેટલેક કાળ પુનઃ અસતિષ દબાવી શકાય, પરંતુ સમૂળગો નાશ તો નહીં જ થાય. ૬. સિદ્ધાર્થને લાગ્યું કે હવે સુખને માર્ગ એણે જાતે જ પ્રયત્ન કરીને શે જોઈશે. એમ વિચારી એ ફરતો ફરતો ગયા પાસે ઉરુવેલા ગામમાં આભે. અપ્રિયન ૧. જુઓ પાછળ નોંધ ૩છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૭. ત્યાં એણે તપ કરવાનો નિશ્ચય કર્યો. તે વખતમાં એમ મનાતું કે તપ એટલે ઉગ્રપણે શરીરનું દમન. એ પ્રદેશમાં ઘણા તપસ્વીઓ રહેતા હતા. એ દેહદમન સર્વેની રીત પ્રમાણે સિદ્ધાર્થે પણ ભારે તપ કરવા માંડ્યું. શિયાળામાં ટાઢ, ઉનાળામાં તાપ અને માસામાં વરસાદની ધારાઓ સહન કરી, ઉપવાસો કરી એણે શરીરને અત્યંત કૃશ કરી નાખ્યું. કલાકના કલાક સુધી શ્વાસોચ્છવાસને રેકી લઈ તે કાષ્ઠની માફક ધ્યાનસ્થ થઈ બેસતો. આથી એના પટમાં ભયંકર વેદના અને શરીરમાં દાહ થતાં. એનું શરીર કેવળ હાડકાંનું ખેડું થઈ રહ્યું. છેવટે ઊઠવાની પણ એનામાં તાકાત ન રહી અને એક દિવસ તે મૂછથી ઢળી પડ્યો, ત્યારે એક ભરવાડણે દૂધ પાઈ એને જાગ્રત કર્યો. પણ આટલું કષ્ટ વેઠતાંયે એને શાન્તિ ન થઈ ૮. સિદ્ધાર્થે દેહદમનને પૂર્ણ અનુભવ લઈ લીધું અને જોયું કે કેવળ દેહદમનથી કશી પ્રાપિત નથી. જો સત્યને માર્ગ શોધવો હોય તો તે શરીરની શક્તિનો અન્નગ્રહણ નાશ કરીને તે ન જ મળી શકે એમ એને લાગ્યું. તેથી એણે પાછું અન્નગ્રહણ કરવા માંડ્યું સિદ્ધાર્થની ઉગ્ર તપશ્ચર્યાથી કેટલાક તપસ્વીઓ એના શિષ્ય સમાન થઈ રહ્યા હતા. સિદ્ધાર્થને અન્ન લેતે જોઈ એમને એને માટે હલકે અભિપ્રાય બંધાય. સિદ્ધાર્થ ગભ્રષ્ટ થયે, મોક્ષને માટે નાલાયક થયા વગેરે વિચારો બાંધી એમણે એને ત્યાગ કર્યો. પણ સિદ્ધાર્થને કેવળ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તપશ્ચર્યા લોકોમાં સારા કહેવડાવવાની લાલચ ન હતી. એને તે સત્ય અને સુખ શોધવાં હતાં. એને વિશેના અન્યના અભિપ્રાયે બદલાશે એ વિચારથી જે માર્ગ એને ભૂલભલે લાગે તેને એ કેમ વળગી રહી શકે? ૯ આ પ્રમાણે સિદ્ધાર્થને રાજ્ય છેડ્યાને છ વર્ષ વીતી ગયાં. વિષયેની ઈચ્છા, કામાદિક વિકારે, ખાવાપીવાની તૃષ્ણા, આળસ, કુશંકા, ગર્વ, માનેચ્છા, બધપ્રાપ્તિ કીર્તિની ઈચ્છા, આત્મસ્તુતિ, પરનિંદા વગેરે અનેક પ્રકારની ચિત્તની આસુરી વૃત્તિઓ સાથે એને એ વર્ષો દરમિયાન ઝઘડવું પડ્યું. આવા વિકારો એ જ મનુષ્યને મેટામાં મોટો શત્રુ છે એવી એની પરિપૂર્ણ ખાતરી થઈ. છેવટે એ સર્વ વિકારોને જીતી એણે ચિત્તની અત્યંત શુદ્ધિ કરી. જ્યારે ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થઈ ગઈ ત્યારે એના હૃદયમાં જ્ઞાનને પ્રકાશ થયો. જન્મ અને મરણ શું, સુખ અને દુઃખ શું, દુઃખને નાશ થાય કે નહીં, થાય તો કેમ થાય એ સર્વે વાતનો ખુલાસો થઈ ગયે શંકાઓની નિવૃત્તિ થઈ ગઈ જીવનનું રહસ્ય સમજાઈ ગયું; શોધતા હતા તે મળી ગયું; મનની ભ્રમણાઓ ભાંગી; ચિત્તના ઝઘડા મટી ગયા; અશાન્તિ હતી ત્યાં શક્તિનું સામ્રાજ્ય બેઠું. સિદ્ધાર્થ અજ્ઞાન નિદ્રામાંથી જાગી બુદ્ધ થયા. વૈશાખ સુદ પૂનમને દિવસે એમને પ્રથમ જ્ઞાન કુર્ય માટે એ જ દિવસે બુદ્ધજયંતી મનાય છે. કેટલાક દિવસો સુધી એમણે ફરીફરીને પિતાને કુરેલા જ્ઞાન પર વિચાર કર્યો. જ્યારે સર્વ સંશની નિવૃત્તિ થઈ ગઈ અને પિતાને પ્રાપ્ત થયેલા Page #31 -------------------------------------------------------------------------- ________________ ખુદ જ્ઞાનની યથાર્થ પ્રતીતિ થઈ, ત્યારે પિતે શોધેલું સત્ય જગતને બતાવી પિતાના ભગીરથ પ્રયત્નનો લાભ જગતને આપવા એમની જગત પ્રત્યેની મૈત્રી અને કારુણ્યની વૃત્તિએ એમને પ્રેર્યા. ૧ ૧. બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે બ્રહ્મદેવે એમને જગદુદ્ધાર કરવા પ્રેર્યા. પણ મૈત્રી, કરુણા, મુદિતા (પુણ્યશાળી લોકોને જોઈને આનંદ અને પૂજ્યતાની વૃત્તિ) અને ઉપેક્ષા (હઠપૂર્વક પાપમાં રહેનાર પ્રત્યે) એ ચાર ભાવનાઓને જ બુદ્ધધર્મમાં બ્રહ્મવિહાર કહ્યો છે; એટલે રૂપકને તેડી સાદી ભાષામાં જ ઉપર સમજાવ્યું છે. ચતુર્મુખ બ્રહ્મદેવની કલ્પનાને વૈદિક ગ્રન્થમાં અનેક રીતે સમજાવી છે તેમ આ બીજી સમજૂતી છે. સાદી વસ્તુને સાદા રૂપમાં ન કહેતાં કવિઓ રૂપકોમાં કહે છે. કાળાન્તરે રૂપકને અર્થ ભૂંસાઈ જાય છે, સામાન્ય જનો રૂપકને જ સત્ય માની પૂજે છે અને નવી કવિ પોતાની કલ્પના દોડાવી એ રૂપક ઉપર પિતાને રૂચે એવો અર્થ બેસાડે છે, છતાં રૂપકને રાખી જ મૂકે છે અને રૂપકને રૂપકના રૂપમાં જ પૂજવાનું છોડતો નથી. મારામાં કાવ્યવૃત્તિ ઓછી છે એ આપ સ્વીકારીને પણ મારે કહેવું જોઈએ કે મને આ પરોક્ષપૂજા થતી નથી. અનેક સાદા જનોને ભ્રમણાઓમાં નાખવાનો આ સીધે રસ્તો છે. આ પ્રત્યક્ષ ભૌતિક માયા કરતાં શાસ્ત્રીઓ અને કવિઓની વાત્માયા વધારે વિકટ હોય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાય માગે અષ્ટાંગિક છે, સત્ય ચાર પદે વડાં ધર્મોમાં શ્રેષ્ઠ વૈરાગ્ય, જ્ઞાની શ્રેષ્ઠ દ્વિપાદમાં. વાણીને નિ સંભાળે, મનને સંચમી રહ્યો. પાપ ના આચરે દેહે, તે પામે નષિમાર્ગને પિતાની તપશ્ચર્યા દરમિયાન બુદ્ધ અનેક તપસ્વીઓના સંસર્ગમાં આવ્યા હતા. એ બધા સુખની શોધમાં શરીરને અનેક પ્રકારનું કષ્ટ આપી દમી રહ્યા હતા. પ્રથમ શિષ્ય બુદ્ધને એ રીત ભૂલભરેલી લાગી હતી, તેથી એમણે એ તપસ્વીઓ પૈકી કેટલાકને પિતાને પ્રાપ્ત થયેલા સત્યને ઉપદેશ કર્યો. એમાંથી જે બ્રાહ્મણે એ બુદ્ધ અન્ન ખાવા માંડવાથી એમનો ત્યાગ કર્યો હતો તે એમના પ્રથમ શિષ્ય થયા. १. मग्गानटुङ्गिको सेट्ठो सच्चानं चतुरो पदा । विरागो सेट्ठो धम्मानं द्विपदानं च चक्खु । वाचानुरक्खी मनसा सुसंवुतो __ कायेन च अकुसलं न कयिरा एते तयो कम्मपथे विसोधये आराधय मग्गमिसिप्पवेदितं ।। ( ) Page #33 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ ૨. જે શાતિ એમને પ્રાપ્ત થઈ હતી તેને એ એકલા ઉપભેગ કરે એવો બુદ્ધને સ્વભાવ ન હતા. પિતાના સાડા ત્રણ હાથના દેહને સુખી સંપ્રદાયને કરવા એમણે આટલો પ્રયાસ કર્યો નહતે. વિસ્તાર તેથી જેટલા વેગથી એમણે સત્યની શોધ માટે રાજ્યને ત્યાગ કર્યો, તેટલા જ વેગથી એમણે પિતાના સિદ્ધાન્તને પ્રચાર કરવા માંડ્યો. જોતજોતામાં હજાર માણસોએ એમનું શિષ્યત્વ સ્વીકાર્યું. કેટલાયે મુમુક્ષુએ એમને ઉપદેશ સાંભળી સંસારને ત્યાગ કરી એમના ભિક્ષુસંઘમાં દાખલ થયા. એમના સંપ્રદાય તથા સંઘમાં ઊંચ-નીચ, ધનવાન-ગરીબ વચ્ચે ભેદભાવ ન હતો. વર્ણ અને કુળના અભિમાનથી એ પર હતા. મગધને રાજા બિંબિસાર, એમને પિતા શુદ્ધોદન, કાસલને રાજા પસેનદિ તથા અનાથપિંડક વગેરે ધનાઢય ગૃહસ્થાએ જેમ એમને ધર્મ સ્વીકાર્યો હતો, તેમ ઉપાધિ હજામ, ચુંદ લુહાર, અંબાપાલી ગણિકા વગેરે પછાત કોમેમાંથીયે એમના આગેવાન શિવે હતા. સ્ત્રીઓ પણ એમને ઉપદેશ સાંભળી ભિક્ષુણી થવા પ્રેરાઈ પ્રથમતઃ સ્ત્રીઓને ભિક્ષણ કરવા બુદ્ધ નારાજ હતા, પણ એમની માતા ગાતમી અને પત્ની યશોધરાએ ભિક્ષણ થવા અત્યંત આતુરતા બતાવી અને તેમના આગ્રહને વશ થઈ એમને પણ ભિક્ષણ થવાની બુદ્ધને છૂટ આપવી પડી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સંપ્રદાય ૩. બુદ્ધના સમયમાં મધ્યમ વર્ગના લોકોની મદશા નીચે પ્રમાણેની હોય એમ લાગે છે. એક વર્ગ ઐહિક સુખમાં રપ રહેતો. મદ્યપાન અને સમાજસ્થિતિ વિલાસમાં જ એ વર્ગ જીવનની સાર્થકતા માનતો. બીજો એક વર્ગ ઐહિક સુખની કાંઈક અવગણના કરતો, પણ સ્વર્ગમાં એવાં જ સુખ પ્રાપ્ત કરવાની લાલસાથી મૂંગા પ્રાણુઓનાં બલિદાન દેવેને પહોંચાડવાના કામમાં રોકાયેલો હતો. ત્રીજો એક વર્ગ એથી ઊલટે જ માર્ગે જઈ શરીરને નાશ થાય ત્યાં સુધી તેનું દમન કરવામાં રોકાઈ ગયે હતો. ૪. આ ત્રણે માર્ગમાં અજ્ઞાન રહ્યું છે એમ બુદ્ધ શીખવ્યું. સંસાર અને સ્વર્ગના સુખની તૃષ્ણા તથા દેહ દમનથી પિતાને નાશ કરવાની તૃષ્ણ એ મયમ માર્ગ બને છેડા પરની ઈચ્છાઓને ત્યાગ કરી મધ્યમ માર્ગને એમણે ઉપદેશ આપે. એ મધ્યમ માર્ગથી દુઃખને નાશ થાય છે, એ એમને મત હતો. ૫. મધ્યમ માર્ગ એટલે ચાર આર્યસત્યેનું જ્ઞાન. એ આર્યસ ચાર આર્યસત્યે તે આ પ્રમાણે - (૧) જન્મ, જરા, વ્યાધિ, મરણ, અપ્રિય વસ્તુને વેગ અને પ્રિય વસ્તુને વિગ–એ પાંચ દુઃખરૂપી ઝાડની ડાળીઓ છે. એ પાંચ જ દુઃખે ખરાં છે એટલે ૧. જુઓ પાછળ નોંધ ૪થી. બુ-૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બુદ્ધ અનિવાર્ય છે, એ પિતાની ઈચ્છાને આધીન નથી, એ સહન કર્યો જ છૂટકે છે. આ પહેલું આર્યસત્ય. (૨) એ સિવાયનાં બીજાં બધાં દુઃખે માણસે પિતે જ ઉપજાવી કાઢેલાં છે. સંસારના સુખેની તૃષ્ણા સ્વર્ગનાં સુખની તૃણા અને આત્મનાશની તૃષ્ણ – એ ત્રણ પ્રકારની તૃષ્ણા પહેલાં દુઃખને પાછાં ઉપજાવવાનું તથા બીજાં બધાં દુઃખનું કારણ છે. એ તૃષ્ણાથી પ્રેરાઈને મનુષ્ય પાપાચરણ કરે છે અને પિતાને તથા જગતને દુઃખી કરે છે. તૃષ્ણ એ દુઃખેનું કારણ છે એ બીજું આર્યસત્ય. (૩) એ તૃષ્ણાને નિરોધ થઈ શકે છે. એ ત્રણ તૃષ્ણએને નિર્મૂળ કરવાથી જ મોક્ષપ્રાપિત થાય છે. આ ત્રીજું આર્યસત્ય. (૪) તૃષ્ણાઓને નિરોધ કરી દુઃખનો નાશ કરવા માટેના સાધનનાં નીચે મુજબ આઠ અંગ છે : ૧. સમ્યક જ્ઞાન– એટલે ચાર આર્યસત્યને સારી પિઠે વિચાર કરી જાણવાં તે. ૨. સમ્યક સંકલ્પ– એટલે શુભ કર્મો કરવાને જ નિશ્ચય. ૩. સમ્યક્ વાચા–એટલે સત્ય, પ્રિય અને હિતકર વાણી. ૪. સમ્યક્ કર્મ એટલે સત્કર્મોમાં જ પ્રવૃત્તિ. ૫. સમ્યક આજીવ – એટલે પ્રામાણિકપણે જ આજીવિકા પ્રાપ્ત કરવા માટે ઉદ્યમ. ૧. સમ્યફ એટલે યથાર્થ અથવા શુભ. Page #36 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાય ૬. સમ્યક પ્રયત્ન એટલે કુશળ પુરુષાર્થ. ૭. સમ્યક્ સ્મૃતિ એટલે હું શું કરું છું, શું બેલું છું, શું વિચારું છું એનું નિરંતર ભાન. ૮, સમ્યક સમાધિ એટલે પોતાના કર્મમાં એકાગ્રતા, પિતાના નિશ્ચયમાં એકાગ્રતા, પિતાના પુરુષાર્થમાં એકાગ્રતા, પિતાની ભાવનામાં એકાગ્રતા.૧ આ અષ્ટાંગ માર્ગ એ બુદ્ધનું શું આર્યસત્ય છે. આને મધ્યમ માર્ગ કહે છે, કારણ કે આમાં અશુભ પ્રવૃત્તિઓનો સ્વીકાર નથી અને શુભ પ્રવૃત્તિઓને ત્યાગ નથી. જે અશુભ અથવા શુભ અને અશુભ બને પ્રવૃત્તિએમાં પડે છે તે એક છેડે છે, જે બન્ને પ્રવૃત્તિથી દૂર રહે છે તે બીજે છેડે છે. બુદ્ધને અભિપ્રાય શુભના સ્વીકાર અને અશુભના ત્યાગને છે. ૬ બુદ્ધને જે માર્ગદર્શક તરીકે સ્વીકારે, એણે ઉપદેશેલા ધર્મને માન્ય રાખે અને એના ભિક્ષુસંઘનો સત્સંગ કરે એ બૌદ્ધ કહેવાય. યુદ્ધ સરળ છામિ ધર્મે બૌદ્ધશરણત્રય સT Tછામિ | સંઘ સરy Tછામિ | આ ત્રણે શરણની પ્રતિજ્ઞા લઈ બુદ્ધધર્મમાં પ્રવેશ થાય છે. ૧. ભાવનામાં એકાગ્રતા એટલે કદીક મૈત્રી – કદીક દેવ, કદીક અહિંસા – કદીક હિસા, કદીક જ્ઞાન-કદીક અજ્ઞાન, કદીક વૈરાગ્ય – કદીક વિષયેચ્છા એમ નહીં; પણ નિરંતર મૈત્રી, અહિંસા, જ્ઞાન, વૈરાગ્યમાં સ્થિતિ એ સમાધિ છે. જુઓ ગીતા અ. ૧૩ શ્લેક ૮થી ૧૧ : જ્ઞાનનાં લક્ષણ. ૨. જુઓ પાછળ નેધ પમી. Page #37 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધધર્મ ૭. ચાર આર્યસમાં મનુષ્યને પિતાની ઓછીવત્તી શક્તિ પ્રમાણે મન, કર્મ, વચને નિષ્ઠા થાય અને અષ્ટાંગ માર્ગની સાધના કરતાં કરતાં તે બુદ્ધદશાને પામે એ હેતુને અનુકૂળ આવે એવી રીતે બુદ્ધ ધર્મનો ઉપદેશ કર્યો છે. એણે શિષ્યના ત્રણ ભેદ પાડ્યા છે : ગૃહસ્થ, ઉપાસક અને ભિક્ષુ. ૮ ગૃહસ્થ નીચેની પાંચ અશુભ પ્રવૃત્તિમાંથી દૂર રહેવું જોઈએઃ (૧) પ્રાણીની હિંસા, (૨)ચેરી, (૩) વ્યભિચાર, (૪) અસત્ય અને (૫) દારૂ વગેરેનાં વ્યસને. તે ઉપરાંત એણે નીચેની શુભ પ્રવૃત્તિઓમાં તત્પર રહેવું જોઈએ ઃ (૧) સત્સંગ, (૨) ગુરુ, માતા, પિતા અને કુટુંબની સેવા, (૩) પુણ્યમાર્ગે દ્રવ્યસંચય, (૪) મનની સન્માર્ગમાં દઢતા, (૫) વિદ્યા અને કળાની પ્રાપ્તિ, (૬) સમયેચિત સત્ય, પ્રિય અને હિતકર ભાષણ, (૭) વ્યવસ્થિતતા, (૮) દાન, (૯) સંબંધીઓ ઉપર ઉપકાર, (૧૦) ધર્માચરણ, (૧૧) નમ્રતા, સંતેષ, કૃતજ્ઞતા અને સહનશીલતાના ગુણોની પ્રાપ્તિ અને છેવટે (૧૨) તપશ્ચર્યા, બ્રહ્મચર્ય વગેરેને માર્ગે જઈ ચાર આર્યસાને સાક્ષાત્કાર કરી લઈમેક્ષપ્રાપ્તિ ઉપાસકે ગૃહસ્થના ધર્મો ઉપરાંત મહિનામાં ચાર દિવસ નીચેનાં વ્રતે પાળવાં જોઈએઃ (૧) બ્રહ્મચર્ય, (૨) મધ્યાહ્ન પછી જમવું નહીં, (૩) નૃત્ય, ઉપાસકના ધર્મે ગીત, ફૂલ, અત્તર વગેરે વિલાસેને ત્યાગ અને () ઊંચા અને મોટા બિછાનાને ત્યાગ. આ વ્રતને ઉપાસથે કહે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સંપ્રદાય ૧૦. ભિક્ષુ બે પ્રકારના છે : શામણેર અને ભિક્ષુ. વીશ વર્ષની અંદરના ગ્રામર કહેવાય છે. ભિક્ષુના ધર્મો એ કઈ ભિક્ષુના હાથ તળે જ રહે, એટલે જ એમાં અને ભિક્ષુમાં ફરક. ભિક્ષા પર આજીવિકા કરવાની, ઝાડ નીચે રહેવાની, ફાટેલાં કપડાં ભેગાં કરી તે વડે શરીર ઢાંકવાની અને ઔષધાદિક વિના ચલાવવાની ભિક્ષુની તૈયારી હેવી જોઈએ. એણે સોનારૂપાને ત્યાગ કરે જોઈએ અને નિરંતર ચિત્તના દમનનો અભ્યાસ કર્યા કરે જોઈએ.' ૧૧. બુદ્ધના સંપ્રદાયની વિશેષતા એ છે કે સામાન્ય નીતિપ્રિય મનુષ્યની બુદ્ધિમાં ઊતરી શકે સંપ્રદાયની વિશેષતા તેવા જ વિષયે ઉપર એ શ્રદ્ધા રાખવાનું ' કહે છે. પિતાના જ બળે બુદ્ધિમાં સત્ય તરીકે પ્રતીત ન થાય એવાં કોઈ દૈવત, સિદ્ધાન્ત, વિધિઓ કે વ્રતોમાં એ શ્રદ્ધા રાખવાનું કહેતા નથી. કોઈ કલ્પના અથવા વાદ પર પિતાના સંપ્રદાયને પાયે એણે રચ્યો નથી. પણ સર્વ સંપ્રદાયમાં થાય છે તેમ સત્ય કરતાં સંપ્રદાયને વિસ્તાર કરવાની ૧. ભર્તુહરિકૃતિ નીચેના લેકમાં સદાચારના જે નિયમો દર્શાવ્યા છે તે જાણે બૌદ્ધ નિયમો જ એકત્ર કર્યા હોય તેવા છે. प्राणाघातान्निवृति:१ परधनहरणे संयम:२ सत्यवाक्यम् काले शक्त्या प्रदानं युवतिजनकथामूकभावः परेषाम् ५ तृष्णास्रोतो विभङ्गो गुरुषु च विनय: सर्वभूतानुकम्पार सामान्यः सर्वशास्त्रेष्वनुपकृतविधिः श्रेयसामेष पन्थाः ॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઈચ્છાવાળા જનેએ પાછળથી એ સર્વે વસ્તુઓ બુદ્ધ ધર્મમાંયે નાખી દીધી છે ખરી. હિંદુ અને જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ પણ પુનર્જન્મની માન્યતા પર રચાયેલું છે. અનેક જન્મ સુધી પ્રયત્ન કરતા કરતા કોઈ પણ જીવ બુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધ થવાની ઈચ્છાથી જે જીવ પ્રયત્ન કરતો હોય તેને તેઓ બેધિસત્ત્વ કહે છે. એ પ્રયત્ન કરવાની રીત આ પ્રકારની છેઃ બુદ્ધ થતાં પહેલાં અનેક મહાન ગુણોને સિદ્ધ કરવા પડે છે. બુદ્ધમાં અહિંસા, કરુણા, દયા, ઉદારતા, જ્ઞાનયેગ તથા કર્મની કુશળતા, શૌર્ય, પરાક્રમ, તેજ, ક્ષમા વગેરે બધાયે શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થયેલ હોય. જ્યાં સુધી એકાદ સદ્દગુણની પણ ઊણપ હોય ત્યાં સુધી બુદ્ધ દશા પ્રાપ્ત થાય નહીં એટલે કે, ત્યાં સુધી એનામાં પૂર્ણ જ્ઞાન ઠરે નહીં, વાસનાઓને જય થાય નહીં, મેહ નાશ પામે નહીં. એક જ જીવનમાં આ બધાયે ગુણને વિકાસ કરી શકાય નહીં. પણ બુદ્ધ થવાની ઈચ્છાવાળો સાધક એક એક જન્મમાં એક એક ગુણમાં પારંગતતા મેળવે તે જન્માંતરે એ બુદ્ધ થવાની લાયકાત મેળવી શકે. ગૌતમ બુદ્ધ આ જ રીતે અનેક જન્મ સુધી સાધના કરી બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું એમ બૌદ્ધો માને છે. આ વાત તે ધર્મના અનુયાયીએના મન પર ઠસાવવા માટે એક બધિસત્ત્વની કલ્પના કરી તેની જન્મજન્માંતરની કથાઓ જોડી કાઢવામાં આવી છે. અર્થાત્, એ કથાઓ કવિઓની કલ્પનાઓ છે. પણ સાધકના મન પર ઠસે એવી રીતે ઘડેલી છે. એ કથાઓને Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ જાતક કથાઓ કહે છે. સામાન્ય લોકો એ કથાઓને બુદ્ધના પૂર્વજન્મની કથાઓ તરીકે માને છે. પણ એ ભેળી માન્યતા છે. પણ એમાંની કેટલીક કથાઓ બહુ બધપ્રદ છે. ઉપદેશ પાપ ના આચરે એકે, સમાગે આગ્રહી રહે; સ્વચિત્તને સદા શેાધે, એ છે બુદ્ધોનું શાસન ચારિત્ર, ચિત્તશુદ્ધિ અને દૈવી સંપત્તિને વિકાસ એ બુદ્ધના ઉપદેશોમાં સૂર્ય રૂપે પરોવાઈ ગયાં છે. પણ એના સમર્થનમાં એ સ્વર્ગનો લાભ, નરકની