________________
બુદ્ધ ૨. જે શાતિ એમને પ્રાપ્ત થઈ હતી તેને એ એકલા ઉપભેગ કરે એવો બુદ્ધને સ્વભાવ ન હતા.
પિતાના સાડા ત્રણ હાથના દેહને સુખી સંપ્રદાયને કરવા એમણે આટલો પ્રયાસ કર્યો નહતે. વિસ્તાર તેથી જેટલા વેગથી એમણે સત્યની શોધ
માટે રાજ્યને ત્યાગ કર્યો, તેટલા જ વેગથી એમણે પિતાના સિદ્ધાન્તને પ્રચાર કરવા માંડ્યો. જોતજોતામાં હજાર માણસોએ એમનું શિષ્યત્વ સ્વીકાર્યું. કેટલાયે મુમુક્ષુએ એમને ઉપદેશ સાંભળી સંસારને ત્યાગ કરી એમના ભિક્ષુસંઘમાં દાખલ થયા. એમના સંપ્રદાય તથા સંઘમાં ઊંચ-નીચ, ધનવાન-ગરીબ વચ્ચે ભેદભાવ ન હતો. વર્ણ અને કુળના અભિમાનથી એ પર હતા. મગધને રાજા બિંબિસાર, એમને પિતા શુદ્ધોદન, કાસલને રાજા પસેનદિ તથા અનાથપિંડક વગેરે ધનાઢય ગૃહસ્થાએ જેમ એમને ધર્મ સ્વીકાર્યો હતો, તેમ ઉપાધિ હજામ, ચુંદ લુહાર, અંબાપાલી ગણિકા વગેરે પછાત કોમેમાંથીયે એમના આગેવાન શિવે હતા. સ્ત્રીઓ પણ એમને ઉપદેશ સાંભળી ભિક્ષુણી થવા પ્રેરાઈ પ્રથમતઃ સ્ત્રીઓને ભિક્ષણ કરવા બુદ્ધ નારાજ હતા, પણ એમની માતા ગાતમી અને પત્ની યશોધરાએ ભિક્ષણ થવા અત્યંત આતુરતા બતાવી અને તેમના આગ્રહને વશ થઈ એમને પણ ભિક્ષણ થવાની બુદ્ધને છૂટ આપવી પડી.