________________
બુદ્ધ મહાવીર
૧૦૧ જ પ્રયત્ન કર્યો. પણ, જેમ બીજને જાણ્યાથી ઝાડનું સર્વસ્વ જ્ઞાન થતું નથી, અથવા ઝાડને જાણ્યાથી બીજનું અનુમાન થતું નથી, તેમ કેવળ છેવટનું સત્યતત્ત્વ જાણવાથી ખરી શાન્તિ થતી નથી, અને ઉપર ઉપદેશેલી ભૂમિકા ઉપર આરૂઢ થયા પછી પણ સત્યતત્ત્વની જિજ્ઞાસા રહી જાય તે તેને પણ અશાંતિ રહી જાય છે. સત્યને જાણીને પણ અંતે ઊપલી ભૂમિકા ઉપર દઢ થવું પડે છે, અથવા એ ભૂમિકા ઉપર દૃઢ થઈ, સત્યની શોધ બાકી રહે છે. પણ જેમ ઝાડને જાણનારા મનુષ્યને બીજને શેધવા માટે માત્ર ફળની ઋતુ આવે એટલી જ વાર છે તેમ એ ભૂમિકા ઉપર આવેલાને સત્ય આધુ નથી થતું. ૫. જન્મમૃત્યુના ફેરામાંથી મુક્તિ ઈચ્છનારાને, હર્ષ
શેકમાંથી મુક્તિ ઈચ્છનારાને, આત્માની શોધ નિશ્ચિત કરનારાને, – સને અંતે તે વ્યવહારિક
ભૂમિકા જીવનમાં ઉપરની ભૂમિકાએ આવવું જ પડે છે. ચિત્તની શુદ્ધિ, નિરહંકાર, સર્વે વાદ– કલ્પનાઓ વિશે અનાગ્રહ, શારીરિક, માનસિક કે કોઈ પણ પ્રકારનાં સુખ માટે નિરપેક્ષા, બીજા ઉપર નૈતિક સત્તા ચલાવવાની પણ અનિચ્છા, જે છોડી ન શકાય એવી રીતે પિતાને આધીન છે તેનું અન્યને માટે અર્પણ – એ જ શાન્તિને માર્ગ છે; એમાં જગતની સેવા છે; પ્રાણીમાત્રનું સુખ છે, એ જ ઉત્કર્ષને ઉપાય છે. જેમ કોઈને કહીએ કે આ રસ્તે રસ્તે ચાલ્યો જા, જ્યાં એ રસ્તો પૂરો થશે ત્યાં તારે જે ઘેર જવું છે તે આવશે તેમ આ માર્ગે ચાલી જનાર સત્યતત્ત્વ આગળ આવીને ઊભો રહેશે. બહુ બાકી રહેશે તો માત્ર ત્યાંના કેઈ