ભીતિ, આત્મપ્રતીતિ બ્રાને આનંદ, જન્મમરણને ત્રાસ, ભવએ જ પ્રમાણ સાગરનો ઉતાર કે કોઈ પણ બીજી આશા કે ભીતિ આપવા ઈચ્છતા નથી. એ કોઈ શાસ્ત્રના આધારે આપવા ઇચ્છતા નથી. શાસ્ત્ર, સ્વર્ગ-નરક, આત્મા, જન્મ-મરણ વગેરે એમને માન્ય નહીં હોય એમ નહીં, પણ એના ઉપર બુદ્ધ પિતાને ઉપદેશ ર નથી. એ જે વાતો કહેવા ઇરછે છે તેની કિંમત સ્વયંસિદ્ધ છે અને પિતાને વિચારે જ સમજી શકાય એવી છે એમ એમનું કહેવું જણાય છે. એ કહે છે ? “હે લેાકો, હું જે કાંઈ કહું તે પરંપરાગત છે એમ જાણું ખરું માનશે નહીં. તમારી પૂર્વપરંપરાને અનુસરીને १. सबपापस्स अकरनं कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं एतं बुद्धान सासनम् ।। ( ૫૬) Page #41 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ છે એમ જાણીને પણ ખરું માનશે નહીં. આવું હશે એમ ધારી ખરું માનશે નહીં. તર્કસિદ્ધ છે એમ જાણું ખરું માનશે નહીં. લૌકિક ન્યાય છે એમ જાણું ખરું માનશે નહીં. સુંદર લાગે છે માટે ખરું માનશે નહીં. તમારી શ્રદ્ધાને પિષનારું છે એવું જાણું ખરું માનશે નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણું ખરું માનશે નહીં. પણ તમારી પિતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરે લાગે, તો જ તમે તેને સ્વીકાર કરજે.” ૨તે કાળમાં કેટલાક લેકો એવો નિયમ પાળતા કે સવારમાં સ્નાન કરી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઊર્ધ્વ અને અધઃ એ છ દિશાઓનું વંદન કરવું. દિશાવંદન બુદ્દે એ છ દિશાઓનું વંદન નીચે પ્રમાણે બતાવ્યું છે : સ્નાન કરી પવિત્ર થવું એ બસ નથી. છ દિશાને નમસ્કાર કરવાવાળાએ નીચેની ચૌદ બાબતોનો ત્યાગ કરવો જોઈએ : (૧) પ્રાણઘાત, ચેરી, વ્યભિચાર અને અસત્ય ભાષણ એ ચાર દુઃખરૂપ કર્મો (૨) સ્વછંદ, દ્વેષ, ભય અને મેહ એ ચાર પાપનાં કારણે અને (૩) મદ્યપાન, રાત્રિભ્રમણ, નાટક-તમાશા, વ્યસન, જુગાર, કુસંગતિ અને આળસ એ જ સંપત્તિનાશનાં દ્વારો. આ રીતે પવિત્ર થઈને એણે માતાપિતાને પૂર્વ દિશા સમજી તેમની પૂજા કરવી. એમની પૂજા એટલે એમનું કામ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૨૫ અને પાષણ કરવું, કુળમાં ચાલી આવેલાં સત્કર્માં ચાલુ રાખવાં, એમની સંપત્તિના યેાગ્ય વિભાગ કરવે અને મરી ગયેલાં ભાંડુએના ભાગનાં દાનધર્મ કરવાં. ગુરુને દક્ષિણ દિશા સમજી એ આવે ત્યારે ઊભા થઈ, બીમાર હાય ત્યારે શુષા કરી, શીખવે ત્યારે શ્રદ્ધાપૂર્વક સમજી લઈ, પ્રસંગે તેમનું કામ કરી અને એમણે આપેલી વિદ્યાને સંભારી રાખી એ દિશાની પૂજા કરવી. પશ્ચિમ દિશા સ્ત્રીની જાણવી. એનું માન રાખવાથી, અપમાન ન થવા દેવાથી, પત્નીવ્રતના પાલનથી, ઘરના કારભાર એને સાંપવાથી અને જોઈતાં વસ્ત્રાદિક પૂરાં પાડવાથી એની પૂજા થાય છે. ઉત્તર દિશા એટલે મિત્રવર્ગ અને સગાસંબંધી, એમને આપવા જેવી ચીજો એમને ભેટ કરવાથી, એમની સાથે મીઠાશ રાખવાથી, એમને ઉપયેાગી થઈ પડવાથી, એમની જોડે સમાનભાવે વર્તવાથી અને નિષ્કપટ વ્યવહારથી એ દિશા ખરાખર પૂજાય છે. અધાદિશાનું વંદન સેવકને ગજા પ્રમાણે જ કામ સોંપવાથી, પૂરતે અને વખતસર પગાર ચૂકવવાથી, ખીમારીમાં એમની માવજત કરવાથી તથા સારું ભેાજન અને પ્રસંગેપાત્ત ઇનામ આપવાથી થાય છે. ઊર્ધ્વ દિશાનું પૂજન સાધુસંતાને કાયા, વાચા અને મને આદર કરવાથી, ભિક્ષામાં અડચણ ન કરવાથી અને ચેાગ્ય વસ્તુના દાનથી થાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ યુદ્ધ આ રીતનું દિશાનું પૂજન પેાતાનું અને જગતનું કલ્યાણ કરવાવાળું નથી એમ કેાણુ કહેશે? ૩. પ્રાઘાત, ચારી અને વ્યભિચાર, એ ત્રણ શારીરિક પાપ છે; અસત્ય, ચાડી, ગાળ અને મકવાદ, એ ચાર વાચિક પાપ છે; અને પરધનની ઇચ્છા, બીજાના નાશની ઈચ્છા તથા સત્ય, અહિંસા, દયા, દાન વગેરેમાં અશ્રદ્ધા, એ ત્રણ માનસિક પાપ છે. શ પાપ ૪. ઉપેાથત્રત કરવાવાળાએ તે દિવસે આ પ્રમાણે વિચાર કરવે જોઈ એ ઃ આજ હું પ્રાણઘાતથી દૂર રહ્યા છું.. પ્રાણીમાત્ર વિશે મારા મનમાં દયા ઉત્પન્ન થઈ છે, પ્રેમ ઊપજ્યું છે. હું આજ ચેરીથી દૂર રહેવાના છું, — જેના ઉપર મારા અધિકાર નથી, એવું કશું લેવાના નથી; અને એ રીતે મેં મારા મનને પવિત્ર મના છે. આજે હું બ્રહ્મચર્ય પાળવાનેા છું; આજે મેં અસત્ય ભાષણના ત્યાગ કર્યાં છે; આજથી મેં સત્ય ખેલવાના નિશ્ચય ઉપેાથવત ૧. બુદ્ધના કાળમાં માંસાહારના રિવાજ સાધારણ હતા. આજે પશુ બિહાર તરફ વૈષ્ણુવા સિવાય ખીજા સર્વ માંસાહારી છે, અને વૈષ્ણુવામાંયે બધાને મચ્છી વર્જ્ય હેાય એમ લાગતું નથી, બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુએ (અને કદાચ શરૂઆતના જૈન ભિક્ષુએ પણ) શાકાહારી જ હતા એમ માનવાને આધાર નથી. નિરામિષ ભેજન જ કરનારા વર્ષે દેશમાં ધીમે ધીમે ઉત્પન્ન થયેલે છે, અને તેની શરૂઆત તેમાંથી થયેલી છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ કર્યાં છે; આથી કરીને લેાકેાને મારા શબ્દો પર વિશ્વાસ બેસશે. મેં સર્વ પ્રકારના માદક પદાર્થોના ત્યાગ કર્યા છે; અકાળભેાજનને ત્યાગ કર્યો છે; મધ્યાહ્ન પહેલાં એક જ વાર હું જમવાને છું. આજે નૃત્ય, ગીત, વાદ્ય, માળા, ગંધ, આભૂષણુ વગેરેના ત્યાગ રાખીશ. આજે હું તદ્દન સાદી શય્યા પર સૂઈશ. આ આઠ નિયમ પાળીને હું મહાત્મા બુદ્ધપુરુષનું અનુકરણ કરવાવાળા થાઉં છું. ૨૭ ૫. વધક, ચાર, શેઠ, માતા, બહેન, મિત્ર અને દાસી એવી સાત પ્રકારની પત્નીએ થાય છે. જેને પતિ વિશે અંતઃકરણમાં પ્રેમ જ ન હેાય, જેને પૈસે જ વહાલે। હાય તે સ્ત્રી વધક (મારા)ના જેવી છે. જે ધણીના પૈસામાંથી ચારી કરી ખાનગી ધન કરે છે તે ચારના જેવી છે. જે કામ કરતી નથી પણ અત્યંત ખાવાવાળી છે, પતિને ગાળેા દેવામાં કસર રાખતી નથી અને પતિની મહેનતની કદર કરતી નથી તે શેઠના જેવી છે. જે પત્ની એકના એક પુત્ર પ્રમાણે પતિની સંભાળ લઈ એની સંપત્તિને જાળવે છે તે માતાના જેવી છે. નાની બહેનની માફક જે ધણીને માન આપે છે અને તેના કહ્યા પ્રમાણે કરે છે તે મહેનના જેવી છે. જાણે કાઈ મિત્ર લાંબે વખતે મળતા હાય તેમ જે પતિને જોતાં જ અત્યંત હર્ષિત થઈ જાય છે એવી કુલીન અને શીલવતી પત્ની મિત્રના જેવી છે. ધણી ચિડાય તાપણુ જે ચિડાતી નથી, પણી વિશે જે ખરાખ વિચાર પણ મનમાં લાવતી નથી તે દાસી સમાન પત્ની છે. સાત પ્રકારની પત્ની Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બુદ્ધ ૬. બુદ્ધ વર્ણના અભિમાનને માનતા નહીં. સર્વ વર્ણને મેક્ષનો અધિકાર છે. વર્ણનું શ્રેષ્ઠત્વ ઠરાવવાનું કોઈ સ્વતઃ સિદ્ધ પ્રમાણ નથી. જે ક્ષત્રિયાદિક વણે પાપ સર્વ વર્ણન કરે તો તે નરકમાં જાય, અને બ્રાહ્મણદિક સમાનતા પાપ કરે તો તે ન જાય? જો બ્રાહ્મણ પુણ્ય કર્મ કરે તે તે સ્વર્ગમાં જાય, અને ક્ષત્રિયાદિક કરે તો તે ન જાય? બ્રાહ્મણ રાગદ્વેષાદિકથી રહિત થઈ મિત્રભાવના કરી શકે, અને ક્ષત્રિયાદિક ન કરી શકે? એ સર્વે વિષયમાં ચારે વર્ણને સરખે અધિકાર છે એ સ્પષ્ટ છે.૧ વળી એક બ્રાહ્મણ નિરક્ષર હોય અને જે વિદ્વાન હેય, તો યજ્ઞાદિકમાં તેને પ્રથમ આમંત્રણ કરવામાં આવશે ? તમે કહેશે કે વિદ્વાનને, ત્યારે વિદ્વત્તા એ પૂજનીય થઈ જાતિ નહીં. પણ જે તે વિદ્વાન બ્રાહ્મણ શીલરહિત, દુરાચારી હોય અને નિરક્ષર બ્રાહ્મણ અત્યંત શીલવાન હોય તે કેને પૂજ્ય ગણશે? ઉત્તર સ્પષ્ટ છે કે શીલવાનને. પણ આ રીતે જાતિ કરતાં વિદ્વત્તા શ્રેષ્ઠ કરી અને વિદ્વત્તા કરતાં શીલ એક ઠર્યું. અને ઉત્તમ શીલ તે સર્વે વર્ણોના મનુષ્ય પ્રાપ્ત કરી શકે. માટે જેનું શીલ ઉત્તમ તે જ સર્વે વર્ણોમાં શ્રેષ્ઠ એમ સિદ્ધ થાય છે. ૧. સરખા : અહિંસા, સત્ય, અસ્તેય, નિષ્કામ-ક્રોધ-લેભતા, સર્વભૂતહિતેચ્છા –એ ધર્મ છે સહુ વર્ણને. (સંસ્કૃત સાહિત્ય પરથી) ''18 : Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ બુદ્ધ ભગવાન બ્રાહ્મણની વ્યાખ્યા કરે છે કેઃ “સર્વ સંસારનાં બંધનેને છેદીને, સંસારનાં દુઃખોથી જે ડરતો નથી, જેને કોઈ પણ ઠેકાણે આસક્તિ નથી, બીજા મારે, ગાળે દે, બંધનમાં નાખે તેને સહન કરે છે, ક્ષમા એ જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ કહું છું, કમળના પાંદડા પર પડેલા પાણીના ટીપા પ્રમાણે જે જગતના વિષયસુખથી અલિપ્ત રહે છે તેને જ હું બ્રાહ્મણ કહું છું.” ૭. મનોરંજક અને બંધબેસતાં, બુદ્ધિમાં ઊતરે એવાં દાન્તો અને કારણો આપી ઉપદેશ દેવાની બુદ્ધની પદ્ધતિ અનુપમ હતી. એનું એક જ દષ્ટાન અત્રે શ્રેષ્ઠ યજ્ઞ આપીશું. બુદ્ધના કાળમાં યજ્ઞમાં પ્રાણીઓને વધ કરવાનો રિવાજ અતિ પ્રચલિત હતે. યજ્ઞમાં થતી હિંસા બંધ કરાવવાની લડત હિંદુસ્તાનમાં બુદ્ધના કાળથી ચાલી આવી છે. એક વાર કૃદંત નામે એક બ્રાહ્મણ એ વિશે બુદ્ધની સાથે ચર્ચા કરવા આવ્યો. એણે બુદ્ધને પૂછ્યું: “શ્રેષ્ઠ યજ્ઞ કર્યો, અને તેને વિધિ શો?” બુદ્ધ બાલ્યા : પ્રાચીન કાળમાં મહાવિજિત નામે એક મોટે રાજા થઈ ગયો. એણે એક દિવસ વિચાર્યું, મારી પાસે પુષ્કળ સંપત્તિ છે. એકાદ મહાયજ્ઞ કરવામાં તેને હું વ્યય કરું તે મને ઘણું પુણ્ય લાગશે. એણે એ વિચાર પિતાના પુરોહિતને જણાવ્ય. ૧. જુઓ પાછળ નોંધ ૬ઠ્ઠી. Page #47 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ પુરોહિતે કહ્યું: “મહારાજ, હાલ આપણા રાજ્યમાં શાન્તિ નથી. ગામ અને શહેરમાં ધાડો પડે છે, લોકોને ચારેને બહુ ત્રાસ છે. આવી સ્થિતિમાં લોકો ઉપર (યજ્ઞ માટે) કર બેસાડવાથી આપ કર્તવ્યથી વિમુખ થશે. કદાચ આપને એમ લાગશે કે ધાડપાડુ અને ચોરેને પકડીને ફાંસીએ ચડાવવાથી, કેદ કરવાથી કે દેશપાર કરવાથી શાતિ સ્થાપી શકાશે, પણ તે ભૂલ છે. એ રીતે રાજ્યની અંધાધૂંધીને નાશ નહીં થાય, કેમ કે એ ઉપાયથી જે તાબામાં નહીં આવે તે ફરીથી બંડા કરશે. હવે એ તોફાન શમાવવાનો ખરો ઉપાય કહું. આપણા રાજ્યમાં જે લેકે ખેતી કરવા ઈચ્છે તેને આપે બી વગેરે પૂરાં પાડવાં, જે વ્યાપાર કરવા ઈચ્છે તેને મૂડી પૂરી પાડવી, જે સરકારી નોકરી કરવા ઈચ્છે છે તેને યેગ્ય વેતન આપી એગ્ય કામ પર તેની નિમણુક કરવી. આવી રીતે સર્વ લોકોને તેમને યોગ્ય કામ મળવાથી એ લોકો તોફાન નહીં કરે. વખતસર કર મળવાથી આપની તિજોરી તર થશે. લૂંટફાટને ભય ન રહેવાથી લેક બાળબચ્ચાંના કોડ પૂરા પાડી ઉઘાડા દરવાજા રાખી આનંદથી સૂઈ શકશે.” રાજાને પુરોહિતને વિચાર બહુ જ ગમ્યું. એણે તરત જ એ પ્રમાણે વ્યવસ્થા કરી. આને લીધે ઘડા કાળમાં રાજ્યમાં સમૃદ્ધિ વધી ગઈ. લોકે અતિ આનંદથી રહેવા લાગ્યા. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ઉપદેશ એટલે વળી રાજાએ પુરોહિતને બોલાવી કહ્યું : હે પુરોહિત, હવે મને મહાયજ્ઞ કરવાની ઈચ્છા છે, માટે મને એગ્ય સલાહ આપો.” પુરોહિત બેઃ “મહાયજ્ઞ કરવાનો નિશ્ચય કર્યા પહેલાં આપણે પ્રજાની અનુમતિ લેવી યંગ્ય છે. માટે જાહેરનામાં ચોંટાડી આપણે પ્રજાની સંમતિ મેળવીએ ઠીક છે.” પુહિતના કહેવા પ્રમાણે રાજાએ જાહેરનામાં ચોંટાડી પ્રજાને પિતાને અભિપ્રાય નિર્ભયતાથી અને સ્પષ્ટપણે જણાવવા કહ્યું. સર્વે અનુકૂળ મત આયે. “ત્યારે પુરોહિતે યજ્ઞની બધી તૈયારી કરી રાજાને કહ્યું: “મહારાજ, યજ્ઞ કરતાં, મારું કેટલું ધન ખર્ચાઈ જશે એવો વિચાર પણ આપે મનમાં ન લાવવો જોઈએ, યજ્ઞ ચાલતાં, બહુ ખર્ચ થાય છે એવો વિચાર ન લાવવો જોઈએ; યજ્ઞ પૂરો થયા પછી, બહુ ખર્ચ થઈ ગયું એવો વિચાર ન લાવવો જોઈએ. આપના યજ્ઞમાં સારા-નરસા સર્વ પ્રકારના માણસે આવશે. પણ કેવળ સપુરુષના ઉપર જ દષ્ટિ રાખી આપે યજ્ઞ કરે જેઈએ, અને ચિત્તને પ્રસન્ન રાખવું જોઈએ.” આ રાજાના યજ્ઞમાં ગાય, બકરાં, મેંઢાં ઇત્યાદિ પ્રાણી મારવામાં આવ્યાં નહીં. ઝાડે ઉખાડીને તેના સ્તંભ રોપવામાં આવ્યા નહીં. નેકરને અને મજૂરોને જબરદસ્તીથી કામે લગાડવામાં આવ્યા નહીં. જેમની ઈચ્છામાં આવ્યું તેમણે કામ કર્યું; જેમને ન પાલવ્યું તેમણે ન કર્યું. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઘી, તેલ, માખણ, દહીં, મધ અને ગોળ એટલા જ પદાર્થોથી યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો. ત્યાર પછી રાજ્યના શ્રીમંત લેાકો મેટાં મોટાં નજરાણાં લાવ્યા. પણ રાજાએ તેમને કહ્યું: “ગૃહસ્થ, મને તમારું નજરાણું નહીં જોઈએ. ધાર્મિક કરથી ભેગું થયેલું મારી પાસે પુષ્કળ ધન છે. એમાંથી તમને જે કાંઈ જોઈતું હોય તે ખુશીથી લઈ જાઓ.” આ પ્રમાણે રાજાએ નજરાણું ન સ્વીકારવાથી એ લેઓએ આંધળા, લૂલા વગેરે અનાથ લોકો માટે મહાવિજિતની યજ્ઞશાળાની આસપાસ ચારે દિશામાં ધર્મશાળાઓ બાંધવામાં અને ગરીબોને દાન આપવામાં એ દ્રવ્ય ખચ્યું.” આ વાત સાંભળી કૂટદંત અને બીજા બ્રાહ્મણે બેલ્યાઃ બહુ જ સુંદર યજ્ઞ! બહુ જ સુંદર યજ્ઞ!” પછી બુદ્ધે કૂટદતને પિતાના ધર્મને ઉપદેશ કર્યો. તે સાંભળીને એ બુદ્ધને ઉપાસક થયે, અને બેલ્યઃ “આજે હું સાતસો બળદ, સાતસો વાછડાં, સાતસો વાછડી, સાતસે બકરાં અને સાતસો મેંઢાને યજ્ઞસ્તંભથી છેડી મૂકું છું. હું એમને જીવિતદાન આપું છું. તાનું ઘાસ ખાઈ અને ઠંડું પાણી પી શીતળ હવામાં એ આનંદથી ફરે.” ૮. એક વાર રાજા અજાતશત્રુએ બુદ્ધની પાસે પિતાના અમાત્યને મેકલીને કહેવડાવ્યું કે “હું રાજ્યસમૃદ્ધિના વૈશાલીના વજી લેકે ઉપર આક્રમણ કરવા નિયમ ધારું છું, માટે તે વિશે આપનો અભિપ્રાય આપશે.” Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ આ સાંભળી બુદ્ધે પિતાના આનંદ નામના શિષ્ય તરફ વળીને પૂછ્યું: “આનંદ, વજજ લોકો વારંવાર ભેગા થઈને રાજકારણનો વિચાર કરે છે કે ?” આનંદ: હા ભગવન, બુદ્ધઃ એ લોકો ભેગા થઈને ઘેર પાછા ફરે ત્યાં સુધી એમનામાં એકસરખું એક્ય હોય છે કે? આનંદઃ મેં એવું સાંભળ્યું છે ખરું. બુદ્ધઃ એ લેકે પોતાના કાયદાઓને ભંગ તે કરતા નથી ને? અથવા એને ગમે તેવો અર્થ તે કરતા નથી ને? આનંદઃ જી, ના, એ લેકે અત્યંત નિયમપૂર્વક ચાલવાવાળા છે એમ મેં સાંભળ્યું છે. બુદ્ધઃ વૃદ્ધ રાજકારણ પુરુષને વજી લોકો માન આપી એમની સલાહ પૂછે છે કે? આનંદઃ જી, હા; ત્યાં એમનું ઘણું માન જળવાય છે. બુદ્ધ: એ લોક પિતાની વિવાહિત કે અવિવાહિત વીઓ ઉપર જુલમ તે નથી કરતા ને? આનંદ: જી, ના, ત્યાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા ઉચ્ચ છે. બુદ્ધઃ વજજી લોકે શહેરનાં અથવા શહેર બહારનાં દેવસ્થાનેની કાળજી લે છે કે ? આનંદ: હા, ભગવન. બુદ્ધ: આ લેકે સંતપુરુષનો આદરસત્કાર કરે છે કે? આનંદ : જી, હા. આ સાંભળી બુદ્ધે અમાત્યને કહ્યું: “મેં વૈશાલીના લેઓને આ સાત નિયમે આપ્યા હતા. જ્યાં સુધી એ બુ.-૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નિયમોનું પાલન થાય છે ત્યાં સુધી તેમની સમૃદ્ધિ જ થશે, અવનતિ થઈ શકવાની નથી.” અમાત્યે અજાતશત્રુને વજજી લેકેને ન કનડવાની જ સલાહ આપી. ૯. અમાત્યના ગયા પછી બુદ્ધ પિતાના ભિક્ષુઓને અલ્યુન્નતિના એકત્ર કરી નીચે પ્રમાણે શિખામણ નિયમે આપી : ભિક્ષુઓ, હું તમને અમ્મુન્નતિના સાત નિયમો સમજાવું છું તે સાવધાનપણે સાંભળેઃ (૧) જ્યાં સુધી તમે એકત્ર થઈને સંઘનાં કર્મો કરશે, (૨) જ્યાં સુધી તમારામાં ઐક્ય રહેશે, (૩) જ્યાં સુધી તમે સંઘના નિયમને ભંગ કરશે નહીં, (૪) જ્યાં સુધી તમે વૃદ્ધ અને વિદ્વાન ભિક્ષુઓને માન આપશે, (૫) જ્યાં સુધી તમે તૃષ્ણાઓને વશ થશે નહીં, (૬) જ્યાં સુધી તમે એકાંતપ્રિય રહેશે, અને (૭) જ્યાં સુધી તમારા સાથીઓને સુખ થાય એવી કાળજી લેવાની ટેવ રાખશે ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થવાની છે, અવનતિ થશે નહીં. ભિક્ષઓ, વળી હું અચુન્નતિના બીજા સાત નિયમો કહું છું તે સાવધાનપણે સાંભળે: (૧) ઘરગથુ કામમાં આનંદ માનશે નહીં, (૨) બાલવામાં સર્વ કાળ વિતાડવામાં આનંદ માનશે નહીં, (૩) ઊંધવામાં વખત ગાળવામાં આનંદ માનશે નહીં, (૪) સાથીઓમાં જ સર્વ વખત ગાળી નાખવામાં આનંદ માનશે નહીં, (૫) દુર્વાસનાને વશ થશે નહીં, (૬) દુષ્ટની સંગતમાં પડશે નહીં, (૭) અલ્પ Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ રૂપ સમાધિલાભથી કૃતકૃત્ય થશે. નહીં. જ્યાં સુધી આ સાત નિયમેાને તમે પાળશે। ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થવાની છે, અવનતિ થશે નહીં. ભિક્ષુએ, વળી અલ્યુન્નતિના ખીન્ન સાત નિયમે કહું છું તે સાવધાનપણે સાંભળેા : (૧) શ્રદ્ધાળુ થાએ, (૨) પાપકર્મથી લાજો, (૩) લેાકાપવાદથી ડરા, (૪) વિદ્વાન થાએ, (૫) સત્કર્માં કરવામાં ઉત્સાહી રહેા, (૬) સ્મૃતિ જાગ્રત રાખે અને (૭) પ્રજ્ઞાવાન થાએ. જ્યાં સુધી આ સાત નિયમેનું તમે પાલન કરશે! ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થશે, અવનતિ થશે નહીં. 42 ભિક્ષુએ, વળી અજ્યુન્નતિના સાત નિયમે કહું છું તે ઉપર ધ્યાન આપેા. જ્ઞાનનાં સાત અંગેાની હમેશાં ભાવના કરે. એ સાત અંગે (૧) સ્મૃતિ, (૨) પ્રજ્ઞા, (૩) વીર્ય, (૪) પ્રીતિ, (૫) પ્રશ્નધિ, (૬) સમાધિ અને (છ) ઉપેક્ષા.’૧ ૧. (૧) સ્મૃતિ એટલે સતત જાગૃતિ, સાવધાનતા ઃ શું કરું છું, શું વિચારું છું, શી લાગણીઓ, ઇચ્છા વગેરે મનમાં ઉદ્ભવે છે, આજુબાજુ શું થઈ રહ્યું છે, એ સર્વે વિશે ચકારતા. વગેરે (૨) પ્રજ્ઞા એટલે મનેત્તિઓનું પૃથક્કરણ કરવાનું સામર્થ્ય : આનંદ. શાક, સુખ, દુ:ખ, જડતા, ઉત્સાહ, ધૈર્ય, બીક, ક્રોધ વગેરે લાગણીઓને ઉદ્ભવતાં કે ઉદ્દ્ભવ્યા પછી એખી, એની ઉત્પત્તિ કેમ થાય છે, એ કેમ શમે છે, એની પાછળ કઈ વાસના રહ્યાં છે તેનું પૃથક્કરણુ, આતે ધર્મવિચય પશુ કહે છે. (૩) વીર્ય એટલે સત્કર્માં કરવાનેા ઉત્સાહ. (૪) પ્રીતિ એટલે સત્કમાં કરવાથી થતા આનંદ. (૫) પ્રશ્નધિ એટલે ચિત્તની શાંતતા, પ્રસન્નતા. Page #53 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય ૧૦. યુદ્ધના ઉપદેશની સાંભળનાર ઉપર તત્કાળ અસર થતી. જેમ ઢાંકેલી વસ્તુને કેાઈ ઉઘાડીને ખતાવે, અથવા અંધારામાં જેમ દીવેા વસ્તુઓને પ્રકાશિત ઉપદેશની અસર કરે, તેમ બુદ્ધના ઉપદેશથી શ્રોતાઓને સત્યના પ્રકાશ થતા. લૂંટારા જેવા પશુ એમના ઉપદેશથી સુધરી જતા. અનેક જાને એમનાં વચનાથી વૈરાગ્યનાં ખાણુ વાગતાં, અને તેએ સુખસંપત્તિ છેડી એમના ભિક્ષુસંધમાં દાખલ થઇ જતા. ૧૧. ૩૪ એમના ઉપદેશથી કેટલાંક સ્ત્રીપુરુષાનાં ચરિત્ર કેવાં ઘડાયાં તે એકએ વાત પરથી કેટલાક શિષ્યા ડીક સમજાશે. ૧૨. પૂર્ણ નામે એક શિષ્યને પાતાના ધર્મોપદેશ સંક્ષિપ્તમાં આપી બુદ્ધે એને પૂછ્યું, “પૂણું, હવે તું કયા પ્રદેશમાં જઈશ ?” પૂર્ણ : ભગવન્, આપના ઉપદેશને ગ્રહણ કરીને હું હવે સુનાપરન્ત પ્રાન્તમાં જનાર છું. બુદ્ધ : પૂર્ણાં, સુનાપરન્ત પ્રાન્તના લેાકેા અતિ કઠેર છે, બહુ ક્રૂર છે. તે જ્યારે તને ગાળા દેશે, તારી નિંદા કરશે, ત્યારે તને કેવું લાગશે ? (૬) સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા. (છ) ઉપેક્ષા એટલે ચિત્તની મધ્યમવસ્થા, વિકાર ઉપર કાબૂ, વેગના ઝપાટામાં ન આવવું તે. હર્ષે પશુ રેકી શકાય નહીં અને શાક, ક્રોધ, ભય પણુ રેકી શકાય નહીં એ મધ્યમાવસ્થા નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૩૭ પૂર્ણ: તે વખતે, હે ભગવન, હું માનીશ કે આ લેકે બહુ સારા છે, કારણુ કે તેએએ મારા ઉપર હાથથી પ્રહાર કર્યાં નથી. બુદ્ધ : અને જો તેઓએ તારા ઉપર હાથથી પ્રહાર કર્યાં તે ? પૂર્ણ : મને તેઓએ પથ્થરથી માર્યાં નહીં, તેથી તે લેાકેા સારા જ છે એમ હું સમજીશ. યુદ્ધ : અને પથરાએથી મા તે? : પૂર્ણ મારી ઉપર તેઓએ દંડપ્રહાર કર્યાં નહીં, તેથી તે બહુ સારા લેાક છે એમ હું સમજીશ. બુદ્ધ અને દંડપ્રહાર કર્યાં તે? પૂર્ણ: શસ્ત્રપ્રહાર કર્યાં નહીં એ તેમનું ભલપણુ છે એમ સમજીશ. બુદ્ધ : અને શસ્ત્રપ્રહાર કર્યાં તે પૂર્ણ : મને ઠાર માર્યાં નહીં એ તેમની ભલાઈ છે એમ સમજીશ. બુદ્ધ અને ઠાર માર્યો તે : પૂણૅ : ભગવદ્, કેટલાએક ભિક્ષુ આ શરીરથી કંટાળીને આત્મઘાત કરે છે. એવા શરીરના જો આ સુનાપરન્તના રહેવાસીઓએ નાશ કર્યાં, તે તેમણે મારા ઉપર ઉપકાર કર્યાં એમ હું માનીશ. અને તેથી તે લેાકે બહુ જ સારા છે એમ સમજીશ. Page #55 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધઃ શાબાશ! પૂર્ણ, શાબાશ! આવા પ્રકારના અમદમથી યુક્ત હોવાથી તું સુનાપરન્ત પ્રદેશમાં ધર્મોપદેશ કરવાને સમર્થ થઈશ. ૧૩. દુષ્ટને દંડ દે એ એની દુષ્ટતાને એક પ્રકારને પ્રતિકાર છે. દુષ્ટતાને વૈર્ય અને શૌર્યથી સહન કરવી, અને સહન કરતાં કરતાં પણ એની દુષ્ટતાને વિરોધ કર્યા વિના રહેવું નહીં એ બીજા પ્રકારનો પ્રતિકાર છે. પણ દુષ્ટની દુષ્ટતા વાપરવામાં જેટલી ઊણપ એટલું શુભ ચિન લેખી, એની મૈત્રી જ કરવી અને મિત્રભાવના વડે જ એને સુધારવા મથવું એ દુષ્ટતાની જડ ઉખાડનારો ત્રીજો પ્રકાર છે. મિત્રભાવના અને અહિંસાની કેટલી ઊંચી સીમાએ પહોંચવાને પૂર્ણ પ્રયત્ન હશે તેની કલ્પના કરવા જેવી છે. ૧ ૧૪. નકુલમાતા નામે ઓળખાવવામાં આવેલી બુદ્ધની એક શિષ્યાનું વિવેકજ્ઞાન, એણે નકુલમાતાની પિતાના પતિને એના ભારે મંદવાડ વખતે રસમજણ કહેલાં વચન પરથી ઓળખાય છે. એણે કહ્યું: “હે ગૃહપતિ, સંસારમાં આસક્ત રહીને તમે મરણ પામે એ બરાબર નથી. આવા પ્રકારનું પ્રપંચાસક્તિયુક્ત મરણ દુઃખકારક છે એવું ભગવંતે કહ્યું છે. હે ગૃહપતિ, કદાચિત તમારા મનમાં એવી શંકા આવશે કે “હું મૂઆ પછી નકુલમાતા છોકરાંઓનું પાલન કરી ૧. અંગુલિમાલ નામે લૂંટારાના હૃદયપરિવર્તનની વાર્તા પણ વિલક્ષણ છે. તેને માટે જુઓ, બુદ્ધલીલાસારસંગ્રહ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શકશે નહીં. સંસારનું ગાડું હાંકી શકશે નહીં. પરંતુ એવી શંકા તમે મનમાં લાવશે નહીં. કારણ મને સૂતર કાંતવાની કળા આવડે છે, અને ઊન તૈયાર કરતાં આવડે છે. એના વડે હું તમારા મરણ પછી છોકરાંઓનું પિષણ કરી શકીશ. માટે હે ગૃહપતિ, આસક્તિયુક્ત અંત:કરણથી તમારું મરણ ન થાઓ એમ હું ઇચ્છું છું. હે ગૃહપતિ, તમને બીજી એવી શંકા આવવાનો સંભવ છે કે “નકુલમાતા મારા પછી પુનર્વિવાહ કરશે. પરંતુ આ શંકા તમે છોડી દે. હું આજ રસોળ વર્ષથી ઉપસથવત પાછું છું, તે તમને ખબર છે જ. તે પછી હું તમારા મૃત્યુ પછી પુનર્વિવાહ કેમ કરીશ? હે ગૃહપતિ, તમારા મરણ પછી હું બુદ્ધ ભગવાનને અને ભિક્ષુસંઘને ધર્મોપદેશ શ્રવણ કરવા નહીં જાઉં એવી તમને શંકા આવવાને સંભવ છે. પણ તમારી પાછળ પહેલાં પ્રમાણે જ બુદ્ધોપદેશ સાંભળવામાં મારો ભાવ રહેશે એવી તમારે પાકી ખાતરી રાખવી. માટે કોઈ પણ પ્રકારની ઉપાધિ સિવાય મરણને શરણ થાઓ. હે ગૃહપતિ, તમારી પાછળ હું બુદ્ધ ભગવાને ઉપદેશેલું શીલ યથાર્થ રીતે નહીં પાછું એવી તમને શંકા આવવાનો સંભવ છે. પણ જે ઉત્તમ શીલવતી બુદ્ધોપાસિકાઓ છે તેમાંની જ હું એક છું એમ તમે ખાતરીથી માન. માટે કોઈ પણ પ્રકારની ચિંતા વગર મરણ આવવા દો. હે ગૃહપતિ, મને સમાધિલાભ થયે નહીં, તેથી તમારા મરણથી હું બહુ દુઃખી થઈશ એમ તમે સમજશો નહીં. જે કોઈ બુદ્ધોપાસિકા સમાધિલોભવાળી હશે તેમાંની હું એક છું એમ સમજે અને માનસિક Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ છેડી દે. હે ગૃહપતિ, બૌદ્ધ ધર્મનું તત્ત્વ મને હજી સમજાયું નથી એવી પણ તમને કદાપિ શંકા આવશે. પરંતુ જે તત્વજ્ઞ ઉપાસિકાઓ છે તેમાંની જ હું એક છું એમ ચેકકસ ધ્યાનમાં રાખે અને મનમાંની ચિંતા કાઢી નાખો.” ૧૫. પરંતુ સદ્ભાગ્યે આ જ્ઞાની સ્ત્રીને પતિ સાજે થઈ ગયે. જ્યારે બુદ્ધે આ વાત સાંભળી ત્યારે એના પતિને તેમણે કહ્યું, “હે ગૃહપતિ, તું મોટે પુણ્યશાળી છે કે નકુલમાતા જેવી ઉપદેશ કરનારી અને તારા ઉપર પ્રેમ રાખનારી સ્ત્રી તને મળી છે. હે ગૃહપતિ, ઉત્તમ શીલવતી જે ઉપાસિકાઓ છે, તેમાંની એ એક છે. આવી પત્ની તને મળી એ તારું મહાભાગ્ય છે.” ૧૬ હૃદયને આવી રીતે પલટાવી નાખવાં એ જ મહાપુરુષોના મોટા ચમત્કાર છે. બીજા ખરે ચમત્કાર ચમકારા બાળકોને સમજાવવાના ખેલ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ શિક્ષાપદો ભલું અનિશિખા જેવા તપ્ત લેહનું પ્રાશન; ના જ અસંયમી દુષ્ટ કર્યું રાષ્ટ્રાન ભજન દરેક સંપ્રદાય પ્રવર્તકે પોતાના શિષ્યોનું વર્તન સદાચાર, શુદ્ધાચાર, સભ્યતા અને નીતિને પિષક થાય એ માટે નિયમો ઘડેલા હોય છે. એ નિયમો પૈકી કેટલાક સાર્વજનિક સ્વરૂપના હોય છે, અને કેટલાક તે તે સંપ્રદાયની ખાસ રૂઢિઓના સ્વરૂપના હોય છે, કેટલાક સર્વ કાળમાં મહત્ત્વના હોય છે, અને કેટલાકનું મહત્ત્વ તે કાળમાં જ હોય છે. ૨. બુદ્ધ ધર્મના આવા નિયમોને શિક્ષાપદે કહે છે. તેની સવિસ્તર માહિતી શ્રી ધર્માનંદ કોસંબીના બૌદ્ધ સંઘને પરિચય એ પુસ્તકમાં આપેલી છે. શ્રી સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી જેમ દરેક આશ્રમ અને વર્ણનાં સ્ત્રી પુરુષોને માટે છે, તેવા આ નિયમ નથી. એ મુખ્યત્વે ભિક્ષુઓ અને ભિક્ષુણીઓને માટે જ છે. એટલે એ બધા નિયમનો ઉલ્લેખ કરે અહીં જરૂરી નથી. પણ એમાંના કેટલાક નિયમો સાર્વજનિક રીતે ઉપયોગી છે અને કેટલાક ખાસ કરીને સમાજસેવકોને માટે મહત્વના છે. તેવા १. सेय्यो अयोगुळो भुत्तो तत्तो अग्गिसिखूपमो । यञ्चे भुजेय्य दुस्सीलो रट्टपितुं असंयतो ॥ (ઘમપદ) ૨. ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ. ૪૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ બુદ્ધ નિયમોની માહિતી આજે યોગ્ય લાગે તેવી ભાષામાં અહીં ટૂંકામાં આપી છે. ૩. શિષ્ય પોતાના ગુરુની શુશ્રષા નીચે પ્રમાણે કરવી: (૧) પ્રાતઃકર્મ– સવારે વહેલા ઊઠી, જેડા ઉતારી નાખી, કપડાં વ્યવસ્થિત રાખી, ગુરુને દાતણ અને માં દેવા માટે પાણી આપવું અને બેસવા માટે શિષ્યના ધર્મ આસન મૂકવું. ત્યાર બાદ, એમના નાસ્તાને ખોરાક હાજર કર. નાસ્તો કરી રહ્યા બાદ હાથમેં ધેવા પાણી આપવું, અને નાસ્તાનાં પાત્રો સાફ કરી વ્યવસ્થિત રીતે તેની જગ્યાએ મૂકી દેવાં. ગુરુ ઊઠે એટલે આસન ઠેકાણે મૂકી દેવું અને એ જગ્યા ગંદી થઈ હોય તો સાફ કરી નાખવી. (૨) વિચરણ–ગુરુને બહાર જવું હોય ત્યારે એમનાં બહાર જવાનાં વસ્ત્રો આણું આપવાં, અને પહેરેલાં કપડાં કાઢી નાખે ત્યારે તે લઈ લેવાં. ગુરુ બહારગામ જનાર હોય તે એમનાં પ્રવાસનાં પાત્રો, બિછાનું તથા કપડાં વ્યવસ્થિત રીતે બાંધીને તૈયાર રાખવાં. ગુરુની સાથે પિતાને જવાનું હોય તે પિતે વ્યવસ્થિત રીતે કપડાં પહેરી, શરીરને સારી રીતે ઢાંકી, પિતાનાં પાત્રો, બિછાનું તથા કપડાં બાંધી લઈ તૈયાર થઈ જવું. (૩) માર્ગમાં ચાલતાં શિષ્ય ગુરુથી ઘણું દૂર કે ઘણું નજીક ચાલવું નહીં. (૪) વાચા સંયમ – ગુરુ બોલતા હોય ત્યારે શિષ્ય વચમાં બોલવું નહીં. પરંતુ, નિયમ ભંગ થાય એવું કાંઈ ગુરુ બેલે તે એનું નમ્રતાથી નિવારણ કરવું. Page #60 -------------------------------------------------------------------------- ________________ ઔદ્ધ શિક્ષાપદ કર (૫) પ્રત્યાગમન - મહારથી પાછા ફરતી વખતે પેાતે પહેલાં આવી ગુરુનું આસન તૈયાર કરવું. પગ ધાવા માટે પાણી તથા પાટલા તૈયાર રાખવાં. આગળ જઈ ને ગુરુના હાથમાં છત્રી ખેસ ઇત્યાદિ હૈાય તે લઈ લેવાં. ઘરમાં પહેરવાનું વસ્ત્ર આપવું અને પહેરેલું વસ્ત્ર ખદલે તે લઈ લેવું. જો તે વસ્ત્ર પસીનાથી ભીંજાઈ ગયું હેાય તે અને થોડી વાર તડકામાં સૂકવવું; પણ એને તડકામાં જ રહેવા દેવું નહીં. વસ્ત્રને ભેગું કરી લઈ લેવું અને ભેગું કરતાં ફાટે નહીં એની કાળજી રાખવી. વસ્ત્રની ગડી કરીને મૂકવું. - (૬) ભાજન - નાસ્તાની માફ્ક જમતી વખતે પણુ ગુરુનાં આસન, પાત્ર, લેાજન વગેરેની વ્યવસ્થા કરવી, અને જમી રહ્યા ખાદ્ય પાત્રાદિક સાફ કરવાં અને જગ્યા સાફ્ કરવી. (૭) જમવાનાં પાત્ર એકાદ સાફ પાટ કે બાજઠ પર મૂકવાં, પશુ નરી જમીન પર મૂકવાં નહીં. (૮) સ્નાન — જો ગુરુને નાહવું હૈાય તે તેની વ્યવસ્થા કરવી; એમને ઠંડું પાણી જોઈતું હાય તે ઠંડું આપવું, ઊનું જોઈતું હેાય તેા ઊનું આપવું, મજ્જૈનની જરૂર હૈાય તે શરીરને તેલ ચેાપડવું કે ઘસી આપવું. જલાશય પર નાહવાનું હાય તે ત્યાં પણ તેની વ્યવસ્થા કરવી. પાણીમાંથી પહેલાં મહાર નીકળી શરીર લેાહી તથા કપડાં બદલી, ગુરુને અંગૂછે। આપવે અને જરૂર હાય તેા શરીર લેાહી આપવું. પછી એમને ધાયેલાં કપડાં આપી, ભીંજવેલાં કપડાં સ્વચ્છ કરી ધેાઈ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ બુદ્ધ નાખવાં. તેને દેરી પર સૂકવવાં, અને સુકાયા બાદ વ્યવસ્થિત ગડી કરી મૂકી દેવાં, પણ તડકામાં લાંબો વખત રહેવા દેવાં નહીં, (૯) નિવાસસ્વચ્છતા – ગુરુના નિવાસમાં કચરે રોજ સાફ કરી નાખવે. નિવાસ સાફ કરતી વખતે પહેલાં જમીન ઉપરની વસ્તુઓ, જેમ કે, પાત્રો, કપડાં, આસને, ગોદડાં, ઓશીકાં વગેરે ઉપાડી લઈ બહાર કે ઊંચાં મૂકવાં. ખાટલે બહાર કાઢતી વખતે બારણા સાથે ભટકાય નહીં તેની કાળજી રાખવી. ખાટલાના પ્રતિપાદક (પાયા નીચે મૂકવાનાં લાકડાનાં કે પથ્થરનાં એઠીંગણ) એક બાજુએ મૂકવાં. પિકદાની ઉપાડી લઈ બહાર મૂકવી. પાથરણું કેવી રીતે પાથર્યું છે તે ધ્યાનમાં રાખી પછી બહાર કાઢવું. જે નિવાસમાં જાળાં બાઝયાં હોય તે પહેલાં છત સાફ કરવી. પછીથી બારીએ, કમાડ તથા ખૂણાઓ સાફ કરવાં. ગેરુથી રંગેલી ભીંતો તથા છાથી તૈયાર કરેલી જમીન ખરાબ થઈ હોય તો પાણીમાં કપડું બાળી એને નિચોવી નાખી પછી એનાથી તે સાફ કરવી. સાદી લીંપેલી જમીન કે આંગણાને, ધૂળ ઊડે નહીં તે માટે, પહેલાં તે પર પાણુ છાંટી પછી સાફ કરવાં. કચરો ભેગો કરી નિયત ઠેકાણે નાખી દે. પાથરણાં, ખાટલા, પાટ, ઓશીકાં, પિકદાની વગેરે બધી ચીજો તડકામાં સૂકવી ચોગ્ય સ્થાને મૂકી દેવી. (૧૦) મકાનમાં જે દિશામાંથી પવનને લીધે ધૂળ ઊડતી હોય તે તરફની બારીઓ બંધ કરી દેવી. ટાઢના દિવસમાં દિવસે બારીઓ ઉઘાડી રાખવી અને રાત્રે બંધ કરવી, તથા ઉનાળામાં દિવસે બંધ રાખવી અને રાત્રે ઉઘાડવી. Page #62 -------------------------------------------------------------------------- ________________ બદ્ધ શિક્ષાપદ ૪૫ (૧૧) શિષ્ય પિતાની રહેવાની ઓરડી, બેસવાની ઓરડી, ભેગા મળવાનું દીવાનખાનું, સ્નાનગૃહ તથા પાયખાનાં સાફ રાખવાં. પીવાનું તથા વાપરવાનું પાણી ભરી રાખવું. પાયખાનામાં રાખેલી કાઠીમાં પાણી થઈ રહ્યું હોય તે એ પણ ભરી રાખવું. (૧૨) અધ્યયન-ગુરુ પાસે નિયત સમયે પાઠ લેવાનું હોય તે લઈ લે અને પ્રશ્નો પૂછવાના હોય તે પૂછી લેવા. (૧૩) ગુરુના દેષાની શુદ્ધિ-ગુરુમાં ધર્માચરણમાં અસંતેષ કે ખામી ઉત્પન્ન થઈ હોય, અથવા મનમાં શંકા ઉદ્ભવી હોય અથવા મિથ્યા દષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો શિષ્ય બીજા મારફતે તે દૂર કરાવવી, અથવા જાતે કરવી, અથવા ધર્મોપદેશ કરે. ગુરુથી સંસ્થાના, ખાસ કરીને નૈતિક અને સૈદ્ધાતિક, નિયમોનો ભંગ થયો હોય તે તેનું પરિમાર્જન થાય અને સંસ્થા તેને ફરીથી પૂર્વ સ્થિતિમાં લાવી મૂકે એવી બેઠવણ કરવી. (૧૪) મંદવાડ-ગુરુની માંદગીમાં તે સાજા થાય કે મરે ત્યાં સુધી એની સેવા કરવી. ૪ (૧૫) અધ્યાપન – ગુરુએ શિષ્ય પર પ્રેમ રાખવે અને તેના પર અનુગ્રહ કરે. તેને શ્રમ લઈ પાઠ શીખવવા, તેના ધાર્મિક પ્રશ્નોના જવાબ ગુરુના ધર્મો આપવા, ઉપદેશ કર તથા રીતરિવાજની માહિતી આપી એને મદદ કરવી. Page #63 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ (૧૬) શિષ્યની સંભાળી – પિતાની પાસે વસ્ત્ર, પાત્ર વગેરે હોય અને શિષ્ય પાસે ન હોય તે પિતાનાં આપવાં અગર મેળવી આપવાં. (૧૭) મંદવાડ– શિષ્યના મંદવાડમાં ગુરુ જાણે પિતે શિષ્ય હોય અને શિષ્ય ગુરુસ્થાને હોય એમ વર્તવું. (૧૮) કર્મકૌશલ્ય – કપડાં કેમ ધોવાં, સ્વચ્છતા તથા વ્યવસ્થા કેમ આણવી અને જાળવવી વગેરે બાબતે શિષ્યને શ્રમ લઈ શીખવવી. ૫. (૧૯) આરેગ્યાદિ – બૌદ્ધ ભિક્ષુ થવા ઈચ્છનારમાં નીચે મુજબ લાયકાત જોઈએ ? તે કોઢ, ગંડ, કિલાસ, ક્ષય તથા અપરમારના રોગથી પીડાતો ભિક્ષુ (સમાજ ન હોય; પુરુષત્વહીન ન હોય; સ્વતંત્ર હાય સેવક)ની (એટલે કોઈના દાસત્વમાં ન હોય); દેવાદાર લાયકાત ન હોય; માબાપની આજ્ઞા લઈને આવેલ હોય; વીસ વરસ પૂરાં કરેલાં હોય; અને કપડાં, વાસણો ઇત્યાદિ સાધનયુક્ત હોય. (૨૦) તૈયારી– ભિક્ષુની નીચે પ્રમાણે તૈયારી હોવી જોઈએઃ (૧) આજીવન ભિક્ષાટન કરી રહેવાની તૈયારી વગર ભિક્ષાએ મળી આવે છે તે સદ્ભાગ્ય, (૨) ચીંથરાની કથા પર રહેવાની તૈયારીઃ આખાં કપડાં મળે તો સદ્ભાગ્ય, (૩) ઝાડ નીચે રહેવાની તૈયારી ઘર મળે તે સદભાગ્ય (૪) ગેમૂત્રના એસડથી ચલાવી લેવાની તૈયારીઃ ઘી, માખણ વગેરે વસ્તુઓ ઓસડ દાખલ મળે તે સભાગ્ય. Page #64 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ શિક્ષાપદ (૨૧) ત્રતા — ભિક્ષુએ નીચે પ્રમાણે વ્રતા પાળવાં ભિક્ષુનાં વતા જોઈ એ ઃ ભાષા (૧) શુદ્ધ બ્રહ્મચર્ય; (૨) અસ્તેય : ભિક્ષુએ ઘાસની સળી પણ ચારવી જોઈએ નહીં - ચાર આના કે એથી વધારે કિંમતની ચારી કરે તે ભિક્ષુ સંઘમાંથી ખરતરફ્ થાય; (૩) અહિંસા: જાણી જોઈને ઝીણાં જંતુને પણુ મારવાં નહીં મનુષ્યવધ કરનાર, ભ્રુણુહત્યા કરનાર, ભિક્ષુ સંધમાંથી ખરતરફ થાય; (૪) અદંભિત્વ : પેાતાને પ્રાપ્ત ન થયેલી સમાધિ પ્રાપ્ત થયેલી છે એમ જણાવે તે ભિક્ષુ સંધમાંથી ખરતરફ થાય. ૬. (૨૨) બૌદ્ધ ધર્મના એક ખાસ નિયમથી લેકભાષાઓમાં જ ઉપદેશ આપવે એવી આજ્ઞા કરવામાં આવી છે. વૈદિક (સંસ્કૃત) ભાષામાં ભાષાન્તર કરવાની મનાઈ કરવામાં આવી છે. ૭ ૭. બહાર ગામથી કેઈક વિહારમાં જનાર ભિક્ષુએ ત્યાં પહોંચતાં નીચે પ્રમાણે વર્તવું અતિથિના ધાં (૨૩) પેસતાં, ચંપલ કાઢી ખંખેરી નાખવાં, છત્રી નીચે નમાવવી; માથા પર કપડું એજ્યું હાય તેા તે કાઢી નાખી ખભા ઉપર ખસેડવું અને ધીમેથી પ્રવેશ કરવેા. ભિક્ષુઓને એકઠા થવાની જગ્યા કયાં છે તેની તપાસ કરવી; પેાતાના સામાન એક માજીએ મૂકરે; પાણી કયાં છે તેની તપાસ કરી, પગ ધેાવા; પગ ધેાતી વખતે એક હાધે પાણી રેડવું અને ખીજા હાથથી પગ ચેાળવા; ચંપલ લૂછવાનું લૂગડું કયાં છે તે Page #65 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ પૂછી એનાથી ચંપલ લૂછવા. પહેલાં કોરા કકડાથી લૂછી, પછી ભીના કકડાથી લૂછવા વિહારમાં રહેનાર વડીલ ભિક્ષુઓને પ્રણામ કરવા, અને નાનાના પ્રણામ સ્વીકારવા; પિતાને રહેવા માટેના સ્થાનની તપાસ કરી, ત્યાં આસન કરવું, ખાવા-પીવાની તથા પાયખાના-પેશાબની શી સગવડ છે તે જાણી લેવી જવાના, આવવાના, રહેવાના તથા સામુદાયિક ઉપાસનાના સમય જાણી લેવા. ૮. આવાસિક (વિહારમાં રહેનાર) ભિક્ષુએ આગંતુક યજમાનના ભિક્ષુને નીચે મુજબ સત્કાર કરવો ધર્મો (૨૪) જે આગંતુક ભિક્ષુ પિતાથી માટે હોય તો એને માટે આસન તૈયાર કરવું, પગ દેવાનું પાણી તથા પાટલે તૈયાર રાખવાં, સામા જઈ એના હાથમાં સામાન લઈ લે; પાણી પીવા જોઈતું હોય તો પૂછી જેવું બની શકે તે એના ચંપલ સાફ કરવાનું લૂગડુ જોઈ નાખવું. આગંતુકને પ્રણામ કરવાનું તેને રહેવાની જગ્યા બતાવવી; જવા આવવાના, સૂવાના ઈત્યાદિ નિયમથી વાકેફ કર, પાયખાના-પેશાબની જગ્યા બતાવવી. જે આગંતુક ભિક્ષુ પિતાનાથી નાનું હોય તો પોતે આસનસ્થ રહીને જ બેલાવ અને “અમુક જગ્યાએ પાત્ર મૂક, અમુક જગ્યાએ વસ્ત્રો મૂક, અમુક જગ્યાએ આસન પર બેસ' વગેરે સૂચનાઓ કરવી. ૯ વિહારમાંથી વિદાય લેનારે જતાં પહેલાં નીચે પ્રમાણે વ્યવસ્થા કરીને જવું ઃ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઓબ્દ શિક્ષાપદ ૪૮ (૨૫) પિતે વપરાશમાં લીધેલાં વાસણ મૂળ કેકાણે પાછાં મૂકી દેવાં, અથવા જેને આપવાનાં વિદાય હોય તેને સ્વાધીન કરવાં; પિતાને રહેવા લેનારનાં માટે મળેલા સ્થાનનાં બારીબારણાં બંધ કર્તવ્ય કરી બીજા ભિક્ષુઓને (અને તે ન હોય તે રખેવાળને ખબર આપ્યા પછી જવું. ખાટલે ચાર પથ્થરના ઓઠીંગણ ઉપર મૂકી તથા એના પર બાજઠ વગેરે મૂકીને જવું. ૧૦. (૨૬) એકાંત – ભિક્ષુએ આપત્કાલ કે અનિવાર્ય કારણ વિના કેઈ સ્ત્રી સાથે એકાંતમાં વસવું નહીં અને સુજ્ઞ પુરુષોની ગેરહાજરીમાં એની સાથે સ્ત્રીઓ સાથે પાંચ-છ વાક્ય સિવાય વધારે સંભાષણ, સંબંધ ચર્ચા કે ઉપદેશ કરવાં નહીં, એની સાથે એકાકી પ્રવાસ કરે નહીં. (૨૭) એકાંતભંગ -– પતિ-પત્ની એકલાં બેઠાં કે સૂતાં હોય તે ખંડમાં આગળથી જાણ કર્યા વિના ભિક્ષુએ તેમાં દાખલ થવું નહીં. (૨૮) પરિચર્યા – ભિક્ષુએ પિતાના નિકટ સગા સિવાયની બીજી સ્ત્રી પાસે પિતાનાં વચ્ચે બેવડાવવાં નહીં કે સિવડાવવાં નહીં. (૨૯) ભેટ – ભિક્ષુએ કોઈ સગપણ વિનાની સ્ત્રીને કે ભિક્ષણને વસ્ત્રાદિકની ભેટ કરવી નહીં. ૧૧. (૩૦) ખાટલો– પાયા નીચેની અટનીથી આઠ કેટલાંક પ્રમાણ અંગત આંગળ ઊંચે રાખ, વધારે નહીં. ૧. પાયાની બેઠક આગળ ઘોડાની ખરી કે દાબડા જેવો ભાગ. બુ.-૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ (૩૧) આસન – આસનનું પ્રમાણ વધારેમાં વધારે લંબાઈ બે સુગત વિતસ્તિ, પહેાળાઈ આશરે દોઢ સુગત વિતસ્તિ, અને જૂના આસનમાંથી કાઢેલી ચારે બાજુ ફરતી કોર એક વેંત. ચારે બાજુ ના આસનની જુદા રંગની કાર કર્યા વિનાનું આસન ન બનાવવું. (૩૨) કરછ પાંચમું – લંબાઈ ચાર સુગત વિતસ્તિ, પહોળાઈ બે સુગ વિતસ્તિ. (૩૩) ધોતી-પચયું– લંબાઈ છ સુ. વિ., પહેળાઈ આશરે અઢી સુ. વિ. (૩) ચીવર – લંબાઈ નવ સુ, પહોળાઈ છ સુ. વિ. ૧૨. (૩૫) આસન અને ગતિ– શરીરને વેગ્ય રીતે ઢાંકીને ચાલવું તથા બેસવું. નજર નીચી રાખી ચાલવું-બેસવું. વસ્ત્ર ઉડાડતાં ચાલવું કે બેસવું નહીં. મોટેથી હસતાં હસતાં કે સતા ૧. સુગત વિતતિ એટલે લગભગ દોઢ હાથ એમ કહ્યું છે; પણ એમાં કાંઈક ભૂલ હોય એમ લાગે છે. બીજી જગ્યાએ સુગત આંગળ, સુરત ચીવર એવા શબ્દો વપરાયા છે. મને લાગે છે કે સુરત એટલે બુદ્ધ, અને સુરત આંગળ, સુગત વિતસ્તિ અને સુરત ચીવર એટલે બુદ્ધના આંગળ, વૈત અને ચીવરનું પ્રમાણુ. વિતતિ એટલે દેઢ હાથ એ દેખીતી રીતે ભિક્ષુઓનું બીજી રીતનું જીવન જતાં બહુ મોટું પ્રમાણ છે. દા. ત., લુંગી માફક પહેરવાનું પંચિયું ૬૧ = ૯ હાથ લાંબું, અને રાઈ x 1 = કામ હાથ પહોળું હોઈ શકે નહીં. પણ દ x રમા વેત (આશરે ૧ાાથી ૧ વાર લગભગ ૨૪") એ પૂરતું ગણાય. આસન પણ ૩૦ x ૨પનું પૂરતું થાય. Page #68 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ શિક્ષાપદ મોટેથી અવાજ કરતાં ચાલવું કે બેસવું નહીં. ચાલતાં કે બેસતાં શરીરને હલાવ્યા કરવું નહીં. હાથ હલાવ્યા કરવા નહીં. માથું ધુણાવ્યા કરવું નહીં. કેડ પર હાથ મૂકી રાખવે નહીં. માથા પર ઓઢી રાખવું નહીં. એડી ઊંચી રાખવી નહીં. પહેલસ્થિકા (ઢીંચણ બાંધીને આરામ ખુરશી કે ડોલતી ખુરશી જેમ શરીરને) કરી બેસવું નહીં. (૩૬) ભજન ભજન કરતી વખતે પાત્ર તરફ ધ્યાન રાખવું, પીરસાતી વસ્તુઓ તરફ ધ્યાન રાખવું, કાંઈક વસ્તુ વધારે પિરસાવવા માટે ઢાંકવા કે સંતાડવાની યુક્તિ કરવી નહીં, મંદવાડ વિના ખાસ પિતાને માટે વસ્તુઓ તૈયાર કરાવવી નહીં. બીજાના ભાણ સામે તાકવું નહીં, મોટા કેળિયા લેવા નહીં, કેળિયે મઢા સુધી લાવ્યા વગર મોઢું ઉઘાડવું નહીંહથેલી મોંમાં ઘાલીને જમવું નહીં, કેળિયે મોંમાં ફેંકીને જમવું નહીં, ખાવાની વસ્તુને માંથી ભાંગીને જમવું નહીં, ગાલમાં અન્ન ભરીને જમવું નહીં. માં કોળિયો હોય ત્યારે બેલવું નહીં, હાથ તરછોડતાં તરડતાં જમવું નહીં, ભાત આમતેમ ઉડાડતાં જમવું નહીં, જીભ આમતેમ હલાવતાં જમવું નહીં. ચપચપ અવાજ કરવો નહીં, સૂ-સૂ અવાજ કરતાં જમવું નહીં, હાથ, હોઠ કે થાળી ચાટયાં કરવાં નહીં. એડા હાથે પાણીનો પ્યાલે લેવો નહીં. એઠવાડવાળું પાણું રસ્તામાં નાખવું નહીં. (૩૭) શૌચ – મંદવાડ વિના, ઊભા રહીને ઘાસ ઉપર કે પાણીમાં શૌચ કે લઘુશંકા કરવાં નહીં. Page #69 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગો અને અંત કરી તિતિક્ષા ખમ અન્ય દોષ મહાન સોથી તપ એ ગણાય; મહાન સૌથી ગતિ સંસ્કૃતિથી નિવૃત્તિ થાવી સુરત કથે છે. હિણે બીજાને અથવા પીડે જે કષાયધારી પણ ના જ સાધુ. મહાપુરુષોના ઉપદેશે એમણે શું વિચાર્યું છે એ દર્શાવે છે. એમના ઉપદેશથી સમાજ જ્ઞાનની કસોટી ઉપર થયેલી અસર એમની વાણીને પ્રભાવ જણાવે છે. પણ એ વિચાર અને વાણીની પાછળ રહેલી નિષ્ઠા એમના જીવનના પ્રસંગે પરથી જ જણાય છે. માણસ વિચારે છે તેટલું બોલી શકતા નથી, અને બેલે છે તેટલું કરી શકતો નથી. માટે એ જે કરે છે તે ઉપરથી જ એનું તત્ત્વજ્ઞાન એના હૃદયમાં કેટલું ઊતર્યું હતું તે પારખી શકાય છે. ૨. જે જગત પ્રત્યેની મિત્રતાની ભાવનાની આપણે મૂર્તિ બનાવી શકીએ તે તે બુદ્ધના જેવી હોય મિત્રભાવના એમ કહેવાનો હરકત નથી. પ્રાણીમાત્ર વિશે મૈત્રી સિવાય બીજી કોઈ એમને દષ્ટિ જ ન १. खन्ती परमं तपो तितिक्खा निब्बानं परमं वदन्ति बुद्धा । न हि पब्बजितो परूपघाती सपणो होति परं विहेठयन्तो ॥ | ( H ) પર Page #70 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગે અને અંત પ૩ હતી. એમના ઉપર વૈરભાવ રાખનારા કેટલાયે જન નીકળ્યા, હલકામાં હલકાં આળ ચડાવવાથી લઈને એમને મારી નાખવા સુધીના પ્રયત્ન કરવામાં આવ્યા, પણ એમના હૃદયમાં એ વિરોધીઓ વિશે પણ મિત્રતાથી હલકો ભાવ નીકળી શક્યો જ નહીં, એ નીચેના પ્રસંગો પરથી સમજાશે, અને તે ઉપરથી અવતાર એટલે કેવા પુરુષ હોય તેને ખ્યાલ આવશે. ૩. કૌશામ્બીના ઉદયન રાજાની રાણું જ્યારે કુમારી હતી, ત્યારે એના પિતાએ બુદ્ધને એનું કોશાબની રાણી પાણિગ્રહણ કરવા વિનંતી કરેલી. પણ બુદ્ધ તે વખતે જવાબ વાળ્યું હતું કે : “મનુષ્યના નાશવંત શરીર ઉપરથી મેહ છૂટી જવાથી મેં ઘર છોડ્યું. પરણવામાં મને કશો આનંદ જણાતું નથી. હું એ કન્યાને સ્વીકાર કેવી રીતે કરું ?” ૪. પિતાના જેવી સુંદર કન્યાને અસ્વીકાર કરવાથી એ કુમારીનું અપમાન લાગ્યું. વખત આવ્યે બુદ્ધ પર વેર વાળવા એણે મનમાં નિશ્ચય કર્યો. તે દહાડે એ ઉદયન રાજાની પટ્ટરાણું થઈ ૫. એક વાર બુદ્ધ કૌશામ્બીમાં આવ્યા. શહેરના લફંગાઓને પૈસા આપી આ રાણીએ એમને શીખવ્યું કે જ્યારે બુદ્ધ અને એના શિષ્ય શહેરમાં ભિક્ષા માટે ફરે, ત્યારે એમને ખૂબ ગાળે દેવી. તે ઉપરથી જ્યારે બુદ્ધને Page #71 -------------------------------------------------------------------------- ________________ સંઘ ગલીઓમાં પિસે કે ચારે તરફથી એમના ઉપર બીભત્સ ગાળે વરસાદ વરસવા લાગ્યું. કેટલાક શિષ્ય અપશબ્દોથી મૂંઝાયા. આનંદ નામના એક શિષ્ય શહેર છેડી જવા બુદ્ધને વિનંતી કરી. ૬. બુદ્ધે કહ્યું: “આનંદ, જે ત્યાં પણ આપણને લેકે ગાળે દેશે તે શું કરીશું?” આનંદ બેઃ બીજે ક્યાંય જશું.” બુદ્ધ અને ત્યાં પણ એમ થાય તો? આનંદઃ વળી કોઈ ત્રીજે ઠેકાણે. બુદ્ધઃ આનંદ, જે આપણે આ પ્રમાણે નાસભાગ ર્યા કરશું, તે નિષ્કારણ કલેશભાગી જ થઈશું. એથી ઊલટું, જે આપણે આ લેકેને અપશબ્દો સહન કરી લઈશું તે એમની બીકથી બીજે જવાનું પ્રયોજન નહીં રહે, અને એમની ચારઆઠ દિવસ ઉપેક્ષા કરવાથી એ પિતાની મેળે મૂંગા થઈ જશે. ૭. બુદ્ધના કહેવા પ્રમાણે જ સાતઆઠ દિવસમાં શિષ્યને અનુભવ થયે. ૮. વળી એક વાર બુદ્ધ થાવસ્તીમાં રહેતા હતા. એમની લોકપ્રિયતાને લીધે એમના ભિક્ષુઓને ખૂનને આપ શહેરમાં સારે આદરસત્કાર થતા. આથી અન્ય સંપ્રદાયના વેરાગીઓને ઈર્ષ્યા થવા લાગી. એમણે બુદ્ધ વિશે એવી વાત ફેલાવી કે એમની Page #72 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગે અને અંત ચાલચલગત સારી નથી. થોડા દહાડા પછી વેરાગીઓએ એક વેરાગી સ્ત્રીનું ખૂન કરાવી, તેનું શબ બુદ્ધના વિહાર પાસે એક ખાડામાં ફેંકાવ્યું, અને પછી રાજાની આગળ પિતાના સંઘની એક સ્ત્રી છેવાય છે એમ ફરિયાદ કરી અને બુદ્ધ અને એમના શિષ્ય ઉપર વહેમ ખાધો. રાજાના માણસોએ શબ માટે તપાસ કરી અને બુદ્ધના વિહાર પાસેથી એને શોધી કાઢ્યું. થોડા વખતમાં આખા શહેરમાં આ વાત ફેલાઈ ગઈ અને બુદ્ધ તથા એમના ભિક્ષુઓ પરથી લોકોને વિશ્વાસ ઊઠી ગયે. જે તે એમના ઉપર શૂન્ગૂ કરવા મંડ્યા. ૯બુદ્ધ આથી જરાયે બધા નહીં. ખોટાલાને પાપ સિવાય બીજી ગતિ નથી,” એમ જાણે એ શાન્ત રહ્યા ૧૦. કેટલાક દિવસ પછી જે મારાઓએ વેરાગણનું ખૂન કર્યું હતું તેઓ એક દારૂના પીઠામાં ભેગા થઈ ખૂન કરવા માટે મળેલા પૈસાની વહેંચણી કરતા હતા. એક બેલ્યોઃ મે સુંદરીને મારી માટે હું માટે ભાગ લઈશ.” બીજાએ કહ્યું: “મેં ગળું દામ્યું ન હોત તે સુંદરીએ બૂમ પાડીને આપણને ઉઘાડા પાડી દીધા હેત.” ૧૧. આ વાત રાજાના ગુપ્ત માણસોએ સાંભળી. એમને પકડી એ રાજા પાસે લઈ ગયા. મારા પિતાને ગુને કબૂલ કરીને જે હકીકત બની હતી તે કહી દીધી. બુદ્ધ પરનું આળ ખોટું ઠરવાથી એમને વિશે પૂજ્યભાવ ઊલટે બમણ વધ્યું, અને પેલા વેરાગીઓને સર્વને તિરસ્કાર આવ્યું. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૨. એમને ત્રીજે વિરોધી દેવદત્ત નામે તેમને એક શિષ્ય જ હતું. દેવદત્ત શાક્ય વંશને દેવદત્ત જ હતું. એ એશ્વર્યને અત્યંત લેબી હતો. એને માન અને મોટપ જોઈતાં હતાં. કે રાજકુમારને પ્રસન્ન કરી એણે આ કાર્ય સાધવા વિચાર કર્યો. ૧૩. બિઅિસાર રાજાને એક અજાતશત્રુ નામે પુત્ર હતો. દેવદત્તે એને ફેલાવી પિતાને વશ કરી લીધે. ૧૪. પછી એ બુદ્ધ પાસે આવી કહેવા લાગ્યઃ તમે હવે ઘરડા થયા છે. માટે સર્વ ભિક્ષુઓને મને નાયક બનાવો, અને તમે હવે શાન્તપણે બાકીનું આયુષ્ય ગાળે.” ૧૫. બુદ્ધે એ માગણી સ્વીકારી નહીં. એમણે કહ્યું: “તું એ અધિકારને લાયક નથી.” ૧૬. દેવદત્તને આથી અપમાન લાગ્યું. એણે બુદ્ધ ઉપર વેર વાળવા મનમાં ગાંઠ બાંધી. ૧૭. એ અજાતશત્રુ પાસે ગયા અને બોલ્ય: “કુમાર, મનુષ્યદેહને ભરોસો નથી. ક્યારે મરી જવાશે તે કહેવાય નહીં. માટે જે પ્રાપ્ત કરવાનું છે તે તરત જ મેળવી લેવું જોઈએ. તું પહેલે મરીશ કે તારે બાપ પહેલો મરશે એ નકકી નથી. તેને રાજ્ય મળે તે પહેલાં જ તારો કાળ આવવાનો સંભવ છે. માટે રાજાના મરવાની રાહ ન જોતાં એને મારીને તું રાજા થા, અને બુદ્ધને મારીને હું બુદ્ધ થાઉં.” Page #74 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગો અને અંત ૫૭ ૧૮. અજાતશત્રુને ગુરુની યુક્તિ પસંદ પડી. એણે ઘરડા બાપને કેદખાનામાં નાખી ભૂપે માર્યો અને પિતે સિંહાસન પર ચડી બેઠે. હવે દેવદત્તની રાજ્યમાં વગ વધી જાય એમાં શી નવાઈ? લોકો જેટલો રાજાનો ભય રાખતા તેથી પણ વધારે દેવદત્તથી ડરતા. બુદ્ધનું ખૂન કરાવવા એણે રાજાને પ્રેર્યો. પણ જે જે મારા ગયા તે બુદ્ધને મારી જ શક્યા નહીં. બુદ્ધની નિરતિશય અહિંસા અને પ્રેમવૃત્તિ, એમના વૈરાગ્યપૂર્ણ અંતઃકરણમાંથી નીકળતો સચોટ ઉપદેશ, એમના શત્રુઓનાં ચિત્તને પણ શુદ્ધ કરી દેતાં. જે જે મારા ગયા તે બુદ્ધના શિષ્ય થઈ ગયા. ૧૯ દેવદતને આથી બહુ ચીડ ચડી. એક વાર ગુરુ પર્વતની છાયામાં ફરતા હતા ત્યારે પર્વતની શિલા પ્રહાર ધાર પરથી દેવદતે એક મોટી શિલા એમના ઉપર ધકેલી દીધી. વગે શિલા તો એમના ઉપર ન પડી, પણ એમાંથી એક ચીપ ઊડીને બુદ્ધદેવના પગમાં વાગી. બુદ્ધે દેવદત્તને જે. એમને એના ઉપર દયા આવી, એ બાલ્યા: “અરે મૂર્ખ, ખૂન કરવાના ઈરાદાથી તે આ જે દુષ્ટ કૃત્ય કર્યું તેથી તે કેટલા પાપનો ભાગીદાર થયે તેનું તને ભાન નથી.” ૨૦. પગના જખમથી બુદ્ધને ઘણી વખત હરવાફરવાનું અશક્ય થયું. ભિક્ષુઓને બીક લાગી કે દેવદત વળી પાછે બુદ્ધને મારવાને લાગ શેધશે. તેથી તેઓ રાતદિવસ એની Page #75 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ આસપાસ ચેકીપહેરો રાખવા લાગ્યા. બુદ્ધને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું: ભિક્ષુઓ, મારા દેહ માટે આટલી કાળજી લેવાની જરૂર નથી. મારા શિષ્યથી બીને મારા શરીરને હું સાચવવા ઇરછતા નથી. માટે કોઈએ ચોકી ન કરતાં પિતાપિતાના કામે લાગી જવું.” ૨૧. કેટલેક દિવસે બુદ્ધ સાજા થયા. પણ દેવદતે વળી તેમને એક હાથી તળે ચગદાવી નાખવાનો હાથી ઉપર વિજય વિચાર કર્યો. બુદ્ધ એક ગલીમાં ભિક્ષા લેવા નીકળ્યા કે સામી બાજુથી દેવદતે રાજાના એક મત્ત હાથીને છોડાવી મૂક્યો. લેકે આમતેમ નાસવા લાગ્યા. જેને જ્યાં જગ્યા દેખાઈ ત્યાં ચડી ગયા. બુદ્ધને પણ કેટલાક ભિક્ષુઓએ એક માળ ઉપર ચડી જવા બૂમ મારી, પશુ બુદ્ધ તે દઢપણે જેમ ચાલતા હતા તેમ જ ચાલતા રહ્યા. પોતાની સર્વ પ્રેમવૃત્તિનું એકીકરણ કરી, એ સર્વ કરુણ પિતાનાં નેત્રેમાંથી એમણે હાથીના ઉપર વરસાવી. હાથી પિતાની સૂંઢ નીચે નાખી એક પાળેલા કૂતરાની પેઠે બુદ્ધ આગળ ઊભું થઈ ગયે. બુદ્ધ એના ઉપર હાથ ફેરવી પિતાને લાડ દર્શાવ્યો. હાથી ગરીબ બની પાછે ગજશાળામાં પિતાને સ્થાનકે જઈ ઊભે રહ્યો. દંડથી પશુ રાખે કે, અંકુશે વા લગામથી, વિના ટંડે, વિના શ, હાથી રોક્યો મહર્ષિ એ.” दंडेनेके दमयन्ति अंकुसेहि कसाहि च । अदंडेन असत्थेन नागो दन्तो महेसिना ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગે અને અંત ૨૨. પછી દેવદતે બુદ્ધના કેટલાક શિષ્યને ભેળવીને જુદે પંથ કાઢો. પણ એમને એ રાખી દેવદત્તની ન શક્યો અને સર્વે શિષ્ય પાછા બુદ્ધને વિમુખતા શરણે આવ્યા. કેટલેક કાળે દેવદત્ત માં પડ્યો. એને એનાં કર્મો માટે પશ્ચાત્તાપ થવા લાગ્યું. પણ તે બુદ્ધ આગળ પ્રકટ કરતાં પહેલાં જ તેનું મરણ થયું. ૨૩. અજાતશત્રુએ પણ એનાં કર્મો માટે પશ્ચાત્તાપ કર્યો. એણે પાછું બુદ્ધનું શરણ લીધું અને સન્માર્ગે વળગ્યો. ૨૪. એંશી વર્ષની વય થતાં સુધી બુદ્ધ ધર્મોપદેશ કર્યો. આખા મગધમાં એમના એટલા પરિનિર્વાણ વિહાર ફેલાઈ ગયા કે મગધનું નામ બિહારમાં પડી ગયું. હજારે માણસે બુદ્ધના ઉપદેશથી પિતાનું જીવન સુધારી સન્માર્ગે વળગ્યા. એક વાર ભિક્ષામાં કાંઈ અગ્ય અન્ન મળવાથી બુદ્ધને અતિસારને રોગ લાગુ થશે. તે મંદવાડમાંથી બુદ્ધ ઊડ્યા જ નહીં. ગેરખપુર જિલ્લામાં કયા નામે એક ગામ છે, ત્યાંથી એક માઈલને અંતરે “માથાકુંવરકા કેટ' નામે સ્થાન છે, ત્યાં આગળ તે કાળે કુસિનારા નામે ગામ હતું. ત્યાં બુદ્ધનું પરિનિર્વાણ થયું. ૨૫. એમના મરણથી એમના શિષ્યોમાં અત્યંત શેક છવાઈ ગયે. જ્ઞાની શિષ્યએ સર્વ સંસ્કાર ઉત્તરક્રિયા અનિત્ય છે, કોઈની સાથે કાયમને સમાગમ રહી શકતો નથી, એવા વિવેકથી ગુરુને Page #77 -------------------------------------------------------------------------- ________________ વિગ સહન કરી લીધો. બુદ્ધનાં ક્લે પર ક્યાં સમાધિ બાંધવી એ વિશે એમના શિષ્યમાં બહુ કલહ સ્તૂપે થયે. છેવટે એ ફૂલેના આઠ વિભાગ કર વામાં આવ્યા. એને જુદે જુદે ઠેકાણે દાટી એ ઉપર સ્તૂપો બાંધવામાં આવ્યા. એ ફૂલ જે ઘડામાં રાખ્યાં હતાં તે ઘડા ઉપર અને એમની ચિતાના કોલસા ઉપર પણ બે સ્તૂપ બંધાયા. ૨૬, ફૂલ પરના આઠ સ્તૂપે નીચેનાં ગામમાં છે? - રાજગૃહ (પટના પાસે), વૈશાલી, કપિલવસ્તુ, બૌદ્ધ તીર્થો અલ્લક૫, રામગ્રામ, વેઠદ્વીપ, પાવા અને કસિનારા, બુદ્ધનું જન્મસ્થાન લુમ્બિનીવન (નેપાળની તરાઈમાં), જ્ઞાનપ્રાપ્તિનું સ્થાન બુદ્ધગયા, પ્રથમેપદેશનું સ્થાન સારનાથ (કાશી પાસે) અને પરિનિર્વાણનું સ્થાન કસિનારા એ બૌદ્ધ ધર્મનાં મુખ્ય તીર્થો તરીકે લાંબા કાળ સુધી આ વિધિથી બુદ્ધ આદર ૨૭. એવી પૂજાવિધિથી બુદ્ધના અનુયાયીઓએ પિતાના ગુરુ પ્રતિને પિતાને આદર બતાવ્યું. પણ ઉપસંહાર એમણે પિતે તે છેવટના ઉપદેશમાં આ મુજબ કહેલું: “મારા પરિનિર્વાણ પછી મારા દેહની પૂજા કરવાની ભાંજગડમાં પડતા નહીં. મેં જે સન્માર્ગ શીખવ્યું છે તે પ્રમાણે ચાલવા પ્રયત્ન કરજે. સાવધાન, ઉદ્યોગી અને શાન રહેજે. મારા અભાવે મારો ધર્મ અને વિનય એને જ તમારા ગુરુ માનજે, જેની ઉત્પત્તિ થઈ છે તેનો નાશ છે એમ વિચારી સાવધાનપણે વર્તો.” Page #78 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રસંગે અને અંત ૨૮. બુદ્ધદેવની પ્રસાદીનાં સ્થળોમાં ફરીને આપણે એમની પૂજા નથી કરી શકવાના. સત્યના ખી અને શોધન અને આચરણ માટે એમને આગ્રહ, પ્રિટી પૂબ તેને માટે ભારેમાં ભારે પુરુષાર્થ તથા એમની અહિંસાવૃત્તિ, મૈત્રી, કરુણા વગેરે સભાવનાએ એ બધાને આપણા હૃદયમાં આપણે વિકસાવીએ એ જ એમના પ્રતિને આપણે ખરો આદર હોઈ શકે, અને એમનાં બોધવચનેનું મનન એ જ એમની પૂજા અને યાત્રા કરી ગણાય, Page #79 -------------------------------------------------------------------------- ________________ બેંધ નોંધ ૧લી: સિદ્ધાર્થની વિવેકબુદ્ધિ–જે મનુષ્ય હમેશાં આગળ ધસવાની વૃત્તિવાળો છે તે એક જ સ્થિતિમાં કદી પડી રહે નથી. એ પ્રત્યેક વસ્તુમાંથી સાર-અસાર શોધી લઈ, સાર જાણી લેવા જેટલી એને માટે પ્રવૃત્તિ કરી અને ત્યાગ કરે છે. આવી સારાસારની ચાળણી તેનું જ નામ વિવેક, વિવેક અને વિચાર એ ઉન્નતિના દ્વારની કૂંચીઓ છે. કેટલાક મનુષ્ય અત્યંત પુરુષાથ હેય છે. ભિખારી જેવી સ્થિતિમાંથી શ્રીમંત બને છે. સમાજના છેક નીચલા થરમાંથી પોતાનાં પરાક્રમ અને બુદ્ધિ પડે છેક ઉપલા થરમાં પહોંચી જાય છે અને અપાર લોકપ્રસિદ્ધિ મેળવે છે. જડ ગણાતા વિદ્યાર્થીઓ કેવળ ખંત અને ઉદ્યોગ વડે સમર્થ પંડિતે થઈ જાય છે. આ સર્વ પુરુષાર્થને મહિમા છે. પુરુષાર્થ વિના કોઈ પણ સ્થિતિ કે યશ પ્રાપ્ત થતાં નથી. પણ પુરુષાર્થની સાથે જે વિવેક ન હોય તો એને વિકાસ થતો નથી. વિકાસની ઈચ્છાવાળે મનુષ્ય જે વસ્તુને માટે પુરુષાર્થ કરી રહ્યો હોય તે વસ્તુને કદી પોતાનું અંતિમ ધ્યેય લેખ નથી, પણ એને પ્રાપ્ત કરવા માટે પોતાને જે શક્તિ દાખવવી પડશે તે શક્તિ પ્રાપ્ત કરવા પૂરતું જ એને બેય કરે છે. ધનને કે પ્રસિદ્ધિને એ જીવનનું સર્વસ્વ માનતો નથી, પણ ધન અને પ્રસિદ્ધિ મેળવતાં આવડે, એ આ પ્રમાણે મેળવી શકાય, આપણે એને મેળવી શકીએ છીએ, એમાં જ મંડી રહીએ તે આટલે ધનના ઢગલે અને આટલી લોકપ્રસિદ્ધિ આવે– એટલું જોઈ અને અનુભવી લઈ એનો મેહ છોડે છે, અને એથી આગળ શું, એ શોધવા પોતાની શક્તિ દોરે છે. એથી ઊલટું, બીજા માણસે એક જ સ્થિતિમાં જીનપર્યંત પડયા રહે છે. ધનને કે લોકપ્રસિદ્ધિને કે એથી મળતાં ને જ Page #80 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્વ માની, એ બંને ભારરૂપ થઈ પડે, એને સાચવવામાં જ આયુષ્યને નાશ થઈ જાય, એટલા ઢગલા ભેગા કર્યા છતાં એમાંથી તેઓ નીકળતા જ નથી. ધન વડે –મોટાઈ વડે હું છું અને સુખી છું, એમ માનવાની એ ભૂલ કરે છે; પણ એમ નથી વિચારી શકતા કે મારા વડે, મારી શક્તિઓ વડે ધન અને મોટાઈ આવ્યાં છે. હું મુખ્ય છું અને એ ગૌણ છે. પિતાની શક્તિને કોઈ પણ કાર્યક્ષેત્રમાં રહી અત્યંત, નિસ્સીમ વિકાસ કરવો ઈષ્ટ છે. અ૫સંતોષ, અલ્પયશથી તૃપ્તિ એ એગ્ય નથી, પણુ કાર્યક્ષેત્ર એ પ્રધાન વસ્તુ નથી, કાર્ય દ્વારા જીવનનો અભ્યદય એ પ્રધાન છે, એ ભૂલવું ન જોઈએ. જે એ ભૂલતા નથી તેને જીવનની કોઈ પણ સ્થિતિમાં ગયેલા ભાગ માટે શેક કરવાની જરૂર ભાસતી નથી. એનું આખું જીવન એને ઊંચે લઈ જનારા રસ્તા જેવું ભાસે છે. કાર્યક્ષેત્ર પ્રધાન નથી, એનો અર્થ એમ ન કરો કે પ્રવૃત્તિઓ વારંવાર બદલવી જોઈએ. પરંતુ પ્રવૃત્તિમાંથી પિતાની પ્રત્યેક શક્તિ અને ભાવનાના વિકાસ પર દષ્ટિ રાખવી એ જરૂરનું છે. ધન મેળવતાં વડયું, તો દાન કરતાં આવડવું જોઈએ; દાન માટે પ્રસિદ્ધિ મળી હોય તેણે ગુપ્તદાનમાં પારંગતતા મેળવવી જોઈએ. ધન ઉપર પ્રેમ કરતાં આવડ્યો, તો મનુષ્ય ઉપર પણ પ્રેમ કરતાં આવડવું જોઈએ. એમ ઉત્તરોત્તર આગળ જ ધસવું ઘટે છે. નોંધ ૨૪ : સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ – સ્નાનાદિક શૌચવિધિ, પવિત્રપણે કરેલાં સાત્વિક અન્ન-જળ, વ્યાયામ, એ સર્વેનું ફળ ચિત્તની પ્રસન્નતા, જાગૃતિ અને શુદ્ધિ એ છે. નાહવાથી પ્રસન્નતા લાગે છે, ઊંઘ ઊડી જાય છે, સ્થિરતા આવે છે અને કેટલેક સમય જાણે તહેવારને દિવસ હોય એવી પવિત્રતા ભાસે છે એ સર્વને અનુભવ હશે જ. આવું જ પરિણામ શુદ્ધ અન્ન, વ્યાયામ વગેરેના નિયમેના પાલનથી આવે છે. આજુબાજુનું વાતાવરણ પિતાના Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪ યુદ્ધ શરીર અને મન ઉપર ખરાબ અસર ન કરી શકે એટલા માટે આ સર્વે નિયમેનું પાલન છે. પણ એ વસ્તુ જ્યારે ભુલાઈ જાય ત્યારે એ નિયમેાનું પાલન જ જીવનનું સર્વસ્વ થઈ બેસે છે; સાધન એ જ સાધ્ય થઈ જાય છે, અને એમ થાય ત્યારે ઉન્નતિ તરફ લઈ જનાર જીવનનૌકા પર એ નિયમા જમીન સુધી પહોંચેલા લંગર જેવા થઈ પડે છે. પછી એમાંથી છૂટવા ઈચ્છનાર માણુસ એને સાવ તેાડી નાખે એમ પણ બને. વળી, આ નિયમા એ કુસંસ્કાર, અપ્રસન્નતા, અજાગૃતિ વગેરે સામે કિલ્લારૂપ છે. જે વખતે કિલ્લામાંથી બહાર પડી લડવાની લાયકાત આવી હાય, ત્યારે એમાં પડી રહેવું ભારરૂપ જ લાગે, તેમ, જ્યારે મૈત્રી, કરુણુા, સમતા વગેરે ઉદાત્ત ભાવનાઓથી ચિત્ત ભરાઈ જાય, ત્યારે એ નિયમાનું પાલન પ્રસન્નતા વગેરે ન લાવતાં ઉદ્વેગ જ કરાવે. એ મનુષ્ય એ કિલ્લામાં કેમ ભરાઈ રહી શકે? ચિત્તની પ્રસન્નતા એટલે વિષયાને આનંદ નહીં, ભાગવિલાસથી કેટલાકનું ચિત્ત પ્રસન્ન રહે છે. ચા, બીડી, દારૂ વગેરેથી કેટલાકનું ચિત્ત પ્રસન્ન થાય છે અને બુદ્ધિ જાગ્રત થાય છે; કેટલાક મિષ્ટાન્નેથી પ્રસન્ન થઈ જાય છે. પણુ આ પ્રસન્નતા ખરી નથી, એ વિકારાને ક્ષણિક આનંદ છે, મન ઉપર કશે। મેજો ન હેાય, કામમાંથી પરવારી ધડીક આરામ લેતા હાઈ એ, તે વખતે જેવે અકૃત્રિમ સ્વાભાવિક આનંદ હાય છે તે પ્રસન્નતા સહજ છે, નોંધ ૩જી : સમાધિ - આ શબ્દથી સામાન્ય રીતે લેાકા એમ સમજે છે કે પ્રાણુને રોકી દઈને લાંખે। વખત સુધી રાખવત્ રહેવું તે. અમુક એક વસ્તુ અથવા વિચારની ભાવના કરતાં કરતાં એવી સ્થિતિ થઈ જાય કે જેમાં દેહનું ભાન ન રહે, શ્વાસેચ્છ્વાસ ધીમે અથવા બંધ પડી જાય અને કેવળ એ વસ્તુ અથવા વિચારનું જ દર્શન થાય એને સમાધિ શબ્દથી એળખવામાં આવે છે. ઉપર કહેલી સ્થિતિ પ્રાપ્ત કરવાના માર્ગને હઠયેાગ કરે છે. સિદ્ધાર્થે કાલામ અને ઉર્દૂક દ્વારા આ હયેગની સમાધિ પ્રાપ્ત કરી Page #82 -------------------------------------------------------------------------- ________________ હાય એમ જણાય છે, અને શાંતિ હોય છે, તેવા જ એ. નોંધ કપ આવા પ્રકારની સમાધિથી સમાધિકાળમાં સુખ એ ઊતરી જાય એટલે જેવા ખાજો માણસ પણ સમાધિ શબ્દ આ એક જ અર્થમાં વપરાતા નથી. અને સિદ્ધાર્થે પાતે જે સમાધિયાગની પોતાના શિષ્યાને ભલામણુ કરી છે, તે આ હયેાગની સમાધિ નહીં. જે વસ્તુ અથવા ભાવનાની સાથે ચિત્ત એવું તદ્રુપ થઈ ગયું હોય કે એના સિવાય એ બીજું કશું દેખ્યા હતાં લેખી જ શકે નહીં અથવા સર્વત્ર એને જ જુએ તે વિષયમાં ચિત્તની સમાધિદશા કહેવાય. મનુષ્યની જે સ્થિર ભાવના હોય, જે ભાવના કરતાં એ કદી નીચે ઊતરતા ન હેાય, તે ભાવનામાં એની સમાધિ છે એમ સમજવું. સમાધિ શબ્દના ધાવર્થ પણ આ જ છે. ઉદાહરણથી આ વિશેષ સ્પષ્ટ થશે. લેભી મનુષ્ય જે જે વસ્તુને જુએ તેમાં ધનને જ ખાળે છે. ઉકરડા હોય કે રસાળ જમીન હેાય, નાનકડું ફૂલ હોય કે સેાનામહેાર હાય, એ એમાંથી કેટલી ધનપ્રાપ્તિ થાય એ જ તાકે છે. જે દિશાએ એ નજર નાખે તે દિશામાંથી એ ધનપ્રાપ્તિના સંભવ શેાધે છે. એને આખું જગત ધનરૂપે જ ભાસે છે. ઉડતાં પક્ષીનાં પીંછાંઆ, જાતજાતનાં પતંગિયાં, હવાવાળી ટેકરીએ, નહેર ખણી શકાય એવી નદીએ, તેલ કાઢી શકાય એવા કૂવાઓ, પુષ્કળ લેકા જ્યાં જતા હોય એવાં તીર્થસ્થાને સર્વને એ ધનપ્રાપ્તિનાં સાધન રૂપે ઉત્પન્ન થયેલાં હાય એમ માને છે. આવી ચિત્તની દશાને લેાભસમાધિ કહી શકાય. કોઈ રસાયનશાસ્ત્રી જગતમાં જ્યાં ત્યાં રાસાયનિક ક્રિયાએના જ પરિણામ રૂપે બધું થયેલું જુએ છે. એ શરીરમાં, ઝાડમાં, પથ્થરમાં, આકાશમાં સર્વત્ર રસાયનને જ ચમત્કાર જુએ છે, એમ કહી શકાય કે એની રસાયનમાં સમાધિ થઈ છે. કાઈ મનુષ્ય જ્યાં ત્યાં હિંસાથી જ જગત ચાલતું જુએ છે. મોટા જીવ નાનાને મારીને જ જીવે છે એમ એ સર્વત્ર નિહાળે છે. અળિયાને જ થવાના અધિકાર છે' એવા નિયમ એ દુનિયામાં દેખે છે. એને હિંસાભાવનામાં સમાધિ થયેલી ગણાય. -પ્ Page #83 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ વળી, કેઈ બીજો માણસ આખું જગત પ્રેમના નિયમ ઉપર જ રચાયેલું જુએ છે. ટ્રેષને એ અપવાદ રૂપે અથવા વિકૃતિ રૂપે પેખે છે. જગતનો શાશ્વત નિયમ – જગતને ટકાવનારે નિયમ– પરસ્પર પ્રેમવૃત્તિ છે એમ જ એને દેખાય છે. એના ચિત્તની પ્રેમસમાધિ છે. કોઈ ભક્ત પિતાના ઈષ્ટ દેવની મૂર્તિને જ અણુઅણુમાં પ્રત્યક્ષવત દેખે છે. એની મૂર્તિને વિશે સમાધિ ગણાય. એ રીતે જે ભાવનામાં ચિત્તની સ્થિરતા થઈ હોય તે ભાવનાની એને સમાધિ છે એમ કહેવાય. દરેક મનુષ્યને આ રીતે કોઈ ને કોઈ સમાધિ છે. પણ જે ભાવનાઓ મનુષ્યની ઉન્નતિ કરનારી છે, એનું ચિત્ત શુદ્ધ કરનારી છે, એને સુખદુ:ખથી પર કરી શાંત કરનારી છે, એ ભાવનાઓની સમાધિ અભ્યાસ કરવા જેવી કહેવાય. એવી સાત્ત્વિક સમાધિઓ જ્ઞાનશકિત, ઉત્સાહ, આરેગ્ય વગેરે સર્વેને વધારવાવાળી છે. એ બીજાને પણ આશીર્વાદરૂપ થઈ પડે છે. એમાં સ્થિરતા થયા પછી એમાંથી વ્યુત્થાન થતું નથી; એટલે, પછી નીચલી હલકી ભાવનામાં પ્રવેશ થતો નથી. એવી ભાવનાઓ તે મૈત્રી, કરુણ મુદિતા, ઉપેક્ષા વગેરે વૃત્તિઓની છે. એક વાર સ્થિરપણે પ્રાણીમાત્ર પ્રત્યે મિત્રભાવના બંધાય, પછી એમાંથી ઊતરીને હિંસા કે દ્વેષ થાય જ નહીં. આવી ભાવનાઓ અને શીલેના અભ્યાસથી મનુષ્ય શક્તિ અને સત્યના દ્વાર સુધી પહોંચે છે. ભાવનાઓના આ પ્રમાણેના ઉત્કર્ષ વિનાની હઠગની સમાધિ વિશેષ ફળ આપનારી નથી. એવા પ્રકારના સમાધિલાભ માટે બૌદ્ધ ગ્રંથમાં ઘણી સુંદર સૂચનાઓ છે. નોંધ ૪થી : સમાજસ્થિતિ ખરું જોતાં, પ્રત્યેક કાળમાં ત્રણ જાતના માણસે હોય છે. એક પ્રત્યક્ષ નાશવંત જગતને ભેગવવાની તૃષ્ણાવાળા; બીજા, મરણ પછી એવા જ પણ કાલ્પનિક હોવાથી વિશેષ રમ્ય લાગતા જગતને ભેગવવાની તૃષ્ણાવાળા) (એ કાલ્પનિક ભોગે માટે કાલ્પનિક દેવેની અથવા ભૂતકાળમાં થઈ ગયેલા પુરુષોને કલ્પનાથી પિતા કરતાં વિજાતીય સ્વરૂપ આપીને તેની ઉપાસના કરે Page #84 -------------------------------------------------------------------------- ________________ નોંધ G — છે.) ત્રીજા, મેાક્ષની વાસનાવાળા — એટલે પ્રત્યક્ષ સુખદુઃખ, હર્ષશાકમાંથી મુક્તિ ઇચ્છવાવાળા નહીં, પણ જન્મમરણુની ઘટમાળમાંથી મુક્ત થવાની ઇચ્છાવાળા, એથી ચેાથા, સંત પુરુષા, પ્રત્યક્ષ જગતમાંથી ભાગભાવનાને નાશ કરી, તેમ જ મરણુ પછી ભાગ ભાગવવાની ઇચ્છાને પણુ નાશ કરી, તથા જન્મમરણની પરંપરાના ભયથી ઉત્પન્ન થતી મેાક્ષ-વાસનાને પણ છેડી, જે સ્થિતિમાં જે સમયે પેાતે હાય તે સ્થિતિને શાન્તિપૂર્વક ધારણ કરવાવાળા હેાય છે. એ પણ પ્રત્યક્ષને જ પૂજવાવાળા છે, પણ એમાં એમને ભાગવૃત્તિ નથી; કેવળ મૈત્રી, કરુણા કે મુદિતાની જ વૃત્તિથી એ પ્રત્યક્ષ ગુરુ અને ભૂત-પ્રાણીને પૂજે છે. આ પ્રત્યેક ઉપાસનામાંથી મનુષ્યને પસાર થવું પડે છે. કેટલા વખત સુધી એ એક જ ભૂમિકામાં ટકે એ એની વિવેકદશા ઉપર અવલંબીને રહે છે. નોંધ મી : રારણત્રય જુદે જુદે નામે આ ‘શરણય'ને પ્રત્યેક સંપ્રદાયે મહિમા સ્વીકાર્યાં છે. એનું કારણ એ છે કે એ શરણુત્રય સ્વાભાવિક જ છે. ગુરુમાં નિષ્ઠા, સાધનામાં નિષ્ઠા અને ગુરુભાઈઆમાં પ્રીતિ અથવા સંતસમાગમ એ ત્રિપુટી વિના કાઈ પુરુષની ઉન્નતિ થતી નથી. બૌદ્ઘશરણુત્રયની પાછળ આ જ ભાવના રહી છે. સ્વામીનારાયણુ સંપ્રદાયમાં આ જ ત્રણ ભાવનાને નિશ્ચય (સહજાનંદ સ્વામીમાં નિષ્ઠા), નિયમ (સંપ્રદાયના નિયમેનું પાલન) અને પક્ષ (સત્સંગીએસ માટે બંધુભાવ) એ નામેાથી સંએધી છે. યુદ્ધ શરણં ગચ્છામિ । એ શરણુની યથાર્થતા તા વાસ્તવિક રીતે બુદ્ધ પ્રત્યક્ષ હતા ત્યારે જ હતી. પેાતાના ગુરુની પૂર્ણતા વિશે દૃઢ શ્રદ્દા ન હોય તે શિષ્ય ચડી શકે જ નહીં. જ્યાં સુધી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી જ મુમુક્ષુને કાઈ દેવાદિકને વિશે કે ભૂતકાળના અવતારાની ભક્તિમાં રસ લાગે છે. ગુરુપ્રાપ્તિ બાદ ગુરુ એ જ પર્મ દૈવત પરમેશ્વર બને છે. વેદ ધર્માંમાં, એટલે અનુભવ અથવા સાનના આધારે રચાયેલા સર્વે ધર્માંમાં, ગુરુને જ શ્રેષ્ઠ દૈવત ગણેલું છે. bedrivst Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પણ જ્યારે જ્યારે કોઈ ગુરુ સંપ્રદાય સ્થાપી જાય છે, ત્યારે પ્રત્યક્ષ ગુરુની ઉપાસનામાંથી પરોક્ષ અવતાર કે દેવની ઉપાસનામાં એ સંપ્રદાય ઊતરી પડે છે. કાળે કરીને આદ્ય સ્થાપક પરમેશ્વરનું સ્થાન પ્રાપ્ત કરે છે, અને એ આપણે તારક છે એવી શ્રદ્ધાના પાયા ઉપર સંપ્રદાયની રચના થાય છે. ત્યાર પછી આ પ્રથમ શરણુની ભાવના જુદું જ સ્વરૂપ પકડે છે. આ ત્રણ શરણ આધ્યાત્મિક માર્ગમાં જ ઉપકારી છે એમ માનવાનું નથી. કોઈ પણ સંસ્થા કે પ્રવૃત્તિ, નેતા કે આચાર્યને વિશે શ્રદ્ધા, એના નિયમનું પાલન અને એમાં જોડાયેલા બીજા ને પ્રત્યે બંધુભાવ વિના યશસ્વી થઈ શકતી નથી. “પિતાની સંસ્થાનું અભિમાન એ શબ્દોમાં આ ત્રણ ભાવનાઓ જ પરોવાયેલી છે; અને તેથી, ઉપર કહ્યું છે કે આ શરણત્રય સ્વાભાવિક છે. હાલના કાળમાં ગુરુભક્તિ વિશે ઉપેક્ષા કે અનાદરની વૃત્તિ કેટલેક ઠેકાણે જોવામાં આવે છે. ઉન્નતિની ઈચ્છા રાખનારે એ વૃત્તિને સ્વીકારી લેવાની લાલચમાં પડવું ન જોઈએ. આર્યાવર્તના ધર્મો અનુભવના માર્ગો છે. અનુભવ કદી પણ વાણુથી બરાબર બતાવી શકાય નહીં. પુસ્તકો એથી પણું ઓછું બતાવે. પુસ્તકથી જ સર્વ જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો વિદ્યાથીને મૂળાક્ષર, બારાખડી અને સો કે હજાર સુધી આંકડા શીખવી શાળાઓ બંધ કરી શકાય. પણ પુસ્તક કદી શિક્ષકની અવેજી લઈ શકે જ નહીં; તેમ શાસ્ત્રો અનુભવ લીધેલા સંતની તેલે આવી શકે જ નહીં. વળી, ભક્તિ – પૂજ્યભાવ, આદર – એ મનુષ્યની એક સ્વાભાવિક વૃત્તિ છે. ડેઘણે અંશે સર્વેમાં એ રહેલી છે. જેમ જેમ એ પરોક્ષ અથવા કપનાઓમાંથી નીકળી પ્રત્યક્ષમાં ઊતરે તેમ તેમ તે પૂર્ણતાની વધારે સમીપ પહોંચે. એવી પ્રત્યક્ષ ભક્તિની ભૂખ પૂરેપૂરી ઊઘડે અને તેની તૃપ્તિ થાય ત્યાર પછી જ નિરાલંબ શાતિની દશાએ પહોંચાય. ગુરુભકિત સિવાય એ ભૂખની પૂરેપૂરી તૃપ્તિ થઈ શકતી નથી. માતાપિતા પ્રત્યક્ષપણે પૂજ્ય છે, પણ તેમને વિશે અપૂર્ણતાનું ભાન હોવાથી Page #86 -------------------------------------------------------------------------- ________________ નેધ એમની સારી પેઠે ભક્તિ કર્યા બાદ પણ ભક્તિની ભૂખ રહી જાય છે. અને તેને ભાંગવા જ્યાં સુધી સગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મનુષ્યને પક્ષ દેવાદિકની સાધનાને આશ્રય લેવો પડે છે. એ રીતે ગુરુ જ્ઞાનપ્રાપ્તિ માટે આવશ્યક છે કે નહીં એ વિચારને બાજુએ રાખીએ તે પણ એમ કહી શકાય કે એના વિના મનુષ્યની ભક્તિની ભાવનાનો પૂર્ણ વિકાસ થઈ ત્યાર પછીની ભાવનામાં પ્રવેશ થઈ શકતો નથી. નેંધ ૬ઠ્ઠી: વર્ણની સમાનતા – સમાજમાં વર્ણવ્યવસ્થા હોવી એ એક વસ્તુ છે અને વર્ણમાં ઊંચનીચપણાનું અભિમાન હોવું એ બીજી વસ્તુ છે. વર્ણવ્યવસ્થા સામે કોઈ સંતોએ વાંધો લીધો નથી. વિદ્યાની, શાસ્ત્રની, અર્થની કે હુન્નરોની ઉપાસના કરવાવાળા પુરુષોના સમાજમાં જુદાં જુદાં કર્મો હોય એમાં કઈને વાંધો લેવાપણું ન હોય, પણ એ કર્મને લીધે જ્યારે ઊંચનીચના ભેદ પાડી વર્ણનું અભિમાન ધારવામાં આવે, ત્યારે સંત એની સામે કટાક્ષ કરે જ છે. એ અભિમાન સામે પોકાર ઉઠાવનાર માત્ર બુદ્ધ જ નથી. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ, વલ્લભાચાર્ય, ચૈતન્યદેવ, નાનક, કબીર, નરસિંહ મહેતે, સહજાનંદ સ્વામી વગેરે કોઈ પણ સંતે વર્ણના અભિમાનને વખેડયા વિના રહ્યા નથી. એમાંના ઘણાખરાઓએ પિતાપૂરતાં તો ચાલુ રૂઢિઓનાં બંધને કાપી જ નાખ્યાં છે. સર્વેએ એ રૂઢિઓને તેડાવવાનો આગ્રહ કર્યો નથી, એનાં બે કારણે હોઈ શકેઃ જે પ્રેમભાવનાના બળથી એમને પિતાને એ નિયમમાં રહેવું અશક્ય લાગ્યું, તે ભાવનાના વિકાસ વિના એ રિવાજોને ભંગ કશે ફાયદાકારક નથી તે એક, તથા રૂઢિઓના સંસ્કાર એટલા બળવાન હોય છે કે એ સહેલાઈથી જીતી શકાતા નથી તે બીજું Page #87 --------------------------------------------------------------------------  Page #88 -------------------------------------------------------------------------- ________________ મહાવીર Page #89 -------------------------------------------------------------------------- ________________ મહાવીર” વિશે ખુલાસો મહાવીરનું ચરિત્ર જોઈએ તેટલી વિગતોથી નથી લખી શકયા એ માટે દિલગીર છું. “ત્રિષષ્ટિશલાકા પુરુષમાં એમનું જીવન વિસ્તારપૂર્વક છે; પણ એમાં આપેલાં વૃત્તાન્તોમાંથી કેટલાં સાચાં છે એ શંકાસ્પદ છે. “આછવક વગેરેની વાતો એકતરફી અને સાંપ્રદાયિક ઝઘડાથી રંગાયેલી લાગે છે. જૈન ધર્મનું હિન્દુસ્તાનમાં જે મહત્ત્વ છે તે જોતાં મહાવીર વિશે બહુ થેડી વિશ્વસનીય માહિતી મળી શકે છે એ શોચનીય છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને સમજાવવું એ આ પુસ્તકને ઉદ્દેશ નથી, એટલે એની ચર્ચામાં હું ઊતર્યો નથી. આ કારણથી “મહાવીરને ભાગ બહુ ટૂંકો લાગે છે. છતાં જેટલું છે તેટલું એ મહાપુરુષને સાચા રૂપમાં દર્શાવે છે એમ હું માનું આ ભાગમાં પં. સુખલાલજી તથા શ્રી રમણીકલાલ મગનલાલ મોદીની મને જે સહાય મળી છે, તે માટે તેમને આભારી છું. કિ. ઘ૦ મ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમ બુદ્ધદેવના જન્મની થાડાં વર્ષે પહેલાં એ જ મગધ દેશમાં અને એ જ ઇક્ષ્વાકુ કુળની એક શાખામાં જેનેાના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીરના જન્મ થયા જન્મ હતા. એમના પિતા સિદ્ધાર્થે ક્ષત્રિયકુંડ નામે એક ગામના રાજા હતા. એમની માતાનું નામ ત્રિશલા હતું. તે પાર્શ્વનાથ તીર્થંકરે સ્થાપેલા જૈન ધર્મના અનુયાયી હતાં.૧ મહાવીરને જન્મ ચૈત્ર સુદ તેરશને દહાડે થયા હતા. એમના નિવાણુ કાળથી જૈન લેાકેાને વીર સંવત ગણવામાં આવે છે અને તે વિક્રમ સંવત કરતાં ૧. જૈન ધર્મ મહાવીર પહેલાંને છે. કેટલા જૂના છે એ કહેવું કઠણુ છે, પણ મહાવીર પહેલાં પાર્શ્વનાથ તીર્થંકર મનાતા અને તેમને સંપ્રદાય ચાલતા. ચાવીસ મુદ્ધ, ચાવીસ તીર્થંકરા અને ચેાવીસ અવતારા : એમ. બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણુ ત્રણે ધર્મમાં ગણુના છે, આમાંની ચાવીસ મુદ્દોની વાતેા કાલ્પનિક જ જણાય છે. ગૌતમ યુદ્ધ પહેલાં બૌદ્ધ ધર્મ હેાય એમ માનવા જેવું નથી. તીર્થંકરા અને અવતારો પૈકી ઋષભદેવ જેવાં કેટલાંક નામેા અંતે ધર્મોંમાં સામાન્ય છે, તીર્થંકર નેમિનાથ શ્રીકૃષ્ણના કાકાના દીકરા હતા એમ જૈન માન્યતા છે. પણુ આ બધી વાતમાં ઐતિહાસિક આધાર કેટલા છે અને પાછળથી જોડી કાઢેલી વાત કેટલી છે એ નક્કી કરવું કઠણ છે. ચાવીસની સંખ્યા કાઈક એક ધર્મે કલ્પનાથી શરૂ કરી છે અને ખીજાએ તેની દેખાદેખી કરી છે એમ જણાય છે. ઉત્ત Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ મહાવીર ૪૭૦ વર્ષ જૂને છે. નિર્વાણ સમયે મહાવીરનું વય ૭૨ વર્ષનું હતું એમ મનાય છે. એટલે એમને જન્મ વિકમ સંવતની પ૪ર વર્ષ પૂર્વે થયેલે કહી શકાય. ૨. મહાવીરનું જન્મનામ વર્ધમાન હતું. એ નાનપણ થી જ અત્યંત માતૃભક્ત અને દયાળુ સ્વબાલસ્વભાવ ભાવના હતા, અને વૈરાગ્ય તથા તપ તરફ માતૃભક્તિ રુચિવાળા હતા. ૩. વર્ધમાન બાલ્યાવસ્થામાં ક્ષત્રિયને છાજે એવી રમતનાયે બહુ શોખીન હતા. એમનું પરાક્રમપ્રિયતા શરીર ઊંચું અને બળવાન હતું અને એમને સ્વભાવ પરાક્રમપ્રિય હતા. નાનપણથી જ બીકને તો એમણે કદી પિતાના હૃદયમાં સંઘરી જ ન હતી. એક વાર આઠ વર્ષની ઉંમરે એ કેટલાક છોકરાઓ સાથે રમતાં રમતાં જંગલમાં જઈ ચડ્યા. ત્યાં એક ઝાડ નીચે ભયંકર સર્પ પડેલો હતો. બીજા છોકરાઓ એને જોઈને નાસભાગ કરવા લાગ્યા, પણ આઠ વર્ષના વર્ધમાને એક માળાની માફક એને ઊંચે કરી દૂર ફેંકી દીધે. ૪. જેમ પરાક્રમમાં તેમ ભણવામાં પણ એ અગ્રેસર હતા. કહેવાય છે કે નવ વર્ષની ઉંમરે તે બુદ્ધિમત્તા એમણે વ્યાકરણ શીખી લીધું હતું. ૧. જુઓ પાછળ નોંધ ૧ લી. Page #92 -------------------------------------------------------------------------- ________________ છે ગૃહસ્થાશ્રમ ૫. સાત હાથ ઊંચી કાયાવાળા વર્ધમાન યથાકાળે જુવાન થયા. નાનપણથી જ એમની વૃત્તિ વિવાહ વૈરાગ્યપ્રિય હોવાથી સંન્યાસ એ એમના જીવનનું લક્ષ્ય હતું. એમનાં માતાપિતા એમના લગ્નને માટે બહુ આગ્રહ કરતાં હતાં, પણ એ પરણવાને માનતા નહતા. પણ છેવટે એમની માતા અત્યંત આગ્રહ કરવા લાગ્યાં અને પિતાના સંતેષાર્થે એમને પરણવા વિનવવા લાગ્યાં. એમના અવિવાહિત રહેવાના આગ્રહથી માતા બહુ દુઃખ કરતાં હતાં, અને વર્ધમાનને કમળ સ્વભાવ એ દુઃખ જોઈ શકતો નહોતે. તેથી છેવટે એમણે માતાના સંતેષાર્થે યશદા નામે એક રાજપુત્રી સાથે લગ્ન કર્યું. યશોદાને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ. તે આગળ જતાં જમાલિ નામે એક રાજપુત્રની સાથે પરણું. ૬. વર્ધમાન અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે એમનાં માતાપિતા જૈન ભાવના પ્રમાણે અનશનવ્રત માતાપિતાનું કરી દેહત્યાગ કરી ગયાં. વર્ધમાનને મોટો અવસાન ભાઈ નંદિવર્ધન રાજ્યારૂઢ થયો. ૭. બેએક વર્ષ વીત્યા બાદ હવે સંસારમાં રહેવાનું પ્રયોજન નથી એમ વિચારી જે સંન્યાસગૃહત્યાગ જીવન માટે એમનું ચિત્ત તલપાપડ થઈ રહ્યું હતું, તે સ્વીકારી લેવાને એમણે નિશ્ચય કર્યો. એમણે પિતાની સર્વ સંપત્તિનું દાન કરી દીધું. Page #93 -------------------------------------------------------------------------- ________________ મહાવીર કેશલેાચન કરી, માત્ર એક વસ્ત્ર રાખી, રાજ્ય છેાડી તર કરવા માટે તે ચાલતા થયા. ૭૬ વાર્થદાન ૮. દીક્ષા લીધા પછી એ ચાલ્યા જતા હતા, એટલામાં એક વૃદ્ધ બ્રાહ્મણુ એમની પાસે આવી ભિક્ષા માગવા લાગ્યા. વર્ધમાન પાસે પહેરેલા વસ્ત્ર સિવાય કશું રહ્યું ન હતું, એટલે એને જ અડધા ભાગ કરી એણે એ બ્રાહ્મણને આપી દીધા. એ બ્રાહ્મણે પેાતાને ગામ જઈ એના છેડા બંધાવવા માટે એ વસ્ત્ર એક તૂણનારને આપ્યું. તૃણુનારે વસ્ત્ર મૂલ્યવાન છે એમ જોઈ બ્રાહ્મણને કહ્યું, “જો આના ખાકીના અડધા ભાગ મળે તે એ વી ન શકાય એવી રીતે જોડી દઉં. એ વસ્ત્રને પછી વેચવાથી ભારે કિંમત ઊપજશે, અને તે આપણે સરખે ભાગે વહેંચી લઈશું.” આથી લેાભાઈ બ્રાહ્મણ પાછે વર્ધમાનને શેાધવા નીકળી પડયો. Page #94 -------------------------------------------------------------------------- ________________ સાધના નીકળ્યા ત્યારથી જ વર્ષમાને કદી પણ કેાઈના ઉપર ક્રોધ ન કરવાના અને ક્ષમાને પેાતાનું જીવનવ્રત ગણુવાને નિશ્ચય કર્યાં હતા. સામાન્ય વી મેટાં પરાક્રમે કરી શકે છે; ખરા ક્ષત્રિયા વિજય મેળવ્યા પછી ક્ષમા ખતાવી શકે છે; પણ સહાવીપદ વીરે। સુધ્ધાં ક્રોધને જીતી શકતા નથી અને પરાક્રમ કરવાની શક્તિ હૈાય ત્યાં સુધી ક્ષમા આપી શકતા નથી. વર્ધમાન પરાક્રમી હતા છતાં એમણે ક્રોધને જ્યે અને શક્તિ છતાં ક્ષમાશીલ થયા, તેથી એમનું નામ મહાવીર પડયું. ૨. મહાવીર નીકળ્યા ત્યાંથી માંડીને પછીનાં માર વર્ષનું એમનું જીવન તપશ્ચર્યાંનું ઉચમાં ઉગ્ર સાધનાનો આધ સ્વરૂપ કેવું હેાઈ શકે, સત્યને શેાધવા માટે મુમુક્ષુની વ્યાકુળતા કેટલી તીવ્ર હાય, સત્ય, અહિંસા, ક્ષમા, યા, જ્ઞાન અને યેાગની વ્યવસ્થિતિ, અપરિગ્રહ, શાન્તિ, ક્રમ, ઇત્યાદિ દૈવી ગુણેાના ઉત્કર્ષ કેટલે સુધી સાધી શકાય, તથા ચિત્તની શુદ્ધિ કેવા પ્રકારની થવી જોઈએ, એના ઉત્તમ દૃષ્ટાંત રૂપે છે. ૩. એમના જીવનના આ ભાગને વિગતવાર અહેવાલ આપવા આ સ્થળે અશકય છે. એમાંના નિશ્ચયા કેટલાક પ્રસંગેાના જ ઉલ્લેખ કરી શકાશે. એમણે સાધનાકાળમાં વર્તનના કેટલાક નિશ્ચયેા કરી રાખ્યા હતા. તેમાં પહેલે નિશ્ચય એ હતા ७७ Page #95 -------------------------------------------------------------------------- ________________ મહાવીર કે પરસહાયની અપેક્ષા રાખવી નહીં, પણ પિતાના પુરુષાર્થ અને ઉત્સાહથી જ જ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવવે. બીજાની મદદ વડે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે જ નહીં એ એમને અભિપ્રાય હતે. એમનો બીજે ઠરાવ એ હતું કે જે જે કાંઈ ઉપસર્ગો તથા પરિષહો આવી પડે તેમાંથી બચવાને પ્રયત્ન કરે નહીં. એમને એ અભિપ્રાય હતો કે ઉપસર્ગો અને પરિષહ સહન કરવાથી જ પાપકર્મોને ક્ષય થાય છે અને ચિત્તની શુદ્ધિ થાય છે. દુઃખમાત્ર પાપકર્મનું ફળ છે, અને તે આવી પડે ત્યારે એને દૂર કરવા યત્ન કરે તે આજનું દુઃખ માત્ર ભવિષ્ય પર ઠેલવા જેવું છે. એ ફળને કદી પણ ભેગાવ્યા વિના છૂટકો થતા જ નથી. ૪. આ કારણથી આ બાર વર્ષ એમણે એવા પ્રદેશમાં ફરી ફરીને ગાળ્યાં કે જ્યાં વેકેલા ઉપસર્ગો એમને અધિકમાં અધિક કષ્ટ પ્રાપ્ત અને પરિષહ થાય. જ્યાંના લેકે કૂર, આતિથ્યહીન, સંતહી, ગરીબને ત્રાસ દેનારા, નિષ્કારણ પરપીડનમાં આનંદ માનનારા હેય ત્યાં એ જાણીબૂજીને જતા. એવા લોકે એમને મારતા, ભૂખ્યા રાખતા, એમની ઉપર કૂતાં છેડતા, રસ્તામાં અઘટિત મશ્કરી કરતા, એમની સમક્ષ બીભત્સ વર્તન ચલાવતા અને એમની સાધનામાં વિન ૧. અન્ય પ્રાણુઓએ કરેલાં વિદને અને કલેશે. ૨. નૈસર્ગિક આપત્તિઓ. Page #96 -------------------------------------------------------------------------- ________________ સાધના નાખતા. કેટલીક જગ્યાએ એમને ટાઢ, તડકે, વંટોળિયા, વરસાદ વગેરે નૈસર્ગિક વિટંબણાઓ તથા સર્પ, વાઘ વગેરે હિંસ પ્રાણુઓ તરફથી પણ ભારે આપત્તિઓ વેઠવી પડી. આ બાર વર્ષનો અહેવાલ આ ઉપસર્ગો અને પરિષહનાં કરુણાજનક વર્ણનથી ભરાઈ જાય છે. જે પૈર્ય અને ક્ષમાની વૃત્તિથી એમણે એ સર્વે સહી લીધાં તેથી સ્વાભાવિક રીતે જ આપણું હૃદય એમની તરફ આદરભાવે ખેચાય છે. સર્પ જેવાં વેરને ન ભૂલનારાં પ્રાણીઓ પણ એમની અહિંસાવૃત્તિના પ્રભાવ તળે આવી વેરભાવ છોડી દેતાં. પણ મનુષ્ય ઘણી વાર સર્પ અને વાઘ કરતાંયે વિશેષ પરપીડક થતું એમ એમનું જીવનવૃતાન્ત બતાવે છે. છે. એક વાર મહાવીર મેરાક નામે ગામ પાસે આવી પહોંચ્યા. ત્યાં એમના પિતાના એક મિત્ર કેટલાક પ્રસંગે કુલપતિને આશ્રમ હતો. એણે મહાવીરને મેરાક ગામ પિતાના આશ્રમમાં એક ઝૂંપડી બાંધી ચાતુર્માસ સાધના કરવા વિનંતી કરી. ઝૂંપડી ઘાસની બનાવેલી હતી. વરસાદે હજી મંડાણ કર્યું ન હતું. એક દિવસ કેટલીક ગાયે આવી અને એમનાં તથા બીજા તાપસનાં ઝૂંપડાં ખાઈ જવા લાગી. અન્ય તાપસીએ તે ગાને લાકડી વતી હાંકી કાઢી, પણ મહાવીર તે પિતાના ધ્યાનમાં જ સ્થિર બેસી રહ્યા. આવી નિસ્પૃહતા બીજા તાપસેથી ખમાઈ નહીં, અને તેથી એમણે કુલપતિ પાસે જઈ મહાવીરે પિતાની ઝૂંપડી ખવાડી દેવાની વાત કરી. કુલપતિએ મહાવીરને Page #97 -------------------------------------------------------------------------- ________________ મહાવીર બેદરકારી માટે ઠપકો આપે. આથી મહાવીરે વિચાર્યું કે પિતાને લીધે અન્ય તાપમાં અપ્રીતિ થાય પંચવતે માટે એમણે ત્યાં રહેવું ઉચિત નથી. તે જ સમયે એમણે નીચેનાં પાંચ વ્રત ધારણ કર્યા : (૧) જ્યાં બીજાને અપ્રીતિ થાય ત્યાં વસવું નહીં, (૨) જ્યાં રહેવું ત્યાં સદા કાર્યોત્સર્ગ કરીને જ રહેવું, (૩) સામાન્ય રીતે મૌન રાખવું, (૪) હાથમાં જ ભેજન કરવું; અને (૫) ગૃહસ્થને વિનય કરે નહીં. સંન્યાસ લેતાં જ એમને બીજાના મનની વાત જાણી લેવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ એ સિદ્ધિને એમણે કાંઈક ઉપયોગ પણ કર્યો. ૬. એ વર્ષને અંતે જ એક વાર એક છીંડામાંથી જતાં એમનું બાકી રહેલું અડધું વસ્ત્ર કાંટામાં દિગંબર દશા ભરાઈ ગયું. જે છૂટી ગયું તે ઉપયોગી નહીં જ હોય એમ માની લઈ મહાવીર ત્યાંથી આગળ ચાલતા થયા. પેલા બ્રાહ્મણે આ કટકા ઉપાડી લીધો. ૧. કાત્સર્ગ = કાયાને ઉત્સર્ગ. શરીરને પ્રકૃતિ સ્વાધીન કરીને ધ્યાનસ્થ રહેવું. એના રક્ષણ માટે કોઈ જાતના કૃત્રિમ ઉપાય – જેવા કે કંપડી બાંધવી, કાળી ઓઢવી, તાપવું વગેરે – લેવા નહીં. ૨. પિતાની જરૂરિયાતો માટે ગૃહસ્થના ઉપર અવલંબીને ન રહેવું, અને એના કાલાવાલા ન કરવા. Page #98 -------------------------------------------------------------------------- ________________ સાધના મહાવીર આ દિવસથી પિતાના અંતકાળ સુધી વસ્ત્રરહિત દશામાં ફર્યા. ૭. મહાવીરને સૌથી વધારે કનડગત અને ક્રર વર્તન લાઢર નામના પ્રદેશમાં મળ્યાં હતાં એમ કહેવાય છે. ત્યાંના લાઠમાં લેકે અત્યંત આસુરી છે એમ જાણીને વિચરણ જ મહાવીર ત્યાં ઘણે વખત ફર્યા હતા. ૮. મહાવીર પ્રસિદ્ધિને દૂર જ રાખવા ઈચ્છતા હોય એમ વર્તતા. કેઈ ઠેકાણે લાંબે તપને પ્રભાવ વખત સુધી રહેતા નહીં. જ્યાં માનને સંભવ જણાય ત્યાંથી ચાલી નીકળે એમના ચિત્તને હજુ શાન્તિ ન હતી, છતાં લાંબા કાળની તપશ્ચર્યાને સ્વાભાવિક પ્રભાવ લેકે ઉપર પડવા લાગ્યું, અને અનિચ્છા છતાં ધીમે ધીમે એ પૂજનીય થતા ચાલ્યા. ૧. અત્યાર સુધી મહાવીર સામ્બર – વસ્ત્ર સહિત – હતા, હવે નિરખર થયા. આને લીધે જેમાં મહાવીરની ઉપાસનાના બે ભેદે પડી ગયા છે. જે વસ્ત્ર સહિત મહાવીરની ઉપાસના કરે છે તે શ્વેતામ્બર, જે નિર્વસ્ત્ર ઉપાસના કરે છે તે દિગમ્બર. દિગમ્બર જૈન સાધુઓ હવે કવચિત જ હોય છે. ૨. આને કેટલાક લાટ' સમજે છે અને તે ગુજરાતમાં છે એમ માને છે. પણ એ નામસદશ્યથી થયેલી ભ્રાન્તિ છે. ખરી રીતે અત્યારે જે “રાઢ નામનો (મુર્શિદાબાદ, અજીમગંજ જેમાં આવે છે તે ભાગીરથીના કિનારા પાસેનો બંગાલ એ) ભાગ તે જ લાઢ છે. બુ-૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ મહાવીર ૯. આ રીતે બાર વર્ષ વીતી ગયાં. બારમે વર્ષે એમને સૌથી ભારે ઉપસર્ગ થયે. એક ગામમાં છેલ્લે ઉપસર્ગ એક ઝાડ તળે એ ધ્યાનસ્થ થઈ બેઠા હતા એટલામાં એક ભરવાડ બળદોને ચરાવતો ત્યાં આવ્યો. એને કાંઈક કામ યાદ આવવાથી બળદની સંભાળ મહાવીરને કરી એ ગામમાં પાછા ગયે. મહાવીર ધ્યાનસ્થ હોવાથી એમણે ભરવાડનું કહેલું કશું સાંભળ્યું નહીં. પણ એમના મૌનને અર્થે ભરવાડે સંમતિ તરીકે માની લીધે. બળદ ચરતા ચરતા દૂર ચાલ્યા ગયા. થોડી વારે ભરવાડ આવીને જુએ છે તે બળદ ન મળે. એણે મહાવીરને પૂછ્યું, પણ એમણે ધ્યાનસ્થ હેવાથી કશું સાંભળ્યું નહીં. આથી ભરવાડને મહાવીર ઉપર ખૂબ ક્રોધ ચડ્યો. અને એણે એમના કાનમાં એક જાતની ભયંકર શિક્ષા કરી. એક વૈદ્ય મહાવીરના કાન સાજા કર્યા, પણ એ ઈજા એટલી વેદનાભરી હતી કે આટલા પૈર્યવાન મહાવીરથી પણ વૈદ્યની શસ્ત્રક્રિયા વખતે ચીસ પાડી દેવાઈ હતી. ૧૦. આ છેલ્લે ઉપસર્ગ સહન કર્યા બાદ, બાર વર્ષના કઠોર તપને અંતે વૈશાખ સુદ દશમને બધપ્રાપ્તિ દિવસે જાસ્મક નામે ગામની પાસેના એક વનમાં મહાવીરને જ્ઞાન ઊપજ્યું, અને એમના ચિત્તને શાતિ થઈ. ૧૬ ૧. કાનમાં ખૂંટીએ મારી એમ મુળમાં કહ્યું છે. કાંઈ પણ સખ્ત ઈજા કરી એટલું નકકી. Page #100 -------------------------------------------------------------------------- ________________ પહેલે ઉપદેશ જાભક ગામથી જ મહાવીરે પિતાનો ઉપદેશ શરૂ કર્યો. કર્મથી જ બંધન અને મોક્ષ થાય છે, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ મેક્ષનાં સાધન છે. એ ઉપદેશ એમના પહેલા ઉપદેશનો સાર હતા. ૨. સર્વ ધર્મનું મૂળ દયા છે. પણ દયાના પૂર્ણ ઉત્કર્ષ માટે ક્ષમા, નમ્રતા, સરલતા, પવિત્રતા, સંયમ, દસ સદ્ધ સંતેષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહઃ એ દશ ધર્મો સેવવા જોઈએ. આનાં કારણ અને લક્ષણે નીચે મુજબ છેઃ (૧) ક્ષમારહિત માણસ દયાનું સારી રીતે પાલન નથી કરી શકત; તેથી જે ક્ષમા કરવામાં તત્પર છે તે ધર્મને ઉત્તમ રીતે સાધી શકે છે. (૨) સર્વ સદૂગુણે વિનયને આધીન છે; અને વિનય નમ્રતાથી આવે છે, જે પુરુષ નમ્ર છે તે સર્વગુણસંપન્ન થાય છે. (૩) સરલતા વિના કોઈ પુરુષ શુદ્ધ થઈ શકતો નથી. અશુદ્ધ જીવ ધર્મ પાળી શકતો નથી. ધર્મ વિના મેક્ષ નથી અને મેક્ષ વિના સુખ નથી. (૪) માટે સરલતા વિના પવિત્રતા નથી, અને પવિત્રતા વિના મેક્ષ નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ મહાવીર (૫-૬) વિષયસુખના ત્યાગથી જેણે ભય તથા રાગદ્વેષને તજ્યા છે એવા ત્યાગી પુરુષ નિર્ચન્થ (સંયમી અને સતાણી) કહેવાય છે. (૭) તન, મન અને વચનની એકતા રાખવી, અને પૂર્વાપર અવિરુદ્ધ વચનને ઉચ્ચાર કરે એ ચાર પ્રકારનું સત્ય છે. (૮) ઉપવાસ, આહારમાં બે-ચાર કેળિયા ઊભું રહેવું, આજીવિકાને નિયમ, રસત્યાગ, શીતષ્ણાદિ સમવૃત્તિથી સહેવાં અને સ્થિરાસને રહેવું એ છ પ્રકારનું બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, દયાન, સેવા, વિનય, કાત્સર્ગ અને સ્વાધ્યાય એ છ પ્રકારનું અલ્યન્તર તપ છે. (૯) સંપૂર્ણ સંયમપૂર્વક મન, વચન અને કાયા વડે રહેવું એ બ્રહ્મચર્ય છે. (૧૦) નિ:સ્પૃહતા એ જ અપરિગ્રહ છે. આ દશ ધર્મોના સેવનથી આપોઆપ ભય, રાગ અને દ્વેષ નાશ પામે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૩. શાન્ત, દાન વ્રતનિયમમાં સાવધાન અને વિશ્વ વત્સલ મેક્ષાથી મનુષ્ય નિષ્કપટપણે જે જે સ્વાભાવિક કિયા કરે છે તેથી ગુણની વૃદ્ધિ થાય છે. ઉન્નતિપથ જે પુરુષની શ્રદ્ધા પવિત્ર છે તેને શુભ અને અશુભ બને વસ્તુઓ શુભ વિચારને લીધે શુભ રૂપે જ ફળ આપે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ ૪. હે મુનિ, જન્મનાં અને જરાનાં દુઃખ જે. તને જેમ સુખ પ્રિય છે તેમ સર્વે જીવોને સુખ હેલા પ્રિય છે એમ વિચારી, કોઈ પણ જીવને વરમો ઘા મારીશ નહીં અને બીજા પાસે મરાવીશ નહીં. લોકોનાં દુઃખેને જાણનાર સર્વે જ્ઞાની પુરુષોએ મુનિઓને, ગૃહસ્થને, રાગીઓને, ત્યાગીઓને, ભેગીઓને અને યોગીઓને આ પવિત્ર, અને શાશ્વત ધર્મ કહ્યો છે કે કોઈ પણ જીવને હણ નહીં, તેના પર હકૂમત ચલાવવી નહીં, તેને કબજે કરે નહીં અને તેને હેરાન કરે નહીં.” પરાક્રમી પુરુષ સંકટો પડતાં પણ દયા છોડતું નથી. ૫. હે મુનિ, અંદર જ યુદ્ધ કર, બીજાં બહારનાં દારુણતમ યુદ્ધ યુદ્ધની શી જરૂર છે? યુદ્ધની આવી સામગ્રી મળવી ઘણી મુશ્કેલ છે. ૬. વિવેક હોય તે ગામમાં રહેતાં પણ ધર્મ છે વિવેક એ જ અને જંગલમાં રહેતાં પણ ધર્મ છે. વિવેક ખરે સાથી ન હોય તે બન્ને નિવાસ અધર્મ રૂપ જ છે. ૭. મહાવીરને સ્યાદ્વાદ તત્ત્વચિંતનમાં મોટામાં મોટો ફાળે ગણાય છે. વિચારમાં સમતોલપણું યાદ્વાદ સાચવવું કઠણમાં કઠણ કામ છે. મોટા મોટા વિચારકો પણ કેઈ વિષયને વિચાર કરવા બેસે ત્યારે પિતાના પૂર્વગ્રહથી દેરાઈ જાય છે અને એક બાજુએ ખેંચાઈ જાય છે. વસ્તુતઃ જગતના સર્વે વ્યવહાર્ય ૧. મુનિ એટલે વિચારશીલ પુરુષ. Page #103 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સિદ્ધાન્ત અમુક મર્યાદામાં કે અર્થમાં જ સાચા હોય છે. એથી જુદી મર્યાદામાં કે જુદા અર્થમાં એથી ઊલટા સિદ્ધાન્ત સાચા થાય એમ બને. દા.ત. “સર્વે જીવો સમાન છે એ એક માટે વ્યવહાર્ય સિદ્ધાન્ત છે. પણ વ્યવહારમાં મૂકવા જતાં જ એ સિદ્ધાન્ત મર્યાદિત થઈ જાય છે. ઉદાહરણાર્થ, ગર્ભ કે માતા બેમાંથી એકને જ બચાવી શકાય એમ હાય, દરિયાના તેફાનમાં આગબોટ ભાંગી પડે અને આપત્કાળમાં વાપરવાની હોડીઓ પૂરતી સંખ્યામાં ન હોય ત્યારે હોડીઓને લાભ પહેલાં બાળકો અને સ્ત્રીઓને આપવો કે પુરુષને આપ એ પ્રશ્ન હોય, વાઘ ભૂખે મરતો હોય અને ગાયને પકડવાની તૈયારીમાં હોય ત્યારે ગાયને છોડાવવી કે નહીં એ ગૂંચ હોય – એ બધામાં સર્વ જી સમાન છે એ સિદ્ધાન્તને આપણે અમલ કરી શકતા નથી, પણ જાણે જીમાં તારતમ્ય છે એ સિદ્ધાઃ સાચો હોય એમ વર્તવું પડે છે. પણ આનો અર્થ એ થયો કે “સર્વ જીવો સમાન છે' એ સિદ્ધાન્ત અમુક મર્યાદા અને અર્થમાં જ સાચે છે. આ જ પ્રમાણે અનેક સિદ્ધાન્તો વિશે કહી શકાય. ૮પણ ઘણા વિચારકો અને આચારક મર્યાદાનો અતિરેક કરે છે, અથવા મર્યાદાને ઇનકાર કરે છે, અથવા સ્વીકારતાં છતાં ભૂલી જાય છે. પરિણામે, આચાર અને વિચારમાં મતભેદ અને ઝઘડા થાય છે, અથવા ન વખાણવા જેવા આચારની રૂઢિઓ સ્થપાય છે. ૯ દરેક વિષય અનેક દષ્ટિએ વિચારી શકાય છે. એક દષ્ટિએ એક રૂપે ભાસે અને બીજી દષ્ટિએ બીજે રૂપે ભાસે Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ એમ બની શકે છે, અને તેથી વિષયનું સર્વ બાજુથી પરીક્ષણ કરવું અને દરેક બાજુથી એની મર્યાદા શેાધવી એ સુજ્ઞ માણસનું કામ છે. કોઈ એક જ દષ્ટિથી ખેંચાઈ જઈ તે જ એક સાચી દૃષ્ટિ છે એ આગ્રહ બાંધવો એમાં સમતોલપણાની ખામી છે. બીજા પક્ષની દષ્ટિને સમજ પ્રયત્ન કરો, અને એ પક્ષની દષ્ટિનું ખંડન કરવાનો મમત રાખવાને બદલે કઈ દષ્ટિએ એનું કહેવું સાચું હોઈ શકે તે શોધવા પ્રયત્ન કર, - એ ટૂંકામાં સ્યાદ્વાદ છે એમ હું સમજું છું. ચાર્ એટલે એમ પણ હોઈ શકે. એ વિચારને અનુમોદન આપનારા મત તે સ્યાદ્વાદ. સત્યશોધકમાં એવી વૃત્તિ હેવી આવશ્યક છે. ૧૦. સ્યાદ્વાદનો અર્થ એ નથી કે માણસે કોઈ પણ વિષય ઉપર કાંઈ પણ નિશ્ચય ઉપર જ આવવું નહીં. પણ મર્યાદિત સિદ્ધાન્તને અમર્યાદિત સમજવાની ભૂલ ન કરવી અને તેથી મર્યાદા નકકી કરવા પ્રયત્ન કરે એ સ્યાદ્વાદ.૧ ૧૧. મહાવીરના ઉપદેશનો અત્યંત ફેલાવો કરનાર અને એમની અતિશય ભક્તિભાવથી સેવા અગિયાર કરનાર એમના પહેલા અગિયાર શિષ્યો હતા. તમે એ સર્વે ગૌતમ ગોત્રના બ્રાહ્મણ હતા. અગિયારે ભાઈએ વિદ્વાન અને મોટા મોટા કુલેના અધિપતિઓ હતા, સર્વે તપસ્વી, નિરહંકારી અને મુમુક્ષુ હતા. વેદવિહિત કર્મકાંડમાં પ્રવીણ હતા. પણ યથાર્થ ૧. આ વાદના વિશેષ શાસ્ત્રીય વિવેચન માટે જુઓ શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતાને “દર્શનના અભ્યાસમાં જાળવવા ગ્ય મધ્યસ્થતા” ઉપરનો લેખ (‘પ્રસ્થાન', પૃ. ૬, પૃ. ૩૩૧થી ૩૩૮). Page #105 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જ્ઞાનથી શાન્તિને પામ્યા ન હતા. મહાવીરે એમના સંશ છેદી એમને સાધુની દીક્ષા આપી હતી. ઉત્તરકાળ મહાવીરે જૈન ધર્મમાં નવું ચેતન રેડી એની પુનઃ પ્રતિષ્ઠા કરી. એમના ઉપદેશને પરિણામે શિષ્યશાખા પ્રજા વળી પાછી જૈન ધર્મ પ્રત્યે આકર્ષાઈ વૈરાગ્ય અને અહિંસાને નવો જુવાળ દેશ ઉપર ફરી આવ્યો. અનેક રાજાઓ, ગૃહસ્થ અને સ્ત્રીઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસધર્મ ગ્રહણ કર્યો. એના ઉપદેશને પરિણામે જૈન ધર્મમાંથી માંસાહાર સદંતર બંધ થયે એટલું જ નહીં, પણ એ ધર્મને પરિણામે વૈદિક ધર્મમાં પણ અહિંસા પરમ ધર્મ મના અને શાકાહારને સિદ્ધાન્ત વેદધર્મી વૈષ્ણવોમાંયે ઘણે ભાગે સ્વીકારાયો. ૨. સંસારનો ત્યાગ કરવામાં એમને જમાઈ જમાલિ અને પુત્રી પ્રિયદર્શન પણ હતાં. આગળ જમાલિને જતાં મહાવીર અને જમાલિ વચ્ચે મતભેદ મતભેદ પડવાથી જમાલિએ જુદે પંથ સ્થાપે. કૌશામ્બીના ઉદયન રાજાની મા મૃગાવતી મહાવીરની પરમ ભક્ત હતી, અને પાછળથી જૈન સાધી થઈ હતી એમ કહેવાય છે. બુદ્ધના ચરિત્રમાં ઉદયનની પટ્ટરાણેએ બુદ્ધનું અપમાન કરવા પ્રયત્ન કર્યો હતે એમ કહ્યું છે. એ ઉપરથી જૈન અને બૌદ્ધો વચ્ચે મતપંથની ઈર્ષાના ઝઘડા ચાલતા હોય એમ સંભવે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરકાળ ૩. બોતેર વર્ષની વય સુધી મહાવીરે ધર્મોપદેશ કર્યો, એમણે જૈન ધર્મને નવું સ્વરૂપ આપ્યું. નિર્વાણ એમના કાળમાં પાર્શ્વનાથ તીર્થંકરને સંપ્રદાય ચાલતો. પાછળથી મહાવીરના અને પાર્શ્વનાથના અનુયાયીઓએ પિતાના ભેદને શમાવી દઈ જૈન ધર્મને એકરૂપતા આપી, અને ત્યારથી મહાવીરને સર્વે જૈનેએ અંતિમ તીર્થકર તરીકે સ્વીકાર્યા. તેરમે વર્ષ આસે (ઉત્તર હિંદુસ્તાની કારતક) વદ અમાસને દિવસે મહાવીરનું નિર્વાણ થયું. ૪. મહાવીરના ઉપદેશનું પરિણામ પોતાના સમયમાં જ કેટલું ભારે હતું, એ જાણવું મુશ્કેલ છે. જૈન સંપ્રદાય પણ એ સંપ્રદાયે હિંદુસ્તાનમાં પિતાને પાયે સ્થિર રાખે છે. એક કાળમાં વૈદિકે અને જેને વચ્ચે ભારે ઝઘડા ચાલતા હતા, પણ આજે બને સંપ્રદાય વચ્ચે કશે વૈરભાવ રહ્યો નથી. આનું કારણ એ કે જૈન ધર્મનાં કેટલાંક તો વૈદિકાએ – અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય અને પૌરાણિકોએ—એટલાં પૂર્ણપણે પિતામાં મેળવી દીધાં છે, અને તે જ પ્રમાણે જેનેએ પણ દેશકાળાનુસાર એટલા વૈદિક સંસ્કારે સ્વીકારી લીધા છે કે એ બે ધર્મો વચ્ચે ભારે પ્રકૃતિને કે સંસ્કારને ભેદ હવે રહ્યો નથી. આજે હવે જેનેને વૈદિક થવાનું કે વૈદિકને જૈન થવાનું ભારે કારણ પણ નથી, અને તેમ થાય તે કઈ જાતના જુદા જ વાતાવરણમાં પ્રવેશ કરવા જેવું લાગે એમ પણ નથી. તત્ત્વજ્ઞાનને સમજાવવાના વિષયમાં બેઉના જુદા જુદા વાદો છે, પણ એમ તે વૈદિક ધર્મમાં પણ અનેક વાદે છે. ૧. જુઓ પાછળ નોંધ રજી. બુ.- ૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મહાવીર પણ એને અંતિમ નિશ્ચય તેમ જ સાધનમાર્ગ પણ એક જ પ્રકારના સમજાય છે. વૈદિક ધર્મ આજે મહુધા ભક્તિમાર્ગી છે, અને જૈન પણ ભક્તિમાગી જ છે. ઇષ્ટ દેવતાની અત્યંત ભક્તિ વડે ચિત્ત શુદ્ધ કરી, મનુષ્યત્વની સર્વે ઉત્તમ સંપત્તિએ સંપાદન કરી, છેવટે તેનું પણ અભિમાન તજી આત્મસ્વરૂપમાં સ્થિર રહેવું એ બન્નેનું ધ્યેય છે. બન્ને ધર્મોએ પુનર્જન્મના વાદને ગૃહીત કરીને જ પાતાની જીવનપદ્ધતિ રચી છે. સંસાર યવહારમાં આજે જૈન અને વૈદિક અત્યંત ગાઢ પ્રસંગમાં રાજ રાજ આવે છે; ઘણેક ઠેકાણે અને વચ્ચે રેટી-બેટી વહેવાર પણ હેાય છે. છતાં, એકબીજાના ધર્મો વિશે અત્યંત અજ્ઞાન અને ગેરસમજૂતી પણ સાધારણ છે. વૈદિક ધર્મ, અવતાર, વર્ણાશ્રમવ્યવસ્થા વિશે જૈન કશું ન જાણતા હાય એવું વધારે ઓછું હોય છે; પણ જૈન ધર્મનાં તત્ત્વા, તીર્થં’કર ઇત્યાદિ વિશે વૈદિક કાંઈ જ ન જાણતા હાય એવું અત્યંત સામાન્ય છે. એ સ્થિતિ ઇચ્છવા જેવી નથી. સર્વે ધર્માં, સર્વે ગ્રન્થનું અવલેાકન કરી, સર્વે મત પંથે વિશે નિવૈ ર્ વૃત્તિ રાખી, પ્રત્યેકમાંથી સારાસારને વિવેક કરી સારના સ્વીકાર અને અસારના ત્યાગ કરવા, એ મુમુક્ષુને માટે આવશ્યક છે કેાઈ ધર્મ એવા નથી કે જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિકના સ્વીકાર ન હેાય; કેાઈ ધર્મ એવા નથી કે જેમાં કાળે કરીને અશુદ્ધિઓ પેઠી ન હાય, માટે જેમ વર્ણાશ્રમવ્યવસ્થાના ધર્મો પાળ્યા છતાં, એનું મિથ્યાભિમાન રાખવું ઉચિત નથી, તેમ જ પેાતાના ધર્મને અનુસર્યાં છતાં એનું મિથ્યાભિમાન ત્યાજ્ય જ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ નૈધ નૈધ ૧લી : માતૃભક્તિ – જગતના સર્વે જ્ઞાન અને સાધુતામાં શ્રેષ્ઠ પુરુષોનાં જીવનચરિત્ર જોતાં, તેમને માતાપિતા અને ગુરુ પ્રત્યે અપાર પ્રેમ ધ્યાન ખેંચે છે. જેણે બાળપણમાં માતાપિતાની તથા ગુરુની અત્યન્ત પ્રેમથી સેવા કરી તેમને આશીર્વાદ પ્રાપ્ત નથી કર્યો એ મહાપુરુષ થઈ શકે એવું જોવામાં નહીં આવે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશું, જ્ઞાનેશ્વર, તુકારામ, એકનાથ, સહજાનંદ સ્વામી, નિષ્કુળાનંદ વગેરે સર્વે માતાપિતા કે ગુરુને જ દેવતુલ્ય સમજનારા હતા. આ સર્વે સત્પરુષે અત્યન્ત વૈરાગ્યનિક પણ હતા. ઘણાકનું એવું માનવું છે કે પ્રેમ અને વૈરાગ્ય એ બે વિરોધી વૃતિઓ છે. એવી માન્યતામાંથી લખાયેલાં ઘણુંએક ભજને હિંદુસ્તાનની જુદી જુદી ભાષાઓમાં છે. એ માન્યતાના જેરમાં સંપ્રદાયપ્રવર્તકોએ ઘણી વાર પ્રેમવૃત્તિનો નાશ થઈ જાય એવા ઉપદેશે પણ કરેલા છે. માતાપિતા ખેટાં છે, કુટુંબીઓ સર્વે સ્વાર્થનાં જ સગાં છે, “કેની મા અને કાના બાપ ? વગેરે પ્રેમવૃત્તિને નાશ કરનારી ઉપદેશશ્રેણને આપણા ધાર્મિક ગ્રંથોમાં તોટો નથી. એ ઉપદેશશ્રેણીની અસર તળે આવી કેટલાક પુરુષો પ્રત્યક્ષની ભક્તિને ગૌણ કરી પક્ષ અવતારે અથવા કાલ્પનિક દેવોની જડ ભક્તિનું માહામ્ય સમજી અથવા ભૂલભરેલા વૈરાગ્યની ભાવનાથી પ્રેરાઈ કુટુંબીઓ પ્રત્યે નિષ્ફર થઈ જાય છે. યાવજીવન સેવા કરતાં પ્રાણ ખપી જાય તોયે જે માતાપિતા અને ગુરુના ઋણમાંથી છૂટી શકાતું નથી એવા અત્યંત પૂજનીય અને પવિત્ર સંબંધને પાપરૂપ, બંધનકારક કે સ્વાર્થયુક્ત લેખો એ એક ભારેમાં ભારે ભૂલ છે. આ ભૂલે હિંદુસ્તાનના આધ્યાત્મિક માર્ગને પણ ચેતનથી ભરી દેવાને બદલે ઊલટો જડ બનાવ્યો છે. જે ૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ મહાવીર સંતો મહત્તાને પામ્યા છે તેમણે કદાપિ એક કાળે એ ભૂલે કરી હોય, તોપણ એમાંથી એમને છૂટવું જ પડયું છે. નૈસર્ગિક રહેલ પૂજ્યભાવના, વાત્સલ્યભાવના, મિત્રભાવના વગેરેને સ્વાભાવિક સંબંધમાં બતાવવાનું પિતાની ભૂલને લીધે અશક્ય થઈ પડવાને લીધે એમને એ ભાવનાઓ કૃત્રિમ રીતે પણ વિકસાવવી પડી છે. એટલે કોઈ દેવીમાં, પાંડુરંગમાં, બાળકૃષ્ણમાં, કનૈયામાં, દ્વારિકાધીશમાં કે દત્તાત્રેયમાં માતૃભાવ, પિતૃભાવ, પુત્રભાવ, પતિભાવ, મિત્રભાવ કે ગુરુભાવ આરોપો પડ્યો છે, અથવા કોઈ બીજાને માતાપિતા માનવાં પડ્યાં છે કે શિષ્ય પર પુત્રભાવ કેળવવો પડ્યો છે. પણ એ ભાવનાઓના વિકાસ વિના તે કાઈની ઉન્નતિ થઈ જ નથી. વૈરાગ્ય એટલે પ્રેમને અભાવ નહીં, પણ પ્રેમપત્ર જનમાંથી સુખની ઈચ્છાને નાશ. એમને સ્વાથ ગણું એમનો ત્યાગ કરવાને ભાવ નહીં, પણ એમને વિશેના પોતાના સ્વાર્થોને ત્યાગ અને એમને ખરું સુખ આપવા માટે પોતાની સર્વશક્તિનો વ્યય. પ્રાણીઓ સંબંધે વૈરાગ્યની ભાવનાનું આ લક્ષણ. પણ જડ સૃષ્ટિ પ્રત્યેનો વૈરાગ્ય એટલે ઇન્દ્રિયોના સુખ વિશે અનાસક્તિ. પંચવિષય પિતાને સુખદુઃખનું કારણ નથી, એમ સમજી એ વિશે અસ્પૃહા થયા વિના પ્રેમવૃત્તિનો વિકાસ થશે કે આન્નતિ થવી અશકય છે. પ્રેમ હોય પણ તેમાં વિવેક ન હોય, તો એ કષ્ટદાયક થાય છે. જેની ઉપર પ્રેમ છે, તેને સાચું સુખ આપવાની ઈચ્છા, એનો પણ કદી વિયેગ થશે જ એ સત્યને જાણ એને સ્વીકારી લેવાની તૈયારી અને પ્રેમ છતાં બીજાં કર્તવ્યનું પાલન એ વિવેકની નિશાનીઓ છે. એ વિવેક ન હોય તો પ્રેમ મોહરૂપ કહેવાય. નોંધ ૨જી: વાદજે પરિણામો આપણને પ્રત્યક્ષપણે નામ પડે છે, પણ તેનાં કારણે અત્યંત સૂકમતાને લીધે અથવા બીજા Page #110 -------------------------------------------------------------------------- ________________ નોંધ કાઈ કારણને લીધે પ્રત્યક્ષ પ્રમાણથી ઠરાવી શકાતાં નથી, તે પરિણામે સમજાવવા તેનાં કારણા વિશે જે કલ્પના કરવામાં આવે છે તે વાદ (hypothesis theory) કહેવાય. ઉદાહરણાર્થ, સૂર્યનાં કિરણા આપણી પૃથ્વી સુધી આવે છે એ આપણે રાજ જોઈ એ છીએ. એ પરિણામ આપણને પ્રત્યક્ષ છે. પણ એ કિરણા કરોડા માઈલનું અંતર કાપી આપણી આંખ સાથે ક્રમ અથડાય છે, એટલે તેજનાં કિરણા પ્રકાશમાન વસ્તુમાં જ ન રહેતાં આગળ કેમ વધે છે, એ કારણુ આપણે પ્રત્યક્ષ રીતે જાણી શકતા નથી. પણુ કારણુ વિના કાર્ય હાઈ શકે નહીં એમ આપણી ખાતરી હોવાથી, એમાં કંઈ પણ કારણની કલ્પના કરવા પ્રયત્ન કરીએ છીએ; દાખલા તરીકે, કિરણની બાબતમાં ‘ઈથર’ તત્ત્વનાં દેલન એ પ્રકાશના અનુભવ અને વિસ્તારનું કારણુ કપાય છે, આંદોલનની આવી કલ્પના એ વાદ ગણાય. એવાં આંદેલને છે જ એમ કદી પુરાવાથી સાબિત નહીં થાય. આવી કલ્પના જેટલી સરળ અને સર્વે સ્થૂળ પરિણામેા સમજાવવા માટે બંધબેસતી હોય તેટલા એ વાદ વિશેષ ગ્રાહ્ય થાય છે, પણ જુદા જુદા વિચારા જુદી જુદી કલ્પનાઓ અથવા વાદો રચી એક જ પરિણામને સમજાવે ત્યારે એ વાદો વિશે મતભેદ થાય છે. માયાવાદ, પુનર્જન્મવાદ વગેરે આ પ્રકારના વાદે છે. એ જીવન તથા જગતને સમજાવવા માટેની કલ્પનાએ જ છે એ ભૂલવું ન જોઈ એ. જેની બુદ્ધિમાં જે વાદ રુચે તે ગ્રહણ કરી એ બન્નેને સમજી લેવા એમાં દાષ નથી; પણુ એ વાતે એક સિદ્ધાંત એટલે સાબિત કરેલી વસ્તુ તરીકે સ્વીકારવામાં આવે છે ત્યારે વાદભેદને માટે ઝઘડા કરવા તરફ જ પ્રવૃત્તિ થાય છે. ધર્મના વિષયમાં અનેક મતપંથી પોતાના વાદ વિશેષ સયુક્તિ છે એ ઠરાવવા માટે જ માથાકૂટ કરે છે. એટલેથી જ અટકે તેાપણુ એક વાત છે. પણ એ વાદને સિદ્ધાંત તરીકે માની લઈ એનાં પાછાં પ્રત્યક્ષ રીતે અનુભવાય એથી જુદાં પરિણામેનાં તર્કશાસ્ત્રના નિયમોથી અનુમાના કાઢી, તે ઉપરથી જીવનનું ધ્યેય, ધર્માચારની વ્યવસ્થા, નીતિના નિયમ, ભેગ ૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મહાવીર અને સંયમની મર્યાદાઓ વગેરે રચવામાં આવે છે, ત્યારે મુશ્કેલીઓને છેડે જ નથી આવતો. જિજ્ઞાસુને કઈ પણ વાદને શરૂઆતમાં સ્વીકારો તે પડે. પણ એણે એને સિદ્ધાંત માની એ વિશે અત્યાગ્રહ રાખ ઉચિત નથી. જેવી કલ્પના પર સ્થિર થઈ એ તેવી જાતને અનુભવ લઈ શકાય એવું ચિત્તમાં આશ્ચર્ય રહ્યું છે. કોઈ માણસ પોતાને રાજા ગણ્યા કરે તો તેની એ કલ્પના એવી દઢ થાય કે કેટલેક દિવસે એ પિતામાં રાજાપણું જ અનુભવે. પણ એ પ્રકારે કરેલ કલ્પનાને કે વાદને સાક્ષાત્કાર એ કાંઈ સત્ય સાક્ષાત્કાર નથી. જે અનુભવ કોઈ પણ વાદ કે કલ્પનાથી પર હોય તે જ સત્ય. એ રીતે વિચારતાં માલુમ પડી આવશે કે મૈત્રીનું સુખ પ્રત્યક્ષ છે, વૈરાગ્યની શક્તિ પ્રત્યક્ષ છે, માતાપિતા અને ગુરુની સેવાનું શુભ પરિણામ પ્રત્યક્ષ છે, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ રાખવાનું ફળ પ્રત્યક્ષ છે, મ-દમનાં પરિણામો પ્રત્યક્ષ છે; બીજી બાજુએ, ભેગવિલાસનાં માઠાં ફળો પ્રત્યક્ષ છે, વૈરભાવથી થતી માનસિક વેદના પ્રત્યક્ષ છે, માતાપિતા, ગુરુ વગેરેને કનડવાથી થતી તિરસ્કારપાત્રતા પ્રત્યક્ષ છે. ભગવાન મહાવીર કહે છે તેમ સ્વર્ગનું સુખ પરોક્ષ છે; મેક્ષ(મૂઆ પછી જન્મમરણ વિનાની દશા)નું સુખ અત્યંત પરોક્ષ છે, પણ પ્રશમ(નિર્વાસના, નિઃસ્પૃહતા)નું સુખ પ્રત્યક્ષ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ-મહાવીર [સમાલોચના] Page #113 --------------------------------------------------------------------------  Page #114 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ-મહાવીર [સમાલોચના] બુદ્ધ અને મહાવીર એ આર્ય સંતની પ્રકૃતિનાં બે ભિન્ન સ્વરૂપ છે. જગતમાં જે સુખ અને જન્મ-મરણથી દુઃખને સર્વને અનુભવ થાય છે તે સત્કર્મ મુક્તિ અને દુષ્કર્મનાં પરિણામ રૂપે છે એમ સ્પષ્ટ જણાય છે. જે સુખ અથવા દુઃખનું કારણ શોધી શકાતું નથી, તે પણ કોઈ કાળે થયેલાં કર્મનું જ પરિણામ હોઈ શકે. હું ન હતો અને નહીં હોઈશ, એવું મને કદી લાગતું નથી, તે પરથી આ જન્મ પહેલાં હું ક્યાંક પણ હોવો જ જોઈએ અને મરણ પછી ક્યાંક હોઈશ જ; તે સમયે પણ મેં કર્મ કર્યા જ હશે, અને તે મારા આ જન્મનાં સુખદુઃખનું કારણ હોવાં જોઈએ. ઘડિયાળનું લોલક જેમ ડાબી બાજુથી જમણી બાજુએ અને જમણુથી ડાબી બાજુએ મૂલ્યાં જ કરે છે, તેમ હું જન્મ અને મરણની વચ્ચે ઝોલાં ખાનારે જીવ છું. કર્મની ચાવીથી એ લેલકને ગતિ મળી છે અને મળતી જાય છે, જ્યાં સુધી એ ચાવી ચડેલી છે, ત્યાં સુધી મારાથી એ લાંમાંથી છુટાશે નહીં. એ ઝોલાંની સ્થિતિ દુઃખકારક છે; એમાં કદીક સુખનો અનુભવ થાય છે, પણ તે અત્યંત ક્ષણિક છે; એટલું જ નહીં પણ એ જ સામે ધક્કો લાગવામાં કારણરૂપ થાય છે. અને તેથી પરિણામે દુઃખરૂપ જ છે. મારે એ દુઃખકારક લાંમાંથી છૂટવું જ જોઈએ, કઈ પણ પ્રકારે મારે એ ચાવીને ફેર ઉતારવી જોઈએ. આવા પ્રકારની ૯૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ બુદ્ધ મહાવીર વિચારશ્રેણીથી પ્રેરાઈ કેટલાક આ જન્મમરણનાં ઝોલાંમાંથી છૂટવાને— મોક્ષ મેળવવાને–વિવિધ પ્રકારના પ્રયત્ન કરે છે. કર્મની ચાવી જેમ બને તેમ જલદી ખપાવી દેવાના એ પ્રયત્નો કરે છે. આર્ય પ્રજામાં થયેલા ઘણાક મુમુક્ષુઓ આ પુનર્જન્મના વાદથી ઉત્તેજિત થઈમેક્ષની શેધે લાગેલા છે. એની શોધખોળમાં જેને જે જે માગે શાનિ થઈ – જન્મમરણની બીક ટળી ગઈ– તેણે તે તે માર્ગોને પ્રચાર કર્યો. એ માર્ગોની શોધમાં જ અનેક પ્રકારનાં દર્શનશાસ્ત્ર ઊપજ્યાં. મહાવીર આ પ્રકારની પ્રકૃતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ૨. બુદ્ધની પ્રકૃતિ આથી ભિન્ન છે. જન્મ પહેલાંની અને મરણ પછીની સ્થિતિની ચિંતા કરવાની દુખમાંથી એમને હોંશ નથી. જન્મ જે દુઃખરૂપ હોય મુક્તિ તોપણ આ જન્મનું દુઃખ તે સહન થઈ ગયું. પુનર્જન્મ આવતો હશે તે આ જીવનનાં સુકૃત અને દુષ્કૃતને અનુસરીને જ આવશે. માટે આ જન્મ જ – આગલા જન્મને કહે કે મને કહે – સર્વેને આધાર છે. આ જીવનને સુધારીએ તો ભવિષ્યના જન્મની ચિંતા કરવાની કશી જરૂરનથી. કારણ કે જેણે આ જન્મ સુધાર્યો છે તેને બીજે જન્મ આ જન્મકરતાં ખરાબ આવે તે સત્કર્મનું ફળ દુઃખ થાય એમ ઠરે. હવે રહ્યાં આ જીવનનાં સુખદુઃખે. આ જીવનનાં તે પાંચ જ દુઃખ અનિવાર્યપણે બાકી રહે છે, જરા, વ્યાધિ, મરણ, પ્રિય વસ્તુને વિયેગ અને અપ્રિય વસ્તુને ગ. તે ઉપરાંત તૃણુને લીધે પણ સુખદુઃખ ભેગવાય છે. જે કઈ શોધ કરવા જેવી હોય તો આ દુઃખમાંથી છૂટવાના માર્ગની; જગતની સેવા કરવાની હોય તો આ વિષયમાં જ Page #116 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ-મહાવીર કરવા જેવી છે. આ વિચારથી પ્રેરાઈને એ આ દુઃખનું એસિડ શેાધવા નીકળી પડ્યા. આ દુઃખમાંથી હું છૂટું અને જગતને છેડાવી સુખી કરું. દીર્ઘ કાળના પ્રયત્ન પછી એમણે જોયું કે પહેલાં પાંચ દુઃખે અનિવાર્ય છે. એને સહન કરવા મનને બળવાન કર્યું જ છૂટકે છે. પરંતુ બીજા દુઃખ તૃણાથી ઉત્પન્ન થતાં હોવાથી એને નાશ કરવો શકય છે. બીજો જન્મ આવશે તે તે પણ તૃષ્ણાઓના બળને લીધે જ. મનને ચિતન કરતું હંમેશને માટે રોકી શકાતું નથી. એ જે સદ્વિષયમાં ન લાગે તે વાસનાઓ જ ભેગી કર્યા કરશે. માટે એને સદ્વિષયમાં વળગાડી રાખવાનો પ્રયત્ન કર્યો, એ જ પરમ પુરુષાર્થ છે. એથી સાત્ત્વિક વૃત્તિનાં સુખ અને શાન્તિ પ્રત્યક્ષપણે મળશે એથી બીજા પ્રાણીઓને સુખ થશે, એથી મન તૃણુમાં તણાયા કરશે નહીં. એથી જગતની સેવા થશે. તૃષ્ણ જ પુનર્જન્મનું કારણ છે એ વાત સત્ય હોય તો મન નિર્વાસનિક થવાથી પુનર્જન્મની ભીતિ રાખવાની જરૂર નથી. ધ્રુવં ગરમ મૃતચર એ વાત ખરી હોય તે પણ સદ્વિષયમાં જ લાગી રહેલા મનને ચિંતા કરવાની જરૂર નથી. આ જન્મમાં જે પાંચ અનિવાર્ય દુઃખ છે તેથી હું દુઃખ બીજે જન્મે પણ આવવાનું નથી. એ દુઃખને માટે જે આજે તૈયારી હાય, તે પછી બીજા જન્મમાં પણ એ સહન કરવો પડશે, એવી ચિંતાથી મૂંઝાવાની જરૂર નથી. માટે જન્મમરણ વગેરે દુઃખની બીક ટાળી, મનને શુભ પ્રવૃત્તિ, શુભ વિચાર વગેરેમાં લગાડી દેવું, એ શાનિને નિશ્ચયપૂર્વક માર્ગ છે. આ માર્ગને વિશેષ વિસ્તારપૂર્વક સમજાવી બુદ્ધ આર્ય અષ્ટાંગિક માર્ગને ઉપદેશ કર્યો. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ બુદ્ધ-મહાવીર ૩. જે સુખની ઇચ્છા કરે છે, તે જ દુઃખી છે, જે સ્વર્ગની ઈચ્છા રાખે છે, તે જ નિષ્કારણે નરકયાતના ભેગવે છે, જે મોક્ષની વાસના રાખે છે, તે જ પિતાને બદ્ધ જુએ છે; જે દુઃખને આવકાર આપવા નિરંતર તૈયાર છે, તે હમેશાં શાન્ત જ છે; જે સતત સદ્વિચાર અને સત્કર્મમાં મશગૂલ છે, તેને જેમ આ જન્મ આબે, તેમ બીજા હજાર જન્મે આવે તો પણ શી ફિકર છે? એ પુનર્જન્મની ઈચ્છા પણ રાખતા નથી, અને એથી ડરતે પણ નથી જે સુખી પ્રાણીઓ પ્રત્યે સદૈવ મિત્રભાવથી જુએ છે, દુઃખી પ્રત્યે કરુણથી ભરાઈ જાય છે, પુણ્યશાળીને જોઈને આનંદિત થાય છે અને પાપીઓને સુધારી ન શકે તે એમને માટે નિદાન દયાભાવ અને અહિંસાવૃત્તિ રાખી રહ્યો છે, તેને જગતમાં શું ભયાનક લાગે? એનું જીવતર જગતને ભારરૂપ થવાનો સંભવ જ કયાં છે? અને છતાં કોઈને એને પણ મસર આવે તોયે એ એને વ્યાધિ, મરણ, પ્રિય વસ્તુને વિયેગ, કે અપ્રિય વસ્તુને ભેગ, એ સિવાય બીજું કયું દુઃખ આપવાનો હતો ? વિચારની ઓછીવત્તી આવી ભૂમિકા ઉપર દઢ થઈ, બુદ્ધ તથા મહાવીરે શાનિત પ્રાપત કરી. ૪. આ બન્ને પ્રયત્નમાં સત્યના અન્વેષણની જરૂર પડે જ છે. જગતનું સત્યતત્ત્વ શું છે? હું સત્યની જિજ્ઞાસા હું કરીને આ દેહની અંદર જે ભાન થયા કરે છે, તે “હું કોણ છું, કેવો છું, કેટલે છું? આ જગત શું છે? મારી અને જગત વચ્ચે શો સંબંધ છે? ત્રીજી પ્રકૃતિના કેટલાક આર્યોએ સત્યતત્ત્વની શોધ માટે Page #118 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ મહાવીર ૧૦૧ જ પ્રયત્ન કર્યો. પણ, જેમ બીજને જાણ્યાથી ઝાડનું સર્વસ્વ જ્ઞાન થતું નથી, અથવા ઝાડને જાણ્યાથી બીજનું અનુમાન થતું નથી, તેમ કેવળ છેવટનું સત્યતત્ત્વ જાણવાથી ખરી શાન્તિ થતી નથી, અને ઉપર ઉપદેશેલી ભૂમિકા ઉપર આરૂઢ થયા પછી પણ સત્યતત્ત્વની જિજ્ઞાસા રહી જાય તે તેને પણ અશાંતિ રહી જાય છે. સત્યને જાણીને પણ અંતે ઊપલી ભૂમિકા ઉપર દઢ થવું પડે છે, અથવા એ ભૂમિકા ઉપર દૃઢ થઈ, સત્યની શોધ બાકી રહે છે. પણ જેમ ઝાડને જાણનારા મનુષ્યને બીજને શેધવા માટે માત્ર ફળની ઋતુ આવે એટલી જ વાર છે તેમ એ ભૂમિકા ઉપર આવેલાને સત્ય આધુ નથી થતું. ૫. જન્મમૃત્યુના ફેરામાંથી મુક્તિ ઈચ્છનારાને, હર્ષ શેકમાંથી મુક્તિ ઈચ્છનારાને, આત્માની શોધ નિશ્ચિત કરનારાને, – સને અંતે તે વ્યવહારિક ભૂમિકા જીવનમાં ઉપરની ભૂમિકાએ આવવું જ પડે છે. ચિત્તની શુદ્ધિ, નિરહંકાર, સર્વે વાદ– કલ્પનાઓ વિશે અનાગ્રહ, શારીરિક, માનસિક કે કોઈ પણ પ્રકારનાં સુખ માટે નિરપેક્ષા, બીજા ઉપર નૈતિક સત્તા ચલાવવાની પણ અનિચ્છા, જે છોડી ન શકાય એવી રીતે પિતાને આધીન છે તેનું અન્યને માટે અર્પણ – એ જ શાન્તિને માર્ગ છે; એમાં જગતની સેવા છે; પ્રાણીમાત્રનું સુખ છે, એ જ ઉત્કર્ષને ઉપાય છે. જેમ કોઈને કહીએ કે આ રસ્તે રસ્તે ચાલ્યો જા, જ્યાં એ રસ્તો પૂરો થશે ત્યાં તારે જે ઘેર જવું છે તે આવશે તેમ આ માર્ગે ચાલી જનાર સત્યતત્ત્વ આગળ આવીને ઊભો રહેશે. બહુ બાકી રહેશે તો માત્ર ત્યાંના કેઈ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ બુદ્ધ-મહાવીર રહેવાસીને પૂછીને ખાતરી કરી લેવાનું કે આ જ સત્યતત્ત્વ કે નહીં ? ૬. પણ આવા વિચારે જગત જીરવી શકતું નથી. વાદોની કે પક્ષની પૂજામાં પડ્યા વિના, બુદ્ધપ્રકૃતિની ઔહિક કે પારલૌકિક કઈ પણ જાતના વિરલતા સુખની આશા રાખ્યા વિના, વિરલ મનુષ્ય જ સત્ય, સદાચાર અને સદ્વિચારને જ લક્ષ્ય બનાવી તેની ઉપાસના કરે છે. એ વાદે, પૂજાએ અને આશાઓના સંસ્કાર એટલા બળવાન થઈ પડે છે કે બુદ્ધિને એના બંધનમાંથી છોડાવ્યા પછી પણ વ્યવહારમાં એનું બંધન છેડી શકાતું નથી. અને એવા મનુષ્યને વ્યવહાર જગતને દૃષ્ટાંતરૂપ થતું હોવાથી જગત એ સંસ્કારેને વધારે જોરથી વળગી રહે છે. ૭. બ્રાહ્મણ ધર્મમાં વીસ કે દશ અવતારે, બૌદ્ધોમાં વીસ બુદ્ધો અને જૈનોમાં ચોવીસ તીર્થ કરેની માન્યતા પિષાઈ છે. એ માન્યતા સૌથી પહેલી કેણે ઉત્પન્ન કરી એ જાણવું કઠણ છે. પણ અવતારવાદ તથા બુદ્ધ તીર્થકરવાદ વચ્ચે એક ભેદ છે. બુદ્ધ કે તીર્થકર તરીકે ખ્યાતિ મેળવનાર પુરુષ જન્મથી જ પૂર્ણ, ઈશ્વર કે મુક્ત હોય છે એમ મનાયું નથી. અનેક જન્મ સુધી સાધના કરતે કરતે આવેલે જીવ છેવટે પૂર્ણતાની છેલ્લી પગથીએ આવી પહોંચે, અને જે જન્મમાં એ પગથી પણ સર કરે તે જન્મમાં એ બુદ્ધ કે તીર્થંકરપણાને પામે છે. અવતાર વિશે જીવન પણની કે સાધકપણુની માન્યતા નથી. એ તે પહેલાંથી Page #120 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ-મહાવીર જ ઈશ્વર કે મુક્ત છે અને કાંઈક કાર્ય કરવા માટે ઈરાદાપૂર્વક જન્મ લે છે એવી કલ્પના છે. આથી, એ જીવ નથી મનાતે, મનુષ્ય નથી મનાતે. આ કલ્પના ભ્રમ ઉત્પન્ન કરનારી નીવડી છે, અને એને પાસ થડેઘણે અંશે બૌદ્ધ તથા જૈન ધર્મોને પણ લાગ્યો છે. આમ બુદ્ધ અને મહાવીરના અનુયાયીઓ પણ વાદ અને પક્ષ દેવની પૂજામાં પડ્યા છે, અને તેથી જગત ચાલતું હતું તેમ જ પાછું ચાલ્યા ૧. બધા પ્રકારની ભક્તિમાંથી આદર ઉઠાડવાના આશયથી આ લખાયું નથી. આપણા જેવા સામાન્ય મનુષ્ય માટે પરાવલંબનમાંથી સ્વાવલંબનમાં, અસત્યમાંથી સત્યમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવાનો માર્ગ રહ્યો છે. પણ ધ્યેય સ્વાવલંબનમાં, સત્યમાં અને જ્ઞાનમાં પહોંચવાનું હતું જોઈએ, અને ભક્તિને ઉદ્દેશ્ય ચિત્તશુદ્ધિ હોવો જોઈએ એ ભુલાવું ન જોઈએ. પૂર્વ કાળમાં થઈ ગયેલા અવતારી પુરુષો આપણને દીવાદાંડી જેવા છે. એમની ભકિત એટલે એમના ચારિત્રનું સતત ધ્યાન. એમની ભક્તિને નિષેધ થઈ શકે જ નહીં પણ જેમ અવતારે પરોક્ષ થતા જાય છે, તેમ એનું માહાત્મ્ય વધારે જણાય છે; તેમ ન થતાં આપણા કાળના સંતપુરુષોને શોધી તેમનો મહિમા સમજતાં આવડવું જોઈએ. જગત જેમ અસુરહિત નથી, તેમ સંતરહિત પણ નથી થતું. Page #121 --------------------------------------------------------------------------  Page #122 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એક જ છે. | ‘મારી દઢ માન્યતા છે કે જગતના બધા મહાધર્મો સાચા છે, બધા ઈશ્વરે નિર્ભેલા છે, અને બધા તેનો જ આદેશ ફેલાવે છે, ને તે તે વાતાવરણમાં ને તે તે ધર્મમાં ઊછરેલા લોકોની આધ્યાત્મિક ભૂખને તૃપ્ત કરે છે. હું નથી માનતો એવો સમય કદી આવે જ્યારે આપણે કહી શકીએ કે જગતમાં ધર્મ એક જ છે. એક અર્થમાં આજે પણ જગતમાં મૂળ ધર્મ એક જ છે. પણ કુદરતમાં કક્યાંયે સીધી લીટી છે જ નહીં. ધર્મ એ અનેક શાખાઓવાળું મહાવૃક્ષ છે. શાખાઓ રૂપે ધર્મો અનેક છે એમ કહી શકાય; વૃક્ષરૂપે ધર્મ એક જ છે.'' - ગાંધીજી ધર્મને સમજો સાત પુસ્તકોનો સંપુટ 1. હિંદુ ધર્મનું હાર્દ 40.00 2. રામ અને કૃષ્ણ 20.00 3. બુદ્ધ અને મહાવીર 15. 00 4. ગીતા અને કુરાન 30.00 5. હજરત મહમદ અને ઇસ્લામ 20 , 00 6. ઈશુ ખ્રિસ્ત 20, 00 7. અશો જરથુષ્ટ્ર 5. 00 SHBHRIHIT HOHRHM આ સાત પુસ્તકો એકસાથે ખરીદનારને 004915 Ahmedabad રૂ.૧૫૦ને બદલે રૂ. ૬૦માં આપવામાં bhudha ane mahaveer આવશે. TRP :Rs. 15 કિંમત : 150 /- (સેટના). ISBN 81-7229-124-8(Set)